• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Gujaratis
Tag:

Gujaratis

Aishwarya Majmudar Navaratri Gujaratis living abroad are swaying to the tunes of country artists in the world's longest dance festival.
હું ગુજરાતીઆંતરરાષ્ટ્રીયમનોરંજન

Aishwarya Majmudar Navaratri : વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલમાં દેશી કલાકારોના તાલે ઝૂમી રહ્યા છે વિદેશમાં વસતા ગુજરાતીઓ.

by Hiral Meria September 6, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Aishwarya Majmudar Navaratri :  નાના અમથા પાંચેક વરસના બાળકથી લઈ સિત્તેર-એંસી વરસની વડીલને જો પૂછીએ કે નવરાત્રિ ( Navaratri )  કેટલા દિવસ ઉજવાય? તો બધાનો જવાબ હશે નવ દિવસ. પણ જવાબ છે ના. આજની તારીખે જોવા જઇએ તો વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલની ઉજવણી એક-બે નહીં પૂરા પાંચ મહિના ચાલે છે. આશ્ચર્ય જેવી વાત લાગે છે ને? પણ હકીકત છે. ચાલો તમને જણાવીએ કે નવ દિવસનો આ તહેવાર પાંચ મહિના કેવી રીતે ઉજવાય છે.   

અરદેશર ફરામજી ખબરદારની કવિતા મુજબ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એને આજના સંદર્ભમાં લઇએ તો જ્યાં વસે ગુજરાતી ત્યાં નવરાત્રિ ઉજવાય. આપણા ગુજરાતના એવા કલાકારો અને આયોજકો છે જેઓ નવરાત્રિને વૈશ્વિક બનાવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં નવરાત્રિનું ( Garba )  જેટલું માર્કેટ છે એના કરતા દસ ગણું વિદેશમાં છે. એટલે કે ભારતમાં નવરાત્રિનો જેટલો બિઝનેસ થાય છે એના કરતા દસ ગણો બિઝનેસ વિદેશમાં થાય છે. એનું કારણ એ છે કે વિદેશમાં વસતા ગુજરાતીઓ સતત નવ દિવસ નવરાત્રિની ઉજવણી કરી શકતા નથી. એટલે તેઓ જૂનથી ઓક્ટોબર મહિના સુધી દર શનિવાર-રવિવારે ગરબાનું આયોજન કરતા હોય છે. ભારતમાં ચોમાસાની શરૂઆત થાય, એટલે કે જુલાઈ – ઓગસ્ટમાં કલાકારો વિદેશ રવાના થાય છે. કલાકારોના માનીતા દેશોમાં છે દુબઈ, બહેરિન, કુવૈત, કતર, ઑસ્ટ્રેલિયા, યુરોપમાં બ્રિટન, ફ્રાન્સ, પોલેન્ડ, આફ્રિકામાં તાન્ઝાનિયા, દક્ષિણ આફ્રિકા તથા અમેરિકા, કેનેડા. આ સમયગાળા દરમિયાન મોટાભાગના કલાકારો સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ અપલોડ કરતા હોય છે કે, આજે હું મેલબોર્ન – સિડની – લંડનમાં છું અને તમને શોમાં ઉપસ્થિત રહેવા ભાવભીનું આમંત્રણ છે. હકીકતમાં વિદેશમાં જઈ આ કલાકારો 4-5 મહિના ત્યાં રહેતા ગુજરાતીઓને ગરબા રમાડતા હોય છે.

Aishwarya Majmudar Navaratri :  વીક-ઍન્ડના તમામ શો હાઉસફુલ જતા હોય છે

જ્યારથી વિદેશમાં નવરાત્રિની ઉજવણી શરૂ થઈ છે ત્યારથી માતાજીનો આ તહેવાર વિશ્વનો સૌથી લોંગેસ્ટ તહેવાર બનવાની સાથે ગ્લોબલ ફેસ્ટિવલ બની ગયો છે. મજાની વાત એ છે કે વિદેશમાં માત્ર ગુજરાતીઓ જ નહીં પણ જે-તે દેશના નાગરિકો પણ હોંશથી ગરબા રમતા જોવા મળે છે. 

વિદેશમાં નવરાત્રિનું આયોજન કરનાર કંપની અને આયોજકોમાં અવ્વલ સ્થાને છે યશ એન્ટરટેઇન્મેન્ટ. જ્યારે વિશ્વભરમાં જેમની ડિમાન્ડ છે એવી ગાયિકા છે ગરબા પ્રિન્સેસ ઐશ્વર્યા મઝુમદાર. આ તમામ દેશોમાં આ વરસે ઐશ્વર્યા મઝુમદાર યશ એન્ટરટેઇન્મેન્ટ ( Yash Entertainment ) બેનર હેઠળ ચાલીસ જેટલા શો કરવાની છે. માત્ર ઐશ્વર્યા મઝુમદાર જ નહીં, પણ અડધો ડઝન જેટલા કલાકારો વિદેશ જઈ નવરાત્રિ કરતા હોય છે.

આ સમાચાર પણ વાંચો:  Kareena kapoor: શાહરુખ ખાન બાદ કરીના કપૂર બની ભારત ની સૌથી વધુ ટેક્સ ચુકવનાર અભિનેત્રી, સરકાર ને ચુકવ્યો અધધ આટલો કર

ગ્લોબલ નવરાત્રિ બિઝનેસ અંગે વધુ માહિતી આપતા યશ એન્ટરટેઇન્મેન્ટના મિતુલભાઈ શાહે જણાવ્યું કે, કોવિડ મહામારી બાદ અમે વૈશ્વિકસ્તર પર નવરાત્રિનું આયોજન શરૂ કર્યું. અમારા માટે આ માત્ર બિઝનેસ નથી પણ ગુજરાતની અસ્મિતાને વિશ્વભરમાં પહોંચાડવાનો અમારો નમ્ર પ્રયાસ છે. સ્વાભાવિકપણે આમાં આર્થિક બાબતો પણ સંકળાયેલી છે. પણ અમને આનંદ એ વાતનો છે કે વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ નવરાત્રિ મહોત્સવને આવકારી રહ્યા છે. જેને કારણે વિશ્વના અનેક દેશોમાંથી શોના આયોજન માટે અનેક સંસ્થાઓ યશ એન્ટરટેન્મેન્ટનો સંપર્ક કરી રહી છે. શરુઆતમાં 5 – 7 શો થી શરૂ કરીને માત્ર 5 વર્ષમાં અમે સમગ્ર વિશ્વમાં ફક્ત પાંચ મહિનામાં 40 થી વધુ નવરાત્રિના શો કરી રહ્યા છીએ. અમારી સાથે વિદેશમાં વસતા ગુજરાતીઓ ( Gujaratis ) અને તેમાં પણ યુવાઓ જોડાઈ રહ્યા છે. 

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Majmudar (@aishwarya_tm)

વિદેશના શો અંગે જાણકારી આપતા ગરબા પ્રિન્સેસ ઐશ્વર્યા મઝમુદારે ( Aishwarya Majmudar ) જણાવ્યું કે, વિશ્વભરમાં વિવિધ દેશોમાં વસતા માતાજીના ભક્તો સાથે નવરાત્રિની ઉજવણી કરવાનો અનુભવ જ કંઇક અલગ છે. વિદેશમાં ગરબાના આયોજન માટે અમારે ખાસ તૈયારી કરવી પડે છે. દુનિયાના પાંચેય ખંડના દેશોમાં વસતા ગુજરાતીઓની પસંદગી અલગ-અલગ હોવાથી અમારે એ મુજબના ગરબા ગાવા પડે છે. જેમ વડોદરામાં જે પ્રકારના ગરબા ગવાતા હોય એ મુંબઈ કરતા સાવ અલગ હોય છે. તેમ અમેરિકનો કરતા બ્રિટનના ગુજરાતીઓની પસંદગી સાવ વેગળી હોય છે. એનું પણ કારણ છે, બ્રિટનમાં સો-દોઢસો વરસથી ગુજરાતીઓ વસવાટ કરી રહ્યા છે. તેઓ જૂના અને ભાતીગળ ગરબા પસંદ કરે છે. જ્યારે અમેરિકામાં ગુજરાતીઓ લગભગ 50-60 વરસથી રહેતા હોવાથી તેમને નવા ગરબાની સાથે બૉલિવુડ ટચ ધરાવતા ગરબા પસંદ છે. એટલે અમારે વિવિધ દેશોના કાર્યક્રમો સફળ થાય એ માટે તેમની પસંદગી મુજબનું પ્લે-લિસ્ટ બનાવવું પડે છે. અને આ બાબત કોઈ પણ કલાકાર માટે પડકારરૂપ છે. જોકે હું મારી વાત કરૂં તો મને એ વાતનો આનંદ છે કે વિદેશમાં વસતા ગુજરાતીઓનો પ્રેમ અને આશીર્વાદ મેળવવામાં હું સફળ રહી છું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો:  bhool bhulaiyaa 2: ભૂલ ભુલૈયા 2 નો ડીલીટેડ સીન થયો વાયરલ, વિડીયો જોઈ તમે પણ થઇ જશો હસી ને લોટપોટ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
4,92,701 Gujaratis stranded in various countries due to natural or man-made calamities have been brought back home safely since the Corona period.
રાજ્યહું ગુજરાતી

Gujaratis : કોરોનાકાળથી અત્યારસુધીમાં કુદરતી કે માનવસર્જિત આફતોને કારણે વિવિધ દેશોમાં ફસાયેલા 4,92,701 ગુજરાતીઓને સહીસલામત વતન પરત લાવવામાં આવ્યા

by Hiral Meria July 25, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Gujaratis : બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન ફાટી નીકળતા હાલ હિંસાનો માહોલ સર્જાયો છે અને અનેક લોકોના મોત પણ થયા છે. આવા તોફાની માહોલ દરમિયાન બાંગ્લાદેશમાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓને ( Gujarat Students ) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશન હેઠળ સહીસલામત ગુજરાત પરત લાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે મળીને હાથ ધરેલા તાત્કાલિક સંકલનના પરિણામે MBBSના અભ્યાસ માટે ગયેલા 14 વિદ્યાર્થીઓ હેમખેમ પરિવાર પાસે પરત ફર્યા છે.

 ગુજરાતમાંથી ( Gujarat  ) ભણતર તેમજ રોજગાર અર્થે વિદેશોમાં જતા નાગરિકોની સલામતીની ચિંતા હંમેશાં કેન્દ્ર અને રાજ્ય સરકારે ( Gujarat Government )  કરી છે. બાંગ્લાદેશ ઉપરાંત, વિવિધ કુદરતી અને માનવસર્જિત આફતો દરમિયાન વિદેશોમાં ફસાયેલા ગુજરાતના નાગરિકો અને વિદ્યાર્થીઓને સહીસલાત ગુજરાત પરત લાવવા માટે વિવિધ ઓપરેશન્સ ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે, જેના પરિણામે કોરોના મહામારીના ( Covid Pandemic ) સમયથી માંડીને આજ દિન સુધીમાં લગભગ 4,92,701 ગુજરાતી નાગરિકોને ( Gujarati Citizen ) વિવિધ દેશોમાં સર્જાયેલી સમસ્યાઓની વચ્ચેથી બહાર કાઢીને સહીસલામત ગુજરાત પરત લાવવામાં આવ્યા છે.

Gujaratis : કોવિડ-19ની કપરી પરિસ્થિતિ દરમિયાન 4.90 લાખથી વધુ ગુજરાતીઓની વતન વાપસી

કોવિડ-19 મહામારી દરમિયાન વિશ્વભરમાં લોકડાઉન જાહેર થયું હતું, જેના કારણે વિશ્વના વિવિધ દેશોમાં ભારતીયો ફસાઈ ગયા હતા. તે સમયે વિશ્વભરમાં ફસાયેલા ભારતીયોને ખાસ ઇવેક્યુએશન ફ્લાઇટ્સ દ્વારા વતન પરત લાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભારત સરકારના વિદેશી બાબતોના મંત્રાલય દ્વારા ‘વંદે ભારત મિશન’ હાથ ધરવામાં આવ્યું હતું. 

આ મિશન હેઠળ વિદેશોમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઠોસ પગલાં લેવામાં આવ્યા હતા. વંદે ભારત મિશનની કામગીરીને સફળતાપૂર્વક પાર પાડવા માટે ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, ગુજરાત એરપોર્ટ પોલીસ, ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમ, જિલ્લા પંચાયત અમદાવાદ, સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા આરોગ્ય વિભાગે સાથે મળીને કામ કર્યું હતું. પરિણામસ્વરૂપે, કોવિડ-19ના સમયગાળા દરમિયાન વંદે ભારત મિશન હેઠળ કુલ 4,90,701 ગુજરાતી નાગરિકોને ગુજરાત પરત લાવવામાં આવ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો:  Dak Chaupal: લોકોને સરકારી યોજનાઓ સાથે જોડવા માટે ‘ડાક ચૌપાલ’નું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કર્યું ઉદ્ઘાટન

આ ઉપરાંત, 11 જૂન, 2020ના રોજ આઇએનએસ શાર્દુલ નામક જહાજમાં 233 ગુજરાતી માછીમારોને પોરબંદરના બંદર પહોંચાડવામાં આવ્યા હતા. તેમને પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભા કરવામાં આવેલા જિલ્લા સરકારી ક્વોરન્ટીન સેન્ટર ખાતે ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કોરોનાના સમય દરમિયાન 42 જેટલા ગુજરાતીઓ પાકિસ્તાનમાંથી વાઘા બોર્ડરથી પરત આવ્યા હતા. 

Gujaratis : ‘ઓપરેશન ગંગા’ ( Operation Ganga ) થકી યુક્રેનથી પરત આવ્યા 1386 બિન-નિવાસી ગુજરાતીઓ

રશિયા અને યુક્રેન ( Russia Ukraine War ) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે યુક્રેનમાં ઘણી તંગ પરિસ્થિતિઓ સર્જાઈ છે. જેના કારણે, યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓની સલામતી જોખમાઈ છે. જોકે આ સમયમાં ગુજરાત સરકાર તેમની પડખે અડીખમ ઊભી છે. ગુજરાત સરકારના એનઆરઆઇ પ્રભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓને મદદરૂપ થવા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓની માહિતી વિદેશ મંત્રાલય અને યુક્રેન સ્થિત ભારતની એલચી કચેરીને મોકલવામાં આવી છે. 

આ સાથે જ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ શરૂ કરવામાં આવ્યું છે, જે હેઠળ યુક્રેન ભણવા ગયેલા 1386 બિન-નિવાસી ગુજરાતીઓને રાજ્યમાં પરત લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગુજરાત સરકારના ક્લાસ-1 અધિકારીઓ રાજ્યના તમામ જિલ્લાઓમાં યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને રૂબરૂ મળે છે, અને તેમને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીઓથી વાકેફ પણ કરે છે. 

Gujaratis : સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓની વહારે આવ્યું ‘ઓપરેશન કાવેરી’, ઇઝરાયેલમાં ફસાયેલા ગુજરાતીઓ માટે ‘ઓપરેશન અજય’

સુદાનમાં અર્ધલશ્કરી દળો અને સૈન્ય વચ્ચે ચાલી રહેલા આંતરિક યુદ્ધને કારણે અનેક ભારતીયો સુદાનમાં ફસાયા છે. સુદાનમાં ફસાયેલા નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિદેશ મંત્રાલય દ્વારા ‘ઓપરેશન કાવેરી’ હાથ ધરવામાં આવ્યું. સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. ઓપરેશન કાવેરી હેઠળ 569 બિન- નિવાસી ગુજરાતીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો:  Apna Radio 90.0 FM: મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આઈઆઈએમસી આઈઝોલ ખાતે ભારતના 500મા કોમ્યુનિટી રેડિયો સ્ટેશન- અપના રેડિયો 90.0 એફએમનું ઉદ્ઘાટન કર્યું

ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધના કારણે ઇઝરાયેલમાં પણ ભારતના અનેક નાગરિકો ફસાયા છે, જેમને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ‘ઓપરેશન અજય’ હાથ ધરવામાં આવ્યું છે. ઓપરેશન અજય હેઠળ અત્યારસુધીમાં 30 બિન-નિવાસી ગુજરાતીઓને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Supreme Court canceled the defamation case against Tejashwi Yadav filed in this matter in Gujarat
રાજ્યMain Postદેશરાજકારણ

Defamation Case: તેજસ્વી યાદવને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં દાખલ આ માનહાનિનો કેસ કર્યો રદ્દ..

by Bipin Mewada February 13, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Defamation Case: આરજેડી નેતા તેજસ્વી યાદવને ( Tejashwi Yadav ) મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે ( Supreme Court ) “ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે” તેમના નિવેદન બદલ તેમની સામે દાખલ કરાયેલ માનહાનિનો કેસ રદ કર્યો હતો. સુનાવણી દરમિયાન તેજસ્વી યાદવે સોગંદનામું દાખલ કરીને પોતાના નિવેદન માટે ખેદ વ્યક્ત કર્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે તેજસ્વી યાદવ સામેની સુનાવણી હવે અમદાવાદમાં નહીં ચાલે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે તેજસ્વીની માફીનો સ્વીકાર પણ કરી લીધો છે. 

પ્રાપ્ત માહિતી મુજબ, જસ્ટિસ એએસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે મંગળવારે (13 ફેબ્રુઆરી) સવારે 10:30 વાગ્યે આ મામલામાં ચુકાદો આપ્યો હતો. અગાઉ 29 જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવને તેમની કથિત ટિપ્પણી ‘ફક્ત ( Gujaratis ) ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે’ પાછી ખેંચીને ‘યોગ્ય નિવેદન’ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

 શું છે આ મુદ્દો…

આરજેડી ( RJD ) નેતા  અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે 22 માર્ચ, 2023ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે,’જો આપણે આજની દેશની સ્થિતિ જોઈએ, તો માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે અને આવા ઠગોને માફ પણ કરવામાં આવશે. એલઆઈસીમાં પૈસાની છેતરપિંડી, બેંકના પૈસા પાછા ન આપવા, પૈસા લીધા પછી તેઓ ભાગી જશે, તો આ બધા માટે કોણ જવાબદાર રહેશે? ઉલ્લેખનીય છે કે, પંજાબ નેશનલ બેંકમાંથી રૂ. 13,000 કરોડની છેતરપિંડી કરવાના આરોપી મેહુલ ચોક્સી સામેની રેડ કોર્નર નોટિસ પાછી ખેંચવા અંગે તેમણે આ ટિપ્પણી કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Farmers protest 2.0 : ખેડૂતોનું ‘દિલ્હી ચલો’ આંદોલન માર્ચ 2020ના આંદોલનથી કેવી રીતે અલગ છે? અહીં આ 5 મુદ્દામાં સમજો.

તેજસ્વીના આ નિવેદન સામે અમદાવાદના હરેશ મહેતાએ ગુજરાતની કોર્ટમાં ( Gujarat court ) ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ પછી તેજસ્વી યાદવ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને તેમની અરજીમાં આ કેસને ગુજરાતની બહાર દિલ્હી અથવા પટનામાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.

આ સિવાય તેજસ્વી યાદવે 19 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું અને પોતાનું ‘ગુજરાતી ઠગ’ ( Gujarati Thug ) નિવેદન પાછું ખેંચ્યું હતું. જો કે, સુપ્રીમ કોર્ટે તેજસ્વીની માફી માંગવાની પદ્ધતિને યોગ્ય ગણાવી ન હતી અને 29 જાન્યુઆરીએ તેજસ્વીને તેમનું નિવેદન પાછું ખેંચી લેવા અને ‘યોગ્ય નિવેદન’ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી તેજસ્વીએ બિનશરતી માફી માંગી હતી. જેમાં હવે કોર્ટે માફી સ્વીકારી લીધી છે.

February 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
‘Gujarati language proficiency’ workshop was held in Ghatkopar-Mumbai SPRJ Kanyashala
હું ગુજરાતી

Mumbai: એસ. પી.આર. જૈન કન્યાશાળા, ઘાટકોપર -મુંબઈમાં ‘ગુજરાતી ભાષા સજ્જતા’ કાર્યશાળા યોજાઈ.

by Hiral Meria October 8, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Mumbai: ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત’ – એ ઉક્તિને મુંબઈમાં વસતા ગુજરાતીઓ ( Gujaratis ) સાર્થક કરી રહ્યા છે. મુંબઈ ગુજરાતી સંગઠન ( Mumbai Gujarati Association ) અને એસ. પી.આર.જૈન કન્યાશાળાના ( SPRJ Kanyashala ) યુક્ત ઉપક્રમે ગુજરાતી ભાષા ( Gujarati language ) સજ્જતા કાર્યશાળાનું આયોજન શ્રીમતી ભૂરીબહેન ગોળવાળા ઑડિટોરિયમ, ઘાટકોપર ( Ghatkopar ) – મુંબઈમાં કરવામાં આવ્યું હતું.  તેમાં ગુજરાતી માધ્યમની બાર શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખૂબ મોટી સંખ્યામાં સામેલ થયા હતાં.  આ પ્રસંગે માતૃભાષા ગૌરવ અને સંવર્ધન અભિયાનના સંવાહક શ્રી રાજેશકુમાર ધામેલિયાએ માર્ગદર્શન આપ્યું હતું. 

   મુંબઈ ગુજરાતી સંગઠનના મુખ્ય સૂત્રધાર શ્રી ભાવેશભાઈ મહેતાએ આજના માર્ગદર્શક શ્રી રાજેશકુમાર ધામેલિયાનો પરિચય આપ્યો હતો. શ્રીમતી નંદાબહેન ઠક્કરે  શાળા પરિવાર વતી સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, શાળાના શતાબ્દી વર્ષના પર્વે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેનો વિશેષ આનંદ છે.

‘Gujarati language proficiency’ workshop was held in Ghatkopar-Mumbai SPRJ Kanyashala

‘Gujarati language proficiency’ workshop was held in Ghatkopar-Mumbai SPRJ Kanyashala

 

    આજની કાર્યશાળામાં વિચાર પ્રેરક પ્રશ્નોત્તરી, ગુજરાતી-અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ, સાચી જોડણી સહેલાઈથી શીખવાની પ્રયુક્તિઓ, લેખનશુદ્ધિ વગેરે બાબતોને કેન્દ્રમાં રાખીને વિવિધ ઉદાહરણો દ્વારા ગમ્મત સાથે જ્ઞાન પીરસ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : World Cup 2023, India vs Australia : શું વરસાદ મેચનો વિલન બનશે. જાણો આજનો મોસમ.

    આ પ્રસંગે શ્રી રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “આપ મહાનગરી મુંબઈમાં રહીને ગુજરાતી ભાષા સંરક્ષણ અને સંવર્ધન માટે અનેકવિધ કાર્યો કરી રહ્યા છો તે ખૂબ આનંદની વાત છે.  ગુજરાતીમાં શુદ્ધલેખન શીખવું ખૂબ સરળ છે. જિજ્ઞાસુ શિક્ષકો દસ કલાકનું પ્રશિક્ષણ મેળવે તો 90% ભૂલો દૂર થઈ જાય તેટલી સજ્જતા કેળવી શકે. હાસ્ય દરબાર જેવો આનંદ માણતાં માણતાં ગુજરાતી જોડણીના નિયમો, લેખનશુદ્ધિ વગેરે શીખી શકાય તેમ છે. ગુજરાતી જોડણી અઘરી છે, વ્યાકરણ શિક્ષણ કંટાળાજનક હોય વગેરે ખ્યાલો દૂર કરવાની જરૂર છે.”

‘Gujarati language proficiency’ workshop was held in Ghatkopar-Mumbai SPRJ Kanyashala

‘Gujarati language proficiency’ workshop was held in Ghatkopar-Mumbai SPRJ Kanyashala

    આ પ્રસંગે વિવિધ શાળાઓમાંથી આવેલાં તમામ શિક્ષકોને તેમજ શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંતાક્ષરીમાં ભાગ લેનાર વિદ્યાર્થિનીઓને ‘સાચી જોડણી લાગે વહાલી’ અને ‘ભાષા સજ્જતા’ પુસ્તિકાઓ શ્રી રાજેશકુમાર ધામેલિયા તરફથી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. 

    આ કાર્યક્રમ યોજવા માટે શ્રી ભાવેશભાઈ મહેતા, શ્રીમતી નંદાબહેન, શ્રી દિલીપભાઈ દોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

 

October 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક