Tag: haryana elections

  • Rahul Gandhi: રાહુલ ગાંધીના ‘H-Bomb’ બાદ હંગામો: ઇન્ટરનેટ યુઝર્સે શોધી કાઢી ‘સ્વીટી’, બ્રાઝિલિયન મોડેલે આખા મામલે શું કહ્યું?

    Rahul Gandhi: રાહુલ ગાંધીના ‘H-Bomb’ બાદ હંગામો: ઇન્ટરનેટ યુઝર્સે શોધી કાઢી ‘સ્વીટી’, બ્રાઝિલિયન મોડેલે આખા મામલે શું કહ્યું?

    News Continuous Bureau | Mumbai

    Rahul Gandhi  એક તસવીર જે ક્યારેક બ્રાઝિલમાં મોડેલિંગ શૂટ દરમિયાન લેવામાં આવી હતી, તે આજે હરિયાણાના રાજકારણના કેન્દ્રમાં છે. રાહુલ ગાંધીના ‘સીમા-સ્વીટી’ આરોપથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચ્યો છે, અને તે તસવીરની અસલી માલિક લારિસા હવે પૂછી રહી છે, ‘ભારતમાં મારો ચહેરો મતદાર યાદીમાં કેવી રીતે પહોંચી ગયો?’ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હરિયાણામાં ‘વૉટ ચોરી’ ના આરોપે ગુરુવારે એક અનોખો વળાંક લીધો, જેનો પડઘો સીધો બ્રાઝિલ સુધી પડ્યો છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં એક મહિલાની તસવીર બતાવીને દાવો કર્યો કે આ જ ચહેરો હરિયાણાની મતદાર યાદીમાં 22 વખત અલગ-અલગ નામોથી ઉપયોગમાં લેવાયો છે, ક્યાંક ‘સીમા’, ક્યાંક ‘સ્વીટી’, તો ક્યાંક ‘સરસ્વતી’ ના નામથી.

    હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મોટા પાયે ગડબડી – રાહુલ

    રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘આ મહિલા કોણ છે? ક્યાંની છે? પરંતુ હરિયાણામાં 22 વખત વૉટ નાખે છે, તે પણ 10 અલગ-અલગ બૂથ પર.’ તેમણે આને ‘સેન્ટ્રલાઇઝ્ડ ઓપરેશન’ ગણાવતા કહ્યું કે આ જ ‘પુરાવો’ છે કે 2024 ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મોટા પાયે ગડબડી થઈ છે. તેમણે એ પણ જણાવ્યું કે આ તસવીર ઇન્ટરનેટ પર બ્રાઝિલના ફોટોગ્રાફર માથિયૂસ ફેરેરોના પેજ પરથી લેવામાં આવી છે. ગૂગલ પર શોધ કરવાથી ખબર પડે છે કે ફેરેરો ફેશન અને પોર્ટ્રેટ ફોટોગ્રાફી માટે જાણીતા છે, અને તેમની ઘણી તસવીરો અનસ્પ્લેશ નામની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

    મોડેલે આપી પ્રતિક્રિયા – આ શું પાગલપન છે!

    થોડા કલાકો પછી જ, એક મહિલાએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને કહ્યું કે તે જ તસવીર તેમની છે, જ્યારે તે ‘લગભગ 20 વર્ષની હતી.’ રિવર્સ ઇમેજ સર્ચથી જાણવા મળ્યું કે આ મહિલા લારિસા નેરી છે, જે બ્રાઝિલમાં રહે છે. લારિસાએ વીડિયોમાં મજાકિયા અંદાજમાં કહ્યું, ‘મિત્રો, ગોસિપ સાંભળો! તેઓ મારો જૂનો ફોટો વાપરી રહ્યા છે. હું તે સમયે 18-20 વર્ષની હતી. હવે મારો તે ફોટો ભારતમાં કોઈ ચૂંટણીમાં, કોઈ વૉટિંગમાં ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, અને મને એક ભારતીય મહિલા તરીકે દર્શાવવામાં આવી રહી છે!’ પરંતુ તેમની સ્મિત પાછળ આશ્ચર્ય પણ છલકાતું હતું. તેમણે આગળ કહ્યું, ‘હે ભગવાન, આ શું થઈ રહ્યું છે! આ શું પાગલપન છે, આપણે કઈ દુનિયામાં જીવી રહ્યા છીએ!’

    આ સમાચાર પણ વાંચો : Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ

    પત્રકારોના કોલથી પરેશાન થઈ લારિસા

    લારિસાએ જણાવ્યું કે જ્યારેથી આ વિવાદ ફેલાયો છે, તેમને સતત પત્રકારોના ફોન આવવા લાગ્યા છે. તેમણે કહ્યું, ‘એક રિપોર્ટરે તો તે સલૂનમાં ફોન કરી દીધો જ્યાં હું કામ કરું છું. પછી મારા ઇન્સ્ટાગ્રામ પર કોલ કરવા લાગ્યો.’ તેમણે જણાવ્યું કે એક મિત્રએ બીજા શહેરમાંથી તેમને તે જ તસવીર મોકલી, અને ત્યારે જ તેમને ખબર પડી કે તેમની તસવીર ભારતના એક ચૂંટણી વિવાદમાં ફસાઈ ગઈ છે. માહિતી મુજબ, લારિસાનો આ ફોટો બ્રાઝિલિયન ફોટોગ્રાફર માથિયૂસ ફેરેરોએ ક્લિક કર્યો હતો. આ ફોટો ઘણા વર્ષો પહેલા ફ્રી-યુઝ વેબસાઇટ પર મૂકવામાં આવ્યો હતો, જેથી કોઈ પણ ડાઉનલોડ કરી શકે. હવે તે જ તસવીર હરિયાણાની મતદાર યાદીમાં કથિત રીતે નોંધાયેલી મળી છે. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના નિવેદન અને લારિસાની પ્રતિક્રિયા બંને વાયરલ થઈ ચૂક્યા છે.

  • Rahul Gandhi: રાહુલ ગાંધીનો ‘હાઇડ્રોજન બોમ્બ’: ‘હરિયાણામાં ૨૫ લાખ વોટની ચોરી, બિહારમાં પણ એવું જ થશે’, વિપક્ષે કર્યા સૌથી મોટા આક્ષેપ.

    Rahul Gandhi: રાહુલ ગાંધીનો ‘હાઇડ્રોજન બોમ્બ’: ‘હરિયાણામાં ૨૫ લાખ વોટની ચોરી, બિહારમાં પણ એવું જ થશે’, વિપક્ષે કર્યા સૌથી મોટા આક્ષેપ.

    News Continuous Bureau | Mumbai

    Rahul Gandhi  દેશના 12 રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ‘વોટ ચોરી’ ના મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા અને જણાવ્યું કે કેવી રીતે હરિયાણાની ચૂંટણીમાં વોટની ચોરી કરવામાં આવી છે. કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ફરી એકવાર ‘વોટ ચોરી’ને લઈને એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. કર્ણાટક અને મહારાષ્ટ્ર બાદ હરિયાણાની વિધાનસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે ‘H ફાઇલ્સ’ કોઈ એક બેઠકની વાત નથી, પરંતુ રાજ્યોમાં વોટ ચોરીનું મોટું કાવતરું છે.

    હરિયાણામાં 25 લાખ વોટની ચોરી થઈ હોવાનો દાવો

    રાહુલ ગાંધીના પ્રેસ કોન્ફરન્સની મુખ્ય વાતો આ પ્રમાણે છે:
    પોસ્ટલ બેલેટ અને રૂઝાન: રાહુલ ગાંધીએ કહ્યું કે હરિયાણામાં પ્રથમ વખત પોસ્ટલ બેલેટ અને અસલી મતોનો ટ્રેન્ડ અલગ રહ્યો. પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસને 76 અને ભાજપને માત્ર 17 બેઠકો મળતી હતી, જ્યારે પહેલા બંનેનો ટ્રેન્ડ એક જેવો રહેતો હતો.
    ડુપ્લિકેટ વોટર: કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે હરિયાણામાં પાંચ કેટેગરીમાં 25 લાખ વોટની ચોરી થઈ છે. તેમણે આંકડાઓ આપીને કહ્યું કે 5 લાખ 21 હજારથી વધુ ડુપ્લિકેટ વોટર મળી આવ્યા છે.
    બ્રાઝિલિયન મોડલ: રાહુલ ગાંધીએ એક યુવતીનો ફોટો બતાવીને કહ્યું કે અલગ-અલગ નામોથી 22 જગ્યાએ આ છોકરીનું નામ નોંધાયેલું છે, અને આ યુવતીએ ક્યાંક સીમા તો ક્યાંક સરસ્વતીના નામથી 22 વોટ નાખ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે બ્રાઝિલિયન મોડલનું નામ હરિયાણાની વોટર લિસ્ટમાં કેવી રીતે આવ્યું?
    એક જ મહિલાના 223 નામ: તેમણે એક જ બૂથ પર 223 વખત એક જ મહિલાનું નામ હોવાનો દાવો કર્યો અને ચૂંટણી પંચને જવાબ આપવા કહ્યું કે તે મહિલાએ કેટલી વાર વોટ આપ્યો.
    નકલી વોટરનું પ્રમાણ: રાહુલ ગાંધીએ જણાવ્યું કે હરિયાણામાં કુલ બે કરોડ વોટર છે. 25 લાખ વોટ ચોરીનો અર્થ છે કે દર આઠમાંથી એક વોટર ખોટો હતો, જેના કારણે કોંગ્રેસ હારી.

    બિહારમાં પણ ગેરરીતિની આશંકા અને યુવાનોને અપીલ

    બિહારમાં પણ ‘H ફાઇલ્સ’: રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે જે હરિયાણામાં થયું, તે જ બિહારમાં પણ થશે. બિહારમાં પણ વોટર લિસ્ટમાં ગેરરીતિ થઈ છે. તેમણે દાવો કર્યો કે મતદાર યાદી તેમને છેલ્લા સમયમાં આપવામાં આવી.
    નામ કાપવાની ફરિયાદ: તેમણે બિહારના કેટલાક વોટર્સને મંચ પર બોલાવ્યા અને દાવો કર્યો કે તેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા છે. આખા પરિવારના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા છે.
    જનરલ-ઝેડને અપીલ: દેશના યુવાનોને અપીલ કરતા તેમણે કહ્યું કે ભારતમાં જનરલ-ઝેડ અને યુવાઓ જ સત્ય અને અહિંસા સાથે લોકતંત્ર બચાવી શકે છે.

    આ સમાચાર પણ વાંચો : Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.

    મુખ્ય ચૂંટણી કમિશનર પર નિશાન અને સીસીટીવી પર સવાલ

    કમિશનર પર જૂઠનો આરોપ: રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પણ હુમલો કર્યો અને કહ્યું કે તેમણે દાવો કર્યો હતો કે જે લોકો પાસે ઘર નથી, તેમના સામે હાઉસ નંબર ઝીરો નોંધવામાં આવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ક્રોસ ચેક કરતા જણાયું કે મુખ્ય ચૂંટણી કમિશનરે દેશની જનતા સાથે ખુલ્લેઆમ જૂઠ બોલ્યું.
    ભાજપ સાથે જોડાણ: તેમણે દાવો કર્યો કે દાલચંદ નામના એક વ્યક્તિ યુપીમાં પણ વોટર છે અને હરિયાણામાં પણ વોટર છે, અને તેમના પુત્રનું નામ પણ બંને રાજ્યોની વોટર લિસ્ટમાં છે. આવા હજારો લોકો છે જેમનું ભાજપ સાથે જોડાણ છે.
    સીસીટીવી ફૂટેજ ડિલીટ: રાહુલ ગાંધીએ સીસીટીવી ફૂટેજ ડિલીટ કરવા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે ચૂંટણી પંચે આ ફૂટેજ ડિલીટ કર્યા છે, કારણ કે ઘણી વખત લોકો વોટ નાખી શક્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે મમતા, દુર્ગા, સંગીતા, મંજુ જેવા નામોથી લોકો આવ્યા અને કહ્યું કે મારું નામ દુર્ગા છે અને વોટ કરી દીધો.

     

  • Haryana Elections: કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા, અહીંથી લડી શકે છે ચૂંટણી…

    Haryana Elections: કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા, અહીંથી લડી શકે છે ચૂંટણી…

    News Continuous Bureau | Mumbai

    Haryana Elections: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. બંને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લાકાર્જુન ખડગેને મળ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ હાજર હતા. હવે બંનેના નામ પાર્ટીની ઉમેદવાર યાદીમાં આવે તેવી શક્યતા છે.

     વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા પહેલા જ રેલવેની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.

    Haryana Elections: વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી 

    મહત્વનું છે કે, બે દિવસ પહેલા વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે ફોગાટ અને પુનિયા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. જો કે હજુ સુધી પાર્ટી દ્વારા બંનેની ટિકિટને લઈને કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી.

    Haryana Elections: વિનેશ ફોગટ-બજરંગ પુનિયા માટે કઈ સીટ?

    લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે જો વિનેશ ફોગટ કોંગ્રેસમાં જોડાય છે તો પાર્ટી તેમને તેમના ગૃહ જિલ્લા ચરખી-દાદરીથી ટિકિટ આપી શકે છે. તે જ સમયે, એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે કુસ્તીબાજ ફોગટને જુલાના વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે, કારણ કે તેમનું સસરાનું ઘર અહીં છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે હાલ જુલાના સીટના ધારાસભ્ય દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપી છે.

    તો બીજી તરફ બજરંગ પુનિયા કોંગ્રેસ તેમને બદલી સીટ પરથી ટિકિટ આપી શકે છે. આ બેઠક પર પહેલાથી જ કોંગ્રેસનો કબજો છે. એક તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો આ સીટ પર બજરંગ પુનિયાને ઉમેદવાર બનાવવામાં આવશે તો સીટીંગ ધારાસભ્ય કુલદીપ વત્સના આગામી પગલા પર સૌની નજર રહેશે.

    આ સમાચાર પણ વાંચો: બજરંગ પુનિયા-વિનેશ ફોગાટ રાજકારણમાં આવશે? ચૂંટણી લડવાની અટકળો વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત..

     જણાવી દઈએ કે ધારાસભ્ય વત્સ તાજેતરમાં જ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને મળ્યા હતા અને આગામી ચૂંટણીમાં તેમની ટિકિટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બીજી તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ બજરંગ પુનિયાને ટિકિટ નહીં આપે અને તેમને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપે.

  •     Haryana elections : હરિયાણામાં મતદાનની તારીખ બદલાઈ, હવે આ તારીખે થશે મતદાન; જાણો ક્યારે થશે મત ગણતરી… 

        Haryana elections : હરિયાણામાં મતદાનની તારીખ બદલાઈ, હવે આ તારીખે થશે મતદાન; જાણો ક્યારે થશે મત ગણતરી… 

    News Continuous Bureau | Mumbai

    Haryana elections

    • કેન્દ્રીય ચૂંટણી પંચે હરિયાણામાં મતદાનની તારીખ માં બદલાવ કર્યો છે. 

    • રાજ્યમાં હવે 5 ઓક્ટોબરે મતદાન થશે જ્યારે 8 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. 

    • અગાઉ, રાજ્યમાં 1 ઓક્ટોબરે મતદાન થવાનું હતું, જ્યારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી સાથે 4 ઓક્ટોબરે પરિણામો જાહેર થવાના હતા.

    •  હવે બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.

    આ સમાચાર પણ વાંચો : PM Modi:પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વંદે ભારતની ત્રણ ટ્રેનોને લીલી ઝંડી આપી

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • TikTok સ્ટાર અને ભાજપની નેતાનું ગોવામાં હ્રદયરોગના હુમલાથી થયું નિધન

    TikTok સ્ટાર અને ભાજપની નેતાનું ગોવામાં હ્રદયરોગના હુમલાથી થયું નિધન

    News Continuous Bureau | Mumbai

    ટિકટોક સ્ટાર(Tiktok Star) અને ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા સોનાલી ફોગાટનું (Sonali Phogat) નિધન થયું છે. સોનાલી ફોગાટનું ગોવામાં(Goa) હાર્ટ એટેકના(heart attack) કારણે નિધન થયું હતું.

    સોનાલી ફોગાટે 2019માં હરિયાણાની ચૂંટણીમાં(Haryana elections)  ભાજપની ટિકિટ(BJP ticket) પર આદમપુરથી(Adampur) વિધાનસભા ચૂંટણી(Assembly elections) લડી હતી.

    સોનાલી ફોગાટ રિયાલિટી શો(reality show) બિગ બોસ-14નો(Bigg Boss-14) ભાગ હતી. આ શો દરમિયાન તેણે પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા.

    આ સમાચાર પણ વાંચો : મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય- શિંદે સરકારના આ નિર્ણય પર મુક્યો સ્ટે- જાણો વિગતે