News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે.
સુપ્રીમ કોર્ટે મુંબઈ પાલિકાના 227 વોર્ડ પ્રમાણે ચૂંટણી કરાવવાના નિર્ણય પર સ્ટે મુક્યો છે.
સુપ્રીમ કોર્ટમાં 227 વોર્ડ પ્રમાણે ચૂંટણી યોજવાના નિર્ણય પર ગેરકાયદે હોવાની અરજી દાખલ કરવામાં આવી હતી. તેના પર સુનાવણી કરતી વખતે આ નિર્ણય આપવામાં આવ્યો છે.
મહાવિકાસ આઘાડી સરકારે વોર્ડનું માળખું બદલી નાખ્યું હતું. પરંતુ ત્યારબાદ રાજ્યમાં રાજકીય ભૂકંપ આવ્યો હતો. મહાવિકાસ આઘાડી સરકાર પડી અને એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ સરકાર સત્તા પર આવી.
નવી સરકાર સત્તામાં આવ્યા પછી, તેઓએ વટહુકમ પસાર કર્યો કે 2017 માં 227 વોર્ડની જેમ ચૂંટણી યોજવી જોઈએ. આ વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : દક્ષિણ મુંબઈનો આ મહત્વપૂર્ણ બ્રીજ વર્ષ 2024 સુધી બંધ