• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - healthy lifestyle
Tag:

healthy lifestyle

How Much Water Should You Drink in Winter? Low Intake Can Harm Kidneys and Brain
સ્વાસ્થ્ય

Winter Water Intake: શિયાળામાં પાણી ઓછું પીનારા ચેતી જજો: તમારા શરીર અને મગજને કેટલું જોખમ છે, અહીં જાણો.

by Zalak Parikh November 18, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Winter Water Intake: શિયાળા ના દિવસોમાં ઠંડીના કારણે લોકો પાણી ઓછું પીતા હોય છે. નિષ્ણાતો કહે છે કે રોજ 500 મિ.લી.થી ઓછું પાણી પીવાથી શરીરમાં લાંબા ગાળે ગંભીર સમસ્યાઓ થઈ શકે છે, જેમાં કિડની અને બ્રેન સંબંધિત બીમારીઓ પણ સામેલ છે. શરીરને પાણીની જરૂરિયાત ઠંડીમાં પણ એટલી જ રહે છે જેટલી ગરમીમાં હોય છે.

રોજ કેટલું પાણી પીવું જોઈએ?

હેલ્થ એક્સપર્ટ્સ મુજબ, એક સ્વસ્થ વ્યક્તિએ રોજ 8–10 ગ્લાસ એટલે કે 2 થી 2.5 લીટર પાણી પીવું જોઈએ. જો તમે વધુ એક્ટિવ છો અથવા વર્કઆઉટ કરો છો તો 10–12 ગ્લાસ એટલે કે 2.5 થી 3 લીટર પાણી પીવું જરૂરી છે. તરસ ન લાગે તો પણ પાણી પીવાની ટેવ રાખો.

ઓછું પાણી પીવાથી શું જોખમ?

  • કિડની પર અસર: યુરિન ગાઢ થવું, ટોક્સિન બહાર ન નીકળવું, કિડની સ્ટોન અને ઇન્ફેક્શનનો ખતરો.
  • દિમાગ પર અસર: બ્લડ વોલ્યુમ ઘટવાથી બ્રેન સુધી ઓક્સિજન ઓછું પહોંચે છે, જેના કારણે થાક, મૂડ સ્વિંગ અને ફોકસમાં મુશ્કેલી.
  • પાચન સમસ્યા: પાણીની કમીથી ડાઈજેશન ધીમું થાય છે, જેના કારણે કબજિયાત અને અપચ.
  • મસલ્સમાં થાક: એનર્જી લેવલ ઘટે છે, કામમાં થાક લાગે છે.

આ સમાચાર પણ વાંચો : Kidney Health: રાત્રે ઊંઘ ન આવવી એ હોઈ શકે છે કિડનીની બીમારી નો સંકેત! અવગણશો નહીં

શિયાળા માં પાણી પીવાની ટીપ્સ

  • થોડું હૂંફાળું પાણી પીવો.
  • દર 1–2 કલાકે થોડું પાણી પીતા રહો.
  • સવારે ઉઠીને એક ગ્લાસ પાણીથી દિવસની શરૂઆત કરો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

November 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
New Study Reveals: Breakfast Not Essential for Brain Function
સ્વાસ્થ્ય

Breakfast Study: શું હવે સવારનો નાસ્તો ફરજિયાત નથી? નવા રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

by Zalak Parikh November 5, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Breakfast Study: સવારના નાસ્તા (Breakfast)ને અત્યાર સુધી દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવતું હતું. પરંતુ નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે નાસ્તો ન કરવાથી મોટા લોકોના મગજની કાર્યક્ષમતા પર કોઈ ખાસ અસર થતી નથી. 3,400થી વધુ લોકો પર થયેલી સ્ટડીમાં આ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.

સ્ટડીના આંકડા શું કહે છે?

રિસર્ચર્સે 63 અલગ અલગ સ્ટડી અને 3,400થી વધુ લોકો પર મેમરી ટેસ્ટ અને એક્સપેરિમેન્ટ કર્યા. પરિણામે જાણવા મળ્યું કે નાસ્તો કરનાર અને ન કરનાર લોકોના મગજની એક્ટિવિટી માં માત્ર 0.2 યુનિટનો તફાવત જોવા મળ્યો, જે નગણ્ય ગણાય છે. એટલે કે નાસ્તો ન કરવાથી મગજની કાર્યક્ષમતા પર કોઈ મોટો અસર થતો નથી.

મગજને એનર્જી ક્યાંથી મળે છે?

વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, મગજને એનર્જી માત્ર ખોરાકમાંથી નહીં પણ શરીરમાં રહેલા ફેટ અને કેટોન  થી પણ મળે છે. જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી ભૂખ્યો રહે છે ત્યારે બ્લડ શુગર લેવલ ઘટે છે, પણ શરીર કેટોનના માધ્યમથી મગજને જરૂરી એનર્જી પૂરી પાડે છે. 8, 12 કે 16 કલાક સુધી ફાસ્ટ કરવાથી મેમરી, ફોકસ અને નિર્ણય ક્ષમતા પર કોઈ અસર થતી નથી.

આ સમાચાર પણ વાંચો : Black Egg vs White Egg: કાળું ઈંડુ કે સફેદ ઈંડુ? જાણો બેમાંથી કોણ છે પ્રોટીનનો અસલી બાદશાહ

બાળકો માટે નાસ્તો જરૂરી

જ્યારે મોટા લોકો માટે નાસ્તો ન કરવો સુરક્ષિત માનવામાં આવે છે, ત્યારે બાળકો માટે નાસ્તો ખૂબ જ જરૂરી છે. રિસર્ચમાં જણાવાયું છે કે બાળકો વિકાસની અવસ્થામાં હોય છે, તેથી તેમને નિયમિત પૌષ્ટિક નાસ્તો  આપવો જરૂરી છે જેથી તેમના શરીર અને મગજને પૂરતો પોષણ મળી શકે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

November 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Heart Blockage Symptoms: Is Dirty Cholesterol Clogging Your Arteries?
સ્વાસ્થ્ય

Heart Blockage Symptoms: શું તમારી ધમનીઓમાં પણ છે ખોટો કોલેસ્ટ્રોલ અને પ્લાક ? જાણો હાર્ટ બ્લોકેજ ના લક્ષણો

by Zalak Parikh September 23, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Heart Blockage Symptoms: આજના યુવાનોમાં હાર્ટ એટેક ના કેસ ઝડપથી વધી રહ્યા છે. અમેરિકન હાર્ટ એસોસિએશન  ના રિપોર્ટ મુજબ, આનું મુખ્ય કારણ છે ધમનીઓમાં બ્લોકેજ થવું. ખોટી લાઇફસ્ટાઇલ, ખોરાક અને જિનેટિક ફેક્ટર્સ  આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યા છે.

ધમનીઓમાં બ્લોકેજ કેમ થાય છે?

ધમનીઓ  હ્રદયમાંથી શરીરના અન્ય ભાગોમાં લોહી પહોંચાડે છે. જ્યારે તેમાં ફેટ, કોલેસ્ટ્રોલ  અને અન્ય તત્વો જામવા લાગે છે, ત્યારે પ્લાક  બને છે. આ પ્લાક લોહીનો પ્રવાહ અટકાવે છે અને હ્રદય પર દબાણ વધે છે. હવે આ સમસ્યા માત્ર વૃદ્ધોમાં નહીં પણ યુવાનોમાં પણ જોવા મળે છે. કારણ છે – જંક ફૂડ , પ્રોસેસ્ડ ફૂડ, ધૂમ્રપાન, સ્ટ્રેસ અને ફિઝિકલ એક્ટિવિટી નો અભાવ.

હાર્ટ બ્લોકેજના શરૂઆતના લક્ષણો

  • છાતીમાં દુખાવો કે ભાર લાગવો
  • થોડીક કસરત પછી જ થાક લાગવો કે શ્વાસ ફૂલવો
  • હ્રદયના ધબકાર ઝડપથી વધવા કે અનિયમિત થવા
  • વારંવાર ચક્કર આવવા કે બેહોશ થવું
  • પેટ કે છાતીમાં દબાણ જેવું લાગવું

આ લક્ષણો જોવામાં આવે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Non-Alcoholic Fatty Liver: બાળકોમાં વધી રહી છે નોન-અલ્કોહોલિક ફેટી લિવર ની સમસ્યા,શું તમારો આપેલો ખોરાક તો કારણ નથી?

હાર્ટ બ્લોકેજનું નિદાન અને બચાવ

આ સમસ્યાનું નિદાન કરવા માટે ઈસિજિ (ECG), ઇકોકાર્ડિયોગ્રાફી (Echocardiography), ટ્રેડમિલ ટેસ્ટ (TMT), સીટી એન્જિયોગ્રાફી (CT Angiography) અને લિપિડ પ્રોફાઇલ (Lipid Profile) જેવા ટેસ્ટ ઉપયોગી છે.
બચાવ માટે જરૂરી છે:

  • નિયમિત વ્યાયામ 
  • હેલ્ધી ડાયેટ  
  • ધૂમ્રપાન અને અલ્કોહોલથી દૂર રહેવું
  • કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને બ્લડ શુગર કંટ્રોલમાં રાખવું
  • સમયાંતરે હાર્ટ ચેકઅપ કરાવવું 

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

September 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Fatty Liver જો તમને પણ હાથ પર આવા ફેરફાર દેખાય તો ના કરશો તેની અવગણના
સ્વાસ્થ્ય

Fatty Liver: જો તમને પણ હાથ પર આવા ફેરફાર દેખાય તો ના કરશો તેની અવગણના, હોઈ શકે છે ફેટી લિવરના પ્રારંભિક સંકેત

by Dr. Mayur Parikh September 15, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Fatty Liver ફેટી લિવરનો અર્થ તમારા યકૃતમાં વધુ પડતી ચરબી જમા થવી છે. ઘણા લોકો આ સમસ્યાને સામાન્ય માને છે, પરંતુ તે સાચું નથી. આનાથી ભવિષ્યમાં તમને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. ઘણીવાર આપણે બ્લડ પ્રેશર, વજન કે સુગર તપાસતા હોઈએ છીએ, પણ શરીરમાં થતા બીજા ફેરફારોને આપણે અવગણીએ છીએ. ચાલો, આગળ આપણે ફેટી લિવરના સામાન્ય લાગતા લક્ષણો કયા છે તે વિશે વિગતવાર જાણીએ.

હાથ પર દેખાતા ફેટી લિવરના સંકેત

નિષ્ણાતોના મતે, જ્યારે યકૃત પર દબાણ વધે છે, ત્યારે હોર્મોનલ ફેરફારો અને રક્ત પ્રવાહમાં અવરોધને કારણે તેની અસર હાથની ત્વચા પર જોઈ શકાય છે. આના કેટલાક લક્ષણો આ પ્રમાણે છે:
હથેળીઓ પર લાલિમા દેખાવી.
હાથમાં ખંજવાળ આવવી.
ત્વચા શુષ્ક અને પાતળી થવી, જે સરળતાથી ઘાયલ થઈ શકે છે.
હાથ પર નાની લાલ જાળી જેવી રક્તવાહિનીઓ દેખાવી.
કેટલાક દર્દીઓમાં આંગળીઓના ટેરવા પર સોજો અથવા વિકૃતિ પણ જોવા મળે છે. આ તમામ લક્ષણો શરૂઆતમાં નાના લાગી શકે છે, પરંતુ તે યકૃત યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું નથી તેની મહત્વપૂર્ણ નિશાનીઓ છે.

આ સમાચાર પણ વાંચો : Garuda Purana: ગરુડ પુરાણ: ‘આ’ ત્રણ કામ ક્યારેય અધૂરા ન છોડવા, નહિંતર ભોગવવી પડે છે નરક જેવી યાતનાઓ

ફેટી લિવરના મુખ્ય કારણો

આજકાલ ફેટી લિવરના ઘણા કેસ નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD) સાથે જોડાયેલા છે. આ સ્થિતિ મુખ્યત્વે અયોગ્ય આહાર, જાડાપણું, ઇન્સ્યુલિન પ્રતિકાર અને ઉચ્ચ કોલેસ્ટ્રોલને કારણે થાય છે. આ કારણોસર યકૃતમાં ચરબીનો સંગ્રહ વધે છે અને તેની ફિલ્ટરિંગ અને હોર્મોન-નિયમન કરવાની ક્ષમતા ઘટી જાય છે. આનાથી ત્વચા, રક્તવાહિનીઓ અને એકંદરે આરોગ્યમાં નુકસાનકારક ફેરફારો થવા લાગે છે.

સમયસર લક્ષણો ઓળખી રોગને નિયંત્રણમાં રાખો

નિષ્ણાતોનું કહેવું છે કે, હાથ પર દેખાતા આવા લક્ષણો પર જો સમયસર ધ્યાન આપવામાં આવે તો ફેટી લિવરનો પ્રથમ તબક્કામાં જ શોધી શકાય છે. જેના કારણે યોગ્ય સારવાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને આ રોગને નિયંત્રણમાં લાવી શકાય છે અને ભવિષ્યમાં થનારી મોટી મુશ્કેલીઓથી બચી શકાય છે.

September 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Healthy Diet Alone Isn’t Enough – Woman Diagnosed with Stage-4 Cancer Despite Clean Eating
સ્વાસ્થ્ય

Cancer: માત્ર હેલ્ધી ખોરાક પૂરતો નથી! મહિલાને થયું સ્ટેજ-4 કેન્સર, જાણો શું હતી ભૂલ

by Zalak Parikh September 12, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Cancer: માત્ર હેલ્ધી ખોરાક જ આરોગ્ય માટે પૂરતો નથી – આ વાત 29 વર્ષની એક મહિલા ના કેસથી સાબિત થાય છે. તે મહિલા હંમેશા ઘરના બનાવેલા ભોજન પર જ વિશ્વાસ કરતી હતી, જંક ફૂડથી દૂર રહી હતી, છતાં પણ તેને સ્ટેજ-4 કેન્સર ડાયગ્નોઝ થયું. તેની સોશિયલ મીડિયા પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં તેણે પોતાના જીવનશૈલીના કેટલાક મહત્વના પાસાઓ શેર કર્યા છે.

હેલ્ધી ડાયટ હોવા છતાં શું રહી ગઈ ખામી?

મહિલા નું કહેવું છે કે તેનો ખોરાક તો હેલ્ધી હતો, પણ લાઈફસ્ટાઈલ બિલકુલ અનહેલ્ધી હતી. લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસીને કામ કરવું, સતત તણાવ માં રહેવું, અને પૂરતી ઊંઘ  ન લેવી – આ બધું તેના શરીર પર ધીમે ધીમે અસર કરતું ગયું.તે મહિલા કહે છે કે તેને થાક, અજીબ લાગવું અને શરીરમાં અસ્વસ્થતા જેવી લાગણીઓ થતી હતી, પણ તેણે તેને કામના દબાણ અને ઊંઘની ઉણપ સાથે જોડીને અવગણ્યા. આ લક્ષણો કેન્સરના શરૂઆતના સંકેત હતા, જેને જો સમયસર ઓળખી લેવામાં આવ્યા હોત તો સ્થિતિ અલગ હોઈ શકે.

આ સમાચાર પણ વાંચો : Malasana Yoga: રોજ સવારે કરો મલાસન, માત્ર એક મહિના માં જ દેખાશે શારીરિક અને માનસિક લાભ

આ બાબત ની નિષ્ણાત એક ડોક્ટર જણાવે છે કે માત્ર હેલ્ધી ખોરાક નહીં, પણ સંપૂર્ણ હેલ્ધી લાઈફસ્ટાઈલ જરૂરી છે. તણાવ, ઊંઘની ઉણપ, ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ – આ બધું શરીરને અંદરથી નબળું બનાવે છે. આરોગ્ય એ માત્ર શું ખાવું છે એટલું નહીં, પણ કેવી રીતે જીવીએ છીએ એ પણ એટલું જ મહત્વનું છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

September 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Arthritis Pain Relief Dietary Changes That Can Help Manage Joint Pain
સ્વાસ્થ્ય

Arthritis Pain Relief: આર્થરાઇટિસ ના દુખાવાથી રાહત મેળવવા માટે ડાયટમાં કરો આ ફેરફાર

by Zalak Parikh August 4, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Arthritis Pain Relief: અર્થરાઇટિસ (Arthritis) એ એવી સ્થિતિ છે જેમાં સાંધાઓમાં દુખાવો, સોજો અને અકડણ થાય છે. આ સમસ્યા સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે, પરંતુ આજકાલની ખોટી જીવનશૈલી અને ખોરાકના કારણે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. યોગ્ય આહાર અને જીવનશૈલી અપનાવવાથી આ દુખાવાને નિયંત્રિત કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : Seasonal Diet : ઋતુ અનુસાર આહાર અને જીવનશૈલી: આયુર્વેદ મુજબ તમારા શરીરને સ્વસ્થ કેવી રીતે રાખશો?

આહારમાં શું સામેલ કરવું?

  • લીલા શાકભાજી: પાલક, બ્રોકલી, કેળ જેવી શાકભાજી કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે.
  • બેરીઝ (Berries): સ્ટ્રોબેરી, બ્લૂબેરી અને દાડમ માં એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે.
  • ફેટી ફિશ (Fatty Fish): સેલ્મન અને સાર્ડિનમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે સાંધાઓ ના સોજાને ઘટાડે છે.
  • મસાલા: હળદર, આદુ અને લસણ દુખાવા અને સોજામાં રાહત આપે છે.
  • જૈતૂન તેલ (Olive Oil): સાંધાઓ માટે લાભદાયક છે.

આ વસ્તુઓથી કરો પરહેજ

  • રેડ મીટ અને પ્રોસેસ્ડ મીટ: તેમાં રહેલા સેચ્યુરેટેડ ફેટ દુખાવાને વધારી શકે છે.
  • સાકર યુક્ત ખાદ્યપદાર્થ: સોડા, કેન્ડી, આઇસક્રીમ વગેરે દુખાવાને વધુ ખરાબ બનાવી શકે છે.
  • રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ: સફેદ બ્રેડ, મેદા અને બેકરી ઉત્પાદનો સોજાને વધારશે.
  • વધુ મીઠું: સાંધાઓમાં વધુ સોજો અને દુખાવો લાવે છે.
  • બટેકા: તેમાં રહેલું સોલેનિન કેમિકલ દુખાવાને વધારી શકે છે.

જીવનશૈલીમાં કરો આ ફેરફાર

  • નિયમિત હળવો વ્યાયામ: વોકિંગ, યોગથી સાંધાઓની લચક વધે છે.
  • વજન નિયંત્રણ: વધુ વજન સાંધાઓ પર દબાણ લાવે છે.
  • પાણીનું પૂરતું સેવન: સાંધાઓમાં નમી જાળવવામાં મદદ કરે છે.
  • ગરમ પાણીથી સ્નાન અને ગરમ સેક: દુખાવામાં રાહત આપે છે.
  • ધૂમ્રપાન અને દારૂથી બચો: હાડકાંને નબળા બનાવે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

August 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Seasonal Diet Best Seasonal Produce You Must Add To Your Diet
સ્વાસ્થ્ય

Seasonal Diet : ઋતુ અનુસાર આહાર અને જીવનશૈલી: આયુર્વેદ મુજબ તમારા શરીરને સ્વસ્થ કેવી રીતે રાખશો?

by kalpana Verat July 31, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Seasonal Diet : વરસાદ, ગરમી અને શિયાળાની ઋતુમાં આપણા શરીરની જરૂરિયાતો અને પ્રતિક્રિયાઓ બદલાય છે. આયુર્વેદ (Ayurveda) અનુસાર, દરેક ઋતુનો પોતાનો એક રૂટિન (Routine) હોય છે અને તે મુજબ ખાનપાન (Diet) અને જીવનશૈલી (Lifestyle) અપનાવવી જરૂરી છે જેથી આપણું સ્વાસ્થ્ય (Health) સંતુલિત રહે. ઋતુ બદલાવા સાથે જ તમને પોતાના ખાનપાનમાં બદલાવ કરવો જરૂરી માનવામાં આવે છે. ચાલો જાણીએ કે તમે કઈ ઋતુમાં શું ખાવું જોઈએ અને શું નહીં.

 Seasonal Diet : વરસાદ, ગરમી અને શિયાળામાં શું ખાવું અને શું ટાળવું?

વરસાદની ઋતુ (Monsoon Season):

  • આ મોસમ ઠંડો અને ભેજવાળો હોય છે, જેનાથી પાચન અગ્નિ (Digestive Fire) નબળી પડી જાય છે અને કફ વધે છે.
  • ટાળવું: ભારે, ઠંડો અને કાચો ખોરાક જેમ કે પકોડા, સમોસા, ઠંડી છાશ, દહીં, સલાડ વગેરેથી પરહેજ કરો. ભેજને કારણે શરીરમાં કીટાણુ પણ વધી શકે છે.
  • ખાવું: આ ઋતુમાં હલકો, ગરમ અને પચવામાં સરળ ભોજન જેમ કે ગરમ સૂપ, દાળ-ખિચડી, શાકભાજી અને મગ દાળની ખિચડી ખાવી જોઈએ.
  • ઉપચારો: ભોજનમાં ઘી (Ghee) અને પાચન વધારનારા મસાલા (Spices) જેમ કે આદુ, હળદર, જીરું અને ધાણા નાખો. સવારે ગરમ પાણીમાં વરિયાળી-આદુ ઉકાળીને પીવાથી ડાયજેશન (Digestion) અને ઇમ્યુનિટી (Immunity) વધે છે. તુલસી (Tulsi) અને ગિલોયનો (Giloy) ઉકાળો પણ સપ્તાહમાં ત્રણ વખત લેવો લાભકારી છે. ઠંડા પાણીને બદલે ગરમ પાણીથી સ્નાન કરો, જેનાથી વાત દોષ (Vata Dosha) નિયંત્રિત રહે છે.

શિયાળાની ઋતુ (Winter Season):

  • આ દરમિયાન શરીર ઠંડું થઈ જાય છે, સાંધામાં જકડાઈ જાય છે (Joint Stiffness) અને રોગપ્રતિકારક શક્તિ (Immunity) નબળી પડે છે.
  • ખાવું: આ ઋતુમાં ભારે, પૌષ્ટિક (Nutritious) અને ગરમાવો આપનારો ભોજન કરો. ઉદાહરણ તરીકે, અડદની દાળવાળી ખિચડી, દલિયા, ઓટ્સ, ગોળ અને તલવાળા લાડુ.
  • ઉપચારો: રાત્રે સૂતા પહેલા હળદરવાળું ગરમ દૂધ (Turmeric Milk) પીવું શરદી, ખાંસી અને સાંધાના દુખાવામાં (Joint Pain) રાહત આપે છે. તુલસી, ઇલાયચી, દાલચીની અને આદુવાળી ચા રોજ પીવાથી ઇમ્યુનિટી વધે છે. સવારે તડકામાં બેસવાથી વિટામિન ડી (Vitamin D) મળે છે અને શરીર ગરમ રહે છે. સપ્તાહમાં બે વખત સરસવ કે તલના તેલથી માલિશ કરવાથી શરીરની ગરમાહટ અને તરાવટ વધે છે અને ઠંડી હવાનો પ્રભાવ ઓછો થાય છે.

ગરમીની ઋતુ(Summer Season):

  • આ ઋતુમાં પેટમાં બળતરા (Heartburn), ડિહાઇડ્રેશન (Dehydration) અને ચીડિયાપણું (Irritability) થાય છે.
  • ખાવું: ઠંડી તાસીરવાળી વસ્તુઓ લેવી જોઈએ જે શરીર અને મન બંનેને ઠંડા રાખે. કાકડી, તરબૂચ, શક્કરિયા, નાળિયેર પાણી જેવા ફળો-શાકભાજી લાભકારી છે. દૂધી, તુરિયા, ટીંડા અને ફુદીનાવાળું રાયતું પણ પેટને ઠંડુ કરે છે. છાશમાં જીરું પાવડર અને ફુદીનો મિક્સ કરીને પીવાથી ડાયજેશન સારું થાય છે. વરિયાળીનું પાણી પીવું અને ફુદીનાની ચટણી ખાવાથી ઠંડક જળવાઈ રહે છે.
  • ઉપચારો: બપોરના તડકાથી બચો, હલકો યોગ (Yoga) કરો અને સપ્તાહમાં ૨-૩ વખત નાળિયેર તેલથી (Coconut Oil) માલિશ કરો.

આ સમાચાર પણ વાંચો : 

 Seasonal Diet : સ્વસ્થ રહેવા માટે ઋતુચક્રનું પાલન અનિવાર્ય.

આયુર્વેદિક સિદ્ધાંતો અનુસાર, ઋતુ અનુસાર આહાર અને જીવનશૈલી અપનાવવાથી શરીરની આંતરિક સંતુલન (Internal Balance) જળવાઈ રહે છે. આનાથી રોગોથી બચી શકાય છે અને લાંબુ, સ્વસ્થ જીવન જીવી શકાય છે. દરેક ઋતુની પોતાની વિશેષતાઓ હોય છે અને તે મુજબ શરીરને અનુકૂળ બનાવવા માટે નાના-નાના ફેરફારો કરવા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

July 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Obesity-Free Gujarat’ campaign, a new step towards a healthy lifestyle
ગાંધીનગર

Obesity-Free Gujarat: ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન, આરોગ્યમય જીવનશૈલી તરફ નવો પગલાં

by Zalak Parikh April 30, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Obesity-Free Gujarat: મેદસ્વિતા આજના યુગમાં એક ગંભીર આરોગ્ય સમસ્યા બની ગઈ છે. વધુ વજન શરીર પર દુષ્પ્રભાવ પાડે છે અને હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર  જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધારી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઓબેસિટી મુક્તિ’ અભિયાનની જાહેરાત કરી છે, જેને રાજ્ય સરકારે ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત’ તરીકે આગળ ધપાવ્યું છે.

મેદસ્વિતા અને તેના જોખમો

મેદસ્વિતા એ સ્થિતિ છે જ્યાં શરીર ચરબી (Fat)ના વધતા સંચયથી અસરગ્રસ્ત થાય છે. બોડી માસ ઈન્ડેક્સ (Body Mass Index – BMI) ≥ 30 હોય તો તે મોટાપાનું સૂચક છે. વધુ વજન હૃદયરોગ (Heart Disease), ડાયાબિટીસ અને અન્ય આરોગ્ય સમસ્યાઓનું જોખમ વધારતું હોય છે.

આ સમાચાર પણ વાંચો: Atal Bhujal Yojana: ગુજરાતમાં આ યોજના દ્વારા ભૂગર્ભ જળ સ્તરમાં નોંધપાત્ર વધારો

મેદસ્વિતાના કારણો અને નબળાઈ

આ આરોગ્ય સમસ્યા વધુ પડતા પ્રોસેસ્ડ ખોરાક (Processed Food), શારીરિક પ્રવૃત્તિના અભાવ (Lack of Physical Activity), તણાવ (Stress) અને શહેરી જીવનશૈલી (Urban Lifestyle)ના કારણે થઈ રહી છે. આંદોલન અને જનજાગૃતિ દ્વારા આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે.

સમતોલ જીવનશૈલી કેવી રીતે અપનાવવી?

  • પોષણયુક્ત ભોજન: આખા અનાજ (Whole Grains), કઠોળ (Legumes) અને શ્રીઅન્ન (Millets) પસંદ કરો.
  • વ્યાયામ: દરરોજ 30 મિનિટ યોગ (Yoga) અને 150 મિનિટ ઍરોબિક (Aerobic) કસરત કરો.

પ્રોસેસ્ડ ફૂડને તજવુ: ઓછા મીઠું (Salt) અને ઓછા તેલ (Oil) સાથે શાકભાજી (Vegetables) અને ફળ (Fruits) ખાઓ

April 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Obesity can lead to many serious diseases, so adopt a healthy lifestyle and eliminate obesity
રાજ્ય

Obesity Free Gujarat : સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત, મેદસ્વિતા ઘણી ગંભીર બીમારીઓ નોતરી શકે છે, માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવો અને મેદસ્વિતા દૂર કરો

by kalpana Verat April 15, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Obesity Free Gujarat : આજના ઝડપી અને તનાવભરી જીવનશૈલીમાં જ્યાં ફાસ્ટ ફૂડનો વધતો પ્રભાવ, બેઠાડું કામ અને વ્યાયામનો અભાવ સામાન્ય બની ગયા છે, ત્યારે મેદસ્વિતા (Obesity) એક ગંભીર અને ઝડપથી વધતી જતી સમસ્યા બની ગઈ છે. તે માત્ર શારીરિક દેખાવની સમસ્યા નથી, પણ અનેક ગંભીર બીમારીઓનું મૂળ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરેલા આંકડાઓ મુજબ વિશ્વમાં દર આઠ વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ મેદસ્વિતા ધરાવે છે. વિશ્વમાં ૧૮ વર્ષથી ઉપરના લોકો પૈકીના ૪૩ ટકા લોકો સરેરાશ વજન કરતા વધુ વજન ધરાવે છે અને ૧૬ ટકા લોકો મેદસ્વિતા ધરાવે છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કર્યું છે. તેમણે ભોજનમાં ૧૦ ટકા તેલ ઓછું કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે સ્વસ્થ ચુસ્તદુરસ્ત રહેવા માટે દેશવાસીઓને સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરવા અને આહારશૈલીમાં બદલાવ લાવવાનું સૂચન કર્યું છે. 

‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે અને સ્વસ્થતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કર્યું છે. જનજાગૃત્તિ સાથે રાજ્ય સરકાર મેદસ્વિતા દૂર કરવા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિશેષ ઓપીડી પણ ચલાવશે.

Obesity Free Gujarat : મેદસ્વિતા (Obesity) એટલે શું?

મેદસ્વિતા એ એક એવી સ્થિતિ છે જેમાં શરીરમાં ચરબીની અતિશયતા રહે છે. જ્યારે વ્યક્તિનું વજન તેમનાં ઉંમર અને ઊંચાઈ પ્રમાણે વધુ હોય અને બોડી માસ ઈન્ડેક્સ (BMI) 30 કે તેથી વધુ હોય, ત્યારે તેને મેદસ્વી માનવામાં આવે છે.

Obesity Free Gujarat : મેદસ્વિતાના કારણો

1. અસંતુલિત આહાર – વધુ કૅલરીયુક્ત અને ચરબીયુક્ત ખોરાક.
2. શારીરિક વ્યાયામ, હલનચલનનો અભાવ – નિયમિત કસરત કે ચાલવાની ટેવ ન હોવી.
3. માનસિક તણાવ – જેના કારણે ઘણીવાર લોકો ઓવરઈટિંગ કરે છે.
4. જાતીય, આનુંવાંશિક કારણો – કેટલાક લોકોમાં વંશપરંપરાગત રીતે વજન વધવાની પ્રકૃતિ હોય છે.
5. હોર્મોન્સ અને દવાઓ – થાઈરોઇડ જેવા હોર્મોનલ રોગો કે કેટલીક દવાઓનું સેવન.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics : મહાયુતિમાં નારાજગી ? શિંદે-અજિતદાદા ફડણવીસથી ગુસ્સે થઈને કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા?

Obesity Free Gujarat : જોખમો અને પરિણામો

મેદસ્વિતાને લીધે ઘણી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે, બાળપણથી જ વધતી જતી મેદસ્વિતા આ બીમારીઓનું કારણ બની શકે છે જેમ કે, હ્રદયરોગ, ટાઈપ ટુડાયાબિટીસ, હાઈબ્લડ પ્રેશર, ઘૂંટણ અને પગના સાંધાનો દુ:ખાવો, હોર્મોન્સમાં અસંતુલન, નિદ્રાવિકાર (Sleep Apnea), આત્મવિશ્વાસમાં ઘટાડો, હાઈ કોલેસ્ટ્રોલ અને ડિપ્રેશન

Obesity Free Gujarat : નિવારણ અને ઉપાય:

1. સંતુલિત આહાર – તાજા શાકભાજી, ફળો, ફાઈબરયુક્ત અનાજ તથા ઓછો ચરબીયુક્ત ખોરાક લેવો.
2. નિયમિત વ્યાયામ – ચાલવું, દોડવું, યોગ કે સ્વિમિંગ કરવું
3. પાણીનું પૂરતું સેવન – દિવસમાં ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું
4. માનસિક શાંતિ – ધ્યાન (meditation) અને તણાવ નિવારણ માટે યોગ, ચાલવું, વહેલું ઉઠવું અને સારા પુસ્તકોનું વાંચન
5. નિયમિત આરોગ્ય ચકાસણી – દર વર્ષે એકવાર સંપૂર્ણ હેલ્થ ચેકઅપ

Obesity Free Gujarat : સગર્ભા મહિલાઓ વિશેષ કાળજી લે

જો ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થાય તો ભવિષ્યમાં તમારા બાળકમાં મેદસ્વિતાનું જોખમ ૫૨% વધી જાય છે. આ આંકડો પબ્લિક લાઇબ્રેરી ઓફ સાયન્સ (PLOS)ના સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં બહાર આવ્યો છે. જ્યારે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ભવિષ્યમાં આવા બાળકોમાં ટાઈપ-૨ ડાયાબિટીસનું જોખમ ૪૦ % સુધી વધી જાય છે.

Obesity Free Gujarat : બાળકો મેદસ્વી બને નહીં તે માટે ખાસ આટલું ધ્યાન રાખો

1. સ્ક્રીન ટાઈમ ઓછો કરો અને આઉટડોર રમત માટે પ્રોત્સાહિત કરો
2. પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ખોરાક આપવાનું ટાળો
3. રોજિંદા આહારમાં તાજો અને પૌષ્ટિક ખોરાક આપો
4. તાજા ફળો અને શાકભાજી ખવડાવો
5. મેંદાવાળી ચીજવસ્તુઓ, મીઠાઈઓ, નાસ્તાના પેકેટ તેમજ કોલ્ડ્રીંકથી દૂર રાખો

આમ, સારાંશરૂપે, મેદસ્વિતા એ એવી સમસ્યા છે જેને યોગ્ય કાળજી, સાવચેતી અને નિયમિત જીવનશૈલી દ્વારા ટાળી શકાય છે. આરોગ્યમય જીવન જીવવા માટે જરૂરી છે કે આપણે ખોરાક અને કસરત બંને પર ધ્યાન આપીસ શરીરને સ્વસ્થ અને સક્રિય રાખીએ. આપણા રોજિંદા જીવનમાં આહાર અને વ્યવહારમાં બદલાવ લાવીને મેદસ્વિતા પ્રત્યે જાગૃત બની, સ્વસ્થ જીવન માટે અન્યોને પણ પ્રેરણા આપીએ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat State Yoga Board State Level Yoga Asana Competition-2025 held in Pandesara
રાજ્ય

Gujarat State Yoga Board: સુરતના પાંડેસરામાં યોજાઈ રાજય સ્તરની યોગાસન સ્પર્ધા-૨૦૨૫, યોગાસન સ્પર્ધામાં 120 યોગી સ્પર્ધકોએ લીધો ભાગ

by khushali ladva February 18, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Gujarat State Yoga Board: રાજ્યમાં યોગને ઘરે-ઘરે પહોંચાડવા અને નાગરિકોમાં યોગ વિશે જાગૃતિ લાવવા, તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હંમેશાં પ્રયત્નશીલ રહ્યું છે. આ સંદર્ભે યોગ બોર્ડ દ્વારા સુરતમાં ઉદ્યોગ ભારતી વિદ્યાલય ખાતે યોગાસન સ્પર્ધા-૨૦૨૫ યોજાઈ હતી.

Gujarat State Yoga Board State Level Yoga Asana Competition-2025 held in Pandesara

Gujarat State Yoga Board State Level Yoga Asana Competition-2025 held in Pandesara

 

 

 

 

 

 

 

 

 

આ સમાચાર પણ વાંચો:  International Womens Conference: આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોજાયું 10મું આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન, વૈશ્વિક શાંતિ ના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે કર્યું સંબોધન..

Gujarat State Yoga Board State Level Yoga Asana Competition-2025 held in Pandesara

Gujarat State Yoga Board State Level Yoga Asana Competition-2025 held in Pandesara

 

 

 

 

 

 

 

 

Gujarat State Yoga Board: યોગ અભિયાનના ભાગરૂપે ગત તા.૯ ફેબ્રુ.ના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં યોગાસન સ્પર્ધા-૨૦૨૫ યોજાઈ હતી. જે પૈકી વિજેતાઓની ઝોન લેવલની સ્પર્ધા ગત રવિવારે પાંડેસરાની ઉદ્યોગ ભારતી વિદ્યાલયમાં યોજાઈ હતી. જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના ૧૨૦ સ્પર્ધકો જોડાયા હતા. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા બનનાર સ્પર્ધકો ગુજરાતના સૌથી સારા યોગ ચેમ્પિયન ગણાશે અને તેઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

Gujarat State Yoga Board State Level Yoga Asana Competition-2025 held in Pandesara

Gujarat State Yoga Board State Level Yoga Asana Competition-2025 held in Pandesara

 

 

 

 

 

 

 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક