Tag: hema malini

  • Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.

    Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું.

    News Continuous Bureau | Mumbai

    Hema Malini : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધન બાદ બે અલગ-અલગ પ્રાર્થના સભા (Prayer Meet) યોજવામાં આવી હતી. પ્રથમ પત્ની પ્રકાશ કૌર અને પુત્રો સની-બોબી દેઓલે તાજ લેન્ડ્સ એન્ડમાં સભા રાખી હતી, જ્યારે હેમા માલિનીએ તેમના ઘરે અલગ આયોજન કર્યું હતું. થિયેટર માલિક મનોજ દેસાઈએ હેમા માલિનીના આ નિર્ણયને ‘સમજદારીભર્યો’ ગણાવતા તેની પાછળનું મહત્વનું કારણ જણાવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : Thamma OTT Release: OTT પર હોરરનો ડબલ ડોઝ! જાણો, આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘થામા’ કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે

    મનોજ દેસાઈનું નિવેદન: ‘વિવાદ ટાળવો જરૂરી હતો’

    થિયેટર માલિક મનોજ દેસાઈએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હેમા માલિનીએ ધર્મેન્દ્ર માટે અલગ પ્રાર્થના સભા યોજીને અત્યંત સમજદારીપૂર્વકનો નિર્ણય લીધો છે. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે હેમાજી મુખ્ય સભામાં ન આવ્યા તે જાણીને તેમને જરાય આશ્ચર્ય થયું નથી, કારણ કે કોઈ પણ પ્રકારના સંભવિત વિવાદ કે અણબનાવને ટાળવા માટે આ એક શ્રેષ્ઠ રસ્તો હતો. જો તે મુખ્ય સભામાં હાજર રહ્યા હોત અને કોઈએ તેમને કંઈક અયોગ્ય કહ્યું હોત, તો આખી પ્રાર્થના સભાનો ગંભીર માહોલ બગડી શક્યો હોત, જે હેમાજી ક્યારેય નહોતા ઈચ્છતા. મનોજ દેસાઈએ એમ પણ ઉમેર્યું કે જોકે ધર્મેન્દ્રની કેમેસ્ટ્રી અનેક હિરોઈનો સાથે પડદા પર જોવા મળી હતી, પરંતુ હેમાજી સાથેનો તેમનો અંગત સંબંધ ખરેખર ખૂબ જ ખાસ અને તેમની સૌથી નજીકનો હતો.

    View this post on Instagram

    A post shared by Film Window (@film.window)

    મનોજ દેસાઈએ ધર્મેન્દ્રની લોકપ્રિયતા વિશે વાત કરતા જણાવ્યું કે તેમણે તેમના જીવનમાં આવી પ્રાર્થના સભા ક્યારેય જોઈ નથી.”ત્યાં કારની એટલી લાંબી લાઈન હતી કે મારી કાર 86મા નંબરે હતી. મેં 45 મિનિટ સુધી બહાર ઉભા રહીને મારી કારની રાહ જોઈ હતી.ધર્મેન્દ્રનું નિધન 24 નવેમ્બર 2025 ના રોજ 89 વર્ષની વયે થયું હતું. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sunny Deol- Hema Malini Rift: ધર્મેન્દ્રના નિધન બાદ દેઓલ પરિવારમાં મોટો વિખવાદ? હેમા માલિની અને સની દેઓલનો ઝઘડો જગજાહેર થયો

    Sunny Deol- Hema Malini Rift: ધર્મેન્દ્રના નિધન બાદ દેઓલ પરિવારમાં મોટો વિખવાદ? હેમા માલિની અને સની દેઓલનો ઝઘડો જગજાહેર થયો

    News Continuous Bureau | Mumbai

    Sunny Deol- Hema Malini Rift: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું ૨૪ નવેમ્બરે નિધન થયું હતું. તેમના નિધન પછી તેમની બીજી પત્ની હેમા માલિની અને તેમના પુત્ર સની દેઓલ વચ્ચેનો ઝઘડો સાર્વજનિક થઈ ગયો છે. ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવા માટે પરિવારે અલગ-અલગ પ્રાર્થના સભાઓ નું આયોજન કર્યું હતું, જેનાથી દેઓલ પરિવારની તિરાડ સ્પષ્ટ દેખાઈ આવી.

    આ સમાચાર પણ વાંચો : Dhurandhar: ‘ધુરંધર’ની જબરદસ્ત સફળતા: પબ્લિક ક્રેઝને કારણે આ શહેરોમાં શરૂ થયા મિડનાઈટ શો!

    અલગ-અલગ પ્રાર્થના સભાઓ

    ધર્મેન્દ્રના નિધન બાદ તેમના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલે તેમના દિવંગત પિતાની યાદમાં એક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં બોલિવૂડના અનેક સેલેબ્સ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. જોકે, દિવંગત સુપરસ્ટારની બીજી પત્ની હેમા માલિની અને તેમની દીકરીઓ ઈશા દેઓલ તથા અહાના દેઓલ તેમાં શામેલ થયા નહોતા. તેના બદલે, હેમા માલિનીએ તે જ દિવસે પોતાના ઘરે ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવા માટે એક અલગ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું, જેમાં ગોવિંદાની પત્ની સુનીતા આહુજા, પુત્ર યશવર્ધન અને અન્ય નજીકના મિત્રોએ હાજરી આપી હતી.તાજેતરમાં ભાજપ સાંસદ અને દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીએ દિલ્હીમાં દિવંગત ધર્મેન્દ્રની યાદમાં એક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. જોકે, આ પ્રેયર મીટમાં પણ ધર્મેન્દ્રના પુત્રો સની અને બોબી દેઓલ ગેરહાજર રહ્યા હતા, જેનાથી પરિવાર વચ્ચેના તણાવનો સંકેત મળ્યો હતો.

    View this post on Instagram

    A post shared by Rajesh Kumar (@marketing.by.raj)

    ધર્મેન્દ્રના નિધન પછી જે રીતે તેમની પ્રથમ પત્ની પ્રકાશ કૌરે તેમના બે પુત્રો (સની અને બોબી) સાથે અને બીજી પત્ની હેમા માલિનીએ અલગ-અલગ પ્રેયર મીટનું આયોજન કર્યું, તેનાથી તેમના વચ્ચેનું તણાવ જગજાહેર થઈ ગયો છે.સની દેઓલ, હેમા દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં પહોંચ્યા નહોતા, તો હેમા પણ સની દેઓલ દ્વારા આયોજિત પ્રેયર મીટમાં જોવા મળ્યા નહોતા. આનાથી સ્પષ્ટ થાય છે કે ધર્મેન્દ્રના નિધન પછી સની દેઓલ અને હેમા માલિનીનો ઝઘડો હવે સાર્વજનિક રીતે સામે આવી ગયો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Esha Deol: ભાવુક ક્ષણ: જ્યારે ઈશા દેઓલે સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના પ્રથમ પત્નીને પણ આપ્યું સ્થાન, શ્રદ્ધાંજલિ વીડિયો થયો વાયરલ!

    Esha Deol: ભાવુક ક્ષણ: જ્યારે ઈશા દેઓલે સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના પ્રથમ પત્નીને પણ આપ્યું સ્થાન, શ્રદ્ધાંજલિ વીડિયો થયો વાયરલ!

    News Continuous Bureau | Mumbai

    Esha Deol: બોલિવૂડના હિ-મેન ધર્મેન્દ્ર ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો ચાહકોના દિલમાં જીવંત રહેશે. ૨૪ નવેમ્બરે તેમનું નિધન થયું ત્યારે આખો દેશ શોકમાં હતો. ધર્મેન્દ્રની યાદમાં ગુરુવારે હેમા માલિનીએ દિલ્હીમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું, જેમાં રાજકીય જગતના દિગ્ગજ લોકોએ હાજરી આપી હતી.

    આ સમાચાર પણ વાંચો : Dhurandhar box office collection: ફિલ્મ ‘ધુરંધર’ નો બોક્સ ઓફિસ પર દબદબો: છઠ્ઠા દિવસના કલેક્શન સાથે બન્યો નવો રેકોર્ડ

    ઈશા દેઓલ દ્વારા ભાવુક શ્રદ્ધાંજલિ

    હેમા માલિની માટે આ પળ મુશ્કેલ હતો. પ્રાર્થના સભામાં તેઓ તેમની પુત્રી ઈશા અને આહાના દેઓલ સાથે જોવા મળ્યા હતા. ત્રણેયની આંખો ભીની હતી.ઈશાએ આ ખાસ અવસર પર પિતાને શ્રદ્ધાંજલિ આપતો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પોતાના પિતાની યાદોને સંગ્રહિત કરી છે. આ વીડિયોમાં ધર્મેન્દ્રના જૂના ફોટા, ફિલ્મોના આઇકોનિક સીન્સની ઝલક જોવા મળે છે. આ વીડિયોમાં દિલીપ કુમાર દ્વારા ધર્મેન્દ્રની પ્રશંસા કરતી ક્ષણ પણ છે. અભિનેતાના વ્યક્તિત્વના દરેક પાસાને દર્શાવતો આ વીડિયો ધર્મેન્દ્રના દરેક ચાહકને ભાવુક કરે છે.

    View this post on Instagram

    A post shared by ESHA DHARMENDRA DEOL (@imeshadeol)

    ઈશા દેઓલે પિતાને શ્રદ્ધાંજલિ આપતા આ વીડિયોમાં ધર્મેન્દ્રના પ્રથમ પરિવારને પણ યાદ કર્યા છે.વીડિયોમાં ભાઈઓ બોબી અને સની દેઓલના પિતા સાથેના મૂવી સીન ઉપરાંત એક ફેમિલી ફોટોની ઝલક જોવા મળે છે. આ ફોટામાં ધર્મેન્દ્ર પોતાના પ્રથમ પત્ની પ્રકાશ કૌર અને ચારેય બાળકો સાથે પોઝ આપી રહ્યા છે.હેમા માલિની અને તેમની બંને દીકરીઓ સાથે વિતાવેલી સુંદર ક્ષણોની ઝલક પણ વીડિયોમાં જોવા મળે છે. ઈશાના લગ્નમાં પિતા સાથેની ભાવુક તસવીરો પણ વીડિયોનો ભાગ છે.ધર્મેન્દ્રના નિધન પછી તેમના બંને પરિવારોએ અલગ-અલગ પ્રાર્થના સભાઓનું આયોજન કર્યું હતું. જોકે, બંને પરિવારો વચ્ચે સારા સંબંધો હોવાનું હંમેશા સામે આવ્યું છે. હેમા માલિનીએ પોતાના જૂના ઇન્ટરવ્યુમાં સની-બોબીની પ્રશંસા કરી છે, અને ઈશા-આહાના પોતાના બંને ભાઈઓને રાખડી બાંધે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Dharmendra prayer meet: ઇમોશનલ મુમેન્ટ: ‘એક કામ અધૂરું રહી ગયું…’ હેમા માલિનીએ ધર્મેન્દ્રના ખાસ સપના વિશે કરી ભાવુક વાત!

    Dharmendra prayer meet: ઇમોશનલ મુમેન્ટ: ‘એક કામ અધૂરું રહી ગયું…’ હેમા માલિનીએ ધર્મેન્દ્રના ખાસ સપના વિશે કરી ભાવુક વાત!

    News Continuous Bureau | Mumbai

    Dharmendra prayer meet: અભિનેત્રી અને સાંસદ હેમા માલિનીએ ગુરુવારે દિલ્હીમાં દિવંગત ધર્મેન્દ્ર માટે એક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ પ્રેયર મીટમાં રાજકીય જગત અને ફિલ્મ ઉદ્યોગના અનેક દિગ્ગજોએ ભાગ લીધો હતો. આ દરમિયાન હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી અને તેમના એક અધૂરા રહી ગયેલા સપના વિશે પણ જણાવ્યું.

    આ સમાચાર પણ વાંચો : TGIKS 4: ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ૪’ નું ધમાકેદાર ટ્રેલર આવ્યું! શું છે નવું, અને કઈ બાબતોમાં શો પાછળ પડી શકે છે? જાણો વિશ્લેષણ

    ધર્મેન્દ્રનું અધૂરું રહી ગયેલું સપનું

    પ્રેયર મીટમાં ભાવુક થતાં હેમા માલિનીએ જણાવ્યું કે ધરમ જીનું ઉર્દૂ શાયરી નું પુસ્તક લખીને, પ્રકાશિત કરવાનું સપનું અધૂરું રહી ગયું.હેમા માલિનીએ ધર્મેન્દ્રના શાયરીના શોખ નો ઉલ્લેખ કરતાં કહ્યું, “સમયની સાથે તેમના વ્યક્તિત્વ નું એક છુપાયેલું પાસું સામે આવ્યું. જ્યારે તેઓ ઉર્દૂની શાયરી કરવા લાગ્યા.તેમની ખાસ વાત એ હતી કે કોઈ પણ પરિસ્થિતિ હોય, તેઓ તેના હિસાબે એક શેર સંભળાવી દેતા હતા.હેમા માલિની અવારનવાર તેમને એક પુસ્તક લખવા કહેતા હતા. ધર્મેન્દ્ર આ વાતને લઈને ખૂબ ગંભીર હતા અને બધું પ્લાનિંગ પણ કરી રહ્યા હતા, “પરંતુ આ કામ અધૂરું રહી ગયું.”

    View this post on Instagram

    A post shared by TAHIR JASUS007 (@tahirjasus)

    View this post on Instagram

    A post shared by Pinkvilla (@pinkvilla)

    ધર્મેન્દ્ર સાથેના તેમના સંબંધો વિશે વાત કરતાં હેમા માલિનીએ કહ્યું,”જે વ્યક્તિ સાથે મેં ઘણી ફિલ્મોમાં પ્રેમનો અભિનય કર્યો, તે જ મારા જીવનસાથી બની ગયા. અમારો પ્રેમ સાચો હતો, તેથી અમારી અંદર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત હતી. તેઓ મારા માટે એક ખૂબ જ સમર્પિત જીવનસાથી બન્યા. તેઓ મારા માટે એક મજબૂત સ્તંભ બનીને ઊભા રહ્યા, દરેક પગલે મારી સાથે ઊભા રહ્યા.”ધર્મેન્દ્રની દિલ્હીમાં રાખવામાં આવેલી આ પ્રાર્થના સભામાં રાજકીય ક્ષેત્રના ઘણા દિગ્ગજ લોકો શામેલ થયા હતા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Dharmendra Prayer Meet: ધર્મેન્દ્રની યાદમાં યોજાયેલી પ્રાર્થના સભામાં હેમા માલિની ભાવુક, કયા દિગ્ગજોએ આપી હાજરી?

    Dharmendra Prayer Meet: ધર્મેન્દ્રની યાદમાં યોજાયેલી પ્રાર્થના સભામાં હેમા માલિની ભાવુક, કયા દિગ્ગજોએ આપી હાજરી?

    News Continuous Bureau | Mumbai

    Dharmendra Prayer Meet: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું ૨૪ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ નિધન થયું હતું. ૨૭ નવેમ્બરના રોજ સની દેઓલ અને બોબી દેઓલે તેમના પિતા માટે ‘સેલિબ્રેશન ઓફ લાઈફ’ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. હેમા માલિનીએ પણ તે જ દિવસે પોતાના નિવાસસ્થાને અલગ પ્રાર્થના સભા રાખી હતી. હવે હેમા માલિનીએ બીજી પ્રાર્થના સભા દિલ્હીમાં આયોજિત કરી હતી.

    આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: આરાધ્યાના નામે ફેક એકાઉન્ટ્સ પર ઐશ્વર્યાનો મોટો ખુલાસો, ફેન્સને આપી આવી સલાહ

    હેમા માલિની અને પુત્રીઓ દ્વારા આયોજન

    હેમા માલિનીએ તેમની બંને દીકરીઓ એશા દેઓલ અને અહાના દેઓલ સાથે મળીને ધર્મેન્દ્રની યાદમાં આ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમ ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, જનપથ, નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. એશા દેઓલ અને હેમા માલિનીએ દિવંગત અભિનેતા ધર્મેન્દ્રની તસવીર પર પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી.

    દિલ્હીમાં આયોજિત આ પ્રાર્થના સભામાં રાજકારણના અનેક દિગ્ગજોએ હાજરી આપી.જેમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા,કેન્દ્રીય મંત્રીઓ જેમ કે અશ્વિની વૈષ્ણવ, નિર્મલા સીતારમણ, ભૂપેન્દ્ર યાદવ, જીતેન્દ્ર સિંહ, પ્રહ્લાદ જોશી, હર્ષ મલ્હોત્રા,સાંસદ બાંસુરી સ્વરાજ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા.આ તમામ નેતાઓએ દિવંગત ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Dharmendra Prayer Meet: ઈશા દેઓલને મુશ્કેલ સમયમાં એક્સ હસબન્ડ ભરત આપી રહ્યા છે ભાવનાત્મક ટેકો, ધર્મેન્દ્રના કાર્યક્રમમાં થશે સામેલ

    Dharmendra Prayer Meet: ઈશા દેઓલને મુશ્કેલ સમયમાં એક્સ હસબન્ડ ભરત આપી રહ્યા છે ભાવનાત્મક ટેકો, ધર્મેન્દ્રના કાર્યક્રમમાં થશે સામેલ

    News Continuous Bureau | Mumbai

    Dharmendra Prayer Meet: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધનથી ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે. ૮૯ વર્ષની વયે ૨૪ નવેમ્બરે તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. મુંબઈમાં પ્રેયર મીટ યોજાયા પછી, હવે તેમની બીજી પત્ની હેમા માલિની અને પુત્રીઓ ઇશા-અહાનાએ દિલ્હીમાં પ્રેયર મીટનું આયોજન કર્યું છે.

    આ સમાચાર પણ વાંચો : 3 Idiots Part 2: ૧૫ વર્ષ પછી ફરી આવશે ‘3 ઇડિયટ્સ’! મેકર્સે આપી દીધું કન્ફર્મેશન, શું જૂની કાસ્ટ કરશે કમબેક?

    દિલ્હી પ્રેયર મીટમાં ભરતની હાજરી

    હેમા માલિની, ઇશા દેઓલ અને અહાના દેઓલે ૧૧ ડિસેમ્બરના રોજ દિલ્હીના જનપથ સ્થિત આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન પ્રેયર મીટ રાખી છે. આ મુશ્કેલ સમયમાં ઇશા દેઓલના એક્સ હસબન્ડ ભરત તખ્તાની તેમનો સાથ આપવા માટે આ પ્રેયર મીટમાં હાજર રહેશે. પ્રેયર મીટના આમંત્રણમાં ઇશા, અહાના અને હેમા માલિનીની સાથે ભરત તખ્તાનીનું નામ પણ શામેલ કરવામાં આવ્યું છે. અહાનાના પતિ વૈભવ વોહરાનું નામ પણ સામેલ છે.ધર્મેન્દ્રના નિધનથી હેમા માલિની અને ઇશા દેઓલ ખૂબ જ ભાંગી પડ્યા છે, અને આવા મુશ્કેલ સમયમાં ભરત તેમને સંપૂર્ણ સાથ આપી રહ્યા છે. તેઓ ધર્મેન્દ્રને મળવા માટે હોસ્પિટલ પણ ગયા હતા.

    View this post on Instagram

    A post shared by Bollywood Five (@bollywoodfive)

    ઉલ્લેખનીય છે કે ઇશા દેઓલ અને ભરત તખ્તાની ૨૦૧૨ માં લગ્નના બંધનમાં બંધાયા હતા, પરંતુ ૨૦૨૪ માં બંનેએ છૂટાછેડા લઈ લીધા. આ કપલને રાધ્યા અને મિરાયા નામની બે દીકરીઓ છે, જેનો ઉછેર ઇશા કરી રહી છે. તેમના છૂટાછેડાના સમાચારથી સૌને આશ્ચર્ય થયું હતું.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Hema Malini-Dharmendra Love Story: કઈંક આવી હતી હેમા માલિની ની ધર્મેન્દ્ર ની સાથે ની પ્રથમ મુલાકાત, સિમી ગરેવાલ એ શેર કર્યો વિડીયો

    Hema Malini-Dharmendra Love Story: કઈંક આવી હતી હેમા માલિની ની ધર્મેન્દ્ર ની સાથે ની પ્રથમ મુલાકાત, સિમી ગરેવાલ એ શેર કર્યો વિડીયો

    News Continuous Bureau | Mumbai

    Hema Malini-Dharmendra Love Story: ૨૦૦૦ના દાયકામાં અભિનેત્રી સિમી ગરેવાલ એક ટૉક શો લઈને આવી હતી, જેનું નામ હતું ‘રેન્ડેઝવસ વિથ સિમી ગરેવાલ’. આ શોમાં અલગ-અલગ ક્ષેત્રની હસ્તીઓ ભાગ લેતી હતી અને પોતાના જીવન વિશે વાત કરતી હતી. હવે સિમી ગરેવાલ પોતાના આ જ શોની એક જૂની ક્લિપ શેર કરી છે. આ ક્લિપમાં તેમની સાથે ‘ડ્રીમ ગર્લ’ હેમા માલિની જોવા મળી રહી છે. ક્લિપમાં હેમા માલિની ધર્મેન્દ્ર સાથેની પોતાની પ્રેમ કહાણી અને લગ્નનો ઉલ્લેખ કરી રહી છે. ધર્મેન્દ્રના નિધન બાદ સિમી ગરેવાલ આ ક્લિપને શેર કરતાં કહ્યું છે કે, આ ક્લિપ હેમા માલિનીના ખાલીપણાને થોડા સમય માટે દૂર કરી શકશે.

    આ સમાચાર પણ વાંચો : Dharmendra 90th Birth Anniversary: દેઓલ પરિવારની અનોખી પહેલ: ધર્મેન્દ્રના ૯૦મા જન્મદિવસની ઉજવણી ફાર્મહાઉસમાં થશે, ફેન્સને પણ મળશે એન્ટ્રી

    ફિલ્મ પ્રીમિયર પર પહેલીવાર મળ્યા હતા હેમા-ધર્મેન્દ્ર

    સિમી ગરેવાલ એ ઇન્સ્ટાગ્રામ પર ૧ મિનિટ ૫૨ સેકન્ડની એક ક્લિપ શેર કરી છે. આ વીડિયો ક્લિપમાં હેમા માલિની ધર્મેન્દ્ર સાથેની પોતાની પહેલી મુલાકાત અને પ્રેમ કહાણી વિશે વાત કરી રહી છે. વીડિયોમાં હેમા જણાવે છે કે ધર્મેન્દ્ર સાથે તેમની પહેલી મુલાકાત કોઈ ફિલ્મ પ્રીમિયર દરમિયાન થઈ હતી. તેમણે કહ્યું કે, “મેં તેમના જેવો સુંદર વ્યક્તિ પહેલા ક્યારેય જોયો ન હતો અને મને સાંભળવા મળ્યું હતું કે મારા વિશે પણ તેઓ આવું જ વિચારે છે.” જ્યારે સિમી ગરેવાલપૂછે છે કે ત્યારે તમને ન લાગ્યું કે અરે આ તો પહેલેથી જ પરણેલા છે?

    આના પર હેમાએ કહ્યું કે, “શરૂઆતમાં મને તેનાથી કોઈ ફરક નહોતો પડતો કે તેઓ પરણેલા છે. પરંતુ હા, પછીથી હું વિચારતી હતી કે જ્યારે પણ હું લગ્ન કરીશ તો તેમના જેવા દેખાતા કોઈ વ્યક્તિ સાથે જ લગ્ન કરીશ. જોકે, તેમની સાથે જ કરીશ, એવું ક્યારેય નહોતું વિચાર્યું. પરંતુ પછીથી આવું જ થયું. જોકે, તેઓ હંમેશા મને કહેતા હતા કે તે મને ખૂબ પ્રેમ કરે છે, જ્યારે હું માત્ર ‘ઠીક છે’ કહીને વાત ટાળી દેતી હતી. મેં અન્ય બાબતોને જોતા ક્યારેય આ વાતને વધારે મહત્ત્વ આપ્યું નહોતું.” આ વીડિયો શેર કરતી વખતે સિમી ગરેવાલ એ  કૅપ્શનમાં લખ્યું, “મેં તાજેતરમાં હેમા-ધરમની પ્રેમ કહાણી પર ફરીથી વિચાર કરવા માટે અમારું ‘રેન્ડેઝવસ’ ફરીથી જોયું. પરિસ્થિતિઓને જોતા આ સુંદર અને સાહસિક હતું. પરણેલા પુરુષ સાથે લગ્ન કરવું આજકાલની મોટાભાગની મહિલાઓ માટે કોઈ વિકલ્પ નથી. પરંતુ પોતાના પ્રેમને અનુસરવાનો નિર્ણય કરીને, હેમા જીએ આ સંબંધને અત્યંત નિસ્વાર્થ અને શાલીનતાથી નિભાવ્યો. આજે તેમને તેમના (ધર્મેન્દ્ર) વિના ખૂબ ઊંડું દુઃખ થઈ રહ્યું હશે. મને આશા છે કે આ સુખદ યાદો તેમને શાંતિ આપશે અને આ ખાલીપણાને ભરશે.”

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Dharmendra Prakash Kaur Love Story: ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના ૭૧ વર્ષના સંબંધો, હેમા માલિનીના આગમન છતાં કેમ ન તૂટ્યું  આ બંધન?

    Dharmendra Prakash Kaur Love Story: ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના ૭૧ વર્ષના સંબંધો, હેમા માલિનીના આગમન છતાં કેમ ન તૂટ્યું આ બંધન?

    News Continuous Bureau | Mumbai

    Dharmendra Prakash Kaur Love Story: બોલીવુડના ‘હી-મેન’ ધર્મેન્દ્ર  નું જીવન જેટલું ફિલ્મોમાં મજબૂત રહ્યું, એટલું જ તેમના પરિવાર સાથે પણ. તેમણે બે લગ્ન કર્યા, પરંતુ પ્રથમ પત્ની પ્રકાશ કૌર સાથેનો સંબંધ ક્યારેય તૂટ્યો નહીં. 71 વર્ષ સુધી આ પ્રેમકથા અનેક પડકારો વચ્ચે પણ અડગ રહી.

    આ સમાચાર પણ વાંચો : Priya Ahuja Rajda: ‘તારક મહેતા’ની ‘રીટા રિપોર્ટર’એ બનાવ્યો રેકોર્ડ, પીઠ પર રાખ્યું આટલા કિલો વજન,જેને જોઈએ તમે પણ રહી જશો દંગ

    પ્રકાશ કૌર: લાઈમલાઈટથી દૂર, પરંતુ પ્રેમમાં અડગ

    પ્રકાશ કૌર હંમેશા લાઈમલાઈટથી દૂર રહી, પરંતુ ધર્મેન્દ્ર માટે તેમનો પ્રેમ અપરિમિત હતો. હોસ્પિટલમાં ધર્મેન્દ્ર દાખલ હતા ત્યારે પ્રકાશનો વિડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ પતિ માટે રડી રહી હતી.ધર્મેન્દ્રએ 1954માં 19 વર્ષની ઉંમરે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા. તે સમયે તેઓ ફિલ્મોમાં આવ્યા નહોતા. લગ્ન પછી ધર્મેન્દ્રે બોલીવુડમાં ડેબ્યુ કર્યું અને સની દેઓલ, બોબી દેઓલ સહિત ચાર સંતાનોના પિતા બન્યા. પ્રકાશે હંમેશા પરિવારને સંભાળ્યો.

    View this post on Instagram

    A post shared by Pinkvilla (@pinkvilla)

    1980માં ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કર્યા, પરંતુ પ્રકાશ કૌરનો સાથ ક્યારેય છોડ્યો નહીં. પ્રકાશે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું: “ધર્મેન્દ્રની ખુશીમાં મારી ખુશી છે.” જીવનના અંતિમ દિવસોમાં પણ પ્રકાશ કૌર ધર્મેન્દ્ર સાથે રહી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Dharmendra Property Rights: હેમા માલિનીને ધર્મેન્દ્રની પ્રોપર્ટી કે પેન્શનમાં કેમ નહીં મળે ભાગ? જાણો કાયદાકીય જોગવાઈ

    Dharmendra Property Rights: હેમા માલિનીને ધર્મેન્દ્રની પ્રોપર્ટી કે પેન્શનમાં કેમ નહીં મળે ભાગ? જાણો કાયદાકીય જોગવાઈ

    News Continuous Bureau | Mumbai

    Dharmendra Property Rights: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ના 24 નવેમ્બર 2025એ અવસાન બાદ ચર્ચા છે કે તેમની બીજી પત્ની હેમા માલિની ને શું પ્રોપર્ટી અથવા પેન્શન મળશે? કાયદા મુજબ હેમા માલિનીને ધર્મેન્દ્રની મિલકતમાં કોઈ હક નહીં મળે કારણ કે તેમણે પ્રથમ પત્ની પ્રકાશ કૌર થી છૂટાછેડા  લીધા વગર હેમા સાથે લગ્ન કર્યા હતા.

    આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત

    કાયદો શું કહે છે?

    હિંદુ મેરેજ એક્ટ મુજબ પ્રથમ પત્ની જીવંત હોય ત્યારે બીજા લગ્નમાન્ય નથી. તેથી હેમા માલિનીને ધર્મેન્દ્રની મિલકત અથવા પેન્શનનો હક નહીં મળે. આ નિયમને કારણે તેઓ સંપત્તિમાંથી બહાર થઈ ગઈ છે.રિપોર્ટ મુજબ ધર્મેન્દ્રની 450 કરોડની મિલકતમાં તેમની પ્રથમ પત્ની પ્રકાશ કૌર અને છ બાળકોનો હક છે. ચાર બાળકો — સની દેઓલ, બોબી દેઓલ, અજીતા અને વિજેતા — પ્રકાશ કૌરથી છે, જ્યારે ઈશા દેઓલ અને અહાના દેઓલ હેમા માલિનીથી છે.

    ધર્મેન્દ્રએ પ્રથમ લગ્ન 1954માં પ્રકાશ કૌર સાથે કર્યા હતા. હેમા માલિની સાથે 1980માં લગ્ન કર્યા, પરંતુ પ્રકાશ કૌરે છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યો હતો. એવી ચર્ચા હતી કે ધર્મેન્દ્રએ ધર્મ બદલીને હેમા સાથે લગ્ન કર્યા હતા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Dharmendra Health : ધર્મેન્દ્રની તબિયત સુધરી, હેમા માલિનીએ કહ્યું- હવે બધું ઠીક છે.

    Dharmendra Health : ધર્મેન્દ્રની તબિયત સુધરી, હેમા માલિનીએ કહ્યું- હવે બધું ઠીક છે.

    News Continuous Bureau | Mumbai

    Dharmendra Health : તાજેતર માં બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા  ધર્મેન્દ્ર ની તબિયત ખરાબ થવાના સમાચાર આવ્યા હતા, જેના કારણે તેમના ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી. તેમને મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની પત્ની અને અભિનેત્રી હેમા માલિની  એ તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : Shahrukh khan Reveals First Look of ‘King’ as Birthday Gift to Fans

    એરપોર્ટ પર હેમા માલિનીએ કહ્યું – “બધું ઠીક છે”

    હેમા માલિની મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. પાપારાઝી દ્વારા ધર્મેન્દ્રની તબિયત વિશે પૂછાતા તેમણે સ્મિત સાથે “ઓકે” ઈશારો કર્યો અને હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં હેમા માલિની શાંતિથી ચાહકોને આશ્વાસન આપે છે કે ધર્મેન્દ્ર ની તબિયત હવે સારી છે. મિડિયા રિપોર્ટ્સ અનુસાર, ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફના કારણે થોડા દિવસો માટે ICUમાં રાખવામાં આવ્યા હતા. જોકે, તેઓ માત્ર રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયા હતા અને કોઈ ગંભીર સમસ્યા નથી. 89 વર્ષની ઉંમરે વારંવાર ચેકઅપ જરૂરી હોય છે, તેથી તેમણે તમામ ટેસ્ટ એકસાથે કરાવવા માટે હોસ્પિટલમાં રહેવાનું પસંદ કર્યું હતું.

    View this post on Instagram

    A post shared by Filmymantra Media (@filmymantramedia)

    ધર્મેન્દ્ર આગામી ફિલ્મ ‘ઇક્કીસ’ માં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ બ્રિગેડિયર એમ.એલ. ખેત્રપાલની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મમાં અગસ્ત્ય નંદા મુખ્ય ભૂમિકામાં છે અને આ ફિલ્મ 1971ના યુદ્ધના શહીદ અરુંણ ખેત્રપાલના જીવન પર આધારિત છે. ફિલ્મ 25 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થવાની છે.