• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ICC world cup
Tag:

ICC world cup

World Cup Final A Starry World Cup Final! PM Modi, Ambanis Likely To Grace Ahmedabad Stadium
ICC વર્લ્ડ કપ 2023

World Cup Final : ‘મહાસંગ્રામની રણભૂમિ’ બનશે નમો સ્ટેડિયમ, પીએમ મોદીની સાથે મેચ જોશે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ, અંબાણી, અદાણી અને…

by kalpana Verat November 17, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

World Cup Final : ICC વર્લ્ડ કપની ( ICC World Cup ) ફાઈનલ રવિવારે 19મી નવેમ્બરે અમદાવાદમાં ( Ahmedabad ) ભારત અને ઓસ્ટ્રેલિયા ( Ind Vs Aus ) વચ્ચે મોટી મેચ રમાવા જઈ રહી છે. વર્લ્ડકપની આ ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) પણ જશે. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ અમદાવાદની મુલાકાત લેશે, જ્યાં તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ( Narendra Modi Stadium ) બેસીને ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ જોશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ( Australian PM ) પણ આ ફાઈનલ મેચ જોવા આવી શકે છે. જોકે, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના પીએમને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને વર્લ્ડ કપ મેચ જોવા માટે આમંત્રણ મોકલ્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને ( Anthony Albanese ) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ મેચ જોવા માટે આમંત્રણ મોકલ્યું છે. આટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે બંને મેચ જોવા માટે અમદાવાદ આવશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહેશે. હાલમાં ઓસ્ટ્રેલિયન પીએમના આગમનને લઈને સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.

બોલિવૂડ અભિનેતા આવે તેવી શક્યતા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમ મોદી ઉપરાંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પણ હાજર રહેશે. આ સિવાય બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને અજય દેવગન પણ ફાઈનલ મેચ જોવા આવે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 70 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતે ટોસ જીતીને ચાર વિકેટે 397 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 48.5 ઓવરમાં 327 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પહેલા ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં શ્રીલંકાને હરાવીને ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2011 જીત્યો હતો.

આ સમાચાર પણ વાંચોઃ Uttarkashi Tunnel : ટનલમાં હજુ ફસાયા છે 40 મજૂરો, અમેરિકન મશીનો વડે સુરંગમાં 30 મીટર ડ્રિલિંગ.. કરાઈ આ ખાસ તૈયારી..

વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવાની સફર

ભારતે સતત તમામ મેચ જીતી છે. ભારતે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને દિલ્હીમાં આઠ વિકેટે હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું.

તેમજ ચોથી મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ ધર્મશાલામાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું. લખનૌમાં છઠ્ઠી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. આ સિવાય ભારતે શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડને હરાવ્યું છે.

તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ આ પહેલા 2003માં રમાઈ હતી, પરંતુ ભારતીય ટીમ આ મેચ હારી ગઈ હતી. આવી સ્થિતિમાં બંને ટીમો 20 વર્ષ બાદ ફરી એકવાર વર્લ્ડ કપ ટ્રોફી માટે ટકરાશે.

November 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
India in Final : India's entry into World Cup finals, just one step away from becoming world champions
ICC વર્લ્ડ કપ 2023

India in Final : વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની એન્ટ્રી, વર્લ્ડ ચેમ્પિયન બનવાથી માત્ર એક ડગલું દૂર.. જાણો વિગતે..

by kalpana Verat November 16, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

India in Final : ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની સેમીફાઈનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું અને ભારતીય ટીમ અંતિમ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. વર્લ્ડ કપની વનડે સેમીફાઈનલમાં મેચ દરમિયાન મુંબઈ (Mumbai) ના વાનખેડે મેદાન પર 700થી વધુ રનનો વરસાદ થયો હતો. પરંતુ, અંતે ન્યૂઝીલેન્ડ (New Zealand) જીતથી 70 રન પાછળ પડી ગયું હતું. અને ભારતીય ટીમે (Indian Team) ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિરાટ કોહલીની 50મી ODI સદી, શુભમન ગિલ અને શ્રેયસ અય્યરનો સાથ, રોહિતની પ્રારંભિક બેટિંગ અને મોહમ્મદ શમીની સાત વિકેટ મેચની ખાસિયતો હતી.

  તે દરમિયાન મોહમ્મદ શમીએ 54 રન આપ્યા અને 7 બેટ્સમેનોને આઉટ કર્યા…

ભારત તરફથી રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. અને વાનખેડેના પ્રમાણમાં નાના મેદાન પર રમીને ભારતે 4 વિકેટે 397 રનનો પહાડી સ્કોર બનાવ્યો હતો અને ન્યુઝીલેન્ડને 327 રનમાં ઓલઆઉટ કરી દીધું.

𝗢𝗻𝗲 𝘀𝘁𝗲𝗽 𝗰𝗹𝗼𝘀𝗲𝗿! 🏆#TeamIndia 🇮🇳 march into the FINAL of #CWC23 🥳#MenInBlue | #INDvNZ pic.twitter.com/OV1Omv4JjI

— BCCI (@BCCI) November 15, 2023

અંતિમ તબક્કામાં કુલદીપ યાદવ દ્વારા ફેંકવામાં આવેલી બે પરફેક્ટ ઓવરો અને શમી દ્વારા વ્યૂહાત્મક બોલિંગ પણ ભારતને આ વિજય હાંસલ કરવામાં મદદ કરી. કારણ કે, 398 રનનો પીછો કરતી વખતે ન્યૂઝીલેન્ડ પણ 30 ઓવરમાં 2 વિકેટે 220 રન સુધી પહોંચી ગયું હતું અને જ્યારે કિવી કેપ્ટન કેન વિલિયમસન (69) અને સેન્ચ્યુરીયન ડેરીલ મિશેલ (134) મેદાન પર હતા ત્યારે ન્યુઝીલેન્ડે સારી લડત આપી રહી હતી. પરંતુ, જરૂરી રન રેટ શરૂઆતથી ઓવર દીઠ 8 રનની આસપાસ હતો. અને તેને જાળવવા માટે મોટા શોટ મારવાજરૂરી હતા. જેમ જેમ તેઓ રન બનાવી રહ્યા હતા. તેમ તેમ ન્યુઝીલેન્ડના બેટ્સમેનો પરનો દબાણ પણ ઓછો થઈ રહ્યો હતો..

આ સમાચાર પણ વાંચોઃ  Earthquake : ઉત્તરાખંડના ઉતરકાશીમાં મધરાત્રે આવ્યો ભૂકંપ, તીવ્રતા એટલી હતી કે લોકો ભરઊંધમાંથી જાગીને ભાગ્યા..

તે દરમિયાન મોહમ્મદ શમીએ 54 રન આપ્યા અને 7 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તે ભારતનો સૌથી સફળ બોલર બન્યો હતો. તે સિવાય કુલદીપ યાદવે 55 રનમાં 1 વિકેટ, જસપ્રીત બુમરાહે 64 રનમાં 1 વિકેટ અને મોહમ્મદ સિરાજે 78 રનમાં 1 વિકેટ ઝડપી હતી. શમીએ આ વર્લ્ડ કપમાં હવે 22 વિકેટ લીધી છે. 

 આજે બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામસામે..

આ પહેલા ભારતીય ટીમે વિરાટ કોહલીના 113 બોલમાં 117 રન, શ્રેયસ અય્યરના 70 બોલમાં 105 રન અને શુભમન ગિલના 66 બોલમાં અણનમ 80 રનની મદદથી પ્રથમ બેટિંગ કરતા 397 રન બનાવ્યા હતા. વિરાટે ODI ક્રિકેટમાં સચિન તેંડુલકરનો 49 સદીનો રેકોર્ડ તોડ્યો હતો. જ્યારે શ્રેયસ અય્યરે આ વર્લ્ડ કપમાં સતત બીજી સદી ફટકારતા 8 સિક્સર ફટકારી હતી અને ટીમને 400 રનની નજીક પહોંચાડી હતી. કેએલ રાહુલે પણ છેલ્લી ઓવરમાં જબરદસ્ત બેટીંગ કરીને 29 બોલમાં 39 રન બનાવ્યા હતા.

તેમજ ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલ મેચ 16 નવેમ્બર ગુરુવારે આજે કોલકાતામાં રમાશે. ઓસ્ટ્રેલિયા(Australia) અને દક્ષિણ આફ્રિકા (South Africa)ની ટીમો અહીં સામસામે ટકરાશે. અને આ સેમિફાઇનલ મેચની વિજેતા ટીમ 19 નવેમ્બર, રવિવારે ભારત સામે ટકરાશે. ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે.

November 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
IND vs NED: Shubman Gill hits such a long six that the ball goes straight outside the stadium.. watch video..
ક્રિકેટ

IND vs NED: શુભમન ગિલે એવી લાંબી સિક્સર ફટકારી કે બોલ સીધો સ્ટેડિયમની બહાર.. જુઓ વીડિયો.

by Zalak Parikh November 13, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

IND vs NED: ટીમ ઈન્ડિયા-નેધરલેન્ડ ICC ODI વર્લ્ડ કપ 2023ના લીગ રાઉન્ડની છેલ્લી મેચ રમી હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્મા -શુબમન ગિલની ઓપનિંગ જોડીએ ઓપનિંગ સદીની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયા માટે મજબૂત શરૂઆત કરી હતી. આ ભાગીદારી દરમિયાન શુભમન ગિલે અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન શુભમન ગીલે એવો શોટ માર્યો હતો જે સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. શુભમન ગિલ નેધરલેન્ડ સામે 95 મીટર લાંબો સિક્સ ફટકાર્યો  હતો.  શુભમને ફટકારેલો સિક્સ એટલો જોરદાર હતો કે બોલ સીધો સીધો બહાર ચાલ્યો ગયો હતો.જ્યારે ટીમ ઈન્ડિયાની ઈનિંગની ત્રીજી ઓવર ફેંકવા માટે નેધરલેન્ડથી આર્યન દત્ત આવ્યો હતો. આ ઓવરના છઠ્ઠા બોલ પર શુભમન ક્રિઝની બહાર આવ્યો અને લોંગ ઓન પર એક જબરદસ્ત સિક્સર ફટકાર્યો હતો. શુભમને તેને એટલો જોરથી ફટકાર્યો કે કોમેન્ટેટર્સે કહ્યું કે બોલ સીધો પાર્કિંગમાં ગયો છે.

 

ઓપનિંગ જોડીએ નેધરલેન્ડ સામે સદીની ભાગીદારી કરી હતી..

 

શુભમને નેધરલેન્ડ સામે અડધી સદી ફટકારી હતી. પરંતુ શુભમન આ અડધી સદીને સદીમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો હતો. શુભમન અડધી સદી બાદ આઉટ થયો હતો. શુબમનની ODI કારકિર્દીની આ 12મી અડધી સદી હતી. શુભમને 32 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા.આ દરમિયાન રોહિત-શુબમનની ઓપનિંગ જોડીએ નેધરલેન્ડ સામે સદીની ભાગીદારી કરી હતી. બંનેએ વર્ષ 2023માં પાંચમી વખત સદીની ભાગીદારી કરી છે. રોહિત અને શુભમનની જોડીએ અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે નિર્ણાયક ભૂમિકા ભજવી છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)


ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન | રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.

આ સમાચાર પણ વાંચો : World Cup 2023: વર્લ્ડકપના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું, ભારતના ટોપ-5 બેટ્સમેનોએ બનાવ્યો આ મોટો રેકોર્ડ.. જાણો શું છે આ રેકોર્ડ.. વાંચો અહીં..

નેધરલેન્ડ પ્લેઈંગ ઈલેવન | સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન અને વિકેટકીપર), વેસ્લી બારેસી, મેક્સ ઓ’ડાઉડ, કોલિન એકરમેન, સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, લોગાન વાન બીક, રોલોફ વાન ડેર મેરવે, આર્યન દત્ત અને પોલ વાન મીકરેન.

November 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Cup 2023: This happened for the first time in the history of the World Cup, Top-5 Indian batsmen made this big record.. Know what this record is.. Read here..
ICC વર્લ્ડ કપ 2023ક્રિકેટ

World Cup 2023: વર્લ્ડકપના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું, ભારતના ટોપ-5 બેટ્સમેનોએ બનાવ્યો આ મોટો રેકોર્ડ.. જાણો શું છે આ રેકોર્ડ.. વાંચો અહીં..

by Zalak Parikh November 13, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

 World Cup 2023: ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023ની સીરિઝ મેચોમાં અજેય રહી છે. ટીમે જોરદાર પ્રદર્શન કર્યું અને ડચ ટીમ સામે 160 રનથી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરે નેધરલેન્ડ સામે ઈતિહાસ રચ્યો છે. વાસ્તવમાં ભારતીય ટીમના ટોપ-5 બેટ્સમેનોએ પચાસ રનનો આંકડો પાર કરી લીધો હતો. પ્રથમ વખત ભારતીય ટીમના ટોપ-5 બેટ્સમેનોએ અડધી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતીય ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ ઉપરાંત વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે નેધરલેન્ડ સામે અર્ધસદી બનાવી હતી.

 

કેપ્ટન રોહિત શર્મા અને તેના સાથી ઓપનર શુભમન ગીલે સારી શરૂઆત કરી હતી. બંનેએ માત્ર 71 બોલમાં 100 રન જોડ્યા હતા. ગિલે 51 અને રોહિતે 61 રન બનાવ્યા હતા. આ પછી વિરાટ કોહલી અને પછી શ્રેયસ અય્યર, કેએલ રાહુલે પણ અડધી સદી ફટકારી હતી. આ રીતે ટોપ 5માં સામેલ તમામ પાંચ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. વનડે વર્લ્ડ કપની ઇનિંગ્સમાં આવું પહેલીવાર બન્યું છે.

 

ટીમ ઈન્ડિયાના ટોપ 5 ખેલાડીઓ રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ પાંચેય ખેલાડીઓએ મળીને ODI વર્લ્ડ કપમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા ક્યારેય ટોચના પાંચ બેટ્સમેનોએ ODI વર્લ્ડ કપની ઇનિંગ્સમાં 50થી વધુ રન બનાવ્યા નથી. ટીમ ઈન્ડિયાએ ODI ક્રિકેટમાં પહેલી વખત આ સિદ્ધિ મેળવી છે. વર્લ્ડ કપ 2023માં રોહિત શર્મા અને શુભમન ગિલ બંનેની આ ત્રીજી અડધી સદી હતી. આ ઉપરાંત, વિરાટ અને અય્યરે આ વર્લ્ડ કપમાં ચોથી અડધી સદી ફટકારી હતી.

 

પ્રથમ વખત કોઈ ટીમના ટોપ-5 બેટ્સમેનોએ આ સિદ્ધિ મેળવી છે..

 

રોહિત શર્માએ આ ઇનિંગમાં 61 રન બનાવ્યા હતા અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 100મી અડધી સદી પણ બની હતી. આ સિવાય સ્થાનિક ચાહકોને વિરાટ કોહલી પાસેથી 50મી વનડે સદીની આશા હતી. પરંતુ તે સચિન તેંડુલકરના મહાન રેકોર્ડને તોડી શક્યો નહોતો. શુભમન ગિલે પણ 31 બોલમાં 51 રનની ઝડપી ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારી હતી, તેણે 62 બોલમાં 102 રન બનાવ્યા હતા.

 

આ સિવાય વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમના ટોપ-5 બેટ્સમેનોએ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિ 1975માં રમાઈ હતી. આ રીતે વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમના ટોપ-5 બેટ્સમેનોએ આ સિદ્ધિ મેળવી છે. જો કે, આ કારનામું વન-ડે ઈતિહાસમાં આ પહેલા બે વખત થઈ ચૂક્યું છે, પરંતુ વર્લ્ડ કપમાં આવું પહેલીવાર બન્યું છે.

આ સમાચાર પણ વાંચો : IND vs NED: શા માટે નેધરલેન્ડ્સ વિરુદ્ધ કોહલી સહિત 9 ખેલાડીઓએ કરી બોલિંગ? રોહિતે જણાવ્યું સાચુ કારણ.. જાણો અહીં..

ઓસ્ટ્રેલિયન ટીમે વનડે ઈતિહાસમાં પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાના ટોપ-5 બેટ્સમેનોએ 2013માં ભારત સામે પચાસ રનના આંકને સ્પર્શ કર્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ જયપુરમાં રમાઈ હતી. આ પછી, ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2020માં ભારત સામે ફરી આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે કાંગારુ ટીમના ટોપ-5 બેટ્સમેનોએ ફિફ્ટી બનાવી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ સિડનીમાં રમાઈ હતી. તે જ સમયે, હવે ભારતીય બેટ્સમેનોએ નેધરલેન્ડ સામે આ સિદ્ધિ મેળવી છે.

November 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Watch Shaheen destroys Haris' bat, sends stumps flying; wins battle vs Babar
Main PostICC વર્લ્ડ કપ 2023Top Postક્રિકેટખેલ વિશ્વ

Pakistan Cricket: વર્લ્ડ કપ બાદ બાબર આઝમ કેપ્ટનશીપ છોડશે! PCB તરફથી મોટું અપડેટ..જાણો વિગતે અહીં..

by Dr. Mayur Parikh November 12, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

Pakistan Cricket: પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગઈ છે. સેમિફાઇનલ રમવાની તેની છેલ્લી આશા શનિવારે (11 નવેમ્બર) ઇંગ્લેન્ડ સામે ટોસ હારીને સમાપ્ત થઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમ હવે આ વર્લ્ડ કપમાં 9 મેચમાં માત્ર 4 જીત સાથે પોતાના દેશ પરત ફરી રહી છે.

આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બે મેચ જીતીને સારી શરૂઆત કરી હતી પરંતુ ત્યાર બાદ તેની ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જ્યારે પાકિસ્તાન આ ટૂર્નામેન્ટમાં બેક ટુ બેક મેચો હારવાનું શરૂ કર્યું, ત્યારે બાબરની કેપ્ટનશિપ ગુમાવવાની ચર્ચા શરૂ થઈ હતી. હવે જ્યારે પાકિસ્તાની ટીમનો વર્લ્ડ કપ પ્રવાસ પૂરો થઈ ગયો છે, ત્યારે ફરી એકવાર સૌથી વધુ ચર્ચામાં રહેલી વાત ટીમના નેતૃત્વમાં ફેરફારની છે. આ મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક સ્ત્રોત તરફથી પણ એક મોટું અપડેટ આવ્યું છે.

પીટીઆઈ સાથે વાત કરતા પીસીબીના એક સૂત્રએ કહ્યું, ‘બાબર આ મામલે તેના સાથી ખેલાડીઓ સાથે વાત કરી ચૂક્યો છે. મોટા ભાગના ખેલાડીઓએ તેમને પોતાની જાતે રાજીનામું ન આપવાની સલાહ આપી છે. વર્લ્ડકપ સેમીફાઈનલમાં નિષ્ફળ રહ્યા બાદ જો બાબર ટીમ સાથે સ્વદેશ પરત ફરે તો તેની સામે ચોક્કસપણે કાર્યવાહી થઈ શકે છે, પરંતુ તે પોતે સુકાની પદ છોડશે નહીં. બાબરની નજીકના એક સૂત્રએ પણ કહ્યું છે કે ‘તે કદાચ કેપ્ટન તરીકે ચાલુ રહેશે કે નહીં તેનો નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ ઝકા અશરફ પર છોડી દેશે.

બાબર આઝમ સુકાની પદેથી રાજીનામું આપશે..

તમને જણાવી દઈએ કે બાબર આઝમની તેના કેટલાક સાથી ખેલાડીઓ સાથે ખૂબ સારી મિત્રતા છે. શાહીન આફ્રિદી, હસન અલી, હરિસ રઉફ, શાદાબ ખાન અને ઇમામ-ઉલ-હક હંમેશા તેને સપોર્ટ કરતા રહ્યા છે. ગત વખતે પણ જ્યારે બાબરની કેપ્ટનશીપ પર હુમલો થયો હતો ત્યારે કેટલાક સાથી ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર ‘#સોચના ભી મના હૈ’ સાથે બાબરનું સમર્થન કર્યું હતું.

બાબરે 2019માં વર્લ્ડ કપ પછી પાકિસ્તાનની ODI ટીમની કમાન સંભાળી હતી. તેણે સરફરાઝ ખાનની જગ્યા લીધી હતી. આ પછી તેને વર્ષ 2021માં ટેસ્ટ કેપ્ટનશિપ પણ મળી હતી. T20 વર્લ્ડ કપ 2022માં તે પોતાની ટીમને ફાઇનલ સુધી લઈ ગયો હતો.

 

November 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sri Lankan batsman kneeling against Trent Boult! Made history in the World Cup, became the number 1 Kiwi bowler
ICC વર્લ્ડ કપ 2023

NZ Vs SL: ટ્રેન્ટ બોલ્ટ સામે શ્રીલંકાના બેટ્સમેન ઘૂંટણીએ! વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ, બન્યો નંબર 1 કીવી બોલર

by Hiral Meria November 10, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

NZ Vs SL: ICC વર્લ્ડ કપ ( ICC World Cup ) 2023ની 41મી મેચ ન્યૂઝીલેન્ડ ( New Zealand ) અને શ્રીલંકા ( Sri Lanka ) વચ્ચે આજે રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે.

જણાવી દઈએ કે, ન્યુઝીલેન્ડ વતી ટીમના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ ( trent boult ) એ એક જ ઓવરમાં 2 વિકેટ લઈને પોતાની ટીમને સારી શરૂઆત અપાવી હતી. આ સાથે તેણે વર્લ્ડ કપમાં નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. ટ્રેન્ટ બોલ્ટ ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં 50 વિકેટ લેનાર પ્રથમ કિવી બોલર ( Kiwi bowler ) બની ગયો છે. આ સિવાય તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ પણ પૂરી કરી લીધી છે. આવું કરનાર તે ન્યુઝીલેન્ડનો ત્રીજો બોલર બન્યો છે.

ODI વર્લ્ડ કપમાં ટ્રેન્ટ બોલ્ટની 50 વિકેટ

ખરેખર, આજે બેંગલુરૂમાં રમાઈ રહેલી મેચમાં શ્રીલંકન ટીમની શરૂઆત સારી રહી ન હતી. કુસલ પરેરાએ સારી શરૂઆત કરી હતી, તેણે અડધી સદી ફટકારી પરંતુ, ટ્રેન્ટ બોલ્ટની સામે શ્રીલંકન ટીમનો ટોપ ઓર્ડર વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો નહોતો. તેણે એક પછી એક ત્રણ વિકેટ લીધી અને ત્રણ બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા. આ વિકેટ લઈને ટ્રેન્ટ બોલ્ટે વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટ ODI વર્લ્ડ કપમાં 50 વિકેટ લેનારો ન્યુઝીલેન્ડનો પ્રથમ બોલર બની ગયો છે. તેણે શ્રીલંકન ટીમના કેપ્ટન કુસલ મેન્ડિસની વિકેટ લઈને તેના વર્લ્ડકપ ઈતિહાસમાં 50 વિકેટ પૂરી કરી.

આ સમાચાર પણ વાંચોઃ  Virat kohli: વિરાટ કોહલીની ટીકા કરવા બદલ પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હાફીઝને આ ઇંગ્લિશ ખેલાડીએ લગાવી ફટકાર, લખ્યું- શું બકવાસ છે…!

આ સમાચાર લખાય છે ત્યાં સુધી ટ્રેન્ટ બોલ્ટે વર્લ્ડ કપમાં 52 વિકેટ પૂરી કરી લીધી છે. ટ્રેન્ટ બોલ્ટ વર્લ્ડ કપમાં 50 વિકેટ લેનારો વિશ્વનો માત્ર છઠ્ઠો બોલર બન્યો છે. તેણે શ્રીલંકાના ચામિંડા વાસનો રેકોર્ડ તોડ્યો, જેના નામે 49 વિકેટ છે. તે જ સમયે, તેના પહેલા વસીમ અકરમ (55 વિકેટ), લસિથ મલિંગા (56 વિકેટ), મુથૈયા મુરલીધરન (68 વિકેટ) અને ગ્લેન મેકગ્રા (71 વિકેટ) પણ આ કારનામું કરી ચુક્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

November 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Cup 2023 BCCI set to release final set of tickets for knockout matches
ICC વર્લ્ડ કપ 2023

World Cup 2023: સેમિફાઇનલ પહેલા BCCIએ આપ્યા સારા સમાચાર, સેમિફાઈનલ માટે આ તારીખથી કરી શકાશે ટિકિટ બુક.. જાણો વિગતે..

by kalpana Verat November 9, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

 World Cup 2023: વર્લ્ડકપ 2023 (World Cup 2023) ની સેમિ ફાઇનલ (Semi Finale) માં હવે ભારત (India) સહિત ત્રણ ટીમ પહોંચી ગઇ છે. ચોથા નંબરે બસ હવે એક ટીમ નક્કી થવાની બાકી છે. આ પહેલા સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચની ટિકિટ ઓનલાઇન (Online Ticket) ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. આજે રાત્રે 8 વાગ્યાથી ઓનલાઇન ટિકિટ વિન્ડો ખોલવામાં આવશે. બીસીસીઆઇ (BCCI) એ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર આ માહિતી આપી છે.

આ વખતે વર્લ્ડકપ ભારતમાં રમાતો હોવાને કારણે ટિકિટની હાઇડિમાન્ડ જોવા મળી રહી છે. ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે. ચોથા સ્થાન માટે ત્રણ ટીમ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ચોથા સ્થાન માટે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.

🚨 NEWS 🚨

Final set of tickets for ICC Men’s World Cup 2023 knockouts to go live today 🎫

Details 🔽 #CWC23 https://t.co/xsr5GWWPMm

— BCCI (@BCCI) November 9, 2023

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2023 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ગુરૂવારે ટિકિટની અંતિમ મેચો માટે ટિકિટ વેચવા માટે જઇ રહ્યું છે.

 કેવી રીતે ખરીદી શકશો ઓનલાઈન ટિકિટ..

9 નવેમ્બર (ગુરૂવાર) રાત્રે 8 વાગ્યાથી ઓફિશિયલ ટિકિટ વેબસાઇટ https://tickets.cricketworldcup.com. પર જઇને તમે ઓનલાઇન મેચની ટિકિટ ખરીદી શકો છો. આ સિવાય ઓનલાઇન વેબસાઇટ https://in.bookmyshow.com/explore/c/icc-cricket-world-cup  પર જઇને ટિકિટ ખરીદી શકો છો.

આ સમાચાર પણ વાંચો :  

મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર સેમિ ફાઇનલ મેચની ટિકિટનો શરૂઆતનો ભાવ ઓનલાઇન સાઇટ પર 5 હજાર રૂપિયા બતાવે છે. જ્યારે કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાનાર સેમિ ફાઇનલ મેચ માટે ટિકિટ શરૂઆતની ટિકિટનો ભાવ 900 રૂપિયા બતાવે છે. અમદાવાદમાં રમાનાર વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચની ટિકિટનો શરૂઆતનો ભાવ 2000 રૂપિયા રાખવામાં આવ્યો છે. આટલો જ ભાવ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચનો હતો.

November 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Cup 2023: Sourav Ganguly's prediction, said- Who will India face in the semi-final?
ICC વર્લ્ડ કપ 2023

  World Cup 2023: સૌરવ ગાંગુલીની ભવિષ્યવાણી, કહ્યું- સેમીફાઈનલમાં ભારત કોની સામે ટકરાશે?

by kalpana Verat November 9, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

World Cup 2023: પાકિસ્તાને (Pakistan) સતત 4 મેચ હાર્યા બાદ વાપસી કરી છે, તે પોઈન્ટ ટેબલમાં (Point Table) પાંચમાં સ્થાને છે અને હજુ પણ સેમિફાઈનલ (Semi Finale) ની રેસમાં છે. ચાહકો તો એ જ ઈચ્છી રહ્યા છે કે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જાય અને પાકિસ્તાન સેમિફાઈનલમાં સ્થાન બનાવી લે પરંતુ તેનો આ અંગે નિર્ણય થોડા દિવસ બાદ જ થશે કે કઈ ટીમ સેમિફાઈનલમાં સ્થાન બનાવશે. પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને આશા છે કે ભારત અને પાકિસ્તાનની ટીમ જ વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ટકરાવાની છે.

ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) તેમની ઈચ્છા વ્યક્ત કરી છે કે, કોલકાતા (Kolkata) માં રમાનારી સેમીફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રમાય. એક મીડિયા સાથે વાતચીતમાં પૂર્વ કેપ્ટને એક ભવિષ્યવાણી સાથે ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન પણ સેમીફાઈનલની રેસમાં છે. એવામાં પાકિસ્તાન અને ભારત વચ્ચે સેમીફાઈનલ મેચ રમાય તો તેનાથી મોટું કંઈ ના કહેવાય.

સૌરવ ગાંગુલીએ કહ્યુ કે મને આશા છે કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપના સેમિફાઈનલમાં સ્થાન બનાવી લેશે કેમ કે ભારત અને પાકિસ્તાનની મેચ વર્લ્ડ કપમાં સૌથી મોટી મેચ હશે. ગાંગુલીએ આ સિવાય વિરાટ કોહલીના વખાણ કરતા કહ્યુ, વિરાટ કોહલી મહાન ખેલાડીઓ પૈકીના એક છે. ઈડન ગાર્ડનમાં તેમના બેટથી 49મી સદી જોઈને ખૂબ સારુ લાગ્યુ. ખાસ કરીને જ્યારે તેઓ છેલ્લી ઘણી મેચોમાં આ રેકોર્ડની બરાબરી કરવાથી ચૂકી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : Mumbai Pune ExpressWay: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે આજે 6 કલાક માટે રહેશે બંધ, મુસાફરી કરતા પહેલા, જાણો શું રહેશે વૈકલ્પિક માર્ગ..

 નેટ રન રેટમાં ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનથી ખૂબ આગળ..

નેટ રન રેટમાં ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનથી ખૂબ આગળ ચાલી રહી છે. દરમિયાન માત્ર જીત નોંધાવીને તેમની સેમિફાઈનલની ટિકિટ પાક્કી થવાની નથી. અત્યારે પાકિસ્તાનના નેટ રન રેટ 0.036 છે જ્યારે ન્યૂઝીલેન્ડ 0.398 નેટ રન રેટના કારણે તેનાથી ખૂબ આગળ છે. હવે પાકિસ્તાનના સેમિફાઈનલમાં જવાની આશા લગભગ ખતમ જ છે. કેમ કે જો ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે 1 રનથી પણ જીત નોંધાવી તો પાકિસ્તાનને 130 રનથી જીત મેળવવી પડશે. શ્રીલંકા સામે મેચમાં જો કીવી ટીમને હાર મળે છે તો પાકિસ્તાનને ઈંગ્લેન્ડ સામે જીત મેળવવી પડશે. જો બંને ટીમો જીતી જાય છે તો પછી નેટ રન રેટ અનુસાર સેમિફાઈનલનો નિર્ણય હશે.

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ જો પોતાની મેચમાં હારી જાય છે અને અફઘાનિસ્તાન પોતાની આગામી મેચ સાઉથ આફ્રિકા સામે જીતી જાય છે તો તે અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી લેશે. જોકે કઈ ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. તેનો નિર્ણય 11 નવેમ્બરે પાકિસ્તાન-ઈંગ્લેન્ડ મેચમાં જ થઈ જશે.

November 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Cup 2023 Will the India-Pakistan clash be seen again in the World Cup semi-final, know what the equations are..
ક્રિકેટ

World Cup 2023: શું વર્લ્ડકપ સેમિફાઇનલમાં ફરી જોવા મળશે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે સમીકરણો.. વાંચો વિગતે અહીં..

by Bipin Mewada November 6, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

World Cup 2023: ભલે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે નિયમિત મેચ પણ હોય, તો સમગ્ર વિશ્વ તેને જોવા માટે ઉત્સુક હોય છે. હવે જરા વિચારો કે જો વર્લ્ડ કપ (World Cup 2023) ની સેમિફાઇનલ (Semi Finale) મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થાય તો શું થશે. હા, આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ટકરાઈ શકે છે. આ પહેલા જ્યારે ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ 2011ની ફાઇનલમાં પહોંચી હતી ત્યારે સેમીફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ કેવી રીતે થઈ શકે છે તે જાણવુ ઘણુ રસપ્રદ છે..

ભારતીય ટીમે હાલમાં 8 માંથી તમામ 8 મેચ જીતી છે, અને તે 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર બેઠી છે, જ્યાંથી હવે કોઈ અન્ય ટીમ તેને હટાવી શકશે નહીં, કારણ કે કોઈપણ ટીમ 16 પોઈન્ટ મેળવી શકશે નહીં. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર એટલે કે નંબર-1 પર જ રહેશે તે નિશ્ચિત છે. તે જ સમયે, સેમિફાઇનલમાં, નંબર-1 ટીમનો મુકાબલો નંબર-4 ટીમ સાથે થશે, જ્યારે નંબર-2 ટીમની સેમિફાઇનલ મેચ નંબર-3 ટીમ સાથે થશે. મતલબ કે એ નક્કી થઈ ગયું છે કે ભારતની સેમીફાઈનલ મેચ નંબર-4 ટીમ સાથે થશે.

આગામી મેચોમાં જીત જરૂરી..

હવે સવાલ એ છે કે કઈ ટીમ નંબર-4 પર રહી શકે છે. હાલમાં ન્યુઝીલેન્ડની ટીમ નંબર-4 પર છે, જેના આઠ પોઈન્ટ છે. પાકિસ્તાન નંબર-5 પર છે, અને તેના પણ આઠ પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટ ન્યુઝીલેન્ડ કરતા ઘણો ઓછો છે, જે તેના માટે ચિંતાનો વિષય છે. તે જ સમયે, અફઘાનિસ્તાનની ટીમ નંબર-6 પર હાજર છે, અને તેની પાસે પણ 8 પોઈન્ટ ઉપલબ્ધ છે, જ્યારે તેણે હજુ લીગ તબક્કાની બે બાકીની મેચ રમવાની છે. આવી સ્થિતિમાં, જો અફઘાનિસ્તાન તેની બંને મેચ જીતી જશે તો પાકિસ્તાન સેમિફાઇનલમાં પ્રવેશ કરી શકશે નહીં.

તે જ સમયે, જો અફઘાનિસ્તાન બેમાંથી એક મેચ જીતે છે, અથવા બંને હારે છે, અને ન્યુઝીલેન્ડ તેની બાકી રહેલી એકમાત્ર મેચમાં શ્રીલંકા સામે હારી જાય છે, અને પાકિસ્તાન તેની છેલ્લી લીગ મેચમાં ઈંગ્લેન્ડને હરાવશે, તો પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચી શકે છે. છે. જો આમ થશે તો ચોક્કસપણે પાકિસ્તાનની ટીમ નંબર-4 પર પહોંચી જશે, અને પછી તેની સેમિફાઇનલ મેચ ભારત સામે થશે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: હમાસના સમર્થનમાં કતારમાં મળ્યા પાકિસ્તાનના ટોચના નેતાઓ! વાંચો વિગતે અહીં..

November 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
AFG vs NED Not only on the border but also on the cricket field, Afghanistan is blowing away Pakistan, just wait for two matches and then....
ક્રિકેટ

AFG vs NED: માત્ર સરહદ નહીં પણ ક્રિકેટના મેદાન પર પણ પાકિસ્તાનને હંફાવી રહ્યું છે અફઘાનિસ્તાન, બસ બે મેચની રાહ જુઓ અને પછી…. વાંચો વિગતે અહીં..

by Bipin Mewada November 4, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

AFG vs NED: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં અફઘાનિસ્તાન (Afghanistan) નું સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. અફઘાનિસ્તાને હવે નેધરલેન્ડ (Netherland) ને હરાવીને તેની ચોથી જીત હાંસલ કરી છે. 3 નવેમ્બર (શુક્રવાર), લખનઉ (Lucknow) ના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને નેધરલેન્ડ્સને સાત વિકેટે હરાવ્યું છે. ત્રણ વિકેટ લેનાર મોહમ્મદ નબી (Mohammad Nabi) પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

નેધરલેન્ડની ટીમે આપેલા 180 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. રહેમાતુલ્લાહ ગુરબાઝ 10 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જોકે, બાદમાં રહમત શાહ અને કેપ્ટન હશમતુલ્લાહ શહિદીએ ફિફ્ટી ફટકારીને ટીમના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

 

Solid Afghanistan win third game in a row to boost their #CWC23 semi-final chances 👊#NEDvAFG 📝: https://t.co/iSJKwpHOJK pic.twitter.com/Nqqx5r81z3

— ICC (@ICC) November 3, 2023

અફઘાનિસ્તાને 180 રનનો ટાર્ગેટ માત્ર 31.3 ઓવરમાં મેળવી લીધો હતો. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 56 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 64 બોલનો સામનો કર્યો જેમાં 6 ચોગ્ગા ફટકાર્યા. રહમત શાહે પણ 54 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. અઝમતુલ્લા ઉમરઝાઈએ ​​પણ 31 રન બનાવીને રન ચેઝને સરળ બનાવ્યો હતો. નેધરલેન્ડ માટે લોગાન વાન બીક, રોલોફ વાન ડેર મર્વે અને સાકિબ ઝુલ્ફિકરે એક-એક વિકેટ લીધી હતી.

અફઘાન ટીમ હવે પાકિસ્તાનને પછાડીને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને…

આ જીત સાથે અફઘાન ટીમ હવે પાકિસ્તાનને પછાડીને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ, નેધરલેન્ડ આ હાર સાથે સેમિફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે. અફઘાનિસ્તાનના 7 મેચમાં 8 પોઈન્ટ છે અને તે પોઈન્ટની બાબતમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની બરાબરી પર છે. જોકે સારા નેટ રન રેટને કારણે આ બંને ટીમો અફઘાનિસ્તાનથી ઉપર છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ 7 મેચમાં આઠ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે. હવે જો પાકિસ્તાન 4 નવેમ્બર (શનિવાર)ના રોજ ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારી જશે તો તેની આશાઓ પર પાણી ફરી વળશે.

આ સમાચાર પણ વાંચોઃ Bobby deol koffee with karan 8: શું શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ના ઈશારા પર કામ કરશે બોબી દેઓલ?અભિનેતા કોફી વિથ કરણ માં કર્યો આ વિશે ખુલાસો

મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી નેધરલેન્ડની ટીમની શરૂઆત સારી રહી ન હતી અને માત્ર ત્રણ રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી મેક્સ ઓ’ડાઉડ અને કોલિન એકરમેન વચ્ચે બીજી વિકેટ માટે 70 રનની ભાગીદારી થઈ હતી. ઓ’ડાઉડ અને એકરમેન બંને રન આઉટ થયા હતા. આ બે રનઆઉટના કારણે નેધરલેન્ડનો મોમેન્ટમ બગડ્યો હતો. જે બાદ એક પછી એક વિકેટ પડતા આખી ટીમ 179 રનમાં સમેટાઈ ગઈ હતી. સતત પડતી વિકેટો વચ્ચે સાયબ્રાન્ડ એન્ગલબ્રેચટે 58 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમી હતી.

 

November 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક