Tag: indian cricket board’

  • પિતા રેલવે ગાર્ડ- જીતાડ્યા 2 વર્લ્ડ કપ- જાણો કોણ છે નવા ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રોજર બિન્ની

    પિતા રેલવે ગાર્ડ- જીતાડ્યા 2 વર્લ્ડ કપ- જાણો કોણ છે નવા ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રોજર બિન્ની

    News Continuous Bureau | Mumbai

    ૧૯૮૩ વર્લ્ડ કપ વિજેતા ટીમના(World Cup winning team) ભૂતપૂર્વ ઓલરાઉન્ડર(Former all-rounder) રોજર બિન્ની(Roger Binney) બીસીસીઆઇના(BCCI) ૩૬મા પ્રમુખ બન્યા છે. બોર્ડની એજીએમમાં(AGM of the Board) બિન્નીને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેઓ સૌરવ ગાંગુલીનું(Sourav Ganguly) સ્થાન લેશે. બીસીસીઆઇની એજીએમમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

    બીસીસીઆઇની એજીએમ મંગળવારે મુંબઈની તાજ હોટલમાં યોજાઈ હતી, જેમાં બીસીસીઆઇ સેક્રેટરી (BCCI Secretary) જય શાહ(Jay Shah), પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા(Vice President Rajeev Shukla), ટ્રેઝરર અરુણ સિંહ ધૂમલ (Treasurer Arun Singh Dhumal) અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્ની(Former Indian cricketer Roger Binny) પણ હાજર રહ્યા હતા. આ પદ માટે રોજર બિન્ની એકમાત્ર ઉમેદવાર હતા. તેઓ આ પદ માટે નામાંકન ભરનાર એકમાત્ર વ્યક્તિ હતા. રોજર બિન્ની હાલ તો કર્ણાટક ક્રિકેટ એસોસિયેશનના(Karnataka Cricket Association) પ્રમુખ છે, ત્યારે આજે બિનહરીફ રીતે બીસીસીઆઇના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. 

    ૬૭ વર્ષના રોજર બિન્ની ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી છે. તેમનો જન્મ બેંગલુરુમાં થયો હતો. બિન્ની ભારતીય ક્રિકેટ ટીમમાં રમનાર પહેલા એંગ્લો-ઈન્ડિયન પ્લેયર(Anglo-Indian player) બન્યા હતા. રોજર બિન્નીએ ૧૯૭૭માં કર્ણાટકની ટીમ તરફથી રમીને કેરળ સામે ૨૧૧ રન બનાવ્યા હતા. આ પછી તેમનું નામ ડોમેસ્ટિક ક્રિકેટમાં ખૂબ ચાલ્યું હતું. ઓલરાઉન્ડર બિન્નીએ ૧૯૭૯માં બેંગરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં(Chinnaswamy Stadium) પાકિસ્તાનની સામે નેશનલ ટીમ માટે ડેબ્યુ કર્યું હતું. તેમણે ભારતીય ટીમ માટે ૨૭ ટેસ્ટ અને ૭૨ વન-ડે મેચ રમી હતી. રોજર બિન્નીએ પોતાની છેલ્લી મેચ ૯ ઓક્ટોબર ૧૯૮૭માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. બિન્નીએ મુંબઈમાં પાકિસ્તાન સામે પોતાની ત્રીજી જ ટેસ્ટ મેચમાં માજિદ ખાન, ઝહીર અબ્બાસ અને જાવેદ મિયાંદાદને શરૂઆતમાં જ આઉટ કર્યા હતા. તેમની આ શાનદાર બોલિંગના કારણે ભારતે ૧૩૧ રનથી મેચ જીતી લીધી હતી. 

    આ સમાચાર પણ વાંચો :  T20 Worldcup- નામીબિયા પછી સ્કૉટલેન્ડે ચોકાવ્યા- બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું

    રોજર બિન્ની અંડર-૧૯ ટીમના કોચ અને સિલેક્ટરની કમિટીમાં પણ રહી ચૂક્યા છે. રોજર બિન્ની ૧૯૮૩ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા. તેમણે ટીમ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બિન્ની વર્લ્ડ કપમા હાઈએસ્ટ વિકેટ ટેકર રહ્યા હતા. તેમણે ટૂર્નામેન્ટમાં ૧૮ વિકેટ ઝડપી હતી. રોજર બિન્ની ભારતીય ક્રિકેટમાં અનેક પદો પર રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૦૦માં બિન્નીએ ભારતીય અંડર-૧૯ ક્રિકેટ ટીમના કોચ તરીકે વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી બિન્ની ૨૦૦૭માં પશ્ચિમ બંગાળ ટીમના મુખ્ય કોચ બન્યા હતા. રોજર બિન્નીના પુત્ર સ્ટુઅર્ટ બિન્ની પણ પોતાના પિતાની જેમ ક્રિકેટમાં કરિયર બનાવી હતી. સ્ટુઅર્ટ બિન્નીએ તેના ક્રિકેટ કરિયર તેના પિતાની જેમ ઓલરાઉન્ડર તરીકે બનાવી હતી.

     

  • નહીં તૂટે સૌરવ ગાંગુલી અને જય શાહની જોડી- BCCI વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો

    નહીં તૂટે સૌરવ ગાંગુલી અને જય શાહની જોડી- BCCI વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો

    News Continuous Bureau | Mumbai

     ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ(BCCIસુપ્રીમ કોર્ટ(SUpreme courtતરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે BCCIને બોર્ડના બંધારણમાં સુધારા કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદા બાદ બીસીસીઆઈમાં સતત બે વાર એટલે કે 6 વર્ષ સુધી હોદ્દા પર ટકી રહેવા પર 3 વર્ષનો કુલિંગ પીરિયડ(cooling periodહશે. હવે હોદ્દેદારો પાસે બીસીસીઆઈ અને કોઈ પણ રાજ્ય એસોસિએશન(State associationમાં એક વખતે વધારેમાં વધારે 12 વર્ષનો કાર્યકાળ હોઈ શકે. 

    મહત્વનું છે કે બીસીસીઆઈના પ્રેસિડન્ટ, સેક્રેટરી અને બીજા હોદ્દેદારોના કાર્યકાળ વધારા માટે નિયમોમાં ફેરફાર કરવા સંબંધિત એક અરજી પર સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો જાહેર કર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈએને એવો પણ આદેશ આપ્યો કે બંધારણમાં સુધારા વધારા વખતે તેનો મૂળ હાર્દ યથાવત રહે તેની કાળજી રાખવી પડશે. 

     આ સમાચાર પણ વાંચો : એક્શન પર રિએક્શન- નવા તારક મહેતાની એન્ટ્રી પર શૈલેષ લોઢાએ કર્યો કટાક્ષ- પોતાના અંદાજમાં કહી આ વાત 

    સુપ્રીમના ચુકાદા બાદ હવે અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલી(Saurav Gangulyઅને સેક્રેટરી પદ જય શાહ(Jay Shahનો કાર્યકાળ 3 વર્ષ સુધી વધી શકે છે. 

  • કોરોનાનું ભૂત હજી ધુણે છે-કોરોના થતાં ભારતની બે મહિલા ક્રિકેટર ટીમ સાથે બર્મિંગહામ ના જઈ શકી

    કોરોનાનું ભૂત હજી ધુણે છે-કોરોના થતાં ભારતની બે મહિલા ક્રિકેટર ટીમ સાથે બર્મિંગહામ ના જઈ શકી

    News Continuous Bureau | Mumbai

    કોમનવેલ્થ ગેમ્સમાં(Commonwealth Games) વિમેન્સ ક્રિકેટનો(Women's Cricket) આ વર્ષે સમાવેશ કરાયો છે. જોકે ભારતને તેના અભિયાનના પ્રારંભ અગાઉ જ ફટકો પડ્યો છે. ભારતની(India) બે મહિલા ક્રિકેટરને(two women cricketers) કોરોના(Corona) થતાં તેઓ રવિવારે ટીમના અન્ય સભ્યો સાથે બર્મિંગહામ(Birmingham) નથી જઈ શકી અને તેમને ભારતમાં જ રહેવાની ફરજ પડી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના(Indian Cricket Board) અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ(Sourav Ganguly) અગાઉ મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીને કોરોના થયો હોવાની પુષ્ટિ કરી હતી. કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે ભારતની વિમેન્સ ટીમે બેંગ્લોરમાં(Banglore) એનસીએમાં(NCA) પ્રેક્ટિસ કરી હતી.

    આ સમાચાર પણ વાંચો :  રવિ શાસ્ત્રી નો ચોંકાવનારો ખુલાસો-કહ્યું આ ખેલાડીને કારણે ભારત વર્લ્ડ કપ હારી ગયું

    રવિવારે ટીમ બર્મિંગહામ માટે રવાના થઈ રહી હતી તે અગાઉ બીજી એક ખેલાડીનો કોરોના ટેસ્ટ(Corona Test) રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ બંને ખેલાડીઓ ભારતમાં જ રહેશે, તેમ ઓલિમ્પિક સંઘે(Olympic Association) જણાવ્યું હતું.

    હવે આગામી ૩૧ જુલાઈએ ભારતની ટક્કર તેના કટ્ટર હરિફ પાકિસ્તાન(Pakistan) સામે થશે.

  • મુંબઈ પોલીસે લાકડી ધ્વજ સાથે IPL મેચ જોવા આવેલા પ્રેક્ષકોને અટકાવ્યા, જાણો શું છે કારણ

    મુંબઈ પોલીસે લાકડી ધ્વજ સાથે IPL મેચ જોવા આવેલા પ્રેક્ષકોને અટકાવ્યા, જાણો શું છે કારણ

    News Continuous Bureau | Mumbai

     

    મુંબઈના સ્ટેડિયમાં લાકડી સાથે ધ્વજ લઈને IPLની મેચ જોવા આવેલા પ્રેક્ષકોને પોલીસે અટકાવ્યા હોવાના બનાવ બન્યા છે. પોલીસના કહેવા મુજબ આ ધ્વજની સાથે રહેલી લાકડીનો ઉપયોગ હિંસા માટે થઈ શકે છે. તેથી આ ધ્વજને નામંજૂર કરવામાં આવ્યા હતા.

    કોરોના મહામારી પહેલા IPL મેચ જોવા આવનારા પ્રેક્ષકોને પ્લાસ્ટિકની લાકડીઓ સાથેના ધ્વજ સાથે પ્રવેશ મળતો હોવાનું કહેવાય છે. પરંતુ આ વર્ષે પોલીસે અનેક ચાહકોને આવા ધ્વજ સાથે સ્ટેડિયમમાં પ્રવેશ કરતા અટકાવ્યા છે.

     આ સમાચાર પણ વાંચો : ST કર્મચારીઓના આંદોલનથી CST સ્ટેશન પર તણાવભરી પરિસ્થિતિ, મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી તહેનાત, જોકે લોકલ ટ્રેનને અસર નહીં. જાણો વિગતે

    IPLની આ વર્ષની સીઝન દરમિયાન પોલીસ અને ભારતીય ક્રિકેટ બોર્ડના કહેવા મુજબ લાકડીઓ સાથેના આ ધ્વજનો ઉપયોગ કોઈને મારવા માટે કે પછી મેદાનની અંદર ફેંકવા માટે થઈ શકે છે. તેને કારણે કોઈ પણ ખિલાડી સાથે પ્રેક્ષકને પણ નુકસાન થઈ શકે છે. તેથી પોલીસે આ પ્લાસ્ટિકની લાકડીઓ સાથેના ધ્વજને હિંસાનું શસ્ત્ર ગણાવીને તેની સાથે સ્ટેડિયમાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો છે.