• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - inflation - Page 11
Tag:

inflation

મુંબઈ

લાઉડ સ્પીકર વિવાદ : NCPના વડા શરદ પવારે મનસે પ્રમુખ રાજ ઠાકરેને માર્યો ટોણો, કહી આ વાત..

by Dr. Mayur Parikh April 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મસ્જિદમાં સવાર-સાંજ વાગતા ભુંગળાનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે.

મનસે (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ (Raj Thackeray) ઠાકરે સરકારને 3મે સુધી મસ્જિદોમાં લાઉડ સ્પીકર બંધ કરવાની ચેતવણી આપી છે.

આ ઘટનાને લઇને હવે NCPના વડા શરદ પવારે (sharad Pawar) રાજ ઠાકરેને ટોણો મારતા કહ્યું છે કે, આ સમય મોંઘવારી અને બેરોજગારી વિશે બોલવાનો છે, પણ એના વિશે કોઈ બોલતું નથી.
 
મુંબઈમાં પત્રકારોના પ્રશ્નોના જવાબમાં NCPના વડા શરદ પવારે કેન્દ્રમાં ભાજપ વિરુદ્ધ ત્રીજા મોરચાની રચના અંગે કહ્યું કે, કોંગ્રેસ વિના આ શક્ય નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરેએ ગઈ કાલે થાણે શહેરમાં ચેતવણી આપી હતી કે 3 મે સુધીમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકર હટાવવામાં નહીં આવે તો સ્પીકરો પર હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં

આ સમાચાર પણ વાંચો :  આ તારીખ સુધીમાં મસ્જીદો પરથી લાઉડસ્પીકર ખસેડો.. નહીં તો…. રાજ ઠાકરેએ આપી ચીમકી…..

April 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મોંઘવારીને લઈને મહાવિકાસ આઘાડી સરકારના આ પ્રધાને ભાજપને કહી દીધી મોટી વાત.. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

દેશમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થવાની સાથે જ કેન્દ્ર સરકારે ગેસ, પેટ્રોલ-ડિઝલના દર વધારી નાખ્યા છે. મોંધવારીએ માઝા મૂકી છે અને સામાન્ય નાગરિકોને જીવવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે આ મોંઘવારી માણસને મારી ના નાખે તે જોજો એવો કટાક્ષ મહારાષ્ટ્રના ગૃહ નિર્માણ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે ભાજપને કર્યો છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત જનતા દરબારમાં જિતેન્દ્ર આવ્હાડે મોંધવારીને મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા શબ્દો સંભળાવતા કહ્યું હતું કે કે મોંધવારી ગરીબોને મારી રહી છે, તેના પર  બોલો, શ્રી રામ બોલો પણ લોકોને રામ નામ સત્ય હેં,  બોલવાને લગાવતા નહીં.   

આ સમાચાર પણ વાંચો : શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ આ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી, કરી કરોડોની સંપત્તિ સીલ; જાણો વિગતે

જિતેન્દ્ર આવ્હાડે એવી પણ ટીકા કરી હતી કે કોરોના મહામારીના બે વર્ષ પૂરા થઈ ગયા છે. લોકોને કામ મળી રહ્યા છે. પરંતુ હજી સુધી તેમના ખિસ્સામાં પૈસા જમા થયા નથી. ઈંધણથી લઈને ખાવા-પીવાની વસ્તુઓથી લઈને તમામ ખર્ચ મોંધા થઈ ગયા છે. તે બાબતે કોઈ વાત કરતું નથી. જે આવશ્યક નથી તેને લઈને ભાજપના નેતાઓ સવાલો કરી રહ્યા છે.

મસ્જિદ પર ભુંગળાની સામે હનુમાન ચાલીસા લગાવવાની વાત કરનારા મનસે અધ્યક્ષ રાજ ઠાકરે બાબતે જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે મહારાષ્ટ્ર શાંત છે. કોઈ પણ પ્રકારનો કલેશ નથી, દ્વેશ નથી. તમામ સમાજ એકસાથે છે પરંતુ અમુક  લોકો મહારાષ્ટ્ર સળગી ઉઠે તેવા વિધાનો કરે છે, તેવા વિધાનોથી તેમણે દૂર રહેવું જોઈએ.

April 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

શ્રીલંકા બાદ વધુ એક દેશ આર્થિક કટોકટી તરફ ધકેલાયો, મોંઘવારીનો દર 20 વર્ષની ટોચે; જાણો વિગતે

by Dr. Mayur Parikh April 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શ્રીલંકાની ખસ્તા હાલત જોઈને વિશ્વના અન્ય દેશો પણ ચિંતામાં મુકાયા છે. 

શ્રીલંકા જેવી હાલત હાલ તુર્કીની પણ છે. તુર્કીમાં માર્ચ મહિનાનો ફુગાવો 61.14 ટકા પર પહોંચ્યો હતો, જે 20 વર્ષની સૌથી ઉંચી સપાટી છે. 
 
ડેટા અનુસાર ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે સૌથી વધુ વાર્ષિક 99.12 ટકા ભાવવધારો થયો હતો, જ્યારે ખાદ્યપદાર્થોના ભાવમાં 70.33 ટકાનો વધારો થયો હતો. 

માર્ચ, 2002 બાદનો વાર્ષિક ધોરણે આ સૌથી મોટો વધારો હતો.

કોરોના મહામારીને કારણે અર્થતંત્રને થયેલ નુકશાન અને ખર્ચમાં વધારાને કારણે હવે સ્થિતિ ખરાબ થઈ છે. ચોતરફ ભાવ વધી રહ્યાં છે અને દેશમાં બેરોજગારી પણ વધી રહી છે

આ સમાચાર પણ વાંચો :  શ્રીલંકાની ખસ્તા હાલત, આર્થિક સંકટ વચ્ચે સેન્ટ્રલ બેંકના ગવર્નરે આપ્યું રાજીનામું, રાષ્ટ્રપતિએ વિપક્ષને કરી આ અપીલ

April 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની મદદે આવ્યું ભારત, તાબડતોબ કર્યું આ કામ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh April 3, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શ્રીલંકા હાલ ખૂબ જ કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક સંકટ ચરમસીમાએ છે. દેશમાં કટોકટી લાગૂ કરી દેવાઈ છે. ખાદ્ય અને જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આકાશે આંબી રહ્યા છે. દેશમાં છેલ્લા એક અઠવાડિયાથી ડીઝલની ભારે અછત સર્જાઈ છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા માટે ભારતે વધુ એકવાર પોતાનો પાડોશી ધર્મ નિભાવ્યો છે અને મદદનો હાથ આગળ વધાર્યો છે. 

ભારતે આર્થિક સંકટ સામે લડી રહેલા શ્રીલંકાને ૪૦,૦૦૦ ટન ડીઝલ મોકલ્યું છે. સીલોન પેટ્રોલિયમ કોર્પોરેશનના અધ્યક્ષ સુમિત વિજેસિંધેએ કહ્યું કે ઈંધણનું વિતરણ આજે સાંજથી શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે શ્રીલંકાના સેંકડો ઈંધણ સ્ટેશનો માટે આ એક સારા સમાચાર છે. જ્યાં છેલ્લા કેટલાક સમયથી તેની ભારે અછત હતી. 

આ સમાચાર પણ વાંચો : સામાન્ય નાગરિકોનું ઘરનું સપનું થશે સાકારઃ મ્હાડા બાંધશે વર્ષમાં આટલા ધર.. જાણો વિગતે

રિપોર્ટ મુજબ ૪૦ હજાર ટન ચોખાની ખેપ પણ ભારતથી શ્રીલંકા મોકલવાની તૈયારી થઈ રહી છે. બંને દેશોએ ગત મહિને એક અબજ ડોલરની લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. રોયટર્સના ખબર મુજબ ભારતથી ક્રેડિટ લાઈન મળ્યા બાદ શ્રીલંકાને મોકલાઈ રહેલી આ પહેલી ખાદ્ય મદદ હશે. શ્રીલંકાને આ મદદ એવા સમયે મળી છે જ્યારે ત્યાં એક મોટો તહેવાર આવવાનો છે. આ સાથે જ સ્થિતિને બગડતી રોકવા માટે કટોકટી પણ લાગુ કરાઈ છે.  

શ્રીલંકામાં વિદેશી મુદ્રા ભંડાર છેલ્લા ૨ વર્ષમાં ૭૦ ટકાથી વધુ ઘટ્યો છે. આ કારણે તેણે પોતાની જરૂરિયાતની વસ્તુઓને આયાત કરવામાં મુશ્કેલી આવી રહી છે. શ્રીલંકાની કરન્સી ડોલરની સરખામણીમાં ખૂબ નબળી પડી છે અને તેણે દુનિયાના અનેક દેશો પાસે મદદ માંગી છે. આ ઉપરાંત ત્યાં મોંઘવારીની સ્થિતિ તો એવી છે કે પેટ્રોલ-ડીઝલથી લઈને ખાણી પીણીની વસ્તુઓના ભાવ ચરમસીમાએ પહોંચી ગયા છે.  

ભારતે શ્રીલંકાને એક અબજ ડોલરની ક્રેડિટ લાઈન એટલે કે લોન મદદ આપવા પર સહમતિ વ્યક્ત કરી છે. તેનાથી શ્રીલંકાને જરૂરી વસ્તુઓની કમીને પૂરી કરવામાં મદદ મળશે. ભારત દુનિયાનો સૌથી મોટો ચોખા નિકાસ કરતો દેશ છે. આવામાં ભારતથી ચોખાની ખેપ શ્રીલંકા પહોંચ્યા બાદ ત્યાં ચોખાના ભાવમાં ઘટાડો થવાની આશા છે. જે છેલ્લા એક વર્ષથી બમણા થઈ ગયા છે. 

April 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ભાજપ સરકારને જગાડવા આ રાષ્ટ્રીય પાર્ટીનું 31મી માર્ચથી રાજ્યવ્યાપી ‘મોંઘવારી મુક્ત ભારત’ આંદોલન.. જાણો વિગતે

by Dr. Mayur Parikh March 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સામાન્ય માણસ મોંધવારીની ચક્કીમાં પીસાય રહ્યો છે. પહેલી એપ્રિલથી હજી મોંધવારી વધવાના અણસાર છે ત્યારે કેન્દ્રની ભાજપ સરકારને જગાડવા માટે 31મી માર્ચથી રાજ્યવ્યાપી 'મોંઘવારી મુક્ત ભારત' આંદોલન સપ્તાહનું આયોજન કરવાની જાહેરાત મહારાષ્ટ્ર કોંગ્રેસ કરી છે.
મુંબઈના તિલક ભવનમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ કહ્યું હતું કે "ભાજપ 'ગરજ સરો, વૈદ્ય મારો' જેવી સ્થિતિ પર નિયંત્રણ ધરાવે છે. ચૂંટણીમાં પ્રજાના રોષનો સામનો કરવો ન પડે તે માટે ઈંધણનો ભાવવધારો અટકાવવામાં આવ્યો હતો. જો કે ચૂંટણી બાદ તરત જ મોંઘવારીનો બોજ લોકો પર પડવા લાગ્યો હતો. છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલમાં 3.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. એલપીજી સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થયો છે. સીએનજી, પીએનજી ગેસ અને ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે અને દવાઓ 1 એપ્રિલથી વધશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર લોકોને મોંઘવારીના પાતાળમાં ધકેલી રહી છે અને તેઓને સામાન્ય નાગરિકની પરવા નથી."

મોદી સરકારના નિર્ણયની અસર દેશની જનતા અનુભવી રહી છે અને કેન્દ્ર સરકારને જગાડવા માટે કોંગ્રેસના તમામ કાર્યકરો 31 માર્ચે સવારે 11 કલાકે આંદોલન કરશે એવી જાહેરાત પણ નાના પટોલેએ કરી હતી. તો મુંબઈમાં કોંગ્રેસના  સ્ટેટ હેડક્વાર્ટર ખાતે મોંઘવારી મુક્ત ભારત ધરણા આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના મંત્રીઓ, નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં આ આંદોલનમાં ભાગ લેશે, એવી જાહેરાત પણ નાના પટોલેએ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મારપીટ, BJP-TMC વિધાયકો બાખડી પડ્યા, જુઓ વિડીયો જાણો વિગતે 

"ડાબેરી સંગઠનોએ સંગઠિત અને અસંગઠિત કામદારોની સમસ્યાઓ અને મોદી સરકારની મજૂર વિરોધી નીતિ સામે 28 અને 29 માર્ચે રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. આ હડતાલને કોંગ્રેસ દ્વારા ટેકો આપવામાં આવ્યો હોવાની જાહેરાત પણ  નાના પટોલેએ કરી હતી. 

March 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

મોંઘવારીનો માર! ઈંધણની કિંમતોમાં ભડકો, અઠવાડિયામાં પેટ્રોલ 3.20 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું, જાણો આજે ભાવમાં કેટલો વધારો થયો

by Dr. Mayur Parikh March 26, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી એક વખત વધારો થયો છે. 

સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલમાં 82 પૈસા અને ડીઝલમાં 81 પૈસાનો વધારો કર્યો છે. 

આ નવા દરો આજે સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગયા છે. 

છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3.20 રૂપિયાનો વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો : આ માણસ દુનિયાનો પહેલો ટ્રિલિયનેર બનશે. જાણો કોણ છે તે શખ્સ અને કેટલા વર્ષમાં સિદ્ધી હાંસલ કરશે. 

March 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ગૃહીણીઓ તૈયાર રહેજો.. એપ્રિલ પછી ખાદ્ય તેલના ભાવ નવી ઊંચાઈને સ્પર્શી શકે છે… જાણો વિગતે

by Dr. Mayur Parikh March 25, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મોંધવારીની ચક્કીમાં પીસાય રહેલા સામાન્ય નાગરિકોની પરેશાનીનો અંત નજીક માં આવે એમ જણાતું નથી. આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવ હજી ઊંચાઈ પહોંચી શકે છે અને રસોડાના બજેટમાં હજી ફટકો પડી શકે છે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ખાદ્ય તેલના ભાવને અસર પહોંચી છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા એડીબલ ઓઇલ ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુંબઈ પ્રાંતના મેટ્રોપોલિટન સિટીના પ્રમુખ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેનના યુદ્ધે સૂર્યમુખી તેલની ઉપલબ્ધતા પર પ્રશ્નો ઉભા કર્યા છે, જેના કારણે સોયા અને પામ તેલની માંગમાં વધારો થયો છે.  બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં સોયાબીનનો પાક ઘણો નબળો છે, તો ઈન્ડોનેશિયા અને આર્જેન્ટિનાએ તેલ નિકાસના નિયમો વધુ કડક બનાવ્યા છે. તાજેતરમાં આર્જેન્ટિનાએ નિકાસ કર 31 થી વધારીને 33 ટકા કર્યો છે. એ જ રીતે ખાદ્ય તેલના મોટા ઉત્પાદક દેશોએ છેલ્લા દોઢ મહિનામાં નિકાસ કર વધાર્યો છે. તેથી તેલના દરમાં સતત વધારો થતો રહેવાની શક્યતા છે.

ખાદ્ય તેલના દરમાં થઈ રહેલા વધારાને લઈને શંકર ઠક્કરે વધુ કહ્યું હતું કે આખી દુનિયાની નજર અમેરિકન સોયાબીન અને સોયા ઓઈલ તરફ મંડાઈ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોયાબીન તેલમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. શિકાગો બોર્ડ ઓફ ટ્રેડમાં સોયાબીન ખૂબ ઊંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. તાજેતરમાં, યુએસ નિકાસકારોએ લગભગ 2.5 લાખ ટન સોયાબીન વેચવાની વાત કરી છે, જ્યારે ઇજિપ્તની સરકારી એજન્સીએ 80 હજાર ટન સોયા તેલ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. અહીં એપ્રિલ સુધી ભારતમાં સૂર્યમુખી તેલની આયાત માત્ર 85 હજાર ટન પર પહોંચી છે, જે ગયા મહિના કરતાં લગભગ 2 લાખ ટન ઓછી છે. સ્થાનિક બજારમાં સીંગદાણાના તેલ સિવાય સૂર્યમુખીના તેલનો કોઈ વિકલ્પ નથી. તેથી સીંગતેલમાં પણ તેજીની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : કોના પૈસાની હોળી? 5 રાજ્યોની ચુટણીને કારણે ફ્યુઅલ ભાવ સ્થગિત રખાતા ઓઇલ કંપનીઓને આટલા હજાર કરોડનો ફટકો. 

 બજારના જાણકારોના કહેવા મુજબ સોયા તેલમાં હાલ ભાવ સ્થિર છે. દેશભરની બજારોમાં સોયાબીનની ઓછી આવકને કારણે સોયા તેલમાં મોટા ઘટાડાની શક્યતા છે. હાલમાં નાંદેડ, અકોલા, અમરાવતી અને લાતુરમાં સોયા તેલ 1510ના સ્તરે કારોબાર કરી રહ્યું છે, જ્યારે કોટા, બુંદી 1530ના સ્તરે લગભગ સ્થિર છે. સોયા ઓઇલ પ્લાન્ટના ભાવ પણ લગભગ સ્થિર છે. મધ્યપ્રદેશના પ્લાન્ટ્સ 1505 થી 1515 ની વચ્ચે બિઝનેસ કરે છે. મહારાષ્ટ્રના 1545 અને 1550ના પ્લાન્ટના ભાવમાં પણ આ જ જોવા મળ્યું છે. સરસવની રોજની આવક 10 લાખ બોરી ઉપર રહે છે, તેમ છતાં તેલના પ્લાન્ટો ભાવ વધારીને ખરીદી કરી રહ્યા છે, જેના કારણે સરસવનું તેલ મજબૂત છે. 

સરસવમાં ઘટાડાની શક્યતા ઓછી છે, તેથી તેલમાં મોટી મંદીની કોઈ શક્યતા નથી. જો કે એપ્રિલના અંત સુધીમાં મોટો બદલાવ આવી શકે છે. સીંગતેલ રાજકોટમાં 1555, બિકાનેરમાં 1550 અને જૂનાગઢ અને ગોંડલમાં 1550ની સપાટીએ બોલાતું હતું. આ તેલમાં પણ ઘટાડાની આશા ઓછી છે. લાતુરમાં સૂર્યમુખી તેલ 1710 રૂપિયા અને ચેન્નાઈમાં 1840 રૂપિયાના ભાવે વેચાવા લાગ્યું છે, જે 20 દિવસના ગાળામાં 12 થી 15 રૂપિયા પ્રતિ કિલો વધી ગયું છે. તે હજુ પણ આગળ વધી રહ્યું છે. ચોખાના નબળા પાકને કારણે રિફાઈનરીમાં તેની અસર જણાઈ રહી છે. કપાસિયા તેલમાં પણ લગભગ આવી જ સ્થિતિ છે. કપાસિયા તેલ કડીમાં 1470 અને લાતુરમાં 1450ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. 

કેન્દ્ર સરકાર તેલની કિંમતોને નાથવા માટે સતત પ્રયાસો કરી રહી છે.બે દિવસ પહેલા હિતધારકો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી, પરંતુ જ્યાં સુધી સપ્લાય નહીં વધે ત્યાં સુધી ભાવને અંકુશમાં રાખવું મુશ્કેલ બની રહ્યું હોવાનું શંકર ઠક્કરે જણાવ્યું હતું.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના પદાધિકારીના કહેવા મુજબ સરકારને ભાવ નિયંત્રણમાં લાવવા માટે ઘણા સૂચનો આપ્યા છે, પરંતુ સરકારે હજુ સુધી તે સૂચનો પર ધ્યાન આપ્યું નથી. તેથી ફરીથી સરકારને વિનંતી કરવામાં આવી રહી છે, જેથી મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય લોકોને થોડી રાહત મળી શકે.

March 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

2 મિનિટમાં બનતી મેગી થઇ મોંઘી, કંપનીએ આટલા ટકાના ભાવનો કર્યો વધારો; જાણો હવે કેટલી કિંમત ચૂકવવી પડશે..

by Dr. Mayur Parikh March 15, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

બે મિનિટમાં તૈયાર થનારી સૌની મનપસંદ મેગીને પણ મોંઘવારીનો તાગ મળી ગયો છે. 

મેગીની ઉત્પાદક કંપની નેસ્લે ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તેણે મેગીના ભાવમાં 9થી 16 ટકાનો વધારો કર્યો છે. 

આ વધારા બાદ મેગીના 70 ગ્રામના પેક માટે 12 રૂપિયાને બદલે 14 રૂપિયા ચૂકવવા પડશે. તો 560 ગ્રામના પેક માટે 96 રૂપિયાને બદલે 105 રૂપિયા ચૂકવવા પડશે. 

ઉલ્લેખનીય છે કે હિન્દુસ્તાન યુનિલિવર અને નેસ્લેએ 14 માર્ચથી ચા, કોફી અને દૂધની કિંમતોમાં પણ વધારો કર્યો છે. કંપનીએ કહ્યું છે કે સતત વધી રહેલી મોંઘવારીને કારણે આ વસ્તુઓની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને પગલે દેશમાં હોળીની ઉજવણી ફિક્કી, વેપાર-ઉદ્યોગ જગત ફરી ચિંતામાં..જાણો વિગતે

March 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ફેબ્રુઆરીમાં મોંઘવારીએ માઝા મૂકી, જથ્થાબંધ ફૂગાવો 13.11 ટકા રહ્યો; જાણો કઈ કઈ વસ્તુઓના ભાવ વધ્યાં

by Dr. Mayur Parikh March 14, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

દેશમાં મોંઘવારી વધશે એવા અંદાજો ફરી સાચા પુરવાર થયા છે.

ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો વધીને 13.11 ટકા થયો છે. 

સરકારે જાહેર કરેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. 

સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, ખનિજ તેલ, મૂળભૂત ધાતુઓ, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખાવાપીવાની વસ્તુઓ અને બિન-ખાદ્ય ચીજોના ભાવમાં ગયા વર્ષના સમાન મહિનાની તુલનામાં તીવ્ર વધારો થયો છે.

અગાઉ જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો 12.95 ટકા રહ્યો હતો. આ પહેલા ડિસેમ્બર 2021 માં તે 13.56 ટકા હતો. 

આમ એપ્રિલ 2021થી સતત 11મા મહિને હોલસેલ મોંઘવારી દર (WPI ફુગાવો) બે આંકડામાં રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : શેર બજારમાં ફરીથી તેજી, લીલા નિશાન પર બંધ થયું માર્કેટ; આટલા પોઇન્ટ ઉછળ્યા સેન્સેક્સ નિફ્ટી…

March 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ભારતનાં આ પાડોશી દેશમાં સોનાથી પણ વધારે મુશ્કેલ દૂધ ખરીદવું, નાદારી નોંધાવે તેવી સ્થિતિ ઉભી થતા હાહાકાર

by Dr. Mayur Parikh March 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં મોંઘવારીએ માજા મૂકી છે. શ્રીલંકામાં મોંઘવારી એટલી વધી ગઇ છે કે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. રાજપક્ષે પરિવારની ‘ખોટી નીતિઓ’ અને ચીન પાસેથી જંગી લોન લીધા બાદ ભારતનો આ પાડોશી દેશ નાદારીનો સામનો કરી રહ્યો છે અને મોંઘવારીએ દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે. અહીં સ્થિતિ એ છે કે, શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે તેને ખરીદવી એ સામાન્ય લોકોની શક્તિ બહારની વાત બની ગઈ છે અને દેશની તિજોરી ખાલી થઈ ગઈ છે. 

મીડિયા રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું છે કે શ્રીલંકા ઊંડી નાણાકીય અને માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યું છે અને દેશ ૨૦૨૨માં નાદાર થઈ શકે છે. દેશમાં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે અને શાકભાજીથી લઈને રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. શ્રીલંકામાં ખાદ્યપદાર્થોની કટોકટી એટલી વધી ગઈ છે કે ત્યાંના લોકો માટે સોનું ખરીદવા કરતાં દૂધ ખરીદવું વધુ મુશ્કેલ બની ગયું છે. 

આ સમાચાર પણ વાંચો : અર્થતંત્ર પાટા પર, દેશની વિદેશી મુદ્રા ભંડારમાં થયો વધારો; જાણો ભારત પાસે કેટલો છે સોનાનો ભંડાર

શ્રીલંકા તેના સૌથી ખરાબ નાણાકીય સંકટનો સામનો કરી રહ્યું છે. દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર લગભગ ખાલી છે અને શ્રીલંકા ચીન સહિત અનેક દેશોના દેવા હેઠળ નાદારીની આરે છે. જાન્યુઆરીમાં શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર 70% ઘટીને $2.36 બિલિયન થયો છે. વિદેશી હૂંડિયામણની અછતને કારણે, શ્રીલંકા વિદેશમાંથી ખોરાક, દવા અને બળતણ સહિતની તમામ આવશ્યક ચીજોની આયાત કરવામાં અસમર્થ છે.

શ્રીલંકામાં એલપીજીની તીવ્ર અછત છે, જેના કારણે એક હજાર બેકરીઓ બંધ કરવી પડી છે. અઠવાડિયાની શરૂઆતમાં, એક ઉદ્યોગ સંગઠને માહિતી આપી હતી કે દેશમાં વિદેશી મુદ્રા ભંડારના અભાવને કારણે, ગેસ ઉપલબ્ધ નથી, જેના કારણે બેકરીઓ બંધ કરવી પડી છે.

ઉલ્લેખનીય છે કે શ્રીલંકાની આર્થિક દુર્દશાનો ભોગ માત્ર ગરીબો જ નથી, પરંતુ ઉંચી કમાણી કરતા નોકરીયાતો પણ તેમની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ છે. શ્રીલંકામાં રીંગણના ભાવમાં ૫૧ ટકાનો વધારો થયો છે અને દેશમાં હવે રીંગણ ૧૬૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ડુંગળીના ભાવમાં ૪૦ ટકાનો વધારો થયો છે, જ્યારે બટાકાની કિંમત ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોની ઉપર પહોંચી ગઈ છે, જેના કારણે શ્રીલંકાના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા છે.

March 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક