• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - jamnagar
Tag:

jamnagar

Star Air સ્ટાર એર એ શરૂ કરી સુરતથી ભુજ અને જામનગર માટે દૈનિક સીધી ફ્લાઇટ સેવા
રાજ્ય

Star Air: સ્ટાર એર એ શરૂ કરી સુરતથી ભુજ અને જામનગર માટે દૈનિક સીધી ફ્લાઇટ સેવા, જાણો તેના સમયપત્રક વિશે

by Dr. Mayur Parikh August 23, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
સુરત: સંજય ઘોડાવત ગ્રૂપની એરલાઇન સ્ટાર એરે સુરતથી ભુજ અને જામનગર માટે નવી દૈનિક સીધી ફ્લાઇટ્સ શરૂ કરી છે, જેનાથી દક્ષિણ ગુજરાતથી રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રની હવાઈ કનેક્ટિવિટીને વધુ વેગ મળશે. આ સેવાઓ ૫૦ સીટર એમ્બ્રેર ઇઆરજે-૧૪૫ વિમાનનો ઉપયોગ કરીને ચલાવવામાં આવશે.

સુરત-ભુજ ફ્લાઇટનું સમયપત્રક

સુરત-ભુજ ફ્લાઇટના સમયપત્રક મુજબ, ફ્લાઇટ નંબર S5512 સુરતથી સવારે ૯:૫૦ વાગ્યે ઉપડશે અને ભુજ સવારે ૧૦:૫૦ વાગ્યે પહોંચશે. પરત આવતી ફ્લાઇટ નંબર S5511 ભુજથી સવારે ૧૧:૧૫ વાગ્યે ઉપડશે અને સુરત બપોરે ૧૨:૧૫ વાગ્યે ઉતરશે. આ ફ્લાઇટ એરલાઇનના વેબસાઇટ પર ઉપલબ્ધ સમયપત્રક મુજબ દરરોજ કાર્યરત રહેશે, જેમાં ભાડું ૨,૪૯૯ રૂપિયાથી શરૂ થશે.

આ સમાચાર પણ વાંચો : TikTok: TikTok પરથી પ્રતિબંધ હટાવવા પર આપી આવી સ્પષ્ટતા, જાણો વિગતે

સુરત-જામનગર ફ્લાઇટની વિગતો

જામનગર રૂટ પર, ફ્લાઇટ નંબર S5613 સુરતથી બપોરે ૧૨:૪૦ વાગ્યે ઉપડશે અને બપોરે ૧:૧૦ વાગ્યે જામનગર પહોંચશે. જ્યારે પરત આવતી ફ્લાઇટ નંબર S5612 જામનગરથી સવારે ૮:૩૫ વાગ્યે ઉપડીને સુરત સવારે ૯:૨૫ વાગ્યે પહોંચશે. આ બંને રૂટ પરની ફ્લાઇટ્સ દરરોજ ચાલશે, જેનાથી વ્યાપારી અને પર્યટન માટે મુસાફરોને સુવિધા મળશે. આ ઉપરાંત, એરલાઇને અમદાવાદ અને જામનગર વચ્ચે પણ સીધી ફ્લાઇટ સેવાઓ શરૂ કરી છે.

August 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amritsar Jamnagar Expressway Toll halted on 28-Km stretch of Amritsar-Jamnagar expressway
રાજ્ય

Amritsar Jamnagar Expressway : અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ વસૂલાત સ્થગિત

by kalpana Verat July 15, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Amritsar Jamnagar Expressway : રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. ભારતમાલા પ્રોજ્ક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે (NH-754K) પર સાંચોર-સાંતલપુર સેક્શનના પેકેજ-4માં અત્યારે રિપેરિંગની મહત્વપૂર્ણ કામગીરી ચાલુ હોવાથી, અહીં 28.71 કિલોમીટરના સ્ટ્રેચમાં લાગતો ટોલ ટૂંકી મુદ્દત માટે માફ કરવામાં આવ્યો છે. NHAIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જુલાઇ 2025 સવારે 8 વાગ્યાથી આ નિર્ણય લાગુ થઇ જશે. રિપેરિંગની નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા સુધી 28.71 કિલોમીટરના સ્ટ્રેચનો ટોલ નાગરિકો માટે ફ્રી રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Athlete Fauja Singh Passes Away: વિશ્વના સૌથી વયસ્ક મેરાથોન દોડવીરે કાર અકસ્માતમાં ગુમાવ્યો જીવ, 100 વર્ષની ઉંમરે લીધો હતો મેરેથોનમાં ભાગ..

રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી 125 કિલોમીટરનો માર્ગ એક મહત્વપૂર્ણ ઇકોનોમિક કોરિડોર છે. ભારતમાલા પ્રોજેક્ટનો ઉદેશ દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોની પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટીવીટી વધારવાનો છે. જામનગર, કંડલા અને મુન્દ્રા જેવા પોર્ટસ પરથી ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોને વિવિધ ઉત્પાદનોની આયાત-નિકાસની વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટથી આપવાનું વ્યૂહાત્ક આયોજન છે .

 

July 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
anant ambani chanting durga aarti hanuman chalisa on padayatra
મનોરંજન

Anant ambani: ચૈત્ર નવરાત્રી દરમિયાન ભક્તિમય થયો અનંત અંબાણી, અધધ આટલા કિલોમીટર ની કરશે પગપાળા મુસાફરી

by Zalak Parikh April 1, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anant ambani: અનંત અંબાણી એ બિઝનેસ મેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી નો નાનો દીકરો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી હાલમાં તેમની પદયાત્રાને કારણે ચર્ચામાં છે. અનંત નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પદયાત્રા કરતો જોવા મળી રહ્યો છે આ વિડીયો જોઈ લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Sikandar box office: રિલીઝ ના પહેલા જ દિવસે ફુસ્સ થઇ સલમાન ખાન ની સિકંદર, ઓપનિંગ ડે એ કરી ફક્ત આટલા કરોડની કમાણી!

હનુમાન ચાલીસા અને દુર્ગા આરતી સાથે ભક્તિમય યાત્રા

અનંત અંબાણી નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળે છે.તો બીજા વિડીયો માં તે દુર્ગા આરતી કરતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અનંત અંબાણી જામનગરથી દ્વારકા સુધી લગભગ ૧૪૧ કિલોમીટર પગપાળા જઈ રહ્યા છે. તે દરરોજ ૧૫ થી ૨૦ કિલોમીટર ચાલીને ૧૨ દિવસમાં દ્વારકા પહોંચશે. આ પછી, તેઓ 10 એપ્રિલે દ્વારકાધીશ ધામ, દ્વારકા ખાતે પોતાનો જન્મદિવસ ઉજવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણીએ કોઈ ઈચ્છા પૂરી કરવા માટે આ યાત્રા શરૂ કરી છે. જોકે, આ અંગે હજુ સુધી અંબાણી પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)


અનંત અંબાણી તેમના માતાપિતાની જેમ ભગવાન પ્રત્યે ઊંડો વિશ્વાસ રાખે છે. પહેલાં તેઓ તેમના પરિવાર સાથે મહાકુંભ મેળામાં પણ શામેલ થયા હતા

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi Vantara PM Modi plays, feeds lion cubs at Anant Ambani's Vantara animal shelter
રાજ્ય

PM Modi Vantara : PM મોદીએ બોટલથી સિંહણના બચ્ચાંને પીવડાવ્યુ દૂધ તો જિરાફ, માછલી સહિતના વન્યજીવોને હાથેથી ખવડાવ્યું; જુઓ વિડીયો

by kalpana Verat March 4, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ જામનગરમાં વનતારા વન્યજીવ બચાવ કેન્દ્રની મુલાકાત લીધી. હવે પીએમ મોદીની આ મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં, અનંત અંબાણી પોતે તેમને વનતારાની મુલાકાતે લઈ જતા જોવા મળે છે.

#WATCH | PM Narendra Modi inaugurated and visited the wildlife rescue, rehabilitation, and conservation centre, Vantara in Gujarat. Vantara is home to more than 2,000 species and over 1.5 lakh rescued, endangered, and threatened animals. PM explored various facilities at the… pic.twitter.com/itbMedPtD3

— ANI (@ANI) March 4, 2025

PM Modi Vantara :  વનતારા માં વિવિધ સુવિધાઓનો અભ્યાસ કર્યો

પીએમ મોદીએ વનતારા માં વિવિધ સુવિધાઓનો અભ્યાસ કર્યો અને વન્યજીવન હોસ્પિટલની પણ મુલાકાત લીધી. તેમણે પશુચિકિત્સા સુવિધાઓની પણ મુલાકાત લીધી. જણાવી દઈએ કે અહીં પ્રાણીઓ માટે MRI, CT સ્કેન, ICU અને બીજી ઘણી સુવિધાઓ છે. વનતારામાં પ્રાણીઓ માટે અનેક વિભાગો છે જેમાં વન્યજીવન એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, દંત ચિકિત્સા, આંતરિક દવાનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Gir Lion Safari Visit: માથા પર ટોપી, હાથમાં કેમેરો અને સામે સિંહ.. ફરી એકવાર અલગ અંદાજમાં જોવા મળ્યા PM મોદી.. જુઓ તસવીરો

PM Modi Vantara : લુપ્ત પ્રાણીઓને બચાવીને વનતારામાં લાવવામાં આવ્યા

વનતારામાં, પીએમ મોદીએ એક વિશાળ અજગર, એક અનોખો બે માથાવાળો સાપ, બે માથાવાળો કાચબો, એક વિશાળ ઓટર, બોંગો અને સીલ પણ જોયા. પીએમએ હાથીઓને તેમના જેકુઝીમાં જોયા. તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી  એશિયાટિક સિંહના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા, દુર્લભ ક્લાઉડેડ ચિત્તાના બચ્ચા સહિત ઘણા પ્રાણીઓ સાથે રમ્યા હતા અને તેમને ખવડાવ્યુ પણ હતુ.. એટલું જ નહીં તેમણે કેન્દ્રના કારાકલ પ્રજનન કાર્યક્રમ (Caracal breeding program) વિશે પણ જાણકારી મેળવી, જે લુપ્તપ્રાય પ્રજાતિના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. અહીં ખાસ વાત એ છે કે આ બધા પ્રાણીઓ દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓ છે.

It’s good to see conservation efforts being recognized at the highest level. PM Modi at Vantara is a step forward. #PMatVantara pic.twitter.com/b9L8y7Dkwz

— Fenil Kothari (@fenilkothari) March 4, 2025

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

March 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
CCHF Middle-aged man dies due to Congo fever in this district of Gujarat, health department rushed to the spot, issued guidelines
શહેર

CCHF: ગુજરાતના આ જિલ્લામાં કોંગો ફીવરને કારણે આધેડનું મોત, આરોગ્ય વિભાગ થયું દોડતું, જારી કરી ગાઈડલાઈન્સ

by khushali ladva January 30, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર એક વાયરલ રોગ
  • મનુષ્યમાં ચેપ લાગ્યા બાદ ૧-૩ દિવસમાં દેખાય છે રોગના લક્ષણો

CCHF: રાજ્યમાં ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર (સી.સી.એચ.એફ) અંગે જનજાગૃતિ માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર એક વાયરલ રોગ છે. મનુષ્યમાં વાયરસનો ફેલાવો ઇતરડીના કરડવાથી અથવા ચેપગ્રસ્ત પ્રાણીના રકત કે અન્ય સ્ત્રાવના સંપર્કમાં આવવાથી થાય છે. મોટા ભાગના ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવરના કેસોમાં પશુધન ઉધોગ સાથે સંકળાયેલા લોકો અને પશુ ચિકિત્સકોને ચેપ લાગવાનો ભય હોય છે. વ્યક્તિ થી વ્યક્તિ સંક્રમણ ચેપી વ્યક્તિના લોહી અથવા અન્ય સ્ત્રાવના ગાઢ સંપર્કમાં આવવાથી થાય છે. હોસ્પિટલમાં આ ચેપ તબીબી સાધનોનું અયોગ્ય સ્ટરીલાઈઝેશન, નીડલ અને દુષિત તબીબી સાધનોના પૂનઃ ઉપયોગના લીધે થઈ શકે છે. મનુષ્યમાં ચેપ લાગ્યા બાદ ૧-૩ દિવસમાં આ રોગના લક્ષણો જોવા મળે છે.

CCHF: ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર (સી.સી.એચ.એફ)ના લક્ષણો શું છે 

ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર તાવ, સ્નાયુનો દુખાવો, ચકકર આવવા, ગરદનમાં દુખાવો અને પીઠ-માથાનો દુખાવો, ઝાડા-ઉલ્ટી, નાક કે પેઢામાંથી લોહી નીકળવું તેવા પ્રકારના લક્ષણો આ રોગમાં દેખાય છે.

આ સમાચાર પણ વાંચો:  ભારે કરી.. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ બિહારના CM નીતિશ કુમાર પાડવા લાગ્યા તાળી, પછી સ્પીકરે… જુઓ વિડિયો..

CCHF: ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવરને નિયંત્રણ કેવી રીતે કરી શકાય

ઈતરડીથી- માનવમાં સંક્રમણ અટકાવવા નાગરીકોએ રક્ષણાત્મક કપડાં પહેરવા જેમ કે ,લાંબા સ્લીવ કે લાંબા ટ્રાઉઝર વગેરે, કપડા પર કે શરીર પર ઈતરડી દેખાય તો તેને સુરક્ષિત રીતે દુર કરાવી, પ્રાણીઓ પર અથવા તેના રહેઠાણ પર ઇતરડી ઉપદ્રવને દૂર કરવી અથવા નિયંત્રિત કરવી, ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર (સી.સી.એચ.એફ)થી ચેપગ્રસ્ત દર્દી સાથે નજીકના શારીરિક સંપર્ક ટાળવા જોઈએ. બીમાર લોકોની કાળજી લેતી વખતે મોજા અને રક્ષણાત્મક વસ્ત્રો પહેરવા અને નિયમિત સાબુ વડે હાથ ધોવા જોઈએ તેમ કમિશનર શ્રી આરોગ્ય સેવા અને તબીબી શિક્ષણની અખબારી યાદીમાં જણાવાયું છે.

અત્રે ઉલેખ્ખનીય છે કે, જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૦ વર્ષના પુરુષ ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર પોઝીટીવ આવ્યો હતો, ત્યારબાદ આરોગ્ય વિભાગ તથા પશુપાલન વિભાગ દ્વારા સર્વેલન્સ તેમજ રોગ અટકાયતી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ કરી આ દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓનું સર્વેલન્સ કરી તેમના પર ઈતરડીનાશક દવાનો છંટકાવ તેમજ આજુબાજુના ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ મેડીકલ કોલેજના તજજ્ઞોની રેપીડ રીસ્પોન્સ ટીમ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવનાર છે.
રાજ્યમાં આ રોગનો છેલ્લો કેસ વર્ષ ૨૦૨૩મા સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો હતો. જયારે વર્ષ – ૨૦૨૪માં રાજયમાં એક પણ કેસ નોંધાયો નથી તેમ કમિશનર શ્રી આરોગ્ય સેવા અને તબીબી શિક્ષણની અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
salman khan sets sings o o jaane jaana in front of ambani family
મનોરંજન

Salman khan: અંબાણી ની પાર્ટી માં સલમાન ખાને ગાયું તેની ફિલ્મ નું ગીત, ભાઈજાન ના સ્વેગ એ લૂંટી લાઈમલાઈટ

by Zalak Parikh December 31, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાને તેનો જન્મદિવસ જામનગર માં ઉજવ્યો હતો જેના ઘણા વિડીયો વાયરલ થયા હતા. જામનગરમાં અંબાણી પરિવાર વચ્ચે ભાઈજાનનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.સોશિયલ મીડિયા પર સલમાન ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.જેમાં સલમાન ખાને તેની ફિલ્મ નું કે ગીત ગાઈ ત્યાં હાજર લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા.

આ સમાચાર પણ વાંચો:  Asha Bhosle: 91 વર્ષ ની આશા ભોંસલે એ સ્ટેજ પર લગાવી આગ, દિગ્ગ્જ ગાયિકા એ ગાયું વિકી કૌશલ નું ગીત અને સાથે કર્યો તેનો હૂક સ્ટેપ, જુઓ વિડીયો

સલમાન ખાને ગાયું ગીત 

સલમાન ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વિડીયો માં સલમાન ખાન બ્લેક ડેનિમ અને શર્ટ સાથે ગોલ્ડન કોટ પહેરેલો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં સલમાન તેની ફિલ્મના ગીત ‘ઓ ઓ જાને જાના’ પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપતો જોવા મળે છે. સલમાન આ ગીત આખા બેન્ડ સાથે ગાય છે અને ત્યાં હાજર દરેક ભાઈજાનને જોતા જ રહી જાય છે.

Latest: Megastar Salman Khan vibing to “Oh Oh Jane Jana” in Jamnagar with the Ambanis! @BeingSalmanKhan #SalmanKhan pic.twitter.com/7hns8RZdA4

— SALMAN KI SENA™ (@Salman_ki_sena) December 30, 2024


મુકેશ અંબાણીએ 25 વર્ષ પહેલા જામનગરમાં રિલાયન્સ રિફાઈનરીની શરૂઆત કરી હતી, તેના 25 વર્ષ પૂર્ણ થવા પર અંબાણી પરિવારના ઘરે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંબાણી પરિવાર દ્વારા સલમાન ખાનના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
shahrukh khan spotted at jamnagar airport with family
મનોરંજન

Shahrukh khan: નવા વર્ષ ની ઉજવણી કરવા પરિવાર સાથે જામનગર પહોંચ્યો શાહરુખ ખાન, પોતાનો ચહેરો છુપાવવા કિંગ ખાને અપનાવ્યો આ પેંતરો

by Zalak Parikh December 30, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: નવા વર્ષનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. શાહરુખ ખાન તાજેતર માં જ તેની પત્ની ગૌરી ખાન, અબરામ ખાન અને સુહાના સાથે અલીબાગ માં વેકેશન માણી ને પરત ફર્યો હતો. હવે શાહરુખ તેના પરિવાર સાથે જામનગર અંબાણી પરિવાર સાથે નવા વર્ષ ની ખાસ ઉજવણી માટે પહોંચ્યો હતો. આ દરમિયાન શાહરુખ મીડિયા થી તેનો ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો.  

આ સમાચાર પણ વાંચો : Salman khan birthday: સલમાન ખાને તેની ભાણી સાથે કાપી રંગબેરંગી કેક, જન્મદિવસ ની ઉજવણી નો અંદર નો વિડીયો થયો વાયરલ

શાહરુખ ખાને મીડિયા થી છુપાવ્યો તેનો ચહેરો 

ગઈકાલે શાહરુખ ખાન તેની પત્ની ગૌરી ખાન સાથે જામનગર પહોંચ્યો હતો આ દરમિયાન શાહરૂખ ખાન બ્લેક ટી-શર્ટ અને મેચિંગ હૂડીમાં જોવા મળ્યો હતો, શાહરુખ ખાને મીડિયા થી બચવા માટે તેની હુડી થી તેના ચહેરા ને છુપાવતો જોવા મળ્યો હતો. શાહરુખ ની પત્ની ગૌરી ખાને સફેદ શર્ટ, પીળા બ્લેઝર સાથે સ્ટાઇલિશ જીન્સ અને કાળા ચશ્મા પહેરીને બોસ લેડી લુક અપનાવ્યો હતો. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


શાહરુખ ખાન તાજેતર માં જ તેના પરિવાર સાથે અલીબાગ માં વેકેશન માણીને પરત ફર્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
salman khan birthday celebration whole family came together in plane
મનોરંજન

Salman khan family: સલમાન ખાન ના આખા પરિવાર ને એકસાથે જોઈ લોકો ને આવી ફિલ્મ હમ સાથ સાથ હૈ ની યાદ,જુઓ વિડીયો

by Zalak Parikh December 28, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Salman khan family: સલમાન ખાને ગઈકાલે તેનો 59 મોં જન્મદિવસ ઉજવ્યો હતો.સલમાન ખાન તેના પરિવાર ને ખુબ પ્રેમ કરે છે. સલમાન દર વર્ષે તેનો જન્મદિવસ તેના પરિવાર ના સભ્યો અને ખાસ મિત્રો સાથે તેના પનવેલ વાળા ફાર્મ હાઉસ માં મનાવે છે પરંતુ આ વખતે સલમાન ખાને તેનો જન્મદિવસ બીજે જ ઉજવવામાં આવ્યો હતો. સલમાન ખાનના જન્મદિવસ પર તેનો આખો પરિવાર અને નજીકના મિત્રો પ્લેનમાં સાથે જોવા મળ્યા હતા. આ વીડિયો જોઈ લોકો ને ફિલ્મ હમ સાથ સાથ હૈ ની યાદ આવી ગઈ. 

આ સમાચાર પણ વાંચો: Salman khan birthday special: અધધ 2900 કરોડ નો માલિક હોવા છતાં મુંબઈ માં 1 BHK એપાર્ટમેન્ટ માં રહે છે સલમાન ખાન, જાણો તેની પાછળ નું કારણ

સોહેલ ખાને શેર કર્યો વિડીયો 

સલમાન ખાન ના ભાઈ સોહેલ ખાને તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં સૌથી પહેલા સલમાન ખાનની માતા સલમા ખાન જોવા મળી હતી.સાથે હેલન પણ પ્લેનમાં બેઠેલી જોવા મળી હતી.પ્લેન માં પરિવારના બાકીના સભ્યો ની સાથે કેટલાક નજીક ના મિત્રો પણ જોવા મળ્યા હતા.સલમાન ખાન ના પરિવાર ને આમ એકસાથે જોઈને લોકો ને હમ સાથ સાથ હૈ ની યાદ આવી ગઈ. 

 

View this post on Instagram

 

A post shared by Sohail Khan (@sohailkhanofficial)


જો કે સોહેલ ખાને શેર કરેલા આ વિડીયો માં સલમાન ખાન જોવા નહોતો મળ્યો. સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાને કારણે આ વખતે સલમાન ખાને તેનો જન્મદિવસ જામનગરમાં સેલિબ્રેટ કરવાનો નિર્ણય લીધો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
A conference on Annual Survey of Industries (ASI) was successfully held in Jamnagar
રાજ્ય

Annual Survey of Industries : જામનગરમાં એન્યુઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝ (ASI) પર પરિષદ સફળતાપૂર્વક યોજાઈ, આ મુદ્દાઓ પર મુકવામાં આવ્યો ભાર…

by Hiral Meria November 22, 2024
written by Hiral Meria

  News Continuous Bureau | Mumbai

Annual Survey of Industries :  ગુજરાતના જામનગરમાં નાયબ મહાનિદેશક ડૉ. નિયતિ જોશીની અધ્યક્ષતામાં એન્યુઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝ (ASI) પર એક પરિષદ સફળતાપૂર્વક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં જામનગર એસઆરઓ હેઠળ વિવિધ ઉદ્યોગ અધિકારીઓ, હિતધારકો અને મુખ્ય ઉદ્યોગોના પ્રતિનિધિઓની સહભાગિતા જોવા મળી હતી. તેમના ઉદઘાટન પ્રવચનમાં, ડૉ. નિયતિ જોશીએ ભારતના ઔદ્યોગિક આંકડાકીય માળખાના કરોડરજ્જુ તરીકે વર્ણવતા, વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણના નિર્ણાયક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સમજાવ્યું કે ASI દેશના ઔદ્યોગિક પ્રદર્શનમાં નિર્ણાયક આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે, નીતિ નિર્માતાઓ, સંશોધકો અને ઉદ્યોગના નેતાઓને જાણકાર નિર્ણયો લેવામાં મદદ કરે છે. 

A conference on Annual Survey of Industries (ASI) was successfully held in Jamnagar

A conference on Annual Survey of Industries (ASI) was successfully held in Jamnagar

ટેકનિકલ ટીમ અને અન્ય મહાનુભાવોએ પ્રકાશ પાડ્યો હતો કે સર્વેક્ષણની ( Annual Survey of Industries ) સફળતાની ખાતરી કરવા માટે ચોક્કસ અને સમયસર ડેટા સંગ્રહ જરૂરી છે અને તમામ હિતધારકોને આ પ્રયાસમાં તેમનો સહકાર આપવા વિનંતી કરી હતી. ASI ની કાર્યપદ્ધતિ અને કાર્યક્ષેત્રના વિસ્તાર પર ભાર મૂકવામાં આવ્યો હતો. એવું જણાવવામાં આવ્યું હતું કે સર્વેક્ષણ ફેક્ટરી એક્ટ, 1948 હેઠળ નોંધાયેલા ઔદ્યોગિક ( Industry Survey ) એકમોના ઉત્પાદન, રોજગાર, સ્થિર અસ્કયામતો અને નાણાકીય કામગીરી જેવા પાસાઓ પર વ્યાપક ડેટા મેળવે છે.

A conference on Annual Survey of Industries (ASI) was successfully held in Jamnagar

A conference on Annual Survey of Industries (ASI) was successfully held in Jamnagar

આ સમાચાર પણ વાંચો:   PM Modi Mohamed Irfaan Ali: PM મોદીની ગુયાનાના રાષ્ટ્રપતિ સાથે સત્તાવાર વાતચીત, આ મુદ્દાઓ પર કરી વિસ્તૃત ચર્ચા..

આ માહિતી ઔદ્યોગિક વિકાસનું મૂલ્યાંકન કરવામાં, આર્થિક નીતિઓનું આયોજન કરવામાં અને મુખ્ય ભૂમિકા ભજવે છે. ડૉ.નિયતિ જોષી, શ્રી લાખા ભાઈ કેસરવાણી પ્રમુખ ફેક્ટરી ઓનર્સ એસોસિએશન શંકર ટેકરી જામનગર, શ્રીમતી શોભના રાઠોડ, મેનેજર DIC જામનગર, સુશ્રી બિનલ સુથાર DSO જામનગર એ ASI પ્રક્રિયા દરમિયાન સચોટ અને સંપૂર્ણ ડેટા આપવા જામનગરના ઔદ્યોગિક હોદ્દેદારોને અપીલ કરી હતી. તમામ હિસ્સેદારોને ખાતરી આપવામાં આવી હતી કે તમામ એકત્રિત ડેટાને કડક ગુપ્તતા સાથે ગણવામાં આવશે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય હેતુઓ માટે કરવામાં આવશે. આ ઇવેન્ટ સમગ્ર જામનગર અને સમગ્ર ગુજરાતમાં સરકાર અને ઔદ્યોગિક ક્ષેત્ર ( Industrial sector ) વચ્ચેના સહયોગને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે ચિહ્નિત કરે છે. ઈન્ડસ્ટ્રીઝનો વાર્ષિક સર્વે ભારતના ઔદ્યોગિક વિકાસ અને વિકાસને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ સાધન તરીકે સેવા આપવાનું ચાલુ રાખે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.
રાજ્યTop Post

PM Modi Gujarat: PM મોદી લેશે ગુજરાતની મુલાકાત, અમરેલી સહીત આ જિલ્લાઓના ₹4800 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ.

by Hiral Meria October 25, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

PM Modi Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેમના આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમરેલી જિલ્લા ખાતે ₹4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) ₹705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેઓ અમરેલી જિલ્લાની ગાગડિયો નદી પર ₹35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ, જળસંચય વિભાગ હેઠળ ₹20 કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ, અને કૂવા રિચાર્જના 1000 કામોનું ખાતમુહુર્ત અને 590 કામોનું લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાનશ્રી ₹2800 કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા ( NHAI ) ના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વધુમાં, ₹1094 કરોડના ખર્ચે રેલવે વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. 

PM Modi Gujarat:  પાણી પુરવઠા વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરે અમરેલી ( Amreli ) જિલ્લા ખાતેથી ₹705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં ₹112 કરોડના કાર્યોનું ખાતમુહુર્ત અને ₹644 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ વિકાસકાર્યોમાં બોટાદ જિલ્લા માટે નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ-2ના કામોના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે. 

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટના પૂર્ણ થવાથી બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના 1298 ગામો અને 36 શહેરોના લગભગ 67 લાખ લાભાર્થીઓને વધારાનું 28 કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે, ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની સ્કીમો હેઠળ જિલ્લાના મહુવા, તળાજા અને પાલીતાણા તાલુકાના 95 ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેની વસ્તી લગભગ 2.75 લાખ લોકોની છે. 

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

આ સમાચાર પણ વાંચો :   Sports Awards 2024: સરકારે સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2024 માટે અરજીઓ કરી આમંત્રિત, હવે ધ્યાનચંદ લાઇફટાઇમ એવોર્ડની જગ્યાએ આપવામાં આવશે આ પુરસ્કાર

PM Modi Gujarat: ₹35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ અન્વયે ગુજરાત સરકાર ( Gujarat Government ) અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ₹35 કરોડના ખર્ચે લાઠીના દુધાળા ખાતે હેતની હવેલી પાસે ભારતમાતા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોટરશેડ ડિપાર્ટમેન્ટ હસ્તકના 4.50 કરોડ લીટર પાણીની સંગ્રહશક્તિ ધરાવતા ચેકડેમને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ઊંડો કરવામાં આવ્યો છે, તેની પહોળાઈ પણ વધારવામાં આવી છે, અને ચેકડેમની બંને બાજુએ માટી નાખીને તેની મજબૂતાઈમાં વધારો કરવામાં આવ્યો છે. તેના પરિણામે ચેકડેમની પાણીની સંગ્રહશક્તિમાં 20 કરોડ લીટરનો વધારો થયો છે. આ ચેકડેમને ભારતમાતા સરોવર નામ આપવામાં આવ્યું છે, અને હાલ ભારતમાતા સરોવરમાં અંદાજે 24.50 કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. તેના કારણે આજુબાજુના ખેતરમાં આવેલા બોર તેમજ કૂવાના પાણીના સ્તરમાં વધારો થયો છે, જેના લીધે આસપાસના ગામોમાં પાણીની સગવડ થઈ છે, અને ગામના ખેડૂતોને સિંચાઇ માટે પરોક્ષ રીતે લાભ મળ્યો છે. 

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi Gujarat:  ₹2800 કરોડથી વધુના NHAIના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ અમરેલી ખાતે ₹2811 કરોડના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં ₹2185 કરોડના 4 વિકાસકાર્યોનું લોકાર્પણ અને  ₹626 કરોડના એક વિકાસકાર્યનું ખાતમુહુર્ત કરવામાં આવશે. 

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

NHAIના લોકાર્પણના 4 વિકાસકાર્યોમાં ₹768 કરોડના ખર્ચે NH 151Aના ધ્રોળ-ભાદરા-પાટિયા સેક્શન અને ભાદરા પાટિયા – પિપળિયા સેક્શનનું ચારમાર્ગીયકરણ, ₹1025 કરોડના ખર્ચે NH 151Aના દ્વારકા-ખંભાળિયા-દેવરિયા સેક્શન- 203 કિમીથી 176 કિમી અને 171 કિમીથી 125 કિમી સેક્શનનું ચારમાર્ગીયકરણ, ₹136 કરોડના ખર્ચે NH 51ના માધવપુરથી પોરબંદર સેક્શન (338 કિમીથી 379 કિમી)નું ચારમાર્ગીયકરણ અને ₹256 કરોડના ખર્ચે NH 151 ના જેતપુર-સોમનાથ સેક્શનના ચારમાર્ગીયકરણ પર જૂનાગઢ બાયપાસ સહિતના બાકી કામોના બાંધકામનો સમાવેશ થાય છે. આ સાથે જ ₹626 કરોડના ખર્ચે જામનગર ( Jamnagar ) જિલ્લાના ધ્રોળ બાયપાસથી મોરબી જિલ્લાના આમરણ સુધીના ખૂટતા સેક્શનના ચારમાર્ગીયકરણના કામનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. 

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi Gujarat:  ₹1094 કરોડના ખર્ચે ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરે ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ ₹1094 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સેક્શનમાં 24 મેજર અને 254 માઇનર બ્રિજ સામેલ છે, તેમજ 3 રોડ ઓવરબ્રિજ અને 30 રોડ અંડરબ્રિજનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ખૂબ જ ફાયદાકારક છે, જે રાજ્યના કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપશે. 

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

આ સમાચાર પણ વાંચો :  PMMY Loan Limit: ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા મોદી સરકાર પ્રતિબદ્ધ, ‘આ’ યોજના હેઠળ લોન મર્યાદા વધારીને કરી રૂ.20 લાખ. 

આ સાથે જ વડાપ્રધાન પ્રવાસન સંબંધિત ₹200 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત પણ કરશે, જે હેઠળ ગુજરાતના પોરબંદર જિલ્લાના મોકરસગાર ખાતે કર્લી રિચાર્જ જળાશયનો વિશ્વસ્તરીય સસ્ટેનેબલ ઇકોટુરિઝમ તરીકે વિકાસ કરવામાં આવશે. આમ, વડાપ્રધાનશ્રી આગામી દિવાળી અને ગુજરાતી નવ વર્ષ પહેલા ગુજરાતના નાગરિકો માટે કરોડોના વિકાસકાર્યોની ભેટ લઇને આવશે.

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

PM Modi to visit Gujarat, will launch development works of more than ₹ 4800 crore in these districts including Amreli.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક