• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - javed akhtar
Tag:

javed akhtar

Javed Akhtar જાવેદ અખ્તરે ભારત સરકારને લીધી આડે હાથ! તાલિબાનના મંત્રીના સ્વાગત પર
દેશ

Javed Akhtar: જાવેદ અખ્તરે ભારત સરકારને લીધી આડે હાથ! તાલિબાનના મંત્રીના સ્વાગત પર વ્યક્ત કર્યો ઉગ્ર વિરોધ.

by aryan sawant October 14, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai
Javed Akhtar પ્રખ્યાત લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે અફઘાનિસ્તાનના તાલિબાન વિદેશ મંત્રી આમીર ખાન મુત્તાકીને તેમની તાજેતરની ભારત યાત્રા દરમિયાન જે સન્માન અને ભવ્ય સ્વાગત આપવામાં આવ્યું તેની સખત નિંદા કરી છે. તાલિબાન નેતા મુત્તાકી શનિવારે ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં સ્થિત ઇસ્લામિક મદરેસા દારુલ ઉલૂમ, દેવબંદ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઘટનાથી જાવેદ અખ્તર ખૂબ નિરાશ થયા અને તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (અગાઉ ટ્વિટર) પર ટ્વીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

દુનિયાના સૌથી ખુંખાર આતંકવાદી સમૂહ’ ના સ્વાગત પર નારાજગી

જાવેદ અખ્તરે પોતાના ટ્વીટમાં કહ્યું કે જ્યારે તે “દુનિયાના સૌથી ખુંખાર આતંકવાદી સમૂહ તાલિબાનના પ્રતિનિધિનું સન્માન અને સ્વાગત” એવા લોકો દ્વારા થતું જુએ છે, “જેઓ દરેક પ્રકારના આતંકવાદીઓ વિરુદ્ધ બોલે છે, ત્યારે મારું માથું શરમથી ઝૂકી જાય છે.” તેમણે સીધી રીતે દારુલ ઉલૂમ દેવબંદની આલોચના કરતા કહ્યું, “દેવબંદને પણ શરમ આવવી જોઈએ કે તેણે પોતાના ઇસ્લામી નાયકનું આટલું સન્માનપૂર્વક સ્વાગત કર્યું, જે એવા લોકોમાંથી એક છે જેમણે છોકરીઓના શિક્ષણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે.”

I hang my head in shame when I see the kind of respect and reception has been given to the representative of the world’s worst terrorists group Taliban by those who beat the pulpit against all kind of terrorists . Shame on Deoband too for giving such a reverent welcome to their “…

— Javed Akhtar (@Javedakhtarjadu) October 13, 2025

શિક્ષણ અને મહિલા અધિકારો પર તાલિબાનનો કટ્ટરપંથી વલણ

જાવેદ અખ્તરની નારાજગીનું મુખ્ય કારણ તાલિબાનનું આતંકવાદને પ્રોત્સાહન આપવું અને ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓના શિક્ષણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો છે. તાલિબાન સરકાર પોતાની કટ્ટરપંથી નીતિઓ માટે જાણીતી છે, જેણે અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારોને ગંભીર રીતે મર્યાદિત કર્યા છે. છોકરીઓની ઉચ્ચ શિક્ષણ પર પ્રતિબંધ મૂકવો એ આ જ નીતિઓમાંથી એક છે, જે સમગ્ર વિશ્વમાં માનવાધિકાર કાર્યકરો અને બુદ્ધિજીવીઓ માટે ચિંતાનો વિષય રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Afghanistan-Pakistan: પાક.ના દિગ્ગજ નેતાઓને કાબુલનો કડક જવાબ: સંરક્ષણ મંત્રી અને ISI ચીફને વિઝા નહીં! અફઘાનિસ્તાન-પાક. સંબંધોમાં તિરાડ

જાવેદ અખ્તરનો સમાજને સવાલ

પોતાના આક્રોશપૂર્ણ ટ્વીટના અંતે, જાવેદ અખ્તરે એક માર્મિક પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે લખ્યું, “મારા ભારતીય ભાઈઓ અને બહેનો, આપણી સાથે શું થઈ રહ્યું છે.” દારુલ ઉલૂમ દેવબંદ જેવી જ્ઞાન અને વિદ્વાનતાનું કેન્દ્ર ગણાતી પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા આવા કટ્ટરવાદી સમૂહના પ્રતિનિધિનું સ્વાગત કરવામાં આવતા, જાવેદ અખ્તરનો આ સવાલ દેશના નાગરિકો અને સમાજની ચેતનાને જગાડે છે કે લોકતાંત્રિક મૂલ્યો અને માનવાધિકારોની વિરુદ્ધ ઊભેલા જૂથને આટલું સન્માન આપવું કેટલું યોગ્ય છે.

October 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
KBC 17 Promo Javed Akhtar Stops Big B from Revealing a Secret, Farhan Asks the Fun Question
મનોરંજન

KBC 17 Promo: કેબીસી 17 ના મંચ પર જાવેદ અખ્તર અને અમિતાભ બચ્ચને ખોલી એકબીજા ની પોલ, ફરહાન અખ્તર સાથે પણ વિતાવી મજેદાર પળ

by Zalak Parikh October 7, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

KBC 17 Promo: ટેલિવિઝન શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ના તાજેતરના પ્રોમોમાં બોલીવૂડના દિગ્ગજ લેખક જાવેદ અખ્તર અને તેમના પુત્ર અને અભિનેતા-દિગ્દર્શક ફરહાન અખ્તર ખાસ મહેમાન તરીકે જોવા મળ્યા. આ એપિસોડ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે મજેદાર વાતચીત અને જૂના કિસ્સાઓની યાદગાર પળો જોવા મળી.

આ સમાચાર પણ વાંચો :  Bobby Deol: શાહરુખના પુત્ર આર્યનના ડિરેક્ટોરિયલ ડેબ્યુ માટે બોબી દેઓલ બન્યો સપોર્ટ સિસ્ટમ, જાણો કેમ સ્ક્રિપ્ટ વાંચ્યા વિના સાઈન કરી ધ બેડસ ઓફ બોલિવૂડ

ફરહાન સાથે ‘લક્ષ્ય’ ફિલ્મનો કિસ્સો

પ્રોમોમાં અમિતાભ બચ્ચન જણાવી રહ્યા છે કે ફિલ્મ ‘લક્ષ્ય’  દરમિયાન ફરહાન તેમના રૂમમાં આવ્યા અને પુછ્યું, “અંકલ, કોઈ તકલીફ તો નથી ને?” અમિતાભે મજાકમાં કહ્યું કે, “એ વખતે લાગ્યું કે હું નવો છું અને એ ઉસ્તાદ છે, જે મને શીખવે છે કે એક્ટિંગ કેવી રીતે કરવી.” આ વાત પર સ્ટુડિયોમાં હાસ્યનો માહોલ સર્જાયો.જ્યારે ફરહાને પુછ્યું કે બંનેમાં મહિલાઓમાં કોણ વધુ લોકપ્રિય હતું, ત્યારે અમિતાભે જાવેદ તરફ ઈશારો કર્યો અને કહ્યું, “હું કહું કે નહિ?” તો જાવેદ તરત જ બોલી પડ્યા, “બસ, બધું ન કહો.” આ પળે દર્શકો અને મહેમાનો હસી પડ્યા.

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)


‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 17નું પ્રીમિયર 11 ઓગસ્ટથી શરૂ થયું છે. શો દર સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગે Sony TV પર અને SonyLIV પર સ્ટ્રીમ થાય છે. આ સીઝનમાં પણ અમિતાભ બચ્ચનના હોસ્ટિંગને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
KBC 17 Amitabh Bachchan Recreates Iconic 'Zanjeer' Scene with Javed Akhtar
મનોરંજન

KBC 17: કેબીસી 17 ના મંચ પર એન્ગ્રી યંગમેન બન્યા અમિતાભ બચ્ચન, બિગ બી અને જાવેદ અખ્તર વચ્ચે જોવા મળ્યો 70’s નો જાદૂ

by Zalak Parikh October 6, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

KBC 17: કૌન બનેગા કરોડપતિ 17 ના તાજેતરના એપિસોડમાં બોલિવૂડ ના મહાનાયક અમિતાભ બચ્ચન  સાથે  જાવેદ અખ્તર અને ફરહાન અખ્તર ખાસ મહેમાન તરીકે આવ્યા હતા. આ એપિસોડમાં અમિતાભે પોતાની આઇકોનિક ફિલ્મ ઝંઝીર નો ડાયલોગ રિક્રિએટ કર્યો અને દર્શકોને 70’s ના એંગ્રી યંગ મેનની યાદ અપાવી.

આ સમાચાર પણ વાંચો : Karan Johar New Show: શાર્ક ટેન્ક ને ટક્કર આપવા આવી રહ્યો છે કરણ જોહર! ઇન્ડસ્ટ્રી ના આ દિગ્ગ્જ્જો સાથે શરૂ કરી રહ્યો છે પીચ ટૂ ગેટ રિચ શો

અમિતાભ બચ્ચન ના ડાયલોગ એ જીત્યા દર્શકો ના દિલ 

સોશિયલ મીડિયા પર કેબીસી 17 નો પ્રોમો વાયરલ થઇ રહ્યો છે. પ્રોમોમાં અમિતાભ બચ્ચન જાવેદ અખ્તર સામે ‘ઝંઝીર’નો પ્રસિદ્ધ ડાયલોગ બોલે છે – “જ્યાં સુધી બેસવા માટે ના કહેવામાં આવે, ત્યાં સુધી શરાફતથી ઊભા રહો. આ પોલીસ સ્ટેશન છે, તમારા બાપનું ઘર નથી.” આ ડાયલોગ સાંભળીને સ્ટુડિયો અને સોશિયલ મીડિયા પર દર્શકોમાં ઉત્સાહ છવાઈ ગયો.સોશિયલ મીડિયા પર પ્રોમો વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ લખી રહ્યા છે – “આ છે અમિતાભ બચ્ચનનો અસલી અંદાજ.” “એંગ્રી યંગ મેન ફરીથી જીવંત થયો.” KBC 17ના આ એપિસોડે દર્શકોને નોસ્ટેલ્જિક બનાવી દીધા છે.’’

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)


 

11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચન 82 વર્ષના થશે. એ પહેલા જાવેદ અખ્તરે KBCના સ્ટેજ પર કેક કટિંગ કરીને અમિતાભનો જન્મદિવસ ઉજવ્યો. ફરહાન અખ્તર પણ સાથે હતા અને બંનેએ અમિતાભ સાથે મજાક અને યાદગાર પળો શેર કરી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
kangana ranaut apologized to javed akhtar in front of the court
મનોરંજન

Kangana ranaut: કંગના રનૌત અને જાવેદ અખ્તર ના વિવાદ નો આવ્યો અંત, આ શરતોને કારણે કોર્ટમાં થયું સમાધાન

by Zalak Parikh March 1, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kangana ranaut: કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે નો વિવાદ છેલ્લા પાંચ વર્ષ થી ચાલ્યો આવે છે. બંને નો કેસ કોર્ટ માં ચાલી રહ્યો હતો હવે આ કેસ નો અંત આવ્યો છે. કંગનાએ જાવેદ અખ્તરને થયેલી અસુવિધા બદલ માફી માંગી છે. અભિનેત્રીએ માફી માંગ્યા બાદ જાવેદ અખ્તર અને કંગના રનૌતે સમાધાન કરી લીધું છે.કંગના એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પણ આ માહિતી શેર કરી છે.

આ સમાચાર પણ વાંચો: Sonakshi sinha: સોનાક્ષી સિંહા એ લગ્નના 9 મહિના પછી તેના ખાનગી અને નાના લગ્ન કરવાનું જણાવ્યું કારણ, એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યા ઘણા ખુલાસા

કંગના એ માંગી જાવેદ અખ્તર ની માફી 

જાવેદ અખ્તરે કંગના રનૌત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.આ કેસમાં સુનાવણી છેલ્લા 5 વર્ષથી ચાલી રહી હતી.ગઈકાલ ની સુનવણી માં કંગના કોર્ટ માં હાજર રહી હતી આ દરમિયાન જાવેદ અખ્તર પણ કોર્ટમાં હાજર હતા. કંગનાએ સમાધાનની બધી શરતો સ્વીકારી, ત્યારબાદ બંને પક્ષોની સંમતિથી કેસનું સમાધાન થયું. કંગના ના કુલ ચાર મુદ્દાઓના આધારે મામલો ઉકેલાયો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


કંગના ના પ્રથમ મુદ્દા મુજબ, ‘તે નિવેદન ગેરસમજને કારણે આપવામાં આવ્યું હતું.’બીજું – ‘હું મારા બધા નિવેદનો પાછા લઉં છું.’ત્રીજું – ‘હું ભવિષ્યમાં ક્યારેય આવા નિવેદનો નહીં આપું’ ચોથા મુદ્દા માં કંગના એ જાવેદ અખ્તર ની માફી માંગતા કહ્યું, – ‘મારા નિવેદનોને કારણે જાવેદ સાહેબને થયેલી અસુવિધા બદલ હું માફી માંગુ છું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
javed akhtar says salman khan was shy kid
મનોરંજન

Javed akhtar: એન્ગ્રી યંગ મેન ના ટ્રેલર લોન્ચ પર જાવેદ અખ્તરે ખોલી સલમાન ખાન ની પોલ, સલીમ ખાન ના બીજા બાળકો વિશે કહી આવી વાત

by Zalak Parikh August 14, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Javed akhtar: જાવેદ અખ્તર અને સલીમ ખાન જુના મિત્રો છે વર્ષો પછી બંને એન્ગ્રી યંગ મેન ના ટ્રેલર લોન્ચ પર જોવા મળ્યા હતા.એન્ગ્રી યંગ મેન સલીમ અને જાવેદ ના  જીવન પર આધારિત ડોક્યુમેન્ટરી છે. સલીમ ખાન અને જાવેદ અખ્તર પોતાના પરિવાર સાથે આ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન જાવેદ અખ્તરે સલીમ ખાન ના દીકરાઓ વિશે વાત કરી હતી. 

આ સમાચાર પણ વાંચો: Ananya Pandey: 50 કિલો ની અનન્યા એ જિમ માં અધધ આટલું વજન ઉપાડી કરી કમાલ, અભિનેત્રી નો વિડીયો થયો વાયરલ

જાવેદ અખ્તરે ખોલી સલમાન ખાન ની પોલ 

જાવેદ અખ્તર સલમાન ખાન ને વર્ષ 1965 માં મળ્યા હતા તે સમયે સલમાન ખાન એક વર્ષ નો પણ નહોતો. તે સમય ને  યાદ કરતા સલીમ ખાને સલમાન ખાન વિશે કહ્યું,  ‘તે એટલો સુંદર વ્યક્તિ છે તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે તે બાળપણથી જ સુંદર છે. તે અપવાદરૂપે દેખાવડો બાળક હતો સલમાન વધારે વાત નહોતો કરતો તે ખુબ શરમાળ હતો.’

Latest : Javed Akhtar Sahab on #SalmanKhan

” Ye jo Handsome lag Rahe hai wo abhi ki baat nahi , Ye toh Bachpan se he bahut Handsome hai ”

Undoubtedly @BeingSalmanKhan the most handsome star of bollywood💥💥 pic.twitter.com/GanNOl88JP

— Its Raj..! (@LoyalSalmanFan1) August 13, 2024


જાવેદ અખ્તરે સલીમ ખાન ના બીજા બાળક અરબાઝ ખાન તરફ ઈશારો કરતા કહ્યું, ‘’જે સૌથી વધુ તોફાની હતો તે આ હતો.આ ઉપરાંત જાવેદ અખ્તરે અરબાઝ ખાન ને નિયમિત રૂપે બહેલાવવા વાળો પણ કહ્યો જેને લઈને ત્યાં ઉપસ્થિત લોકો હસવા લાગ્યા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
shabana azmi crying after watching kartik aryan film chandu champion
મનોરંજન

Chandu champion: ચંદુ ચેમ્પિયન જોઈ શબાના આઝમી ની થઇ આવી હાલત, કાર્તિક આર્યન વિશે કહી આ વાત

by Zalak Parikh June 17, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Chandu champion: કાર્તિક આર્યનની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ થોડા દિવસ પહેલા જ સિનેમાઘરોમાં આવી છે. આ ફિલ્મ ને દર્શકો અને વિવેચકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.આ ફિલ્મ ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકરના જીવન સંઘર્ષ પર આધારિત છે.તાજેતરમાં જ ફરહાન અખ્તરે એક થિયેટર માં ચંદુ ચેમ્પિયન ની સ્પેશિયલ સ્ક્રીનિંગ નું આયોજન કર્યું હતું જેમાં શબાના આઝમી અને જાવેદ અખ્તર પહોંચ્યા હતા. ફિલ્મ જોયા બાદ શબાના આઝમી એ ફિલ્મ અને કાર્તિક આર્યન વિશે વાત કરી છે. 

આ સમાચાર પણ વાંચો: Anant ambani and Radhika merchant: રાધિકા મર્ચન્ટે તોડી અંબાણી પરિવાર ની આ પરંપરા, બોડીકૉન ડ્રેસ માં થવા વાળી દુલ્હન ને જોતો જ રહી ગયો અનંત અંબાણી

ચંદુ ચેમ્પિયન પર શબાના આઝમી ની પ્રતિક્રિયા 

ચંદુ ચેમ્પિયન જોઈ ને બહાર આવેલા શબાના આઝમી અને જાવેદ અખ્તર ને પૂછવામાં આવ્યું કે તેમને ફિલ્મ કેવી લાગી જેના જવાબ માં શબાના આઝમી એ કહ્યું,  હું રડી રડી ને પાગલ થઇ ગઈ હતી અને કાર્તિકનું કામ ઘણું સારું હતું. કબીર (નિર્દેશક) એ ખૂબ સારું કામ કર્યું છે. મેં ઘણા સમય પછી કબીરની ફિલ્મ જોઈ અને સેકન્ડ હાફમાં પણ તેણે પકડી ને રાખ્યા.મેકર્સે ‘ચંદુ ચેમ્પિયન’ બનાવીને ઈન્ડસ્ટ્રી પર ઉપકાર કર્યો છે. તેણે એક અદ્ભુત વાર્તા કહી જે ઘણા વર્ષોથી કાગળોના ઢગલામાં દટાયેલી હતી. મુરલીકાંત પેટકર પણ ફિલ્મ જોઈને ભાવુક થઈ ગયા હતા’

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)


તમને જણાવી દઈએ કે સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત ફિલ્મ ચંદુ ચેમ્પિયન માં કાર્તિક આર્યન ઉપરાંત વિજય રાજ, ભુવન અરોરા, યશપાલ શર્મા, રાજપાલ યાદવ, અનિરુદ્ધ દવે, શ્રેયસ તલપડે, સોનાલી કુલકર્ણી અને અન્ય ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

June 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
animal fame sandeep reddy vanga react on javed akhtar comment on his film
મનોરંજન

Animal: એનિમલ ની ટીકા કરવી જાવેદ અખ્તર ને પડી ભારે, સંદીપ રેડ્ડી વાંગા એ આપ્યો તેનો જડબાતોડ જવાબ

by Zalak Parikh February 6, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Animal: સંદીપ રેડ્ડી વાંગા ના નિર્દેશન માં બનેલી ફિલ્મ એનિમલ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મ દર્શકો ને ઘણી પસંદ આવી હતી. આમછતાં એનિમલ ફિલ્મ ને ઘણી ટીકા નો સામનો કરવો પડ્યો હતો. હવે આ ટીકા કરવામાં જાવેદ અખ્તર નું પણ નામ સામેલ છે. સંદીપ રેડ્ડી વાંગા ને જાવેદ અખ્તર નું ટીકા કરવું પસંદ આવ્યું નહોતું હવે એનિમલ ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ જાવેદ અખ્તરની ટીકાનો જડબાતોડ જવાબ આપ્યો છે.

 

સંદીપ રેડ્ડી વાંગા એ જાવેદ અખ્તર પર સાધ્યું નિશાન 

સંદીપ રેડ્ડી વાંગાએ મીડિયા ને આપેલા એક ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તર પર નિશાન સાધતા કહ્યું,“જ્યારે તેનો પુત્ર ફરહાન અખ્તર ‘મિર્ઝાપુર’ બનાવી રહ્યો હતો ત્યારે તેણે ફરહાનને આ જ વાત કેમ ન કહી. દુનિયાભરની ગાળો મિર્ઝાપુરમાં છે. મેં આખો શો જોયો નથી. જ્યારે આ શો તેલુગુમાં ડબ કરવામાં આવ્યો હતો, જો તમે તેને જોશો તો તમને ઉલટી થશે. શા માટે તે તેના પુત્રના કામ પર નજર નથી રાખતા?”

આ સમાચાર પણ વાંચો : Poonam pandey: અરે બાપ રે ! મહિનાઓથી ચાલી રહી હતી પૂનમ ના નકલી નિધન ની યોજના! જાણો કેવી રીતે થયો આ વાતનો ખુલાસો


તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જાવેદ અખ્તરે ‘એનિમલ’ની સફળતાને ખતરનાક ગણાવી હતી. જાવેદ અખ્તરે કહ્યું હતું કે, ‘જો કોઈ ફિલ્મમાં કોઈ પુરુષ કોઈ સ્ત્રીને તેના જૂતા ચાટવાનું કહે અથવા કોઈ પુરુષ કહે કે સ્ત્રીને થપ્પડ મારવી ઠીક છે… અને તે ફિલ્મ સુપરહિટ સાબિત થાય તો તે ખૂબ જ ખતરનાક છે.’ જાવેદ અખ્તર ની ફિલ્મ એનિમલ પર કરેલી આ ટિપ્પણી ખુબ વાયરલ થઇ હતી.

February 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Javed Akhtar attacks Pakistan in Pakistan: Saw how Mumbai was attacked, 26/11 terrorists still roaming freely
મનોરંજન

Javed Akhtar: દેશમાં હિન્દુઓને લીધે લોકતંત્ર જીવિત, હવે વધી રહી છે અસહિષ્ણુતા : જાવેદ અખ્તરનુ મોટુ નિવેદન… જુઓ વિડીયો.. વાંચો વિગતે..

by NewsContinuous Bureau November 11, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

Javed Akhtar: ગીતકાર જાવેદ અખ્તરે દિવાળી પર આયોજિત કાર્યક્રમને સંબોધતાં હિન્દુ સંસ્કૃતિમાં સહિષ્ણુતની પ્રશંસા કરતાં કહ્યું કે જો ભારતમાં લોકતંત્ર કાયમ છે તો તેનું કારણ હિન્દુ સંસ્કૃતિ જ છે. એ વિચારવું કે આપણે સાચા છીએ અને બીજા લોકો ખોટા છે તે હિન્દુ સંસ્કૃતિનો ભાગ નથી.

હિન્દી સિનેમાના પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર (Javed Akhtar) દેશના દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. ફરી એકવાર તે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. પોતાને નાસ્તિક ગણાવતા જાવેદ અખ્તર જય શ્રી રામ (Jai Shri Ram) ના નારા લગાવતા જોવા મળ્યા છે. હાલમાં જ જાવેદ અખ્તર રાજ ઠાકરેના દીપોત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે હિંદુ (Hindu) ઓ વિશે ઘણી વાતો કહી હતી.

ગીતકારે કહ્યું, ‘જો કે હું નાસ્તિક છું, પરંતુ હું મર્યાદા પુરુષોત્તમ રામનું ખૂબ સન્માન કરું છું. મને એ વાતનો ગર્વ છે કે મારો જન્મ માતા સીતાની ભૂમિ પર થયો છે. ભગવાન શ્રી રામ આપણી સંસ્કૃતિ અને સભ્યતાનો એક ભાગ છે. આ જ કારણ છે કે મેં આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. જ્યારે પણ આપણે મર્યાદા પુરુષોત્તમનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે આપણા મગજમાં ભગવાન શ્રી રામ અને માતા સીતાના નામ જ આવે છે.

 સવારે લખનૌમાં વોક કરવા જતા ત્યારે અમે એકબીજાને જય સિયા રામ કહેતા: જાવેદ અખ્તર..

જાવેદ અખ્તરે આગળ જણાવતા કહ્યું ‘સીતા અને રામ પ્રેમના પ્રતિક છે, તેમના નામ અલગ લેવા એ પાપ છે. અમે તેમના નામ અલગથી લઈ શકતા નથી. જે આ કરવા માંગતો હતો તે માત્ર રાવણ હતો. જો તમે પણ અલગ અલગ બન્ને ના નામ લો છો તો તમારા મનમાં પણ ક્યાંક રાવણ છુપાયેલો છે.

તેમણે એમ પણ કહ્યું કે ‘મને તે સમય હજુ પણ સારી રીતે યાદ છે જ્યારે અમે સવારે લખનૌમાં વોક કરવા જતા ત્યારે અમે એકબીજાને જય સિયા રામ કહેતા હતા. જાવેદ અખ્તરે કહ્યું કે આજના સમયમાં અસહિષ્ણુતા વધી છે. જો કે, અગાઉ પણ કેટલાક લોકો એવા હતા જેમની પાસે સહનશીલતા ન હતી. પણ આ હિંદુઓમાંથી કોઈ એવું નહોતું. હિંદુઓનું હૃદય હંમેશા મોટું રહ્યું છે. હું હજી પણ ઇચ્છું છું કે તેઓ આ વસ્તુને તેમની અંદરથી મરવા ન દે.

November 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
kangana ranaut seeks bailable warrant against javed akhtar
મનોરંજન

Kangana Ranaut : કંગના રનૌતે વધારી જાવેદ અખ્તર ની મુશ્કેલી, અભિનેત્રી એ ગીતકાર વિરુદ્ધ કોર્ટમાં કરી આ કાર્યવાહી કરવાની માંગણી

by Akash Rajbhar August 8, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Kangana Ranaut : બોલિવૂડ ક્વીન કંગના રનૌત અને જાવેદ અખ્તર(javed akhtar) વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. બંને એકબીજા પર અલગ-અલગ આરોપ લગાવી રહ્યા છે અને સીધા કોર્ટમાં જઈ રહ્યા છે. હવે ફરી એકવાર કંગના રનૌત જાવેદ અખ્તર વિરુદ્ધ અપીલ લઈને કોર્ટમાં પહોંચી છે. વાસ્તવમાં, અભિનેત્રીએ દાવો કર્યો છે કે જાવેદ અખ્તર જાણીજોઈને કોર્ટમાં હાજર થયા નથી. આવી સ્થિતિમાં અભિનેત્રીએ તેની સામે જામીનપાત્ર વોરંટની(bailable warrant) માંગણી કરી છે.

કંગના રનૌતે કરી જાવેદ અખ્તર વિરુદ્ધ વોરંટ જારી કરવાની વિનંતી

બોલિવૂડ(bollywood) અભિનેત્રી કંગના રનૌતે મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ(magistrate) કોર્ટમાં ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્ધ અપરાધિક ધમકીના કેસમાં જામીનપાત્ર વોરંટ મેળવવાની અરજી કરી છે. અહેવાલો અનુસાર, અભિનેત્રી કથિત રીતે ‘ઇરાદાપૂર્વક’ કોર્ટમાં હાજર થવામાં નિષ્ફળ રહેવા અને સુનાવણીની અવગણના કરવા બદલ વોરંટની માંગ કરી રહી છે. જાવેદ અખ્તરને 5 ઓગસ્ટે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જો કે, તેમના વકીલે તેમના પરિવારના એક સભ્યની તાત્કાલિક તબીબી સ્થિતિને ટાંકીને કોર્ટમાં હાજર ન થવા વિનંતી(request) કરી હતી.કંગના રનૌતના વકીલે આનો વિરોધ કર્યો હતો અને અભિનેત્રી સામે જાવેદના ટ્રાયલ દરમિયાન આવો જ એક દાખલો ઉઠાવ્યો હતો. આમ ગીતકાર સામે જામીનપાત્ર વોરંટની વિનંતી કરી. અહેવાલો મુજબ, કંગના ના વકીલે દાવો કર્યો છે કે જાવેદ અખ્તર જાણી જોઈને કોર્ટમાં હાજર થયા નથી, તેથી ન્યાયના હિતમાં વોરંટ જારી કરવામાં આવે.

આ સમાચાર પણ વાંચો : Monsoon Session 2023: આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં ચર્ચા… રાહુલ ગાંધી શબ્દયુદ્ધમાં સરકારને ઘેરશે… જાણો સંપુર્ણ વિગતો અહીં..

કોર્ટ ની આગામી સુનાવણી 8 ઓગસ્ટ ના રોજ થશે

જોકે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અરજી પર સ્ટે આપવાનો નિર્ણય કર્યો હતો. તેના બદલામાં, જાવેદ અખ્તરને તેની આગામી સુનાવણી માટે જામીન પ્રક્રિયાને અનુસરવાની તક મળે છે. તમને જણાવી દઈએ કે, જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના રનૌત દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં મેજિસ્ટ્રેટ દ્વારા તેમના વિરુદ્ધ જારી કરાયેલા સમન્સ વિરુદ્ધ શુક્રવારે મુંબઈની સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આદેશ ઉતાવળમાં અને અયોગ્ય રીતે પસાર કરવામાં આવ્યો હતો જેના પરિણામે ન્યાયનું અપમાન થયું હતું. આ મામલે સુનાવણી 8 ઓગસ્ટે થવાની છે.

 

August 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
 summoned by court in kangana ranaut case
મનોરંજન

 Javed akhtar : કંગના રનૌત દ્વારા દાખલ કરાયેલા કેસમાં જાવેદ અખ્તર સામે સમન્સ જારી, આ તારીખે હાજર થવાનો આપ્યો આદેશ

by Dr. Mayur Parikh July 27, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

 Javed akhtar  : બોલિવૂડની જાણીતી અભિનેત્રી કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ એટલો વધી ગયો કે વચ્ચે કોર્ટે આવવું પડ્યું. બંને સ્ટાર્સ પોતપોતાના મુદ્દાઓ માટે કોર્ટમાં હાજર રહે છે. તાજેતરમાં જ, કોર્ટે જાવેદ અખ્તર સામે ખંડણીનો કેસ ફગાવી દીધો હતો. જે બાદ માનવામાં આવી રહ્યું હતું કે હવે આ મામલો શાંત થશે. પરંતુ આ દરમિયાન એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. જે બાદ જાવેદ અખ્તર ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે.

કોર્ટે આપ્યું જાવેદ અખ્તર ને સમન

કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ કંગના રનૌતે આરોપ લગાવ્યો હતો કે જાવેદ અખ્તરે તેને પોતાના ઘરે બોલાવી હતી અને તેના પર આ મુદ્દે સમાધાન કરવા દબાણ કર્યું હતું. આ નિવેદન સામે આવ્યા બાદ જાવેદ અખ્તરે અભિનેત્રી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારથી બંને વચ્ચેનો વિવાદ ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં જ આ બંને વચ્ચેના વિવાદ અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંગના રનૌત દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં કોર્ટે જાવેદ અખ્તર વિરુદ્ધ સમન્સ જારી કર્યું છે. કોર્ટે કહ્યું કે ‘અપરાધિક ડરાવવાના ગુના માટે તેની સામે કાર્યવાહી કરવા માટે પૂરતું આધાર છે’. પરંતુ કોર્ટે વસૂલી નો કેસ ફગાવી દીધો છે.

આ સમાચાર પણ વાંચો : King Cobra : ખેતરમાં આરામ કરી રહ્યો હતો યુવક, ત્યારે તેના શર્ટમાં ઘૂસ્યો કિંગ કોબ્રા, પછી શું થયું, જુઓ આ વિડીયો…

 

5 ઓગસ્ટે જાવેદ અખ્તર ને કોર્ટ માં હાજર રહેવું પડશે

કંગના રનૌતે જાવેદ અખ્તર સામેની તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના એક સહ-અભિનેતા (રિતિક રોશન) સાથે જાહેર ઝઘડા પછી, ગીતકારે તેને અને તેની બહેન રંગોલી ચંદેલને ખરાબ ઈરાદા સાથે પોતાના ઘરે બોલાવ્યા અને પછી તેમને ગુનાહિત ધમકી આપી. હતી. નોંધપાત્ર રીતે, આ વિવાદ નવો નથી, પરંતુ લાંબા સમયથી ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં આ કેસમાં આગળ શું થશે તે તો 5મી ઓગસ્ટે ખબર પડશે.કોર્ટ ના આ સમન્સ આવ્યા બાદ તેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ સમન્સ જારી કરીને કોર્ટે જાવેદ અખ્તરને 5 ઓગસ્ટે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ સમન મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરવામાં આવ્યું છે.

July 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક