• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - jawan
Tag:

jawan

Shah Rukh Khan Wins First National Award for ‘Jawan’; Gauri Khan Says “It’s the Result of Years of Hard Work”
મનોરંજન

Gauri Khan On Shah Rukh Khan National Award: શાહરુખ ખાનને ‘જવાન’ માટે પ્રથમ નેશનલ એવોર્ડ મળતા ખુશ થઇ પત્ની, ગૌરી ખાને કિંગ ખાન માટે લખી આવી નોટ

by Zalak Parikh September 23, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Gauri Khan On Shah Rukh Khan National Award: બોલીવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાન ને તેના 33 વર્ષના ફિલ્મી કરિયરમાં પ્રથમવાર નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. 2023માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જવાન’  માટે તેને શ્રેષ્ઠ અભિનેતા તરીકે આ એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ એ તેને આ સન્માન આપ્યું. આ પ્રસંગે તેની પત્ની ગૌરી ખાન પણ ખૂબ જ ભાવુક અને ખુશ દેખાઈ.

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: ‘જલસા’ બહાર ફેન્સને મળ્યા અમિતાભ બચ્ચન, ફેન્સ ને ભેટ માં આપી દાંડિયા ની સાથે આ વસ્તુ

ગૌરી ખાને શાહરુખ માટે બનાવ્યો ખાસ મેન્ટલ

ગૌરી ખાને ઇન્સ્ટાગ્રામ પર શાહરુખ ખાનનો નેશનલ એવોર્ડ સેરેમની લુક શેર કર્યો છે. બ્લેક કલરના સુટમાં શાહરુખ ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો છે. ફોટો સાથે ગૌરીએ લખ્યું: “વાહ શાહરુખ, શું શાનદાર સફર રહી છે. નેશનલ એવોર્ડ જીતવા બદલ અભિનંદન! આ વર્ષોની મહેનત અને લગનની કમાણી છે. હવે હું આ એવોર્ડ માટે ખાસ મેન્ટલ ડિઝાઇન કરી રહી છું.” 2023માં રિલીઝ થયેલી ‘જવાન’ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો હતો. ફિલ્મે વર્લ્ડવાઈડ રૂ. 1160 કરોડનો બિઝનેસ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan)


1992માં ‘દિવાના’ ફિલ્મથી કરિયર શરૂ કરનાર શાહરુખે અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. છતાં, તેને અત્યાર સુધી ક્યારેય નેશનલ એવોર્ડ મળ્યો નહોતો. ‘જવાન’ માટે મળેલો આ એવોર્ડ તેના માટે ખાસ છે. શાહરુખે પણ આ અવોર્ડને લઈને સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rajasthan Border Force Jawan In Rajasthan Roasts Papad In Hot Sand Amid Soaring Temperatures
દેશરાજ્ય

Rajasthan: ઉફ્ફ યે ગરમી.. BSF જવાને આકરા તાપથી ઘગઘગી ઉઠેલી રેતી પર શેક્યો પાપડ; જુઓ વીડિયો

by kalpana Verat May 22, 2024
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai 

Rajasthan: આ દિવસોમાં દેશમાં ભારે ગરમી પડી રહી છે. ઘણી જગ્યાએ તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. કાળઝાળ ગરમી અને હીટવેવના કારણે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જોધપુર, બિકાનેર, જયપુર, ભરતપુર અને કોટા વિભાગમાં ઘણી જગ્યાએ ગરમીનું મોજું નોંધાયું છે. આવી સ્થિતિમાં રાજસ્થાનમાંથી એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને તમે ચોંકી જશો.

 Rajasthan: BSF જવાને રેતી માં પાપડ શેકયા પાપડ

બીકાનેરમાં BSF જવાનનો રેતી માં પાપડ શેકતા હોવાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે બિકાનેરમાં કેવી ગરમી પડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પ્રતિકૂળ સંજોગોમાં આપણા સૈનિકો આપણા દેશની સરહદોની સુરક્ષામાં લાગેલા છે. એક તરફ લોકો ગરમીથી રાહત મેળવવા એસી અને કુલરનો સહારો લઈ રહ્યા છે, તો બીજી તરફ દેશની સરહદો પર તૈનાત આપણા જવાનો આ કાળઝાળ ગરમીમાં દિવસ-રાત સતર્ક છે, જેથી આપણે સુરક્ષિત રહી શકીએ.

Rajasthan: જુઓ વિડીયો

Temprature soars to 47° in Bikaner, Rajasthan. The sand along International Border feels like a furnace, but our troopers serving motherland stand strong. Video showing a BSF Jawan roasting a papad in bikaner’s sand goes viral. 🫡 🇮🇳 pic.twitter.com/GVDz4vmwmH

— PRIYANKA 🇮🇳 (Modi Ka Parivar) (@PriyankaJRathod) May 22, 2024

 

Rajasthan: આસામના સીએમએ વીડિયો શેર કર્યો છે

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પણ આ વીડિયો પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે આ વીડિયો પોસ્ટ કરતાં તેણે લખ્યું, ‘રાજસ્થાનના રણનો આ વીડિયો જોઈને મારા મનમાં આપણા સૈનિકો પ્રત્યે અપાર સન્માન અને કૃતજ્ઞતાની લાગણી જન્મી છે, જેઓ આવા અસાધારણ સંજોગોમાં પણ આપણને સુરક્ષિત રાખે છે.’

આ સમાચાર પણ વાંચો: Pune Porsche Crash: પોર્શ કાર અકસ્માત બાદ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં, ગેરકાયદેસર પબ પર ચલાવ્યું બુલડોઝર; જુઓ વિડીયો

અહેવાલો મુજબ વાયરલ વીડિયો પાકિસ્તાન સરહદે બિકાનેરના ખાજુવાલાનો હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યનું સૌથી ગરમ શહેર બિકાનેર છે. કાળઝાળ ગરમીમાં પણ સૈનિકો રેતાળ રણમાં દેશની રક્ષા માટે અડગ ઉભા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pushpa 2 broke music rights record of shahrukh khan and prabhas film before its release
મનોરંજન

Pushpa 2: પુષ્પા 2 એ રિલીઝ પહેલા જ તોડ્યો શાહરુખ અને પ્રભાસ ની આ ફિલ્મ નો રેકોર્ડ, આ સાથે જ બની ભારતની આવું કરનાર પહેલી ફિલ્મ

by Zalak Parikh April 13, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા બાદ પુષ્પા નો બીજો ભાગ પુષ્પા 2 આવી રહ્યો છે. આ ફિલ્મ માં અલ્લુ અર્જુન મુખુ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટ ના રોજ રિલીઝ થવાની છે, હવે આ ફિલ્મે રિલીઝ પહેલા જ ‘જવાન’, ‘RRR’, અને ‘બાહુબલી 2’ જેવી ફિલ્મોના સંગીત અધિકારો ને પાછળ છોડી ને નવો રેકોર્ડ બનાવ્યો છે.નિર્દેશક સુકુમારની આ ફિલ્મમાં દેવી શ્રી પ્રસાદ ઉર્ફે ડીએસપીએ સંગીત આપ્યું છે અને મીડિયા રિપોર્ટ મુજબ  આ ફિલ્મના મ્યુઝિક રાઈટ્સ 65 કરોડ રૂપિયામાં વેચાયા છે. તેલુગુ ઉપરાંત, ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ના ગીતો હિન્દી અને તમિલમાં પણ મોટા હિટ રહ્યા હતા અને હવે ‘પુષ્પા ધ રૂલ’ના સંગીતને લઈને લોકોમાં ઘણી ઉત્સુકતા છે.

આ સમાચાર પણ વાંચો : War 2: વોર 2 માં રિતિક રોશન ને ટક્કર આપવા મુંબઈ પહોંચ્યો જુનિયર એનટીઆર, આ દિવસથી શરૂ કરશે ફિલ્મ નું શૂટિંગ

પુષ્પા 2 એ તોડ્યો રેકોર્ડ 

ફિલ્મ ‘પુષ્પા 2’ માટે સંગીતકાર દેવી શ્રી પ્રસાદ દ્વારા કમ્પોઝ કરવામાં આવેલ સંગીતમાં આ વખતે કર્ણાટક સંગીત ઉપરાંત ભારતીય શાસ્ત્રીય સંગીતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને ટીઝરમાં પ્રેક્ષકો દ્વારા જોવામાં આવેલ અલ્લુ અર્જુનનો કાલી અવતાર આ ફિલ્મના સંગીત જેવો જ છે.

Pushpa 2 Teaser Toygor Version 💥

Zooshpa Raj @tarak9999 🔥🐯 pic.twitter.com/qBu7Pvmtf6

— Maahi🚩 (@mr_maahi76) April 11, 2024


તમને જણાવી દઈએ કે, ભારતીય સિનેમામાં અત્યાર સુધી પુષ્પા 2 ના સંગીત અધિકારો સૌથી વધુ કિંમત માં એટલે કે 65 કરોડ માં વેચાયા છે. જયારે કે જવાન ના સંગીત અધિકારો 36 કરોડ, આરઆરઆર ના અધિકાર 26 કરોડ, ઐશ્વર્યા ની પોનીયન સેલ્વન ના અધિકારો 24 કરોડ અને પ્રભાસ ની સાહો ના અધિકાર 22 કરોડ માં વેચાયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
atlee revealed shahrukh khan jawan sequel
મનોરંજન

Jawan: શું ફરી ‘જવાન’ સાથે ધમાકો કરવા જઈ રહ્યો છે શાહરુખ ખાન? નિર્દેશક એટલી કુમારે કર્યો ફિલ્મ ની સિક્વલ ને લઈને ખુલાસો

by Zalak Parikh March 22, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Jawan: શાહરુખ ખાન માટે વર્ષ 2023 લકી સાબિત થયું હતું. શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ, જવાન અને ડંકી સુપરહિટ સાબિત થઇ હતી. એટલી કુમાર ના નિર્દેશન માં બનેલી ફિલ્મ જવાન એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. દર્શકો હવે આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે, જેના વિશે ડિરેક્ટર એટલી એ એક ઈન્ટરવ્યુમાં વાત કરી છે.

આ સમાચાર પણ વાંચો : Ramayana: નિતેશ તિવારી ને મળી ગયો તેની રામાયણ માટે લક્ષ્મણ!ટીવી નો આ અભિનેતા ભજવશે રણબીર કપૂર ના નાના ભાઈ ની ભૂમિકા

 

જવાન ની સિક્વલ પર એટલી કુમારે કર્યો ખુલાસો 

એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એટલી કુમાર ને તેની ફિલ્મ ‘જવાન 2’ વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબ માં નિર્દેશકે કહ્યું, “મને હજુ આ અંગે ખાતરી નથી. પણ, હું કંઈક લખીશ. હું તમને આશ્ચર્યચકિત કરીશ. દરેક ફિલ્મની સિક્વલ સાથે આવવાની તક હોય છે, પરંતુ હું હંમેશા અલગ-અલગ કન્ટેન્ટ સાથે દર્શકોને આશ્ચર્યચકિત કરું છું. તો હું કંઈક લાવીશ. જોઈએ.” 

March 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
wpl 2024 opening ceremony shahrukh khan perform on his film pathan and jawan songs
મનોરંજન

WPL 20204: વુમન્સ પ્રીમિયર લીગ 2024 માં શાહરુખ ખાને લગાવી સ્ટેડિયમ માં આગ, પોતાના ડાન્સ પર્ફોમન્સ થી કર્યા લોકોને ઘાયલ, જુઓ વિડીયો

by Zalak Parikh February 24, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

WPL 20204:  વુમન્સ પ્રીમિયર લીગ 2024 ની ધમાકેદાર શરૂઆત થઇ ગઈ છે આ સાંજ ને વધુ ધમાકેદાર બનાવવા શાહરુખ ખાન, વરુણ ધવન, કાર્તિક આર્યન જેવા બોલિવૂડ સ્ટાર્સ એ પરફોર્મ કર્યું હતું. શાહરુખ ખાને તેના ડાન્સ પરફોર્મન્સ થી બધાને ઘાયલ કર્યા હતા. શાહરુખ ખાને આ ઓપનિંગ સેરેમની માં ‘ઝૂમે જો પઠાણ’ અને ‘નૉટ રમૈયા વસ્તાવૈયા’ ના હુક અપ સ્ટેપ કર્યા હતા. શાહરુખ ખાન નું પરફોર્મન્સ જોઈ સ્ટેડિયમ માં હજાર લોકો એ તાળીઓ અને સીટી નો વરસાદ કરી દીધો હતો. 

આ સમાચાર પણ વાંચો : WPL 2024: WPL 2024માં પોતાના પરફોર્મન્સ ના રિહર્સલ માટે સ્ટેડિયમ પહોંચ્યો શાહરુખ ખાન,ત્યાં ઉપસ્થિત ખેલાડી ને શીખવી તેની આ વસ્તુ, જુઓ વિડીયો

 

શાહરુખ ખાન નું ડાન્સ પરફોર્મન્સ 

શાહરુખ ખાન નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાહરુખ ખાન તેની ફિલ્મ પઠાણ ના ઝૂમે જો પઠાણ ને ફિલ્મ જવાન ના નોટ રમૈયા વસ્તાવૈયા ના હુક અપ સ્ટેપ કરતો જોઈ શકાય છે. આ દરમિયાન શાહરુખ ખાન ઓલ બ્લેક લુક માં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. 

Hold the pose! 😍😍

📸 Perfect 🤗#TATAWPL | #MIvDC pic.twitter.com/um1uL2WAp4

— Women’s Premier League (WPL) (@wplt20) February 23, 2024


વુમન્સ પ્રીમિયર લીગ 2024 ની ઓપનિંગ સેરેમની માં શાહરુખ ખાન સિવાય વરુણ ધવન, કાર્તિક આર્યન જેવા બોલિવૂડ કલાકારો એ પરફોર્મન્સ આપી ને સ્ટેડિયમ માં આગ લગાવી દીધી હતી.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
jawan director atlee confirms his next movie with shahrukh khan and thalapathy vijay
મનોરંજન

Jawan director atlee: જવાન બાદ ફરી શાહરુખ ખાન સાથે ફિલ્મ બનાવશે એટલી કુમાર, કિંગ ખાન સાથે આ સાઉથ સુપરસ્ટાર પણ ભજવશે મુખ્ય ભૂમિકા

by Zalak Parikh November 15, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Jawan director atlee: શાહરુખ ખાન ની ફિલ્મ જવાન એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જવાન ફિલ્મ માં શાહરૂખ ખાન અને સાઉથ ના નિર્દશક એટલી એ પહેલીવાર સાથે કામ કર્યું હતું. હવે ચાહકો જવાન ની સિક્વલ ની રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે એટલી એ એવી જાહેરાત કરી છે કે તે શાહરુખ ખાન અને સાઉથ સુપરસ્ટાર થલપથી વિજય સાથે ફિલ્મ બનાવશે.

 

એટલી કુમારે કરી જાહેરાત 

જવાન નિર્દેશક એટલીએ તાજેતરમાં મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે, ‘મેં વિજયને મારી બર્થડે પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું અને તે સમયે શાહરૂખ ખાન સાથે ચેન્નાઈમાં ઝિંદા બંદાનું શૂટિંગ પણ થયું હતું. આવી સ્થિતિમાં શાહરૂખ પણ હાજર હતો, વિજય સાથે વાતચીત દરમિયાન શાહરૂખ ખાને તેને ફિલ્મની ઓફર કરી હતી. એટલી એ કહ્યું કે, ‘શાહરૂખ સરે મને ક્યુ કે જો તમે ક્યારેય બે હીરો સાથે ફિલ્મ બનાવવાનું વિચારતા હોવ તો મને જણાવજો… અમે બંને તૈયાર છીએ. વિજય અન્ના પણ સંમત થયા. તેથી હું તેના પર કામ કરી રહ્યો છું, આ મારી આગામી ફિલ્મ હોઈ શકે છે. હું સ્ક્રિપ્ટ પર સખત મહેનત કરી રહ્યો છું, જે બંને સ્ટાર્સ સાથે ન્યાય કરી શકે. જોઈએ….’

 

View this post on Instagram

 

A post shared by Atlee Kumar (@atlee47)


તમને જણાવી દઈએ કે , એટલી કુમારે તેની બર્થડે પાર્ટી નો ફોટો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં એટલી કુમાર સાથે બોલિવૂડ નો સુપરસ્ટાર શાહરુખ ખાન અને સાઉથ નો સુપરસ્ટાર થલપથી વિજય જોવા મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Suhana Khan: શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને પોતાના ટ્રેડિશનલ લુક થી જીત્યું ચાહકો નું દિલ, વિડીયો થયો ઈન્ટરનેટ પર વાયરલ

November 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ranbir kapoor film animal set for biggest usa release yet
મનોરંજન

Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનીમલ એ આ મામલે તોડ્યો જવાન અને બ્રહ્માસ્ત્રનો રેકોર્ડ, યુએસએમાં ફિલ્મને મળી આટલી સ્ક્રીન્સ

by Zalak Parikh November 8, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Animal: રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના તેમની આગામી ફિલ્મ ‘એનિમલ’ ને લઇ ને ચર્ચામાં છે. આ ફિલ્મ દ્વારા રણબીર અને રશ્મિકા ની જોડી પહેલીવાર પડદા પર જોવા મળશે. રણબીર કપૂર અભિનીત આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે આ ફિલ્મ ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ફિલ્મ  આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને યુએસએમાં અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ હશે.

   

એનિમલ ને અમેરિકા માં મળી 888 સ્ક્રીન 

રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ એ બ્રહ્માસ્ત્ર અને જવાન નો પર રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મને ઉત્તર અમેરિકામાં 888 થી વધુ સ્ક્રીન્સ મળી છે. રિપોર્ટ મુજબ આ સંખ્યા ‘જવાન’ અને ‘બ્રહ્માસ્ત્ર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો કરતાં મોટી છે.રણબીર કપૂર ની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ની વાત કરીએ તો આ ફિલ્મ ને અમેરિકામાં 810 સ્ક્રીન મળી હતી, જ્યારેકેકે શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ને અમેરિકા માં 850 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી. હવે સંદીપ રેડ્ડી વાંગા ની ‘એનિમલ’ પણ આટલી મોટી રિલીઝ મેળવનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની છે.

આ સમાચાર પણ વાંચોઃ Alia bhatt: આલિયા ભટ્ટે તેની દીકરી રાહા ના જન્મદિવસ ની ઉજવણી ની શેર કરી તસવીરો, ફોટો શેર કરી કહી આવી વાત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘એનિમલ’નું ટ્રેલર દિવાળી બાદ 18 નવેમ્બરે રિલીઝ થવાની ધારણા છે.

November 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
after jawan success lady superstar nayanthara hikes her fees
મનોરંજન

Nayanthara: નયનતારા પર ચઢ્યો જવાન ની સફળતા નો ખુમાર, અભિનેત્રીએ કર્યો તેના મહેનતાણા માં ધરખમ વધારો, આગામી ફિલ્મ માટે કરી મોટી ફીની માંગ

by Zalak Parikh October 27, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Nayanthara: કમલ હાસનની આગામી ફિલ્મ KH 234 આ સમયે ચર્ચામાં છે. લાંબા સમય બાદ તે આ ફિલ્મમાં મણિરત્નમ સાથે કામ કરવા જઈ રહ્યો છે. ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને પણ ઘણી ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ નું કાસ્ટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે. વધુમાં, એ પણ સામે આવ્યું છે કે હાલમાં લેડી સુપરસ્ટાર નયનતારા સાથે અંતિમ તબક્કાની વાતચીત ચાલી રહી છે.

 

નયનતારા એ વધારી ફી 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો ડીલ ફાઈનલ થઈ જાય તો અભિનેત્રીને તેના માટે 12 કરોડ રૂપિયા મહેનતાણું મળવાની શક્યતા છે. નયનતારા, જે બે દાયકાથી વધુ સમયથી દક્ષિણ ભારતીય સિનેમામાં મુખ્ય મહિલા અભિનેત્રી રહી છે. તેણીએ છેલ્લે ‘જવાન’ અને ‘ઇરૈવન’ દરમિયાન તેની ફીમાં વધારો કર્યો હતો, તેણે 10 કરોડની કમાણી કરી હતી, જેના કારણે ડબલ ડિજીટ માં કમાણી કરનાર એકમાત્ર દક્ષિણ ભારતીય અભિનેત્રી બની હતી.

આ સમાચાર પણ વાંચો : Karan johar: શું કોફી વિથ કરણ માં નહીં જોવા મળે શાહરુખ ખાન? કરણ જોહરે કર્યો આ વિશે ખુલાસો

નયનતારા નું વર્ક ફ્રન્ટ 

હાલમાં નયનતારા જવાનની સફળતા નો આનંદ માણી રહી છે. આ ફિલ્મ માં પોલીસ વુમન નર્મદા ની ભૂમિકા ભજવી ને અભિનેત્રી લોકપ્રિય બની ગઈ છે. નયનતારા એ ફિલ્મ જવાન થી હિન્દી સિનેમામાં તેની સત્તાવાર શરૂઆત કરી હતી. જવાન બાદ નયનતારા યોગી બાબુ સાથે જોવા મળશે અને મન્નગાટ્ટી સિન્સ 1960માં ટેસ્ટમાં જોવા મળશે, જેમાં આર. માધવન, સિદ્ધાર્થ અને મીરા જાસ્મીન પણ છે.

October 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
after jawan naynayanthara is reportedly in talks to play role in sanjay leela bhansali film baiju bawra
મનોરંજન

Naynayanthara: ‘જવાન’ હિટ જતાં જ નયનતારા ને મળી મોટી ઓફર, બોલિવૂડના આ દિગ્ગજ નિર્દેશક ની ફિલ્મ માટે કરવામાં આવ્યો અભિનેત્રી નો સંપર્ક

by Zalak Parikh October 11, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Naynayanthara: સંજય લીલા દ્વારા નિર્દેશિત ફિલ્મ બૈજુ બાવરા સતત ચર્ચામાં રહે છે. આ ફિલ્મમાં રણવીર સિંહને લીડ રોલમાં લેવામાં આવ્યો છે અને હવે મેકર્સ ફિલ્મ માટે હિરોઈનની શોધમાં છે. જો કે રણવીર સિંહ સાથેની આ ફિલ્મ માટે આલિયા ભટ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ ડેટ મિસમેચ થવાને કારણે આલિયા આ ફિલ્મનો ભાગ નહીં બને. તાજેતરના અહેવાલો અનુસાર, નયનતારા ને બૈજુ બાવરા માં મહત્વની ભૂમિકા ભજવવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. 

 

સંજય લીલા ભણસાલી ની ફિલ્મ બૈજુ બાવરા માટે નયનતારા નો કરવામાં આવ્યો સંપર્ક

મીડિયા રિપોર્ટ્સ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે, વરિષ્ઠ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત મ્યુઝિકલ પીરિયડ ડ્રામા બૈજુ બાવરા માં મહત્વપૂર્ણ ભૂમિકા માટે નયનતારા નો સંપર્ક કરવામાં આવ્યો છે. આ ફિલ્મ માં રણવીર સિંહ લીડ રોલ માં જોવા મળશે. રિપોર્ટ અનુસાર અભિનેત્રીએ હજુ સુધી ફિલ્મ સાઈન કરી નથી, પરંતુ વાતચીત ચાલી રહી છે. નિર્માતા અને અભિનેત્રી વચ્ચે વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. તમને યાદ અપાવી દઈએ કે આ વર્ષે માર્ચમાં નયનતારા અને વિગ્નેશ શિવન સંજય લીલા ભણસાલીની ઓફિસની બહાર જોવા મળ્યા હતા.

આ  સમાચાર પણ વાંચો : salman khan: શું સલમાન ખાન તેના જન્મદિવસ પર કરવા જઈ રહ્યો છે લગ્ન? ભાઈજાન ની એક પોસ્ટ ના કારણે લોકો ના મન માં ઉઠ્યા સવાલ

નયનતારા નું વર્ક ફ્રન્ટ  

સાઉથ ની લેડી સુપરસ્ટાર ગણાતી અભિનેત્રી નયનતારા એ શાહરુખ ખાન ની ફિલ્મ જવાન થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માં નયનતારા ને ઉગ્ર પોલીસ અધિકારી નર્મદા રાયની ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શું નયનતારા સંજય લીલા ભણસાલી ની ફિલ્મ બૈજુ બાવરા માટે હા પાડે છે કે કેમ અને જો તે હા પાડશે તો તેની ફિલ્મ માં શું ભૂમિકા હશે.

October 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
shahrukh khan film jawan will be released on netflix
મનોરંજન

Shahrukh khan jawan: શાહરુખ ખાન ના ચાહકો માટે સારા સમાચાર,થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે આ ઓટીટી પર રિલીઝ થશે જવાન, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ

by Zalak Parikh October 9, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh khan jawan: વર્ષ 2023 શાહરુખ ખાન નું રહ્યું છે તેમ કહીએ તો પણ ચાલે. આ વર્ષે શાહરુખ ખાન ની બે ફિલ્મો રિલીઝ થઇ અને બન્ને ફિલ્મો એ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ. પઠાણ બાદ શાહરૂખ ખાનની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. એક તરફ આ ફિલ્મે દેશમાં જોરદાર કમાણી કરી છે તો બીજી તરફ વિદેશમાં પણ સારું કલેક્શન કર્યું છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મની OTT રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

 

જવાન ની ઓટીટી રિલીઝ 

થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ ચાહકો શાહરૂખ ખાન ની ફિલ્મ જવાન ની ઓટિટિ રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. હવે આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જવાન 2 નવેમ્બરે નેટફ્લિક્સ પર પ્રીમિયર કરશે. આ દિવસે શાહરૂખનો જન્મદિવસ છે અને તેના જન્મદિવસ પર ચાહકોને સરપ્રાઈઝ મળશે. મીડિયા રિપોર્ટ્સ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે નેટફ્લિક્સે જવાનના OTT અધિકારો 250 કરોડ રૂપિયામાં ખરીદ્યા છ,. જોકે હજુ સુધી’જવાન’ની સત્તાવાર OTT રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ આ ફિલ્મ શાહરુખ ખાન ના જન્મદિવસે OTT પર રિલીઝ થશે તે નિશ્ચિત છે.

Eyeing a Nov 2nd Release… this time on Digital… #Netflix @NetflixIndia #Jawan#JawanOnNetflix 💥💞🎉 pic.twitter.com/eQ4A19egnc

— Girish Johar (@girishjohar) October 7, 2023

જવાન ની સ્ટારકાસ્ટ 

‘જવાન’માં શાહરૂખ ખાન, નયનથારા અને વિજય સેતુપતિ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા, જ્યારે દીપિકા પાદુકોણ અને સંજય દત્તે કેમિયો રોલ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.’જવાન’માં શાહરૂખ ખાન, નયનથારા ઉપરાંત સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી, રિદ્ધિ ડોગરા, ગિરિજા ઓક, સુનીલ ગ્રોવર પણ છે.

આ  સમાચાર પણ વાંચો : Sushmita sen on aarya 3: ‘સિંહણ પાછી આવી રહી છે’, સુષ્મિતા સેને અલગ અંદાજ માં જાહેર કરી તેની વેબ સિરીઝ ‘આર્યા 3’ ની રિલીઝ ડેટ

October 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક