Tag: jawan

  • shahrukh khan: શાહરુખ ખાન નો જીવ જોખમ માં! ધમકી મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે કિંગ ખાન ને પુરી પાડી આ કેટેગરીની સુરક્ષા,જાણો સમગ્ર મામલો

    shahrukh khan: શાહરુખ ખાન નો જીવ જોખમ માં! ધમકી મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે કિંગ ખાન ને પુરી પાડી આ કેટેગરીની સુરક્ષા,જાણો સમગ્ર મામલો

    News Continuous Bureau | Mumbai

    shahrukh khan: વર્ષ 2023 શાહરુખ ખાન માટે સફળ રહ્યું છે. આ વર્ષે શાહરુખ ખાન ની રિલીઝ થયેલી બંને ફિલ્મો પઠાણ અને જવાન એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે. હવે ચાહકો તેની ફિલ્મ ડંકી ની રાહ જોઈ રહ્યા છે.  શાહરૂખ ખાનને ફિલ્મ ‘પઠાણ’ દરમિયાન ધમકીઓ મળી હતી, જે બાદ હવે મહારાષ્ટ્ર સરકારે બોલિવૂડના કિંગ ખાનની સુરક્ષા માટે કડક પગલાં લીધા છે.

     

    શાહરુખ ખાન ની મળી Y+ સુરક્ષા 

    ફિલ્મ ‘પઠાણ’ દરમિયાન અભિનેતા શાહરૂખ ખાનને મળેલી ધમકીઓને જોતા મહારાષ્ટ્ર સરકારે કિંગ ખાનની સુરક્ષા વધારી દીધી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સરકારે શાહરૂખ ખાનને Y+ સુરક્ષા પૂરી પાડી છે. સૂત્રોએ જણાવ્યું કે હાઈ પાવર કમિટીની ભલામણ બાદ શાહરૂખ ખાનને Y+ સુરક્ષા આપવામાં આવી છે. શાહરૂખ ખાનની સાથે હવે રાજ્યના VIP સુરક્ષા એકમના 6 પ્રશિક્ષિત કમાન્ડોની ટીમ કિંગ ખાનની સુરક્ષામાં હંમેશા રહેશે, જેઓ MP-5 મશીનગન, AK-47 એસોલ્ટ રાઈફલ્સ અને ગ્લોક પિસ્તોલથી સજ્જ હશે. આ સાથે સૂત્રોએ એમ પણ જણાવ્યું કે શાહરૂખ ખાનની સુરક્ષા ઉપરાંત મુંબઈ પોલીસના 4 જવાન તેની સુરક્ષા માટે તેના ઘરની ચોવીસ કલાક ચોકી કરશે અને શાહરૂખ ખાનના ઘર મન્નતની આસપાસથી પસાર થતા લોકો પર નજર રાખશે.

    આ સમાચાર પણ વાંચો:  Ram charan siddhivinayak temple: સાઉથ સુપરસ્ટાર રામ ચરણે લીધી સિદ્ધિવિનાયક મંદિર ની મુલાકાત, શું ગણપતિ બાપ્પા ના આશીર્વાદ સાથે અભિનેતા એ પુરી કરી તેની અયપ્પા દીક્ષા?

    શાહરુખ ખાન ને મળી હતી ધમકી 

    મીડિયા માં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, શાહરૂખ ખાનને તાજેતરમાં કેટલીક ધમકીઓ મળી છે, જેની મુંબઈ પોલીસે પુષ્ટિ કરી છે પરંતુ તેના વિશે સત્તાવાર રીતે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર સ્ટેટ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ (SID) એ તમામ પોલીસ કમિશનરેટ, ડિસ્ટ્રિક્ટ પોલીસ અને સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ્સ (SPUs)ને 5 ઑક્ટોબરે આ વિશે જાણ કરી હતી અને શાહરુખને તાત્કાલિક Y Plus સુરક્ષા આપવા જણાવ્યું હતું. ઉચ્ચ સત્તા સમિતિ દ્વારા ધમકીની તપાસ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  • Shahrukh khan jawan: શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’નું નવું ગીત થયું રિલીઝ, કિંગ ખાને વીડિયો શેર કરી લખી ભાવુક પોસ્ટ

    Shahrukh khan jawan: શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’નું નવું ગીત થયું રિલીઝ, કિંગ ખાને વીડિયો શેર કરી લખી ભાવુક પોસ્ટ

    News Continuous Bureau | Mumbai

    Shahrukh khan jawan:  શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન‘ 7 સપ્ટેમ્બરે રિલીઝ થઇ હતી. આ ફિલ્મ કમાણી ના મામલે ઘણા રેકોર્ડ તોડી રહી છે. ચાહકો માં પણ આ ફિલ્મ નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ માં શાહરુખ ખાન ડબલ રોલ માં છે. તેમજ નયનતારા પણ પોતાના શાનદાર અભિનય થી લોકો નું દિલ જીતી રહી છે.સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ પણ વિલન ની દમદાર ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ના ગીતો પર સુપરહિટ થઇ રહ્યા છે. હવે આ ફિલ્મ નું વધુ એક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.  

     

    શાહરુખ ખાને શેર કર્યું જવાન નું ગીત 

    શાહરૂખ ખાનના આ નવા ગીતનું નામ ‘આરારારી  રારો’ છે, જેમાં દીપિકા પાદુકોણ જોવા મળી રહી છે.જ્યારે દીપિકા પાદુકોણ જેલની અંદર છે ત્યારે આ ગીત ફિલ્માવવામાં આવ્યું. આ ગીતમાં દીપિકાની ફિલ્મ સાથે જોડાયેલી આખી ઝલક બતાવવામાં આવી છે, જેમાં જેલ જવાથી લઈને ગર્ભવતી થવા, માતા બનવા અને ફાંસી સુધીની આખી સફર જોવા મળે છે.આ ગીતનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે કિંગ ખાને ખૂબ જ ઈમોશનલ કેપ્શન લખ્યું છે. શાહરૂખે લખ્યું, ‘મા અમને ચાલતા શીખવે છે. પછી એક દિવસ અમે દોડવાનું શરૂ કરીએ છીએ, પરંતુ માતા હજી પણ ત્યાં જ ઊભી છે. જો આપણે ક્યાંક ઠોકર ખાઈએ તો તે ફરીથી આપનો હાથ પકડવા આવશે. કોઈએ સાચું જ કહ્યું છે કે મેં સ્વર્ગ જોયું નથી, મેં માતા જોઈ  છે. આ પછી તેણે લખ્યું, ‘આ ગીત યાદ અપાવે છે કે ગમે તે થાય, એક માતા હંમેશા તમને કોઈને કોઈ રીતે સમર્થન અને માર્ગદર્શન આપવા માટે હાજર રહેશે. મેં મારા અંગત જીવનમાં તેનો અનુભવ કર્યો છે.આપણી માતાના પ્રેમથી વધુ શક્તિશાળી બીજું કંઈ નથી.

     

    View this post on Instagram

     

    A post shared by Shah Rukh Khan (@iamsrk)

    શાહરુખ ખાન ની ફિલ્મ જવાન નું કલેક્શન 

    રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા આ ફિલ્મ રૂ. 300 કરોડના જંગી બજેટમાં બનેલી છે.બોક્સ ઓફિસ પર તેના પ્રદર્શન વિશે વાત કરીએ તો, જવાન વિશ્વભરમાં રૂ. 1,000 કરોડનો આંકડો પાર કરનાર શાહરૂખ ખાનની વર્ષની બીજી ફિલ્મ બની છે.

    આ સમાચાર પણ વાંચો : Jawan: ફિલ્મ જવાન માં આ ભૂમિકા ભજવવા માંગતી હતી રિદ્ધિ ડોગરા,અભિનેત્રીએ કર્યો ખુલાસો

  • Jawan: ફિલ્મ જવાન માં આ ભૂમિકા ભજવવા માંગતી હતી રિદ્ધિ ડોગરા,અભિનેત્રીએ કર્યો ખુલાસો

    Jawan: ફિલ્મ જવાન માં આ ભૂમિકા ભજવવા માંગતી હતી રિદ્ધિ ડોગરા,અભિનેત્રીએ કર્યો ખુલાસો

    News Continuous Bureau | Mumbai

    Jawan:શાહરૂખ ખાન, નયનથારા અને વિજય સેતુપતિ અભિનીત ફિલ્મ જવાન, બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિદ્ધિ ડોગરા,સહિત શાહરુખ ખાન ની ગર્લગેન્ગ પણ હાલમાં જવાનની સફળતાનો આનંદ માણી રહી છે. તાજેતરમાં રિદ્ધિએ ખુલાસો કર્યો હતો કે સેટ પર રહેતા તે નયનતારા દ્વારા ભજવવામાં આવેલ મુખ્ય પાત્ર ભજવવા માંગતી હતી. ફિલ્મમાં નયનતારાએ સ્પેશિયલ એજન્ટ અને શાહરૂખ ખાનની ગર્લફ્રેન્ડ નર્મદા રાયની ભૂમિકા ભજવી હતી.

     

    હું દરેક ભૂમિકા સારી રીતે કરી શકું છું-રિદ્ધિ ડોગરા 

    અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ જવાન ફિલ્મમાં શાહરૂખ ખાનની માતાનો રોલ કર્યો હતો. હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણીને એવી ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું જેમાં તેણીને લાગ્યું કે તેણી વધુ સારી રીતે અભિનય કરી શકી હોત. રિદ્ધિએ કહ્યું, “દરેક પાત્ર, દરેક ભૂમિકા હું વધુ સારી રીતે કરી શકું છું. હું તમને આ વચન આપું છું, કારણ કે હું દિગ્દર્શકની અભિનેત્રી છું. હું મારા પાત્રોનો અભ્યાસ કરું છું અને એવું કંઈ નથી જે હું નથી કરી શકતી  હું કંઈ પણ કરી શકું છું. મને ખબર નથી કે હું તે વધુ સારી રીતે કરી શકીશ કે કેમ, મારો મતલબ એ છે કે હું તે વધુ સારી રીતે કરી શકું તેમ કહેવું મારા માટે ઘમંડી હશે.”

    આ સમાચાર પણ વાંચો : Nayanthara: સાઉથ ની લેડી સુપરસ્ટાર બનતા પહેલા આ કામ કરતી હતી નયનતારા, અભિનેત્રી ને જુના વિડીયો માં ઓળખવી થઈ મુશ્કેલ

    રિદ્ધિ ડોગરા એ નયનતારા ના રોલ વિશે કહી વાત 

    જવાનમાં તેના રોલ વિશે બોલતા રિદ્ધિ એ કહ્યું કે, હું તમારા જેવી જ છું, તમે જાણો છો, હું સેટ પર હતી, તેથી હું સતત વિચારતી હતી કે, ‘કાશ હું નયનતારાની જગ્યાએ હોત. એવું નથી કે મેં વિચાર્યું કે હું તે વધુ સારી રીતે કરી શકું છું, પરંતુ હું વિચારી રહી હતી કે ‘હું ઈચ્છું છું’. રિદ્ધિ ડોગરા તેની નાની ભૂમિકા હોવા છતાં ફિલ્મનો ભાગ બનીને ખુશ છે. તેણે કહ્યું કે તે ફિલ્મની સફળતાથી ખૂબ જ ખુશ છે. તેણે એ પણ જણાવ્યું કે તેના પાત્ર કાવેરી અમ્માને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. આ સૌથી લોકપ્રિય અને યાદગાર પાત્રોમાંનું એક છે.

  • Ranbir alia shahrukh: એક જ ફ્રેમ માં જોવા મળ્યા રણબીર આલિયા અને શાહરુખ ખાન, આ પ્રોજેક્ટ માટે મિલાવ્યો હાથ, જુઓ વિડીયો

    Ranbir alia shahrukh: એક જ ફ્રેમ માં જોવા મળ્યા રણબીર આલિયા અને શાહરુખ ખાન, આ પ્રોજેક્ટ માટે મિલાવ્યો હાથ, જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

     Ranbir alia shahrukh:ગઈકાલે બોલિવૂડ એક્ટર રણબીર કપૂરનો જન્મદિવસ હતો, આ  અવસર પર તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. તેમજ અભિનેતા ને વધુ એક સરપ્રાઈઝ મળી હતી. એક સ્ટીલ બ્રાન્ડે તેને, તેની પત્ની આલિયા ભટ્ટ અને શાહરૂખ ખાનને દર્શાવતી નવી જાહેરાત રજૂ કરી હતી. આમાં કિંગ ખાનની ‘જવાન’ ફિલ્મ સાથેનું કનેક્શન પણ સામે આવ્યું છે.

     

    એક એડ માં સાથે જોવા મળ્યા રણબીર આલિયા અને શાહરુખ ખાન 

    બોલિવૂડ પાવર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટીલ બ્રાન્ડ માટે જાહેરાત કરી છે. આ જાહેરાત માં બોલિવૂડ નો કિંગ ખાન શાહરૂખ ખાન પણ જોવા મળી રહ્યો છે. લોકપ્રિય સ્ટીલ બ્રાન્ડની નવી જાહેરાતમાં, ત્રણેય સ્ટાર્સને જવાન થીમથી પ્રેરિત ટ્રેક દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, જે અનિરુદ્ધ રવિચંદર દ્વારા રચિત છે અને ગ્રેમી એવોર્ડ નામાંકિત રેપર રાજકુમારીએ ગાયું છે.

     

    View this post on Instagram

     

    A post shared by RUNGTA STEEL TMT BAR (@rungtasteel)


    જાહેરાતમાં ટ્રેક આ રીતે શરૂ થાય છે, “આરકે નું છે વંડર , આલિયા છે એક શોસ્ટોપર, રૂંગટા સ્ટીલ્સનો કિંગ ખાન છે ગર્જના જેવો.” ત્રણેય સ્ટાર્સ પછી મેચિંગ બ્લેક પોશાક પહેરીને, બ્રાન્ડના સ્ટીલના સળિયાને પકડીને અને સમૂહગીતમાં બ્રાન્ડની ટેગ લાઇનનો ઉચ્ચાર કરે છે. સ્ટીલ બ્રાન્ડના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેપ્શન લખ્યું  છે, “પિક્ચર અભી બાકી હે”. જે દર્શાવે છે કે ટૂંક સમયમાં મોટી જાહેરાત જોવા મળી શકે છે. તેના પર ચાહકોએ ઘણી કોમેન્ટ કરી છે. યુઝર્સે ત્રણેયને ફિલ્મમાં સાથે જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

    આ સમાચાર પણ વાંચો: Dunki: ડંકી ના મેકર્સે ફિલ્મ ને લઇ ને બનાવ્યો નવો પ્લાન, વિદેશમાં 22 ડિસેમ્બરે નહીં આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

  • Jawan: હજુ સુધી જેમણે ‘જવાન’ નથી જોઈ તેમના માટે સારા સમાચાર, શાહરુખ ખાને ફિલ્મ ની ટિકિટ ને લઇ ને કરી આ જાહેરાત

    Jawan: હજુ સુધી જેમણે ‘જવાન’ નથી જોઈ તેમના માટે સારા સમાચાર, શાહરુખ ખાને ફિલ્મ ની ટિકિટ ને લઇ ને કરી આ જાહેરાત

    News Continuous Bureau | Mumbai 

    Jawan: શાહરુખ ખાન ની ફિલ્મ જવાન થિયેટર માં ધૂમ મચાવી લીધી છે આ ફિલ્મે હાલમાં જ વૈશ્વિક સ્તરે 1000 કરોડની કમાણી નો આંકડો પાર કરી લીધો છે. જેની સાથે તે સૌથી ઝડપી 1000 કરોડની કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. આ ખુશીમાં શાહરૂખ ખાને હવે તેના ચાહકો માટે ગિફ્ટની જાહેરાત કરી છે જેઓ આ ફિલ્મ ફરીથી જોવા માંગે છે અથવા જેમણે મોંઘી ટિકિટોને કારણે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી. તેમના માટે  શાહરૂખ ખાને જાહેરાત કરી છે કે હવે ‘જવાન’ની એક ટિકિટ સાથે તમને એક ફ્રી ટિકિટ મળશે.

     

    શાહરુખ ખાને કરી એક પર એક ટિકિટ ફ્રી ની જાહેરાત 

    શાહરૂખ ખાને આ ઓફરની જાહેરાત ખૂબ જ ફની રીતે કરી છે, તેણે ટ્વિટર પર એક લાબું ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે હવે દરેક વ્યક્તિ સિનેમા હોલમાં આ ફિલ્મનો આનંદ માણી શકશે.

    શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ની ઓટિટિ રિલીઝ 

    મીડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર, ગૌરી ખાન ના પ્રોડક્શન રેડ ચિલીઝ ના તમામ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે સારા વ્યાવસાયિક સંબંધો છે. આવી સ્થિતિમાં, આ ફિલ્મ Amazon Prime, Netflix, Disney Plus Hotstar, ZEE5, Voot અને Sony Liv જેવા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે શાહરુખ  ની ફિલ્મ જવાન કયા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે અને ક્યારે?

    આ  સમાચાર પણ વાંચો : Jawan: શાહરૂખ અને ગૌરી ના પ્રોડક્શન હાઉસે શેર કર્યો જવાન નો BTS વિડિયો, જુઓ કેવી રીતે શૂટ થયા હતા એક્શન સીન્સ

  • Jawan: શાહરૂખ અને ગૌરી ના પ્રોડક્શન હાઉસે શેર કર્યો જવાન નો BTS વિડિયો, જુઓ કેવી રીતે શૂટ થયા હતા એક્શન સીન્સ

    Jawan: શાહરૂખ અને ગૌરી ના પ્રોડક્શન હાઉસે શેર કર્યો જવાન નો BTS વિડિયો, જુઓ કેવી રીતે શૂટ થયા હતા એક્શન સીન્સ

    News Continuous Bureau | Mumbai 

    Jawan: શાહરૂખ ખાન ની ફિલ્મ જવાન અત્યારે પણ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ ની જોરદાર કમાણી બાદ તેને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર જાહેર કરવામાં આવી છે. એટલી દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ ટિકિટ વિન્ડો પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. તમામ કલાકારોના દમદાર અભિનય સાથે, ફિલ્મની એક્શન સિક્વન્સ દરેક ઉંમરના લોકોને પસંદ આવી રહી છે.

     

    શાહરુખ અને ગૌરી ખાન ના પ્રોડક્શન હાઉસે શેર કર્યો બીટીએસ વિડીયો 

    શાહરુખ ખાન અને ગૌરી ખાન ના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે તેની કાર ચેઝ સિક્વન્સનો પડદા પાછળનો વીડિયો શેર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ ખતરનાક સ્ટંટને આખી ટીમે સાથે મળીને અંજામ આપ્યો હતો. વિડિયોની શરૂઆતમાં એટલી, સ્પિરો અને સેટ પરના અન્ય લોકોને સ્ક્રિપ્ટ વાંચતા જોઈ શકાય છે. ક્લિપમાં,એટલી ને તેની ટીમને કહેતા સાંભળી શકાય છે, “રેમ્પ એ છેલ્લું નિશાન છે. તમે રેમ્પથી આગળ વધી શકતા નથી.”

    ફિલ્મ જવાન ની સ્ટારકાસ્ટ 

    એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ જવાન માં શાહરુખ ખાન અને નયનતારા ઉપરાંત વિજય સેતુપતિ, સુનીલ ગ્રોવર, રિદ્ધિ ડોગરા, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી  સહિત અન્ય ઘણા કલાકારોએ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ ખાસ કેમિયો કરતી જોવા મળી રહી છે. ચાહકોને દીપિકા નો રોલ ઘણો પસંદ આવ્યો છે.

    આ  સમાચાર પણ વાંચો : Rakhi sawant: શું પડદા પર રાખી સાવંત બનશે આલિયા ભટ્ટ કે વિદ્યા બાલન,ડ્રામા ક્વીન એ કર્યો ખુલાસો

  • Jawan : 1000 કરોડ કમાયા બાદ પણ શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ને લાગ્યો ફ્લોપ નો ધબ્બો, જાણો શું છે કારણ

    Jawan : 1000 કરોડ કમાયા બાદ પણ શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ને લાગ્યો ફ્લોપ નો ધબ્બો, જાણો શું છે કારણ

    News Continuous Bureau | Mumbai

    Jawan: શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ આ વર્ષની બોક્સ ઓફિસ પર અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ છે. વિશ્વભરની ઘણી ભાષાઓમાં રિલીઝ થયેલી આ ફિલ્મે જોરદાર કમાણી કરી છે. તેણે વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. દરમિયાન, ‘જવાન’ની બોક્સ ઓફિસને લઈને એક નવું અને ચોંકાવનારું અપડેટ સામે આવી રહ્યું છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક જગ્યાએ ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે. સ્થિતિ એવી છે કે બ્લોકબસ્ટર ફિલ્મ ‘જવાન’ને અહીં ફ્લોપ જાહેર કરવામાં આવી છે.

     

    શાહરુખ ખાન ની જવાન પર લાગ્યો ફ્લોપ નો ધબ્બો 

    શાહરૂખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ જેવા મોટા કલાકારોએ સાથે આવીને દેશભરમાં હલચલ મચાવી દીધી હતી. આ ફિલ્મે કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા હતા પરંતુ હવે અહેવાલો આવી રહ્યા છે કે એક રાજ્યમાં આ ફિલ્મ ફ્લોપ જાહેર કરવામાં આવી છે. એક વેપાર વિશ્લેષક ના જણાવ્યા અનુસાર, ‘જવાન’ કેરળમાં ફ્લોપ થઈ છે. તેણે કહ્યું કે ‘જવાન’ના થિયેટર રાઇટ્સનો ભાવ એટલો વધારે હતો કે ફિલ્મ રાજ્યમાં બ્રેક-ઇવનનો આંક પણ પાર કરી શકી ન હતી.અને તેને ભારે નુકસાન થયું છે. મલયાલમ દર્શકોએ આ ફિલ્મને નકારી કાઢી હતી અને ‘જવાન’ કેરળમાં માત્ર 13 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી.

    આ સમાચાર પણ વાંચો: Parineeti-Raghav wedding: લગ્નના બંધનમાં બંધાયા પરિણીતી અને રાઘવ,ગ્રાન્ડ વેડિંગ બાદ કપલ ની પહેલી તસવીર થઇ વાયરલ

    જવાન નું કુલ કલેક્શન 

    શાહરુખ ખાન ની ફિલ્મ ‘જવાન’એ દેશભરમાં 560 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. સાઉથમાં ફિલ્મની કમાણીની વાત કરીએ તો શાહરૂખની ફિલ્મે કર્ણાટક બોક્સ ઓફિસ પર 52.85 કરોડ રૂપિયા, આંધ્રપ્રદેશમાં 56.7 કરોડ રૂપિયા અને તમિલનાડુમાં 48.23 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે દુનિયાભરમાંથી 1005 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

  • Jawan: ભારત ના પાડોશી દેશો પર પણ ચઢ્યો જવાન નો રંગ, પાકિસ્તાન ની આ ફેમસ અભિનેત્રી એ કર્યો શાહરુખ ખાન ની ફિલ્મ ના ગીત પર ડાન્સ, જુઓ વિડીયો

    Jawan: ભારત ના પાડોશી દેશો પર પણ ચઢ્યો જવાન નો રંગ, પાકિસ્તાન ની આ ફેમસ અભિનેત્રી એ કર્યો શાહરુખ ખાન ની ફિલ્મ ના ગીત પર ડાન્સ, જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    Jawan: હાલ શાહરૂખ ખાન તેની ફિલ્મ જવાન ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. શાહરુખ ખાન ના ફેન્સ ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં છે. ભારત ના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ શાહરુખ ખાન ના લાખો ચાહકો છે. ત્યાં તેની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ દિવસોમાં ફિલ્મ ‘જવાન’ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ જવાન ના ગીતો નો પણ ચાહકો માં ક્રેઝ જોવા મળી રહ્યો છે.’જવાન’નું ગીત ‘ચલેયા’ બધાનું ફેવરિટ ગીત બની ગયું છે. અને કેટલાય લોકો એ આ ગીત પર વિડીયો બનાવ્યા છે. હવે પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર પણ આ ગીત પર પોતાની જાત ને ડાન્સ કરતા રોકી શકી નથી. તે મિત્રો સાથે ‘ચલેયા’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.

     

    પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે કર્યો જવાન ના ગીત પર ડાન્સ 

    પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર શાહરુખ ખાન ની ફેન છે. હાલમાં તેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો એક વિડીયો શેર કર્યો છે જેમાં તે શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ના ગીત ચલેયા’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં હાનિયા ‘ચલેયા’ ગીત પર ડાન્સ કરી રહી છે. તેણે સફેદ ટોપ અને પિંક કલરનો પાયજામા પહેર્યો છે. તે ટીવીની સામે ડાન્સ કરી રહી છે જ્યારે ટીવી પર ‘ચલેયા’ ગીત વાગી રહ્યું છે.

    શાહરુખ ખાન ની ફિલ્મ જવાન નું કલેક્શન 

    શાહરુખ  ની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થઇ હતી. આ સાથે ‘જવાન’ અત્યાર સુધીની ચોથી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે.એટલી નિર્દેશિત ફિલ્મ જવાન ફિલ્મે માત્ર હિન્દી ભાષામાં જ 492 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. વિશ્વભરમાં આ આંકડો 1000 કરોડને પાર થવાનો છે.

    આ સમાચાર પણ વાંચો: ફિલ્મ ડંકી ના શૂટિંગ માટે કાશ્મીર પહોચ્યો હતો શાહરુખ ખાન, આ રીતે થયું હતું તેનું સ્વાગત

  • shahrukh khan lalbaugcha raja: ગણપતિ બાપ્પા ની ભક્તિ માં તલ્લીન જોવા મળ્યો શાહરુખ ખાન, જવાન હિટ જતા લીધા મુંબઈ ના લાલબાગચા રાજા ના આશીર્વાદ, જુઓ વિડિયો

    shahrukh khan lalbaugcha raja: ગણપતિ બાપ્પા ની ભક્તિ માં તલ્લીન જોવા મળ્યો શાહરુખ ખાન, જવાન હિટ જતા લીધા મુંબઈ ના લાલબાગચા રાજા ના આશીર્વાદ, જુઓ વિડિયો

    News Continuous Bureau | Mumbai

    shahrukh khan lalbaugcha raja:સમગ્ર ભારતમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને બોલિવૂડ સ્ટાર્સ બાપ્પાના સ્વાગતમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. હાલમાં જ બોલિવૂડ નો બાદશાહ શાહરૂખ ખાન મુંબઈમાં પ્રખ્યાત ભગવાન ગણેશના પંડાલ લાલબાગચા રાજા ના દર્શન કરવા પહુચ્યો હતો. અહીં શાહરૂખે તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ જવાન બ્લોકબસ્ટર હિટ થવા બદલ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન શાહરૂખ ખાન સાથે તેનો નાનો પુત્ર અબરામ ખાન અને તેની મેનેજર પૂજા દડલાની પણ જોવા મળી હતી. 

     

    લાલબાગ ચા રાજા ના દર્શન કરવા પહુચ્યો શાહરુખ ખાન 

    શાહરૂખ આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘જવાન’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. શાહરૂખ ખાન તેના નાના પુત્ર અબરામ અને મેનેજર પૂજા દડલાની સાથે મુંબઈના પ્રખ્યાત લાલ બાગના રાજાના દરબારમાં પહોંચ્યો હતો. જ્યાં બંનેએ કપાળે તિલક લગાવી બાપ્પાના ચરણોમાં શીશ નમાવી તેમના આશીર્વાદ લીધા હતા. તમને જણાવી દઈએ કે શાહરૂખ દરેક વખતે શુભેચ્છાઓ સાથે અહીં પહોંચે છે અને ચોક્કસપણે પોતાની હાજરી દર્શાવવાનો પ્રયાસ કરે છે. આ વખતે જ્યારે તે અબરામ સાથે પંડાલમાં પહોંચ્યો ત્યારે તેના ચાહકોએ તેના પર ઘણો પ્રેમ વરસાવ્યો.

    બાપ્પા ની ભક્તિ માં ડૂબેલો જોવા મળ્યો શાહરુખ ખાન 

    દર વર્ષની જેમ આ વર્ષે પણ શાહરૂખ ખાને ઘરે ગણપતિનું સ્વાગત કર્યું હતું. તે અંબાણીના ગણપતિની ઉજવણીમાં પણ ગયો હતો. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કિંગ ખાને અંબાણી ના ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની આરતી કરી હતી. ત્યારબાદ ગઈકાલે તે તેના નાના પુત્ર અબરામ અને મેનેજર સાથે લાલબાગચા રાજા ના દર્શન કરવા પહુચ્યો હતો.  

    આ  સમાચાર પણ વાંચો : Shahrukh khan nita ambani: મુકેશ અંબાણી ના ઘરે ગણપતિ બાપ્પા ના આશીર્વાદ લેવા પરિવાર સાથે પહુચ્યો હતો શાહરુખ ખાન, કિંગ ખાન ને જોઈને ઝૂમી ઉઠી નીતા અંબાણી, જુઓ વિડીયો

  • Jawan nayanthara: જવાન માં પોતાના રોલ ને લઇ ને નાખુશ છે નયનતારા, આ અભિનેત્રી ને કારણે નિર્દેશક એટલી થી નારાજ છે સાઉથ અભિનેત્રી

    Jawan nayanthara: જવાન માં પોતાના રોલ ને લઇ ને નાખુશ છે નયનતારા, આ અભિનેત્રી ને કારણે નિર્દેશક એટલી થી નારાજ છે સાઉથ અભિનેત્રી

    News Continuous Bureau | Mumbai

    Jawan nayanthara: એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.. આ ફિલ્મમાં શાહરૂખ ખાન લીડ રોલમાં છે. ઉપરાંત, નયનતારા એ દર્શકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. અભિનેત્રીના શાનદાર અભિનયને જોયા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આગામી દિવસોમાં સાઉથના સ્ટાર્સને બોલિવૂડની ફિલ્મોમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. ‘જવાન’ની શાનદાર સફળતા વચ્ચે ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલો છે કે નયનતારા અને ફિલ્મના નિર્દેશક એટલી વચ્ચે દીપિકા પાદુકોણ ને કારણે મતભેદ સર્જાયો છે.

     

    જવાન માં પોતાના રોલ થી નાખુશ છે નયનતારા 

    એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘જવાન’ રિલીઝ થયા બાદ નયનતારા ખુશ નથી. રિપોર્ટમાં સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ‘તે એટલીથી ખૂબ જ ગુસ્સે હતી કારણ કે ફિલ્મમાં તેનો રોલ કાપવામાં આવ્યો હતો. ઉપરાંત, દીપિકા પાદુકોણના પાત્રને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું, તેમજ નયનતારાના પાત્રને મોટાભાગે સાઈડલાઈન કરવામાં આવ્યું હતું.’ ફિલ્મમાં દીપિકાના રોલને કેમિયો તરીકે વર્ણવવામાં આવ્યો છે, પરંતુ ઘણા લોકો માને છે કે વાસ્તવમાં એવું બન્યું ન હતું.રિપોર્ટ અનુસાર, ‘તે બિલકુલ કેમિયો નહોતો. જવાનને લગભગ શાહરૂખ-દીપિકાની ફિલ્મ જેવો લુક આપવામાં આવ્યો હતો. 

    આ સમાચાર પણ વાંચો : Dev anand: 100મા જન્મદિવસ પહેલા જ વેચાયો દેવ આનંદ નો ઐતિહાસિક બંગલો, અધધ આટલા કરોડમાં થયો સોદો

    જવાન ની કોઈપણ ઇવેન્ટ માં નયનતારા એ હાજરી નહોતી આપી 

    નયનતારા સાઉથની ટોચની અભિનેત્રી છે અને તેથી તે જવાન સાથેના વર્તનથી ખુશ નહોતી. રિપોર્ટમાં એ પણ સંભવિત કારણ માનવામાં આવે છે કે આ કારણે તે ફિલ્મની રિલીઝ પહેલા કે પછી કોઈ પ્રમોશનમાં હાજરી નહોતી આપી. હાલમાં મુંબઈમાં યોજાયેલી જવાન ની સક્સેસ મીટમાં પણ નયનતારા હાજર ન હતી. જોકે, સૂત્રો સ્પષ્ટતા કરે છે કે વાસ્તવમાં આવું નથી. રિપોર્ટ અનુસાર, ‘નયનતારા ક્યારેય ફિલ્મી કાર્યક્રમોમાં નથી જતી. તેણી તેની ફિલ્મો માટે નો પ્રમોશન નીતિને અનુસરે છે કારણ કે તેણીને ભૂતકાળમાં ખરાબ અનુભવો થયા છે, જ્યારે તેણીનું ખોટું અવતરણ કરવામાં આવ્યું હતું. નયનથારા માને છે કે તેનું કામ અભિનય કરવાનું છે નહીં કે  પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું.’