• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - jethalal - Page 2
Tag:

jethalal

મનોરંજન

Taarak mehta ka ooltah chashmah: પોતાના પરમ મિત્ર ને જોઈ ખુશ થઇ ગયા જેઠાલાલ, દિલીપ જોશી અને શૈલેષ લોઢા નો વિડીયો જોઈ ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા

by Zalak Parikh December 9, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ઘણા સમય થી ચર્ચામાં છે. આ શો માં એવા ઘણા કલાકારો છે જેમને શો ને અલવિદા કહી દીધું છે. કલાકારો એ માત્ર શો છોડી નથી દીધો પરંતુ મેકર્સ પર ગંભીર આરોપો પણ લગાવ્યા.આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ઇવેન્ટ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દિલીપ જોશી અને શૈલેષ લોઢા એક સાથે જોવા મળી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Abhishek and Aishwarya: છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે ઐશ્વર્યા અને અભિષેક ની એક તસવીર એ કરી લોકો ની બોલતી બંધ

દિલિપ જોશી અને શૈલેષ લોઢા સાથે જોવા મળ્યા 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, શૈલેષ લોઢા પાપારાઝી ને પોઝ આપી રહ્યા છે તેવામાં ત્યાં દિલીપ જોશી  પણ આવે છે. દિલીપ ને  જોતા જ શૈલેષ લોઢા એ તેમને આવકાર્યા અને તેમની સાથે પોઝ પણ આપ્યા. આ દરમિયાન તેની સાથે શોની અંજલિ ભાભી એટલે કે સુનૈના ફોજદાર પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


આ ઇવેન્ટ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વિડીયો માં શો ની ફેવરેટ જોડી ને જોઈને લોકો ખુશ થઇ ગયા છે.આ વિડીયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, ‘મને આ મિત્રતા ખૂબ જ ગમી.કાશ અમે તેમને ફરીથી સાથે જોઈ શકીએ ‘ , બીજા એકે લખ્યું,  ‘કેવો દિવસ હતો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
TMKOC asit modi launch jethalal game on dhanteras
મનોરંજન

TMKOC: ધનતેરસ ના દિવસે જેઠાલાલ મચાવશે સોશિયલ મીડિયા પર ધમાલ, અસિત મોદી તેમના ચાહકો ને આપી રહ્યા છે મોટું સરપ્રાઈઝ

by Zalak Parikh October 26, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. ખાસ કરીને જેઠાલાલ એ આ શો આમ જેઠાલાલ નું પાત્ર લોકો નું સૌથી પ્રિય પાત્ર છે.  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી એ ટીવી શોના પાત્રો પર આધારિત ગેમ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.હવે મેકર્સ ધનતેરસ ના ખાસ અવસર પર જેઠાલાલના પાત્ર પર આધારિત એક ગેમ લોન્ચ કરી રહ્યા છે જેની જાહેરાત તેમને તેમના સોશિયલ મીડિયા પર કરી છે. 

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: બિગ બોસ ના ઘરમાં રાશન ને લઈને થઇ બોલચાલ, શિલ્પા શિરોડકર એ આપ્યું પોતાની આ વસ્તુ નું બલિદાન

તારક મહેતા ના નિર્માતા એ કરી ગેમ ની જાહેરાત 

તાજેતર માં જેઠાલાલ પર ના પાત્ર પર આધારિત એક ગેમ ‘ગડા ઈલેક્ટ્રોનિક્સ’ લોન્ચ થવાની છે જેની જાહેરાત કરતા અસિત મોદીએ પોતાના સોશિયલ મીડિયા પર કહ્યું, “તારક મહેતાના પ્રેમી દર્શકો માટે આજે એક સારા સમાચાર છે, ધનતેરસના દિવસે એક ગેમ લોન્ચ કરવામાં આવી રહી છે. આ ગેમમાં જેઠાલાલ, નટ્ટુ કાકા, બાઘા  અને મગનના પાત્રો સામેલ હશે, જે ખૂબ જ મજેદાર હશે.”

Khush Khabar! Khush Khabar!

Gada Electronics ki Dukaan ka Shutter Khulega 29th October ko!

Download Kijiye and Taiyaar rahiye!

PlayStore Link – https://t.co/W1mQwCJmFm pic.twitter.com/gAvfU3gZAg

— Asit Kumarr Modi (@AsitKumarrModi) October 25, 2024


આ સાથે અસિત મોદી એ લખ્યું, “ ખુશ ખબર ખુશ ખબર, 29 ઓક્ટોબર ના રોજ ગડા ઇલેક્ટ્રોનિક્સ ની દુકાન ના દરવાજા ખુલી રહ્યા છે. ડાઉનલોડ કરો અને તૈયાર રહો.” 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Taarak Mehta Ka Ooltah Chashmah TMKOC Munmun Dutta aka Babita Ji mood off after hearing jethalal name, watch video
મનોરંજન

 Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા…’ના જેઠાલાલનું નામ સાંભળતા જ બબીતાજીનો મૂડ થઇ ગયો ઓફ, કહ્યું- ‘અરે ભાઈ… એ શો અલગ છે..’ જુઓ વિડીયો.. 

by kalpana Verat August 21, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah : ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું પાત્ર ભજવનાર દરેક અભિનેતા ઘર ઘરમાં ફેમસ છે. જેઠાલાલની ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ જોષી અને બબીતા ​​જીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તાની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે.  ચાહકોને આ બંને સ્ટાર્સને સ્ક્રીન પર એકસાથે જોવાનું પસંદ છે. પરંતુ તાજેતરમાં જ જ્યારે મુનમુન તેની માતા સાથે જોવા મળી હતી, ત્યારે તેણે અભિનેતાનું નામ સાંભળીને એવી રીતે પ્રતિક્રિયા આપી હતી કે લોકો તેની પ્રતિક્રિયા જોઈને દંગ રહી ગયા હતા.

Taarak Mehta Ka Ooltah Chashmah : પાપારાઝીએ મુનમુન દત્તા સાથે જરી 

મુનમુન દત્તા લાંબા સમયથી આ કોમેડી શોમાં બબીતા ​​જીનું પાત્ર ભજવી રહી છે. હાલમાં જ તેના જન્મદિવસ પર માતા સાથે જોવા મળી હતી. આવી સ્થિતિમાં, પાપારાઝીએ અભિનેત્રીને તેના જન્મદિવસ પર જેઠાલાલ જીને ચોક્કસપણે ફોન કરવા કહ્યું. મુનમુન આ નામ સાંભળતા જ તેનો મૂડ બગડી ગયો. તેના ચહેરા પર પણ નિરાશાના ભાવ દેખાતા હતા. અભિનેત્રીએ તરત જ કહ્યું- ‘અરે ભાઈ… એ શો અલગ છે, વાસ્તવિક જીવન અલગ છે.’ આ પછી મુનમુને ઉભી રહીને તેની માતા સાથે પોઝ આપ્યા હતા.

Taarak Mehta Ka Ooltah Chashmah : જુઓ વિડીયો 

 

View this post on Instagram

 

A post shared by HollyBollyIN (@bollyhollyin)

 

Taarak Mehta Ka Ooltah Chashmah :બહુ ઓછા જૂના કલાકાર બચ્યા 

હવે ‘તારક મહેતા’ શોમાં બહુ ઓછા જૂના સ્ટાર્સ બચ્યા છે. મોટાભાગના જૂના સ્ટાર્સે શો છોડી દીધો છે અને તેમની જગ્યાએ નવા સ્ટાર્સ આવ્યા છે, જ્યારે દયાબેન એટલે કે દિશા વાકાણીએ શો છોડ્યા બાદ હજુ સુધી કોઈ શોમાં આવ્યું નથી. આ શો ટેલિવિઝન પર સૌથી લાંબો સમય ચાલતો શો છે.

આ સમાચાર પણ વાંચોઃ  TMKOC Munmun Dutta: જેઠાલાલ કે ઐયર નહીં આ વ્યક્તિ સાથે ડેટ પર જોવા મળી બબીતાજી, મુનમુન દત્તા ની તસવીરો એ ઉડાવ્યા લોકો ના હોશ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
taarak mehta ka ooltah chashmah champaklal aka amit bhatt is chain smoker
મનોરંજન

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના બાપુજી એટલે કે અમિત ભટ્ટ ને હતી આ ખરાબ આદત, ચંપક ચાચા ની આ લત વિશે જાણીને તમને પણ લાગશે નવાઈ

by Zalak Parikh June 17, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ શોમાં ચંપકલાલનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ પણ દર્શકોના પ્રિય પાત્રોમાંથી એક છે. દર્શકો ને ચંપકલાલ અને જેઠાલાલ ની ખાટી મીઠી નોકઝોક ખુબ પસંદ આવે છે. સિરિયલ માં હંમેશા આદર્શવાદી રહેતા ચંપકલાલ એટલેકે અભિનેતા અમિત ભટ્ટ ને એક ખુબ જ ખરાબ આદત હતી. તો ચાલો જાણીયે તે કઈ ખરાબ લત અભિનેતા ને પડી હતી. 

આ સમાચાર પણ વાંચો: Anupamaa spoiler alert: અનુપમા માં થવા જઈ રહી છે પરિવાર ના સભ્ય ની રી એન્ટ્રી, સાથે જ સિરિયલ માં આવશે જબરજસ્ત ટ્વીસ્ટ, જાણો શો ના આગામી એપિસોડ વિશે

 

તારક મહેતા ના ચંપકચાચા છે ચેન સ્મોકર 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોમાં આદર્શવાદી પાત્ર ભજવનાર અમિત ભટ્ટ ચેન સ્મોકર છે.અહેવાલો અનુસાર, અમિત ભટ્ટ શરૂઆતમાં ખૂબ બીડી પીતા હતા અને તેઓ બીડી ચેઈન સ્મોકર હતા..એવું કહેવાય છે કે જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી સાથે તેની સારી મિત્રતા છે અને તે મજાકમાં તેની સાથે દુર્વ્યવહાર પણ કરતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Amit Bhatt (@amitbhatt9507)


મીડિયા રિપોર્ટ મુજબ અમિત ભટ્ટને એક એપિસોડ માટે 80 હજાર રૂપિયા ફી મળે છે. અમિત ભટ્ટે કૃતિ ભટ્ટ સાથે લગ્ન કર્યા છે અને તેમને બે દીકરાઓ પણ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Taarak mehta ka ooltah chashmah dilip joshi gets highest fee for jethalal know who is number second
મનોરંજન

TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો હાઈએસ્ટ પેડ અભિનેતા છે દિલીપ જોશી, બીજા નંબર ના અભિનેતા નું નામ જાણી ઉડી જશે તમારા હોશ

by Hiral Meria June 1, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો ( TV Actors ) એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ શો માં દિલીપ જોશી જેઠાલાલ નું પાત્ર ભજવી રહ્યા છે. દિલીપ જોશી આ શો ની શરૂઆત થી જોડાયેલા છે. જેઠાલાલ ( Jethalal ) માટે દિલીપ જોશીને સૌથી વધુ ફી ચુકવવામાં આવે છે.. તેને આ શોમાં કામ કરતા તમામ કલાકારો કરતા વધુ ફી મળે છે.તો ચાલો જાણીયે બીજા નંબર પર કયો અભિનેતા છે. 

TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં બીજા નંબર ના અભિનેતા ની ફી

તારક મહેતા માં જેઠાલાલ ની ભૂમિકા માટે દિલીપ જોશી ( Dilip Joshi ) ને પ્રતિ એપિસોડ 1.50 લાખ રૂપિયા ચુકવવામાં ( Show fees ) આવે છે. હવે વાત કરીએ આ શોમાં દિલીપ જોશી બાદ ક્યા અભિનેતા ને સૌથી વધુ ફી મળે છે.તે અભિનેતા બીજું કોઈ નહીં પણ ભીડે માસ્ટર  એટલે કે મંદાર ચંદવાદકર ( Mandar Chandwadkar ) છે. આ શો માટે તેને લગભગ 80 હજાર રૂપિયા પ્રતિ એપિસોડ ( TMKOC Episode ) ચૂકવવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Mandar Chandwadkar (@realmandarchandwadkar)

આ સમાચાર પણ વાંચો: Navya Naveli Nanda Bollywood Debut: ભાઈ અગસ્તય ની જેમ નવ્યા પણ કરી રહી છે બોલિવૂડ માં એન્ટ્રી? માતા શ્વેતા બચ્ચને જણાવી હકીકત

તમને જણાવી દઈએ કે મંદાર શો માં આત્મારામ તુકારામ ભીડે ની ભૂમિકામાં જોવા મળે છે. લોકો ને ભીડે ( Bhide ) અને જેઠાલાલ ની નોકઝોક ખુબ પસંદ આવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
jethalal dance on animal song jamal kudu video goes viral
મનોરંજન

Jethalal on Animal song: જેઠાલાલ પર ચઢ્યો જમાલ કુડુ નો રંગ, એનિમલ ના અબરાર ની જેમ ઝૂમતો જોવા મળ્યો અભિનેતા, જુઓ વાયરલ વિડીયો

by Zalak Parikh December 20, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Jethalal on Animal song: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ સિરિયલ માં જેઠાલાલ નું પાત્ર સૌથી લોકપ્રિય છે. લોકો જેઠાલાલ ના ઘણા મીમ બનાવી ચુક્યા છે. આ દિવસો માં ફિલ્મ એનિમલ નું બોબી દેઓલ નું એન્ટ્રી સોન્ગ જમાલ કુડુ ટ્રેન્ડ કરી રહ્યું છે ઘણા લોકો આ ગીત પર રીલ્સ બનાવી ચુક્યા છે હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તારક મહેતા ના જેઠાલાલ જમાલ કુડુ નો હુક અપ સ્ટેપ કરતો જોવા મળે છે.  

 

જેઠાલાલ નો ડાન્સ વિડીયો થયો વાયરલ 

એક સોશિયલ મીડિયા યુઝરે એક એડિટેડ વિડીયો શેર કર્યો છે જેમાં જેઠાલાલ એનિમલના બોબી દેઓલ ની સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે.વાસ્તવમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના એક સીન સાથે એનિમલ ના ગીત ‘જમાલ કુડુ’ ની ક્લિપ એડિટ કરી ને શેર કરવામાં આવી છે, જેમાં જેઠાલાલ બોબી દેઓલ જેવી જ સ્ટાઈલમાં ડાન્સ કરતો જોવા મળે છે. આ એડિટેડ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dipraj Jadhav (@dipraj_jadhav_edits)


તમને જણાવી દઈએ કે ફિલ્મ એનિમલ માં બોબી દેઓલ ના પાત્ર નું નામ અબરાર છે. આ ફિલ્મ માં તેનું પાત્ર મૂંગું છે એટલેકે તે બોલી નથી શકતો. આ ફિલ્મ માં બોબી દેઓલ ના અભિનય ના ખુબ વખાણ થઇ રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : TMKOC Jethalal: જેઠાલાલ ના રીયલ લાઈફ પુત્ર ના લગ્ન માં પહોંચી તેની રીલ લાઈફ પત્ની,તારક મહેતા ની સ્ટારકાસ્ટ સાથે ની તસવીર થઇ વાયરલ

 

December 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
taarak mehta ka ooltah chashmah fans in tears boycott tmkoc trends
મનોરંજન

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીઆરપી વધારવા માટે મેકર્સે રમેલો નવો દાવ તેના પર પડ્યો ભારે, ટ્વીટર પર ઉઠી આવી માંગ

by Zalak Parikh December 4, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી દર્શકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં ખાસ જગ્યા બનાવી છે, તેમાં પણ જેઠાલાલ અને દયાભાભી ને લોકો એ ખુબ પ્રેમ આપ્યો છે. જ્યારથી દિશા વાકાણી એ શો છોડ્યો છે ત્યારથી લોકો તેના આગમન ની રાહ જોઈ રહ્યા છે. મેકર્સે તાજેતર ના પ્રોમો એ તેવું બતાવ્યું હતું કે દયાભાભી પાછી આવી રહી છે. આ જાણી ને જેઠાલાલ ની સાથે સાથે દર્શકો પણ ખુશ થઇ ગયા હતા. પરંતુ તારક મહેતા નો લેટેસ્ટ એપિસોડ જોયા બાદ ટ્વીટર પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટ્રેન્ડ થઇ રહ્યું છે. 

 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટ્વીટર પર થયું ટ્રેન્ડ 

તારક મહેતા ના લેટેસ્ટ એપિસોડ માં જોવા મળ્યું હતું કે, ગોકુલધામ સોસાયટીમાં એક કાર આવે છે અને દરેક લોકો ખૂબ જ ખુશ છે. આ દરમિયાન જેઠાલાલ પણ ખૂબ આનંદથી કારનો દરવાજો ખોલે છે પરંતુ તે નિરાશ થઈ જાય છે. આ પછી તે ખૂબ જ દુઃખી થઈ જાય છે.આ જોઈને લોકો એ શોની સાથે જ પ્રોડ્યુસર અસિત મોદીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

Jethalal crying is the ultimate end on the show!!!💔

Thank you #asidmodi to disappoint your viewers again!!#BoycottTMKOCpic.twitter.com/l8BMrNjrFf

— Troll cricket (@Cricketexpertac) December 2, 2023


જેઠાલાલ ને રડતા જોઈ ટ્વીટર પર લોકો તેને સાંત્વના આપી રહ્યા છે.

@AsitKumarrModi So you’re happy now after breaking the hearts of all your viewers & now there is no reason left to watch the new ep, okay we understand what you want to do, Shame on you! #BoycottTMKOC #tmkoc pic.twitter.com/b2Qlq55gyP

— Ayush Mohanty (@iamayushmohanty) December 2, 2023


એક યુઝરે અસિત મોદી ને ટેગ કરતા લખ્યું છે કે, ‘@અસીતમોદી બધા દર્શકો ના દિલ તોડી ને ખુશ છો. હવે નવો એપિસોડ જોવા માટે કોઈ કારણ નથી. ઠીક છે અમે હવે સમજી ગયા છીએ કે તમે શું કરવા માંગો છે. શરમ આવવી જોઈએ.’

Literally every audience to Tmkoc makers since years for making this comedy show to trash. #BoycottTMKOCpic.twitter.com/ylxTfQaiEy

— Mayur (@133_AT_Hobart) December 3, 2023


આ રીતે લોકો પોતાનો ગુસ્સો તારક મહેતા ના મેકર્સ પર કાઢી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચોઃ Alia bhatt animal review: આલિયા ભટ્ટે જોઈ પતિ રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ, અભિનેત્રી દ્વારા આપવામાં આવેલો ફિલ્મ નો રીવ્યુ થયો વાયરલ

December 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
taarak mehta ka ooltah chashmah latest video dayaben return in gokuldham society
મનોરંજન

Taarak mehta ka ooltah chashmah: ‘હે માં માતાજી’ કહેવા આવી રહી છે દયા ભાભી!જેઠાલાલ ની સાથે સાથે લોકો નો પણ ઉત્સાહ થયો બમણો, જુઓ શો નો લેટેસ્ટ વિડીયો

by Zalak Parikh December 1, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લિકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ દર્શકો ના દિલ માં એક ખાસ જગ્યા બનવી છે. આ શો માં દયા બેન નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી દિશા વાકાણી એ જ્યારથી શો છોડ્યો છે ત્યારથી તેના ચાહકો શો માં તેની વાપસી ની રાહ જોઈ રહ્યા છે. હવે શો નો નવો વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે દર્શકોની આ રાહનો અંત આવવાનો છે. આગામી એપિસોડમાં દયાબેનની ધમાકેદાર એન્ટ્રી જોવા મળશે.

 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો વિડીયો 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેટેસ્ટ એપિસોડમાં દયાબેનની વાપસી જોવા મળશે. થોડા મહિના પહેલા સુંદરલાલે જેઠાલાલને કહ્યું હતું કે તે પોતે દિવાળી પર દયાબેન ને લાવશે આવી સ્થિતિમાં હવે શોનોવિડીયો સામે આવ્યો છે. આ વિડીયો માં તમે જોઈ શકો છો કે જેઠાલાલ, ટપ્પુ અને બાપુજી દયાબેનના આગમનની ખુશીમાં ગરબા રમતા જોવા મળે છે.બીજી તરફ ગોકુલધામ સોસાયટીના સભ્યો પણ દયાબેનને આવકારવા આતુર દેખાય છે. જો કે જેઠાલાલ ના પરમ મિત્ર તારક મહેતા પરેશાન દેખાય છે. તે અંજલિ ને કહે છે કે તેને જેઠાલાલના નસીબ પર વિશ્વાસ નથી. દરેક વખતે તેમની સાથે કંઈક ખોટું થાય છે. બસ આ વખતે તેમની ખુશીઓ નષ્ટ ન થવી જોઈએ. તારક મહેતાને હજુ પણ દયાબેનના વાપસી અંગે શંકા છે.

 

View this post on Instagram

 

A post shared by TMKOC_Neela Film Productions (@taarakmehtakaooltahchashmahnfp)


આ વિડીયો જોયા બાદ દયા બેન ના ફેન્સ ખુશ જોવા મળી રહ્યા છે. પરંતુ તેમને ડર છે કે આ વખતે પણ મેકર્સ તેમનું  દિલ તોડી શકે છે.

આ સમાચાર પણ વાંચોઃ Shweta bachchan: શું શ્વેતા બચ્ચન અને તેના પતિ નિખિલ નંદા ના સંબંધ માં આવી ખટાશ? અમિતાભ બચ્ચન દ્વારા દીકરી ને બંગલો ગિફ્ટ કર્યા બાદ ચર્ચા એ પકડ્યું જોર

December 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
TMKOC jethalal aka dilip joshi reveals that he takes short break from show
મનોરંજન

Dilip joshi TMKOC: શું હવે તારક મહેતા માં નહીં જોવા મળે જેઠાલાલ?દિલીપ જોશીએ વિડીયો શેર કરી આપી માહિતી

by Zalak Parikh September 30, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 Dilip joshi TMKOC:લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘જેઠાલાલ’નું પાત્ર ભજવનાર અભિનેતા દિલીપ જોશી એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. શો માં લોકો ને જેઠાલાલ અને બબીતાજી ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવે છે.  હાલમાં જ દિલીપ જોશીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ આ શોમાંથી થોડો સમય બ્રેક લેવાના છે.

 

દિલીપ જોશી નો વિડીયો થયો વાયરલ 

તાજેતર માં દિલીપ જોશી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ તેના પરિવાર સાથે તાન્ઝાનિયાની ધાર્મિક યાત્રા પર જવા માટે શોમાંથી થોડો બ્રેક લીધો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ ન હોવા છતાં દિલીપે પોતાની પોસ્ટમાં પોતાની ધાર્મિક યાત્રાઓનો ઉલ્લેખ કર્યો છે. દિલીપ જોશી સોશિયલ મીડિયાના એટલા શોખીન નથી, તેમછતાં દિલીપની છેલ્લી પોસ્ટમાં ફરીથી તેમની ધાર્મિક યાત્રાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયોમાં દિલીપે એ પણ જણાવ્યું કે તે ધાર્મિક પ્રસંગ દરમિયાન અબુ ધાબી પણ જશે.

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi)

દિલીપ જોશી નહીં થાય ગણેશોત્સવ માં સામેલ  

જેઠાલાલે ખુલાસો કર્યો કે તેઓ આ વખતે ગોકુલધામ સોસાયટી ના ગણેશોત્સવનો ભાગ બની શકશે નહીં. બાપ્પાનું સ્વાગત અને પ્રથમ આરતી કર્યા બાદ તેઓ ઈન્દોર જવા રવાના થશે. આ દ્રશ્ય એ સંકેત છે કે જેઠાલાલ થોડા દિવસો માટે શોમાંથી બહાર નીકળી રહ્યા છે કારણ કે તેઓ શૂટિંગમાંથી બ્રેક લઈ રહ્યા છે.

આ  સમાચાર પણ વાંચો : Lata Mangeshkar: લતા મંગેશકર ની અધૂરી રહી ગઈ પ્રેમ કહાની, સ્વર કોકિલા ને આપવામાં આવ્યું હતું ધીમું ઝેર, જાણો સુર સામગ્રી વિશે ના સાંભળેલી વાતો

 

September 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
TMKOC shailesh lodha reveals still he is in touch with jethalal aka dilip joshi
મનોરંજન

TMKOC: શું તારક મહેતા છોડ્યા પછી પણ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ના ‘પરમમિત્ર’ છે મહેતા સાહેબ, શૈલેષ લોઢા એ કર્યો ખુલાસો

by Zalak Parikh September 27, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

TMKOC: લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘તારક મહેતા’નું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા લાંબા સમયથી શોના નિર્માતા અસિત કુમાર મોદી સાથેના વિવાદને કારણે ચર્ચામાં છે. અભિનેતાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે અસિત મોદીએ તેના પ્રત્યે અભદ્ર શબ્દો નો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેને શો ને અલવિદા કહી દીધું હતું. 

 

શૈલેષ લોઢા એ દિલીપ જોશી સાથે ની મિત્રતા અંગે કરી વાત 

શૈલેશ લોઢા એ તારક મહેતા શો છોડ્યા બાદ દિલીપ જોશી સાથેના સંબંધો વિશે વાત કરતા કહ્યું કે, ‘અમારી ઈન્ડસ્ટ્રીમાં દરેક એક્ટર અને વ્યક્તિ પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત છે. આપણે બધા આપણા જીવનમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને એકબીજા સાથે વાત કરવાનો મોકો નથી મળતો, પણ જયારે પણ મળીશું મળીશું તો પાછા એવી રીતે મળીશું જેમ હંમેશા મળતા … આ દુનિયાની હાલત છે, વાતચીત ઓછી રહે છે. , એકવાર આપણે છૂટા પડીએ, તો…’

આ  સમાચાર પણ વાંચો : Shailesh lodha TMKOC: જેનિફર બાદ હવે શૈલેષ લોઢા લગાવ્યો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના મેકર્સ પર આરોપ, જણાવ્યું શો છોડવા પાછળનું સાચું કારણ

શો માં શૈલેષ લોઢા અને દિલીપ જોશી ની દોસ્તી 

તમને જણાવી દઈએ કે, શૈલેષ લોઢા અને દિલીપ જોશી એકબીજાની ખૂબ જ નજીક છે. શોમાં તેમની ઓન-સ્ક્રીન જોડી ચાહકોને ખુબ પસંદ આવી હતી. આ બંને શોમાં એકબીજાના પરમમિત્ર ની ભૂમિકા ભજવી રહ્યા હતા. તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા જેઠાલાલની દરેક સમસ્યાનું સમાધાન કાઢતા હતા. બન્ને વચ્ચે નું બોન્ડ ખુબજ સારી રીતે બતાવવામાં આવ્યું હતું.  

September 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક