• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - karishma kapoor
Tag:

karishma kapoor

Karishma Kapoor’s Children Have Legal Right in Sunjay Kapur’s Property, Says His Sister
મનોરંજન

Karishma Kapoor: શું સંજય કપૂરની મિલકતમાં કરિશ્મા કપૂરના બાળકોનો રહેશે હક્ક?બહેન મંધીરાએ આપી સ્પષ્ટતા

by Zalak Parikh August 20, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Karishma Kapoor: બોલીવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર (Karishma Kapoor)ના પૂર્વ પતિ સંજય કપૂર (Sunjay Kapur)નું 12 જૂન 2025ના રોજ નિધન થયું હતું. તેમના નિધન બાદ તેમની કંપની ‘સોના કોમસ્ટાર’ (Sona Comstar), જેની કિંમત અંદાજે 30,000 કરોડ છે, તેના માલિકી હક્કને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સંજયની ત્રીજી પત્ની અને માતા વચ્ચે આ વિવાદ છે. આ દરમિયાન ચર્ચા થઈ રહી છે કે કરિશ્માના બાળકોનો આ મિલકતમાં કેટલો હક્ક છે?

આ સમાચાર પણ વાંચો : Aamir Khan: ફૈસલ ખાને ભાઈ આમિર ખાન ને ચોંકાવનારો ખુલાસો, અભિનેતા ના અફેર વિશે કહી આવી વાત

મંધીરા કપૂરનું નિવેદન

સંજય કપૂરની બહેન મંધીરા કપૂરે એક ઇન્ટરવ્યુમાં કરિશ્માની પ્રશંસા કરતા કહ્યું, “કરિશ્મા એક ઉત્તમ માતા છે. તેમણે પરિવારને એક રાખવામાં ખૂબ મહેનત કરી છે. તેમના બાળકો અમારા માટે ખૂબ મહત્વના છે. મારા પિતા અને માતા બંને તેમને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ હંમેશા અમારા પરિવારનો ભાગ રહેશે.” 

 

View this post on Instagram

 

A post shared by Karisma Kapoor (@therealkarismakapoor)


મંધીરાએ સ્પષ્ટ કર્યું કે કરિશ્માના બાળકો — સમાયરા અને કિયાન — તેમના પિતાની મિલકતમાં કાનૂની હક્કદાર છે. તેઓ કપૂર પરિવારના સભ્ય છે અને તેમના માટે પરિવારમાં પ્રેમ અને સન્માન છે. અગાઉ એવી અફવા હતી કે કરિશ્માએ બાળકોના હક્ક માટે દાવો કર્યો છે, પણ આ વાતને ખોટી સાબિત કરવામાં આવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Reliance Jewels Launches Dazzling Swarnabanga Jewelery Collection: A Poetic Salute to Bengal for the Festive Season
વેપાર-વાણિજ્ય

Reliance Jewels: રિલાયન્સ જ્વેલ્સ દ્વારા ઝાકઝમાળભર્યું સ્વર્ણબંગા જ્વેલરી કલેકશન રજૂ કરાયું : તહેવારની મોસમ માટે બંગાળને કાવ્યાત્મક સલામી

by Hiral Meria October 10, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Reliance Jewels: ભારતની સૌથી ભરોસાપાત્ર જ્વેલરી બ્રાન્ડ્સમાંથી ( jewelery brands) એક રિલાયન્સ જ્વેલ્સ દ્વારા બંગાળના ( Bengal )  કાવ્યાત્મક સૌંદર્ય અને કળાત્મક વારસા દ્વારા પ્રેરિત મનોહર જ્વેલરી કલેકશન ( Jewelery Collection ) સ્વર્ણબંગા ( Swarn Banga ) રજૂ કરવામાં આવ્યું છે. આ કલેકશન પ્રદેશના ટેરાકોટ્ટા મંદિરો, શાંતિનિકેતનની પવિત્રતા અને દુર્ગાપૂજાની ખૂબીઓની નાજુકતાને મઢી લે છે. રિલાયન્સ જ્વેલ્સ દ્વારા રજૂ કરાયેલા ભારતના અલગ અલગ પ્રદેશોથી પ્રેરિત થીમ આધારિત જવેલરી કલેકશન્સની સિરાઝમાં આ 8મું કલેકશન છે.

કલાકારોથી ભરચક ભવ્ય સંધ્યા વચ્ચે સ્વર્ણબંગા બોલીવૂડની અભિનેત્રી ( Bollywood actress ) કરિશ્મા કપૂર ( Karishma Kapoor) દ્વારા લોન્ચ કરાયું હતું, જેણે કલેકશન રજૂ કરવા સાથે શોસ્ટોપર તરીકે રેમ્પ પર વોક પણ કર્યું હતું.

આ લોન્ચ વિશે બોલતાં રિલાયન્સ જ્વેલ્સની સીઈઓ શ્રી સુનિલ નાયકે જણાવ્યું હતું કે, “બંગાળ તેના સ્વર્ણિમ કળાત્મક વારસા સાથે ભારતના કળા અને હસ્તકળાના ઈતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે. અમને ભારતના અલગ અલગ પ્રદેશથી પ્રેરિત જ્વેલરીની સિરીઝમાં આ 8મું કલેકસન આપણા રાષ્ટ્રની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓની ઉજવણી કરવાની અમારી કટિબદ્ધતાનો દાખલો છે. સ્વર્ણબંગા કલેકશન તેની સમકાલીન ડિઝાઈન, નાજુક કળાકારીગરી અને મનોહરતા સાથે નિશ્ચિત આવનારાં વર્ષોમાં અમારા ગ્રાહકોને ગમશે.”

વર્ષોનાં વહાણાં વીતવા સાથે દરેક કલેકશન સાથે રિલાયન્સ જ્વેલ્સે ભારતના ગતિશીલ ઈતિહાસનું પ્રતિબિંબ પાડતી કળાકૃતિઓમાં જ્વેલરીને પરિવર્તિત કરતાં સાંસ્કૃતિક પ્રવાસે તેના માનવંતા ગ્રાહકોને લઈ ગઈ છે. સ્વર્ણબંગા કલેકશન બંગાળની સંસ્કૃતિ અને કળાત્મક વારસાની ખૂબીઓને મઢીને આ વારસો ચાલુ રાખે છે. આ કલેકશન ફક્ત જ્વેલરી નથી, પરંતુ ભારતના ઈતિહાસની અભિવ્યક્તિ છે.

Reliance Jewels Launches Dazzling Swarnabanga Jewelery Collection: A Poetic Salute to Bengal for the Festive Season

Reliance Jewels Launches Dazzling Swarnabanga Jewelery Collection: A Poetic Salute to Bengal for the Festive Season

સન્માનનીય અતિથિ કરિશ્મા કપૂરે જણાવ્યું હતું કે, “મને ધારણ કરવાનો વિશેષાધિકાર મળ્યો તે ડાયમંડ શોસ્ટોપર ખરા અર્થમાં કળાકૃતિ છે. તે પશ્ચિમ બંગાળની ખૂબીઓને સુંદર રીતે એકત્ર ગૂંથે છે. તહેવારની મોસમ આવી રહી હોવાથી હું મનઃપૂર્વક દરેકને મનોહરતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો સ્પર્શ ધરાવતું સ્વર્ણબંગા કલેકશન વસાવવા મનઃપૂર્વક ભલામણ કરું છું. તે ફક્ત જ્વેલરી નથી, પરંતુ બંગાળનો આત્મા અને વારસાનો નંગ છે, જે તમે ગૌરવ સાથે પહેરી શકો છો. હું આ કલેકશનથી ખરેખર મોહિત છું અને હું માનું છું કે આપણા ફેસ્ટિવ વોર્ડરોબમાં તે પરફેક્ત ઉમેરો બની રહેશે.”

આ સમાચાર પણ વાંચો : Rashtriya Raksha University: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે વિનામૂલ્યે આર્મી ભરતી તાલીમ

સ્વર્ણબંગા કલેકશન રિલાયન્સ જ્વેલ્સની નોંધપાત્ર સિરીઝમાં 8મું છે, જ્યાં દરેક કલેકશન ભારતના વૈવિધ્યપૂર્ણ પ્રદેશોમાંથી પરંપરા, શિલ્પશાસ્ત્ર અને કળાકારીગરી પ્રદર્શિત કરે છે. દાખલા તરીકે, થાંજાવુર કલેકશન છોલા સામ્રાજ્યની ગત રાજધાની થાંજાવુર પરથી પ્રેરણા લે છે. આ જ રીતે મહાલયા કલેકશન મહારાષ્ટ્રની મનોહરતા દર્શાવે છે, જ્યારતે રણકાર કલેકશન કચ્છના રણના સૌંદર્યથી પ્રેરિત છે.

Reliance Jewels Launches Dazzling Swarnabanga Jewelery Collection: A Poetic Salute to Bengal for the Festive Season

Reliance Jewels Launches Dazzling Swarnabanga Jewelery Collection: A Poetic Salute to Bengal for the Festive Season

ઉપરાંત રિલાયન્સ જ્વેલ્સનું કાસ્યમ કલેકશન બનારસની ભવ્યતાનો ચમકારો છે અને ઓડિશા પ્રેરિત ઉત્કલા કલેકશન દરિયાકાંઠાના પ્રદેશની સ્વર્ણિમતાની યાદ અપાવે છે, જ્યારે બ્રાન્ડનું ખાસ અતુલ્ય કલેકશન રાજસ્થાનના શાહી ભૂતકાળ અને મોગલ યુગની મનોહરતાની ઝાંખી કરાવે છે, જ્યારે અપૂર્વમ કલેકશન હમ્પીની શિલ્પશાસ્ત્રની અદભુતતા દર્શાવે છે.

સ્વર્ણબંગા કલેકશન હાલમાં બધા રિલાયન્સ જ્વેલ્સ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે.

સ્વર્ણબંગા કલેકશન વિશેઃ

સ્વર્ણબંગા કલેકશન બંગાળનું કાવ્યાત્મક સૌંદર્ય અને કળાત્મક વારસો દર્શાવે છે, જે નાજુક ટેરાકોટ્ટા મંદિરો, શાંતિનિકેતની પવિત્રતા અને દુર્ગાપૂજાની સ્વર્ણિમ ખૂબીઓનું દ્યોતક છે. ખાસ ચોકર્સ, નાજુક રીતે ઘડાયેલા લાંબા હાર, એરિંગ્સ અને બંગડીઓની સ્વર્ણિમ શ્રેણી સાથે સ્વર્ણબંગા કલેકશન બંગાળના આત્માનો દાખલો છે. તે તેની સંસ્કૃતિ અને પરંપરાઓને સમકાલીન જ્વેલરીમાં ગૂંથે છે.

સ્વર્ણબંગા કલેકશનની ફિલ્મ જોવા માટે અહીં ક્લિક કરોઃ https://youtu.be/n-30TVEtQ9Y

 રિલાયન્સ જ્વેલ્સ વિશેઃ

રિલાયન્સ જ્વેલ્સ એ રિલાયન્સ રિટેઈલ લિ.નો હિસ્સો છે અને 200થી વધુ શહેરોમાં શોરૂમોમાં 400થી વધુ સ્ટોર અને શોપ-ઈન-શોપ્સ ચલાવે છે. બ્રાન્ડ સોનું, હીરા અને ચાંદીના દાગીનાનાં કલેકશન્સની અદભુત શ્રેણી ઓફર કરે છે. ડિઝાઈન અને કળાકારીગરી પર એકાગ્રતા સાથે બ્રાન્ડનું લક્ષ્ય તેના ગ્રાહકોને કળા, હસ્તકળા અને સમૃદ્ધ ભારતીય વારસાથી પ્રેરિત ખાસ અને અજોડ ડિઝાઈનર કલેકશન ઓફર કરવાનું છે.

 

October 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
aamir khan lip kissed karisma kapoor 47 times for raja hindustani
મનોરંજન

Aamir khan :  રાજા હિન્દુસ્તાની ના એક મિનિટ ના કિસિંગ સીન માટે આમિર ખાને કરિશ્મા કપૂરને કરી હતી 47 વાર લિપ-કિસ, કારણ જાણીને તમે ચોંકી જશો

by Dr. Mayur Parikh July 20, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તમને આમિર ખાન અને કરિશ્મા કપૂરની ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની‘ યાદ હશે. જો તમને ‘રાજા હિન્દુસ્તાની‘ યાદ હશે તો તમને તે ફિલ્મના કિસિંગ સીન પણ યાદ હશે. આજે અમે તમને આ કિસિંગ સીન સાથે જોડાયેલી એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. વાસ્તવમાં આમિર ખાને આ શોર્ટ કિસિંગ સીન પૂરો કરવા માટે 47 ટેક લીધા હતા. એટલે કે તેણે કરિશ્મા કપૂરને 47 વાર કિસ કરી હતી. હવે તમે વિચારતા હશો કે આમિર ખાને કિસિંગ સીન માટે 47 ટેક કેમ લેવા પડ્યા? ચાલો જાણીયે.

રાજા હિન્દુસ્તાની ના કિસિંગ સીન માટે આમિર ખાને લીધા હતા 47 ટેક

કરિશ્મા કપૂરે એક ઈન્ટરવ્યુમાં કિસિંગ સીનની સંપૂર્ણ કહાણી જણાવી હતી. તે દિવસોને યાદ કરતાં તેણે કહ્યું, ‘એ એક કિસિંગ સીન માટે અમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એ સીન માટે લોકો અમારી ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ને યાદ કરે છે. પરંતુ, તેઓ જાણતા નથી કે માત્ર આ સીન શૂટ કરવામાં અમને ત્રણ દિવસ લાગ્યા હતા. વાસ્તવમાં, અમે ફેબ્રુઆરી મહિનામાં ઉટીની ઠંડીમાં ‘રાજા હિન્દુસ્તાની’ નું શૂટિંગ કરી રહ્યા હતા. જ્યારે પણ અમે કિસિંગ સીન શૂટ કરવા જતા ત્યારે અમે ધ્રૂજવા લાગતા. કોઈપણ ટેક બરાબર થઈ નહોતો રહ્યો.કરિશ્માએ વધુમાં કહ્યું કે, ‘અમે પરેશાન હતા. અમારી હાલત એવી થઈ ગઈ હતી કે આ દ્રશ્ય ક્યારે પૂરું થશે. છેલ્લે 47 રિટેક પછી પરફેક્ટ શોટ આવ્યો.

આ સમાચાર પણ વાંચો:  Tuljabhavani Temple Jewelry Missing : મહારાષ્ટ્રની કુલસ્વામીની માતા તુલજાભવાનીના અમૂલ્ય ઘરેણા ગાયબ? તપાસમાં બહાર આવી આ ચોંકાવનારી માહિતી…

રાજા હિન્દુસ્તાની એ કર્યો હતો આટલા કરોડ નો બિઝનેસ

તમને જણાવી દઈએ કે, તે સમયે ‘રાજા હિન્દુસ્તાની’ છ કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. ફિલ્મે આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી અને 78 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

July 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
karishma kapoor ex husband sanjay kapur said his mother to slap actress for post pregnancy
મનોરંજન

કરિશ્મા કપૂરના લગ્ન જીવનનું કાળું સત્ય આવ્યું સામે,પ્રેગ્નન્સી બાદ અભિનેત્રી ટાઈટ ડ્રેસમાં ફીટ ન થઈ ત્યારે તેના પતિએ કર્યું હતું આવું ગંદુ કૃત્ય

by Dr. Mayur Parikh January 9, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કરિશ્મા કપૂર ( karishma kapoor ) 90ના દાયકામાં લોકોના દિલ પર રાજ કરતી હતી. અભિનેત્રીનું લગ્નજીવન ખુબ જ મુશ્કેલી ભરેલું હતું. ભલે તે છૂટાછેડા લઈને પીડાદાયક દુનિયામાંથી બહાર આવી ગઈ હોય. પરંતુ તે સમયે તેની સાથે જે ઘટના બની હતી તે સમયાંતરે બહાર આવતી રહે છે. આજે તે પોતાના બાળકો સાથે સુંદર જીવન જીવી રહી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તે પોતાના અંગત જીવનની મુશ્કેલીઓમાં ખોવાઈ જતી હતી.

સંજય કપૂર પર કર્યો હતો ઘરેલુ હિંસાનો કેસ

અભિષેક બચ્ચન સાથે બ્રેકઅપ થયા બાદ કરિશ્મા કપૂરે વર્ષ 2003માં દિલ્હી સ્થિત બિઝનેસમેન સંજય કપૂર ( sanjay kapur ) સાથે લગ્ન કરી લીધા હતા. અભિનેત્રીના શરૂઆતના થોડા વર્ષો સારા રહ્યા. પરંતુ પાછળથી તેનું જીવન નરક જેવું બની ગયું. તેનો પતિ સંજય કપૂર એક્ટ્રેસ સાથે મારઝૂડ કરતો હતો.કરિશ્મા કપૂરે પણ પતિ સંજય કપૂર વિરુદ્ધ ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. તેણે કહ્યું કે સંજય તેને શો પીસની જેમ રજૂ કરતો હતો. લગ્ન પછી મને સમજાયું કે તેણે મારી સાથે લગ્ન કર્યા કારણ કે હું પ્રખ્યાત અભિનેત્રી હતી. તે મારા દ્વારા મીડિયામાં રહેવા માંગતો હતો. તે મને મિત્રો વચ્ચે ટ્રોફી વાઈફ તરીકે રજૂ કરતો હતો. તે મારા દ્વારા પોતાને લોકપ્રિય બનાવવા માંગતો હતો.

આ સમાચાર પણ વાંચો:   ખુશખબર / આ લોકોને નહીં ભરવું પડે ઈનકમ ટેક્સ, બજેટ પહેલા સરકારે આપી આ ગુડ ન્યૂઝ

પ્રેગ્નેન્સી દરમિયાન અભિનેત્રી ને કરી હતી ટોર્ચર

કરિશ્મા કપૂરે એ પણ જણાવ્યું કે પ્રેગ્નન્સી દરમિયાન મારું વજન વધી ગયું હતું. એકવાર પોસ્ટ પ્રેગ્નન્સીમાં ટાઈટ ડ્રેસ મને ફિટ નહોતો થતો. પછી તેણે તેની માતાને મને થપ્પડ મારવાનું કહ્યું.લગ્ન બાદ અભિનેત્રીએ પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી લીધી હતી. છૂટાછેડા બાદ કરિશ્માએ સંજય પર ઘણા આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે મારી પ્રેગ્નન્સી દરમિયાન તેણે મને ખૂબ ટોર્ચર કર્યું હતું. તેના પતિએ હનીમૂન પર તેની બોલી લગાવી હતી.લગ્નના 11 વર્ષ બાદ બંને વર્ષ 2016માં અલગ થઈ ગયા હતા. કરિશ્મા મુંબઈ શિફ્ટ થઈ ગઈ અને સિંગલ મધર બની તેના બન્ને બાળકો સમાયરા અને કિયાન નો ઉછેર કરી રહી છે.ભલે કરિશ્મા કપૂર મોટા પડદાથી દૂર છે. પરંતુ તે રિયાલિટી શોમાં ગેસ્ટ તરીકે દેખાય છે. આ સિવાય તે વેબ સિરીઝ ‘મેન્ટલહુડ’માં પણ જોવા મળી હતી. તેના અભિનયના પણ ખૂબ વખાણ થયા હતા.

January 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

બેબી શાવરમાં આલિયા ભટ્ટ ના ચહેરા પર જોવા મળી પ્રેગ્નન્સીની ચમક-સિમ્પલ લુક માં નજર આવી અભિનેત્રી-જુઓ ગોદ ભરાઈ ની તસવીરો 

by Dr. Mayur Parikh October 6, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની(Bollywood) જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટ(Actress Alia Bhatt) અને રણબીર કપૂર(Ranbir Kapoor) ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. કપૂર પરિવારમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના બાળકની આતુરતાથી રાહ જોવાઈ રહી છે એટલું જ નહીં ચાહકો પણ તેમના તરફથી સારા સમાચાર સાંભળવા આતુર છે. ખાસ વાત એ છે કે ગઈકાલે આલિયા ભટ્ટની બેબી શાવર સેરેમની(Baby shower ceremony) બેબીના આગમનની ખુશીમાં થઈ હતી, જેમાં કરિશ્મા કપૂર(Karishma Kapoor), નીતુ કપૂર(Neetu Kapoor), રિદ્ધિમા કપૂર સાહની(Riddhima Kapoor Sahni) સહિત કપૂર અને ભટ્ટ પરિવારના (Kapoor and Bhatt families) ઘણા ખાસ સભ્યો સામેલ થયા હતા. તેની આ સાથે જોડાયેલી તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આલિયા ભટ્ટનો ગોદ ભરાઈ સાથે જોડાયેલો ફોટો પણ ચર્ચામાં છે, જેમાં એક્ટ્રેસની ચમક જોવા જેવી હતી.

આલિયા ભટ્ટના બેબી શાવર માટે સાસુ નીતુ કપૂર સૌથી પહેલા આવી હતી. પિંક અને ગ્રીન ડ્રેસમાં નીતુ કપૂરનો લુક જોવા જેવો હતો. તમને જણાવી દઈએ કે અભિનેત્રી પણ દાદી બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

આલિયા ભટ્ટના બેબી શાવર માટે રિદ્ધિમા કપૂર પણ નીતુ કપૂર(Neetu Kapoor) સાથે ત્યાં જોડાઈ હતી. આલિયા સાથે તેની નણંદ રીધ્ધીમા નું બોન્ડિંગ ઘણું સારું છે અને તે ઘણીવાર એક્ટ્રેસ સાથે પોતાના ફોટો શેર કરતી જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો : ભાડાના ઘરમાંથી પોતાના ઘરમાં શિફ્ટ થશે ધક ધક ગર્લ માધુરી દીક્ષિત-અધધ આટલા કરોડ ચૂકવીને મુંબઈમાં ખરીદ્યો ફ્લેટ

કરિશ્મા કપૂર અને રણબીર કપૂરનું બોન્ડિંગ ઘણું સારું છે. આ સાથે તે ભાભી આલિયાની પણ નજીક છે. ગોદ ભરાઈમાં હાજરી આપવા આવેલી કરિશ્મા કપૂરની ટશન પણ જોવા જેવું હતું.

આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ(Shaheen Bhatt) બહેનો તેમજ એકબીજાની બેસ્ટ ફ્રેન્ડ્સ છે. તે પણ આ ખાસ પ્રસંગે તેની બહેનને સપોર્ટ કરવા સમયસર પહોંચી ગઈ હતી.

જો આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે સંબંધિત કોઈ કાર્યક્રમ હોય અને અયાન મુખર્જી(Ayan Mukherjee) ત્યાં જોવા ન મળે તો તે થવું મુશ્કેલ છે. તે બંનેના બેસ્ટ ફ્રેન્ડ જ નહીં પરંતુ તેમની ફિલ્મના ડાયરેક્ટર પણ છે.

આલિયા ભટ્ટના બેબી શાવર માટે પૂજા ભટ્ટના(Pooja Bhatt) ચહેરા પર પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. ફોટોમાં તેનો લુક પણ ઘણો જબરદસ્ત લાગતો હતો. 

આલિયા ભટ્ટે તેની ગોદ ભરાઈ ના  ખાસ અવસર પર પીળા કલરનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તેનો લુક જોવા જેવો હતો. ફોટામાં અભિનેત્રીના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળી રહ્યો હતો.

આલિયા ભટ્ટના બેબી શાવર માટે કપૂર પરિવારની તમામ મહિલાઓ એક ફ્રેમમાં જોવા મળી હતી. રિદ્ધિમા કપૂર સાહનીથી લઈને શ્વેતા બચ્ચન નંદા, નીતુ કપૂર અને સોની રાઝદાન બધા એક જ ફ્રેમમાં સાથે જોવા મળ્યા હતા.

October 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

47 વર્ષની કરિશ્મા કપૂરે પોતાના પૂલ ફોટોથી વધાર્યું ઈન્ટરનેટ નું તાપમાન-બ્લેક મોનોકીની માં લાગી રહી છે ગ્લેમરસ-જુઓ ફોટોગ્રાફ્સ

by Dr. Mayur Parikh June 8, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

કરિશ્મા કપૂર ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કરિશ્માએ (Karishma Kapoor)હાલમાં જ તેના પિતરાઈ ભાઈ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના (Ranbir Alia wedding)લગ્નની ઘણી તસવીરો શેર કરી હતી. હવે અભિનેત્રીએ પોતાનો ખૂબ જ બોલ્ડ ફોટો (bold photo)શેર કર્યો છે, જેમાં તે મોનિકીની માં જોવા મળી રહી છે. તેની કિલર સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.

કરિશ્મા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ (Karisjhma kapoor instagram)પર તેનો લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યો છે. આ તસવીરમાં અભિનેત્રી બ્લેક મોનોકીની(Black monokini) માં જોવા મળી રહી છે. તે તેના પરફેક્ટ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

અભિનેત્રી એક પૂલમાં(pool) જોવા મળે છે અને તેનો ચહેરો બીજી તરફ છે. અભિનેત્રીની સામે સમુદ્ર(sea) દેખાઈ રહ્યો છે અને આ નજારો ખૂબ જ સુંદર છે. 

આ ફોટોમાં કરિશ્મા કપૂર ખૂબ જ સુંદર  લાગી રહી છે. આ થોબ્રેક ફોટો સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ડે ડ્રીમીંગ.(day dreaming)તેના ચાહકો તેના ફોટાપરથી નજર હટાવી શકતા નથી. 

આ સમાચાર પણ વાંચો : મૌની રોયે તેના કિલર લૂકથી વધાર્યો ઈન્ટરનેટ નો પારો- અભિનેત્રી ના શાનદાર પોઝ જોઈને ચાહકો થઈ ગયા સ્તબ્ધ-જુઓ ફોટોગ્રાફ્સ

June 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

શું ફરી વાર લગ્ન કરશે કરિશ્મા કપૂર? આ પ્રશ્ન નો અભિનેત્રી એ આપ્યો આવો જવાબ

by Dr. Mayur Parikh April 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર (Karshma Kapoor) એ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે જે સોશિયલ મીડિયા (social media) પર ખૂબ જ એક્ટિવ રહે છે. કરિશ્મા અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને તેના દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ કરિશ્માએ ઈન્સ્ટાગ્રામ (instagram) પર ચાહકોના સવાલોના જવાબ આપવાનું નક્કી કર્યું અને ઘણા સવાલોના જવાબ પણ આપ્યા.

કરિશ્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર 'આસ્ક મી એનિથિંગ' (ask me anything) સેશન કર્યું અને આ દરમિયાન ચાહકોએ તેના ફેવરિટ ફૂડથી લઈને ફેવરિટ કલર સુધીના પ્રશ્નો પૂછ્યા. આ દરમિયાન એક યુઝરે અભિનેત્રી પાસેથી જાણવા માંગ્યું કે શું તે ફરી લગ્ન (marriage) કરશે? તેના જવાબમાં અભિનેત્રીએ લખ્યું, 'ડિપેન્ડ્સ'.(depends) કરિશ્માના આ જવાબ પછી આશા રાખી શકાય કે શું તે ભવિષ્યમાં લગ્ન કરી શકે છે. જણાવી દઈએ કે કરિશ્મા પોતાના પહેલા લગ્ન વિશે વાત નથી કરતી.કરિશ્માના અંગત જીવનની વાત કરીએ તો તેણે વર્ષ 2003માં ઉદ્યોગપતિ સંજય કપૂર (businessman Sanjay Kapoor) સાથે શીખ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. વર્ષ 2005 માં, તેમની પુત્રી સમાયરાનો (Samayra) જન્મ થયો અને વર્ષ 2010 માં, બંને એક પુત્ર કિયાનના (Kiaan)  માતાપિતા બન્યા. પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને બંનેએ વર્ષ 2014માં પરસ્પર સંમતિથી છૂટાછેડા (divorce) નોંધાવ્યા હતા, ત્યારપછી વર્ષ 2016માં બંનેએ છૂટાછેડા લીધા હતા. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સમાયરા 17 વર્ષની અને કિયાન 12 વર્ષના  થઈ ગયા છે.

આ સમાચાર પણ વાંચો : કોણે બબીતાજી ની સામે ચાકુ ઉગામવાની કરી હિંમત ! જેના કારણે જેઠાલાલ બન્યો રોબિનહૂડ; જુઓ ફની વિડીયો

કરિશ્મા કપૂરનું નામ દિલ્હી (Delhi)  સ્થિત બિઝનેસમેન સંદીપ તોષનીવાલ (Sandip Toshniwal) સાથે જોડાયું છે અને બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. જો કે, તેણે ક્યારેય તેમના સંબંધો વિશે કશું કહ્યું નથી. કરિશ્માના પિતા અને દિગ્ગજ અભિનેતા રણધીર કપૂરે(Randhir Kapoor) પુત્રીના બીજા લગ્ન વિશે કહ્યું હતું કે જો તે ફરીથી લગ્ન કરે તો તેમાં ખોટું શું છે? જોકે રણધીરે કહ્યું હતું કે કરિશમાએ તેને નકારી કાઢ્યું છે કે તે ફરીથી લગ્ન નહીં કરે, તે ફક્ત તેના બાળકોની સારી સંભાળ રાખવા માંગે છે. તમને જણાવી દઈએ કે કરિશ્મા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને અહીં તેના 7 મિલિયન એટલે કે 70 લાખ ફેન્સ છે.

April 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

રણબીર-આલિયા બાદ શું હવે કરિશ્મા કપૂરના લગ્નની શહનાઈ વાગશે ? આ શુકને આપ્યો સંકેત

by Dr. Mayur Parikh April 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની (Ranbir-Alia wedding) ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને હવે ચાહકોનો અંત આવી ગયો છે. બોલિવૂડનું પાવર કપલ (power couple) કહેવાતા આલિયા અને રણબીર લગ્નના (Ranbir-Alia)બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા (social media) પર જોરદાર વાયરલ થઈ રહી છે. આલિયા સિવાય પરિવારના બાકીના સભ્યો પણ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આ દરમિયાન કરિશ્મા કપૂરે  (Karishma Kapoor) કેટલીક તસવીરો શેર કરી છે, જેના પછી સવાલો ઉઠી રહ્યા છે કે, શું આલિયા અને રણબીર પછી કરિશ્મા કપૂર લગ્ન (Karishma wedding)  કરવા જઈ રહી છે?

View this post on Instagram

A post shared by Karisma Kapoor (@therealkarismakapoor)

વાત એમ છે કે, કરિશ્મા કપૂરે ઇન્સ્ટાગ્રામ (instagram) પર બે તસવીરો શેર કરી છે, જે આલિયાની કલીરા સેરેમનીની (Kaleera ceremoney) છે. એક તસવીરમાં કરિશ્મા તેના હાથમાં પકડેલો ક્લેરાનો ટુકડો બતાવતી જોવા મળે છે. તો, બીજી તસવીરમાં જોઈ શકાય છે કે કરિશ્મા (Karishma Kapoor) લગ્નમાં હાજર ગર્લ ગેંગની વચ્ચે ઉભી છે અને તે પોતાના હાથમાં ક્લેરાનો ટુકડો પકડીને તેને કૂદી રહી છે. આ તસવીરથી સ્પષ્ટ છે કે આલિયાએ લગ્નમાં કલીરા સેરેમની (Kaleera ceremoney) કરી હતી અને તેના હાથનો ટુકડો કરિશ્મા કપૂર પર પડ્યો હતો, જેના કારણે અભિનેત્રી ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ હતી.કરિશ્મા કપૂરે (Karishma Kapoor) આ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું, 'ઇન્સ્ટાગ્રામ વિરુદ્ધ વાસ્તવિકતા… કલીરા મારા પર પડી મિત્રો.' કરિશ્માના આ ફોટા પર ઘણા લોકોએ કમેન્ટ (comments) કરી છે, જેમાં કેટલાક સેલેબ્સ કરિશ્માના વખાણ કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકોનું કહેવું છે કે હવે પછીનો નંબર તેનો છે.તમને જણાવી દઈએ કે પંજાબી લગ્નોમાં દુલ્હન પોતાની બંગડીઓ સાથે કલીરા બાંધે છે. તેણી પાછળથી તેણીની બહેનો અને મિત્રો પર તેના કાંડા ને ટ્વિસ્ટ કરે છે અને જો કાલીરા કોઈ પર પડે, તો એવું માનવામાં આવે છે કે આગામી લગ્ન તેના હશે.

આ સમાચાર પણ વાંચો : કંગના રનૌત ના રિયાલિટી શો 'લૉક અપ'માં તુષાર કપૂર સાથે એન્ટ્રી કરશે એકતા કપૂર, આ ખાસ પ્રસંગ ને કરશે સેલિબ્રેટ

તમને જણાવી દઈએ કે કરિશ્માએ  (Karishma Kapoor)વર્ષ 2003માં બિઝનેસમેન સંજય કપૂર (Sanjay Kapoor) સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કરિશ્મા કપૂર પુત્રી સમાયરા (samayra) અને પુત્ર કિયાનની (Kiaan) માતા બની હતી. જોકે, સંજય અને કરિશ્માના લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. લગ્નજીવનમાં તણાવને કારણે બંનેએ વર્ષ 2016માં છૂટાછેડા (divorse) લીધા હતા.

April 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક