Tag: kartik aryan

  • Bhool bhulaiyaa 3: ‘હે હરિ રામ’, ભૂલ ભુલૈયા 3 નું ટાઇટલ ટ્રેક થયું રિલીઝ, કાર્તિક આર્યન ના ડાન્સ મૂવ્સ જોઈ તમે પણ થઇ જશો તેના દીવાના

    Bhool bhulaiyaa 3: ‘હે હરિ રામ’, ભૂલ ભુલૈયા 3 નું ટાઇટલ ટ્રેક થયું રિલીઝ, કાર્તિક આર્યન ના ડાન્સ મૂવ્સ જોઈ તમે પણ થઇ જશો તેના દીવાના

    News Continuous Bureau | Mumbai

    Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 દિવાળી ના અવસર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ ના ટ્રેલરે તો ધૂમ મચાવી જ હતી હવે મેકર્સે ફિલ્મ નું ટાઇટલ ટ્રેક પણ રિલીઝ કર્યું છે  જે હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીત માં ઇન્ટરનેશનલ રેપર પિટબુલે ગીતમાં રેપ કર્યું છે.તેમજ આ ગીત માં દિલજિત દોસાંજ એ પણ તેનો અવાજ આપ્યો છે. તેમજ કાર્તિક આર્યન ના ડાન્સ મૂવ્સ જોઈ તમે પણ તેના દીવાના થઇ જશો. 

    આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 ના એક નહિ પરંતુ બે કલાઇમેકસ સીન થયા છે શૂટ, જાણો શું છે તેની પાછળ નું કારણ

    ભૂલ ભુલૈયા 3 નું ટાઇટલ ટ્રેક 

    ભૂલ ભુલૈયા 3 નું ટાઇટલ ટ્રેક હરે રામ હરે રામ હે રામ હરિ રિલીઝ થઇ ગયું છે. આ ગીત ને પ્રિતમે કમ્પોઝ કર્યું છે. ગીત ના ઓરિજિનલ સિંગર નીરજ શ્રીધરના અવાજની સાથે આ વખતે આ ગીતમાં ઇન્ટરનેશનલ રેપર પિટબુલે ગીતમાં રેપ કર્યું છે.તેમજ આ ગીત માં દિલજિત દોસાંજ એ પણ તેનો અવાજ આપ્યો છે.આ વખતે કાર્તિક આર્યન ના ડાન્સ મૂવ્સ એ લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા છે.  

    View this post on Instagram

    A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

    ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન રૂહ બાબા ની ભૂમિકામાં પાછો ફર્યો છે. જેનો સામનો એક નહિ પરંતુ બે મંજૂલિકા સાથે થશે. આ ફિલ્મ માં વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મંજૂલિકા ની ભૂમિકામાં જોવા મળશે. તેમજ તૃપ્તિ ડીમરી કાર્તિક આર્યન ની પ્રેમિકા ની ભૂમિકામાં જોવા મળશે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 ના એક નહિ પરંતુ બે કલાઇમેકસ સીન થયા છે શૂટ, જાણો શું છે તેની પાછળ નું કારણ

    Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 ના એક નહિ પરંતુ બે કલાઇમેકસ સીન થયા છે શૂટ, જાણો શું છે તેની પાછળ નું કારણ

    News Continuous Bureau | Mumbai

    Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 એ દિવાળી ના અવસર પર રિલીઝ થવાની છે. જ્યારથી આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી લોકો આ ફિલ્મ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.તમને જાણી ને નવાઈ લાગશે કે આ ફિલ્મના બે ક્લાઈમેક્સ શૂટ કરવામાં આવ્યા છે. પરંતુ આવું શા માટે તે હજુ સુધી જાણી શકાયું નથી.હવે આ કરવા પાછળ નું કારણ ફિલ્મ ના ડાયરેક્ટર અનીસ બઝમી એ આપ્યું છે. 

    આ સમાચાર પણ વાંચો : Dhoom 4 update: ધૂમ 4 માં રણબીર કપૂર સાથે જામશે આ અભિનેત્રી ની જોડી! પહેલા પણ અભિનેતા સાથે કરી ચુકી છે રોમાન્સ

    ભૂલ ભુલૈયા 3 ના ક્લાઈમેક્સ સીન પર અનીસ બઝમી એ કરી વાત 

    ભૂલ ભુલૈયા 3 ના ડાયરેક્ટર અનીસ બઝમી એ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને ફિલ્મ ના બે ક્લાઈમેક્સ સીન વિશે વાત કરતા જણાવ્યું હતું કે,  “અમે બે ક્લાઈમેક્સ બનાવવા માગતા હતા જેથી દરેક વ્યક્તિ અનુમાન લગાવે. અમે કંઈપણ છોડવા માંગતા ન હતા. હું નહોતો ઈચ્છતો કે ક્લાઈમેક્સ બગડે. ફિલ્મના પ્રથમ શો પછી, દરેકને ક્લાઈમેક્સ ખબર પડી જ જાય છે પરંતુ મને લાગે છે કે તેઓ તેના મિત્રો માટે તેને બગાડતા નથી. જો તેમને ફિલ્મ ગમશે તો તેઓ તેમને ફિલ્મ જોવા આવવાનું કહેશે. મને લાગે છે કે આ સુંદરતા છે. અને આ જનતાનો અધિકાર પણ છે. જો તેઓએ પૈસા આપ્યા છે, અને તેઓ અમને પ્રેમ આપી રહ્યા છે, તો તેઓએ આનંદ કરવો જોઈએ.”

    અનીસના કહેવા પ્રમાણે, માત્ર 4 થી 6 લોકો ને જ ફિલ્મ ના અસલી ક્લાઈમેક્સ વિશે ખબર છે. તેણે ખૂબ જ ગુપ્ત રીતે ક્લાઈમેક્સનું શૂટિંગ કર્યું છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 ના મેકર્સ ની થઇ ચાંદી, ફિલ્મની રિલીઝ પહેલા જ કમાઈ લીધા બજેટ ના 90% પૈસા, જાણો કેવી રીતે

    Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 ના મેકર્સ ની થઇ ચાંદી, ફિલ્મની રિલીઝ પહેલા જ કમાઈ લીધા બજેટ ના 90% પૈસા, જાણો કેવી રીતે

    News Continuous Bureau | Mumbai

    Bhool bhulaiyaa 3:ભૂલ ભુલૈયા 3 એ દિવાળી ના અવસર પર રિલીઝ થશે.આ ફિલ્મ માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી, વિદ્યા બાલન જોવા મળશે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ માં માધુરી દીક્ષિત પણ મહત્વ ની ભૂમિકા માં જોવા મળશે. હવે ફિલ્મ ની રિલીઝ પહેલા જ મેકર્સ એ ફિલ્મ ની બજેટ ના 90% પૈસા કમાઈ લીધા છે તો ચાલો જાણીયે કેવી રીતે મેકર્સ એ કમાયા આ પૈસા 

    આ સમાચાર પણ વાંચો : KBC 16: કેબીસી 16 ના મંચ પર આમિર ખાને અમિતાભ બચ્ચન નો મોટો ફેન હોવાનો આપ્યો પુરાવો જેને જોઈ બિગ બી પણ રહી ગયા દંગ

    ભૂલ ભુલૈયા 3 ના મેકર્સ ની થઇ ચાંદી 

    ભૂલ ભુલૈયા 3 નું બજેટ માત્ર 150 કરોડ રૂપિયા છે પરંતુ ફિલ્મે રિલીઝ પહેલા જ 135 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. વાત એમ છે કે ભૂલ ભૂલૈયા 3 ના ડિજિટલ અધિકારો ઓટિટિ પ્લેટફોર્મ નેટફિલ્ક્સ એ  ખરીદ્યા છે, ત્યારે તેના સંગીતના અધિકારો માટેનો સોદો પણ ફાઈનલ થઈ ગયો છે. એકંદરે, ડિજિટલ અને સેટેલાઇટ અધિકારો સાથે, ભૂલ ભૂલૈયા 3 ના સંગીતના અધિકારો પણ રૂ. 135 કરોડમાં વેચાયા છે. આવી સ્થિતિમાં મેકર્સ સફળ થયા છે. જોકે, હવે જોવાનું એ રહે છે કે ‘ભૂલ ભૂલૈયા 3’ રિલીઝ થયા બાદ કેટલી કમાણી કરશે.

    View this post on Instagram

    A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

    ભૂલ ભુલૈયા 3 એ ભૂલ ભુલૈયા નો ત્રીજો ભાગ છે ભૂલ ભુલૈયા માં અક્ષય કુમાર, વિદ્યા બાલન અને અમિષા પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ત્યારબાદ ભૂલ ભુલૈયા 2 માં કાર્તિક આર્યન, તબ્બુ અને કિયારા અડવાણી જોવા મળ્યા હતા. હવે ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી અને દ=વિદ્યા બાલન જોવા મળશે. વિદ્યા બાલન આ ફિલ્મ આમ ફરી મંજૂલિકા ના રોલ માં જોવા મળશે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Bhool bhulaiya 3: થિયેટર બાદ આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે ભૂલ ભુલૈયા 3!કાર્તિક આર્યન એ શેર કરેલા પોસ્ટર  માં મળી હિટ

    Bhool bhulaiya 3: થિયેટર બાદ આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે ભૂલ ભુલૈયા 3!કાર્તિક આર્યન એ શેર કરેલા પોસ્ટર માં મળી હિટ

    News Continuous Bureau | Mumbai

    Bhool bhulaiya 3: ભૂલ ભુલૈયા 3 એ ભૂલ ભુલૈયા અને ભૂલ ભુલૈયા 2 ની સિક્વલ છે. આ બંને ભાગ ને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. હવે લોકો ભૂલ ભુલૈયા 3 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કાર્તિક આર્યને તાજેતર માં ફિલ્મ નું પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં આ ફિલ્મ કયા ઓટીટી પ્લેટફોર્મ પર આવશે તેની હિટ મળી છે. 

    આ સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai upcoming twist: શું માતા અક્ષરા ની જેમ અભીરા ના લગ્ન માં આવશે મુશ્કેલી? યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે મોટો ટ્વીસ્ટ

    ભૂલ ભુલૈયા 3 નું ઓટિટિ પ્લેટફોર્મ

    કાર્તિક આર્યન એ તાજેતર માં ભૂલ ભુલૈયા 3 નું પોસ્ટર શેર કર્યું છે. આ ફિલ્મ દિવાળી ના અવસર પર રિલીઝ  થવાની છે.કાર્તિક આર્યને શેર કરેલા પોસ્ટર માં આ ફિલ્મ ના ઓટિટિ પ્લેટફોર્મ ની હિંટ મળી છે.કાર્તિક આર્યને શેર કરેલા પોસ્ટર માં  નેટફ્લિક્સ સ્ટ્રીમિંગ પાર્ટનર છે. થિયેટર પછી આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવશે. જો કે, ભૂલ ભુલૈયા 3 ની OTT રીલીઝ તારીખ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. 

    View this post on Instagram

    A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

    ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન રૂહ બાબા ની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન ની સાથે તૃપ્તિ ડીમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત જોવા મળશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

  • bhool bhulaiyaa 2: ભૂલ ભુલૈયા 2 નો ડીલીટેડ સીન થયો વાયરલ, વિડીયો જોઈ તમે પણ થઇ જશો હસી ને લોટપોટ

    bhool bhulaiyaa 2: ભૂલ ભુલૈયા 2 નો ડીલીટેડ સીન થયો વાયરલ, વિડીયો જોઈ તમે પણ થઇ જશો હસી ને લોટપોટ

    News Continuous Bureau | Mumbai

    bhool bhulaiyaa 2: કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ચર્ચામાં છે. આ ફિલ્મ નું શૂટિંગ પૂરું થઇ ગયું છે. અને આ ફિલ્મ દિવાળી ના અવસર પર રિલીઝ થશે. હવે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે ભૂલ ભુલૈયા 2 નો ડીલીટેડ સીન કહેવામાં આવી રહ્યો છે. ભૂલ ભુલૈયા 2 માં કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 

    આ સમાચાર પણ વાંચો: Kartik and Sara: કોલ મી બે ના પ્રીમિયર પર સારા અલી ખાન સાથે કાર્તિક આર્યન એ કર્યું એવું કામ કે જોતી રહી ગઈ અનન્યા પાંડે,જુઓ વિડીયો

     ભૂલ ભુલૈયા 2 નો ડીલીટેડ સીન 

    સોશિયલ મીડિયા પર ભૂલ ભુલૈયા 2નો એક ડીલીટ કરેલો સીન વાયરલ થઈ રહ્યો છે, જેમાં રૂહ બાબા એટલે કે કાર્તિક આર્યન અડધી રાત ના મંજુલિકા એટલે કે તબ્બુ સામે પ્રખ્યાત ગીત ‘અમીજે તોમર સુધુ જે તોમર’ ગાતો જોવા મળી રહ્યો છે. આ સીન જોઈને તમે પણ હસી ને લોટપોટ થઇ જશો. 

    View this post on Instagram

    A post shared by Trollscasm (@trollscasm)

    કાર્તિક અને તબ્બુ નો આ વિડીયો લોકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વીડિયો ભૂલ ભુલૈયા 2 ના શૂટિંગ દરમિયાનનો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Chandu champion OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર રિલીઝ થઇ ચંદુ ચેમ્પિયન,પરંતુ કાર્તિક આર્યન ની ફિલ્મ જોવા તમારે ચૂકવવા પડશે આટલા રૂપિયા

    Chandu champion OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર રિલીઝ થઇ ચંદુ ચેમ્પિયન,પરંતુ કાર્તિક આર્યન ની ફિલ્મ જોવા તમારે ચૂકવવા પડશે આટલા રૂપિયા

    News Continuous Bureau | Mumbai

    Chandu champion OTT release: ચંદુ ચેમ્પિયન એ કાર્તિક આર્યન ની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન નું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર  થઇ હતી.ચંદુ ચેમ્પિયન  પસંદ આવી હતી જે લોકો આ ફિલ્મ ને થિયેટર માં નહોતા જોઈ શક્યા તેઓ આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા હતા હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઇ ગઈ છે પરંતુ તેના માટે તમારે પૈસા ચૂકવવા પડશે. 

    આ સમાચાર પણ વાંચો:  Nita Ambani IOC Member : ફરી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય તરીકે ચૂંટાઈ નીતા અંબાણી, બિઝનેસવુમન ના બ્લેઝરે ખેંચ્યું લોકોનું ધ્યાન

    ચંદુ ચેમ્પિયન ની ઓટિટિ રિલીઝ 

    ચંદુ ચેમ્પિયન ફિલ્મ અમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઇ છે. પરંતુ આ ફિલ્મ ને તમે ફ્રી માં નહીં જોઈ શકો આ માટે તમારે પ્રાઈમ વિડીયો ને ભાડું ચૂકવવું પડશે. કાર્તિક આર્યન ની આ ફિલ્મ જોવા માટે તમારે 199 રૂપિયા ખર્ચવા પડશે.

    તમને જણાવી દઈએ એક કાર્તિક આર્યને આ ફિલ્મ માં ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 14 જૂન, 2024ના રોજ રીલિઝ થઈ હતી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Kapil dev: ચંદુ ચેમ્પિયન જોઈને ભાવુક થયો કપિલ દેવ, કાર્તિક આર્યન ની ફિલ્મ વિશે કહી આવી વાત

    Kapil dev: ચંદુ ચેમ્પિયન જોઈને ભાવુક થયો કપિલ દેવ, કાર્તિક આર્યન ની ફિલ્મ વિશે કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai 

    Kapil dev: ચંદુ ચેમ્પિયન સિનેમાઘરો માં ધૂમ મચાવી રહી છે. કબીર ખાન ના નિર્દેશન માં બનેલી આ ફિલ્મ ને દર્શકો અને વિવેચકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કાર્તિક આર્યને ‘ચંદુ ચેમ્પિયન’ના રોલમાં શાનદાર અભિનય કર્યો છે. હવે ભારત ના ભૂતપૂર્વ કક્રિકેટર કપિલ દેવ એ ગઈકાલે કાર્તિક આર્યન આ ફિલ્મ જોઈ હતી, આ ફિલ્મ જોયા પછી, ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી અને આ ફિલ્મના ખૂબ વખાણ કર્યા.

    આ સમાચાર પણ વાંચો: Swara bhaskar: સ્વરા ભાસ્કરે શેર કરી તેની દીકરી રાબિયા ની પ્રથમ બકરીઇદ ની ઉજવણીની તસવીરો,પુત્રી માટે કહી આવી વાત

    કપિલ દેવ એ કર્યા ચંદુ ચેમ્પિયન ના વખાણ 

    કપિલ દેવ એ તેમના ઇન્સ્ટાગ્રામ પર ચંદુ ચેમ્પિયન નું પોસ્ટર શેર કરતા લખ્યું, ‘ ‘ચંદુ ચેમ્પિયન’ જોવાનું મિસ ના કરતા. આ એક શાનદારફિલ્મ છે. આ ફિલ્મ જોતી વખતે હું ઘણી વાર રડ્યો, હસ્યો અને ગર્વ અનુભવ્યો. આ ફિલ્મ જોયા પછી હું શું અનુભવું છું તે હું સમજાવી શકતો નથી. આ ફિલ્મની વાર્તા જબરદસ્ત છે.મને સ્પોર્ટ્સ મૂવી જોવાનું ગમે છે અને હું તેની પ્રશંસા કરું છું, પરંતુ આ મૂવી માત્ર સ્પોર્ટ્સ મૂવી નથી. કાર્તિકની આ ફિલ્મ એક ઈમોશન છે. આ ફિલ્મ જોતી વખતે તમે ક્યારે તેની સાથે જોડાઈ જશો તેની તમને ખબર નહીં પડે. કબીર ખાને એક શાનદાર ફિલ્મ બનાવી છે.’

    View this post on Instagram

    A post shared by Kapil Dev (@therealkapildev)

    ‘ચંદુ ચેમ્પિયન’ મુરલીકાંત પેટકરની બાયોપિક છે. કપિલ દેવે પણ ફિલ્મની કાસ્ટ અને ક્રૂની પ્રશંસા કરી છે. કપિલે લખ્યું, ‘કાર્તિક આર્યનએ ‘ચંદુ ચેમ્પિયન’માં શાનદાર કામ કર્યું છે. તે પ્રતિભાનું પાવરહાઉસ છે. અમને આ ફિલ્મ આપવા બદલ ફિલ્મની સમગ્ર કાસ્ટ અને ક્રૂને અભિનંદન. હવે દરેક જણ ચેમ્પિયન છે.’

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Chandu champion: ચંદુ ચેમ્પિયન જોઈ શબાના આઝમી ની થઇ આવી હાલત, કાર્તિક આર્યન વિશે કહી આ વાત

    Chandu champion: ચંદુ ચેમ્પિયન જોઈ શબાના આઝમી ની થઇ આવી હાલત, કાર્તિક આર્યન વિશે કહી આ વાત

    News Continuous Bureau | Mumbai 

    Chandu champion: કાર્તિક આર્યનની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ થોડા દિવસ પહેલા જ સિનેમાઘરોમાં આવી છે. આ ફિલ્મ ને દર્શકો અને વિવેચકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.આ ફિલ્મ ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકરના જીવન સંઘર્ષ પર આધારિત છે.તાજેતરમાં જ ફરહાન અખ્તરે એક થિયેટર માં ચંદુ ચેમ્પિયન ની સ્પેશિયલ સ્ક્રીનિંગ નું આયોજન કર્યું હતું જેમાં શબાના આઝમી અને જાવેદ અખ્તર પહોંચ્યા હતા. ફિલ્મ જોયા બાદ શબાના આઝમી એ ફિલ્મ અને કાર્તિક આર્યન વિશે વાત કરી છે. 

    આ સમાચાર પણ વાંચો: Anant ambani and Radhika merchant: રાધિકા મર્ચન્ટે તોડી અંબાણી પરિવાર ની આ પરંપરા, બોડીકૉન ડ્રેસ માં થવા વાળી દુલ્હન ને જોતો જ રહી ગયો અનંત અંબાણી

    ચંદુ ચેમ્પિયન પર શબાના આઝમી ની પ્રતિક્રિયા 

    ચંદુ ચેમ્પિયન જોઈ ને બહાર આવેલા શબાના આઝમી અને જાવેદ અખ્તર ને પૂછવામાં આવ્યું કે તેમને ફિલ્મ કેવી લાગી જેના જવાબ માં શબાના આઝમી એ કહ્યું,  હું રડી રડી ને પાગલ થઇ ગઈ હતી અને કાર્તિકનું કામ ઘણું સારું હતું. કબીર (નિર્દેશક) એ ખૂબ સારું કામ કર્યું છે. મેં ઘણા સમય પછી કબીરની ફિલ્મ જોઈ અને સેકન્ડ હાફમાં પણ તેણે પકડી ને રાખ્યા.મેકર્સે ‘ચંદુ ચેમ્પિયન’ બનાવીને ઈન્ડસ્ટ્રી પર ઉપકાર કર્યો છે. તેણે એક અદ્ભુત વાર્તા કહી જે ઘણા વર્ષોથી કાગળોના ઢગલામાં દટાયેલી હતી. મુરલીકાંત પેટકર પણ ફિલ્મ જોઈને ભાવુક થઈ ગયા હતા’

    View this post on Instagram

    A post shared by Varinder Chawla (@varindertchawla)

    તમને જણાવી દઈએ કે સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત ફિલ્મ ચંદુ ચેમ્પિયન માં કાર્તિક આર્યન ઉપરાંત વિજય રાજ, ભુવન અરોરા, યશપાલ શર્મા, રાજપાલ યાદવ, અનિરુદ્ધ દવે, શ્રેયસ તલપડે, સોનાલી કુલકર્ણી અને અન્ય ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Chandu champion review: ઈમોશન થી ભરપૂર છે ચંદુ ચેમ્પિયન ની વાર્તા, ફિલ્મ માં કાર્તિક આર્યન ના અભિનયે છોડી અમીટ છાપ, જાણો કેવી છે કબીર ખાન ની ફિલ્મ

    Chandu champion review: ઈમોશન થી ભરપૂર છે ચંદુ ચેમ્પિયન ની વાર્તા, ફિલ્મ માં કાર્તિક આર્યન ના અભિનયે છોડી અમીટ છાપ, જાણો કેવી છે કબીર ખાન ની ફિલ્મ

    News Continuous Bureau | Mumbai

    Chandu champion review: કાર્તિક આર્યનની ફિલ્મ ચંદુ ચેમ્પિયન આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કબીર ખાન દ્વારા નિર્દેશિત, આ એક સ્પોર્ટ્સ ડ્રામા છે, જે ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકરના જીવનથી પ્રેરિત છે. આ ફિલ્મ વર્તમાન સમયમાં શરૂ થાય છે, જ્યારે એક વૃદ્ધ વ્યક્તિ મુરલી એટલે કે કાર્તિક આર્યન, પોલીસ સ્ટેશનમાં બેઠેલો, પોલીસના એક જૂથને તેના ગૌરવપૂર્ણ દિવસોની વાર્તા કહે છે, અને તેમને સમજાવે છે કે 40 વર્ષ પછી, તે સરકાર પાસેથી અર્જુન એવોર્ડ માટે શા માટે હકદાર છે?

    આ સમાચાર પણ વાંચો: Bigg boss OTT 3: તૈયાર થઇ જાઓ! બિગ બોસ ના ઘરમાં લાગુ થશે નવા નિયમો, અનિલ કપૂર અપનાવશે સ્પર્ધક સાથે કડક વલણ, જુઓ શો નો નવો પ્રોમો

    ચંદુ ચેમ્પિયન નો રીવ્યુ 

    સુમિત કડેલે ‘ચંદુ ચેમ્પિયન’ને 2024ની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણાવી છે તેને પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું, “ચંદુચેમ્પિયન 2024ની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. તે એક સ્પોર્ટ્સ ડ્રામા છે, જે મુરલીકાંત પેટકરના નોંધપાત્ર અને સુપ્રસિદ્ધ જીવનને જણાવે છે. દિગ્દર્શક કબીર ખાને તેમની વાર્તા ખૂબ કુશળતા, સંશોધન અને સૌથી અગત્યની પ્રમાણિકતા સાથે વર્ણવી છે. આ ફિલ્મ મુરલીકાંત પેટકરના જીવનના દરેક પ્રકરણને બતાવે છે જે વીરતા, બહાદુરી અને હિંમતથી ભરપૂર છે. અમે તેમના ગામથી સૈન્યમાં જોડાવા, વર્લ્ડ ક્લાસ બોક્સર બનવા, તેમની ઇજાઓ સામે લડવા અને આખરે પેરાલિમ્પિક્સમાં સફળતા હાંસલ કરવા સુધીની તેમની સફરને અનુસરીએ છીએ”

    સુમિત એ વધુ માં લખ્યું છે કે, “તેમની વાર્તા ખૂબ જ પ્રેરણાદાયી છે. તે ભાવનાત્મક અને શક્તિશાળી છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન પોતાનું સર્વશ્રેષ્ઠ અભિનય આપ્યો છે. તેનું શારીરિક પરિવર્તન અસાધારણ છે, અને તે આખો સમય વાસ્તવિક રમતવીર જેવો દેખાય છે. તેના શારીરિક પરિવર્તન કરતાં, કાર્તિકનું ભાવનાત્મક પ્રદર્શન ખરેખર અલગ છે. ફિલ્મમાં ઘણા એવા સીન છે જ્યાં તેની એક્ટિંગ તમને રડાવી દેશે. તે ચોક્કસપણે આ વર્ષે શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ માટે દાવેદાર હશે.” સુમિત સિવાય સિદ્ધાર્થ, કનન, અનન્યા પાંડે જેવા ઘણા લોકો એ ફિલ્મ ને સર્વશ્રેષ્ઠ ફિલ્મ ગણાવી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Chandu champion: ચંદુ ચેમ્પિયન નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, કાર્તિક આર્યન નું ટ્રાન્સફોર્મેશન જોઈ તમે પણ રહી જશો દંગ

    Chandu champion: ચંદુ ચેમ્પિયન નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, કાર્તિક આર્યન નું ટ્રાન્સફોર્મેશન જોઈ તમે પણ રહી જશો દંગ

    News Continuous Bureau | Mumbai

    Chandu champion: કાર્તિક આર્યન તેની ફિલ્મ ચંદુ ચેમ્પિયન ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન બહાદુર પેરાલિમ્પિક સ્વિમર મુરલીકાંત પેટકરની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ ને લઈને લોકો માં ઉત્સાહ છે. હવે આ ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેમાં કાર્તિક આર્યન નો એક્શન અવતાર પણ જોવા મળી રહ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો : Taarak mehta ka ulta chashma: તારક મહેતા ના સોઢી એટલે કે ગુરુચરણ સિંહ ઘરે પરત ફર્યા, ગુમ થવાનું કારણ આવ્યું સામે

    ચંદુ ચેમ્પિયન નું ટ્રેલર 

    ટ્રેલરની શરૂઆતમાં જ કહેવામાં આવ્યું છે કે યુદ્ધમાં નવ વખત ગોળી વાગવાને કારણે તે બે વર્ષથી કોમામાં છે. આ પછી ચંદુના જીવનની અગાઉની ઘટનાઓ બતાવવામાં આવી છે. ત્રણ મિનિટ 15 સેકન્ડના આ ટ્રેલરમાં આર્મી સૈનિક મુરલી પેટકરના રોલમાં કાર્તિક એકદમ ફિટ દેખાય છે. ફિલ્મમાં તેનું શાનદાર બોડી ટ્રાન્સફોર્મેશન પણ જોવા મળે છે.આ ટ્રેલર ને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 14 જૂને સિનેમાઘરો માં રિલીઝ થશે. 

    View this post on Instagram

    A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

    તમને જણાવી દઈએ કે, ચંદુ ચેમ્પિયન ભારતના પ્રથમ પેરાલિમ્પિક સ્વિમર મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત છે. પેટકરે 1970ની કોમનવેલ્થ ગેમ્સ અને 1972ની પેરાલિમ્પિકમાં જર્મની માટે દેશનું ગૌરવ વધાર્યું હતું. તેના શરીરમાં ગોળીઓ હોવા છતાં તેણે બોક્સિંગમાં જીત મેળવી હતી. 