• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - katrina kaif - Page 2
Tag:

katrina kaif

salman khan kisses emraan hashmi in tiger 3 success event
મનોરંજન

Salman khan: ટાઇગર 3 ની સક્સેસ ઇવેન્ટ પાર્ટી માં સલમાન ખાને ઇમરાન હાશ્મી સાથે કરી એવી હરકત કે જોર જોર થી હસવા લાગી કેટરીના કૈફ

by Zalak Parikh November 18, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Salman khan : સલમાન ખાન હાલ તેની ફિલ્મ ટાઇગર 3 ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. ટાઇગર 3 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે 200 કરોડ નો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મમાં સલમાન ખાન  અને કેટરીનાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. હવે ફિલ્મની સફળતાની ઉજવણી કરવા માટે, નિર્માતાઓએ એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં સલમાને કેટરિના સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો.

 

સલમાન ખાને કેટરીના વિશે કહી આ વાત 

આ ઈવેન્ટ દરમિયાન કેટરીનાએ સલમાન ખાન નો હાથ પકડી ને તેને ડાન્સ કરવા માટે આમંત્રિત કર્યો ત્યારબાદ બંને એ ઠુમકા લગાવ્યા. આ દરમિયાન સલમાને કહ્યું, ‘જો આ ફિલ્મમાં કેટરિના છે, તો થોડો રોમાન્સ તો બને છે.’ ત્યારબાદ તેણે ઈમરાન તરફ જોઈને કહ્યું, “જો ઈમરાનનો રોલ આતિશનો ન હોત તો આવું થયું હોત.” સલમાને મજાક માં ઈમરાનને ચુંબન કર્યું અને ભીડ જોરથી હસવા લાગી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


તમને જણાવી દઈએ કે ‘ટાઈગર 3’ એ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની પછી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન મનીષ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મે કમાણી ના મામલે 200 કરોડ નો આંકડો પાર કરી લીધો છે.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ ના ઘરમાં થયો અંકિતા લોખંડે નો પ્રેગ્નેન્સી ટેસ્ટ, અભિનેત્રી એ શો ને લઇ ને વિકી જૈન ને કહી આ વાત

November 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
salman khan film tiger 3 gets ua certificate
મનોરંજન

Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ‘ટાઈગર 3’ને મળ્યું UA સર્ટિફિકેટ, ફિલ્મના રિલીઝ સમયે શાહરુખ ખાન ના ચાહકો ને પણ મળશે સરપ્રાઈઝ

by Zalak Parikh October 28, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Tiger 3: સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ‘ટાઈગર 3’ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સલમાન ખાન અને કેટરિના કૈફ ફરી એકવાર સિનેમાઘરોમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મનું એક્શનથી ભરપૂર ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું, જેણે દર્શકોમાં ફિલ્મ વિશેની ઉત્તેજના વધારી દીધી છે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલી નવી માહિતી સામે આવી છે.

આ સમાચાર પણ વાંચો : Nayanthara: નયનતારા પર ચઢ્યો જવાન ની સફળતા નો ખુમાર, અભિનેત્રીએ કર્યો તેના મહેનતાણા માં ધરખમ વધારો, આગામી ફિલ્મ માટે કરી મોટી ફીની માંગ

ટાઇગર 3 ને મળ્યું UA સર્ટિફિકેટ 

મીડિયા રિપોર્ટ મુબજ,ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી બે કલાક અને 33 મિનિટના રન ટાઈમ સાથે UA પ્રમાણપત્ર મળ્યું છે. ઉપરાંત, આ ફિલ્મ આ દિવાળીએ એટલે કે 12મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે, જે ચાહકોને એડવાન્સ બુકિંગ કરવા માટે પૂરતો સમય આપશે. રિપોર્ટ્સ અનુસાર, ટાઇગર 3 નુંએડવાન્સ બુકિંગ 5 નવેમ્બર, 2023 થી શરૂ થશે. આ સિવાય ફિલ્મ સાથે જોડાયેલું બીજું અપડેટ સામે આવ્યું છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડિંકી’નું ટીઝર પણ તેની સ્ક્રીનિંગ સાથે ઉમેરવામાં આવશે. અહેવાલો અનુસાર, ડંકી ના ટીઝરને ‘ટાઈગર 3’ની રિલીઝ સાથે જોડી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

October 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
salman khan and katrina kaif starr film tiger 3 trailer out
મનોરંજન

Tiger 3 trailer: સલમાન ખાન સ્ટારર ફિલ્મ ટાઇગર 3 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, કેટરીના કૈફ ના એક્શન અવતારે ખેંચ્યું લોકોનું ધ્યાન

by Zalak Parikh October 17, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Tiger 3 trailer: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરિના કૈફ તેમની ફિલ્મ ‘ટાઈગર 3’થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા તૈયાર છે. હવે જેની દર્શકો આતુરતાથી રાહ જોતા હતા તે ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મના આ ટ્રેલરમાં સલમાન ખાન અને કેટરીના કૈફ ના એક્શન અવતારે ઈન્ટરનેટ પર  ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ ‘ટાઈગર 3’નું આ ટ્રેલર જોયા બાદ હવે ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

ટાઇગર 3 નું ટ્રેલર 

સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ‘ટાઈગર 3’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના આ ટ્રેલરમાં ઘણા બધા એક્શન સીન્સ જોવા મળી રહ્યા છે. આ વખતે ટાઈગર દેશની સાથે સાથે તેના પરિવાર માટે પણ લડતો જોવા મળશે. આ વખતે ટાઇગર 3માં વિલનની ભૂમિકા ઇમરાન હાશ્મીએ ભજવી છે.ફિલ્મના આ ટ્રેલરમાં સલમાન  ખાન અને કેટરિના કૈફની અલગ-અલગ સ્ટાઈલ જોઈ શકાય છે. કેટરિના કૈફ ના એક્શન સીન્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ટ્રેલર માં એક્શનની સાથે સાથે ઈમોશનથી ભરપૂર સીન પણ જોવા મળ્યા હતા.

 ટાઇગર 3 ની રિલીઝ ડેટ 

સલમાન ખાન, કેટરિના કૈફ ને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘ટાઈગર 3’ તેનું ટ્રેલર રિલીઝ થયા બાદ ચર્ચામાં છે. હવે ચાહકો આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાનની આ ફિલ્મ દિવાળી પર એટલે કે 12 નવેમ્બર 2023ના રોજ મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ કેમિયો કરવા જઈ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Rakhi sawant: મલાઈકા અરોરા બાદ રાખી સાવંતે ઉતારી આ અભિનેત્રી ની નકલ, વિડીયો જોઈ તમે પણ હસવું નહીં રોકી શકો

October 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Vicky kaushal reveals dinner table conversation with wife katrina kaif
મનોરંજન

Vicky kaushal: વિકી કૌશલ અને કેટરીના કૈફ આ વિષય પર ડિનર ટેબલ પર કરે છે વાત, અભિનેતા ની માતા એ વ્યક્ત કર્યો વિરોધ

by Zalak Parikh October 2, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Vicky kaushal: વિકી કૌશલ અને કેટરિના કૈફ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. આ કપલે 9 ડિસેમ્બર, 2021ના રોજ રાજસ્થાનમાં સાત ફેરા લીધા જેમાં માત્ર પરિવાર અને મિત્રો હાજર હતા. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેતાએ તેની પત્ની કેટરિના કૈફ સાથે ડિનર ટેબલની વાતચીતનો ખુલાસો કર્યો છે.

 

વિકી કૌશલે જણાવ્યું ડાઇનિંગ ટેબલ પર કેવા પ્રકાર ની થાય છે વાતચીત 

મીડિયા સાથેના એક ઈન્ટરવ્યુમાં, વિકી ને કૌશલ પરિવારમાં ડિનર ટેબલ પરની વાતચીત શેર કરવાનું કહેવામાં આવ્યું. ખાસ કરીને તેના લગ્ન પછી થયેલી વાતચીતનો ખુલાસો કરતા અભિનેતાએ કહ્યું, “જ્યારે સની અને મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ન હતો, ત્યારે ઘરમાં ફિલ્મો વિશે કોઈ ચર્ચા થતી ન હતી. તે સમયે અમે મોટાભાગે બિન-ફિલ્મી વસ્તુઓ વિશે વાત કરતા હતા. પરંતુ હવે મારા પિતા, હું, સની અને કેટરિના છે, તેથી ઘણી વખત અભાનપણે આપણે રાત્રિભોજન દરમિયાન ફિલ્મો વિશે વાત કરીએ છીએ, જ્યાં સુધી માતા સ્પષ્ટ ન કરે કે રાત્રિભોજન દરમિયાન ફિલ્મો વિશે વાત કરવાની જરૂર નથી. ત્યારે અમે બધા ફિલ્મો વિશે વાત કરવાનું બંધ કરીએ છીએ અને અન્ય બાબતો ની ચર્ચા કરીએ છીએ.”

આ સમાચાર પણ વાંચો : Bigg boss 16 archana gautam: ‘બિગ બોસ 16’ ની રનર અપ રહી ચુકેલી અર્ચના ગૌતમ અને તેના પિતા સાથે કોંગ્રેસ કાર્યાલય ની બહાર થયો દુર્વ્યવહાર, ઘટના નો વિડીયો થયો વાયરલ

વિકીએ કૌન બનેગા કરોડપતિ 15ના એપિસોડ દરમિયાન પણ એક રસપ્રદ ખુલાસો કર્યો હતો. જ્યારે એક સ્પર્ધકે તેના લગ્નમાં મેનુ નક્કી કરવા બાબતે અભિનેતાને પૂછ્યું, ત્યારે અભિનેતાએ જવાબ આપ્યો, “મેં નાસ્તાના મેનૂનું ધ્યાન રાખ્યું કારણ કે મારે એ સુનિશ્ચિત કરવાનું હતું કે છોલે ભટુરે અને આલૂ પરાઠાનો સમાવેશ કરવામાં આવે, પરંતુ કેટરીનાએ રાત્રિભોજન ના મેનૂનું ધ્યાન રાખ્યું કારણ કે, કેટલાક કારણોસર, પંજાબીઓ રાત્રે આઠ વાગ્યા પછી શું ખાય છે તેની પરવા કરતા નથી.તેમજ કેટરિના વિશે વાત કરતાં વિકીએ કહ્યું કે અભિનેત્રીને તેની સાસુ દ્વારા તૈયાર કરાયેલ પરાઠા ખાવાનું પસંદ છે.

October 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Tiger 3 salman khan film to have this superstar cameo other than shahrukh khan
મનોરંજન

Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 માં થઇ વધુ એક એન્ટ્રી, શાહરૂખ ખાનની સાથે આ સુપરસ્ટાર્સ પણ કરશે કેમિયો

by Zalak Parikh September 15, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Tiger 3: હાલમાં દરેક જગ્યાએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ ની ચર્ચા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીની નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે. આની વચ્ચે સલમાન ખાનની ‘ટાઈગર 3’ ની ગર્જના પણ સાંભળી શકાય છે. સલમાનના ચાહકો ઘણા દિવસોથી યશરાજ ફિલ્મ્સ દ્વારા ટાઈગર 3 ના પ્રોમો અને કન્ટેન્ટ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ મેકર્સ તેના પર મૌન જાળવી રહ્યા છે. લાંબા સમય બાદ સલમાન ટાઇગર 3માં ડિટેક્ટીવ તરીકે વાપસી કરી રહ્યો છે જ્યારે કેટરીના કૈફ ઝોયાનો રોલ કરી રહી છે. આ ફિલ્મના દિગ્દર્શક મનીષ શર્મા છે. તમને જણાવી દઈએ કે અગાઉની ફિલ્મ ટાઈગર ઝિંદા હૈનું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું હતું, પરંતુ હાલમાં તેઓ બડે મિયાં છોટે મિયાંમાં વ્યસ્ત હતા. દરમિયાન, ટાઇગર 3 ને લઈને એક અપડેટ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં અન્ય સુપરસ્ટારનો કેમિયો જોવા મળશે.

 

ટાઇગર 3 માં સુપરસ્ટાર્સ નો કેમિયો 

સલમાન ખાનની ફિલ્મ ટાઇગર 3 યશરાજ ફિલ્મ્સ ની સ્પાઇ યુનિવર્સ નો ભાગ છે. યશ રાજ ફિલ્મ્સ માં ત્રણ ટોચના સુપરસ્ટાર રિતિક રોશન (વોર નો કબીર), શાહરૂખ ખાન (પઠાણ) અને સલમાન ખાન (ટાઈગર) છે. જો મીડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો ટાઈગર 3માં શાહરૂખ ખાન સાથે અન્ય સુપરસ્ટાર જોવા મળશે. તે રિતિક રોશન, આલિયા ભટ્ટ (નવી મહિલા જાસૂસ) અથવા જુનિયર એનટીઆર (વોર 2 નો વિલન) હોઈ શકે છે. જો કે જે સમાચાર ચાલી રહ્યા છે તેમાં રિતિકનું નામ ટોપ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: ‘જવાન’ ની સફળતા વચ્ચે શાહરૂખ ખાને કરી એવી પોસ્ટ કે ઈન્ટરનેટ પર મચ્યો હંગામો! જુઓ વિડીયો

ટાઇગર 3 માં જોવા મળશે પઠાણ 

તમને જણાવી દઈએ કે આદિત્ય ચોપરાએ ટાઈગર 3 માં સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચે જેલબ્રેક સીન માટે 35 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હોવાના અહેવાલ છે. પઠાણની જબરદસ્ત સફળતા બાદ કિંગ ખાનનો કેમિયો વધારીને 15 મિનિટ કરવામાં આવ્યો છે. જેલબ્રેક અને રનમાં મોટરસાઇકલનો ક્રમ સામેલ છે. તેનું શૂટિંગ મડ આઈલેન્ડમાં કરવામાં આવ્યું છે. ફેન્સ તેમને ફરી એકવાર સાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
katrina kaif alia bhatt priyanka chopra farhan akhtar jee le zaraa stalled again
મનોરંજન

આલિયા,પ્રિયંકા અને કેટરીના ના ફેન્સ માટે ખરાબ સમાચાર, આ કારણે ઠપ થઇ ગઈ ફરહાન અખ્તર ની ફિલ્મ ‘જી લે ઝરા’

by Zalak Parikh June 23, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને કેટરીના કૈફના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની ફિલ્મ ‘જી લે ઝરા’ ફરી એકવાર ઠપ થઈ ગઈ છે. જો અહેવાલોનું માનીએ તો, ફિલ્મના નિર્દેશક ફરહાન અખ્તરે તેની એક્ટિંગ અસાઈન્મેન્ટને કારણે ફિલ્મમાંથી પીછેહઠ કરી છે. ફરહાન આ ફિલ્મ સાથે 12 વર્ષ પછી ડિરેક્ટર તરીકે વાપસી કરવા જઈ રહ્યો હતો, પરંતુ લાગે છે કે તેણે હજુ થોડો સમય રાહ જોવી પડશે.

 

એક્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે ફરહાન અખ્તર 

પ્રોડક્શન હાઉસની નજીકના એક સ્ત્રોતે એક ન્યુઝ પોર્ટલ ને જાણ કરી હતી કે, ‘જી લે ઝરા’ તારીખ ને સમસ્યાઓને કારણે પાછી ઠેલવામાં આવી છે અને હવે ફરહાને અન્ય પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે શેડ્યૂલને રિન્યુ કર્યું છે. “જી લે ઝરા એ ફરહાન, ઝોયા અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટના દરેકના દિલની નજીકની ફિલ્મ છે. ફરહાન અખ્તર પણ લીડને સંપૂર્ણ સહકાર આપી રહ્યો છે અને કોઈ પર દબાણ નથી કરતો. તેના બદલે, ફરહાને તેનું શેડ્યૂલ રિન્યુ કર્યું છે જે પ્રથમ ફિલ્મમાં અભિનયને પ્રાથમિકતા આપશે.સ્ત્રોતે વધુમાં ઉમેર્યું હતું કે, “જ્યારે ત્રણેય લીડના શૂટની સામાન્ય તારીખ હોય ત્યારે ‘જી લે ઝરા’ ની સંભાવના પર કોલ લેવામાં આવશે. કાસ્ટિંગમાં પણ કેટલાક ફેરફારો થઈ શકે છે.”જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ફરહાન સ્પેનિશ ફિલ્મ ચેમ્પિયનની હિન્દી રિમેકમાં કામ કરવા માટે આમિર ખાન સાથે વાતચીત કરી રહ્યો છે. આ ફિલ્મ સિવાય ફરહાન ડોન 3માં પણ કામ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે જી લે જરાને ફ્લોર પર આવવામાં થોડો સમય લાગી શકે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા આમિરે સલમાન ખાનને આ ફિલ્મની ઓફર કરી હતી, પરંતુ કેટલાક કારણોસર અભિનેતાએ તેને ફગાવી દીધી હતી.

 

જી લે ઝરા ની ત્રણેય અભિનેત્રીઓ આ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે

ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ હાલમાં ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં વ્યસ્ત છે. હાલમાં જ તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા મહિને બોક્સ ઓફિસ પર ટકરાશે. અભિનેત્રી ટૂંક સમયમાં હોલીવુડની ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’માં જોવા મળશે. બીજી તરફ કેટરિનાની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ‘ટાઇગર 3’ અને ‘મેરી ક્રિસમસ’ માં જોવા મળશે. આ સિવાય પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેના ઘણા હોલીવુડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. હાલમાં જ તે રુસો બ્રધર્સની વેબ સીરિઝ સિટાડેલમાં એક્શન અવતારમાં જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના નિર્માતા અસિત મોદી એ FIR ને લઇ ને તોડ્યું મૌન, આપ્યું ચોંકાવનારું નિવેદન

June 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
shanaya kapoors dance moves mesmerized netizens many people compared her to katrina kaif
મનોરંજન

શનાયા કપૂરના ડાન્સ મૂવ્સ એ નેટીઝન્સને કર્યા મંત્રમુગ્ધ, ડાન્સ જોયા પછી લોકો એ કરી આ અભિનેત્રી સાથે તેની સરખામણી, જુઓ વિડીયો

by Zalak Parikh June 9, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. શનાયા તેના બોલિવૂડ ડેબ્યુ પહેલા જ સોશિયલ મીડિયા સેન્સેશન છે. શનાયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રીએ પોતાનો ડાન્સ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં શનાયા ધમાકેદાર ડાન્સ સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે. શનાયાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

 

શનાયા કપૂર નો વિડીયો થયો વાયરલ 

તાજેતરમાં શનાયા જે એક સારી ડાન્સર છે તેણે ડાન્સ વીડિયો દ્વારા તેના ચાહકોનું મનોરંજન કર્યું. વીડિયોમાં તે નેહા કક્કર ના ગીત ‘ગલી ગલી’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરતા તેણે લખ્યું, ‘એક મિનિટ હો ગયા’.શનાયા ના આ વિડીયો પર એક નેટીઝને લખ્યું, “આ પેઢીની બીજી કેટરિના કૈફ તારું ડેબ્યુ જોવા માટે રાહ જોઈ શકતી નથી.” અન્ય એકે લખ્યું, “કેટરિના કૈફ 2.0” ત્રીજા એ લખ્યું, “વાહ શું તે એક જ સમયે કામુક કેટરિના કૈફ વાઇબ્સ અને શક્તિશાળી ડાન્સ આપે છે.”

 

View this post on Instagram

 

A post shared by Shanaya Kapoor🤍 (@shanayakapoor02)

શનાયા કપૂર ની કારકિર્દી 

શનાયા સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી છે. શનાયા એ વર્ષ 2020માં જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનાઃ ધ કારગિલ વોરમાં સહાયક નિર્માતા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.અભિનેત્રી કરણ જોહરની ફિલ્મ બેધડકથી ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ખેતાન કરી રહ્યા છે. આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. શનાયાની સાથે તેની બહેન ખુશી કપૂર પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો: અનુપમા સિરિયલ છોડવાની અફવાઓ પર ‘પાખી’એ તોડ્યું મૌન, શૂટિંગ ના કરવાને લઇ ને અને પારસ ની ટિપ્પણી નો આપ્યો જવાબ

June 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
katrina kaif holds weekly budget meeting revealed husband vicky kaushal
મનોરંજન

એક ગૃહિણી ની જેમ પાઇ પાઇ નો હિસાબ રાખે છે કેટરીના કેફ, વિકી કૌશલે કર્યા તેના લગ્નજીવનને લઇ ને ઘણા ખુલાસા

by Zalak Parikh June 8, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

કેટરિના કૈફ સાથે અંગત જીવનને કારણે ચર્ચામાં રહેલો વિકી કૌશલ આ દિવસોમાં તેની પ્રોફેશનલ લાઈફને કારણે લાઈમલાઈટમાં છે, કારણ કે સારા અલી ખાન સાથે તેની તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ જરા હટકે ઝરા બચકે. જે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. આ કારણે તે ઈન્ટરવ્યુમાં પણ વ્યસ્ત જોવા મળે છે. આ સાથે જ એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના અને કેટરિના કૈફના લગ્ન જીવન વિશે પણ વાત કરી છે, જેને સાંભળીને તમે કહેશો કે તેઓ એક સામાન્ય પરિણીત કપલ ​​જેવા છે.

 

પાઇ પાઇ નો હિસાબ રાખે છે કેટરિના 

વિકી કૌશલે મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેની પત્ની અને અભિનેત્રી કેટરિના કૈફ બજેટને લઈને દર અઠવાડિયે ઘરે કર્મચારીઓ સાથે મીટિંગ કરે છે. જરા હટકે ઝરા બચકેના પ્રમોશન દરમિયાન જ્યારે લગ્ન જીવન વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતાએ કહ્યું, “સૌથી મજાનો અનુભવ એ છે કે જ્યારે કેટરિના દર અઠવાડિયે અથવા દર બીજા અઠવાડિયે ઘરે મીટિંગ કરે છે. ચર્ચા કરે છે કે તે પૈસા કેવી રીતે ખર્ચવામાં આવે છે અને તેનો ખ્યાલ રાખે છે. તે ખૂબ જ સારી બાબત છે. પરંતુ જ્યારે તે ચર્ચા થાય છે, ત્યારે મને આનંદ થાય છે. હું પ્રેક્ષકોની જેમ પોપકોર્ન સાથે બેઠો બેઠો આ બધું જોવું છું’.શું કેટરિના કૈફે ક્યારેય તેને ચરબી ન વધે તે માટે વધુ પરાઠા ખાવાથી રોકે છે? આના પર અભિનેતાએ જવાબ આપ્યો, “અમારા લગ્ન પરાંથા વેડ્સ પેનકેક જેવા છે. બંને એક રીતે સમાન છે પરંતુ તેને પેનકેક ગમે છે. મને પરાઠા બહુ ગમે છે. ના, તે પરાઠા પણ ખાય છે. તેને મારી માતાએ બનાવેલા પરાઠા ખૂબ જ પસંદ છે.’

 

કેટરીના અને વિકી નું લગ્નજીવન  

વિકી કૌશલ અને કેટરિના કૈફના ડિસેમ્બર 2021માં રાજસ્થાનમાં ભવ્ય રોયલ લગ્ન થયા હતા. બીજી તરફ, તેના લગ્ન જીવન પર, અભિનેતાએ કહ્યું હતું કે તે વહેલી સવારનો વ્યક્તિ નથી, જ્યારે કેટરીના કૈફ જાગ્યા પછી હંમેશા સક્રિય રહે છે. વિકીએ કહ્યું કે તેને યોગ્ય રીતે જાગવા અથવા કોઈની સાથે વાત કરવા માટે સવારે ઓછામાં ઓછા 2 કલાકની જરૂર હોય છે અને બીજી તરફ કેટરિના જાગ્યા પછી તરત જ તેના દિવસના પ્લાન વિશે ચર્ચા કરવા માટે હંમેશા તૈયાર રહે છે. તે મારા માટે કંઈક છે જે તે હજુ પણ એડજેસ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.કેટરિના કૈફ વિશે એવી કઈ વસ્તુ છે જે “હટકે” છે? આ અંગે વિકી કૌશલ કહે છે. “દરેક વ્યક્તિ તેને સ્ટાર કેટરિના કૈફ તરીકે જાણે છે, પરંતુ જ્યારે તમે તેને એક માણસ તરીકે જાણો છો, ત્યારે તે એક સાદી અને બુનિયાદી છોકરી છે. આ વાત ઘણા લોકો જાણતા નથી”.

આ સમાચાર પણ વાંચો: શું દાદી ની જેમ જ ક્રિકેટર સાથે લગ્ન કરશે સારા અલી ખાન? શુભમન ગિલ નું નામ લીધા વગર અભિનેત્રી એ આપ્યો આ જવાબ

June 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
deepika padukone katrina kaif to come together for a yash raj spy film netizens say cast ranbir kapoor
મનોરંજન

બોલિવૂડની આ સુપર હિટ અભિનેત્રી યશરાજની ફિલ્મમાં સાથે મળશે જોવા ચાહકોએ ફિલ્મમાં આ વિલનની કરી માંગ

by Zalak Parikh May 5, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફને મોટા પડદા પર એકસાથે જોવાની ચાહકોની ઈચ્છા પૂરી થઈ રહી છે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણ શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ નો એક્શન અવતાર દર્શકો ને પસંદ આવ્યો હતો. બીજી તરફ, કેટરીના કૈફ સલમાન ખાનની ‘ટાઈગર’ ફ્રેન્ચાઈઝીમાં અભિનય અવતારમાં જોવા મળી હતી. હવે બંને YRF ના મહિલા કેન્દ્રિત સ્પાયયુનિવર્સ માં મોટા પડદા પર સાથે જોવા મળશે. ચાહકો બંનેને સાથે જોવા માટે ઉત્સુક છે. તો બીજી તરફ દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફની એન્ટ્રી પર મસ્તી કરતા ઘણા લોકોએ કોમેન્ટ કરી છે.

#LetsCinema Exclusive: YRF is developing a high-budget female centric spy film which stars Katrina Kaif and Deepika Padukone in the lead roles. pic.twitter.com/fi4MAvXP0q

— LetsCinema (@letscinema) May 3, 2023

દીપિકા અને કેટરીના ની ફિલ્મ ને લઇ ને ચાહકો આપી રહ્યા છે પ્રતિક્રિયા 

મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે YRF ટૂંક સમયમાં દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફને મહિલા કેન્દ્રિત સ્પાય યુનિવર્સ બનાવવા માટે કાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે. ફિલ્મમાં બંનેની એન્ટ્રીના સમાચાર જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘આલિયા ભટ્ટનો કેમિયો બોસની જેમ રાખો અને ફિલ્મનું નામ વુમન ઓફ રણબીર હોવું જોઈએ.’ જ્યારે બીજાએ લખ્યું, ‘રણબીર કપૂરને ફિલ્મમાં વિલન તરીકે કાસ્ટ કરો અને તે બ્લોકબસ્ટર સાબિત થશે.’ ચાહકો સતત ટ્વીટ કરીને આવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Make ranbir kapoor the villain and it's a sure shot blockbuster

— Badass Banker (@Badass_BankErr) May 3, 2023

દીપિકા અને કેટરિના નું વર્ક ફ્રન્ટ

વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ જલ્દી જ સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી ના અવસર પર રિલીઝ થશે. બીજી તરફ, દીપિકા પાદુકોણ ફિલ્મ ‘ફાઇટર’ માં પહેલીવાર રિતિક રોશન સાથે જોવા મળશે. બંને ફિલ્મોની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

May 5, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
katrina kaif mom shares cryptic post after neetu kapoor post
મનોરંજન

નહેલે પર દેહલા, નીકળી ગઈ નીતુ કપૂર ની હવા, રણબીર ની એક્સ ના અભિનેત્રી ના નિવેદન પર કેટરિના ની માતા એ આપ્યો સણસણતો જવાબ

by Zalak Parikh April 12, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના બે મોટા સ્ટાર્સ રણબીર કપૂર અને કેટરીના કૈફ એક સમયે એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા પરંતુ અચાનક તેમનું બ્રેકઅપ થઈ ગયું. બીજી તરફ, હવે જ્યારે બંને આગળ વધીને લગ્ન કરી ચુક્યા છે, ત્યારે આ તૂટેલા સંબંધો લાઈમલાઈટમાં આવી ગયા છે, તેનું કારણ હતું નીતુ કપૂરની એક પોસ્ટ. સોશિયલ મીડિયા યુઝર્સે આ પોસ્ટને કેટરિના-રણબીરના સંબંધો સાથે જોડીને જોવાનું શરૂ કર્યું. તે જ સમયે, આ પછી મામલો વધી ગયો જ્યારે કેટરીનાની માતા સુઝેને પણ એક ક્રિપ્ટિક પોસ્ટ કરી. ત્યારે લોકોએ જાહેર કર્યું કે આ ‘મમીઝ વોર’ છે.

 

નીતુ કપૂરે પોસ્ટ કરી હતી 

થોડા દિવસો પહેલા, નીતુ કપૂરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં મેસેજ હતો- ‘જો તે તમને 7 વર્ષથી ડેટ કરે છે, તો તેનો અર્થ એ નથી કે તે તમારી સાથે લગ્ન કરશે. મારા અંકલે 6 વર્ષ સુધી મેડિકલ નો  અભ્યાસ કર્યો પણ હવે તેઓ ડીજે છે. તે એક વાયરલ મીમ હતો જે નીતુ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, પછી શું હતું લોકોએ તેને કેટરિના કૈફ સાથે જોડવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું- ‘આટલા વર્ષો પછી કેટરિનાને મેસેજ કેમ મોકલી રહ્યા છો?’ અન્ય એકે લખ્યું, ‘એ સાબિત થઈ ગયું છે કે નીતુ કપૂર કેટરિનાથી ઓબ્સેસ્ડ છે’.

Neetu was already exposed when she cropped Katrina out of the group family photo and posted it on IG
I can't imagine how hurt Katrina must have been.

i am happy that she dodged a bulled. https://t.co/yIaHpNOC1z

— Yuvna (@YUVNA_H) April 9, 2023

કેટરિના કૈફની માતાએ આપ્યો જવાબ?

આ પછી, હવે કેટરીનાની માતાએ પણ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. તેણે Reddit પર લખેલી તસવીર શેર કરી છે. જેમાં લખ્યું છે- ‘મને એવો ઉછેર મળ્યો છે કે હું એક સફાઈ કામદાર સાથે એ જ રીતે વર્તે છું જે રીતે હું સીઈઓ સાથે વર્તુ છું’. હવે લોકોએ આ પોસ્ટ પર કોમેન્ટ પણ કરી છે અને લખ્યું છે કે- આ સામાન્ય પોસ્ટ છે પરંતુ ટાઈમિંગ ખાસ છે. 

 

View this post on Instagram

 

A post shared by @susanna_india

લોકો તેની પોસ્ટને નીતુ કપૂરની પોસ્ટનો જવાબ માની રહ્યા છે. કેટરીનાની માતાની પોસ્ટ જોયા પછી લોકોએ કહ્યું કે નીતુ કપૂર અને સુઝેન વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ શરૂ થઈ ગયું છે. જો કે બંને પક્ષોમાંથી કોઈએ એકબીજાનું નામ લીધું નથી.

 

April 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક