• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - kerala - Page 14
Tag:

kerala

રાજ્ય

ભારતમાં ત્રીજી લહેરની દસ્તક? આ દક્ષિણ રાજ્યમાં કોરોનાથી સ્થિતિ બગડી, સરકારે કરી લોકડાઉનની ભલામણ

by Dr. Mayur Parikh September 1, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021 

બુધવાર

છેલ્લા ઘણા દિવસથી કેરળમાં 30,000 થી વધારે કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે. ત્રીજી લહેર કેરળમાંથી શરુ થઈ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. છેલ્લા 15 દિવસથી જે ગતિએ કેરળમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યાં છે તેનાથી આખા દેશની ચિંતા વધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ટોચના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે બગડી રહેલી સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કેરળમાં રણનીતિ હેઠળ લોકડાઉન લગાડવાનું જરુરી ગણાવાયું છે.

 

સૂત્રોના જણાવ્યા મુજબ જો સખ્ત લોકડાઉન અને કડક કન્ટેનમેન્ટ લાગું કરવામાં આવે તો સપ્ટેમ્બરના મધ્ય સુધી કેરળમાં કોરોનાના વધતા કેસોમાં ઘટાડો આવી શકે છે. આ રીતે લોકડાઉન સમગ્ર જીલ્લા સ્તર પર નહીં પરંતુ શેરીઓ અને ગામડાઓના આધાર પર લગાવવામાં આવવું જોઈએ, જ્યાં વધુ લોકો પોઝિટીવ આવ્યા છે. કેરળમાં 85 ટકા કોરોના દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. પરંતુ આ દર્દીઓની વ્યવસ્થિત રીતે મોનીટરીંગ નથી થઈ રહી. આ કારણે મામલાઓ વધી રહ્યા છે. કારણ કે તે લોકો સતત ફરી રહ્યા છે અને લોકો વચ્ચે સંક્રમણ ફેલાવી રહ્યા છે.

 વિશ્વના શક્તિશાળી દેશ અમેરિકાને પાછુ મોકલવા માટે આ આતંકી સંગઠને તાલિબાનને આપી શુભેચ્છા, કાશ્મીરને ભારતની ચૂંગાલમાંથી છોડાવાનું કર્યું આહવાન; જાણો વિગતે

ઉલ્લેખનીય છે જ કેન્દ્ર કેરળ સરકાર તરફથી ઘણા સમય પહેલા કેરળ સરકારને મર્યાદિત લોકડાઉન અંગે સૂચન આપી દીધું છે. વધતા જતા કેસોને જોતા, ગૃહ સચિવની તાજેતરની બેઠકમાં મહત્વના સ્થળોએ લોકડાઉન લાદવાનું પણ કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યમાં કોરોના સંક્રમણને જોતા લોકોની અવરજવર પર પ્રતિબંધ લાદવાનું સૂચન કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે જે જિલ્લાઓમાં વધુ ચેપ વધી રહ્યો છે, ત્યાં કડક પગલાં લેવા જરૂરી છે. કન્ટેનમેન્ટ ઝોનને વધુ સુધારવાની જરૂર છે.  

September 1, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ત્રીજી લહેરના ભણકારા વચ્ચે ચિંતા વધી, આ દક્ષિણી રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવા લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી; જાણો વિગતે 

by Dr. Mayur Parikh August 31, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ઑગસ્ટ, 2021

મંગળવાર

દેશના દક્ષિણ રાજ્ય કેરળમાં કોરોના વાયરસ મહામારીની ગતિ ધીમે ધીમે વધી રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા કેરળ સરકારને સૂચન મોકલવામાં આવ્યુ છે કે રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ રોકવા માટે લોકડાઉન લગાવવા સિવાય કોઈ વિક્લપ નથી. 

લોકડાઉન લગાવવાથી જ કોરોનાના સંક્રમણની ચેન તોડી શકાય છે. જો લોકડાઉન લગાવાય તો કેરળમાં પંદર દિવસમાં સ્થિતિ સુધરી શકે છે.

ત્રણ દિવસ પહેલા કેરળમાં પોઝિટિવિટી રેટ 15 ટકા હતો જે હવે વધીને 19 ટકા થઈ ચુકયો છે. 

ઉલેખનીય છે કે બે દિવસ અગાઉ જ કેરળમાં નાઈટ કરફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.  

કોરોનાની ત્રીજી લહેરને લઈને ચિંતા વધી રહી છે અને ઘણા જાણકારોનુ માનવુ છે કે, કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવી શકે છે. જેને લઈને ઘણા રાજ્યોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

August 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

દેશમાં ત્રીજી લહેર પર ખતરાની ઘંટી? આ પાંચ રાજ્યોમાં ફરી વધ્યું ટેન્શન,અહીં લાગી શકે છે નાઇટ કર્ફ્યુ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh August 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
દેશમાં કોરોના વાયરસને લઈને છેલ્લા એક મહિનાથી થોડી રાહત હતી, પરંતુ હવે કેરળ સહિતનાં રાજ્યોમાં વધતા જતા કેસોને જોતાં ફરી ચિંતામાં વધારો થયો છે. કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બગડતી પરિસ્થિતિને જોતાં કેન્દ્ર સરકાર ઍક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારે આ બંને રાજ્યોને પ્રતિબંધ વધારવાની સલાહ આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ બંને રાજ્યોને સલાહ આપી છે કે જે વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યાં નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવે.

ભારતને મળશે વધુ એક સ્વદેશી વેક્સિન, આ કંપનીની કોરોના રસીને મળી ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી; જાણો વિગતે
ગૃહ મંત્રાલયે બંને રાજ્યો સાથે બેઠક કર્યા બાદ ગુરુવારે નિવેદન જાહેર કરીને કહ્યું કે સંક્રમણમાં વૃદ્ધિને રોકવા માટે વધારે પ્રયાસ કરવાની જરૂર છે. જે વિસ્તારોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યાં રાત્રિના સમયમાં કર્ફ્યુ લગાવવા પર વિચાર કરવામાં આવે. સાથે જ વેક્સિનેશન અભિયાન વધારવા ઉપર પણ જોર આપવામાં આવે. સાથોસાથ આ બંને રાજ્યોને વધારાની વેક્સિન આપવા માટે પણ કેન્દ્ર સરકારે આશ્વાસન આપ્યું છે જેથી કોરોના વાયરસ પર કાબૂ મેળવી શકાય.

પંજાબ કોંગ્રેસનુ ઘમાસાણ: કોંગ્રેસ પ્રમુખના સલાહકાર માલવિંદર માલી એ આપ્યું રાજીનામું.. જાણો વિગતે  

નોંધનીય છે કે ભારતમાં સૌથી વધારે કેસ કેરળમાંથી જ સામે આવી રહ્યા છે, રાજ્યમાં એક જ દિવસમાં ત્રીસ હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. આ સાથે કેરળના જ પાડોશી રાજ્ય તામિલનાડુમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ભારતમાં કોરોના કેસમાં ઉછાળા માટે જે પાંચ રાજ્યો જવાબદાર છે એમાં આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સમાવેશ થાય છે.

August 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આ બે રાજ્યોમાંથી આવનારા ફુલ્લી વેક્સિનેટેડ લોકોને જ ગુજરાતમાં પ્રવેશ આપવો, અહીં છે કોરોનાના સૌથી વધારે કેસ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh August 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ઑગસ્ટ, 2021

શુક્રવાર

ગુજરાતમાં કોરોનાથી છેલ્લા બે મહિનાથી રાહતની સ્થિતિ છે પરંતુ કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના ના દૈનિક કેસોમાં વધારો થઇ રહ્યો છે. 

આવી સ્થિતિમાં કેરળ, મહારાષ્ટ્ર થી આવનારા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવો જોઇએ. 

આ જ રીતે ગુજરાતમાંથી પણ વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને જ કેરળ-મહારાષ્ટ્ર જવાની મંજૂરી આપવા અંગે વિચારણા થવી જોઇએ. 

આવો અમદાવાદ હોસ્પિલ્સ એન્ડ નર્સિંગ એસોસિયેશન દ્વારા અનુરોધ કરાયો છે. 

ઉલ્લેખનીય છે કે, કોરોનાના કુલ સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર ૬૪.૩૭ લાખ સાથે મોખરે, કેરળ ૩૮.૮૩ લાખ સાથે બીજા અને કર્ણાટક ૨૯.૪૨ લાખ સાથે ત્રીજા જ્યારે ૮.૨૫ લાખ સાથે ૧૨માં સ્થાને છે.

 

August 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ભારતના આ દક્ષિણી રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યાએ ચિંતા વધારી, એક જ દિવસમાં 31 હજારથી વધારે કેસ નોંધાયા

by Dr. Mayur Parikh August 26, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑગસ્ટ, 2021

ગુરુવાર

દેશભરમાં ઓછા થઈ રહેલા કોરોના મામલાની વચ્ચે કેરળમાં નવા મામલા એક વાર ફરી બેકાબૂ થયા છે.

કેરળમાં દૈનિક મામલા 3 મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન, કેરળમાં 31,445 નવા કેસ નોંધાયા છે અને 215 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

આ સાથે કેરળમાં કોરોનાના સંક્રમિતોની કુલ સંખ્યા 38,83,429 થઈ ગઈ છે અને મૃત્યુઆંક  19,972 પર પહોંચી ગયો છે.

હાલ રાજ્યમાં 1,70,292 કોરોનાના એક્ટિવ કેસ છે. 

જોકે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 20,271 લોકોને રજા આપવામાં આવી છે.

August 26, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આ દક્ષિણી રાજ્યમાં કોરોના થયો બેકાબુ, રાજ્ય સરકારે લીધા પગલાં ; જાણો વિગતે   

by Dr. Mayur Parikh August 16, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

સોમવાર

કેરલમાં કોરોનાના વધતા જતા કેસને જોતા રાજ્ય સરકારે સખત પ્રતિબંધો લગાવવા શરૂ કરી દીધા છે. 

પ્રાપ્ત જાણકારી અનુસાર કેરલ સરકારે માત્ર તે લોકોને રાજ્યમાં દાખલ થવાની મંજૂરી આપી છે જેમની પાસે યાત્રાના 72 કલાકની અંદરનો આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોય. 

જોકે મહારાષ્ટ્ર અને સિક્કિમ જેવા કેટલાક રાજ્યો નકારાત્મક આરટી-પીસીઆર રિપોર્ટ વગર રસીના બંને ડોઝ લીધા હોય તેવા પ્રવાસીઓને પ્રવેશની મંજૂરી આપી છે.

કાબુલ ઍરપૉર્ટ પર ફાયરિંગ બાદ અફરાતફરીની સ્થિતિ, અમેરિકાએ સંભાળી સુરક્ષાની કમાન; જુઓ વીડિયો

August 16, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કેરાલામાં નવી ટનલ નું થયું ઉદ્ઘાટન, બે કલાકનો કોઇમ્બતુર અને ત્રિશુર વચ્ચેનું અંતર માત્ર અમુક મિનિટો માં કપાશે. જુઓ ટનલ નો વિડીયો

by Dr. Mayur Parikh August 7, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ,7 ઓગસ્ટ 2021

શનિવાર

આખા દેશમાં અત્યારે અલગ-અલગ વિસ્તારમાં વિકાસના કામો ઝડપથી પતિ રહ્યા છે. કેરળ રાજ્યમાં ત્રિશુર જિલ્લામાં આવી જ એક ટનલ નું કામ પૂરું થયું છે. આશરે 1000 મીટર લાંબી આ ટનલ 165 કરોડ ના ખર્ચે બની છે. આ ટનલ ત્રીશુર અને કોઇમ્બતુર વચ્ચેનું અંતર માત્ર 10 મિનિટમાં કાપશે. આ ટનલ બનતા પહેલા બન્ને શહેર વચ્ચેનું અંતર કાપતાં બે કલાક જેટલો સમય લાગી રહ્યો હતો.

મુખ્યમંત્રીની મોટી જાહેરાત : આટલા દિવસમાં લોકલ ટ્રેન અને હોટલ સંદર્ભે નિર્ણય લેવામાં આવશે.

આ સંદર્ભે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિનિસ્ટર નીતિન ગડકરીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. જુઓ વિડિયો.

 

August 7, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કોરોનાના કુલ કેસમાંથી 50 ટકા કેસ એક જ રાજ્યમાં, રાજ્ય સરકારે આ બે દિવસ માટે લાગુ કર્યું સંપૂર્ણ લોકડાઉન ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh July 29, 2021
written by Dr. Mayur Parikh

કેરળમાં  વધતા જતા કોરોનાનાં કેસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. 

કેરળ સરકારે રાજ્યમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.

આ પેહલા રાજ્યમાં 24 અને 25 જુલાઈએ પણ સંપૂર્ણપણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. 

સરકાર રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર ની અધ્યક્ષતામાં 6 સદસ્યવાળી ટીમ કેરળમાં મોકલી છે, કેમ કે અહીં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકના આવેલા કોરોનાનાં નવા સામે આવી રહેલા કેસનાં અડધાથી વધુ કેસ કેરળનાં જ છે.

મહારાષ્ટ્રમાં આવેલા મહાપુરની અસર ગણેશોત્સવ પર પડશે, મુંબઈમાં ગણેશમૂર્તિની કિંમતોમાં આ કારણોસર આટલા ટકાનો થયો વધારો ; જાણો વિગતે

July 29, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

દેશમાં કોરોનાના વધતા કેસ બન્યા માથાનો દુ:ખાવો, આ દક્ષિણી રાજ્યની સ્થિતિ ખૂબ ચિંતાજનક ; કુલ કેસોના 50 ટકા માત્ર અહીં નોંધાયા 

by Dr. Mayur Parikh July 29, 2021
written by Dr. Mayur Parikh

દેશમાં આજે પણ 40 હજારથી વધુ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જે ચિંતાજનક સ્થિતિ કહી શકાય.

તેમાં પણ દક્ષિણી રાજ્ય કેરળમાં તો પરિસ્થિતિ અત્યંત વિકટ જોવા મળી રહી છે. 

અહીં છેલ્લા 2 દિવસથી કોરોનાના દૈનિક કેસ 22 હજારથી ઉપર નોંધાઈ રહ્યા છે. જે દેશભરના દૈનિક કેસના 50 ટકાથી વધુ છે.

ઉલ્લેખનીય છે કે કેરળમાં હાલમાં જ કેટલાક ધાર્મિક કાર્યક્રમ જેમ કે બકરી ઇદ વગેરે સમયે લોકડાઉનને છુટ આપવાનો નિર્ણય લેવાયો હતો.

ટોકિયો ઑલિમ્પિકમાં ભારતનો શાનદાર ગુરુવાર : સવાર સવારમાં આવ્યા ત્રણ સારા સમાચાર

July 29, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

 આ રાજ્યના ચર્ચનો ગજબનો ફતવો! 5થી વધુ બાળકોને જન્મ આપનાર દંપત્તીને અપાશે આર્થિક મદદ.. જાણો વિગતે 

by Dr. Mayur Parikh July 28, 2021
written by Dr. Mayur Parikh

યુપી અને આસામ જેવા રાજ્યોમાં જનસંખ્યા નિયંત્રિત કરવા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારે કેરળના ચર્ચે વધારે બાળકો વાળા ઈસાઈ પરિવારોને આર્થિક મદદ આપવાનું એલાન કર્યું છે. 

આ અંતર્ગત 5થી વધુ બાળકો ધરાવતા પરિવારોને પ્રોત્સાહન આપતા કોટ્ટાયમમાં સીરો-માલાબાર કેથોલિક ચર્ચે દર મહિને રૂ.1500ની આર્થિક મદદનું એલાન કર્યું છે. સુવિધા વર્ષ 2000 બાદ પરણિત દંપત્તીને જ મળશે.

યોજનાનો હેતુ ઈસાઈ સમુદાયને વસ્તી વધારવા માટે પ્રેરિત કરવાનો છે. 

જોકે હાલ આનો તાત્કાલિક લક્ષ્ય મહામારીથી અસરગ્રસ્ત પરિવારોને મદદ પહોંચાડવાનો જણાવવામાં આવી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે કેરળમાં ખ્રિસ્તી સમાજની વસતી ઓછી છે. ગ્રોથ રેટ ઘટી રહ્યો છે. ઉપરાંત મહામારીના સમયમાં મોટા પરિવારોને ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.

જમ્મુ અને કાશ્મીરના આ જિલ્લામાં વાદળ ફાટતા તબાહી: અત્યાર સુધીમાં 7 લોકોના મોત 30થી 40 લોકો ગુમ

July 28, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક