Tag: letter

  • Raj Thackeray: રાજ ઠાકરેએ CM ને ઘેર્યા! બાળકો, યુવતીઓ, જમીન… સુરક્ષાના મુદ્દે કઠોર પ્રશ્નો ઉઠાવ્યા!

    Raj Thackeray: રાજ ઠાકરેએ CM ને ઘેર્યા! બાળકો, યુવતીઓ, જમીન… સુરક્ષાના મુદ્દે કઠોર પ્રશ્નો ઉઠાવ્યા!

    News Continuous Bureau | Mumbai
    Raj Thackeray શિયાળુ અધિવેશન ગરમાયું છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના અધ્યક્ષ રાજ ઠાકરેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સીધું પત્ર લખીને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે બાળકોના અપહરણ, યુવતીઓના ગાયબ થવા અને જમીન પચાવી પાડવાના મુદ્દાઓ પર “સશક્ત અને નક્કર કાર્યવાહી ક્યાં છે?” તેવો સણસણતો સવાલ પૂછ્યો છે.

    બાળકોના ગુમ થવાના આંકડા પર સવાલ

    રાજ ઠાકરેએ પત્રની શરૂઆત જ એક તીવ્ર ચેતવણી સાથે કરી. “મહારાષ્ટ્રમાં નાના બાળકોના ગુમ થવાનું પ્રમાણ ૨૦૨૧ થી ૨૦૨૪ ના સમયગાળામાં ૩૦% જેટલું વધ્યું છે.”તેમણે કહ્યું કે આંતરરાજ્ય ટોળીઓ બાળકોનું અપહરણ કરીને તેમને કામ કરવા, ભીખ માંગવા માટે મજબૂર કરે છે અને “સરકાર બરાબર શું કરી રહી છે, તે સમજાતું નથી!”

    કઠોર પ્રશ્નોની હારમાળા

    રાજ ઠાકરેએ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના આંકડાઓ પર પણ સવાલ ઉઠાવ્યા અને સીધા, ધારદાર પ્રશ્નો પૂછ્યા
    અવાસ્તવિક આંકડા: “જે આંકડા ફરિયાદો પર આધારિત છે, શું તે ફરિયાદો તમામ વાલીઓ તરફથી પોલીસ સુધી પહોંચે છે? જો હજારો કેસ પોલીસ સુધી પહોંચતા જ ન હોય તો?”
    સુરક્ષા વ્યવસ્થા: “બાળકોનું અપહરણ કરનારી ટોળી સક્રિય કેવી રીતે થાય છે?”
    પોલીસની ભૂમિકા: “સ્ટેશન-બસ સ્ટેશનો પર ભીખ માંગતા બાળકો કોના છે? તેમની સાથેના લોકો ખરેખર વાલીઓ જ છે કે કેમ?”
    DNA ટેસ્ટની માંગ: “સરકારને DNA ટેસ્ટનો આદેશ આપવો જોઈએ તેવું લાગતું નથી?”

    આ સમાચાર પણ વાંચો: Leopard: નાશિકમાં ભયનો માહોલ દીપડાના ડરથી શાળાના સમયપત્રકમાં ફેરફાર!

    વિધાનસભા અધિવેશન પર ટીકા

    રાજ ઠાકરેએ શિયાળુ અધિવેશન પર પણ સીધી ટીકા કરી. “શું અધિવેશન માત્ર ભૂલથી રહી ગયેલા બજેટ પર ‘થીગડું’ મારવા માટેની પૂરક માગણીઓ મંજૂર કરવાની સગવડ બની ગઈ છે?” “મંત્રીઓ જવાબ આપવા માટે સભાગૃહમાં હાજર હોતા નથી, તો પછી બાળકો-યુવતીઓની સુરક્ષા પર ચર્ચા કઈ રીતે થશે?”તેમણે કેન્દ્ર સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા અને પત્રના અંતે મુખ્યમંત્રી પાસે સ્પષ્ટ અપેક્ષા વ્યક્ત કરી. “વંદે માતરમ પર જોશથી બોલતી કેન્દ્ર સરકારને માતાઓની ચીસો સંભળાય છે તેવું લાગતું નથી.” “ચર્ચા નહીં, પણ નક્કર કાર્યવાહી કરો. મહારાષ્ટ્રના બાળકો સુરક્ષિત રહે, તે માટે રાજ્યના ગૃહમંત્રીએ તાત્કાલિક પહેલ કરવી જોઈએ.”રાજ ઠાકરેના આ પત્રના કારણે શિયાળુ અધિવેશનમાં રાજકીય વાતાવરણમાં નવી ચર્ચાઓ અને સંઘર્ષોને વેગ મળવાની શક્યતા છે.

  • Allu arjun: અલ્લુ અર્જુન ના કેસમાં આવ્યો નવો વળાંક, હૈદરાબાદ પોલીસ અને સંધ્યા થિયેટર નો પત્ર થયો વાયરલ

    Allu arjun: અલ્લુ અર્જુન ના કેસમાં આવ્યો નવો વળાંક, હૈદરાબાદ પોલીસ અને સંધ્યા થિયેટર નો પત્ર થયો વાયરલ

    News Continuous Bureau | Mumbai 

    Allu arjun: અલ્લુ અર્જુન તેની ફિલ્મ પુષ્પા કરતા સંધ્યા થિયેટર માં નાસભાગ દરમિયાન થયેલી મહિલા ના મૃત્યુ ને લઈને ચર્ચામાં છે આ મામલે અલ્લુ અર્જુન ની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ અલ્લુ અર્જુન ને છોડી પણ દેવામાં આવ્યો  હતો. હવે આ મામલા માં એક નવો વળાંક આવ્યો છે. હવે હૈદરાબાદ પોલીસ અને સંધ્યા થિયેટર નો પત્ર વાયરલ થઇ રહ્યો છે

    આ સમાચાર પણ વાંચો: Allu arjun: થિયેટર ની બહાર થયેલી નાસભાગ માં ઘાયલ થયેલા બાળક ને લઈને અલ્લુ અર્જુન એ વ્યક્ત કરી ચિંતા,ઈમોશનલ નોટ શેર કરી કહી આવી વાત

    હૈદરાબાદ પોલીસ એ સંધ્યા થિયેટર ને લખ્યો હતો પત્ર 

    સોશિયલ મીડિયા પર હૈદરાબાદ પોલીસ નો એક પત્ર વાયરલ થઇ રહ્યો છે જે મુજબ પોલીસ એ થિયેટર મેનેજમેન્ટને જાણ કરી હતી કે થિયેટર અને નજીકની હોટલની નાની જગ્યાને કારણે નાસભાગ થવાની સંભાવના છે. આ કારણોસર, મેનેજમેન્ટને સલાહ આપવામાં આવી હતી કે 4 અને 5 ડિસેમ્બરે ફિલ્મ જોવા માટે સ્ટાર્સને થિયેટરમાં આમંત્રિત ન કરે.


    આ સાથે જ થિયેટર મેનેજમેન્ટે એક પત્ર સાર્વજનિક કરીને જણાવ્યું હતું કે તેઓએ પોલીસને જાણ કરી હતી કે અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફિલ્મના અન્ય કલાકારો પ્રીમિયર શોમાં હાજરી આપી શકે છે. સંધ્યા થિયેટર મેનેજમેન્ટે દાવો કર્યો હતો કે તેમણે પુષ્પા 2 ના પ્રીમિયરના બે દિવસ પહેલા પોલીસને જાણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. તેમ છતાં પોલીસે બંદોબસ્ત કર્યો ન હતો. બીજી તરફ પોલીસનું કહેવું છે કે થિયેટર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Rahul Gandhi news : પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી એ રાહુલ ગાંધી ને લખ્યો પત્ર, કહ્યું- સોનિયા ગાંધીએ નહેરુ સંબંધિત આ દસ્તાવેજો કરવા જોઈએ…

    Rahul Gandhi news : પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી એ રાહુલ ગાંધી ને લખ્યો પત્ર, કહ્યું- સોનિયા ગાંધીએ નહેરુ સંબંધિત આ દસ્તાવેજો કરવા જોઈએ…

     News Continuous Bureau | Mumbai

    Rahul Gandhi news :  પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટીના સભ્ય રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે.. તેમણે કહ્યું છે કે સોનિયા ગાંધીની કસ્ટડીમાં નહેરુ સંબંધિત કાગળો છે, તે પીએમ મ્યુઝિયમ અને લાઇબ્રેરીને પરત કરવામાં આવે. આ પહેલા તેમણે સોનિયા ગાંધીને પણ આ અંગે પત્ર લખ્યો હતો. આ પત્ર એડવિના માઉન્ટબેટન સાથેના તેમના પત્રવ્યવહાર સાથે સંબંધિત છે.

    Rahul Gandhi news: મહત્વના છે  આ દસ્તાવેજો 

    તેમણે લખ્યું, ‘હું આજે તમને વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલય (PMML) વતી લખી રહ્યો છું, જે પહેલા નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને પુસ્તકાલય (NMML) તરીકે ઓળખાતું હતું. જેમ તમે જાણો છો, PMML સામ્રાજ્યવાદ વિરોધી સંઘર્ષ સહિત ભારતના આધુનિક અને સમકાલીન ઈતિહાસને જાળવવામાં અને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જવાહરલાલ નેહરુ મેમોરિયલ ફંડે 1971માં જવાહરલાલ નેહરુના ખાનગી કાગળો PMMLને ઉદારતાથી ટ્રાન્સફર કર્યા. આ દસ્તાવેજો ભારતીય ઈતિહાસના મહત્વના સમયગાળા વિશે અમૂલ્ય માહિતી પૂરી પાડે છે.

    Rahul Gandhi news: નહેરુ પરિવાર માટે દસ્તાવેજો મહત્વપૂર્ણ છે

    તેમણે આગળ લખ્યું, ‘2008માં તત્કાલિન યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની વિનંતી પર, આ દસ્તાવેજોનો સંગ્રહ PMMLમાંથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. અમે સમજીએ છીએ કે નહેરુ પરિવાર માટે આ દસ્તાવેજોનું વ્યક્તિગત મહત્વ હશે. જો કે, PMML માને છે કે આ ઐતિહાસિક સામગ્રીમાં જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, અરુણા આસફ અલી, વિજય લક્ષ્મી પંડિત, બાબુ જગજીવન રામ અને ગોવિંદ બલ્લભ પંત જેવા વ્યક્તિત્વો સાથેના પત્રવ્યવહારનો સમાવેશ થાય છે. સંશોધકોને આ પત્રવ્યવહારથી ઘણો ફાયદો થશે. સંભવિત ઉકેલો શોધવામાં તમારા સહકાર બદલ અમે આભારી રહીશું.

    Maharashtra Cabint : દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનું વિસ્તરણ, 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી

    Rahul Gandhi news : રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને શું કહ્યું?

    રિઝવાન કાદરીએ પત્રમાં રાહુલ ગાંધીને કહ્યું, ‘મેં ઔપચારિક રીતે સોનિયા ગાંધીને વિનંતી કરી છે કે તેઓ આ દસ્તાવેજો PMMLને પરત કરે અથવા ડિજિટલ કોપી આપે અથવા સંશોધકોને સ્કેન કરવાની મંજૂરી આપે.  હું તમને વિનંતી કરું છું કે આ મુદ્દા પર ધ્યાન આપો અને ભારતના ઐતિહાસિક વારસાના જતનની હિમાયત કરો. અમે માનીએ છીએ કે સાથે મળીને કામ કરીને અમે ભવિષ્યની પેઢીના લાભ માટે આ મહત્વપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજોની યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરી શકીશું.’

  • Anupamaa controversy: અનુપમા ના મેકર્સ ની વધી મુશ્કેલી, AICWA ના અધ્યક્ષે સિરિયલ ના સેટ પર થયેલા નિધન ને હત્યા ગણાવતા નિર્માતા સામે મૂકી આવી માંગણી

    Anupamaa controversy: અનુપમા ના મેકર્સ ની વધી મુશ્કેલી, AICWA ના અધ્યક્ષે સિરિયલ ના સેટ પર થયેલા નિધન ને હત્યા ગણાવતા નિર્માતા સામે મૂકી આવી માંગણી

    News Continuous Bureau | Mumbai

    Anupamaa controversy: અનુપમા છેલ્લા ઘણા સમય થી ચર્ચામા છે. પહેલા અનુપમા ની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલી તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવી હતી. ત્યારબાદ સિરિયલ નું રેટિંગ પણ ઘટી ગયું હતું હવે ફરી એકવાર અનુપમા ચર્ચામાં આવી છે. તાજેતર માં અનુપમા ના સેટ પર એક લાઇટમેન નું કરંટ લાગવાને કારણે નિધન થયું હતું હવે AICWA ના અધ્યક્ષે સિરિયલ ના સેટ પર થયેલા આ નિધન ને હત્યા ગણાવતા નિર્માતા સામે કેટલીક માંગ કરી છે. આ સાથે જ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA) એ મેકર્સ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે અનુપમા સિરિયલના નિર્માતાઓ તપાસમાં સહકાર આપી રહ્યા નથી.  

    આ સમાચાર પણ વાંચો : Naga chaitanya and sobhita dhulipala: નાગા ચૈતન્ય આ દિવસે લેશે શોભિતા સાથે સાત ફેરા! કપલ નું વેડિંગ કાર્ડ થયું લીક,લગ્ન ની વિગતો આવી સામે

    અનુપમા ના મેકર્સ ની મુશ્કેલી વધી 

    ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનના પ્રમુખે સિરિયલ અનુપમાને લઈને કહ્યું કે ‘અનુપમાના સેટ પર એક કાર્યકરની હત્યા કરવામાં આવી છે. 14 નવેમ્બરના રોજ સેટ પર 32 વર્ષના એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. સેટ પર ખોટી મેન્ટેનન્સને કારણે આ વ્યક્તિ ને વીજ કરંટ લાગ્યો હતો. આ વ્યક્તિ સાથે અકસ્માત થયા પછી પણ સેટ પર શૂટિંગ ચાલી રહ્યું હતું. ટીમના સભ્યો આ વ્યક્તિને હોસ્પિટલ લઈ ગયા ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તેના મૃત્યુ બાદથી શોના મેકર્સ આ વ્યક્તિની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સેટ પર કોઈ સહકાર આપવા તૈયાર નથી.’


    અનુપમા ના મેકર્સ નું આવું વર્તન જોઈને ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને તેની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને એકનાથ શિંદેને પત્ર લખીને સમગ્ર મામલાની માહિતી આપી છે. એટલું જ નહીં, ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને માંગ કરી છે કે રાજન શાહીએ મૃતક વ્યક્તિ ના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર પણ ચૂકવવું પડશે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Priyanka chopra karva chauth: કરવા ચોથ ના દિવસે પતિ નિક જોનાસ એ પ્રિયંકા ચોપરા ને આપી એવી ગિફ્ટ કે શરમાઈ ગઈ દેસી ગર્લ

    Priyanka chopra karva chauth: કરવા ચોથ ના દિવસે પતિ નિક જોનાસ એ પ્રિયંકા ચોપરા ને આપી એવી ગિફ્ટ કે શરમાઈ ગઈ દેસી ગર્લ

    News Continuous Bureau | Mumbai

    Priyanka chopra karva chauth: ગઈકાલે સમગ્ર દેશ માં કરવા ચોથ ના વ્રત ની ઉજવણી કરવામાં આવી હતી. બોલિવૂડ ની ઘણી અભિનેત્રીઓ એ તેમના પતિ માટે કરવા ચોથ નું વ્રત રાખ્યું હતું. આ બધા માં બોલિવૂડ ની દેસી ગર્લ પણ પાછળ રહી નહોતી. પ્રિયંકા ચોપરા એ તેના પતિ નિક જોનાસ માટે કરવા ચોથ નું વ્રત રાખ્યું હતું. કરવા ચોથ બાદ નિક જોનાસ એ પ્રિયંકા ને એક ગિફ્ટ આપી હતી જેને જોઈને અભિનેત્રી શરમાઈ ગઈ હતી.પ્રિયંકા એ તેના કરવા ચોથ ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

    આ સમાચાર પણ વાંચો : Kushal tandon: શું ખરેખર 13 વર્ષ નાની શિવાંગી જોશી ને ડેટ કરી રહ્યો છે કુશાલ ટંડન? પહેલીવાર કબુલ્યું કે મળી ચુકી છે તેને તેની લેડી લવ

    પ્રિયંકા એ શેર કરી તેના કરવા ચોથ ની તસવીરો 

    પ્રિયંકાએ પતિ નિક જોનાસ સાથે લંડનમાં કરવા ચોથની ઉજવણી કરી હતી. જેની તસવીરો તેને તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. નિકે આ ખાસ અવસર પર પ્રિયંકાને એક લેટર પણ આપ્યો હતો, જેને વાંચતી વખતે પ્રિયંકા શરમાતી જોવા મળી રહી છે.પ્રિયંકાએ નિક સાથે એક સેલ્ફી પણ શેર કરી છે, જેમાં તે તેના પતિના નામની મહેંદી બતાવી રહી છે.આ સાથે જ પ્રિયંકા એ કરવા ચોથ ની ઉજવણી ની તસવીરો શેર કરી છે

     

    View this post on Instagram

     

    A post shared by Priyanka (@priyankachopra)


    પ્રિયંકાએ આ તસવીરો સાથે લખ્યું છે કે, ‘કરવા ચોથના તહેવારની ઉજવણી કરનારા તમામને શુભેચ્છાઓ અને હા હું ફિલ્મી છું’.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Somy ali on Lawrence bishnoi:  સોમી અલી એ લોરેન્સ બિશ્નોઇ ને કરેલા એક મેસેજ એ મચાવ્યો સોશિયલ મીડિયા પર હંગામો, જાણો તેની પોસ્ટ માં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ એ શું લખ્યું

    Somy ali on Lawrence bishnoi: સોમી અલી એ લોરેન્સ બિશ્નોઇ ને કરેલા એક મેસેજ એ મચાવ્યો સોશિયલ મીડિયા પર હંગામો, જાણો તેની પોસ્ટ માં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ એ શું લખ્યું

    News Continuous Bureau | Mumbai

    Somy ali on Lawrence bishnoi: સોમી અલી અને સલમાન ખાન એકબીજા ને ડેટ કરતા હતા એ તો સૌ કોઈ જાણે છે અને લોકો એ પણ જાણે છે કે લોરેન્સ બિશ્નોઇ એ સલમાન ખાન ને જાન થી મારી નાખવાની ધમકી આપી છે. હવે આ બધા ની વચ્ચે સોમી અલી ની એક પોસ્ટ એ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. વાસ્તવ માં સોમી અલી એ તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા એક પોસ્ટ શેર કરીને લોરેન્સ બિશ્નોઇ ને મેસેજ કર્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Salman khan: બાબા સિદ્દીકી ની હત્યા બાદ વધારાઈ સલમાન ખાન ની સુરક્ષા, ભાઈજાન ને અપાઈ આ કેટેગરી ની સુરક્ષા

    સોમી અલી એ લોરેન્સ બિશ્નોઇ ને કર્યો મેસેજ 

    સોમી અલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લોરેન્સ બિશ્નોઈ નો ફોટો શેર કર્યો અને લખ્યું – ‘હેલો, લોરેન્સ ભાઈ, મેં સાંભળ્યું અને જોયું કે તમે જેલમાંથી પણ ઝૂમ કોલ કરો છો, તેથી હું તમારી સાથે વાત કરવા માંગુ છું. કૃપા કરીને મને કહો કે આ કેવી રીતે થઈ શકે? સમગ્ર વિશ્વમાં આપણું સૌથી પ્રિય સ્થળ રાજસ્થાન છે. અમે તમારા મંદિરમાં પૂજા માટે આવવા માંગીએ છીએ પરંતુ ચાલો પહેલા તમારી સાથે ઝૂમ કૉલ કરીએ અને પૂજા પછી થોડી વાતો કરીએ. પછી વિશ્વાસ કરો આ તમારા ફાયદા ની વાત છે. મને તમારો મોબાઈલ નંબર આપો, તે મારા પર ઘણો ઉપકાર રહેશે. આભાર.’

     

    View this post on Instagram

     

    A post shared by Somy Ali (@realsomyali)


    સોમી અલી આ અગાઉ પણ સલમાન ખાન સાથે જોડાયેલા મુદ્દા પર વાત કરી ચુકી છે હવે સોમી અલી ની આ પોસ્ટ એ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Nitin Gadkari: લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પર GST હટાવવાની માગ, આ કેન્દ્રીય મંત્રી એ નિર્મલા સીતારમણને લખ્યો પત્ર..

    Nitin Gadkari: લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પર GST હટાવવાની માગ, આ કેન્દ્રીય મંત્રી એ નિર્મલા સીતારમણને લખ્યો પત્ર..

    News Continuous Bureau | Mumbai 

     Nitin Gadkari: ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ ( Nirmala Sitharaman ) ને પત્ર લખ્યો છે. અહેવાલ છે કે આ પત્રમાં તેમણે જીવન વીમા અને તબીબી વીમા પ્રિમીયમ ( Insurance premium ) પર 18 ટકા GST હટાવવાની અપીલ કરી છે. પત્રને ટાંકીને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નીતિન ગડકરીએ કહ્યું કે GST એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લાદવા સમાન છે. તેનાથી આ સેક્ટરનો ગ્રોથ અટકી જશે.

    Nitin Gadkari: આરોગ્ય વીમા પ્રીમિયમ પર 18 ટકા GST

    કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તમને જીવન અને સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર GST પાછી ખેંચવાના સૂચનને પ્રાથમિકતાના આધારે ધ્યાનમાં લેવા વિનંતી છે, કારણ કે તે વરિષ્ઠ નાગરિકો માટે બોજારૂપ બની જશે. તેવી જ રીતે, આરોગ્ય વીમા પ્રીમિયમ પર 18 ટકા GST આ સેગમેન્ટના વિકાસમાં અવરોધરૂપ સાબિત થઈ રહ્યો છે જે સામાજિક રીતે આવશ્યક છે.

    નાગપુર ડિવિઝન લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઈઝ યુનિયને તેમને આ મુદ્દાઓ પર એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે. ગડકરીએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે યુનિયન માને છે કે વ્યક્તિ પરિવારને કેટલીક સુરક્ષા પૂરી પાડવા માટે જીવનની અનિશ્ચિતતાના જોખમને આવરી લે છે. આ જોખમ સામે કવર માટે તે જે પ્રીમિયમ ખરીદે છે તેના પર તેને ટેક્સ લગાવવો જોઈએ નહીં.

    આ સમાચાર પણ વાંચો :  પીયૂષ ગોયલે તેમના મતવિસ્તારમાં આવેલી આ BMC હોસ્પિટલોની લીધી મુલાકાત, અને હોસ્પિટલની કાર્ય પદ્ધતિની સમીક્ષા કરી.. જાણો વિગતે..

    Nitin Gadkari:અનેક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત

    નીતિન ગડકરીએ તેમના પત્રમાં એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે યુનિયન દ્વારા જીવન વીમા દ્વારા બચતની સારવાર, તબીબી વીમા પ્રીમિયમ માટે IT કપાતની પુનઃ રજૂઆત અને જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓના એકીકરણ જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રુવહન મંત્રીની અપીલમાં વીમા ક્ષેત્રના અનેક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે ઊંચા GST દરોને કારણે આવતી અવરોધોનો સમાવેશ થાય છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આ મુદ્દે શું પગલાં લે છે અને આ ક્ષેત્રના વિકાસ અને સામાજિક સુરક્ષા માટે જરૂરી વીમા પ્રિમિયમ પર GSTમાં કોઈ રાહત મળી શકે છે કે કેમ તે જોવું અગત્યનું રહેશે.

    Nitin Gadkari: બજેટની અનેક પક્ષો દ્વારા ટીકા

    મહત્વનું છે કે કેન્દ્રીય નીતિન ગડકરીએ નાણામંત્રીને આ પત્ર એવા સમયે લખ્યો છે જ્યારે ગયા અઠવાડિયે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટ ( Budget 2024 )ની અનેક પક્ષો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. જ્યારે વિપક્ષે કેન્દ્ર પર તેના મુખ્ય સાથી પક્ષો TDP અને JDU શાસિત રાજ્યો પ્રત્યે ઉદાર હોવાનો આરોપ મૂક્યો છે, ત્યારે સોશિયલ મીડિયા વપરાશકર્તાઓના એક વિભાગે પગારદાર વર્ગ માટે ઊંચા કર દરો તરફ ધ્યાન દોર્યું છે. વિપક્ષના આરોપોને ફગાવી દેતા નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્રએ તમામ રાજ્યોને ભંડોળ પૂરું પાડ્યું છે. તેમણે કહ્યું કે જો બજેટ ભાષણમાં કોઈ રાજ્યનું નામ ન લેવાય તો તેનો અર્થ એ નથી કે તેને આવરી લેવામાં આવ્યું નથી.
     

  • Salman khan: સલમાન ખાન નો હાથ થી લખેલો પત્ર થયો વાયરલ, આ ખાસ વ્યક્તિ માટે ભાઈજાન એ લખ્યો હતો લેટર

    Salman khan: સલમાન ખાન નો હાથ થી લખેલો પત્ર થયો વાયરલ, આ ખાસ વ્યક્તિ માટે ભાઈજાન એ લખ્યો હતો લેટર

    News Continuous Bureau | Mumbai

    Salman khan: સલમાન ખાને ફિલ્મ બીવી હો તો ઐસી થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી પરંતુ તેને હીરી તરીકે ની અસલી ઓળખ 1989માં રિલીઝ થયેલી સૂરજ બડજાત્યાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ થી મળી. આ ફિલ્મે સલમાન ખાન અને ભાગ્યશ્રીને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધા. હાલમાં જ સલમાન દ્વારા લખાયેલો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સલમાને આ પત્ર કોઈ ખાસ માટે લખ્યો હતો.આ પત્ર વર્ષ 1990 માં લખવામાં આવ્યો હતો. 

    આ સમાચાર પણ વાંચો: Ragini khanna: રાગિણી ખન્ના એ પોતાનો ધર્મ બદલવા ના નિવેદન પર તોડ્યું મૌન, ગોવિંદા ની ભાણી એ જણાવી હકીકત

    સલમાન ખાન નો પત્ર થયો વાયરલ 

    સલમાન ખાન નો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં લખેલું છે કે,  ‘અહી એક નાની વાત છે જે હું ઈચ્છું છું કે તમે લોકો મારા વિશે જાણો. મને સ્વીકારવા અને મારા પ્રશંસક બનવા બદલ સૌ પ્રથમ તમારો આભાર. હું મારી યોગ્યતા મુજબ સારી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છું અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું કારણ કે હું જાણું છું કે હવે હું જે પણ કરીશ તેની સરખામણી ‘મૈંને પ્યાર કિયા’ સાથે કરવામાં આવશે. તેથી જ્યારે પણ તમે કોઈ જાહેરાત સાંભળો, ત્યારે ખાતરી રાખો કે તે એક સારી ફિલ્મ હશે અને હું તેને મારુ 100% આપીશ. હું તમને પ્રેમ કરું છું અને હું આશા રાખું છું કે તમે મને પ્રેમ કરતા રહેશો કારણ કે જે દિવસે તમે મને પ્રેમ કરવાનું બંધ કરશો, હું મારી ફિલ્મો જોવાનું બંધ કરીશ અને તે મારી કારકિર્દીનો અંત હશે. ‘

     

    View this post on Instagram

     

    A post shared by Viral Bhayani (@viralbhayani)


    સલમાન ખાનના હસ્તાક્ષરમાં લખાયેલો આ ખાસ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પત્ર સલમાન ખાને પોતાના એક ખાસ ફેન માટે લખ્યો હતો. ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ 29 ડિસેમ્બર 1989ના રોજ રીલિઝ થઈ હતી. સલમાને પોતે ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ રિલીઝ થયાના ચાર મહિના પછી 1990માં પોતાના ફેન્સને આ પત્ર લખ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Rakul and Jackky wedding:  રકૂલ અને જેકી ને મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદ , લગ્ન ની શુભેચ્છા પાઠવતા પત્ર માં લખી આવી વાત

    Rakul and Jackky wedding: રકૂલ અને જેકી ને મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદ , લગ્ન ની શુભેચ્છા પાઠવતા પત્ર માં લખી આવી વાત

    News Continuous Bureau | Mumbai 

    Rakul and Jackky wedding: રકૂલ અને જેકી એ 21 ફેબ્રુઆરી એ પરિવાર અને મિત્રો ની હાજરી માં ગોવામાં લગ્ન કર્યા હતા.કપલે તેમના લગ્ન ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી આ તસવીરો પર ચાહકો અને અને ઇન્ડસ્ટ્રી ના લોકો નવવિવાહિત યુગલને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પત્ર લખીને કપલને લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે. 

    આ સમાચાર પણ વાંચો : Raha kapoor: કરીના કપૂર ના દીકરા જેહ ની બર્થડે પાર્ટીમાં પિતા સાથે ટ્વિનિંગ કરતી જોવા મળી રાહા કપૂર,જુઓ રણબીર કપૂર ની દીકરી નો ક્યૂટ વિડીયો

     

    રકૂલ અને જેકી ને પીએમ મોદી એ પાઠવ્યા અભિનંદન 

    રકૂલ અને જેકી એ ઇન્ડસ્ટ્રી ના ઘણા લોકો ને તેમના લગ્ન નું આમંત્રણ આપ્યું હતું. રકૂલ અને જેકી એ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને પણ તેમના લગ્ન નું આમંત્રણ આપ્યું હતું પરંતુ કોઈ કારણોસર તેઓ એ લગ્ન માં હાજરી નહોતી આપી હવે પીએમ મોદી એ એક પત્ર લખી ને કપલ ને શુભેચ્છા પાઠવી છે. પત્રમાં પીએમ મોદીએ જેકી ભગનાની ના પિતા વાશુ ભગનાની અને માતા પૂજા ભગનાની ને સંબોધીને આ શુભ અવસર પર શુભેચ્છા પાઠવી અને લખ્યું, ‘જેકી અને રકુલે જીવનભરની નવી સફર શરૂ કરી છે. આ શુભ અવસર પર હાર્દિક અભિનંદન. આવનારું દરેક વર્ષ આ યુગલ માટે ખુશીઓથી ભરેલું રહે. મને લગ્ન સમારોહમાં આમંત્રણ આપવા બદલ આભાર. ઉપરાંત, હું ફરીથી નવા પરિણીત યુગલને મારી શુભેચ્છાઓ આપું છું.’


    રકુલ પ્રીત સિંહ એ તેના સોશિયલ મીડિયા પર વડાપ્રધાન દ્વારા મોકલવામાં આવેલા પત્રની તસવીર પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું, “આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર… તમારી શુભકામનાઓ અમારા માટે ખૂબ મહત્વ ધરાવે છે.”

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

     

  • Shilpa shetty: શિલ્પા શેટ્ટી એ કર્યા નરેન્દ્ર મોદી ના વખાણ, વડાપ્રધાન ને મોકલેલા પત્ર માં તેમના વિશે લખી આ વાત

    Shilpa shetty: શિલ્પા શેટ્ટી એ કર્યા નરેન્દ્ર મોદી ના વખાણ, વડાપ્રધાન ને મોકલેલા પત્ર માં તેમના વિશે લખી આ વાત

    News Continuous Bureau | Mumbai 

    Shilpa shetty: 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું. આ ઐતિહાસિક અવસર પર બોલિવૂડ ની હસ્તીઓ જેવી કે અમિતાભ બચ્ચન-રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત બીજા ઘણા એ હાજરી આપી હતી. આ સ્થિતિમાં  હવે શિલ્પા શેટ્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અયોધ્યા માં રામ મંદિર માટે તેમનો આભાર માન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ શિલ્પા શેટ્ટીની આ નોટની પ્રશંસા કરી છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી છે.

    આ સમાચાર પણ વાંચો : Teri baaton mein aisa uljha jiya: થિયેટર માં ધૂમ કમાણી કરી રહેલી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ના ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, જાણો કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે શાહિદ કપૂર ની ફિલ્મ

     

    શિલ્પા શેટ્ટી એ માન્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આભાર 

    શિલ્પા શેટ્ટી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વખાણ કરતા એક પત્ર માં લખ્યું છે કે, “આદરણીય મોદીજી, કેટલાક લોકો ઈતિહાસ વાંચે છે. કેટલાક લોકો ઈતિહાસમાંથી શીખે છે. પરંતુ તમારા જેવા લોકો ઈતિહાસ બદલી નાખે છે. તમે રામજન્મભૂમિનો 500 વર્ષનો ઈતિહાસ બદલી નાખ્યો. દિલ થી તમારો આભાર. આ શુભ કાર્ય સાથે તમારું નામ પણ ભગવાન શ્રી રામના નામ સાથે સદાકાળ જોડાયેલું છે. નમો રામ. જય શ્રી રામ.”


    શિલ્પા શેટ્ટી ના આ પત્ર ને ભાજપના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. આ પત્ર ને શેર કરતા તેમને લખ્યું છે કે,’શિલ્પા શેટ્ટીએ હાલમાં જ પીએમ નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે, જેમાં અભિનેત્રીએ પીએમનો આભાર માન્યો છે. ભગવાન રામ લગભગ 5 સદીઓ સુધી વનવાસમાં રહ્યા અને હવે તેમનો વનવાસ સમાપ્ત થઈ ગયો છે.’

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)