Tag: look

  • ShahRukh Khan King: શાહરુખ ખાન નો “કિંગ” ફિલ્મમાંથી લૂક થયો વાયરલ, પોલેન્ડમાં એક્શન સીન ના શૂટિંગ દરમિયાન જોવા મળ્યો ધમાકેદાર અંદાજ

    ShahRukh Khan King: શાહરુખ ખાન નો “કિંગ” ફિલ્મમાંથી લૂક થયો વાયરલ, પોલેન્ડમાં એક્શન સીન ના શૂટિંગ દરમિયાન જોવા મળ્યો ધમાકેદાર અંદાજ

    News Continuous Bureau | Mumbai

     ShahRukh Khan King: શાહરુખ ખાન  હાલમાં પોલેન્ડમાં પોતાની આગામી એક્શન થ્રિલર ફિલ્મ “કિંગ” ના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં ફિલ્મના સેટ પરથી લિક થયેલી તસવીરોમાં શાહરુખ કાળા સુટમાં, ડાર્ક ચશ્મા પહેરીને અને હાથમાં ગન લઈને એક્શન મોડમાં જોવા મળ્યો છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Sameer Wankhede: દિલ્હી હાઇકોર્ટ એ શાહરૂખ-ગૌરી વિરુદ્ધ વાનખેડેની અરજી પર ઉઠાવ્યા સવાલ, જાણો સમગ્ર મામલો

    ફિલ્મ “કિંગ” નું પ્લોટ અને રિલીઝ ડેટ

    “કિંગ” એક એક્શન-થ્રિલર છે જેમાં શાહરુખ ખાન એક શક્તિશાળી અંડરવર્લ્ડ ડોનની ભૂમિકા ભજવે છે. ફિલ્મમાં તેઓ પોતાની દીકરી સુહાના ખાન  ને ટ્રેન કરે છે, જે ફિલ્મમાં તેમની શિષ્યા તરીકે જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે અને રિલીઝ તારીખ 2 ઓક્ટોબર 2026 (ગાંધી જયંતિ) રાખવામાં આવી છે.

    ફિલ્મમાં શાહરુખ અને સુહાના સિવાય દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, અનિલ કપૂર , રાની મુખર્જી , અર્શદ વારસી, જયદીપ અહલાવત, અને અભય વર્માજેવા દિગ્ગજ કલાકારો છે. રિપોર્ટ્સ અનુસાર, રાની મુખર્જી સુહાનાની માતાની ભૂમિકા ભજવી શકે છે અને અભિષેક વિલન તરીકે જોવા મળશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Cocktail 2 :  ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો

    Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો

    News Continuous Bureau | Mumbai

    cocktail 2 : 2012માં આવેલી ફિલ્મ ‘કોકટેલ’ એ દર્શકોના દિલ જીતી લીધા હતા. હવે ડિરેક્ટર હોમી અદજાનિયા તેની સ્પિરિચ્યુઅલ સીક્વલ ‘કોકટેલ 2’  લઈને ફરીથી આવી રહ્યા છે. ફિલ્મના સેટ પરથી BTS તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. શાહિદ કપૂર, કૃતિ સેનન  અને રશ્મિકા મંદાના ના લૂક્સને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે.

    આ સમાચાર પણ વાંચો : Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર

    BTS તસવીરો

    ફિલ્મ નું શૂટિંગ હાલમાં ઇટલીના સુંદર શહેર સિસિલી (Sicily)માં થઈ રહ્યું છે. અહીંથી BTS વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર લિક થઈ રહ્યા છે. શાહિદ અને કૃતિની કેમિસ્ટ્રી જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.

    ‘કોકટેલ 2’ની સ્ક્રિપ્ટ લવ રંજન દ્વારા લખાઈ છે અને આ ફિલ્મ ‘કોકટેલ’ની સીધી સીક્વલ નહીં પરંતુ સ્પિરિચ્યુઅલ સીક્વલ તરીકે રજૂ થશે. ફિલ્મ 2026 ના મધ્ય માં રિલીઝ થવાની શક્યતા છે. કૃતિ, રશ્મિકા અને શાહિદની ત્રિપુટી જોઈને દર્શકોમાં અપેક્ષાઓ વધી ગઈ છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Met Gala 2025: મેટ ગાલા 2025 ના રેડ કાર્પેટ પર છવાઈ પ્રિયંકા ચોપરા, પતિ નિક જોનાસ પર આ રીતે પ્રેમ વરસાવતી જોવા મળી દેસી ગર્લ

    Met Gala 2025: મેટ ગાલા 2025 ના રેડ કાર્પેટ પર છવાઈ પ્રિયંકા ચોપરા, પતિ નિક જોનાસ પર આ રીતે પ્રેમ વરસાવતી જોવા મળી દેસી ગર્લ

    News Continuous Bureau | Mumbai

    Met Gala 2025: ન્યૂયોર્ક શહેરમાં યોજાયેલા મેટ ગાલા 2025ના રેડ કાર્પેટ પર બોલીવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા. પ્રિયંકાએ નિકને જાહેરમાં કિસ આપતાં સોશિયલ મીડિયા પર આ પળનો વીડિયો વાયરલ થઈ ગયો છે. ફેન્સે કમેન્ટ્સમાં લખ્યું, ‘વાહ વાહ રામજી, જોડી ક્યા બનાવી!’

    આ સમાચાર પણ વાંચો: Janhvi Kapoor Viral Video: દાદી નિર્મલ કપૂર ના અંતિમ સંસ્કારમાં પહોંચેલી જ્હાન્વી કપૂર એ કરી એવી હરકત કે અભિનેત્રી થઇ રહી છે ટ્રોલ

    પ્રિયંકા-નિકનો રોમેન્ટિક મોમેન્ટ થયો વાયરલ

    મેટ ગાલા 2025માં પ્રિયંકા અને નિકે એકસાથે પોઝ આપ્યા અને ત્યારબાદ પ્રિયંકાએ નિકને કિસ આપતાં લોકોના દિલ જીતી લીધા. આ પાવર કપલ ના રોમેન્ટિક પળો સોશિયલ મીડિયા પર ધડાધડ શેર થઈ રહી છે. વિદેશી મીડિયા પણ આ પળને કવર કરતાં જોવા મળ્યું.

    View this post on Instagram

    A post shared by Patty Cardona (@jerryxmimi)

    મેટ ગાલા 2025 માં પ્પ્રિયંકા અને નિક ના લુક ની વાત કરીએ તો, પ્રિયંકાએ બ્લેક અને વ્હાઇટ પોલ્કા ડોટ હોલ્ટર નેક ડ્રેસ પહેર્યો હતો, જ્યારે નિક બ્લેક અને ઓફ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળ્યા. બંનેએ પોતાના લુક વિશે વાત કરતાં જણાવ્યું કે તેઓ દરેક વખતે પોતાના લુક પર ખાસ ધ્યાન આપે છે અને આ વખતે પણ કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Bade achhe lagte hain phir se: બડે અચ્છે લગતે હૈં ફિર સે’ શોના સેટ પરથી હર્ષદ ચોપડા અને શિવાંગી જોશી નો લુક થયો લીક, બંને સ્ટાર્સ ને એક ફ્રેમ માં જોઈ ચાહકો થયા ઉત્સાહિત

    Bade achhe lagte hain phir se: બડે અચ્છે લગતે હૈં ફિર સે’ શોના સેટ પરથી હર્ષદ ચોપડા અને શિવાંગી જોશી નો લુક થયો લીક, બંને સ્ટાર્સ ને એક ફ્રેમ માં જોઈ ચાહકો થયા ઉત્સાહિત

    News Continuous Bureau | Mumbai

    Bade achhe lagte hain phir se: બડે અચ્છે લગતે હૈં ફિર સે માં હર્ષદ ચોપડા અને શિવાંગી જોશી પહેલીવાર સ્ક્રીન શેર કરવાના છે. આ સિરિયલ એકતા કપૂર ની છે. આ સિરિયલ વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. હવે સેટ પરથી તેમના લુક ની તસવીર લીક થઇ છે જેને લઈને ચાહકો ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. 

    આ સમાચાર પણ વાંચો: Love and War: લવ એન્ડ વોર માં આમને સામને જોવા મળશે રણબીર અને વિકી, કંઈક આવી હશે સંજય લીલા ભણસાલી ની ફિલ્મ ની વાર્તા

    બડે અચ્છે લગતે હૈં ફિર સે ના સેટ ની તસવીર 

    ‘બડે અચ્છે લગતે હૈં ફિર સે’ ના સેટ પરથી હર્ષદ અને શિવાંગી ની એક તસવીર સામે આવી છે. જેમાં શિવાંગી ચશ્મા માં જોવા મળી રહી છે અને તેને તેના હાથ માં એક ડ્રેસ પકડેલો છે. તે તેની સામે ઉભેલા હર્ષદ સાથે વાત કરી રહી છે. આ તસવીર માં હર્ષદ બ્લ્યુ જેકેટ અને લાંબા વાળ માં જોવા મળી રહ્યો છે. બંને નો લુક એકદમ અલગ જોવા મળી રહ્યો છે.

    ‘બડે અચ્છે લગતે હૈં ફિર સે’ ના સેટ પર થી હર્ષદ અને શિવાંગી ની તસવીર સામે આવ્યા બાદ યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Amitabh bachchan: અમિતાભ બચ્ચને કર્યું અભિષેક બચ્ચન ની તસવીર પર રિએક્ટ, દીકરા ના વખાણ માં લખી આવી વાત

    Amitabh bachchan: અમિતાભ બચ્ચને કર્યું અભિષેક બચ્ચન ની તસવીર પર રિએક્ટ, દીકરા ના વખાણ માં લખી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Amitabh bachchan: અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. અમિતાભ તેમની સાથે જોડાયેલી દરેક વસ્તુઓ તેમના ચાહકો સાથે શેર કરતા રહે છે. હવે અમિતાભ બચ્ચને તે ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે જેમાં તેમના પુત્ર અભિષેક બચ્ચનની પ્રશંસા કરવામાં આવી છે. તાજેતર માં અભિષેક એ તેની ફિલ્મ માટે ફોટોશૂટ કરાવ્યું હતું ઘણા એ તેના લુક ના વખાણ કર્યા તો ઘણા એ તેને બંને હાથ માં ઘડિયાળ પહેરવા માટે ટ્રોલ પણ કર્યો હવે અમિતાભ બચ્ચને તેમના દીકરા ના લુક ના વખાણ કર્યા છે. 

    આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: પોલીસ ના અવતાર માં જોવા મળ્યો શાહરુખ ખાન, કિંગ ખાન નું પોસ્ટર વાયરલ થતા લોકો લગાવી રહ્યા છે આવું અનુમાન

    અમિતાભ બચ્ચને કર્યા અભિષેક ના વખાણ 

    અમિતાભે જે ટ્વીટ રીટ્વીટ કર્યું છે તેમાં અભિષેક બચ્ચનની સ્ટાઇલની પ્રશંસા કરવામાં આવી છે. અમિતાભ બચ્ચને  રીટ્વીટ કરીને લખ્યું, ‘ખરેખર.. એટલા માટે તમે હિન્દુસ્તાન ટાઈમ્સ ઇવેન્ટમાં સૌથી સ્ટાઇલિશ એવોર્ડ જીત્યો છે.. તમે શ્રેષ્ઠ છો ભૈયુ.. પ્રેમ અને આશીર્વાદ.’

    અભિષેક બચ્ચન તેની ફિલ્મ બી હેપ્પી ના પ્રમોશન માં વ્યસ્ત છે આ ફિલ્મ 14 માર્ચે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Raj kapoor 100th birth anniversary: રાજ કપૂર ની 100 મી જન્મજયંતિ ના ઉત્સવ દરમિયાન રણબીર અને આલિયા એ લૂંટી લાઈમલાઈટ, કપલ ને જોઈ લોકો ને આવી આ આઇકોનિક જોડી ની યાદ

    Raj kapoor 100th birth anniversary: રાજ કપૂર ની 100 મી જન્મજયંતિ ના ઉત્સવ દરમિયાન રણબીર અને આલિયા એ લૂંટી લાઈમલાઈટ, કપલ ને જોઈ લોકો ને આવી આ આઇકોનિક જોડી ની યાદ

    News Continuous Bureau | Mumbai 

    Raj kapoor 100th birth anniversary: આજે બોલિવૂડના શોમેન તરીકે જાણીતા અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ છે. આ અવસર પર આખો કપૂર પરિવારે ત્રણ દિવસ માટે રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. આ ઇવેન્ટ ના ઘણા વિડીયો અને તસવીરો સામે આવી રહી છે તેમાંથી એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. 

    આ સમાચાર પણ વાંચો: Keerthy suresh: લગ્ન ના બંધન માં બંધાઈ કીર્તિ સુરેશ, નવવિવાહિત કપલ ની તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ

    રણબીર અને આલિયા નો લુક થયો વાયરલ 

    મુંબઈમાં આજે રાજ કપૂરની 100મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઈવેન્ટમાં રણબીર કપૂર-આલિયા ભટ્ટ એ હાજરી આપી હતી. આ દરમિયાન રણબીર કપૂરે તેના દાદાને યાદ કર્યા હતા. આલિયા અને રણબીર ના લુક એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.આ કપલ નો વિડીયો જોઈ લોકો ને રાજ કપૂર અને નરગીસ ની યાદ આવી ગઈ.

    View this post on Instagram

    A post shared by Pinkvilla (@pinkvilla)

    રણબીર કપૂરે કહ્યું હતું કે તે તેના પિતા ઋષિ કપૂર અને દાદા રાજ કપૂરની જેમ એક્ટર અને ડિરેક્ટર બનવા માંગે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ranbir kapoor new hairstyle: સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રણબીર કપૂર ની લેટેસ્ટ તસવીરો, લોકોએ કહ્યું નક્કી આ ફિલ્મ માટે અપનાવ્યો છે અભિનેતા એ આ લુક

    Ranbir kapoor new hairstyle: સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રણબીર કપૂર ની લેટેસ્ટ તસવીરો, લોકોએ કહ્યું નક્કી આ ફિલ્મ માટે અપનાવ્યો છે અભિનેતા એ આ લુક

    News Continuous Bureau | Mumbai

    Ranbir kapoor new hairstyle: રણબીર કપૂર બોલિવૂડ નો હેન્ડસમ હંક છે. તાજેતર માં સોશિયલ મીડિયા પર રણબીર કપૂર ની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં તે ખુબ જ હેન્ડસમ લાગી રહ્યો છે રણબીર ની આ તસવીરો સામે આવ્યા બાદ લોકો કહી રહ્યા છે નક્કી રણબીરે આ લુક તેની આવનારી ફિલ્મ ધૂમ 4 માટે અપનાવ્યો છે.  

    આ સમાચાર પણ વાંચો : Kajol: કાજોલ ના મત મુજબ અજય દેવગન નહીં પરંતુ આ વ્યક્તિ છે અસલી સિંઘમ, દો પત્તી ના ટ્રેલર લોન્ચ માં અભિનેત્રી એ કર્યો ખુલાસો

    રણબીર કપૂર ની તસવીરો થઇ વાયરલ 

    સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ આલીમ હકીમે તેના સોશિયલ મીડિયા પર રણબીર કપૂર ની તસવીરો શેર કરી છે જેમાં રણબીર કાળા રંગના બટન વગરના શર્ટમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે પરંતુ તેની નવી હેરસ્ટાઇલ એ સૌથી વધુ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. રણબીર ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

    View this post on Instagram

    A post shared by Aalim Hakim (@aalimhakim)

    રણબીર ની આ તસવીરો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘શું આ ધૂમ 4 માટે છે.’ બીજા એ લખ્યું, ‘ધૂમ’ આ રીતે લોકો તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • war 2 update: એક્શન મોડમાં જોવા મળ્યો રિતિક રોશન, વોર 2 ના સેટ પરથી અભિનેતા ની તસવીર થઇ વાયરલ

    war 2 update: એક્શન મોડમાં જોવા મળ્યો રિતિક રોશન, વોર 2 ના સેટ પરથી અભિનેતા ની તસવીર થઇ વાયરલ

    News Continuous Bureau | Mumbai

    war 2 update: વોર 2 એ વોર ની સિક્વલ છે વોર માં રિતિક રોશન અને ટાઇગર શ્રોફ જોવા મળ્યા હતા. હવે વોર 2 માં રિતિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી જોવા મળશે. વોર 2 ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. વોર 2 માં રિતિક રોશન પહેલીવાર જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી સાથે કામ કરશે. રિતિક રોશન અને જુનિયર એનટીઆર એ તો આ ફિલ્મ નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.તેવામાં આ ફિલ્મ માં રિતિક રોશન નો લુક કેવો હશે તે સામે આવ્યું છે જીહા વોર 2 ના સેટ પરથી રિતિક ની એક તસવીર લીક થઇ છે. 

    આ સમાચાર પણ વાંચો: Nita ambani: નીતા અંબાણી માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવવા વાળી કુક ની સેલેરી સાંભળી તમારી પણ આંખો થઇ જશે પહોળી

    વોર 2 ના સેટ પરથી રિતિક રોશન ની તસવીર થઇ લીક 

    મીડિયા રિપોર્ટ મુજબ  રિતિક રોશને ફિલ્મનું બીજું શેડ્યુલ શરૂ કરી દીધું છે.જ્યાંથી તેની એક તસવીર સામે આવી છે આ તસવીર માં રિતિક રોશન હાથમાં ડમ્બેલ્સ સાથે બર્મુડા પહેરીને ચાલતો જોવા મળે છે.આ તસવીર માં રિતિક એક્શન મોડ માં એકદમ હૅન્ડસમ જોવા મળી રહ્યો છે.

    મીડિયા રિપોર્ટ મુજબ વોર 2’નું શૂટિંગ જૂન 2024 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ ફિલ્મ આવતા વર્ષે 14 ઓગસ્ટે રિલીઝ થઈ શકે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Anant ambani and Radhika merchant: રાધિકા મર્ચન્ટે તોડી અંબાણી પરિવાર ની આ પરંપરા, બોડીકૉન ડ્રેસ માં થવા વાળી દુલ્હન ને જોતો જ રહી ગયો અનંત અંબાણી

    Anant ambani and Radhika merchant: રાધિકા મર્ચન્ટે તોડી અંબાણી પરિવાર ની આ પરંપરા, બોડીકૉન ડ્રેસ માં થવા વાળી દુલ્હન ને જોતો જ રહી ગયો અનંત અંબાણી

    News Continuous Bureau | Mumbai

    Anant ambani and Radhika merchant: રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી જુલાઈ મહિનામાં લગ્ન ના બંધન માં બંધાશે. તાજેતર માં જ રાધિકા એન અનંત ના બીજા પ્રી-વેડિંગ ફંક્શન ઇટાલી અને ફ્રાન્સ વચ્ચે ક્રૂઝ પર યોજાયા હતા. આ પાર્ટીમાંથી ઘણા બોલિવૂડ સ્ટાર્સના લુક્સ પહેલા જ સામે આવ્યા હતા,હવે દુલ્હન બનવા જઈ રહેલી રાધિકા નો લુક સામે આવ્યો છે. જેમાં તે એટલી સુંદર દેખાઈ રહી છે કે અનંત તો તેને જોતો જ રહી ગયો. આ સિવાય રાધિકા એ અંબાણી પરિવાર ની એક પરંપરા તોડી છે આ તસવીરો માં રાધિકા ના શરીર પર એક પણ ઘરેણાં નથી. જે સામાન્ય રીતે અંબાણી પરિવાર ની દરેક મહિલાઓ પર જોવા મળતા હોય છે. 

    આ સમાચાર પણ વાંચો : Chandu champion review: ઈમોશન થી ભરપૂર છે ચંદુ ચેમ્પિયન ની વાર્તા, ફિલ્મ માં કાર્તિક આર્યન ના અભિનયે છોડી અમીટ છાપ, જાણો કેવી છે કબીર ખાન ની ફિલ્મ

    રાધિકા મર્ચન્ટ નો લુક 

    રાધિકા મર્ચન્ટે બીજા પ્રી-વેડિંગ ઈવેન્ટના ખાસ અવસર પર એક ખૂબ જ સુંદર ઓફ-શોલ્ડર સફેદ રંગનો ગાઉન પહેર્યો હતો. માથે સ્ફટિક ગુલાબનો મુગટ પહેરીને અંબાણી પરિવારની આ નાની વહુ એ બધાનું દિલ જીતી લીધું. સફેદ સાટીન ગાઉનમાં તે એટલી સુંદર લાગી રહી હતી કે અનંત તો તેને જોતો જ રહી ગયો. રાધિકા ને રિયા કપૂરે આ સુંદર લુકમાં સ્ટાઇલ કરી હતી. રાધિકા પ્રખ્યાત ડિઝાઇનર તમરા રાલ્ફના સફેદ સાટિન ગાઉન પહેરેલી જોવા મળી હતી આ સાથે જ અનંત અંબાણીએ બ્લેક જેકેટ અને પેન્ટ પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ આકર્ષક લાગતો હતો. 

    View this post on Instagram

    A post shared by Shereen (@shereenlovebug)

    રાધિકાના આ આઉટફિટ ની વિશેષતા એ હતી કે તેની નેકલાઇન અને કમર પર સિલ્ક અને ક્રિસ્ટલ જડેલા  ગુલાબ હતા.જેને ગાઉન ની  નેકલાઇનની બંને બાજુએ ખૂબ જ સુંદર રીતે મૂકવામાં આવ્યા હતા. આ જ પેટર્ન કમરની આસપાસ અનુસરવામાં આવી હતી.આ સાથે જ રાધિકા એ કોઈ જ ઘરેણાં પહેર્યા નહોતા 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Neral Matheran Toy Train : માથેરાનની લોકપ્રિય ટોય ટ્રેનને મળશે નવો લુક; મધ્ય રેલવેએ જારી કરી તસવીરો; જુઓ…

    Neral Matheran Toy Train : માથેરાનની લોકપ્રિય ટોય ટ્રેનને મળશે નવો લુક; મધ્ય રેલવેએ જારી કરી તસવીરો; જુઓ…

    News Continuous Bureau | Mumbai

     Neral Matheran Toy Train : સેન્ટ્રલ રેલ્વેનું માથેરાન એ સૌથી પ્રિય રજાના સ્થળોમાંનું એક છે અને નેરોગેજ લાઇન પર સેન્ટ્રલ રેલ્વે દ્વારા ટોય ટ્રેન ચલાવવામાં આવે છે, નેરલથી માથેરાન સુધી પહાડોની મુસાફરી કરવી એ દરેક પ્રવાસીનું સ્વપ્ન હોય છે. કારણ કે ટ્રેન દુર્ગમ પહાડી પ્રદેશમાંથી પસાર થાય છે અને ગાઢ જંગલો અને ખીણોના મનોહર દૃશ્યો આપે છે.

    Matheran's popular toy train to don heritage steam engine look 3

    પ્રવાસીઓમાં ટોય ટ્રેન સેવાઓ અત્યંત લોકપ્રિય છે, છેલ્લા સપ્તાહ દરમિયાન એટલે કે 10.5.2024 થી 16.5.2024 સુધી, નેરલથી માથેરાન જતા 1,481 મુસાફરોએ 99% નો ઓક્યુપન્સી નોંધી છે અને માથેરાનથી નેરલ સુધી મુસાફરી કરતા 1,304 મુસાફરોએ 88% નો ઓક્યુપન્સી નોંધાવી છે. નેરલ-માથેરાન લાઇટ રેલ્વે, ભારતની કેટલીક હેરિટેજ પર્વતીય રેલ્વેમાંની એક, 1907 માં સ્ટીમ એન્જિન દ્વારા શરૂ કરાયેલ પ્રથમ ટોય ટ્રેન સેવા સાથે 116 ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ કર્યા છે.

    Matheran's popular toy train to don heritage steam engine look 3

    આ સમાચાર પણ વાંચો:  Mumbai local : મુસાફરોને હાલાકી.. રવિવારે આ રૂટ પર મેગાબ્લોક! ઘરની બહાર નીકળતા પહેલા ચેક કરો શેડયુલ..

    Matheran's popular toy train to don heritage steam engine look 3

    સ્ટીમ એન્જિનને હેરિટેજ લુક આપવાની પ્રક્રિયામાં ઘણી ટેકનિકલ પ્રક્રિયાઓ શામેલ છે. તેમાં હાલના એન્જિન હૂડને દૂર કરવા, નવા હેરિટેજ સ્ટીમ એન્જિન જેવા હૂડનું નિર્માણ,હાલના ડીઝલ એન્જિનમાં ફેરફાર, સ્ટીમ બાષ્પ ઇન્સ્ટોલેશન, સાઉન્ડ જનરેટીંગ સિસ્ટમ વગેરેનો સમાવેશ થાય છે. અંતે એન્જીનને નવા હેરિટેજ હૂડથી રંગવું અને જરૂર મુજબ સ્ટીકરો વડે સજાવવું. નેરલ-માથેરાન રેલ્વેનું બાંધકામ 1904 માં શરૂ થયું હતું અને બે ફૂટ ગેજ લાઇન આખરે 1907 માં ટ્રાફિક માટે ખોલવામાં આવી હતી. સાવચેતીના ભાગ રૂપે, ચોમાસા દરમિયાન લાઇન બંધ રહે છે, જો કે, અમન લોજ અને માથેરાન વચ્ચેની શટલ સેવાઓ ચોમાસામાં પણ ચાલુ રહે છે.

    Matheran's popular toy train to don heritage steam engine look 3

    આ પહેલ પ્રવાસીઓના એકંદર અનુભવને વધારશે એટલું જ નહીં પરંતુ પ્રવાસનને પ્રોત્સાહન આપીને અને રોજગારીની તકો પૂરી પાડીને સ્થાનિક અર્થતંત્રમાં પણ નોંધપાત્ર યોગદાન આપશે.