• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - mango
Tag:

mango

Kesar Keri Mahotsav 2025 begin at Vastrapur Haat in Ahmedabad
અમદાવાદ

Kesar Keri Mahotsav 2025: અમદાવાદ હાટ ખાતે ‘કેસર કેરી મહોત્સવ-2025’નો શુભારંભ, એક મહિના સુધી રાજ્યભરના ખેડૂતો કરશે કાર્બાઈડ ફ્રી કેરીનું સીધું વેચાણ.

by kalpana Verat May 15, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Kesar Keri Mahotsav 2025:

  • કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૫’નો શુભારંભ કરાવ્યો
  • અમદાવાદ હાટ ખાતે એક મહિના સુધી રાજ્યભરના ખેડૂતો કરશે કાર્બાઈડ ફ્રી કેરીનું સીધું વેચાણ
  • મેયર શ્રી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન, ધારાસભ્ય શ્રી અમિત ઠાકરની ઉપસ્થિતિ
  • શહેરીજનો કેસર કેરી મહોત્સવનો મહત્તમ લાભ લે અને ઉચ્ચ ગુણવત્તાવાળી કાર્બાઇડ ફ્રી કેસર કેરીની મીઠાશને માણે :- કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે અમદાવાદ હાટ ખાતે ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૫’નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શહેરનાં મેયરશ્રી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન તથા વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ઉદ્ઘાટન બાદ કેરીના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી તથા કેરીની વિવિધ જાતો તથા કેનિંગ પ્રોડક્ટ્સ નિહાળી હતી. મંત્રીશ્રીએ સ્ટોલ ધારકો સાથે સંવાદ પણ સાધ્યો હતો.

 

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ‘કેસર કેરી મહોત્સવ-2025’નો શુભારંભ કરાવ્યો.

અમદાવાદ હાટ ખાતે એક મહિના સુધી રાજ્યભરના ખેડૂતો કરશે કાર્બાઈડ ફ્રી કેરીનું સીધું વેચાણ.

મેયર શ્રી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન, ધારાસભ્ય શ્રી અમિત ઠાકરની ઉપસ્થિતિ. pic.twitter.com/wvz4NBkhVn

— Info Ahmedabad GoG (@infoahdgog) May 14, 2025

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૫’ને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વર્ષ ૨૦૦૭થી કેસર કેરી મહોત્સવની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ દર વર્ષે ઉનાળા દરમિયાન આ કેરી મહોત્સવનું આયોજન રાજ્ય સરકાર દ્વારા  કરવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓના કેરી પકવતા ખેડૂતો, ખેડૂત મંડળીઓ અને નેચરલ ફાર્મિંગ FPOને સાથે લાવીને ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે.

 શહેરીજનો કેસર કેરી મહોત્સવનો મહત્તમ લાભ લે અને ઉચ્ચ ગુણવત્તાવાળી કાર્બાઇડ ફ્રી કેસર કેરીની મીઠાશને માણે, એવો મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કેસર કેરી મહોત્સવ-૨૦૨૫માં આશરે ૮૫ જેટલા સ્ટોલ્સ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. આ મહોત્સવમાં તલાલા-ગીર, જૂનાગઢ, અમરેલી, કચ્છ, વલસાડ અને નવસારી જેવા પ્રદેશોની સુપ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ કેરીઓ પકવતા ખેડૂતો અને વેચાણ કરતી સંસ્થાઓ સહભાગી બની છે. આમ, આ મહોત્સવ રસાયણમુક્ત કેરીની ખરીદીનું સ્થળ જ નહીં બની રહેતા, શહેરી ગ્રાહકો અને ગ્રામ્ય ઉત્પાદકો વચ્ચે સીધા સંવાદ અને વિશ્વાસનું માધ્યમ બની રહેશે.

આ સમાચાર પણ વાંચો : Western Railway : સાબરમતી-દૌલતપુર ચૌક અને ગાંધીનગર કેપિટલ-જમ્મુતવી એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર

કેરી પકવતા ખેડૂતો તેમની કાર્બાઈડ ફ્રી કેરી સીધી શહેરી ગ્રાહકોને વેચી શકે તે માટે રાજ્ય સરકાર ‘કેસર કેરી મહોત્સવ’ જેવું એક માધ્યમ પૂરું પાડીને ખેડૂતોને સહાયરૂપ બની રહી છે. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એમ. ડી. શ્રી વિજય ખરાડી, કૃષિ અને બાગાયત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Nileshbhai Patel, a farmer of Masad village in Bardoli taluka, became financially prosperous by organic mango cultivation for the last 6 years.
સુરત

Bardoli : બારડોલી તાલુકાના મસાડ ગામના ખેડૂત નિલેશભાઈ પટેલ છેલ્લા ૬ વર્ષોથી આંબાની પ્રાકૃતિક ખેતી કરી આર્થિક રીતે સમૃદ્ધ બન્યા

by Hiral Meria June 20, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Bardoli :  રાજ્ય સરકાર દ્વારા રાજયભરના ખેડૂતોને રાસાયણિક ખેતી ત્યજીને પ્રાકૃતિક ખેતી ( Natural farming ) કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જિલ્લાના આત્મા પ્રોજેકટ હેઠળ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે તાલીમ સાથે માર્ગદર્શક શિબિરો યોજવામાં આવી રહી છે. ત્યારે જિલ્લામાં હજારો ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેવા ખેડુતની વાત કરીએ તો બારડોલી તાલુકાના મસાડ ગામના ખેડૂત નિલેશભાઈ પટેલે ( Nileshbhai Patel ) ૨૦૧૯થી પ્રાકૃતિક કરીને આંબાની ખેતીમાં સારી આવક મેળવી રહ્યા છે. આશરે ૧૪ વિઘામાં પથરાયેલા ૧૪૦૦ આંબામાં નિલેશભાઈએ કેસર, જમ્બો કેસર, લંગડો, તોતા પૂરી, દશેરી, આમ્રપાલી જેવી કેરીની વિવિધ જાતોનું વાવેતર કયું છે. જેમાં ઘરબેઠા વેચાણ દ્વારા જ તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે.  

Nileshbhai Patel, a farmer of Masad village in Bardoli taluka, became financially prosperous by organic mango cultivation for the last 6 years.

Nileshbhai Patel, a farmer of Masad village in Bardoli taluka, became financially prosperous by organic mango cultivation for the last 6 years.

              પ્રાકૃતિક ખેતી વિષે વાત કરતા નિલેશભાઈ જણાવે છે કે, ઝેરી રસાયણોના ઉપયોગને કારણે પાક, જમીન, પર્યાવરણ અને સમગ્ર માનવજાતિને થતા નુકસાનથી બચવા અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા. જેમાં રક્ષાકવચ, જીવામૃત્ત, ડી કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ જેવી પ્રાકૃતિક દવાઓનો ઉપયોગ કરવાથી અમારી જમીન પોચી અને ફળદ્રુપ થઈ છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ગુણવત્તા સુધરતા આંબાને પોષણ સારું મળવાથી કેરીનો પાક ( Mango crop ) , તેનું ફળ અને તેની મિઠાસ વધે છે જેથી તેની માંગમાં પણ વધારો થયો છે. અને વેચાણ સારું આવવાથી અમારી આવકમાં ધરખમ વૃદ્ધિ થઇ છે.

Nileshbhai Patel, a farmer of Masad village in Bardoli taluka, became financially prosperous by organic mango cultivation for the last 6 years.

Nileshbhai Patel, a farmer of Masad village in Bardoli taluka, became financially prosperous by organic mango cultivation for the last 6 years.

               આ વિષે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, અમારી કેરી ( Mango Cultivation ) ઝેરી રસાયણો મુક્ત અને ઉત્તમ ગુણવત્તા ધરાવતી હોવાને કારણે ઘરબેઠા જ તેનું વેચાણ થઈ જાય છે. અમારા અને આસપાસના ગામોના લોકો પહેલેથી જ પોતાનો ઓર્ડર નોંધાવી દેતા હોવાથી અમારે ક્યારેય વેચાણ અર્થે ગામની બહાર જવું પડતું નથી.

આ સમાચાર  પણ વાંચો :  Mangal Prabhat Lodha: મહારાષ્ટ્રને કૌશલ્ય સમૄધ્ધ બનાવવા ત્રણ મહિનામાં શ્રેણીબધ્ધ રોજગાર મેળાઓ યોજાશે : મંત્રી મંગલ પ્રભાત લોઢા

              આંબાની ( Mango  ) માવજત અંગે વિસ્તારમાં વાત કરતા તેમણે કહ્યું કે, આંબાના થડની સાફ સફાઇ રાખવી ખૂબ આવશ્યક છે. જે માટે વર્ષમાં એક વાર ઓર્ગેનિક ખોળ અને થડના મૂળમાં મંટોળું નાંખવાથી ઝાડની મજબૂતાઈ સારી રહે છે. વરસાદ ચાલુ થાય ત્યારે ૨૧ દિવસને આંતરે અમે જીવામૃત નાંખીએ છીએ. તેમજ વરસાદ પહેલા અને પછી લીંબોળીના તેલો સ્પ્રે કરવાથી જીવજંતુઓ દુર રહે છે. સાથે જ ચોમાસામાં ઝાડની આજુબાજુથી બિનજરૂરી વનસ્પતિનો એક વાર નિકાલ કરી છીએ જેથી બિનજરૂરી વેલા વધી ઝાડને વિટળાઈ ન જાય.

Nileshbhai Patel, a farmer of Masad village in Bardoli taluka, became financially prosperous by organic mango cultivation for the last 6 years.

Nileshbhai Patel, a farmer of Masad village in Bardoli taluka, became financially prosperous by organic mango cultivation for the last 6 years.

             વધુમાં તેમણે કહ્યું કે, કેરી આવતા પહેલા આંબા પર ફૂલ આવે ત્યારે અને કેરી લખોટા જેવી થાય ત્યારે એક વાર આંબાને પાણી આપવું જરૂરી છે. ત્યારબાદ જો વરસાદ પાછો ખેંચાય તો જ ફરી પાણી આપવું. વર્ષે એક વાર દરેક આંબાની ડાળખીઓનું પૃનિંગ પણ કરવું જરૂરી છે જેથી વર્ષ દરમિયાન આંબાનો વિસ્તાર સારો વધે છે.

Nileshbhai Patel, a farmer of Masad village in Bardoli taluka, became financially prosperous by organic mango cultivation for the last 6 years.

Nileshbhai Patel, a farmer of Masad village in Bardoli taluka, became financially prosperous by organic mango cultivation for the last 6 years.

             પ્રાકૃતિક ખેતી અપનાવી ખુશહાલ નિલેશભાઈ પોતાના વિસ્તારના તેમજ રાજ્યના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.   

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mango Crop Seminar, Mango Exhibition and Competition held at Panas by the Office of the Deputy Director of Horticulture and Agricultural Science Centre-Surat
સુરત

Surat: નાયબ બાગાયત નિયામકની કચેરી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત દ્વારા પનાસ ખાતે આંબા પાક પરિસંવાદ, કેરી પ્રદર્શન તેમજ હરિફાઈ યોજાઈ

by Hiral Meria June 12, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Surat: સુરતની નાયબ બાગાયત નિયામકની કચેરી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,સુરતના ( Agricultural Science Centre Surat ) સંયુક્ત ઉપક્રમે પનાસ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નવસારી કૃ.યુ.નિ.ના કુલપતિ ડો.ઝેડ.પી. પટેલના અધ્યક્ષસ્થાને અને મુખ્ય મહેમાન તરીકે સંયુકત બાગાયત નિયામકની ઉપસ્થિતિમાં આંબા પાક પરિસંવાદ અને કેરી પ્રદર્શન ( Mango Exhibition ) યોજાયું હતું. આ પ્રસંગે ૧૭૫ ખેડુતોએ કુલ ૩૫ જાતની કેસર, રાજાપુરી, દશેરી, સોનપરી, જમ્બોકેસર, કિંગકોન, કેન્ટ, પાલ્મેર, માયા, લીલી, કરંજીયો, આમ્રપાલી જેવી પ્રચલિત કેરીની જાતોને પ્રદર્શનમાં મુકાઈ હતી. જેમાં એકથી ત્રણ ક્રમે પસંદગી પામેલા ખેડૂત ઉત્પાદકોને શ્રેષ્ઠ જાતની કેરી પકવવા બદલ સર્ટિફિકેટ અને રોકડ ઈનામ આપી સન્માનિત કરાયા હતા. કૃષિ વૈજ્ઞાનિકો, બાગાયત અધિકારીઓએ કેરીના વાવેતરથી લઈને રોપની પસંદગી, રોગ નિવારણના પગલાઓની વિગતો આપી હતી.  

              આ પ્રસંગે કુલપતિ ડો.ઝેડ.પી.પટેલે જણાવ્યું હતું કે, કેરીનું ( Mango  ) સૌથી વધુ ઉત્પાદન અને ઉપયોગ ભારતમાં થાય છે. આંબાના પાકમાં ( mango crop ) વાવેતરથી લઈને રોગના નિયંત્રણ માટે કૃષિ વૈજ્ઞાનિકોના સંપર્ક રહીને યોગ્ય પધ્ધતિથી કરવામાં આવે ચોક્કસ ઉત્પાદન વધારી શકાય છે. પ્રાકૃતિક ખેતી ( Natural Farming  ) પધ્ધતિનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે તે સમયથી માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું.

Mango Crop Seminar, Mango Exhibition and Competition held at Panas by the Office of the Deputy Director of Horticulture and Agricultural Science Centre-Surat

Mango Crop Seminar, Mango Exhibition and Competition held at Panas by the Office of the Deputy Director of Horticulture and Agricultural Science Centre-Surat

           આ પ્રસંગે ચોર્યાસી અને ઓલપાડ તાલુકા સંધના પ્રમુખશ્રી જયેશભાઈ પટેલે જણાવ્યું કે, ખેડુતોએ ( Farmers ) ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ આગળ વધવા જણાવ્યું હતું. આ અવસરે સંયુકત બાગાયત નિયામકશ્રી એચ.એમ.ચાવડાએ રાજય સરકારની બાગાયતની સહાયકારી યોજનાઓ વિશે ખેડુતોને માહિતગાર કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો: India vs Qatar Football Highlights: ભારત ફાઉલને કારણે કતાર સામે હાર્યું, રેફરીના ખોટા નિર્ણયને કારણે ઈતિહાસ રચવાથી ચૂકી ભારતની ટીમ.. જુઓ વિડીયો..

            આ અવસરે નાયબ બાગાયત નિયામકશ્રી ડી.કે.પડાલીયાએ આંબા પાકમાં પ્રથમ કલમની પસંદગી યોગ્ય કરવી, માતૃછોડ જોયા બાદ કલમ ખરીદવા, સાડા ત્રણ ફુટથી વધુની કલમ ન વાવવા તેમજ નૂતન કલમોની પસંદગી કરવાનો અનુરોધ કર્યો હતો. આંબાના વૃક્ષને સુર્યપ્રકાશ અને હવાની અવરજવર થાય તે માટે વાવેતરથી યોગ્ય પ્રુનીંગ કરવાની સલાહ આપી હતી.

Mango Crop Seminar, Mango Exhibition and Competition held at Panas by the Office of the Deputy Director of Horticulture and Agricultural Science Centre-Surat

Mango Crop Seminar, Mango Exhibition and Competition held at Panas by the Office of the Deputy Director of Horticulture and Agricultural Science Centre-Surat

           કૃષિ યુનિ.ના સંશોધન વૈજ્ઞાનિક ડો.બી.એમ.ટંડેલે નવા બગીચાઓ બનાવવા માટે લેવામાં આવતી તકેદારીઓ વિશે જણાવતા કહ્યું કે, જે વિસ્તારમાં જાતોની ડિમાન્ડ હોય તેનું વાવેતર કરવું. જો કેસરનું વાવેતર કરવામાં આવે તો ક્રોસ પોલીનેશન થાય તે માટે થોડા અંતરે સોનપરી, તોતાપુરી જેવી જાતોનું વાવેતર કરવું, સોનપરીની જાતમાં વાતાવરણની અસર ઓછી થતી હોવાથી ઉત્પાદન સારૂ મળે છે. જેની કલમ માટે નવસારી કૃષિ. ખાતે અગાઉથી રજીસ્ટ્રેશન કરીને મેળવી શકાય છે. આંબાના થડથી પાંચ ફુટ બાદ ખાતર આપવા તેમજ અન્ય પાકમાં થતા રોગોની સામે રક્ષણ મેળવવા અંગેની જાણકારી આપી હતી.

Mango Crop Seminar, Mango Exhibition and Competition held at Panas by the Office of the Deputy Director of Horticulture and Agricultural Science Centre-Surat

Mango Crop Seminar, Mango Exhibition and Competition held at Panas by the Office of the Deputy Director of Horticulture and Agricultural Science Centre-Surat

           આ પ્રસંગે વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જે.એચ.રાઠોડ, આત્માના પ્રોજેકટ ડાયરેકટરશ્રી એન.જી.ગામીત, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સતીષ ગામીત, ન.કૃ.યુનિ.નાશ્રી આર.કે.પટેલ તેમજ મોટી સંખ્યામાં આંબાની ખેતી કરતા ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mango Seeds Here are 12 Surprising Benefits of Mango Gotli and Ways to Add It to Your Diet.
સ્વાસ્થ્ય

Mango Seeds: કેરીની ગોટલીના આ છે 12 આશ્ચર્યજનક ફાયદા અને તેને તમારા આહારમાં ઉમેરવાની રીતો..

by Hiral Meria June 4, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Mango Seeds: કેરી ફળોનો રાજા છે. ઉનાળામાં તેને ખૂબ જ આનંદ સાથે ખાવામાં આવે છે. કેરી ( Mango  ) ખાતી વખતે આપણે તેનો ઉપરનો ભાગ ખાઈએ છીએ પણ કેરીનો બી એટલે કે ગોટલી ફેંકી દઈએ છીએ. પરંતુ તમે તેમને ફેંકી દો છો કારણ કે તમે તેમના ફાયદા વિશે જાણતા નથી. તમે જે ગોટલીને નકામી માનો છો તે વાસ્તવમાં દવા તરીકે વપરાય છે. આપણા દેશમાં ઘણા વર્ષોથી આયુર્વેદમાં સારવાર માટે ગોટલીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગોટલીમાં આવા અનેક ઔષધીય ગુણો ( Medicinal properties ) જોવા મળે છે, જે અનેક રોગોને દૂર કરી શકે છે. તો આગલી વખતે ગોટલી ફેંકતા પહેલા જાણી લો તેના ફાયદા… 

Mango Seeds: અહીં કેરીના ગોટલીના બાર અદ્ભુત ફાયદા અને તેનો ઉપયોગ કરવાની રીતો છે:

  1. પોષક તત્ત્વોથી ભરપૂર : કેરીની ગોટલી આવશ્યક પોષક તત્વોનો સારો સ્ત્રોત છે, જેમાં વિટામિન્સ (A, C, અને E), એન્ટીઑકિસડન્ટો અને હેલ્ધી ફેટ્સનો ( Health Update ) સમાવેશ થાય છે.
  2. હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપે છે : કેરીની ગોટલીમાં રહેલા એન્ટીઑકિસડન્ટો અને હેલ્ધી ફેટસ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, આમ કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.
  3. પાચનમાં મદદ કરે છે : કેરીની ગોટલીનો પાવડર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ શરીરને બેક્ટેરિયા અને વાયરસના નુકસાનથી બચાવે છે.
  4. ડાયાબિટીસ મેનેજમેન્ટ: કેરીની ગોટલીનો અર્ક બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે તેને ડાયાબિટીસવાળા લોકો માટે ફાયદાકારક બનાવે છે. તે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે અને લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડે છે.
  5. રોગપ્રતિકારક શક્તિ વધારે છે:  કેરીની ગોટલીમાં રહેલા વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટો રોગપ્રતિકારક શક્તિને વધારે છે, શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે.
  6. બળતરા ઘટાડે છે:  કેરીની ગોટલીમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે, જે સંધિવા જેવી પરિસ્થિતિઓ માટે ફાયદાકારક છે.
  7. એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો: કેરીની ગોટલીમાં ફિનોલિક સંયોજનો અને ફ્લેવોનોઈડ્સથી સમૃદ્ધ છે, જે મજબૂત એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે. આ એન્ટીઑકિસડન્ટો ઓક્સિડેટીવ તણાવ સામે લડવામાં મદદ કરે છે અને શરીરને મુક્ત રેડિકલ નુકસાનથી સુરક્ષિત કરે છે.
  8. લિવરના સ્વાસ્થ્ય બનાવે છે : કેરીની ગોટલી લીવરને ડિટોક્સિફાય કરવામાં, તેના યોગ્ય કાર્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. તેઓ શરીરમાંથી ટોક્સિફાય વાયરસ દૂર કરવામાં મદદ કરે છે, એકંદર લિવરને સ્વાસ્થ્યતા અર્પે છે.
  9. એન્ટિ-માઇક્રોબાયલ ગુણધર્મો : કેરીની ગોટલીમાં અર્કમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોય છે જે બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરી શકે છે. આ તેમને એકંદર રોગપ્રતિકારક શક્તિ અને ચેપ સામે રક્ષણ માટે ફાયદાકારક બનાવે છે.
  10. રક્ત પરિભ્રમણ:  કેરીની ગોટલી સમગ્ર શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે, તે સુનિશ્ચિત કરે છે કે પોષક તત્વો અને ઓક્સિજન તમામ અવયવો અને પેશીઓને કાર્યક્ષમ રીતે પહોંચાડવામાં આવે છે.
  11. શ્વસન સ્વાસ્થ્ય:  કેરીની ગોટલીના બળતરા વિરોધી ગુણધર્મો શ્વસન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોઈ શકે છે. તેઓ અસ્થમા અને અન્ય શ્વસન સ્થિતિઓના લક્ષણોને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.
  12. હાડકાની તંદુરસ્તી:  કેરીની ગોટલીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા જરૂરી ખનિજો હોય છે, જે મજબૂત અને સ્વસ્થ હાડકાં જાળવવા માટે મહત્વપૂર્ણ છે.

આ સમાચાર પણ વાંચો: Kronox Lab Sciences IPO: ક્રોનોક્સ લેબ સાયન્સનો IPO તેના પ્રથમ દિવસે 11.06 વખત સબસ્ક્રાઇબ થયો, રિટલે રોકાણકારોએ રોકાણમાં રહ્યા અગ્રેસર..

Mango Seeds:  કેરીના ગોટલીનો ઉપયોગ કરવાની રીતો

ગોટલીનો પાઉડર:  કેરીની ગોટલીને સૂકવીને તેને બારીક પીસી લો. આ પાવડરને સ્મૂધી, જ્યુસ અથવા પાણીમાં ઉમેરી શકાય છે.

પાચનમાં મદદ:  પાચનમાં મદદ કરવા અને પેટની સમસ્યાઓને દૂર કરવા માટે મધ અથવા પાણીમાં કેરીની ગોટલીનો પાવડર ભેળવો.

ચા/ ઉકાળો બનાવો:  કેરીની ગોટલીને પાણીમાં ઉકાળો જેથી સ્વાસ્થ્ય લાભોવાળી ઉકાળો બનાવો અને પીવો.

આરોગ્ય પૂરક : કેરીની ગોટલીનો અર્ક તમે તમારા રુટિન મુજબ હેલ્થ સપ્લીમેન્ટ તરીકે પણ એટલે કે કેપ્સ્યુલ અથવા ટેબ્લેટ સ્વરૂપે પણ લઈ શકો છો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

June 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Summer Fruits 4 healthiest fruits to consume in summer
સ્વાસ્થ્ય

Summer Fruits: ઉનાળામાં ખાઓ આ 4 રસદાર ફળ, શરીરને મળશે ઠંડક અને રોગો દૂર રહેશે…

by kalpana Verat April 15, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Summer Fruits: ઉનાળાની ઋતુ ( Summer season ) માં શરીરમાં પાણીની ઉણપ એક સામાન્ય સમસ્યા છે. આ સિઝનમાં પ્રવાહીનું સેવન વધારવાની સલાહ આપવામાં આવે છે. જો કે, આ સિવાય આ સિઝનમાં ઘણા એવા ફળો  ( fruits ) પણ ઉપલબ્ધ છે, જે તમને આ સિઝનમાં ડિહાઇડ્રેશનથી બચાવી શકે છે. તેમના સેવનથી શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે અને ઉનાળામાં થતી અનેક બીમારીઓથી પણ બચવામાં મદદ મળે છે. આ ઋતુમાં થાક અને સુસ્તી દૂર કરવામાં આ ફળો તમારા માટે મદદરૂપ સાબિત થશે.

ઉનાળામાં તમે ઘણા પ્રકારના રસદાર ફળો સરળતાથી મેળવી શકો છો. વાસ્તવમાં, આ ફળોમાં ઘણા પ્રકારના વિટામિન્સ, એન્ટિઓક્સિડન્ટ્સ અને મિનરલ્સ મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થઈ શકે છે. ઉપરાંત, આના દ્વારા તમારું સ્વાસ્થ્ય ( health ) સુધારી શકાય છે. આજે આ લેખમાં આપણે કેટલાક એવા ફળો વિશે જાણીશું જે રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે.

 1. કેરી ( Mango )

ઉનાળામાં ભાગ્યે જ કોઈ એવું હશે જેણે કેરીનો સ્વાદ ન ચાખ્યો હોય, કેરી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત અન્ય ઘણા ફાયદા છે. આ ઉનાળાનું શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. તેનો રસદાર અને મીઠો સ્વાદ દરેકને આકર્ષે છે. કેરી વિશ્વના સૌથી લોકપ્રિય ફળ તરીકે જાણીતી છે. તેની ઘણી જાતો છે. તેનું સેવન કરવાથી તમારા શરીરને વિટામિન સી, વિટામિન એ, આયર્ન અને ફાઈબર ભરપૂર માત્રામાં મળી શકે છે.

 2. દ્રાક્ષ ( Grapes )

ઉનાળાની ઋતુમાં તમારા ફળોની યાદીમાં દ્રાક્ષનો સમાવેશ કરો. તમને જણાવી દઈએ કે વિટામીન સી વિટામિન એમાંથી આવે છે. આને ખાવાથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Today’s Horoscope : આજે ૧૫ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

3. નારંગી ( Orange )

નારંગીમાં માત્ર વિટામિન સી જ નથી, પરંતુ તેમાં વિટામિન ડી, ફાઈબર, ઝિંક જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. આ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે.

4. તરબૂચ ( water Melon ) 

ગરમ પવનોને હરાવવા માટે તરબૂચનું સેવન ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પુષ્કળ પાણી છે. આ સિવાય તેમાં ફાઈબર, પોટેશિયમ, આયર્ન અને અન્ય ઘણા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે અને પેટ ઠંડુ રહે છે.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

April 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mango Pickle Recipe : Follow this trick to make mango pickle, it will not spoil for long
વાનગી

Mango Pickle Recipe : કેરીનું અથાણું બનાવવા માટે આ ટ્રિક અપનાવો, તે લાંબા સમય સુધી બગડશે નહીં

by Akash Rajbhar June 10, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Mango Pickle Recipe : કેરી એક એવું ફળ છે જેને ફળોનો રાજા કહેવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે લગભગ દરેકને કેરી ગમે છે. કેરી ઘણી રીતે ખાવામાં આવે છે. ઘણા લોકો કાચી કેરી ખાવાનું પણ પસંદ કરે છે. તો સિઝનમાં કેરીનું અથાણું ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. ઉનાળામાં કેરીનું અથાણું તૈયાર કરી ને દરેકના ઘરમાં સ્ટોર કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન તેને ખાવામાં આવે છે.અથાણાને તૈયાર કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. સૌથી મુશ્કેલ કામ અથાણાં માટે કેરી કાપવાનું છે.

જો તમે પણ અથાણાંના શોખીન છો, પરંતુ કેરી કાપવાની મહેનત જોઈને ડરી જાવ છો, તો આજે અમે તમને એવી જ કેટલીક ટ્રિક જણાવીશું, જેને અપનાવીને તમે કેરીનું અથાણું તરત જ તૈયાર કરી શકો છો. આ સાથે, અમે તમને અથાણાંની સરળ રેસીપી પણ જણાવીશું, જેથી તમારું અથાણું પણ લાંબા સમય સુધી ટકી શકે.

કેરીનું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી

2 કિલો કેરી ઝીણી સમારેલી
100 ગ્રામ મેથી
મરચું પાવડર
સ્વાદ માટે મીઠું
50 ગ્રામ વરિયાળીના બીજ
100 ગ્રામ વરિયાળી
50 ગ્રામ હળદર પાવડર
1.5 લિટર સરસવનું તેલ

આ સમાચાર પણ વાંચો : Men Makeup Products : છોકરાઓ તમે તમારા ક્રશને પ્રભાવિત કરવા માંગો છો તો કરો આ મેકઅપ પ્રોડક્ટનો ઉપયોગ અને જુઓ અસર

કેરીનું અથાણું કઈ રીતે તૈયાર કરવું

કેરીનું અથાણું ઉમેરવા માટે પહેલા કેરીને સરખા ભાગોમાં કાપીને સૂકવી લો અને આ પછી એક કપ તેલમાં બધા મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લો,હવે બરણીમાં પણ આ મિશ્રિત મસાલાનો થોડો ભાગ છાંટો,જેથી મસાલો પીપળાની આજુબાજુ સારી રીતે ચોંટી જાય

હવે આ મિશ્રણમાં કેરીના ટુકડાને સારી રીતે મિક્સ કરીને બરણીમાં ભરી લો તેને સારી રીતે મિક્સ કરો. કોઈ પણ ટુકડો મસાલા વિના છોડવો જોઈએ નહીં હવે અથાણા પર બાકીનું મસાલાનું મિશ્રણ અને તેલ ભરો પછી આ બરણીને એક અઠવાડિયા સુધી તડકામાં સૂકવી દો તેને સૂકવવા માટે મજબૂત સૂર્યપ્રકાશની જરૂર પડશે.

કેરીનું અથાણું બનાવતા સમયે બાબતો ધ્યાનમાં રાખો

અથાણું નાખતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે જે વાસણમાં અથાણું નાખવાનું છે તે સંપૂર્ણપણે સૂકું હોવું જોઈએ આ સાથે અથાણાં માટે માત્ર કાચા તેલનો જ ઉપયોગ કરો. જો તમે ઘરે બનાવેલા મસાલાનો ઉપયોગ કરશો તો તે વધુ સારું રહેશે અને અથાણું લાંબા સમય સુધી રહેશે.

કેરીને આ રીતે કાળજી પૂર્વક કાપો

જો તમે કાચી કેરીને સિકલની મદદથી કાપશો તો તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. તમારે બજારમાંથી સિકલ ખરીદવી પડશે, પરંતુ તેનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરો.

 

 

June 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
the price of mangoes has fallen in the market
વેપાર-વાણિજ્ય

કેરીના શોખીનોને મોજ-એ-દરિયા! હવામાનમાં પલટો આવતા ભાવ તળિયે બેઠા, જાણો કઈ કેરીનો શું છે ભાવ?

by kalpana Verat May 15, 2023
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

વાતાવરણ ગરમ થઈ રહ્યું છે. તેથી ફળ વહેલા તૈયાર થઈ રહ્યા છે. આ પૃષ્ઠભૂમિ સામે બજારમાં કેરીની આવક પણ વધી રહી છે. પરિણામે બજારમાં તમામ જગ્યાએ કેરીના ભાવ ગગડી ગયા છે. હાફૂસ કેરી, દક્ષિણ ભારત, ગુજરાતની કેરીના ભાવમાં ઘટાડો થયો છે. હવે તમામ કેરીઓ સારા પ્રમાણમાં આવી રહી છે. જેના કારણે કેરીના ભાવમાં ઘટાડો થયો છે. દરેક વ્યક્તિ કેરીનો આનંદ માણી શકે છે.

આ વર્ષે હવામાનમાં પલટો આવતા તમામ સ્થળોની કેરીને ભારે ફટકો પડ્યો હતો. જેથી બજારમાં કેરી પ્રમાણમાં ઓછી હતી. તેમાં પણ કોંકણમાં હાપુસ કેરીનું ઉત્પાદન ઘટીને 17 થી 18 ટકા થયું હતું. આ કેરીના ભાવ 1000 રૂપિયા પ્રતિ ડઝન સુધી પહોંચી ગયા હતા. હાપુસનો પુરવઠો ઓછો હોવાથી ગ્રાહકો વિકલ્પ તરીકે હાપુસ જેવી કર્ણાટક કેરી તરફ વળ્યા છે. તે પછી, ગ્રાહકો અન્ય જાતોની કેરીઓ તરફ વળ્યા જેમ કે બદામી, કેસર, લાલબાગ, તોતાપુરી. જેના કારણે આ કેરીના ભાવમાં પણ વધારો થયો છે. તેથી, એપ્રિલ અને મેની શરૂઆતમાં કેરીની મુખ્ય સિઝનમાં પણ ગ્રાહકો કેરી ખરીદવા માટે બહુ ઉત્સુક ન હતા.

આ સમાચાર પણ વાંચો:  JioCinema ભારતમાં પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાનની જાહેરાત કરી છે; HBO માટે ખાસ ઓફર.

હવે 10 મેથી બજારમાં તમામ જગ્યાએથી કેરીની આવક વધવા લાગી છે. જેમાં મુખ્યત્વે કોંકણમાંથી હાફૂસ કેરીની આવક વધી છે. પરિણામે હાપુસના ભાવ નીચા આવ્યા છે, જે બાદ અન્ય કેરીઓ આવી છે. કેરી હવે સામાન્ય લોકોની પહોંચમાં છે. હાપુસ કેરી પછી દક્ષિણ ભારતમાંથી કર્ણાટકની કેરી, બદામી, લાલબાગ, તોતાપુરી કેરી આવે છે. ગુજરાતમાંથી કેસર કેરીની આવક વધવા લાગી છે. આ તમામના દર નિયંત્રણમાં આવ્યા છે. આ કેરીની મુખ્ય સિઝન છે અને માંગ સારી છે.

વર્તમાન જથ્થાબંધ દરો અગાઉના દરો

હાફૂસ કેરી – 500 થી 1000 રૂ 1000 થી 1200 રૂ. ડઝન
કર્ણાટક કેરી – રૂ.50 થી 100 રૂ. 80 થી 150 પ્રતિ કિલો.
બદામી – 30 થી 80 રૂ. 70 થી 120 પ્રતિ કિલો.
લાલબાગ – 30 થી 50 રૂ. 50 થી 100 પ્રતિ કિલો.
કેસર – 50 થી 100 રૂ. 80 થી 120 પ્રતિ કિલો.
તોતાપુરી – 30 થી 60 રૂ. 50 થી 70 પ્રતિ કિલો.

May 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
the price of mangoes has fallen in the market
રાજ્ય

કેરીના શોખીનોને મોજ-એ-દરિયા! ભાવમાં થયો ધરખમ ઘટાડો પણ, ખેડૂતોની આશા પર ફરી વળ્યું પાણી.. જાણો કારણ…

by kalpana Verat May 6, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

કમોસમી વરસાદ બાદ બજારમાં કેરીના ભાવમાં ઘણો ઘટાડો થયો છે. 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી કેરી હવે 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જેના કારણે મે મહિનામાં વિરોધાભાસી ચિત્ર જોવા મળી રહ્યું છે

ઉનાળા દરમિયાન અમરાવતી જિલ્લામાં કેરીનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. શહેરમાં 150 થી 200 ગાડીઓમાં કેરીનું વેચાણ થાય છે. કમોસમી વરસાદ પહેલા અમરાવતીના માર્કેટમાં કેરીનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો હતો. જો કે તોફાની પવનને કારણે કેરી સમય પહેલા પડી ગઈ હતી. જેથી ખેડૂતો કેરી સારી સ્થિતિમાં ઉગાડી શક્યા ન હતા. હવામાન વિભાગે તોફાની પવનની ચેતવણી આપી હતી. જેના પગલે ખેડૂતોએ સમય પહેલા કેરીની લણણી કરી હતી. આ સાથે જ આ કેરી બજારમાં વેચાણ માટે આવી ગઈ છે. જેના કારણે બજારમાં કેરીના ભાવ ગગડી ગયા છે.

આ સમાચાર પણ વાંચો : DRDOના ડિરેક્ટર વિદેશમાં પાકિસ્તાની જાસૂસોને મળ્યા – ATS

ઉનાળામાં વરસાદી વાતાવરણને કારણે ગ્રાહકોએ કેરીની ખરીદીમાં મોં ફેરવી લીધું છે. જેના કારણે કેરીના વેચાણ પર અસર પડી છે. આ તમામ પરિબળોની અસર કેરીના ભાવ પર પડી છે. બૈગનપલ્લી, લાલબાગ અને દશેરી કેરીના ભાવ ઘટીને 50 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. અન્ય કેરીના ભાવમાં પણ નજીવો ઘટાડો નોંધાયો છે. કેરીના ભાવમાં અચાનક ઘટાડો થતાં કેરીના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત વેચાણ ઘટવાથી વેપારીઓ પણ ચિંતિત હોવાનું ચિત્ર બજારમાં જોવા મળી રહ્યું છે.

May 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
hapus production in konkan only 16 to 18 percent in this yr
મુંબઈ

હાફૂસ પર માવઠાની અસર, આ વર્ષે કેરીનું ઉત્પાદન માત્ર આટલા ટકા થયું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછું ઉત્પાન

by Dr. Mayur Parikh May 5, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આ વર્ષે કોંકણમાં હાફૂસ કેરીનું ઉત્પાદન ઘટીને માત્ર 16 થી 18 ટકા થયું છે. છેલ્લા છ વર્ષમાં આ સૌથી ઓછું ઉત્પાદન વર્ષ રહ્યું છે. આબોહવા પરિવર્તનની અસર, તાપમાનમાં વધારો, કમોસમી ભારે વરસાદ, વાદળછાયા વાતાવરણને કારણે આ વર્ષે કોંકણમાં બેથી ત્રણ વખત મોર ઘટી ગયો છે. તેથી, મોટા પાયે ફળની નિષ્ફળતા, ફૂલોમાં વિક્ષેપ અને પર્યાવરણમાં ફેરફારને કારણે જંતુ રોગના ઉપદ્રવને કારણે કેરી, ખાસ કરીને હાફૂસ કેરીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આથી રાજ્ય કેરી ઉત્પાદક સંઘે માંગણી કરી છે કે સરકાર દ્વારા કેરીના ખેડૂતોને મોટું નુકસાન થતા તેમને આર્થિક મદદ કરવી જોઈએ.

સિંધુદુર્ગ અને રત્નાગીરી જિલ્લાની જેમ જ, રાયગઢ જિલ્લામાં સમુદ્રની ખારી આબોહવાને કારણે શ્રીવર્ધન, મુરુડ, અલીબાગ તાલુકાઓમાં અનુકૂળ આબોહવા છે. પરંતુ આ તાલુકાઓ આ સમયે કુદરતના ચક્રવાતનું કેન્દ્ર હતા. જેના કારણે ત્રણ વર્ષ પહેલા કુદરતી વાવાઝોડામાં મોટી માત્રામાં ફળ આપતા હાફૂસ કેરીના મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા. તેથી, ઘણા વૃક્ષો નબળા પડી ગયા છે. જેથી ખેડૂતો બેવડી સંકટનો સામનો કરી રહ્યા છે. ચિત્રમાં વૃક્ષો ઓછા અને ઝાડ પર આંબા ઓછા છે.

આ સમાચાર પણ વાંચો : ગૃહિણીઓને મોટી રાહત! આ કંપનીઓએ ખાદ્યતેલના ભાવમાં કર્યો મોટો ઘટાડો, જાણો લિટરે કેટલા ઓછા થયા…

આ પૃષ્ઠભૂમિમાં, ખેડૂતે નજીવી પેદાશોને માર્કેટેબલ બનાવવા અને વાસ્તવિક નફો ન્યૂનતમ બનાવવા માટે ભારે ખર્ચ કર્યો છે. જેના કારણે ખેડૂત આર્થિક મુશ્કેલીમાં મુકાયો છે. તેથી, મહારાષ્ટ્ર રાજ્ય કેરી ઉત્પાદક સંઘ વતી, પ્રમુખ ચંદ્રકાંત મોકલે રાજ્યના બાગાયત પ્રધાન સંદીપન ભુમરેને વિનંતી કરી છે કે સરકારે કેરીના ખેડૂતોને આર્થિક સહાય કરવી જોઈએ.

બાકીની કેરી બચાવવા માટે મહેનત

સારી ગુણવત્તાની કેરીઓ મોલ્સ અથવા ઓનલાઈન એગ્રીકલ્ચર સપ્લાય કંપનીઓમાં જાય છે. તેથી, 10 થી 15 ટકા કેરી નિકાસ માટે જાય છે. અડધાથી વધુ કેરી એપીએમસીમાં જથ્થાબંધ વેચાણ માટે જાય છે. જોકે આ વર્ષે સર્વત્ર શાંતિ છે. હાપુના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ખેડૂતોના બગીચાઓમાં કેરીઓ નથી. એવી જ રીતે અવકાલની લટકતી તલવાર માથા પર છે. જેથી કેરી ઉત્પાદકોએ બાકી રહેલી કેરીને બચાવવા ભારે મહેનત કરવી પડે છે.

May 5, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
શું કેરીને લાંબા સમય સુધી ઘરમાં કરવી છે સ્ટોર? તો અપનાવો 5 સરળ રીત, ફ્રેશનેસ પણ જળવાઈ રહેશે
વાનગી

શું કેરીને લાંબા સમય સુધી ઘરમાં કરવી છે સ્ટોર? તો અપનાવો 5 સરળ રીત, ફ્રેશનેસ પણ જળવાઈ રહેશે

by kalpana Verat May 4, 2023
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

કેરીને ઘણા દિવસો સુધી સંગ્રહિત કરવા માટે, તેને છોલીને તેના મોટા ટુકડા કરી લો અને તેની કોર કાઢી લો. પછી કેરી પર થોડી દળેલી ખાંડ છાંટીને ફ્રીઝરમાં બે થી ત્રણ કલાક માટે રાખો. પછી તેને ઝિપ લોક પોલીથીન બેગ અથવા હવાચુસ્ત પાત્રમાં મુકો અને ફ્રીઝરમાં રાખો.

કેરીના ટુકડાને ફ્રીઝ અને સ્ટોર કરો : ઓફ-સીઝનમાં કેરીનો આનંદ માણવા માટે, તમે તેને બરફના ટુકડાના રૂપમાં ફ્રીઝ કરી શકો છો. આ માટે કેરીને પ્યુરી કરીને બરફની ટ્રેમાં રાખો. એકવાર જામી ગયા પછી, ક્યુબ્સને ઝિપ લોક બેગમાં મૂકો અને સ્ટોર કરો.

કેરીનો પલ્પ બનાવો: કેરીને મહિનાઓ સુધી સ્ટોર કરવા માટે કેરીનો પલ્પ કાઢીને તેને મિક્સરમાં પીસી લો. હવે તેને કાચની બોટલ અથવા કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં રાખો. તમે લાંબા દિવસો પછી મેંગો શેક, શ્રીખંડ અથવા આઈસ્ક્રીમ બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો : Samsung Neo QLED 8K TV ભારતમાં લોન્ચ થશે, મળશે 15 હજારનું ડિસ્કાઉન્ટ

અંધારામાં સ્ટોર કરો : જો તમે લાવેલી કેટલીક કેરીઓ થોડી કાચી હોય અને તમે તેને થોડા દિવસો પછી ખાવા માંગતા હોવ તો તેને અંધારાવાળી જગ્યાએ સ્ટોર કરો. આ તેમને પાકવા મદદ કરશે અને તમે તેનો આનંદ માણી શકશો.

કાગળમાં લપેટો : જો તમે કેરી લાંબા સમય સુધી તાજી રાખવા માંગતા હો, તો તેને કાગળમાં લપેટીને અંધારાવાળી જગ્યાએ રાખો. આ તમારી કેરીને બગડતા અટકાવશે અને તેની તાજગી જાળવી રાખશે.

પાણીનો ઉપયોગ કરો: પાકી કેરીને બગડવાથી બચવા માટે પાણીમાં સ્ટોર કરો. આ માટે એક બાઉલમાં પાણી ભરો અને તેમાં કેરી નાખીને ફ્રીજમાં રાખો. આ કેરીને લાંબા સમય સુધી સડતી અટકાવશે અને તાજી પણ રાખશે.

May 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક