Tag: manufacturing

  • Ashok Leyland: ભારતમાં બેટરી ક્રાંતિની તૈયારી, હિન્દુજા ગ્રુપ ની મુખ્ય કંપની એ આ ચાઈનીઝ કંપની સાથે ભાગીદારી કરી.

    Ashok Leyland: ભારતમાં બેટરી ક્રાંતિની તૈયારી, હિન્દુજા ગ્રુપ ની મુખ્ય કંપની એ આ ચાઈનીઝ કંપની સાથે ભાગીદારી કરી.

    News Continuous Bureau | Mumbai
    Ashok Leyland હિન્દુજા ગ્રુપની અગ્રણી કંપની અશોક લેલેન્ડ લિમિટેડે બેટરી ઉત્પાદન ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ ચીનની ત્રીજી સૌથી મોટી બેટરી ઉત્પાદક CALB ગ્રુપ સાથે 20 વર્ષનો કરાર કર્યો છે. આ ભાગીદારીનો હેતુ ભારતમાં ધીમે ધીમે લિથિયમ-આયન બેટરી ટેકનોલોજીને સમજવા અને તેને સ્થાનિક સ્તરે વિકસાવવાનો છે.

    શરૂઆત ચીનથી થશે

    અશોક લેલેન્ડના CEO શેનુ અગ્રવાલના જણાવ્યા અનુસાર, શરૂઆતના તબક્કામાં કંપની ચીનથી બેટરી સેલ આયાત કરશે અને તેમાંથી પેક બનાવવાની ટેકનિક શીખશે. ત્યારબાદ ભારતમાં જ બેટરી ડિઝાઇન અને ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવવામાં આવશે. અગ્રવાલે કહ્યું કે, જો આપણા 70% EV પાર્ટ્સ બહારથી આવે તો આપણને સાચી EV કંપની કહી શકાય નહીં. તેથી, બેટરી વેલ્યુ ચેઇનને સમજવી ખૂબ જ જરૂરી છે.

    ₹50 અબજ નું રોકાણ

    ચેન્નઈ સ્થિત આ કંપનીએ આગામી 7 થી 10 વર્ષમાં ₹50 અબજ (લગભગ $563 મિલિયન) નું રોકાણ કરવાની યોજના બનાવી છે. આ રોકાણ દ્વારા, આગામી પેઢીની બેટરીઓ બનાવવામાં આવશે, જેનો ઉપયોગ માત્ર વાહનોમાં જ નહીં, પરંતુ ગ્રીડ-સ્ટોરેજ જેવા મોટા પ્રોજેક્ટ્સમાં પણ થઈ શકશે. ભારતમાં બેટરીની માંગ ઝડપથી વધી રહી છે. બ્લૂમબર્ગ એનઈએફના અંદાજ મુજબ, 2035 સુધીમાં ભારતમાં બેટરીની માંગ 19 ગણી વધી શકે છે, જેનાથી ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું બેટરી બજાર બની શકે છે.

    આ સમાચાર પણ વાંચો : Asaduddin Owaisi: બિહારમાં NDA ની સરકાર બનશે તો નીતિશ કુમાર મુખ્યમંત્રી નહીં બને, ઓવૈસીએ એ કર્યો આવો દાવો

    ચીન સાથે ભાગીદારી કેમ જરૂરી છે?

    અગ્રવાલનું કહેવું છે કે બેટરી ટેકનોલોજી એક જટિલ પ્રક્રિયા છે અને તેમાં ધીરજ રાખવી પડે છે. હાલમાં ભારતમાં સેલ મેન્યુફેક્ચરિંગની ટેકનિક ઉપલબ્ધ નથી. ચીન આ ક્ષેત્રમાં ઘણું આગળ છે અને ત્યાંની કંપનીઓ બેટરી ઉત્પાદનમાં નિપુણતા ધરાવે છે. તેમણે ઉમેર્યું કે શરૂઆતમાં ટેકનોલોજી કરતાં પ્રક્રિયાને શીખવી વધુ જરૂરી છે. બેટરી આજે પણ એક બ્લેક બોક્સ જેવી છે, જેને સમજવામાં સમય લાગશે.

    અન્ય ભારતીય કંપનીઓ પણ તકો શોધી રહી છે

    નિષ્ણાતોના મતે, ભારતનું વિકસતું EV બજાર અને એનર્જી સ્ટોરેજ સેક્ટર ચીની કંપનીઓ માટે એક મોટી તક છે. આ જ કારણ છે કે રિલાયન્સ, અદાણી અને જેએસડબ્લ્યુ ગ્રુપ જેવી કંપનીઓ પણ ચીની કંપનીઓ સાથે બેટરી ટેકનોલોજી માટે ભાગીદારીની શક્યતાઓ શોધી રહી છે.

    આગળની યોજના

    અશોક લેલેન્ડ આગામી 2 થી 3 વર્ષમાં માત્ર પોતાના ટ્રક અને બસો માટે જ નહીં, પરંતુ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ગ્રીડ સ્ટોરેજ માટે પણ બેટરી પેક બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ સાથે, ભારતમાં જ એક સંશોધન અને વિકાસ (R&D) કેન્દ્ર બનાવવાની પણ યોજના છે, જ્યાં બેટરી ઇનોવેશન અને મટિરિયલ સાયન્સ પર કામ થશે. કંપનીનું અંતિમ લક્ષ્ય છે કે આગામી પાંચ વર્ષમાં ભારતમાં જ લિથિયમ-આયન સેલ ડિઝાઇન અને વિકસિત કરવામાં આવે. અગ્રવાલે કહ્યું કે, જે કંપનીઓ ઉતાવળમાં સેલ મેન્યુફેક્ચરિંગમાં ઉતરી રહી છે, તેના કરતાં અમારી તબક્કાવાર વ્યૂહરચના અમને મજબૂત સ્થિતિમાં રાખશે.

  • Adani Group:અદાણી ગ્રૂપે ચીનની કંપનીઓ સાથેના સહયોગના અહેવાલોને નકાર્યા, બેટરી મેન્યુફેક્ચરિંગ ડીલ પર લાગી બ્રેક.

    Adani Group:અદાણી ગ્રૂપે ચીનની કંપનીઓ સાથેના સહયોગના અહેવાલોને નકાર્યા, બેટરી મેન્યુફેક્ચરિંગ ડીલ પર લાગી બ્રેક.

    News Continuous Bureau | Mumbai

    અદાણી ગ્રૂપે (Adani Group) બેટરી મેન્યુફેક્ચરિંગ (battery manufacturing) અને ક્લીન એનર્જી (clean energy) ટેકનોલોજીના ક્ષેત્રમાં ચીનની કંપનીઓ BYD અને બેઇજિંગ વેલિયન ન્યૂ એનર્જી ટેક્નોલોજી (Beijing Weilian New Energy Technology) સાથે સંભવિત ભાગીદારી અંગેના મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડે (Adani Enterprises Limited) શેર બજારને (share market) જાણકારી આપતા સ્પષ્ટ કર્યું કે આ અહેવાલો પાયાવિહોણા અને ખોટા છે. ગ્રૂપ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, “અદાણી ગ્રૂપ ભારતમાં બેટરી મેન્યુફેક્ચરિંગ (battery manufacturing) માટે BYD સાથે કોઈપણ પ્રકારના સહયોગની સંભાવના શોધી રહ્યું નથી. તેવી જ રીતે, અમે બેઇજિંગ વેલિયન ન્યૂ એનર્જી ટેક્નોલોજી સાથે પણ કોઈ ભાગીદારી માટે ચર્ચા કરી રહ્યા નથી.” આ નિવેદન બાદ ચીન (China) માં પણ આ મામલે ખળભળાટ મચી ગયો છે.

    ગૌતમ અદાણીની અંગત ચર્ચાના દાવા પણ ખોટા

     અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) ભારત (India) માં બેટરી ઉત્પાદન અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે (clean energy sector) પોતાના પ્રયાસોને આગળ વધારવા માટે BYDના અધિકારીઓ સાથે “વ્યક્તિગત રીતે ચર્ચાનું નેતૃત્વ” કરી રહ્યા છે. જોકે, અદાણી ગ્રૂપે આ દાવાને પણ નકારી કાઢ્યા છે. ગ્રૂપે સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારની કોઈ ચર્ચા થઈ રહી નથી અને આ અહેવાલો તદ્દન ભ્રામક છે.

    આ સમાચાર પણ વાંચો: Kajol birthday special: કાજોલ 51 વર્ષે જીવી રહી છે વૈભવી જીવનશૈલી, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

    સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે અદાણી ગ્રૂપનું વિશાળ પોર્ટફોલિયો

    અદાણી ગ્રૂપ (Adani Group) પાસે પહેલેથી જ સ્વચ્છ ઊર્જા (clean energy) ક્ષેત્રે મોટો પોર્ટફોલિયો (portfolio) છે. જેમાં સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગથી (solar module manufacturing) લઈને પવન ઊર્જા (wind energy) ઉપકરણો અને ગ્રીન હાઇડ્રોજન (green hydrogen) સુધીનો સમાવેશ થાય છે. ગ્રૂપ પોતાના સોલર મોડ્યુલ ઉત્પાદનને વાર્ષિક ૧૦ ગીગા વોટ સુધી વધારી રહ્યું છે અને પોતાની પવન ટર્બાઇન ઉત્પાદન ક્ષમતાને લગભગ બમણી કરીને વાર્ષિક ૫ ગીગા વોટ સુધી લઈ જવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત, ગ્રૂપ ગ્રીન હાઇડ્રોજન (green hydrogen) ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોલાઇઝર્સના મેન્યુફેક્ચરિંગ (electrolyzers manufacturing) માટે પણ એક સુવિધા સ્થાપિત કરવાનો વિચાર કરી રહ્યું છે.

    આગામી પાંચ વર્ષમાં ૧૦૦૦ બિલિયનના રોકાણનું લક્ષ્ય

    Text: અદાણી ગ્રૂપે (Adani Group) આગામી પાંચ વર્ષમાં ૧૦૦૦ બિલિયન (એક લાખ કરોડ) રૂપિયાના મૂડી રોકાણ (capital investment) નું લક્ષ્ય નક્કી કર્યું છે. આ રોકાણ (investment) થી દેશના માળખાકીય સુવિધાઓમાં (infrastructure) મોટા પરિવર્તન આવવાની શક્યતા છે. અદાણી ગ્રૂપનો કારોબાર (business) થર્મલ (thermal) અને રિન્યુએબલ પાવર જનરેશન, (renewable power generation) ટ્રાન્સમિશન, (transmission) ડિસ્ટ્રિબ્યુશન, (distribution) એલએનજી, (LNG) પીએનજી, (PNG) સીએનજી, (CNG) એલપીજી, (LPG) બેટરી સ્ટોરેજ, (battery storage) હાઇડ્રોજન ટ્રક્સ, (hydrogen trucks) ઇવી ચાર્જિંગ સ્ટેશન, (EV charging station) પંપ, (pumps) હાઇડ્રો (hydro) અને માઇનિંગ (mining) જેવા ક્ષેત્રોમાં ફેલાયેલો છે. આ ઉપરાંત, તે ભારતનો બીજો સૌથી મોટો સિમેન્ટ ઉત્પાદક (cement manufacturer) પણ છે અને એરોસ્પેસ, (aerospace) ડિફેન્સ, (defense) ડેટા સેન્ટર (data center) અને રિયલ એસ્ટેટ (real estate) જેવા ક્ષેત્રોમાં પણ સક્રિય છે.

     

  • US China Tariff War: ટ્રમ્પના અચાનક બદલાયેલા રુખનું કારણ શું? માત્ર એક કારણ… પરંતુ ચીન પર 125% ટેરિફ, જાણો અસલી રમત

    US China Tariff War: ટ્રમ્પના અચાનક બદલાયેલા રુખનું કારણ શું? માત્ર એક કારણ… પરંતુ ચીન પર 125% ટેરિફ, જાણો અસલી રમત

    News Continuous Bureau | Mumbai 

     US China Tariff War: મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દબદબાની વાત આવે છે, ત્યારે અમેરિકા નહીં પરંતુ ચીનનું નામ ટોચ પર આવે છે. ડ્રેગનને ‘દુનિયાની દુકાન’ તરીકે પણ ઓળખવામાં આવે છે અને Donald Trumpએ 125% હાઈ ટેરિફ લગાવીને ચીનની મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી પર સીધો પ્રહાર કર્યો છે.

     US China Tariff War:  ટ્રમ્પના અચાનક બદલાયેલા રુખનું કારણ

     અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ (US-China Tariff War) હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. બંનેમાંથી કોઈ પણ હાર માનતું નથી. અમેરિકા ચીની આયાત પર સતત ભારે ટેરિફ લગાવી રહ્યું છે, જ્યારે ચીન પણ પલટવાર કરીને USને કઠોર ટક્કર આપી રહ્યું છે. બુધવારે ટ્રમ્પે ચીનથી આયાત કરવામાં આવતા પ્રોડક્ટ્સ પર ટેરિફ મર્યાદાને 125 ટકા કરી દીધી છે, જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિએ ચીન પર 104 ટકા ટેરિફ લગાવ્યો હતો.

     US China Tariff War: મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ચીનનું દબદબો 

     મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દબદબાની વાત આવે છે, ત્યારે અમેરિકા નહીં પરંતુ ચીનનું નામ ટોચ પર આવે છે. ડ્રેગનને ‘દુનિયાની દુકાન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મેન્યુફેક્ચરિંગના મામલે હાલ કોઈ પણ દેશ તેની હોડ કરી શકતો નથી. સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓ મુજબ, 2022માં વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનમાં ચીનનું યોગદાન 31% હતું, જ્યારે 2023માં તે 29% રહ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો : Trump Reciprocal Tariff : રેસિપ્રોકલ ટેરિફ નીતિ પર ફરી પાછળ હટયા ટ્રમ્પ, બધા દેશો પર લાદેલા ટેરિફ પર 90 દિ’ની રોક, પણ ડ્રેગનને..

     US China Tariff War:   ટેરિફ ના અસર (Impact of Tariffs)

      ટેરિફ લગાવ્યા પછી પ્રોડક્ટની કિંમત વધી જાય છે. ટ્રમ્પે ચીન પર 125% ટેરિફ લગાવ્યો છે. આનો અર્થ એ છે કે હવે જે પણ અમેરિકી બિઝનેસમેન ચીનથી માલ મંગાવશે તેની કિંમતમાં 125%નો વધારો થઈ જશે. જો ચીનમાં બનેલો એક માલ અમેરિકી બિઝનેસમેનને પહેલા 1 લાખ રૂપિયામાં મળતો હતો તો હવે ટેરિફ લગાવ્યા પછી તેની કિંમત 2.25 લાખ રૂપિયા થઈ જશે.

     

  • હવે ભારતીય કંપની ટાટા ગ્લોબલ માર્કેટ માટે iPhone બનાવશે, કંપનીનું વેલ્યુએશન 600 મિલિયન ડોલર આસપાસ- વાંચો વિગત

    હવે ભારતીય કંપની ટાટા ગ્લોબલ માર્કેટ માટે iPhone બનાવશે, કંપનીનું વેલ્યુએશન 600 મિલિયન ડોલર આસપાસ- વાંચો વિગત

    News Continuous Bureau | Mumbai 

    ટાટા ગ્રુપ ટૂંક સમયમાં આઈફોનનું મેન્યુફેક્ચરિંગ શરુ કરશે. કંપની લોકલ અને ગ્લોબલ માર્કેટ(Global Market) બંને માટે iPhoneનું મેન્યુફેક્ચરિંગ શરુ કરશે. તેની જાણકારી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખરે આપી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે, હવે ટાટા(TATA Group)ભારતમાં આઈફોનનું મેન્યુરફેક્ચરિંગ કરી શકશે, આ ફક્ત અઢી વર્ષમાં થયું છે.

     

    સોશિયલ મીડિયા પર આપી માહિતી

    રાજીવ ચંદ્રશેખરે તેના વિશે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે. જ્યાં પહેલા દુનિયાભરમાં વેચાતા મોટા ભાગના આઈફોન ચાઈનામાં મેન્યુફેક્ચર થતા હતા. તે હવે ભારતમાં ધીમે ધીમે આઈફોનનું મેન્યુફેક્ચરિંગ(Manufacturing) થવા લાગશે. જો કે, થોડા સમય પહેલા સુધી ભારતમાં જુના આઈફોન મોડલ્સને એસેંબલ કરવામાં આવી રહ્યા હતા.

     

    કંપનીનું વેલ્યુએશન 600 મિલિયન ડોલર આસપાસ છે

    વિસ્ટ્રોન ફેક્ટરીનું વેલ્યુએશન(Valuation) 600 મિલિયન ડોલર આસપાસ છે. આ ડીલ અંગે લગભગ એક વર્ષથી વાતચીત ચાલી રહી હતી. આ ફેક્ટરી iPhone 14 મોડલના ઉત્પાદન માટે જાણીતી છે. આ ફેક્ટરીમાં 10,000 થી વધુ લોકો કામ કરે છે.

     

    iPhone 15 સિરીઝ 12 સપ્ટેમ્બરના રોજ લૉન્ચ કરવામાં આવી 

    કેલિફોર્નિયાની ટેક કંપની એપલે 12 સપ્ટેમ્બરે તેની Wanderlust ઇવેન્ટમાં iPhone 15 સિરીઝને રૂ. 79,990ની શરૂઆતની કિંમતે લૉન્ચ(launch) કરી હતી. કંપનીએ વોચ સીરીઝ 9 અને વોચ અલ્ટ્રા 2 પણ રજૂ કરી છે. 

     

    ટાઇટેનિયમનો ઉપયોગ

    આ વખતે iPhone-15માં 48-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે. iPhone 15 અને 15 Plusમાં A16 Bionic ચિપ આપવામાં આવી છે. તે જ સમયે, A17 Pro ચિપ iPhone 15 Pro અને Pro Maxમાં ઉપલબ્ધ થશે. પ્રો મોડલ્સની બોડીમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

     

    આ સમાચાર પણ વાંચોઃ આ છે દુનિયાનું સૌથી અનોખું ગામ, જ્યાં તમામ લોકો જમીનની અંદર ઘર બનાવીને રહે છે- વાંચો આ રોચક જગ્યા વિશે

  • મોબાઈલ ક્ષેત્રે ભારતની હરણફાળ: ટાટા કંપનીએ એપલના મોબાઈલ ફોનનું ઉત્પાદન શરૂ કર્યું.

    મોબાઈલ ક્ષેત્રે ભારતની હરણફાળ: ટાટા કંપનીએ એપલના મોબાઈલ ફોનનું ઉત્પાદન શરૂ કર્યું.

     News Continuous Bureau | Mumbai

    ભારતમાં એક મહત્વાકાંક્ષી ઉત્પાદન પગલામાં, ટાટા ગ્રૂપે દેશમાં એપલ આઇફોન બનાવવાનું શરૂ કર્યું છે. અગાઉ આ ફોનનું ઉત્પાદન ભારતની બહાર ખાસ કરીને તાઈવાન ખાતે થઈ રહ્યું હતું. જોકે ભારત સરકારે એપલ કંપની પર દબાણ કર્યું હતું કે તે પોતાના ફોનનું ઉત્પાદન ભારતમાં શરૂ કરે.

    થોડા સમય પહેલા એપલને ભારતમાં મોબાઇલ સ્ટોર ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી. અઠવાડિયાની અંદર આ પગલું આવ્યું છે . એપલ ટૂંકા અને લાંબા ગાળામાં ભાગીદારીમાંથી બહાર આવવાની અપેક્ષા રાખે છે તેવી માહિતી સામે આવી છે.

    ઉલ્લેખનીય છે કે તાઇવાનની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ જાયન્ટે “અન્ય વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે Apple ઓપરેશનમાંથી સંપૂર્ણપણે બહાર નીકળવાનો નિશ્ચિતપણે નિર્ણય લીધો છે”. આ પરિસ્થિતિમાં તકનો પૂરેપૂરો ફાયદો ઊંચકીને ભારતીય કંપનીએ બેંગ્લોર નજીક એપલનું ઉત્પાદન શરૂ કરી દીધું છે.

    આ સમાચાર પણ વાંચો: જુઓ: જહાજ પર ક્રિકેટ રમતા ખેલાડીઓએ બોલને દરિયામાં પડતા અટકાવવા માટે અનોખી રીત શોધી કાઢી. જુઓ વિડિયો.

  • ઉઝ્બેકિસ્તાન કફ સીરપ કેસમાં ફાર્માસ્યુટિકલ કંપની સામે સરકારની લાલ આંખ. આરોગ્ય મંત્રીએ આપી દીધા આ મોટા આદેશ….

    ઉઝ્બેકિસ્તાન કફ સીરપ કેસમાં ફાર્માસ્યુટિકલ કંપની સામે સરકારની લાલ આંખ. આરોગ્ય મંત્રીએ આપી દીધા આ મોટા આદેશ….

    News Continuous Bureau | Mumbai

    • ઉઝ્બેકિસ્તાન કફ સીરપ કેસમાં ( Cough syrup linked deaths ) સરકારે મરીન બાયોટેક સામે મોટી કાર્યવાહી કરી છે.
    • પ્રાપ્ત જાણકારી મુજબ સમગ્ર પ્રોડકશન બંધ ( Manufacturing activities ) કરવાનો આદેશ આપ્યો છે.
    • સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની ટીમ મેરિયન બાયોટેકના સિરપની તપાસ કરવા 29 ડિસેમ્બરે નોઈડા ( Noida pharma firm )  પહોંચી હતી.
    • સીરપના સેમ્પલ ચંદીગઢમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસને જોતા, દવાઓનું ઉત્પાદન હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે અને વધુ તપાસ ચાલી રહી છે.
    • ઉલ્લેખનીય છે કે ઉઝબેકિસ્તાનમાં કફ સિરપ પીવાથી 18 બાળકોના મોત થયા હતા.

    આ સમાચાર પણ વાંચો:  Rishabh Pant accident: ગોઝારો દિવસ… હવે ટીમ ઇન્ડિયાના આ ખેલાડીને નડ્યો ભયંકર અકસ્માત, ઘટના બાદ કાર બળીને થઈ રાખ.. જુઓ વિડીયો.. 

  • શું મોદી સરકાર બંધ કરશે 4G ફોન- બેઠકમાં લેવાયો નિર્ણય- આ સ્માર્ટફોનનું વેચાણ થશે બંધ 

    શું મોદી સરકાર બંધ કરશે 4G ફોન- બેઠકમાં લેવાયો નિર્ણય- આ સ્માર્ટફોનનું વેચાણ થશે બંધ 

    News Continuous Bureau | Mumbai

    મોદી સરકાર અને ટેલિકોમ કંપનીઓ(Modi government and telecom companies) વચ્ચે ગઈકાલે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ૫જી નેટવર્ક અને ૫જી સ્માર્ટફોનને (5G networks and 5G smartphones) લઈને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. આમાં, ૫જી સ્માર્ટફોનમાં ૫જી સપોર્ટ સોફ્ટવેર અપડેટ્‌સ(5G Support software updates) શક્ય તેટલી વહેલી તકે આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે ૫જી  સ્માર્ટફોનની ઉપલબ્ધતા વધારવાનું કહેવામાં આવ્યું હતું. સરકારે સૂચન કર્યું કે સ્માર્ટફોન કંપનીઓએ(Smartphone companies) ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ કિંમતના તમામ સ્માર્ટફોન પર ૫જી કનેક્ટિવિટી ઑફર(5G connectivity offer) કરવી જાેઈએ. આ પછી તે સ્પષ્ટ થઈ ગયું છે કે ટૂંક સમયમાં સ્માર્ટફોન કંપનીઓ ભારતમાં ૧૦,૦૦૦ થી વધુ કિંમતના 4જી સ્માર્ટફોનનું ઉત્પાદન બંધ કરશે. આવી સ્થિતિમાં, ૧૦,૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતના માર્કેટમાં વેચાતા તમામ સ્માર્ટફોન ૫જી હશે. 

    ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સએ(Department of Telecommunications) મીટિંગમાં સૂચન કર્યું હતું કે સ્માર્ટફોન કંપનીઓએ તબક્કાવાર રૂ. ૧૦,૦૦૦ થી વધુ કિંમતના સ્માર્ટફોનનું ઉત્પાદન(Smartphone manufacturing) ધીમે ધીમે બંધ કરવું જાેઈએ અને તેના બદલે ૫જી સ્માર્ટફોન લોન્ચ(5th smartphone launch) કરવા જાેઈએ. જેના કારણે યુઝર્સ માટે ૪જી થી ૫જી સ્માર્ટફોનમાં શિફ્ટ થવું સરળ બનશે. મિડ-રેન્જમાં ગ્રાહકોને ૫જી કનેક્ટિવિટીવાળા સ્માર્ટફોન ઓફર કરવામાં આવશે. જ્યાં અત્યાર સુધી કંપનીઓ ૫જી સપોર્ટમાં કાપ મૂકીને ૪જી એફોર્ડેબલ સ્માર્ટફોન (4G affordable smartphone) ઓફર કરતી હતી. આવી સ્થિતિમાં સ્માર્ટફોનની કિંમતમાં વધારો થવાની સંભાવના છે.

    આ સમાચાર પણ વાંચો Jio એ આપ્યો મોટો ઝટકો- 5G શરૂ થતાં જ  બંધ કર્યા આ 12 રિચાર્જ પ્લાન- ગ્રાહકોને મોટું નુકસાન

    ઉલ્લેખનીય છે કે સ્માર્ટફોન કંપનીઓએ પહેલાથી જ જાહેરાત કરી છે કે તેમની તરફથી ૧૨,૦૦૦ રૂપિયાથી વધુ કિંમતના તમામ સ્માર્ટફોનમાં ૫જી કનેક્ટિવિટી (5G connectivity) આપવામાં આવશે. બજેટ સ્માર્ટફોન કેટેગરીમાં કંપનીઓ માટે થોડી મુશ્કેલી આવી શકે છે, કારણ કે તેમને ૪જી થી ૫જી પર જવા માટે વધુ રોકાણ અને હાર્ડવેર સપોર્ટની જરૂર પડશે. આ જ કેટલીક સ્માર્ટફોન કંપનીઓ ૧૦,૦૦૦ રૂપિયાથી વધુની કિંમતના માર્કેટમાં ૪જી સ્માર્ટફોનના માર્કેટમાં સારો બિઝનેસ કરી રહી છે. આવી કંપનીઓ માટે પણ થોડી મુશ્કેલી આવી શકે છે.

     

  • બિઝનેસ આઈડિયા- ફક્ત 850 રૂપિયાનું મશીન ખરીદીને આપ શાનદાર કમાણી કરી શકશો- ઘરે બેઠા શરુ કરો આ ધંધો

    બિઝનેસ આઈડિયા- ફક્ત 850 રૂપિયાનું મશીન ખરીદીને આપ શાનદાર કમાણી કરી શકશો- ઘરે બેઠા શરુ કરો આ ધંધો

    News Continuous Bureau | Mumbai

    ઘણા બધા લોકો એવા છે, જેમને નોકરી કરતા બિઝનેસ(Business)માં વધારે રસ હોય છે અને હોય પણ કેમ નહીં. કોરોના કાળ(Covid Pandemic)માં બિઝનેસનું મહત્વ બમણું થયું છે. જો આપ પણ કોઈ નવો બિઝનેસ(New Business) શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે , તો તેના વિશે પહેલાથી જાણકારી એકઠી કરી રાખો. અમે આપને આવા જ કંઈક ખાસ બિઝનેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેને આપ શરુ કરીને સારી એવી કમાણી (profitable business) કરી શકશો. આ બિઝનેસ છે બટાટાની ચિપ્સ(Potato chips) બનાવાનો.

    – 850 રૂપિયાનું રોકાણ

    જ્યારે પણ કોઈ ધંધો શરૂ કરવામાં આવે છે, ત્યારે અંદાજ છે કે તેના મશીનો(Machine)ની કિંમત 10,000-15,000 હશે. પરંતુ અમે અહીં જે મશીન વિશે વાત કરી રહ્યા છીએ તેની કિંમત માત્ર 850 રૂપિયા છે. આ સિવાય કાચા માલ માટે પણ થોડો ખર્ચ કરવો પડશે. જોકે, શરૂઆતના તબક્કામાં કાચો માલ(Raw Material) 100-200 રૂપિયામાં મળશે. આ મશીન તમે સરળતાથી ઓનલાઇન(Online) મેળવી શકો છો. તમે તેને કોઈપણ ટેબલ પર રાખીને સરળતાથી ચિપ્સ કાપી શકો છો. તે વધુ જગ્યા લેતું નથી અને તેને ચલાવવા માટે વીજળીની જરૂર નથી. તમે તેને સરળતાથી હાથથી ચલાવી શકો છો. તેને કોઈપણ મહિલા કે બાળક ચલાવી શકે છે.

    આ સમાચાર પણ વાંચો : મોદી સરકારે DBTનો રેકોર્ડ બનાવ્યો- અત્યાર સુધીમાં જરૂરિયાતમંદોના બેંક ખાતામાં નાખ્યા અધધ- આટલા ખરબ રૂપિયા- આંકડો જાણીને આંખો થઇ જશે પહોળી

    – વેચાણ કેવી રીતે થશે

    આપને જણાવી દઈએ કે, આજકાલ તળેલી ચિપ્સ(fried chips) ખાવાનો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે. લોકો તેની સામે તળીને ચિપ્સ ખાય છે. આવી સ્થિતિમાં, તમે કાર્ટ અથવા દુકાન(Shop) પણ ખોલી શકો છો અને તરત જ ચિપ્સને તળી શકો છો. બીજી રીત એ છે કે તમે તેને નાના પેકેટ(Small packet)માં ભરીને લોકોને આપી શકો છો. થોડી કુશળતા ઉમેર્યા પછી, ચિપ્સ વગેરે વેચતા આવા દુકાનદારોનો સંપર્ક કરો. તેથી ધીમે ધીમે તમારું નેટવર્ક વધશે અને તમે આ નાના વ્યવસાયને ઘણો વધારી શકશો.

    – કેટલી કમાણી કરી શકશો

    બટાકાની ચિપ્સ(Potato chips) બનાવવા માટે કાચા માલ પર જેટલો ખર્ચ થાય છે, તેનાથી 7-8 ગણી કમાણી કરી શકાય છે. જો એક દિવસમાં 10 કિલો બટાકાની ચિપ્સ બનાવવામાં આવે તો એક દિવસમાં 1000 રૂપિયા સરળતાથી કમાઈ શકે છે. આ માટે કોઈ ખાસ રોકાણ કરવું પડતું નથી.

    આ સમાચાર પણ વાંચો : કુતુબમીનાર પોતાની જમીન પર હોવાનો દાવો કરનારને આંચકો- કોર્ટે દાવો નકાર્યો- હવે આ મુદ્દા પર ચાલશે ચર્ચા

    *નોંધ – કોઈપણ વેપાર શરુ કરતા પહેલા જાણકારોની સલાહ લેવી જરૂરી છે.

  • મુંબઈગરાનું પાણી મોંઘું થશે- BMC પાણીના વેરામાં વધારો કરવાની ફિરાકમાં- જાણો વિગતે

    મુંબઈગરાનું પાણી મોંઘું થશે- BMC પાણીના વેરામાં વધારો કરવાની ફિરાકમાં- જાણો વિગતે

     News Continuous Bureau | Mumbai

    સતત બે વર્ષ સુધી કોરોના અને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના(BMC Elections) ચક્કરમાં મુંબઈમાં પાણીના વેરામાં(water tax) કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો. જોકે હવે આ વખતે BMC વોટર ટેક્સમાં વધારો કરે તેવી શક્યતા છે. તેથી મુંબઈગરાને મળતું પાણી થોડું મોંઘુ થઈ શકે છે.

     છેલ્લા બે વર્ષમાં કોવિડ-19 મહામારીને(Covid19 pandemic) કારણે વોટર ટેક્સમાં વધારો કરવામાં આવ્યો નથી. પાલિકાના પાણીપુરવઠા(Water Supply) ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ BMC પાણી આપવા માટેના ખર્ચની સમીક્ષા કરી રહી છે, ત્યારબાદ ચોક્કસ ટકાવારી નક્કી કરવામાં આવશે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે છથી સાત ટકાનો વધારો થવાની શક્યતા છે.

    પાણી પુરવઠા ખાતાના અધિકારીના જણાવ્યા અનુસાર, વોટર ટેક્સ પર કામ ચાલી રહ્યું છે. બે-ત્રણ દિવસમાં કોઈ નિષ્કર્ષ પર આવ્યા બાદ નિર્ણય લેવાશે. જોકે આ વખતે ચોક્કસ ટેક્સ વધશે.

    અધિકારીના કહેવા મુજબ પાણીની સફાઈના ખર્ચને ધ્યાનમાં રાખવામાં આવે છે. પાણીની પાઈપલાઈન(Water pipeline) નાખવા અને તેના સમારકામના ખર્ચને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. રકમ નક્કી કર્યા પછી તેની દરખાસ્ત તૈયાર કરીને પ્રશાસકને મોકલવામાં આવશે. તેમની મંજુરી મેળવ્યા બાદ નવો કર માળખું અમલમાં મૂકવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં ઓછામાં ઓછો એક મહિનાનો સમય લાગે એવી શક્યતા છે.

    આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ટુ વ્હીલર ચાલકો સહિત પીલીયન રાઈડર્સ માટે ગુરુવારથી આ નિયમ આવશે અમલમાં-અન્યથા આ દંડ ભોગવવો પડશે

    અહીં ઉલ્લેખનીય છે પાણીના વેરામાં વધારાની સૌથી વધુ અસર મેન્યુફેક્ચરિંગ(Manufacturing) અને કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝને(construction industries) ફટકો પડશે. BMC ઘરેલુ વપરાશ માટે પ્રતિ હજાર લિટર  6 રૂપિયા અને ઉદ્યોગો અને બાંધકામ વ્યવસાય(Construction business) માટે 50 રૂપિયા વસૂલે છે.

    પાલિકા વોટર ટેક્સમાં વધારો કરવાની યોજનાનો જો કે  કોંગ્રેસના ભૂતપૂર્વ નગરસેવક(Former Congress corporator)  અને BMCમાં વિપક્ષના નેતા રવી રાજાએ(Ravi raja) વિરોધ કર્યો હતો અને  ટ્વીટ કરીને કહ્યું હતું કે , "BMC વહીવટીતંત્ર(BMC Administration) દ્વારા પાણીના ટેક્સમાં સંભવિત વધારાની વાતો ચાલી રહી છે. અમે @INC મુંબઈ આવું થવા દઈશું નહીં. મુંબઈવાસીઓ પહેલેથી જ ભારે ફુગાવાના કારણે તણાવમાં છે અને તમે તેમના પર પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો પર વધુ ટેક્સનો બોજ ન લાવી શકો. મને પણ આશ્ચર્ય થાય છે કે આવા સૂચનો કોણ આપે છે?

    આ સમાચાર પણ વાંચો : સાવધાન મુંબઈગરા- બાઈક પર પાછળ બેઠા છો અને આ નિયમનું પાલન નથી કર્યું તો- શહેરની આટલી ટ્રાફિક ચોકીની નજર રહેશે તમારા પર

     

  • દેશના વિકાસ પર બ્રેક! જનરલ મોટર્સ અને હાર્લી ડેવિડસન બાદ હવે આ કંપની પણ ભારતમાંથી પોતાનો બિઝનેસ પાછો ખેંચશે; જાણો વિગતે 

    દેશના વિકાસ પર બ્રેક! જનરલ મોટર્સ અને હાર્લી ડેવિડસન બાદ હવે આ કંપની પણ ભારતમાંથી પોતાનો બિઝનેસ પાછો ખેંચશે; જાણો વિગતે 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021 

    ગુરુવાર

    અમેરિકન ઓટો કંપની ફોર્ડ ભારતમાં કારનું ઉત્પાદન બંધ કરશે અને દેશમાં ચેન્નઈ અને સાણંદ ખાતે ચાલતા પ્લાન્ટ પણ બંધ કરશે. 

    પ્રાપ્ત જાણકારી મુજબ ફોર્ડે આ નિર્ણય એટલા માટે લીધો છે કે તેને ચાલુ રાખવા નફાકારક નથી. 

    જોકે આ પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ એક વર્ષનો સમય લાગશે.  

    આ નિર્ણય 4000 થી વધુ કર્મચારીઓને અસર કરશે. જો કે, અમેરિકન ઓટોમેકર દેશમાં તેની કેટલીક કારની આયાત અને વેચાણ ચાલુ રાખશે.

    ઉલ્લેખનીય છે કે મોટર્સ અને હાર્લી ડેવિડસન જેવી અમેરિકન કંપનીઓ પણ આ પહેલા વૃદ્ધિનું વચન આપી અને ભારતીય બજાર છોડી ચૂકી છે.

    ફોર્ડ ભારતમાં 1995માં પ્રવેશી હતી અને તે ભારતમાં પ્રવેશનાર પ્રારંભિક ઓટોમેકર્સમાંની એક છે. પરંતુ ફોર્ડની કારનું વેચાણ બહુ ખાસ રહ્યું નથી.

    મુંબઈ શહેરના તમામ સરકારી અને મ્યુનિસિપલ રસીકરણ કેન્દ્રો આવતીકાલે આ કારણે બંધ રહેશે; જાણો વિગતે