Tag: marathi

  • Mumbai: મુંબઈમાં ભાષા વિવાદ ચરમસીમા પર, ગુજરાતી શખ્સે મરાઠી બોલવાની ના પાડી, સોશિયલ મીડિયા પર ગરમાવો!

    Mumbai: મુંબઈમાં ભાષા વિવાદ ચરમસીમા પર, ગુજરાતી શખ્સે મરાઠી બોલવાની ના પાડી, સોશિયલ મીડિયા પર ગરમાવો!

    News Continuous Bureau | Mumbai

    Mumbai ઇન્ટરનેટ પર વાયરલ થયેલા એક વીડિયોમાં રેન્જ રોવર ચલાવતો એક વ્યક્તિ, જે ગુજરાતી હોવાનું કહેવાય છે, તે મરાઠી બોલવાની સ્પષ્ટ ના પાડી રહ્યો છે. વિવાદ દરમિયાન તેણે પડકાર ફેંક્યો કે, હું ગુજરાતી છું, મરાઠી બોલીશ જ નહીં (મેં ગુજરાતી હૂં, મરાઠી બોલૂંગા હી નહીં). આ ઘટનાનો કોઈ ચોક્કસ સમય કે સ્થળની પુષ્ટિ થઈ નથી.વીડિયોમાં અદ્રશ્ય વ્યક્તિ ડ્રાઇવરને મરાઠીમાં બોલ (મરાઠીત બોલ) કહેવાનો આગ્રહ કરે છે. ડ્રાઇવર ગુસ્સામાં જવાબ આપે છે: હું ગુજરાતી છું, તું શું કરી લઈશ? (મૈં ગુજરાતી હૂં, ક્યા કર લેગા તૂ?) અને પછી વધુમાં રાજકીય નિવેદન આપે છે કે ભારતમાં હિન્દી જ ચાલશે (ઇન્ડિયા મેં હિન્દી હી ચલેગા).

    મુંબઈમાં વધી રહેલો ભાષાકીય સંઘર્ષ

    રેન્જ રોવરના વીડિયો અંગે કોઈ સત્તાવાર કાનૂની કાર્યવાહીના અહેવાલ નથી, પરંતુ આ ઘટના મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં વધી રહેલા ભાષાકીય સંઘર્ષના વલણને પ્રતિબિંબિત કરે છે.
    લોકલ ટ્રેન વિવાદ: આ વર્ષની શરૂઆતમાં મુંબઈ લોકલ ટ્રેનના લેડીઝ કોચમાં સીટને લઈને થયેલો નાનો ઝઘડો પણ ભાષા વિવાદમાં ફેરવાઈ ગયો હતો, જ્યાં એક મહિલાએ અન્ય મુસાફરને મરાઠી બોલો અથવા બહાર નીકળો એમ કહ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો : Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ

    વેપારીઓ પર હુમલો: શહેરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને શિવસેના (UBT) ના કાર્યકરો દ્વારા સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ અને નાના વેપારીઓ પર હુમલો કરવા અથવા મરાઠી ન બોલવા બદલ જાહેરમાં માફી માંગવા માટે દબાણ કરવાના ઘણા કિસ્સા બન્યા છે.
    આ સતત બની રહેલી ઘટનાઓ, જેનો ઘણીવાર રાજકીય જૂથો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે, તે મુંબઈના સ્થાનિક મરાઠી બોલતા લોકો અને સ્થળાંતર કરનારાઓ વચ્ચેના ઊંડા તણાવને પ્રકાશિત કરે છે.

  • Mumbai Mayor: મનસે કે ઠાકરે સેના; મુંબઈમાં કોણ બનશે મેયર? સંજય રાઉતે જણાવી વ્યૂહરચના

    Mumbai Mayor: મનસે કે ઠાકરે સેના; મુંબઈમાં કોણ બનશે મેયર? સંજય રાઉતે જણાવી વ્યૂહરચના

    News Continuous Bureau | Mumbai
    Mumbai Mayor આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) અને શિવસેના (ઠાકરે જૂથ) વચ્ચે ગઠબંધન (યુતિ) થવાની શક્યતા વધી છે. મનસે પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (ઠાકરે જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરે વચ્ચે તાજેતરમાં થયેલી મુલાકાત પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટિપ્પણી કરી.સંજય રાઉતે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચેના સંવાદ અને રાજકીય સંબંધો હવે ખૂબ જ મજબૂત બની ગયા છે.”કોઈ ગમે તે કહેતું હોય, પરંતુ વાત હવે ઘણી આગળ વધી ગઈ છે. પાછા ફરવાના દોર હવે નથી. મામલો ઘણો આગળ વધી ગયો છે. કોઈ પણ સભામાં ગમે તે નિવેદન આપ્યું હોય, પણ તમારા છાતી પર પગ રાખીને ઠાકરે બંધુઓ આ ક્ષણે એક સાથે આવવાના મૂડમાં છે,” તેમ કહીને સંજય રાઉતે વિરોધીઓને ટોણો માર્યો હતો.

    ૨૭ મહાનગરપાલિકાઓ માટે ચર્ચાનો અંતિમ તબક્કો

    રાઉતે જણાવ્યું કે, કાલના પારિવારિક સમારોહ પછી બંને નેતાઓ ‘માતોશ્રી’ ખાતે એકઠા થયા હતા અને તેમની વચ્ચે રાજકીય ચર્ચા થઈ હતી.
    ચર્ચાના મુદ્દા: મુંબઈ સહિત મહારાષ્ટ્રની ૨૭ મહાનગરપાલિકાઓની બેઠકોની વહેંચણીની નીતિ અને વ્યૂહરચના પર કાળજીપૂર્વક ચર્ચા ચાલી રહી છે.
    વ્યૂહરચના: દરેક મહાનગરપાલિકાની રાજકીય પરિસ્થિતિ, અનામત અને પેનલ સિસ્ટમ અલગ-અલગ હોવાથી, સ્થાનિક સ્તરના મુખ્ય નેતાઓએ ચર્ચાનો અંતિમ તબક્કો પૂર્ણ કર્યો છે.
    મહા વિકાસ આઘાડી (MVA): કાલના સમારોહમાં સુપ્રિયા સુળે પણ હાજર હોવાથી મહા વિકાસ આઘાડીનું અસ્તિત્વ કાયમ છે.
    ગઠબંધનનો ફોર્મ્યુલા: મહાનગરપાલિકાની ચૂંટણીમાં ક્યાંક માત્ર શિવસેના, ક્યાંક માત્ર મનસે, તો ક્યાંક મનસે અને શિવસેના એક સાથે હશે. તે મુજબ ફોર્મ્યુલા નક્કી થશે, એમ રાઉતે જણાવ્યું.

    આ સમાચાર પણ વાંચો : Hilsa fish protection: અરે આ કેવા પ્રકારની માછલી છે જેની સુરક્ષા માટે બાંગ્લાદેશે દરિયામાં 17 યુદ્ધ જહાજો, પેટ્રોલિંગ હેલિકોપ્ટર તૈનાત કર્યા છે

    મુંબઈના મેયરપદનો ફોર્મ્યુલા

    મુંબઈ, થાણે, કલ્યાણ-ડોમ્બિવલી, પુણે, નાશિક જેવી મહત્ત્વની મહાનગરપાલિકાઓ વિશે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે સહમતી છે.સંજય રાઉતે મુંબઈના મેયરપદના મુદ્દા પર સ્પષ્ટ ફોર્મ્યુલા જણાવ્યો: “મુંબઈનો મેયર મરાઠી બનશે અને તે અસલી કેસરી (ભગવા) લોહીનો, મરાઠી બાણનો હશે. દિલ્હીના જોડા ઉઠાવનાર કોઈપણ વ્યક્તિ મુંબઈનો મેયર બનશે નહીં.”રાઉતે સ્પષ્ટ કર્યું કે, મેયરના પદ પર મરાઠી વ્યક્તિ જ બેસશે અને તે વ્યક્તિ ઠાકરે બંધુઓના ગઠબંધનમાંથી હશે.

  • Language controversy :  ઘાટકોપરમાં મરાઠી ભાષા સક્તી મામલે બબાલ… જુઓ વિડીયો

    Language controversy : ઘાટકોપરમાં મરાઠી ભાષા સક્તી મામલે બબાલ… જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

     Language controversy : મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ ધીમે ધીમે વધી રહ્યો છે. ભાડુંપ બાદ હવે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં આવો કિસ્સો  સામે આવ્યો છે, જ્યાં એક નાની ફરસાણ દુકાનમાં કામ કરતા એક વ્યક્તિને મરાઠી ન બોલવા બદલ ઠપકાનો સામનો કરવો પડ્યો, એટલું જ નહીં દુકાન બંધ કરવાની અને માર મારવાની ધમકી પણ મળી. રવિવારે બપોરે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે ફરી એકવાર મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી ચર્ચાને વેગ મળ્યો છે. 

     Language controversy :  મરાઠી ન બોલવા બદલ દુકાન બંધ કરવાની અને માર મારવાની ધમકી  

    વાયરલ વીડિયોમાં  જોઈ શકાય છે કે એક ગ્રાહક દુકાન પર ઉભેલા કર્મચારીને મરાઠીમાં વાત કરવાનું કહેતો જોવા મળે છે. કર્મચારી કહે છે- હું યુપી (ઉત્તર પ્રદેશ) થી છું. આના પર ગ્રાહક ગુસ્સે થઈ જાય છે અને કહે છે- મરાઠી શીખો, નહીંતર દુકાન બંધ કરી દો. એટલું જ નહીં, તેણે ધમકીભર્યા સ્વરમાં કહ્યું – જો તું કાલથી મરાઠી નહીં બોલે તો હું દુકાન બંધ કરી દઈશ. જોકે, કર્મચારીએ શાંત સ્વરમાં જવાબ આપ્યો – મરાઠી એક-બે દિવસમાં શીખી શકાતી નથી. આમાં સમય લાગશે. પરંતુ ગ્રાહકનો ગુસ્સો અહીં અટક્યો નહીં. તેણે કર્મચારીને ‘હું તને ખૂબ માર મારીશ’ એમ કહીને ડરાવવાનો પ્રયાસ કર્યો. જવાબમાં, કર્મચારીએ ફરીથી સમજાવવાનો પ્રયાસ કર્યો કે ભાષા શીખવામાં સમય લાગે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે.

     Language controversy : જુઓ વિડીયો

     Language controversy : યુઝર્સ આપી રહ્યા છે મિશ્ર પ્રતિસાદ 

    આ વિડીયો  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવ્યો છે, વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, મહારાષ્ટ્રમાં એક દુકાનદાર અને એક વ્યક્તિ વચ્ચે મરાઠી ન બોલવાને લઈને ઝઘડો થયો હતો. આ મુદ્દા પર યુઝર્સ  મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. કેટલાક લોકો ગ્રાહકના વલણની નિંદા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કોઈ પર ભાષાનો ઉપયોગ થોપવો અને તેમને ધમકાવવો અયોગ્ય છે. તે જ સમયે, કેટલાક લોકો તેને મરાઠી ઓળખ સાથે જોડીને સમર્થન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું – જો તમે મહારાષ્ટ્રમાં રહો છો તો તમારે મરાઠી શીખવી જોઈએ, તેમાં શું ખોટું છે? જ્યારે બીજા યુઝરે જવાબ આપ્યો – ભાષા શીખવી એ વ્યક્તિગત પસંદગી છે. ધમકીઓ આપવી એ ક્યાંનો ન્યાય છે?

    આ સમાચાર પણ વાંચો : Mumbai Language row:મુંબઈમાં પિઝા ડિલિવરી બોય સાથે દંપતીએ કર્યો ઝગડો- ‘મરાઠી બોલો, તભી પૈસે દેંગે’

     

     Language controversy : આવા વિવાદો પહેલા પણ થયા છે

    આ પહેલો કિસ્સો નથી. અગાઉ, ડોમિનોઝ ડિલિવરી બોય અને ગ્રાહક વચ્ચે મરાઠી ન બોલવા અંગે ઉગ્ર દલીલ થઈ હતી. આવી ઘટનાઓ એ પ્રશ્ન ઉઠાવે છે કે શું ભાષા, જે લોકોને એક કરે છે, તે પણ વિભાજનનું કારણ બની રહી છે? આ વિવાદે માત્ર સોશિયલ મીડિયા પર ચર્ચા જ નથી જગાવી, પરંતુ લોકોને વિચારવા પણ મજબૂર કર્યા છે કે શું ધમકીઓ આપીને ભાષા શીખવી શકાય છે?

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Mumbai Language row:મુંબઈમાં પિઝા ડિલિવરી બોય સાથે દંપતીએ કર્યો ઝગડો- ‘મરાઠી બોલો, તભી પૈસે દેંગે’,

    Mumbai Language row:મુંબઈમાં પિઝા ડિલિવરી બોય સાથે દંપતીએ કર્યો ઝગડો- ‘મરાઠી બોલો, તભી પૈસે દેંગે’,

    News Continuous Bureau | Mumbai

    Mumbai Language row: મુંબઈમાં ફરી એકવાર હિન્દી-મરાઠી ભાષાનો વિવાદ જોવા મળી રહ્યો છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં, એક ગ્રાહકે પિઝાના પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો કારણ કે ડિલિવરી બોયને  મરાઠી ભાષા આવડતી નહોતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં જ્યારે રાજ ઠાકરેના નેતૃત્વ હેઠળના મનસેએ મુંબઈમાં મરાઠી ન બોલવા બદલ હોબાળો મચાવ્યો હતો, ત્યારે સીએમ ફડણવીસે કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે દરેક વ્યક્તિએ મરાઠી બોલવી જોઈએ પરંતુ તેઓ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગુંડાગીરીને મંજૂરી આપશે નહીં. આવું કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

    Mumbai Language row: જો પૈસા જોઈતા હોય, તો મરાઠી બોલવી પડશે.

    સોમવારે, ભાંડુપ વિસ્તારમાં, એક દંપતી  પિઝા ડિલિવરી બોય સાથે બાખડી પડ્યું કારણ કે તે મરાઠીમાં નહીં પણ હિન્દીમાં બોલી રહ્યો હતો.  રહેણાંક ઇમારતમાં ડોમિનોઝ પિઝાનો ડિલિવરી બોય સોમવારે રાત્રે એક ગ્રાહકને પિઝા પહોંચાડવા આવ્યો હતો ત્યારે  દંપતીએ ડિલિવરી બોયને પૈસા આપવાનો ઇનકાર કરી દીધો કારણ કે તે મરાઠીમાં  વાત કરી શકતો ન હતો. આરોપી દંપતીએ ડિલિવરી બોયને કહ્યું કે જો તેને પૈસા જોઈતા હોય તો તેણે મરાઠી માં વાત પડશે.

    Mumbai Language row: ડિલિવરી બોયને પૈસા લીધા વિના જ પાછા ફરવું પડ્યું. 

    આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દરવાજાની અંદરથી એક દંપતી કહી રહ્યું છે કે જો પૈસા જોઈતા હોય તો  મરાઠી બોલવી પડશે. આ વિવાદ દરમિયાન, ડિલિવરી બોય તેના ફોનમાં વીડિયો રેકોર્ડ કરતો રહ્યો. આમાં તેમને વારંવાર કહેતા સાંભળી શકાય છે કે શું મરાઠી બોલવું જરૂરી છે. આ બળજબરી છે. વીડિયોમાં દેખાતી એક મહિલા વારંવાર કહી રહી છે કે હા, આ જરૂરી છે. જો તું મરાઠી બોલે તો જ હું તને પૈસા આપીશ. અને અંતે ડિલિવરી બોયને પૈસા લીધા વિના જ પાછા ફરવું પડ્યું. 

    Mumbai Language row: ડોમિનોઝ તરફથી કોઈ જવાબ આવ્યો નથી

    આ મુદ્દે ડોમિનોઝ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ આ મામલો ફક્ત પિઝા ડિલિવરીનો નથી, પરંતુ મુંબઈમાં હિન્દી વિરુદ્ધ મરાઠી ભાષા વિવાદની બીજી કડી બની રહ્યો છે. તાજેતરમાં, રાજ ઠાકરેની મનસેના કાર્યકરો ઘણી બેંકોમાં ગયા અને બેંક કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું કારણ કે તેઓ મરાઠી બોલતા નથી આવડતું અને કહ્યું કે જો કોઈ મહારાષ્ટ્રમાં કામ કરવા માંગે છે, તો તેણે મરાઠી બોલવી પડશે. હવે આ નવો મામલો પ્રકાશમાં આવ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Mumbai Metro Line 9 : મુંબઈગરાઓની મુસાફરી બનશે વધુ સરળ..આજથી શરૂ થશે દહિસરથી મીરા-ભાયંદર મેટ્રોના ટ્રાયલ રન, જાણો ક્યારથી શરૂ થશે સેવા…

    Mumbai Language row: સોશિયલ મીડિયા પર ગુસ્સો ફાટી નીકળ્યો

    મરાઠી બોલવાની ફરજ પાડવા અને પિઝા ડિલિવરી બોય સાથે ભાષાના વિવાદ બદલ પણ દંપતીની આકરી ટીકા થઈ રહી છે. ડિલિવરી બોય સાથે ગેરવર્તણૂક કરનારાઓની સોશિયલ મીડિયા પર નિંદા થઈ રહી છે.  એક યુઝર્સે લખ્યું છે કે તેમને ખબર નથી કે એક ગરીબ વ્યક્તિ બે રૂપિયા કેવી રીતે કમાય છે? ભાંડુપ પોલીસે હજુ સુધી આ સંદર્ભમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Marathi Vs Gujarati : મુંબઈમાં ઘાટકોપરની સોસાયટીમાં ખોરાક અંગે ગુજરાતી -મરાઠી વચ્ચે થઇ બબાલ, મામલો એટલો વધી ગયો કે બોલાવવી પડી પોલીસ.. જુઓ વિડીયો

    Marathi Vs Gujarati : મુંબઈમાં ઘાટકોપરની સોસાયટીમાં ખોરાક અંગે ગુજરાતી -મરાઠી વચ્ચે થઇ બબાલ, મામલો એટલો વધી ગયો કે બોલાવવી પડી પોલીસ.. જુઓ વિડીયો

     News Continuous Bureau | Mumbai

    Marathi Vs Gujarati : મહારાષ્ટ્રમાં, કેન્દ્ર સરકારના ત્રિભાષી સૂત્ર હેઠળ, સીએમ ફડણવીસે રાજ્યમાં ધોરણ 1 થી 5 સુધીના બાળકો માટે શાળાના અભ્યાસક્રમમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવ્યું છે. જે બાદ મહારાષ્ટ્રમાં મરાઠી વિરુદ્ધ હિન્દી વિવાદ ફરી વકર્યો છે. દરમિયાન મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક સોસાયટીમાં માંસાહારી ખાવાને લઈને ગુજરાતી સમુદાય અને મરાઠી ભાષી લોકો વચ્ચે હોબાળો થયો હતો. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે પોલીસે દરમિયાનગીરી કરવી પડી.

    Marathi Vs Gujarati : ખાવા-પીવાની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા

    મીડિયા રિપોર્ટ મુજબ ઘાટકોપર વિસ્તારમાં એક હાઉસિંગ સોસાયટીમાં કેટલાક મરાઠી ભાષી પરિવારોને તેમના માંસાહારી ખોરાક માટે ‘ગંદા’ કહેવા અને ખાવા-પીવાની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા બાદ ગુજરાતી અને મરાઠી સમુદાયો વચ્ચે વિવાદ થયો. આ વિવાદમાં મનસે પણ કૂદી પડી. મનસે કાર્યકરો ગુજરાતી રહેવાસીઓ સાથે કઠોરતાથી બોલતા જોવા મળ્યા હોવાનું કહેવાય છે. આ વિવાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં મનસે નેતા રાજ પાત્રે ખૂબ ગુસ્સે દેખાય છે. તેમણે આ હાઉસિંગ સોસાયટી પર મરાઠી પરિવારોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો હતો કે આ પરિવારોને તેમના ઘરમાં માંસ અને માછલી રાંધવાની મંજૂરી નથી. તેમને બહારથી મંગાવવાની ફરજ પાડવામાં આવે છે.

    દરમિયાન, હાઉસિંગ સોસાયટીના એક રહેવાસીએ દાવો કર્યો હતો કે કોઈના ખાવા-પીવા પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ તેમ છતાં મનસે નેતા રાજ પાત્રેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મુંબઈ જેવા શહેરમાં, જ્યાં દરેક સંસ્કૃતિનું સન્માન કરવામાં આવે છે, ત્યાં કોઈને પણ બીજાની ખાવાની આદતો પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર નથી.

    આ સમાચાર પણ વાંચો: Mumbai local train : પીક અવર્સ દરમિયાન આ સ્ટેશન પર મધ્ય રેલવે ખોરવાઈ, લોકલ ટ્રેનો 15થી 20 મિનિટ દોડી રહી છે મોડી.. રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભીડ

    Marathi Vs Gujarati : વિવાદ વકરતાં પોલીસ પહોંચી

    બંને પક્ષો વચ્ચે વિવાદ વધતો જોઈને પોલીસને તેની માહિતી આપવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને પક્ષોને સમજાવ્યા અને શાંતિ જાળવવા અપીલ કરી. પોલીસે કહ્યું કે આ મામલો આંતરિક હતો અને બંને પક્ષો વચ્ચે પહેલાથી જ રાજકીય મતભેદો હતા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Atul parchure: અતુલ પરચુરેનું 57 વર્ષની વયે થયું નિધન, આ બીમારીથી પીડિત હતા અભિનેતા

    Atul parchure: અતુલ પરચુરેનું 57 વર્ષની વયે થયું નિધન, આ બીમારીથી પીડિત હતા અભિનેતા

    News Continuous Bureau | Mumbai 

    Atul parchure: બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માંથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે.બોલિવૂડ અને મરાઠી ઇન્ડસ્ટ્રી લોકપ્રિય અભિનેતા અતુલ પરચુરેનું 57 વર્ષની વયે નિધન થયું છે.તેમના નિધનથી બધાને આઘાત લાગ્યો છે. અતુલના નિધનના સમાચાર આવતાની સાથે જ ચાહકો પોસ્ટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા.

    આ સમાચાર પણ વાંચો : Shilpa shetty and Raj kundra: આ કેસ માં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ને મળી બોમ્બે હાઈકોર્ટ માંથી મોટી રાહત, હવે નહીં થવું પડે બેઘર

    કેન્સર થી પીડિત હતા અતુલ પરચુરે

    મીડિયા રિપોર્ટ મુજબ અતુલ કેન્સર થી પીડિત હતા. તેમને એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન તેમની આ બીમારી વિશે ખુલાસો કર્યો હતો.અતુલ પોતાની પાછળ માતા, પત્ની અને એક પુત્રીને છોડી ગયા છે.

     

    View this post on Instagram

     

    A post shared by Viral Bhayani (@viralbhayani)


    અતુલ પરચુરે એ બોલિવૂડ ની સાથે સાથે મરાઠી ઇન્ડસ્ટ્રી માં પણ પોતાનું નામ કમાવ્યુ છે. ખાસ કરીને અતુલ તેમની કોમિક સ્ટાઇલ માટે જાણીતા હતા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Abhijat Marathi Language Program : PM મોદીએ મુંબઈમાં અભિજાત મરાઠી ભાષાના કાર્યક્રમમાં લીધો ભાગ, મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળવા બદલ પાઠવ્યા અભિનંદન.

    Abhijat Marathi Language Program : PM મોદીએ મુંબઈમાં અભિજાત મરાઠી ભાષાના કાર્યક્રમમાં લીધો ભાગ, મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળવા બદલ પાઠવ્યા અભિનંદન.

    News Continuous Bureau | Mumbai

    Abhijat Marathi Language Program : જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે મરાઠી ભાષાને સત્તાવાર રીતે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. શ્રી મોદીએ આ ક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને તેને મરાઠી ભાષાના ઇતિહાસમાં સોનેરી સીમાચિહ્નરૂપ ગણાવી હતી, કારણ કે તેમણે મરાઠી ભાષી લોકોની લાંબા ગાળાની આકાંક્ષાઓનો સ્વીકાર કર્યો હતો અને મહારાષ્ટ્રનું સ્વપ્ન સાકાર કરવામાં પ્રદાન કરવામાં આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં લોકોને અભિનંદન પણ પાઠવ્યાં હતાં અને આ ઐતિહાસિક સિદ્ધિમાં સામેલ થવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. વધુમાં, પ્રધાનમંત્રીએ બંગાળી, પાલી, પ્રાકૃત અને આસામીને પણ શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી અને આ ભાષાઓ સાથે સંકળાયેલા લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

    પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) ભારપૂર્વક જણાવ્યું હતું કે, મરાઠી ભાષાનો ઇતિહાસ ઘણો સમૃદ્ધ રહ્યો છે અને આ ભાષામાંથી ઉદ્ભવેલા જ્ઞાનના પ્રવાહોએ ઘણી પેઢીઓને માર્ગદર્શન આપ્યું છે અને આજે પણ તેઓ આપણને માર્ગદર્શન આપે છે. તેમણે ઉમેર્યું હતું કે મરાઠીનો ઉપયોગ કરીને સંત જ્ઞાનેશ્વરે લોકોને વેદાંતની ચર્ચા સાથે જોડ્યા હતા અને જ્ઞાનેશ્વરીએ ગીતાના જ્ઞાન સાથે ભારતના આધ્યાત્મિક જ્ઞાનને પુનઃજાગૃત કર્યું હતું. શ્રી મોદીએ એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે સંત નામદેવે મરાઠીનો ઉપયોગ કરીને ભક્તિના માર્ગની ચેતનાને મજબૂત કરી છે, એ જ રીતે સંતતુકામમે મરાઠી ભાષામાં એક ધાર્મિક જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું અને સંત ચોખમેલાએ સામાજિક પરિવર્તન માટેની ચળવળોને સશક્ત બનાવી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “હું મહારાષ્ટ્ર અને મરાઠી ભાષાના મહાન સંતોને નમન કરું છું.” તેમણે ઉમેર્યું હતું કે મરાઠી ભાષાને આપવામાં આવેલા શાસ્ત્રીય દરજ્જાનો અર્થ એ છે કે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના ૩૫૦ મા વર્ષ દરમિયાન આખો દેશ તેમનું સન્માન કરે છે.

    પ્રધાનમંત્રીએ ભારતની આઝાદીની લડાઈમાં મરાઠી ( Abhijat Marathi Language Program ) ભાષાના અમૂલ્ય પ્રદાન પર પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે, કેવી રીતે મહારાષ્ટ્રના કેટલાક ક્રાંતિકારી નેતાઓ અને ચિંતકોએ જાગૃતિ લાવવા અને જનતાને એક કરવા માટે મરાઠીનો ( classical languages ) માધ્યમ તરીકે ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લોકમાન્ય તિલકે તેમના મરાઠી વર્તમાનપત્ર કેસરી અને મરાઠીમાં તેમનાં ભાષણોથી વિદેશી શાસનનાં પાયાને હચમચાવી નાખ્યાં હતાં, જેણે દરેક ભારતીયનાં હૃદયમાં સ્વરાજની ઇચ્છા પ્રજ્વલિત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ન્યાય અને સમાનતા માટેની લડાઈને આગળ વધારવામાં મરાઠી ભાષાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને ગોપાલ ગણેશ અગરકર જેવા અન્ય મહાનુભાવોના યોગદાનને યાદ કર્યું હતું, જેમણે તેમના મરાઠી અખબાર સુધરક મારફતે સામાજિક સુધારણા માટેની ઝુંબેશની આગેવાની લીધી હતી અને દરેક ઘર સુધી પહોંચ્યા હતા. ગોપાલ કૃષ્ણ ગોખલે એક અન્ય નિષ્ઠાવાન વ્યક્તિ હતા જેમણે સ્વતંત્રતા સંગ્રામને તેના લક્ષ્ય તરફ આગળ વધારવા માટે મરાઠી પર આધાર રાખ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો :  PM Modi Bhikkhu Sangh : મુંબઈના ભિક્ષુ સંઘના સભ્યોને મળ્યા PM મોદી, આ ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા બદલ વ્યક્ત કર્યો આભાર

    શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મરાઠી ( Marathi  ) સાહિત્ય એ ભારતનો અમૂલ્ય વારસો છે, જે આપણી સભ્યતાની વૃદ્ધિ અને સાંસ્કૃતિક પ્રગતિની ગાથાઓનું સંરક્ષણ કરે છે. તેમણે નોંધ્યું હતું કે મરાઠી સાહિત્યે સ્વરાજ, સ્વદેશી, માતૃભાષા અને સાંસ્કૃતિક ગૌરવના આદર્શોને ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળ દરમિયાન ગણેશ ઉત્સવ અને શિવ જયંતિની ઉજવણી, વીર સાવરકરના ક્રાંતિકારી વિચારો, બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં સામાજિક સમાનતાનું આંદોલન, મહર્ષિ કર્વેનું મહિલા સશક્તિકરણ અભિયાન તેમજ મહારાષ્ટ્રમાં ઔદ્યોગિકરણ અને કૃષિ સુધારણાના પ્રયાસો આ બધાને મરાઠી ભાષામાં પોતાની તાકાત મળી હતી. તેમણે કહ્યું કે મરાઠી ભાષા સાથે જોડાવાથી આપણા દેશની સાંસ્કૃતિક વિવિધતા વધુ સમૃદ્ધ બને છે.

    પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભાષા એ માત્ર સંચારનું માધ્યમ નથી, પણ સંસ્કૃતિ, ઇતિહાસ, પરંપરા અને સાહિત્ય સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલી છે.” લોકગીત પોવડા વિશે વાત કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ અને અન્ય નાયકોની બહાદુરીની ગાથાઓ અનેક સદીઓ પછી પણ આપણા સુધી પહોંચી છે. તેમણે ઉમેર્યું હતું કે, પોવાડા એ આજની પેઢીને મરાઠી ભાષાની અદ્ભુત ભેટ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે જ્યારે આપણે ગણપતિની પૂજા કરીએ છીએ, ત્યારે ‘ગણપતિ બાપ્પા મોર્યા’ શબ્દો સ્વાભાવિક રીતે જ આપણા મનમાં ગુંજી ઉઠે છે અને તે માત્ર થોડા શબ્દોનું સંયોજન જ નથી, પરંતુ ભક્તિનો અનંત પ્રવાહ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ભક્તિ સમગ્ર દેશને મરાઠી ભાષા સાથે જોડે છે. શ્રી મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, એ જ રીતે જે લોકો શ્રી વિઠ્ઠલના અભાંગને સાંભળે છે, તેઓ પણ આપોઆપ મરાઠી સાથે જોડાઈ જાય છે.

    મરાઠી સાહિત્યકારો, લેખકો, કવિઓ અને અસંખ્ય મરાઠી પ્રેમીઓના મરાઠી ભાષાના પ્રદાન અને પ્રયાસો પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ ભાષાને શાસ્ત્રીય દરજ્જાની માન્યતા અનેક પ્રતિભાશાળી સાહિત્યકારોની સેવાનું પરિણામ છે. તેમણે ઉમેર્યું હતું કે, બાલશાસ્ત્રી જાંભેકર, મહાત્મા જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, ક્રિષ્નાજી પ્રભાકર ખાદિલકર, કેશવસુત, શ્રીપદ મહાદેવ મેટ, આચાર્ય અત્રે, અન્ના ભાઉ સાઠે, શાંતાબાઈ શેલકે, ગજાન દિગંબર મડગુલકર, કુસુમરાજરાજ જેવી હસ્તીઓનું પ્રદાન અતુલનીય છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, મરાઠી સાહિત્યની પરંપરા માત્ર પ્રાચીન જ નથી, પણ બહુઆયામી પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, વિનોબા ભાવે, શ્રીપદ અમૃત ડાંગે, દુર્ગાબાઈ ભાગવત, બાબા આમટે, દલિત સાહિત્યકાર દયા પવાર, બાબાસાહેબ પુરંદરે જેવી અનેક હસ્તીઓએ મરાઠી સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. શ્રી મોદીએ પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે, ડૉ. અરુણા ધેરે, ડૉ. સદાનંદ મોરે, મહેશ એલકુંચવાર, સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા નામદેવ કાંબલે સહિત તમામ સાહિત્યકારોના યોગદાનને પણ યાદ કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આશા બાગે, વિજયા રાજધ્યક્ષ, ડો. શરણકુમાર લિંબાલે, થિયેટર ડાયરેક્ટર ચંદ્રકાન્ત કુલકર્ણી જેવા અનેક દિગ્ગજોએ વર્ષોથી મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાનું સપનું જોયું હતું.

    પ્રધાનમંત્રીએ મરાઠી સિનેમા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રદાનની પ્રશંસા કરી હતી અને વી. શાંતારામ અને દાદાસાહેબ ફાળકે જેવા મહાન કલાકારોએ ભારતીય સિનેમાનો પાયો નાંખ્યો હોવાની નોંધ લીધી હતી. તેમણે બાળ ગંધર્વ, ભીમસેન જોશી અને લતા મંગેશકર જેવા મહાનુભાવોને તેમના યોગદાન બદલ બિરદાવવા માટે મરાઠી થિયેટરની પ્રશંસા કરી હતી અને મરાઠી સંગીત પરંપરાઓને અવાજ આપ્યો હતો.

    શ્રી મોદીએ અમદાવાદમાંથી વ્યક્તિગત યાદગીરી શેર કરી હતી, જેમાં એક મરાઠી પરિવારે તેમને આ ભાષા શીખવામાં મદદ કરી હતી. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, મરાઠીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવામાં આવી છે, જે ભારતભરની યુનિવર્સિટીઓમાં ભાષા સંશોધનને પ્રોત્સાહન આપશે અને સાહિત્યિક સંગ્રહને પ્રોત્સાહન પણ આપશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી મરાઠી ભાષાનાં વિકાસ માટે કામ કરતી સંસ્થાઓ, વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, આ પહેલથી શિક્ષણ અને સંશોધનમાં નવા માર્ગો ખુલશે અને આ ક્ષેત્રોમાં રોજગારીની તકો વધશે.

    આ સમાચાર પણ વાંચો :  Kutch Caracal Breeding Center : CM ભૂપેન્દ્ર પટેલની વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી દરમ્યાન મહત્વપૂર્ણ ભેટ, કચ્છમાં ૧૦ કરોડના ખર્ચે નિર્માણ થશે આ લુપ્ત થતા પ્રાણીનું બ્રિડીંગ સેન્ટર.

    દેશમાં આઝાદી પછી સૌપ્રથમવાર પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણને પ્રાથમિકતા આપતી સરકાર છે એ વાત પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ મરાઠીમાં મેડિકલ અને એન્જિનીયરિંગના અભ્યાસક્રમોનો અભ્યાસ કરવાની સંભવિતતા પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને કળાઓ જેવા વિવિધ વિષયોમાં મરાઠીમાં પુસ્તકોની ઉપલબ્ધતા વધી રહી છે અને મરાઠીને વિચારોનું વાહન બનાવવા પર ભાર મૂક્યો હતો, જેથી તે જીવંત રહે. તેમણે મરાઠી સાહિત્યને વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચાડવાના પ્રયત્નોને પ્રોત્સાહન આપ્યું અને ભશિની એપ્લિકેશનનો પણ સ્પર્શ કર્યો જે તેની અનુવાદ સુવિધા દ્વારા ભાષાના અવરોધોને તોડવામાં મદદ કરે છે.

    પ્રધાનમંત્રીએ દરેકને યાદ અપાવ્યું હતું કે, આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી જવાબદારી પણ લઈને આવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક મરાઠી ભાષીએ આ ભાષાનાં વિકાસમાં પ્રદાન કરવું જોઈએ. શ્રી મોદીએ વિનંતી કરી હતી કે, મરાઠી ભાષાની પહોંચ વધારવા પ્રયાસ કરવા જોઈએ, જેથી ભવિષ્યની પેઢીઓમાં ગર્વની ભાવના પેદા થાય. તેમણે મરાઠીને શાસ્ત્રીય ભાષા તરીકેની માન્યતા આપવા બદલ સૌને અભિનંદન આપીને સમાપન કર્યું હતું.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • PM Modi Bhikkhu Sangh : મુંબઈના ભિક્ષુ સંઘના સભ્યોને મળ્યા PM મોદી,  આ ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા બદલ વ્યક્ત કર્યો આભાર.

    PM Modi Bhikkhu Sangh : મુંબઈના ભિક્ષુ સંઘના સભ્યોને મળ્યા PM મોદી, આ ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા બદલ વ્યક્ત કર્યો આભાર.

    News Continuous Bureau | Mumbai

    PM Modi Bhikkhu Sangh : મુંબઈના ભિક્ષુ સંઘના સભ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને પાલી અને મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાના કેબિનેટના નિર્ણય પર આનંદ વ્યક્ત કર્યો હતો.  

    PM Modi Bhikkhu Sangh : X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

    “મુંબઈના ( PM Modi Mumbai ) ભિક્ષુ સંઘના સભ્યો મને મળ્યા અને પાલી અને મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાના કેબિનેટના નિર્ણય પર આનંદ વ્યક્ત કર્યો. તેમણે બૌદ્ધ ધર્મ સાથે પાલીના મજબૂત જોડાણને યાદ કર્યું અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં વધુ યુવાનો પાલી વિશે શીખશે.

    આ સમાચાર પણ વાંચો : Western Railway RUB Bridge : અમદાવાદ મંડળે હાંસલ કરી નોંધપાત્ર સિદ્ધિ, આ પદ્ધતિનો ઉપયોગ કરીને માત્ર 2 કલાકમાં પશ્ચિમ રેલવેના RUB બ્રિજનું ઇન્સ્ટોલેશન કર્યું પૂર્ણ.

    “मुंबईतील भिक्खू संघाच्या सदस्यांनी माझी ( Narendra Modi ) भेट घेतली आणि पाली तसेच मराठी भाषांना अभिजात भाषेचा दर्जा देण्याच्या मंत्रिमंडळाच्या निर्णयाबद्दल आनंद व्यक्त केला. पाली भाषेच्या बौद्ध धर्मासोबतच्या घट्ट नात्याचे त्यांनी स्मरण करून दिले आणि येत्या काळात अधिकाधिक तरुण पाली भाषेविषयी ज्ञान मिळवतील असा विश्वास त्यांनी व्यक्त केला. “

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

       (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Classical Language : કેન્દ્રીય કેબિનેટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, મરાઠી સહિત આ ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો આપ્યો દરજ્જો.

    Classical Language : કેન્દ્રીય કેબિનેટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, મરાઠી સહિત આ ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો આપ્યો દરજ્જો.

    News Continuous Bureau | Mumbai

    Classical Language : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી દીધી છે. શાસ્ત્રીય ભાષાઓ ભારતના ગહન અને પ્રાચીન સાંસ્કૃતિક વારસાના સંરક્ષક તરીકે સેવા આપે છે, જે દરેક સમુદાયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સીમાચિહ્નના સારને મૂર્તિમંત કરે છે. 

    Classical Language :  પોઈન્ટ વાઈઝ વિગત અને પૃષ્ઠભૂમિઃ

    ભારત સરકારે ( Central Government ) તમિલ ભાષાને 12મી ઓક્ટોબર, 2004ના રોજ “શાસ્ત્રીય ભાષાઓ” તરીકે નવી શ્રેણીનું સર્જન કરવાનો નિર્ણય લીધો, જેમાં તમિલ ભાષાને શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરવામાં આવી હતી અને શાસ્ત્રીય ભાષાના દરજ્જા માટે માપદંડો તરીકે નીચેની બાબતો નક્કી કરવામાં આવી હતીઃ

    1. તેના પ્રારંભિક લખાણોની ઊંચી પ્રાચીનતા/એક હજાર વર્ષમાં ઇતિહાસની નોંધ કરે છે.
    2. પ્રાચીન સાહિત્ય/ ગ્રંથોનો એક સમૂહ, જેને વક્તાઓની પેઢી દ્વારા મૂલ્યવાન વારસો માનવામાં આવે છે.

    સી. સાહિત્યિક પરંપરા મૌલિક હોવી જોઈએ અને અન્ય ભાષણ સમુદાય પાસેથી ઉધાર ન લેવી જોઈએ.

    શાસ્ત્રીય ભાષાના દરજ્જા માટે સૂચિત ભાષાઓની ચકાસણી કરવા માટે સાહિત્ય અકાદમી ( Sahitya Akademi ) હેઠળ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા નવેમ્બર 2004માં ભાષાકીય નિષ્ણાતોની સમિતિ (એલઇસી)ની રચના કરવામાં આવી હતી.

    આ માપદંડોમાં નવેમ્બર 2005માં નીચે મુજબ સુધારો કરવામાં આવ્યો હતો અને સંસ્કૃતને શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરવામાં આવી હતી.

    1. 1500-2000 વર્ષના ગાળામાં તેના પ્રારંભિક લખાણો/નોંધાયેલા ઇતિહાસની ઉચ્ચ પ્રાચીનતા.

    (II) પ્રાચીન સાહિત્ય/ગ્રંથોનો એક સમૂહ, જેને વક્તાઓની પેઢીઓ દ્વારા મૂલ્યવાન વારસો માનવામાં આવે છે.

    III. સાહિત્યિક પરંપરા મૌલિક છે અને અન્ય ભાષણ સમુદાય પાસેથી ઉધાર લેવામાં આવી નથી.

    1. શાસ્ત્રીય ભાષા ( Indian Languages ) અને સાહિત્ય આધુનિક ભાષાથી અલગ હોવાને કારણે, શાસ્ત્રીય ભાષા અને તેના પછીના સ્વરૂપો અથવા તેના ઓફશૂટ વચ્ચે પણ વિસંગતતા હોઈ શકે છે.

    આ સમાચાર પણ વાંચો :  Shyamji Krishna Varma: PM મોદીએ સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર કર્યા યાદ , અર્પણ કરી શ્રદ્ધાંજલિ.

    Classical Language :  ભારત સરકારે ( Central Cabinet ) અત્યાર સુધી નીચેની ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપ્યો છેઃ

    ભાષા નોટિફિકેશનની તારીખ

     

    તમિળ 12/10/2004
    સંસ્કૃત 25/11/2005
    તેલુગુ 31/10/2008
    કન્નડ 31/10/2008
    મલયાલમ 08/08/2013
    ઓડિયા 01/03/2014

     મંત્રાલયમાં વર્ષ 2013માં મહારાષ્ટ્ર સરકાર ( Maharashtra Government ) તરફથી મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની વિનંતી કરતો પ્રસ્તાવ મળ્યો હતો, જેને એલઈસીને મોકલવામાં આવ્યો હતો. ક્લાસિકલ ભાષા માટે એલ.ઈ.સી.એ મરાઠીની ભલામણ કરી હતી. મરાઠી ભાષાને ( Marathi ) શાસ્ત્રીય દરજ્જો આપવા માટે 2017 માં કેબિનેટ માટે ડ્રાફ્ટ નોટ પર આંતર-મંત્રાલય પરામર્શ દરમિયાન, ગૃહ મંત્રાલયે માપદંડમાં સુધારો કરવાની અને તેને વધુ કડક બનાવવાની સલાહ આપી હતી. પીએમઓએ તેની ટિપ્પણી દ્વારા જણાવ્યું છે કે મંત્રાલય તે શોધવા માટે કવાયત હાથ ધરી શકે છે કે અન્ય કેટલી ભાષાઓ પાત્ર બનવાની સંભાવના છે.

    આ દરમિયાન પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા માટે બિહાર, આસામ, પશ્ચિમ બંગાળથી પણ પ્રસ્તાવ મળ્યો હતો.

    તદનુસાર, ભાષાવિજ્ઞાન નિષ્ણાતોની સમિતિ (સાહિત્ય અકાદમી હેઠળ) 25.07.2024 ના રોજ મળેલી બેઠકમાં સર્વાનુમતે નીચે મુજબ માપદંડોમાં સુધારો કર્યો હતો. સાહિત્ય અકાદમીને એલ.ઈ.સી. માટે નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

    1. (તેની) ઉચ્ચ પ્રાચીનતા એ 1500-2000 વર્ષના સમયગાળાના પ્રારંભિક લખાણો /રેકોર્ડેડ ઇતિહાસ છે.
    2. પ્રાચીન સાહિત્ય /ગ્રંથોનો સમૂહ, જેને વક્તાઓની પેઢીઓ દ્વારા વારસો માનવામાં આવે છે.

    iii. કવિતા, એપિગ્રાફિકલ અને શિલાલેખીય પુરાવા ઉપરાંત જ્ઞાન ગ્રંથો, ખાસ કરીને ગદ્યના લખાણો.

    1. શાસ્ત્રીય ભાષાઓ અને સાહિત્ય તેના વર્તમાન સ્વરૂપથી અલગ હોઈ શકે છે અથવા તેના ઓફશૂટના પછીના સ્વરૂપો સાથે અસંગત હોઈ શકે છે.

    સમિતિએ શાસ્ત્રીય ભાષા તરીકે ગણવા માટે સુધારેલા માપદંડને પૂર્ણ કરવા માટે નીચેની ભાષાઓને પણ ભલામણ કરી હતી.

    1. મરાઠી
    2. પાલી

    III. પ્રાકૃત

    1. આસામી
    2. વી. બંગાળી

    આ સમાચાર પણ વાંચો : Anupama update: અનુપમા માં લિપ બાદ કિંજલ ની દીકરી પરી ની ભૂમિકા ભજવશે આ અભિનેત્રી, ટીવી સિરિયલ સોનપરી માં કરી ચુકી છે કામ

    Classical Language :  અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ

    શાસ્ત્રીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ મંત્રાલયે વિવિધ પગલાં લીધાં છે. સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે સંસદના કાયદા દ્વારા 2020માં ત્રણ કેન્દ્રીય યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી હતી. પ્રાચીન તમિલ ગ્રંથોના ભાષાંતરને સરળ બનાવવા, સંશોધનને પ્રોત્સાહન આપવા અને તમિલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ભાષાના વિદ્વાનો માટે અભ્યાસક્રમો ઓફર કરવા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ તમિલની સ્થાપના કરવામાં આવી હતી. શાસ્ત્રીય ભાષાઓના અભ્યાસ અને જાળવણીને વધુ વેગ આપવા માટે, શાસ્ત્રીય કન્નડ, તેલુગુ, મલયાલમ અને ઓડિયામાં અભ્યાસ માટે ઉત્કૃષ્ટતા માટેના કેન્દ્રોની સ્થાપના મૈસુરુમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેંગ્વેજિસના નેજા હેઠળ કરવામાં આવી હતી. આ પહેલો ઉપરાંત, શાસ્ત્રીય ભાષાઓના ક્ષેત્રમાં સિદ્ધિઓને માન્યતા આપવા અને પ્રોત્સાહિત કરવા માટે કેટલાક રાષ્ટ્રીય અને આંતરિક પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલય દ્વારા શાસ્ત્રીય ભાષાઓને આપવામાં આવતા લાભોમાં શાસ્ત્રીય ભાષાઓ માટે રાષ્ટ્રીય પુરસ્કારો, વિશ્વવિદ્યાલયોમાં ચેર અને શાસ્ત્રીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માટેના કેન્દ્રોનો સમાવેશ થાય છે.

    Classical Language :  રોજગારીનાં સર્જન સહિત મુખ્ય અસરોઃ

    ભાષાઓને શાસ્ત્રીય ભાષા તરીકે સામેલ કરવાથી રોજગારીની નોંધપાત્ર તકોનું સર્જન થશે, ખાસ કરીને શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રોમાં. તદુપરાંત, આ ભાષાઓના પ્રાચીન ગ્રંથોની જાળવણી, દસ્તાવેજીકરણ અને ડિજિટાઇઝેશન આર્કાઇવિંગ, અનુવાદ, પ્રકાશન અને ડિજિટલ માધ્યમોમાં રોજગારીનું સર્જન કરશે.

    Classical Language :  રાજ્યો/જિલ્લાઓને આવરી લેવાયાઃ

    તેમાં મહારાષ્ટ્ર (મરાઠી), બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ (પાલી અને પ્રાકૃત), પશ્ચિમ બંગાળ (બંગાળી) અને આસામ (આસામી)નો સમાવેશ થાય છે. વ્યાપક સાંસ્કૃતિક અને શૈક્ષણિક અસર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત થશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Kathasetu: અરે વાહ ! આ પુસ્તક દ્વારા ૨૧ ગુજરાતી ટૂંકી વાર્તાઓ મરાઠી વાચકો સુધી પહોંચી..

    Kathasetu: અરે વાહ ! આ પુસ્તક દ્વારા ૨૧ ગુજરાતી ટૂંકી વાર્તાઓ મરાઠી વાચકો સુધી પહોંચી..

    News Continuous Bureau | Mumbai

    Kathasetu:  મરાઠી ભાષામાંથી ગુજરાતીમાં ઘણું સાહિત્ય ( Gujarati Sahitya ) આવ્યું છે પણ ગુજરાતી ભાષામાંથી મરાઠીમાં અનુવાદ ઓછાં થયાં છે. આજે ગુજરાતી ટૂંકી વાર્તાઓ મરાઠીમાં અનુવાદિત થઈ વાચકો સુધી પહોંચી એની વાત કરવી છે.  

             મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ( Maharashtra State Gujarati Sahitya Akademi ) સહયોગમાં પદ્મગંધા પ્રકાશન પુણેએ કથાસેતુ પુસ્તક તાજેતરમાં પ્રકાશિત કર્યું. આ પુસ્તકના સંપાદક છે સંજય પંડ્યા ( Sanjay Pandya ) અને અનુવાદક છે સુષમા શાળિગ્રામ .

         ગુલાબદાસ બ્રોકર, વિઠ્ઠલ પંડ્યા, દિનકર જોષી, વર્ષા અડાલજા, હરીશ નાગ્રેચાથી માંડીને ઘનશ્યામ દેસાઈ, ઉત્પલ ભાયાણી અને આજે ટૂંકી વાર્તા લખતાં કિશોર પટેલ, સંદીપ ભાટિયા, બાદલ પંચાલ અને સમીરા પત્રાવાલાની વાર્તાઓ અનુવાદિત થઈ મરાઠી વાચકો ( Marathi Readers )  સુધી પહોંચી છે. આ સંપાદનમાં કુલ ૨૧ વાર્તાઓનો સમાવેશ થયો છે.

         આ પુસ્તકનું લોકાર્પણ થાય ત્યાં સુધીમાં મોટા ભાગની નકલો વેચાઈ ચૂકી છે જે મરાઠી ( Marathi  ) પ્રજાનો પુસ્તક પ્રેમ દર્શાવે છે.

          લોકાર્પણ સમારંભમાં મહારાષ્ટ્ર ટાઈમ્સના કન્સલ્ટીંગ એડિટર શ્રીકાંત બોજેવારે કહ્યું હતું કે વાચકને સમજાય એવી કૃતિઓ હોવી જોઈએ. આ પ્રકારના આદાન પ્રદાન બંને ભાષા વચ્ચે વધુ થવા જોઈએ એ વાત પર એમણે ભાર મૂક્યો હતો. 

    21 Gujarati short stories reached Marathi readers through the book 'Kathasetu'.
    21 Gujarati short stories reached Marathi readers through the book ‘Kathasetu’.

     

         ‘ વસંત ‘ સામાયિકના સંપાદક દિલીપ દેશપાંડેએ સંપાદક સંજય પંડ્યાના પિતાશ્રી નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા તથા પોતાના પિતાશ્રી મરાઠી ‘વસંત’ના સંપાદક બાલકૃષ્ણ દેશપાંડે સાન્તાક્રુઝમાં બાજુબાજુમાં રહેતા એ સ્મૃતિ તાજી કરી હતી. ૮૨ વર્ષથી પ્રકાશિત થતા ‘ વસંત ‘માં એમણે ‘ કથાસેતુ ‘નું અવલોકન પણ છાપ્યું છે.

           નવલકથાકાર કાનજી પટેલે ‘કથાસેતુ’ને આવકારતાં પોતાની ટૂંકી વાર્તાના સર્જનના વિષયવસ્તુની વાત કરી હતી. નાની ઉંમરથી ભીલ પ્રજાના જીવનને નજીકથી એમણે જોયું છે એ ઉપરાંત ભટકતી વિમુક્ત જનજાતિ પર આજે પણ જે અન્યાય થઈ રહ્યો છે એની આસપાસ જ એમની ટૂંકી વાર્તાઓ સર્જાય છે એ એમણે ભારપૂર્વક જણાવ્યું હતું .

    આ સમાચાર પણ વાંચો :   Ecos Mobility IPO Listing : મંદીના માહોલમાં પણ શેર બજારના રોકાણકારોએ કરી કમાણી, આ કંપનીના શેર 17 ટકા પ્રીમિયમ પર થયા લિસ્ટેડ… 

         કવિ વાર્તાકાર સંદીપ ભાટિયાએ ‘ કથાસેતુ ‘માં સમાવેશ થયેલા વાર્તાકારો વતી વક્તવ્ય આપ્યું હતું. મુંબઈમાં રહેતા ટૂંકી વાર્તાના ગુજરાતીભાષી લેખક મરાઠી ભાષા અને સંસ્કૃતિથી સારી રીતે પરિચિત છે અને વળી પોતે તો મરાઠી કન્યા સાથે પરણ્યા છે એટલે ઘરમાં મળતા આદેશ મરાઠી ભાષામાં હોય છે એની વાત એમણે હળવાશથી રજૂ કરી હતી.

             અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદારનું સ્વાગત વક્તવ્ય એમની  મસ્ત મસ્ત શૈલીનું! તો એવી જ મઝા વાચિકમમાં કરાવી અભિજિત ચિત્રેએ.

    21 Gujarati short stories reached Marathi readers through the book 'Kathasetu'.
    21 Gujarati short stories reached Marathi readers through the book ‘Kathasetu’.

        કવિ મુકેશ જોષી અને ડૉ.મોનિકા ઠક્કરે પ્રવાહી શૈલીમાં ગુજરાતી અને મરાઠીમાં સંચાલન કર્યું હતું.

          અનુવાદક સુષમા શાળિગ્રામ તથા પ્રકાશક અભિષેક જાખાડેએ પણ સંપાદન વિશે પોતાની વાત મૂકી હતી.

         સંપાદન કરનાર સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે સંપાદન ફક્ત એક વર્ષની પ્રક્રિયા નથી હોતી પણ એના માટે દાયકાઓ સુધી વાંચવું પડતું હોય છે. એક સારા અનુવાદનું પુસ્તક એક ભાષાની સંસ્કૃતિને, એના વાતાવરણને, એની પરંપરાને, એ સમયના વાર્તાકારના ઉન્મેષને અને વાર્તાકારના હૃદયના ધબકારાને બીજી ભાષાના વાચકો સુધી લઈ જાય છે. ઉત્તમ અનુવાદ માટે એમણે સુષમા શાળિગ્રામનો તથા પ્રકાશન માટે અકાદમી તથા અભિષેકજીનો આભાર માન્યો હતો.

         કલાગુર્જરી અક્ષર અર્ચના સંસ્થા લોકાર્પણના કાર્યક્રમ માટે સહયોગી સંસ્થા હતી. કલાગુર્જરીના પ્રમુખ હેમાંગ જાંગલા તથા પૂર્વ પ્રમુખ અમૃત માલદે આયોજનની ઝીણી વિગતોનું ધ્યાન રાખે છે એ દેખાઈ આવતું હતું. સંસ્થાનાં ઉપપ્રમુખ ગોપાલભાઈ ત્રિવેદી તથા વિનય પાઠક, કવિ કમલ વોરા, વાર્તાકાર ત્રિપુટી કિશોર પટેલ, સતીષ વ્યાસ , હેમંત કારિયા તથા કવયિત્રી પ્રતિમા પંડ્યા,  લેખિનીનાં નીતા કઢી તથા પંડ્યા પરિવાર વતી રાજેશ પંડ્યા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતાં

    આ સમાચાર પણ વાંચો :  BIS Ahmedabad: હોલમાર્કિંગ વિનાના ઘરેણાં વેચતા અમદાવાદના જ્વેલર્સ પર BISના દરોડા, આટલા ગ્રામ સોનાના દાગીના થયા જપ્ત..

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.