ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑગસ્ટ, 2021
બુધવાર
ટીવીથી બોલિવૂડમાં પોતાની છાપ છોડી ચૂકેલી અભિનેત્રી મૌની રોય ખૂબ જ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ પોતાની સુંદરતાથી લોકોને દીવાના કરતી રહે છે. મૌની રોય તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. ચાહકોને તેની ગ્લેમરસ સ્ટાઇલ ખૂબ પસંદ આવતી હોય છે.

અભિનેત્રી મૌની રોયની બીચ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. અભિનેત્રી માલદીવમાં રજાઓ ઇન્જોય કરવા ગઈ છે. ત્યાંથી તે સતત ચાહકોને અપડેટ આપી રહી છે. તસવીરમાં જોઈ શકાય છે કે મૌની રોયએ પિંક કલરનું આઉટફિટ પહેર્યું છે અને તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આ તસવીરમાં તેનો લુક એકદમ અદભુત દેખાઈ રહ્યો છે.

આ તસવીરોમાં મૌની રોય ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. શેર કરેલી તસવીરમાં મૌની અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. કેટલીક તસવીરોમાં તે એક વૃક્ષની પાછળ ઉભી છે. જે જોયા બાદ ચાહકો પાગલ થઈ રહ્યા છે.

વર્કફ્રંટની વાત કરીએ તો હવે તે ટૂંક સમયમાં આયન મુખર્જીની નિર્દેશક ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. તેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મૌની રોય નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે.


ટીવી અને ફિલ્મોમાં પોતાનો જાદુ પાથરનારી બંગાળી એક્ટ્રેસ મૌની રોયે તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની બિકિની તસવીરો શેર કરી છે,જે જોત જોતામાં જ વાયરલ થઇ ગઇ છે. આ તસ્વીરોમાં અભિનેત્રી પુલ સાઈટ પર બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે. 





























હાલમાં મૌની ગોવા ખાતે રજાઓ ગાળી રહી છે. તેના આ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. અભિનેત્રી મૌની રોયએ વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે બ્લેક સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. મૌની રોય ખુલ્લા હેર લુકમાં જોવા મળી રહી છે.આ તસવીરોમાં તેની ખૂબ જ બોલ્ડ શૈલી જોવા મળી રહી છે.










