• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - mumbai fire - Page 3
Tag:

mumbai fire

Mumbai Fire Fire Erupts near Family Court in Bandra Kurla Complex
મુંબઈMain PostTop Post

Mumbai Fire : BKCમાં સરકારી ઓફિસમાં ફાટી નીકળી ભીષણ આગ, જરૂરી દસ્તાવેજો ખાખ થયાની ભીતી; જુઓ વિડીયો..

by kalpana Verat April 13, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Mumbai Fire : મુંબઈમાં BKC ખાતે સરકારી ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે. પ્રાથમિક માહિતી મુજબ આગ બીકેસી ફેમિલી કોર્ટની બાજુમાં આવેલી બિલ્ડીંગના ચોથા અને પાંચમા માળ સુધી ફેલાઈ છે. સંબંધિત ઘટનાનો વીડિયો વાયરલ થયો છે અને આગનું કારણ હજુ સુધી સમજાયું નથી.  જોકે આગને કારણે દક્ષિણ તરફનો ટ્રાફિક ધીમો થઇ ગયો છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ટ્રાફિકને હળવો કરવાની કામગીરી ચાલી રહી છે.

જુઓ  વિડીયો 

Fire broke out in Bandra BKC Balram Building Mumbai. There is a fire in the government officethe fire has engulfed the entire building. fire brigade vehicles left for the spot.
Fire extinguishing work continues..
The reason for the fire not known yet.The building being evacuated pic.twitter.com/bnWFWvgCqY

— Bharat Ghandat (@GhandatMangal) April 13, 2024

આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ

BKC ખાતે પેન્શન વિભાગની બિલ્ડીંગમાં આગ લાગી હતી. આગ બુઝાવવાની સિસ્ટમ સક્રિય થયા બાદ પણ આગ બુઝાઈ ન હોવાથી સંબંધિત બિલ્ડિંગમાં ફાયર કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવી છે અને આગ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. મુંબઈ ફાયર બ્રિગેડની ચાર ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. સંબંધિત આગનું કારણ હજુ સુધી નક્કી થયું નથી. ભીષણ આગ બાદ દક્ષિણ તરફનો ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહ્યો છે અને ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ટ્રાફિકને વ્યવસ્થિત કરવાની કામગીરી ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો : લ્યો બોલો… હવે બજારમાં આવી 24 કેરેટ સોનાની કુલ્ફી, કિંમત જાણશો તો વિશ્વાસ નહીં આવે, જુઓ વીડિયો.

અહીં રોજ મોટી સંખ્યામાં નાગરિકો આવે છે

મુંબઈના BKC વિસ્તારમાં ઘણી ઓફિસો છે. કેટલીક સરકારી કચેરીઓ છે અને કેટલીક ખાનગી કચેરીઓ છે. આ જગ્યાએ મોટી-મોટી કંપનીઓની ઓફિસો આવેલી છે અને અહીં રોજ મોટી સંખ્યામાં નાગરિકો આવે છે. જોકે બીજો શનિવાર હોવાથી સરકારી કચેરીઓ બંધ છે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. બિલ્ડિંગમાં કેટલાક નાગરિકો હતા જેમને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લાવવા શારદીના પ્રયાસો ચાલુ છે. તેમજ બિલ્ડીંગમાં કોઈ ફસાયું છે કે કેમ તેની માહિતી લેવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai fire Fire erupts at corporate park in Mumbai's Mulund, some feared trapped
મુંબઈ

Mumbai fire : મુંબઈના ઉપનગર મુલુંડમાં છ માળની ઈમારતમાં ફાટી નીકળી આગ, અનેક લોકો ફસાયા; BMCનું બચાવ કાર્ય ચાલુ..

by kalpana Verat March 26, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Mumbai fire : ઉપનગરીય મુલુંડ વિસ્તારમાં છ માળની કોર્પોરેટ બિલ્ડિંગમાં આગ લાગી હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ આગ છઠ્ઠા માળે લગભગ 9.25 વાગ્યે લાગી હતી અને બિલ્ડિંગ ધુમાડાથી ભરાઈ ગઈ હતી અને લોકો અલગ-અલગ માળ પર ફસાયા હતા. લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. 

જુઓ વિડીયો

Fire at Avior Corporate Park in Mulund⚠️ Tens of Fire Brigades at spot. Hope it doesn't become another Dreams Mall. Sad incident considering Closure of Financial Year. Hope everyone is Safe. #Mulund @mulund_info pic.twitter.com/rbCgI4dkfr

— Mumbai Nowcast (@MumbaiNowcast) March 26, 2024

BMC કર્મચારીઓને સ્થળ પર તૈનાત 

એક અધિકારીએ જણાવ્યું કે આગ એલબીએસ રોડ પર એવિયર કોર્પોરેટ પાર્ક નામની બિલ્ડિંગના છઠ્ઠા માળે લાગી હતી. હજુ સુધી કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા ચાર ફાયર એન્જિન અને અન્ય વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને અન્ય એજન્સીઓના કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : આગામી બે દિવસમાં મુંબઈમાં તાપમાનમાં હજી થશે વધારો, આ જિલ્લામાં વરસાદની શક્યતાઃ હવામાન વિભાગની આગાહી.. જાણો વિગતે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai fire Fire erupts in 17-storey building in Bandra
મુંબઈMain PostTop Post

Mumbai fire : મુંબઈમાં 17 માળની રહેણાંક ઈમારતમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો..

by kalpana Verat March 7, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai fire : મુંબઈના ઉપનગર બાંદ્રા ( Bandra ) ના પાલી હિલ વિસ્તારમાં બુધવારે મોડી રાતે 17 માળની બિલ્ડિંગના 14મા માળે  આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ આગમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.

જુઓ વિડીયો 

A flat in the Navroze Building at Pali Hill is on Fire. We are in touch with the local residents as well as the Pali Hill Association Members & Chairperson to provide any assistance. Fire dept officials are working to drouse fire. Entry points to Pali hill is closed for… pic.twitter.com/xx2qfQce9n

— M.N.C.D.F (@MNCDFbombay) March 6, 2024

મુંબઈમાં બાંદ્રા વેસ્ટના પાલી હિલ વિસ્તારમાં ગઈકાલે આગ લાગી હતી. દરમિયાન ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બિલ્ડિંગના 13મા માળે ભીષણ આગ લાગી છે અને ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ છે.. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ બિલ્ડિંગમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ ( Jacqueline Fernandez ) પણ રહે છે. અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ પાસે આ બિલ્ડીંગમાં ભવ્ય 5 BHK એપાર્ટમેન્ટ છે. જેકલીન ફર્નાન્ડિઝે 2023માં પાલી હિલમાં ઘર ખરીદ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : ED raid : કાનપુરમાં જેલમાં બંધ આ સપા ધારાસભ્યની મુશ્કેલીઓ વધી, ઘર અને અન્ય સ્થળો પર EDના દરોડા..

પાલી હિલ ( Pali Hill ) માં ઘણા પ્રખ્યાત હસ્તીઓના ઘર છે.

રસપ્રદ વાત એ છે કે ઘણા પ્રખ્યાત સેલેબ્સ પાસે પાલી હિલ ( Pali Hill ) માં આલીશાન ઘર છે. જેમાં સૈફ અલી ખાન, કરીના કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને બીજા ઘણા સ્ટાર્સ સામેલ છે. આ ઉપરાંત, સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન પણ થોડી મિનિટો દૂર રહે છે. અહેવાલો અનુસાર, પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ આ વિસ્તારમાં શિફ્ટ થવાની યોજના બનાવી રહ્યા છે. અહીં તેમના ભવ્ય સી-ફેસિંગ ક્વાડ્રુપ્લેક્સનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai fire : Fire at Sakinaka in Mumbai, Traffic Disrupted
મુંબઈ

Mumbai fire : સાકીનાકાના જરીમરી વિસ્તારમાં લાગી ભીષણ આગ, રસ્તા પર ટ્રાફિક જામ.. જુઓ વિડીયો…

by kalpana Verat March 2, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Mumbai fire : અંધેરીના સાકીનાકા વિસ્તારમાં આજે સવારે એક કારખાનામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે આ આગમાં 15 હજાર ચોરસ ફૂટ જગ્યામાં લાકડાનું ફર્નિચર, કપડાં, મશીનરી, કાગળના બંડલ બળીને ખાખ થઈ ગયા હોવાના અહેવાલ છે.  

 આગના કારણે કુર્લા અંધેરી માર્ગ પરથી પસાર થતા રસ્તા પર ટ્રાફિક જામ છે. મુંબઈ: અંધેરી-કુર્લા રોડ પર સાકીનાકા વિસ્તારમાં એક માળના ગોડાઉનમાં સવારે 9 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જોકે સ્થળ પર આગ ઓલવવાની કામગીરી હજુ ચાલુ છે.   આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. 

જુઓ વિડીયો 

Breaking | Fire at Jarimari area in Sakinaka. Traffic on busy Kurla Andheri Road disrupted. pic.twitter.com/n637m6czem

— MUMBAI NEWS (@Mumbaikhabar9) March 2, 2024

આ સમાચાર પણ વાંચો : RSS નેતાના હત્યાનો આરોપી, NIA નો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી આ દેશમાંથી ઝડપાયો. જાણો વિગતે..

March 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Fire Massive fire breaks out in Mumbai slum, 10 fire tenders deployed
મુંબઈMain PostTop Post

Mumbai Fire : ભાયંદરમાં અગ્નિ તાંડવ! આઝાદ નગર ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, ઘણા ઘાયલ; જુઓ વીડીયો

by kalpana Verat February 28, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Mumbai Fire : મુંબઈ ( Mumbai )  શહેરમાં ફરી એકવાર ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, મુંબઈના મીરા ભાયંદર  ( Bhayandar ) ના આઝાદ નગરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી છે. આઝાદ નગર વિસ્તારની ઘણી ઝૂંપડપટ્ટીઓ ( Slum ) બળીને રાખ થઇ ગઈ છે. 

જુઓ વિડીયો 

#WATCH | Mira Bhayandar, Maharashtra: Fire broke out in the slums of Azad Nagar area. Further details awaited. pic.twitter.com/wUJNoqpG4B

— ANI (@ANI) February 28, 2024

ફાયર વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર હાજર

મીરા રોડ શહેરમાં ધુમાડાના મોટા ગોટેગોટા ઉડી રહ્યા છે. ફાયર વિભાગની સાત જેટલી ગાડીઓ હાલ ઘટનાસ્થળે હાજર છે. ફાયર વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. વિભાગના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  શું તમે વજન ઘટાડવા માટે ઇન્ટરમિટેંટ ફાસ્ટીંગ કરો છો ? તો સાવધાન ન કરશો આ ભૂલ..

કેટલાક લોકો થયા ઘાયલ 

આજે સવારે 6 વાગ્યાના સુમારે ભંગારના ગોદામમાં અચાનક લાગેલી આગથી સ્થાનિક નાગરિકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. આગમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai fire around 15 Houses Damaged After Massive Fire Breaks Out In Mumbai
મુંબઈMain PostTop Post

Mumbai fire : મુંબઈના આ વિસ્તારમાં વહેલી સવારે લાગી ભીષણ આગ, 15 મકાનો આવ્યા ચપેટમાં, જુઓ વિડિયો..

by Hiral Meria February 17, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai  

Mumbai fire : મુંબઈમાં ગોવંડીના ( Govandi ) બૈગનવાડી વિસ્તારમાં આજે સવારે ભીષણ આગ ( fire Breaks out ) ફાટી નીકળી હોવાના અહેવાલ છે. આ આગ એટલી વિકરાળ હતી કે 15 મકાનો બળીને રાખ થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ લાગી હતી. આગના કારણની હજુ તપાસ ચાલી રહી છે. 

જુઓ વીડિયો

मुंबई के गोवंडी बैगनवाड़ी इलाके में लाइट के मीटर से लगी रात को 4 बजे भीषण आग ने चारों ओर या त्राही-त्राही मचा दी सुरक्षा कर्मियों ने तूरंत आके मोर्चा संभाला thanks mumbai firebrigade #govandi #Govandifire @abuasimazmi @the_VinayDubey @abufarhanazmi @warispathan @mumbaitv_online pic.twitter.com/kF2erNrjee

— Irshadshaikh (@IrshadA87856350) February 16, 2024

હાલ આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ ( Viral Video ) થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક સ્થાનિક લોકો આગ ઓલવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે ફાયર બ્રિગેડના ( Fire Brigade ) આગમન પહેલા સ્થાનિક લોકો પાણી નાખીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મકાનોને નુકસાન થયું

આ ઘટના અંગે એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈમાં આ ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી. આગમાં કેટલાક ઈલેક્ટ્રીકલ વાયરિંગ અને ઈન્સ્ટોલેશન, પ્લાસ્ટિકની શીટ્સ, ઘરની વસ્તુઓ, લાકડાના પાટિયા અને ફર્નિચર સહિત અન્ય વસ્તુઓ લપેટમાં આવી ગઈ હતી. આ ઉપરાંત આ ભીષણ આગને ( Massive Fire ) કારણે ઓછામાં ઓછા દસથી પંદર મકાનોને નુકસાન થયું છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

આ સમાચાર પણ વાંચો  :  Agniveer : ભારતીય ભૂમિદળમાં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ આ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશે છે

ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેમણે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Fire A fierce fire broke out in the parking place in Nalasopara.. Six vehicles got burnt... Watch the video..
મુંબઈ

Mumbai Fire: મુંબઈમાં આ જગ્યાએ પાર્કિંગ પ્લેસમાં લાગી ભીષણ આગ.. છ વાહનો બળીને ખાખ… જુઓ વિડીયો.. .

by Bipin Mewada February 1, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Mumbai Fire: નાલાસોપારામાં બુધવારે (31 જાન્યુઆરી) મધ્યરાત્રિએ પાર્કિંગમાં ( parking lot ) અચાનક આગ લાગવાની ઘટના બની હતી. થોડીવારમાં આગ ( Fire Break Out ) એટલી વિકરાળ બની હતી કે આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. આ ઘટનામાં છ માલસામાનની ટ્રક બળીને ખાખ થઈ ગયા હતા. આગની માહિતી મળતા જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર આ ભીષણ આગની ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થઈ નથી. જો કે માલવાહક ટ્રક અને કાર સળગી જવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. નાલાસોપારામાં ( Nalasopara ) પાર્કિંગમાં પાર્ક કરેલી માલવાહક ટ્રકમાં ( freight truck ) અચાનક આગ ફાટી નીકળતા આ ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં એવી આશંકા છે કે આ ટ્રકમાં કેમિકલ હોવાના કારણે થોડી જ વારમાં આગ ફાટી નીકળી હતી અને તેથી પાર્કિંગમાં પાર્ક કરાયેલા અન્ય વાહનોમાં પણ આગ લાગી હતી. આ આગને કારણે ધુમાડો દૂર દૂર સુધી ફેલાઈ ગયો હતો.

#WATCH | Palghar, Maharashtra: Fire broke out in a parking lot of Dhaniv Bagh locality in Nalasopara. 7 vehicles parked there were reduced to ashes. A truck full of chemicals was also parked in the parking, which caught fire. The fire team immediately rushed to the spot to douse… pic.twitter.com/bg3LxNLpAT

— ANI (@ANI) February 1, 2024

ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો..

માહિતી આપતાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આગના કારણે એકથી દોઢ કિલોમીટરના અંતરે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના બનતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. આગની માહિતી મળતા જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Interim Budget 2024: પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંગે બજેટમાં મોટી જાહેરાત, આટલા યુનિટ વીજળી મળશે મફતમાં..

ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વસઈ વિરાર મહાનગરપાલિકાના ફાયર વિભાગ ( Fire Department ) હાલ આ મામલની તપાસ કરી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

February 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Fire Major fire in Mumbai's Kamathipura, charred body found, 16 fire engines on spot
મુંબઈ

Mumbai Fire : મુંબઈમાં આ વિસ્તારમાં સ્થિત એક રેસ્ટોરન્ટમાં ફાટી નીકળી ભીષણ આગ, આટલા લોકો જીવતા સળગીને થયા ભડથું.. જુઓ વિડીયો

by kalpana Verat January 26, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Mumbai Fire : દેશની આર્થિક  રાજધાની મુંબઈમાં આજકાલ આગ લાગવાની ઘટના વધી રહી છે. બુધવારે એક જ દિવસમાં બે વખત આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી ત્યારે હવે ગુરુવાર અને શુક્રવારની વચ્ચેની રાત્રે મુંબઈના ગ્રાન્ટ રોડ પર કમાઠીપુરા વિસ્તારમાં આવેલા ટિમ્બર માર્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ છે. અધિકારીઓએ આગને કાબૂમાં લેવા માટે કુલ 16 ફાયર એન્જિન અને એક બહુમાળી ઇમારતમાંથી પાણીની બે લાઈન ઘટના સ્થળે દોડી આવી હતી. આગની આ ઘટનામાં અત્યાર સુધીમાં એકનું મોત નિપજ્યું છે.

દુર્ઘટનામાં એકનું મોત 

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, ગ્રાન્ટ રોડ પર કમાઠીપુરા માં એક રેસ્ટોરન્ટમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં એકનું મોત થયું છે. કોમ્પ્લેક્ષના બાથરૂમમાંથી અજાણ્યા પુરૂષની સળગી ગયેલી લાશ મળી આવી હતી. જે બાદ તેને જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

જુઓ વિડીયો 

#UPDATE : One death has been reported so far in the fire that broke out at a restaurant in #Kamathipura, Grant Road. One unknown male person's charred body was found in the bathroom at said premises and was moved to J.J. Hospital in Amb 108. Enquiry about any other injured or… pic.twitter.com/t2NVnbmijG

— mishikasingh (@mishika_singh) January 26, 2024

અગ્નિશમન અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ બની હતી. આગ બિલ્ડિંગના બે માળ સુધી મર્યાદિત હતી. આગની જ્વાળાઓને કારણે નજીકના એક મોલ અને એક બહુમાળી ઇમારતને ખાલી કરાવવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Tomato For Skin: ત્વચા માટે વરદાન છે ટામેટા, આ રીતે કરો ઉપયોગ, આપશે પાર્લર જેવો ગ્લો.

હાલ અસરગ્રસ્ત રોડ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં દોડતી બેસ્ટની બસોને ડાયવર્ટ કરવામાં આવી છે.

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai fire Fire in diesel godown in Mumbai, second such incident in Goregaon
મુંબઈ

Mumbai fire : મુંબઈના રામ મંદિર વિસ્તારમાં ભીષણ આગ લાગી, આ બ્રિજ પાસેના ગોડાઉનમાં ભભૂકી ઉઠી આગ.. જુઓ વિડીયો

by kalpana Verat January 25, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Mumbai fire : છેલ્લા 24 કલાકમાં મુંબઈના ગોરેગાંવ પશ્ચિમ વિસ્તારમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. ગોરેગાંવ પશ્ચિમમાં રામ મંદિર રેલવે સ્ટેશન પાસે મૃણાલતાઈ ગોર બ્રિજ નીચે ભીષણ આગ ફાટી નીકળી છે. આગની ઘટના આ વિસ્તારમાં એક ગોડાઉનમાં બની છે. આગની જાણ થતાં જ ફાયરની 12 ગાડીઓ અને 8 ટેન્કર ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ઈન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સના વિસ્તારમાં લાગી આગ 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોરેગાંવના રામ મંદિર રેલવે સ્ટેશન પાસે આ ભયાનક આગ પ્રકાશમાં આવી છે. મૃણાલતાઈ ગોર બ્રિજની નીચે એક ઈન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સના વિસ્તારમાં આગ લાગી છે. આ આગમાં 25 વર્ષીય વ્યક્તિ 10 થી 15 ટકા દાઝી ગયો હતો. તેને જોગેશ્વરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ટ્રોમા કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સ્થિતિ સ્થિર છે.

ડીઝલના ગોડાઉન અને ભંગારના સામાનમાં આગ લાગી છે. ગોડાઉનમાં આગની જાણ થતાં જ 12 ફાયર એન્જિન અને 8 ટેન્કર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયરના જવાનો દ્વારા આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જુઓ વિડીયો 

Massive fire in Goregaon, Mumbai#Fire pic.twitter.com/D5eIm1G9rA

— Ankit Vohra (@Unplugged_wire) January 24, 2024

આ આગની ઘટના બાદ ઘટના સ્થળે દર્શનાર્થીઓના ટોળા ઉમટી પડ્યા હતા. ગોડાઉનમાં લાગેલી આગ હવામાં ફેલાઈ ગઈ છે. બ્રિજની નીચે આગ લાગ્યા બાદ સાઈડ રોડ પર થોડો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. આ ભયંકર ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હોવાનું જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો : Adani Group: અદાણી ગ્રુપ આ દેશમાં એરપોર્ટ સેક્ટરમાં રોકાણ કરવાની તૈયારી કરી રહ્યું છે; નવા એરપોર્ટના નિર્માણ અને સંચાલનની યોજના..

આ પહેલા બુધવારે મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસમાં આઠ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાના વીડિયોમાં ઉપરના માળની આસપાસની ઉંચી જ્વાળાઓ અને ઈમારતમાંથી કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જોકે સદનસીબે ‘લેવલ 2’ આગમાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

January 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Fire - Fire Breaks Out in Goregaon High-Rise
મુંબઈ

Mumbai Fire : મુંબઈના ગોરેગાંવમાં એક બહુમાળી ઈમારતમાં ફાટી નીકળી ભીષણ આગ, આઠ ફાયર બ્રિગેડ સ્થળ પર હાજર.

by kalpana Verat January 24, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Mumbai Fire : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઈમારતોમાં આગ લાગવાના કિસ્સા અટકવાના નામ નથી લઈ રહ્યા. મુંબઈમાં આજે ફરી એકવાર આગ લાગવાના સમાચાર છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. રાહતની વાત એ છે કે હાલ કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.

પ્રાપ્ત જાણકારી મુજબ ગોરેગાંવની  હાઇરાઇઝ બિલ્ડીંગમાં આગ ફાટી નીકળી છે. ફાયર વિભાગને આગની માહિતી મળ્યા બાદ ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. રાહતની વાત એ છે કે હાલ કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.

આ સમાચાર પણ વાંચો : Krida Mahakumbh : મુંબઇમાં ૨૬મી થી યોજાનારા સ્વદેશી ખેલોનાં મહાકુંભ માટે આટલા લાખથી વધારે ખેલાડીઓએ કરાવી નોંધણી.

ગોરેગાંવમાં લાગી આગ..
જુઓ વિડિઓ..#Goregaon #Fire #BreakingNews pic.twitter.com/FAOAoYvcyJ

— news continuous (@NewsContinuous) January 24, 2024

ગોરેગાંવમાં બિલ્ડિંગમાં આગ

દરમિયાન મુંબઈના ગોરેગાંવ બિલ્ડીંગમાં લાગેલી આગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.  ગોરેગાંવ બિલ્ડીંગમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વિગતોની રાહ જોવાઈ રહી છે.

January 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક