Tag: muslim

  • ના હોય… 30 વર્ષમાં મુસ્લિમોની વસ્તી 10 ગણી વધી, આ દેશમાં મુસ્લિમોની સંખ્યા અચાનક કેમ વધી રહી છે?..

    ના હોય… 30 વર્ષમાં મુસ્લિમોની વસ્તી 10 ગણી વધી, આ દેશમાં મુસ્લિમોની સંખ્યા અચાનક કેમ વધી રહી છે?..

    News Continuous Bureau | Mumbai

    સ્પેનમાં મુસ્લિમ વસ્તીમાં વધારો થયો છે. ઈસ્લામિક કમિશન ઓફ સ્પેનના સેક્રેટરીએ કહ્યું કે સ્પેનમાં રહેતી મુસ્લિમ વસ્તી છેલ્લા 30 વર્ષમાં 10 ગણી વધીને 25 લાખથી વધુ થઈ ગઈ છે. મોહમ્મદ અઝાનાએ અનાદોલુ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે સત્તાવાર રેકોર્ડ મુજબ, 25 લાખ અને બિનસત્તાવાર આંકડાઓ અનુસાર, લગભગ 30 લાખ મુસ્લિમો સ્પેનમાં રહે છે. અજાનાએ કહ્યું કે સ્પેન મુસ્લિમ વસ્તીને ઇમિગ્રન્ટ્સ તરીકે જુએ છે. તે હવે સ્પેનિશ નાગરિકોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

    અનાદોલુ એજન્સી અનુસાર, તેમણે કહ્યું કે દેશમાં 10 લાખથી વધુ મુસ્લિમો સ્પેનિશ નાગરિકો છે, જેમાંથી કેટલાક ઇમિગ્રન્ટ્સ અને અન્ય સ્પેનિશ મૂળના છે. સ્પેનમાં મોરોક્કો, પાકિસ્તાન, બાંગ્લાદેશ, સેનેગલ અને અલ્જીરિયાના મુસ્લિમોની સંખ્યા સૌથી વધુ છે. તેમણે એ માહિતી પણ શેર કરી કે સ્પેનની મોટાભાગની મુસ્લિમ વસ્તી કેટાલોનિયા, વેલેન્સિયા, એન્ડાલુસિયા અને મેડ્રિડ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં રહે છે, કારણ કે તેઓ અહીં કમાણી કરવા માટે રહે છે.

    આ સમાચાર પણ વાંચો : 1 લાખ રૂપિયા અને બે વર્ષની જેલ… બેંક કર્મચારીની આધાર સાથે બેંક એકાઉન્ટ જોડવાની ભૂલ કર્મચારીને ભારે પડી, જાણો પૂરો મામલો….

    અજાનાએ એમ પણ કહ્યું કે હાલમાં સ્પેનમાં મુસ્લિમ સમુદાયને સેવા આપતા 53 ઇસ્લામિક સંગઠનો અને લગભગ 2,000 મસ્જિદો છે. જેમ જેમ મુસ્લિમ વસ્તી વધી રહી છે, તેમ તેમ તેમને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. કારણ કે મુસ્લિમો જે મુખ્ય4 સમસ્યાઓનો સામનો કરે છે તે મસ્જિદોના બાંધકામ માટે પરમિટ અને લાઇસન્સ મેળવવાની છે, વસ્તીમાં વધારો અને શિક્ષણ. અહીં માત્ર 40 મુસ્લિમ કબ્રસ્તાન છે.

  • આ રાજ્યમાં મુસ્લિમો માટે 4 ટકા અનામત રદ, ચૂંટણી પર નજર રાખી રહી છે ભારતીય જનતા પાર્ટી

    આ રાજ્યમાં મુસ્લિમો માટે 4 ટકા અનામત રદ, ચૂંટણી પર નજર રાખી રહી છે ભારતીય જનતા પાર્ટી

    News Continuous Bureau | Mumbai

    કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલ 4 ટકા આરક્ષણ રદ કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુસ્લિમો માટેનું આરક્ષણ હટાવી દેવામાં આવ્યું છે અને તે વોક્કાલિગા અને લિંગાયત સમુદાયોને આપવામાં આવ્યું છે.

    વોક્કાલિગા અને લિંગાયત સમુદાયોને બે-બે ટકા આરક્ષણ આપવામાં આવ્યું છે. તેથી વોક્કાલિગા સમુદાય માટે આરક્ષણ 4 ટકાથી વધીને 6 ટકા અને લિંગાયત સમુદાય માટે આરક્ષણ 5 ટકાથી 7 ટકા થયું છે. આ બંને સમુદાયના મતો વિધાનસભાની ચૂંટણીમાં ગેમ ચેન્જર છે. આથી આ અભિપ્રાયોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા રાજકીય વર્તુળમાં થઈ રહી છે.

    આ સમાચાર પણ વાંચો :  મુંબઈના ધારાવી માં અદાણીની વિરુદ્ધમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, આ પાર્ટીઓ સામેલ છે

    આરક્ષણ મર્યાદા વધી

    કર્ણાટક સરકારે અનામત મર્યાદામાં પણ વધારો કર્યો છે. આરક્ષણ મર્યાદા 50 ટકાથી વધારીને 56 ટકા કરવામાં આવી છે. તેમજ મુસ્લિમ સમાજની અનામત રદ કરીને તેમને આર્થિક રીતે નબળા વર્ગમાં સમાવી લેવાયા છે. નવા ફેરફારો અનુસાર મુસ્લિમ સમુદાય EWS ક્વોટાનો લાભ લઈ શકશે. જેમાં જૈનો, બ્રાહ્મણો, મુદલિયાઓ, વૈશ્ય અને અન્ય સમુદાયોનો સમાવેશ થાય છે.

    ધાર્મિક લઘુમતીઓનો ક્વોટા ખતમ!

    મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ધાર્મિક લઘુમતીઓ માટેનો ક્વોટા ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ કોઈપણ ફેરફાર વિના આર્થિક રીતે નબળા વિભાગ (EWS) ના આરક્ષણનો લાભ મેળવી શકશે.

  • 10 મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોથી 8 પર ભાજપ આગળ, 61% મુસ્લિમ મતદારો સાથે જમાલપુર બીજા સ્થાને

    10 મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોથી 8 પર ભાજપ આગળ, 61% મુસ્લિમ મતદારો સાથે જમાલપુર બીજા સ્થાને

    News Continuous Bureau | Mumbai

    આખરે એ ક્ષણ આવી ગઈ, જેની લોકો છેલ્લા ઘણા મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા. જો કે ગુજરાતની ચૂંટણીની પ્રક્રિયા નવેમ્બરમાં જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ આ વર્ષની શરૂઆતથી જ આ વિધાનસભા ચૂંટણીનો ઘોંઘાટ વધી ગયો હતો. લાંબા સમયથી આ રાજ્યની સત્તા ભાજપના હાથમાં છે. 2017માં કોંગ્રેસે જોરદાર ટક્કર આપી હતી, પરંતુ સત્તાથી દૂર રહી હતી. આ વખતે પણ તે ભાજપને ટક્કર આપવાનો પ્રયાસ કરી રહી છે.

    જો કે આ વખતે દિલ્હી અને પંજાબમાં સત્તાધારી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ પ્રયાસો કરી રહી છે. આપને કારણે અહીં ત્રિકોણીય હરીફાઈ બની ગઈ હતી. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ પણ ઘણી બેઠકો પર ચતુષ્કોણીય મુકાબલો બનાવ્યો હતો. રાજ્યમાં લગભગ 9 થી 10 ટકા મુસ્લિમ મતદારો છે. 30થી વધુ વિધાનસભા બેઠકો એવી છે કે જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા 15 ટકાથી વધુ છે. તેમાંથી 20માં આ સંખ્યા 20 ટકાથી વધુ છે.

    આ સમાચાર પણ વાંચો :ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત,ભૂપેન્દ્ર પટેલનો શપથ ગ્રહણ સમારોહને મેગા શો બનવવાની તૈયારીઓ : સી. આર પાટીલએ શું કહ્યું જાણો

    ગુજરાતમાં લગભગ 10 ટકા મુસ્લિમો છે. આ દૃષ્ટિકોણથી, વસ્તીની દ્રષ્ટિએ રાજ્ય વિધાનસભામાં લગભગ 18 ધારાસભ્યો હોઈ શકે છે. જો કે, ગુજરાતની કોઈપણ વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ક્યારેય સાતથી વધી નથી. 2017માં ત્રણ મુસ્લિમ ઉમેદવારો જીતીને ધારાસભ્ય બન્યા હતા. ત્રણેય કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. 2012ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર બે મુસ્લિમ ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા હતા.

    ભાજપ-આપ-કોંગ્રેસના ઉમેદવારોમાં કેટલા મુસ્લિમ છે?

    કોંગ્રેસે વર્તમાન ચૂંટણીમાં છ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં સુરત પૂર્વથી અસલમ સાયકલવાલાને, વાંકાનેરથી મોહમ્મદ જાવેદ પીરઝાદા, અબડાસા બેઠક પરથી મામદભાઈ જંગ જત, વાગરામાં સુલેમાન પટેલ, દરિયાપુર બેઠક પરથી ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર ખાડિયાથી ઈમરાન ખેડાવાલાને ટિકિટ આપી. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે ત્રણ મુસ્લિમ ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા. દરિયાપુરથી તાજ કુરેશી, જંબસુરથી સાજીદ રેહાન અને જમાલપુર ખેડિયાથી હારૂન નાગોરીને ટિકિટ આપવામાં આવી છે. જયારે ભાજપે એકપણ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી.

    આ સમાચાર પણ વાંચો :કુતિયાણામાં કાંધલ જાડેજા ફરી એક વાર કીંગ સાબીત થયા છે

    કઈ બેઠકો પર મુસ્લિમ મતદારોની અસર?

    2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં મુસ્લિમોની કુલ વસ્તી લગભગ 10 ટકા છે. ભુજ અને ભરૂચ જિલ્લામાં મુસ્લિમોની સંખ્યા 20 ટકાથી વધુ છે. અમદાવાદમાં વેજલપુર, દરિયાપુર, જમાલપુર ખાડિયા અને દાણીલીમડા જેવી બેઠકો પર મુસ્લિમો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કુલ 20 બેઠકો એવી હતી જ્યાં મુસ્લિમ મતદારોની વસ્તી 20 ટકાથી વધુ હતી. જેમાંથી ચાર અમદાવાદમાં, ત્રણ-ત્રણ ભુજ અને ભરૂચ જિલ્લામાં હતી. જમાલપુર ખાડિયા ગુજરાતની એકમાત્ર બેઠક હતી જ્યાં મુસ્લિમ મતદારો 50 ટકાથી વધુ છે. આ ઉપરાંત દાણીલીમડામાં 48%, દરિયાપુરમાં 46%, વાગરામાં 44%, ભરૂચમાં 38%, વેજલપુરમાં 35%, ભુજમાં 35%, જંબુસરમાં 31%, બાપુનગરમાં 28% અને લિંબાયતમાં 26% મુસ્લિમ મતદારો છે 

    2017માં, સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી આ 10 બેઠકોમાંથી પાંચ બેઠકો ભાજપે અને પાંચ બેઠકો કોંગ્રેસે જીતી હતી. 2012ની વાત કરીએ તો આ 10માંથી 8 બેઠકો ભાજપે જીતી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર બે બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.

  • બ્રિટનમાં મુસ્લિમોનો વસ્તી વિસ્ફોટ, ખ્રિસ્તીઓની વસ્તી ઘટી. નવી વસ્તી ગણતરીમાં ચોંકાવનારા આંકડા…  આર્કબિશપએ ચિંતા જાહેર કરી.

    બ્રિટનમાં મુસ્લિમોનો વસ્તી વિસ્ફોટ, ખ્રિસ્તીઓની વસ્તી ઘટી. નવી વસ્તી ગણતરીમાં ચોંકાવનારા આંકડા… આર્કબિશપએ ચિંતા જાહેર કરી.

    News Continuous Bureau | Mumbai

    બ્રિટનમાં 10 વર્ષમાં મુસ્લિમોની સંખ્યામાં 44 ટકાનો વધારો થયો.

    બ્રિટનમાં ( Britain ) થયેલી નવી વસ્તી ગણતરી મુજબ ખ્રિસ્તી ( catholic ) વસ્તી ઝડપથી ઘટી રહી છે અને મુસ્લિમ ( Muslim population ) વસ્તી વધી ( doubled ) રહી છે. મંગળવારે, 29 નવેમ્બર 2022 ના રોજ જાહેર કરાયેલ વસ્તીના આંકડા અનુસાર, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ખ્રિસ્તી વસ્તી પ્રથમ વખત કુલ વસ્તીના ( population ) અડધાથી ( reduces ) નીચે આવી ગઈ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના તાજેતરના સેન્સસના આંકડા અનુસાર, બ્રિટનની ( Britain  ) મુસ્લિમ ( Muslim ) વસ્તીમાં એક દાયકામાં 44 ટકાનો વધારો થયો છે. દેશની કુલ વસ્તીના 6.5 ટકા એટલે કે 3.9 મિલિયન (39 લાખ) લોકો મુસ્લિમ છે. ‘કોઈ ધર્મ નહીં’ વસ્તી બ્રિટનમાં ખ્રિસ્તીઓ પછી બીજા ક્રમે છે.

    ઉર્દૂ બોલતા લોકોની સંખ્યા 2 લાખ 70 હજાર પર પહોંચી ગઇ છે.

    રિપોર્ટ અનુસાર બ્રિટનમાં ખ્રિસ્તીઓની વસ્તીમાં 13.1 ટકાનો ઘટાડો થયો છે. મુસ્લિમોની વસ્તી 4.9 ટકાથી વધીને 6.5 ટકા થઈ ગઈ છે. આવું પહેલીવાર બન્યું છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ખ્રિસ્તી વસ્તી ઘટીને 46.2 ટકા થઈ ગઈ છે. 2021ની વસ્તી ગણતરીમાં જાણવા મળ્યું છે કે યુકેમાં લગભગ 10 ટકા ઘરોમાં બે અલગ-અલગ જાતિના સભ્યો છે. જેમાં 8.7 ટકાનો વધારો થયો છે. આ સાથે એ પણ બહાર આવ્યું છે કે પંજાબી અને ઉર્દુ અનુક્રમે 2,91,000 અને 2,70,000 લોકો બોલે છે.પંજાબી અને ઉર્દુ યુકેમાં બોલાતી 5મી અને 6મી સૌથી સામાન્ય ભાષાઓ બની ગઈ છે.બ્રિટનમાં, 2.22 કરોડ અથવા 37.2 ટકા વસ્તી ‘કોઈ ધર્મ નથી’ એટલે કે કોઈ ધર્મ નથી. મુસ્લિમોની વસ્તી વધીને 39 લાખ થઈ ગઈ છે. ત્યારે હિન્દુઓની વસ્તી 10 લાખ છે. શીખોની વસ્તી 524,000 છે. બૌદ્ધ ધર્મની વસ્તી 2.73 લાખથી વધીને 2.71 લાખ થઈ ગઈ છે. યહૂદીઓ અહીં સૌથી ઓછા છે.

    આ સમાચાર પણ વાંચો:  જાણો 2012માં અને 2017માં પ્રથમ તબક્કામાં કેટલા ટકા થયું હતું મતદાન, 2022માં વધુ મતદાનની આશા

    આર્કબિશપે શું કહ્યું

    આ અંગે આર્કબિશપ સ્ટીફન કોટ્રેલનું કહેવું છે કે બ્રિટનમાં ખ્રિસ્તી વસ્તીમાં જે ઝડપથી ઘટાડો થયો છે તે ખરેખર આઘાતજનક છે.

  • લગ્નજીવનનો કરુણ અંત- મુંબઈમાં પતિએ પોતાની પત્ની પર છરીથી કર્યો હુમલો- પત્નીનું ઘટનાસ્થળે થઇ ગયું મોત

    લગ્નજીવનનો કરુણ અંત- મુંબઈમાં પતિએ પોતાની પત્ની પર છરીથી કર્યો હુમલો- પત્નીનું ઘટનાસ્થળે થઇ ગયું મોત

    News Continuous Bureau | Mumbai

    બુરખા અને હિજાબને(burqa and hijab) લઈને ઘણા દેશોમાં વધી રહેલા હંગામા વચ્ચે માયાનગરી મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્ની કથિત રીતે બુરખો ન પહેરતા તેને મોતને ઘાટ(Killed Wife) ઉતારી દીધી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 

    મીડિયા રિપોર્ટ્સ મુજબ આરોપી અને તેની પત્ની વચ્ચે બાળકની કસ્ટડીને(Custody of child) લઈને પણ ઝગડો ચાલી રહ્યો હતો. બંને વચ્ચે બાળકની કસ્ટડીને લઈને વાત થવાની હતી, જેનો દર્દનાક અંત સામે આવ્યો છે. આ ચોંકાવનારી ઘટના વિશે ની માહિતી આ પ્રકારની છે જેમાં, પોલીસ પ્રમાણે હિન્દુ યુવતીએ(Hindu Woman) ૨૦૧૯માં એક મુસ્લિમ વ્યક્તિ(Muslim man) સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતીએ પોતાનું નામ બદલી નાખ્યું હતું. ક્ષેત્રના પોલીસ પ્રભારીએ જણાવ્યું કે યુવતી છેલ્લા કેટલાક મહિનાથી પોતાના પુત્રની સાથે અલગ રહેતી હતી, કારણ કે યુવકનો પરિવાર તેના પર બુરખો પહેરવા માટે દબાણ કરતો હતો. બંને વચ્ચે બાળકની કસ્ટડીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. સોમવારે રાત્રે ૧૦ કલાકે દંપતી બાળકની કસ્ટડી અને તલાક મુદ્દે વાત કરવાના હતા. આ દરમિયાન પતિએ બુરખો ન પહેરવા પર બાળકની કસ્ટડીને લઈને પોતાની પત્ની સાથે જાનવરો જેવો વ્યવહાર કર્યો. થોડા સમય સુધી ચાલેલા ઝગડા બાદ તેણે પોતાની પત્ની પર છરીથી હુમલો કર્યો હતો. પીડિતાનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું.  ઘટના બાદ યુવતીને ઓળખનાર લોકોએ પોલીસને જાણકારી આપી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે ડેડ બોડીને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે મોકલી દીધી હતી. પ્રત્યક્ષદર્શીઓ પ્રમાણે મહિલાના શરીરમાંથી લોહી નિકળી રહ્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ(Section of IPC) ૩૦૨ (હત્યા) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને કસ્ટડીમાં લઈ પોલીસ પૂછપરછ કરી રહી છે.

    આ સમાચાર પણ વાંચો : બહારગામ જતા રેલ યાત્રીઓ માટે સારા સમાચાર -વેકેશનના ધસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે મુંબઈથી આ રાજ્યો વચ્ચે દોડાવશે સ્પેશિયલ ટ્રેન

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની બહુ ગાજેલી ઔરંગાબાદની રેલી કંઈ ખાસ ન રહી-કોઇ પણ મોટી જાહેરાત ન થઈ-ભાજપને હનુમાન ચાલીસા ગાવા માટે કાશ્મીર જવા કહ્યું-જાણો વિગતે

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની બહુ ગાજેલી ઔરંગાબાદની રેલી કંઈ ખાસ ન રહી-કોઇ પણ મોટી જાહેરાત ન થઈ-ભાજપને હનુમાન ચાલીસા ગાવા માટે કાશ્મીર જવા કહ્યું-જાણો વિગતે

     News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી(Maharashtra CM) ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) ઔરંગાબાદમાં(Aurangabad) રેલીનું(Rally) આયોજન કર્યું હતું. આ રેલી રાજ્યસભાની ચૂંટણી(Rajya Sabha elections) પહેલા થનાર છેલ્લી રેલી હતી.  એવી અપેક્ષા હતી કે આ રેલીમાં મુખ્યમંત્રી  ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરશે. પરંતુ મુખ્યમંત્રીએ આવું કશું કહ્યું નહીં. આટલું જ નહીં પણ મુખ્યમંત્રીએ એકેય મોટી જાહેરાત પણ કરી નથી. જોકે રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી(BJP) પર આક્ષેપોનો મારો ચલાવતા તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને માતોશ્રી(Matoshree) ની બહાર નહીં પરંતુ કાશ્મીર માં જઈને હનુમાન ચાલીસા(Hanuman Chalisa) નું પઠન કરવું જોઈએ. મુસ્લિમ(Muslim) મતો મેળવવા માટે તેમણે જણાવ્યું હતું કે બાલાસાહેબ ઠાકરેને(Balasaheb Thackeray) કદી મુસલમાનો થી તકલીફ નહોતી.

    આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર માં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ- જોરદાર રસીખેંચ ચાલુ-એમ આઈ એમ પછી અબુ આઝમીએ આપ્યું નિવેદન- જાણો વિગતે

  • હવે ‘જ્ઞાનવાપી મસ્જિદ’નું દરેક રહસ્ય ખુલશે. સર્વે કરવા પહોંચી ટીમ; પોલીસ ફોર્સ તૈનાત.. જાણો વિગતે

    હવે ‘જ્ઞાનવાપી મસ્જિદ’નું દરેક રહસ્ય ખુલશે. સર્વે કરવા પહોંચી ટીમ; પોલીસ ફોર્સ તૈનાત.. જાણો વિગતે

     

     News Continuous Bureau | Mumbai 

    વારાણસીમાં(Varansi) આવેલ કાશી વિશ્વનાથ મંદિર(Kashi vishwanath temple) અને જ્ઞાનવ્યાપી મસ્જિદમાં(Gyanvyapi Masjid) ટીમ સર્વે અને વીડ઼િયોગ્રાફી(Videography) કરી રહી છે. 

    ટીમમાં કોર્ટના કમિશનર સહિત હિન્દુ(Hindu) અને મુસ્લિમના(Muslim) વાદી અને વકીલ પણ છે.

    આ સર્વેમાં મંદિર અને વિગ્રહ ક્યાં ક્યાં છે, તેનો સર્વે કરવામાં આવશે. 

    જોકે અહીં જ્યારે ટીમ પહોંચી તો, બંને પક્ષ તરફથી ભારે નારેબાજી થઈ હતી.

    આ નારાબાજી(Slogans) અને હંગામા બાદ પોલીસે(Police) આ વિસ્તારમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

    આ સમાચાર પણ વાંચો : હનુમાન ચાલીસા પર વિવાદ : રાણા દંપતી સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવા બદલ મુંબઈ સેશન્સ કોર્ટે  ઠાકરે સરકારની કાઢી ઝાટકણી; કહી આ વાત… 

  • હવે આ સુપ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવશે. સીડીએસ રાવતના અંતિમ સંસ્કાર પછી લીધો આ નિર્ણય. પણ કેમ? જાણો અહીં…

    હવે આ સુપ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવશે. સીડીએસ રાવતના અંતિમ સંસ્કાર પછી લીધો આ નિર્ણય. પણ કેમ? જાણો અહીં…

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 11 ડિસેમ્બર 2021    

    શનિવાર.

    દેશના પહેલા સીડીએસ બીપીન રાવતના નિધિનના પોસ્ટર પર સ્માઈલ નાખીને તેની ઉજવણી કરનારા કટ્ટરપંથીઓ પર દેશભરમાંથી ટીકા થઈ રહી છે. મોટાભાગના કટ્ટરપંથીઓ મુસ્લિમ છે. તે જોઈને સુપ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક અલી અકબર ભારે વ્યથિત થઈ ગયા છે અને તેમણે ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ સ્વીકારવાનો નિર્ણય લીધો છે. અકબર અને તેમના પત્ની લુસીઅમ્મા બંને હિંદુ ધર્મ સ્વીકારવાના છે. ધર્માંતરણ બાદ તેમનું નામ રામ સિંગ રાખવામાં આવશે.

    ઈસ્લામને ત્યજી દેનારા અલી અકબરે એક મિડિયા હાઉસને આપેલા ઈન્ટરન્યુમાં કહ્યું હતું કે દેશના બહાદુર વીર લશ્કરી અધિકારીના મૃત્યુ પર લોકો હસનારા ઈમોજી નાખે છે. તેમાં મોટાભાગના મુસ્લિમ હતા. છતાં મુસ્લિમ ધર્મના એક પણ નેતાએ અથવા ધર્મગુરુએ તેના વિરોધમાં એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહોતો. હું આવા ધર્મનો ભાગ બનીને રહી શકું નહીં. હું અને મારી પત્ની હિંદુ ધર્મ સ્વીકારવાના છીએ. અમારા બાળકોને અમે કોઈ જબરદસ્તી નહીં કરીએ. તેમણે શું કરવું છે તેનો નિર્ણય તેઓ લેશે.

    અરે વાહ, આ જગ્યાએ ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે ચપ્પલ, જાણો કેટલી છે કિંમત અને શું છે ખાસિયત

    અકબર અલી મલ્યાલી ચિત્રપટ સૃષ્ટિના સુપ્રસિદ્ધ દિગ્દર્શક છે. તેઓ ભાજપમાં રાજ્ય કમિટી સભ્ય પણ હતા. જોકે ઓક્ટોબરમાં પક્ષના નેતા સાથે અમુક વિવાદ થતા તેમણે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો.

    અહીં ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ અલી અકબરે તેમની લાઈફને લઈને એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે તેઓ નાના હતા ત્યારે મદરેસામાં ભણવા જતા હતા. ત્યારે ત્યાંના એક ઉસ્તાદે તેમનું લૈગિંગ શૌષણ કર્યું હતું.

  • ભરૂચમાંથી હિંદુઓ પલાયન થવા મજબૂર થયા, મંદિર અને મકાનો વેચવાં છે એવાં બૅનરો હિન્દુઓએ લગાવવા પડ્યાં, અશાંત ધારાનું પાલન કેમ નથી થતું? 

    ભરૂચમાંથી હિંદુઓ પલાયન થવા મજબૂર થયા, મંદિર અને મકાનો વેચવાં છે એવાં બૅનરો હિન્દુઓએ લગાવવા પડ્યાં, અશાંત ધારાનું પાલન કેમ નથી થતું? 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 15 ઑક્ટોબર, 2021

    શુક્રવાર

    ભરૂચમાં સોની ફળિયું અને હાજીખાના વિસ્તારમાં હિન્દુઓએ તેમનાં મકાનો વેચવા કાઢ્યાનાં બૅનરો લગાવ્યાં છે. જે જોઈને પ્રશાસન પણ હેરાન થયું છે. જૂના ભરૂચના હાજીખાનામાં આવેલું જલારામ બાપાનું મંદિર પ્રાચીન છે. એના દરવાજે એવું લખેલું બૅનર મુકાયું છે કે : આ જલારામ બાપાનું મંદિર પણ વેચવાનું છે. મુસ્લિમોએ અહીંની મિલકતો ખરીદીને આ વિસ્તારને મુસ્લિમ બહુસંખ્યક કરી નાખ્યો છે. હિન્દુઓને પરેશાન કરી રહ્યા છે. એથી નાછૂટકે હિન્દુઓ પલાયન થવા મજબૂર થયા છે. આ વિસ્તારમાં અશાંત ધારા લાગુ હોવા છતાં એનો અમલ થતો નથી. એવું એક મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલમાંથી જાણવા મળ્યું છે.

    ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડીઓએ રચ્યો ઇતિહાસ, આ દેશને હરાવીને 11 વર્ષ બાદ  પ્રથમવાર ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ; જાણો વિગતે

    ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં અશાંત ક્ષેત્ર કાયદો લાગુ કરાયો છે. જ્યાં અશાંતધારા લાગુ હોય ત્યાંની મિલકતના વેચાણ પર નિયંત્રણ આવી જાય છે. કલેક્ટરની મંજૂરી સિવાય પ્રૉપર્ટી અન્ય ધર્મની વ્યક્તિને વેચી શકાતી નથી. ભરૂચમાં પણ વર્ષ 2019માં 40થી વધુ ઠેકાણે આ કાયદો લાગુ કરાયો હતો. એમાંથી સોની ફળિયું અને હાજીખાનામાં જ હિન્દુઓ બચ્યા છે. માંડ 20થી 25 હિન્દુ પરિવારો છે. તેમણે પણ પોતાનું ઘર અને વિસ્તાર છોડવાનો નિર્ણય કરી લીધો છે.

    અહેવાલ મુજબ અશાંત ધારા પ્રમાણે એક સોસાયટીનાં બધાં જ ઘરો પર આ કાયદો લાગુ થાય, પરંતુ કાયદાની કેટલીક ત્રુટિઓનો ફાયદો ઉઠાવી અમુક લોકોએ દાવો કર્યો કે એક ઘર અશાંત ધારા હેઠળ આવે તો બીજું ઘર નહિ. આમ એક છોડીને એક ઘર પર આ કાયદો લાગુ પડે. આ મામલે ત્યાંના હિંદુ રહેવાસીઓએ વિરોધ કર્યો તો ઊલટું પોલીસે તેમની વિરૂદ્ધ શાંતિ ભંગ કરવાનો આક્ષેપ કરી ગુનો નોંધી લીધો. 

    આ સોસાયટીના હિંદુ નિવાસીએ એક મીડિયા સંસ્થાને કહ્યું હતું કે મોટી રમત રમાઈ રહી છે. જેમાં હિન્દુઓનાં ઘર પહેલાં કોઈ હિન્દુ દ્વારા ખરીદવામાં આવે છે. ત્યાર પછી બે – ત્રણ મહિનામાં એક મુસ્લિમ દ્વારા તેની ખરીદી થાય છે. ઉપરાંત આ વિસ્તારમાં જલારામ બાપાના મંદિરમાં આરતી થાય ત્યારે શરૂમાં નવા મુસ્લિમ રહેવાસીઓ વાંધો ઉઠાવતા, સ્પીકરનો ઉપયોગ નહોતા કરવા દેતા. હવે અમે ફળિયામાં બેસીએ તો અમારી વિરુદ્ધ ગેરવર્તનનો આરોપ લગાવે છે. અહીંયાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. અમે પ્રશાસન સમક્ષ ફરિયાદ કરી છે પણ કોઈ પગલું લેવાયું નથી.

  • બિહારના આ ગામમાં એકેય મુસ્લિમ પરિવાર નથી, તેમ છતાં હિન્દુઓ મસ્જિદનું ધ્યાન રાખે છે; જાણો હિન્દુઓની સહિષ્ણુતા

    બિહારના આ ગામમાં એકેય મુસ્લિમ પરિવાર નથી, તેમ છતાં હિન્દુઓ મસ્જિદનું ધ્યાન રાખે છે; જાણો હિન્દુઓની સહિષ્ણુતા

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

    બુધવાર

    ધર્મનિરપેક્ષતા ભારત દેશના સંવિધાનનો એક ભાગ છે. દેશમાં ધર્મ વચ્ચે અણબનાવના કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. પણ શું તમે કોઈ એવા ગામ વિશે સાંભળ્યું છે કે જ્યાં ફક્ત હિન્દુઓ જ વસે છે, તેમ છતાં ત્યાં મસ્જિદના નિત્યક્રમનું પણ સારી રીતે પાલન થતું હોય. તો ચાલો જાણીએ એ ગામ વિશે.

    બિહારના નાલંદામાં બનેલી મસ્જિદ અને સમાધિ જોઈને બહારથી આવતા લોકો વિચારે છે કે ગામમાં મુસ્લિમોની યોગ્ય વસ્તી પણ હશે. દરરોજ સમયસર અઝાન હોય છે, મસ્જિદની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ લોકોને જાણીને આશ્ચર્ય થાય છે કે બેન પ્રખંડના માડી ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી. લગભગ 80 વર્ષથી ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી, પરંતુ મસ્જિદમાંથી રોજ પાંચ વખત અઝાન આપવામાં આવે છે અને અહીં જાળવણી કરવામાં પણ  કોઈ પણ જાતની કમી નથી. હકીકતમાં ગામના હિન્દુઓ આ મસ્જિદ સાથે પણ શ્રદ્ધાપૂર્વક જોડાયેલા છે. તેઓ મંદિરો અને મસ્જિદો વચ્ચે ભેદ પાડતા નથી. મસ્જિદમાં અઝાન માટે પેન ડ્રાઇવ દ્વારા રેકૉર્ડિંગ ચલાવવામાં આવે છે, દરેક ખુશીના પ્રસંગે લોકો મસ્જિદની બહાર માથું ટેકવે છે. માનવામાં આવે છે કે જે આ નથી કરતો, તેના પર ચોક્કસ આફત આવે છે.

    સફરજન અને એ પણ સફેદ? હાજી, જુઓ ફોટોગ્રાફ અને જાણો વિગત