• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - national award
Tag:

national award

Shah Rukh Khan Wins National Award, But Gets Only Half the Prize Money – Here’s Why
મનોરંજન

Shahrukh khan: શાહરુખ ખાનને મળ્યો નેશનલ એવોર્ડ, પણ ઇનામની રકમ 2 લાખ ને બદલે મળશે 1 લાખ, જાણો શું છે કારણ

by Zalak Parikh September 23, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: બોલીવૂડના કિંગ શાહરુખ ખાન ને 30 વર્ષના કરિયરના બાદ પ્રથમવાર નેશનલ એવોર્ડ મળ્યો છે. ફિલ્મ ‘જવાન’ માટે તેને શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે એવોર્ડ લેવા દિલ્હી પહોંચ્યો હતો. પરંતુ તેને ઇનામની રકમ  2 લાખના બદલે માત્ર  1 લાખ મળશે.

આ સમાચાર પણ વાંચો : Zubeen Garg: અસમના CMએ જાહેર કર્યું જુબિન ગર્ગના અવસાનનું કારણ, 23 સપ્ટેમ્બરે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય

શાહરુખ અને વિક્રાંત મેસી બંનેને મળ્યો શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ

શાહરુખ ખાન અને વિક્રાંત મેસી બંનેને શ્રેષ્ઠ અભિનેતા માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. વિક્રાંતને આ એવોર્ડ તેમની ફિલ્મ ‘12 વી ફેલ’ માટે મળ્યો છે. નેશનલ એવોર્ડ ના નિયમો અનુસાર, જો બે કલાકારો એવોર્ડ શેર કરે છે, તો ઇનામની રકમ પણ વહેંચવામાં આવે છે. બંનેને અલગ-અલગ મેડલ અને સર્ટિફિકેટ મળશે.

 

View this post on Instagram

 

A post shared by Team Shah Rukh Khan (@teamshahrukhkhan)


આ વર્ષે, શાહરૂખ ખાન અને વિક્રાંત મેસી ઉપરાંત, ઘણા અન્ય સ્ટાર્સ તેમના રાષ્ટ્રીય પુરસ્કારો શેર કરી રહ્યા છે. તેલુગુ ફિલ્મ “બેબી” અને તમિલ ફિલ્મ “પાર્કિંગ” બંનેને શ્રેષ્ઠ પટકથા શ્રેણીમાં જીત મળી. ગુજરાતી ફિલ્મ “વશ” માટે જાનકી બોડીવાલા અને ઉલ્લોઝુક્કુ માટે અભિનેત્રી ઉર્વશી બંનેને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. “ગાંધી તથા ચેટ્ટુ” માટે સુકૃતિ વેણુ બંદારેડી, “જિપ્સી” માટે કબીર ખંડારે અને “નાલ 2” માટે ત્રિશા થોસર, શ્રીવનસ અને ભાર્ગવને શ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shahrukh Khan Shares Video with Rani Mukerji,
મનોરંજન

Shahrukh-Rani: શાહરુખ ખાન અને રાની મુખર્જીનો ખાસ વીડિયો થયો વાયરલ, સાથે જ જોવા મળી આર્યન ખાન ની વેબ સિરીઝ ના પહેલા ગીત ની ઝલક

by Zalak Parikh September 1, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh-Rani: બોલીવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ ખાન એ તાજેતરમાં રાની મુખર્જી સાથે એક ખાસ વીડિયો શેર કર્યો છે, જેમાં બંને એકબીજાને જોઈને સ્મિત કરે છે. આ વીડિયો સાથે શાહરુખે રાનીને નેશનલ એવોર્ડ માટે અભિનંદન આપ્યા અને જણાવ્યું કે તેમની એક અધૂરી ઈચ્છા હવે પૂરી થઈ છે. આ સાથે તેમણે આર્યન ખાન ની ડેબ્યુ વેબ સિરીઝ ‘Bads of Bollywood’ના ગીતની ઝલક પણ આપી.

આ સમાચાર પણ વાંચો : The Kapil Sharma Show: કપિલ શર્માના શોમાં ‘પરમ સુંદરી ની ટીમે કરી મસ્તી, સિદ્ધાર્થ એ જ્હાન્વી સાથે કર્યું એવું કામ કે અભિનેતા ના થઇ રહ્યા છે વખાણ

 શાહરુખ-રાનીની કેમિસ્ટ્રી ફરીથી છવાઈ

જેમજ શાહરુખે રાની સાથેનો વીડિયો પોસ્ટ કર્યો, સોશિયલ મીડિયા પર કમેન્ટ્સનો વરસાદ શરૂ થઇ  ગયો. ઘણા ફેન્સે લખ્યું કે તેમને ફરીથી ‘રાહુલ અને ટીના’ની કેમિસ્ટ્રી જોવા મળી. ‘કુછ કુછ હોતા હૈ’  ની યાદો ફરી તાજી થઈ ગઈ.આ વિડીયો સાથે શાહરુખે લખ્યું: “અધૂરી ઈચ્છા હવે પૂરી થઈ. રાનીને નેશનલ એવોર્ડ મળ્યો એ જોઈને ખૂબ આનંદ થયો. અમે ઘણા વર્ષોથી સાથે કામ કર્યું છે, પણ આ ક્ષણ ખાસ છે.” આ પોસ્ટ પર હજારો ફેન્સે પ્રેમ દર્શાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)


રાની મુખર્જીને ફિલ્મ ‘મિસેસ ચટર્જી વર્સેસ નોર્વે’ (Mrs. Chatterjee Vs Norway) માટે પ્રથમવાર નેશનલ એવોર્ડ મળ્યો છે. શાહરુખને ‘જવાન’ (Jawan) માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. બંનેને એકસાથે એવોર્ડ મળવાથી ફેન્સ માટે આ ક્ષણ ખાસ બની ગઈ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
‘The Kerala Story’ Wins National Awards; Kerala CM Expresses Strong Objection
મનોરંજન

‘The Kerala Story’ : ‘ધ કેરળ સ્ટોરી’ને નેશનલ એવોર્ડ મળતા નારાજ થયા કેરળના મુખ્યમંત્રી, પિનરાઈ વિજયન એ ફિલ્મ નો કડક વિરોધ કરતા કહી આવી વાત

by Zalak Parikh August 2, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

‘The Kerala Story’ : અદા શર્મા અભિનિત ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ (The Kerala Story)ને 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બે કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે – બેસ્ટ ડિરેકશન (Best Direction) અને બેસ્ટ સિનેમેટોગ્રાફી (Best Cinematography). જોકે, ફિલ્મના એવોર્ડ જીતવા પર કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન એ કડક વિરોધ નોંધાવ્યો છે. તેમણે ફિલ્મને ‘ઝૂઠ ના આધાર’ પર બનેલી અને ‘સાંપ્રદાયિક એજન્ડા’ ને આગળ ધપાવતી ગણાવી છે.

આ સમાચાર પણ વાંચો : Aamir Khan: ‘સિતારે જમીન પર’ ના યૂટ્યૂબ રિલીઝમાં આવી ખામી, આમિર ખાને સોશિયલ મીડિયા પર કર્યું આવું કામ

મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની પ્રતિક્રિયા

મુખ્યમંત્રીએ જણાવ્યું કે “મલયાલમ સિનેમાએ આ વર્ષે નેશનલ એવોર્ડ્સમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે, પણ ‘ધ કેરળ સ્ટોરી’ને એવોર્ડ આપવો ભારતીય સિનેમાની પરંપરાનું અપમાન છે.” તેમણે કહ્યું કે ફિલ્મ ‘કેરળને બદનામ’ કરવા અને ‘સાંપ્રદાયિકતા ફેલાવવા’ માટે બનાવવામાં આવી છે. તેમણે દેશના લોકશાહીપ્રેમી નાગરિકોને આ નિર્ણય સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી.

At the 71st National Film Awards, ‘The Kerala Story’ won Best Director and Best Cinematography awards.

Kerala CM Pinarayi Vijayan tweets, “By honouring a film that spreads blatant misinformation with the clear intent of tarnishing Kerala’s image and sowing seeds of communal… pic.twitter.com/vw39P3tjWa

— ANI (@ANI) August 1, 2025


સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2023માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં ત્રણ યુવતીઓના લવ જિહાદ  ના શિકાર બનવાની અને ત્યારબાદના અનુભવોને દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મ રિલીઝ સમયે પણ ભારે વિવાદમાં રહી હતી અને અનેક રાજ્યોમાં વિરોધ થયો હતો. જ્યારે ફિલ્મને બે શ્રેષ્ઠ કેટેગરીમાં નેશનલ એવોર્ડ મળ્યા છે, ત્યારે આ વિવાદ ફરીથી તાજો થયો છે. ફિલ્મના નિર્માતાઓ અને અભિનેત્રીએ એવોર્ડ માટે ખુશી વ્યક્ત કરી છે, જ્યારે રાજકીય વર્ગમાંથી આ નિર્ણય સામે વિરોધ પણ જોવા મળી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Karan Johar Rocky Aur Rani Ki Prem Kahani Wins Two National Awards
મનોરંજન

Karan Johar: ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ને મળ્યા બે નેશનલ એવોર્ડ, કરણ જોહરે આ રીતે વ્યક્ત કરી ખુશી

by Zalak Parikh August 2, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Karan Johar: 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં કરણ જોહર ની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ (Rocky Aur Rani Ki Prem Kahani)ને બે અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. ફિલ્મને ‘બેસ્ટ પોપ્યુલર ફિલ્મ પ્રોવાઇડિંગ હોલસમ એન્ટરટેઇનમેન્ટ’ (Best Popular Film Providing Wholesome Entertainment) અને ગીત ‘ઢીંઢોરા બાજે રે’ (Dhindhora Baje Re) માટે ‘બેસ્ટ કોરિયોગ્રાફી’ (Best Choreography)નો એવોર્ડ મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Kiara advani Birthday special: એક્ટિંગ માટે ઓળખ બદલી, આજે બોલિવૂડ ની ટોપ અભિનેત્રી છે કિયારા અડવાણી, જાણો તેની નેટવર્થ વિશે

કરણ જોહરનો ભાવુક સંદેશ

કરણ જોહર એ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે “મારા દિલની નજીકની ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળવો એ ખૂબ જ ગૌરવની વાત છે.” તેણે જ્યુરી અને દર્શકોનો આભાર માન્યો. કરણે કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ  ને પણ અભિનંદન પાઠવ્યા.આ ત્રીજી વાર છે જ્યારે કરણ જોહર ની ધર્મા પ્રોડક્શન ની ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે. અગાઉ ‘બ્રહ્માસ્ત્ર’  અને ‘શેરશાહ’  ને પણ એવોર્ડ મળ્યા હતા. કરણે જણાવ્યું કે “આ સન્માન મને વધુ સારી ફિલ્મો બનાવવા માટે પ્રેરણા આપે છે.”

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)


ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ (Rocky Aur Rani Ki Prem Kahani)માં રણવીર સિંહ  અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હતા. સાથે જ શબાના આઝમી, ધર્મેન્દ્રઅને જયા બચ્ચનપણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને દર્શકોમાં લોકપ્રિયતા મેળવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

International Day of Persons with Disabilities: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિવ્યાંગોના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર કર્યા પ્રદાન, કહ્યું ‘દિવ્યાંગજનોને સહાનુભૂતિની નહીં, તાદાત્મ્યની જરૂર છે..’

by Hiral Meria December 3, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

International Day of Persons with Disabilities:  ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ​​આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ વ્યક્તિઓના દિવસના અવસર પર નવી દિલ્હીમાં વર્ષ 2024 માટે દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કર્યા.  

આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ ( Droupadi Murmu ) તમામ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ પુરસ્કારો દૂરગામી સામાજિક મહત્વ ધરાવે છે. તેમનું અનુકરણ કરીને અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણની દિશામાં આગળ વધી શકે છે.

આ વર્ષના આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ વ્યક્તિઓના દિવસની ( International Day of Persons with Disabilities ) થીમ ‘સમાવેશક અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને પ્રોત્સાહન આપવા’નો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે દિવ્યાંગજનોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું, તેમના કૌશલ્યોનો વિકાસ કરવો, રોજગારી પૂરી પાડવી, તેમના ઉત્પાદનોની ખરીદી કરવી, અને માર્કેટિંગ સુવિધાઓ પ્રદાન કરીને તેમની નેતૃત્વ ક્ષમતામાં વધારો કરવો જોઈએ.

President Droupadi Murmu presented the National Awards for the Empowerment of Persons with Disabilities for the year 2024 in New Delhi on the International Day of Persons with Disabilities. The President said that providing a barrier-free environment to Divyangjan should be the… pic.twitter.com/MrtJQobfib

— President of India (@rashtrapatibhvn) December 3, 2024

રાષ્ટ્રપતિએ કહ્યું કે સમગ્ર માનવતાએ દિવ્યાંગજનોને ( National Award ) સહજ અને સમાન અનુભવ કરાવવો જોઈએ. તેમને દરેક રીતે અવરોધ મુક્ત વાતાવરણ પૂરું પાડવું એ સમાજની પ્રાથમિકતા હોવી જોઈએ. ખરા અર્થમાં તે સમાજ જ સંવેદનશીલ કહી શકાય જેમાં દિવ્યાંગજનોને સમાન સુવિધાઓ અને તકો મળે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે દિવ્યાંગ ( Disability Day ) હોવું એ કોઈ પણ પ્રકારની ખોટ નથી. તે એક ખાસ સ્થિતિ છે. દિવ્યાંગજનોને સહાનુભૂતિની નહીં, તાદાત્મ્યની જરૂર છે, તેમને દયાની નહીં, સંવેદનશીલતાની જરૂર છે, તેમને વિશેષ ધ્યાનની નહીં, સ્વભાવિક સ્નેહની જરૂર છે. સમાજે તે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ સમાજના અન્ય સભ્યો સાથે સમાનતા, પ્રતિષ્ઠા અને આદર અનુભવે છે.

આ સમાચાર પણ વાંચો :  Gujarat Wildlife Population: ‘પ્રાણીઓ – યાયાવર પક્ષીઓ’ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય, રાજ્યમાં મોર, દીપડા સહિત ૨૧ પ્રજાતિઓની નોંધાઈ આટલા લાખથી વધુ વસ્તી..

રાષ્ટ્રપતિએ કહ્યું કે અન્ય વ્યક્તિની જેમ કામ કરવાની તક દિવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ અને અર્થપૂર્ણ જીવન જીવવાની ભાવના જગાડે છે. આમ, રોજગાર, સાહસ અને આર્થિક સશક્તિકરણ દ્વારા તેમના જીવનને ઉમદા બનાવી શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

December 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ministry of Women and Child Development receives National Award for e-Governance 2024 (Gold) for Nutrition Tracker Initiative
દેશ

Poshan Tracker Initiative: મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને આ પહેલ માટે મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર.

by Hiral Meria September 4, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai   

Poshan Tracker Initiative: 0-6 વર્ષના બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવતા, મિશન પોષણ 2.0 ( Mission Poshan 2.0 ) એ તેની માસિક વૃદ્ધિ મોનિટરિંગ પહેલ – પોષણ ટ્રેકર દ્વારા લાખો યુવા જીવનના વિકાસને ટ્રેક કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જે આ વર્ષની રાષ્ટ્રીય પોષણ માહ 2024 માટેની થીમ પણ છે. પોષણ ટ્રેકર પ્રોગ્રામે સફળતાપૂર્વક વિકાસના મુદ્દાઓને ઓળખી કાઢ્યા છે અને તેનું નિરાકરણ કર્યું છે, જેનાથી લક્ષિત હસ્તક્ષેપો અને યોગ્ય પોષણ પરિણામો માટે માર્ગ મોકળો કર્યો છે. 

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ( Ministry of Women and Child Development ) ગઈકાલે (3.9.2024) મુંબઈમાં પોષણ ટ્રેકર પહેલ માટે ઈ-ગવર્નન્સ 2024 (ગોલ્ડ) માટે રાષ્ટ્રીય પુરસ્કાર ( National Award ) પ્રાપ્ત કર્યો છે. આ પુરસ્કાર પોષણ ટ્રેકર પહેલને સરકારી પ્રક્રિયા પુનર્રચના અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે આપવામાં આવ્યો છે. પોષણ ટ્રેકર બાળકોના પોષક વિકાસના વાસ્તવિક સમયની દેખરેખ અને મૂલ્યાંકન સાથે બાળકો માટે ઉજ્જવળ ભવિષ્યની ખાતરી કરે છે.

મિશન પોષણ 2.0 WHO ગ્રોથ ચાર્ટ દ્વારા સમય જતાં બાળકની વૃદ્ધિ પેટર્નને ટ્રેક કરવામાં મદદ કરે છે, જે બાળકોની વૃદ્ધિ અને વિકાસને મોનિટર કરવા માટે ઉપયોગમાં લેવાતા આવશ્યક સાધનો છે. આ ચાર્ટ મુખ્ય માનવશાસ્ત્રીય માપો – જેમ કે ઉંચાઈ અને વજન – વય અને લિંગ-વિશિષ્ટ ધોરણો સામે, બાળકના વિકાસના માર્ગનું દ્રશ્ય રજૂઆત પ્રદાન કરે છે. બાળકના વિકાસના માર્ગની આ દ્રશ્ય રજૂઆત આંગણવાડી કાર્યકરોને પોષણની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને વિચલનો શોધવા માટે સક્ષમ બનાવે છે, જેનાથી પ્રારંભિક હસ્તક્ષેપ અને સહાયની સુવિધા મળે છે.

The Ministry of Women and Child Development has received the National Award for e-Governance 2024 (Gold) for the #PoshanTracker initiative. This award recognizes our commitment to #Government Process Re-engineering for #Digital Transformation. pic.twitter.com/CUAqdMKcSe

— Ministry of WCD (@MinistryWCD) September 4, 2024

આ સમાચાર પણ વાંચો :  Rashtriya Poshan Maah 2024 : રાજ્ય મંત્રી સાવિત્રી ઠાકુરે આ રાજ્યમાં રાષ્ટ્રીય પોષણ માસ 2024નો કર્યો પ્રારંભ.

પોષણ ટ્રેકર ( Poshan Tracker ) , એક અદ્યતન આઇસીટી એપ્લિકેશન, આ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે વિકાસની સમસ્યાઓની સમયસર ઓળખ અને ટ્રેકિંગને સક્ષમ કરે છે. દરેક આંગણવાડી કેન્દ્ર (AWC) પર ઉપલબ્ધ ગ્રોથ મેઝરિંગ ડિવાઈસ (GMD), સચોટ ડેટા એન્ટ્રી અને નિયમિત દેખરેખની મદદથી, પ્રોગ્રામે પ્રભાવશાળી પરિણામો પ્રાપ્ત કર્યા છે.

હાલમાં, મિશન પોષણ 2.0 પ્રભાવશાળી 8.9 કરોડ બાળકોને (0-6 વર્ષ) આવરી લે છે, જેમાં 8.57 કરોડ બાળકોની વૃદ્ધિ નિયમિત માસિક માપન દ્વારા એક મહિનામાં માપવામાં આવેલા નોંધપાત્ર છે. આ વ્યાપક પહોંચ અને અસર જીવન પરિવર્તન માટે પ્રોગ્રામની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

સ્વાસ્થ્ય સમસ્યાઓની પ્રારંભિક ઓળખ, પોષણ મૂલ્યાંકન અને વિકાસલક્ષી લક્ષ્યોના ટ્રેકિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને, મિશન પોષણ 2.0 માત્ર સ્વાસ્થ્ય પરિણામોને સુધારી રહ્યું નથી પરંતુ સમુદાયોને તેમના બાળકોની સુખાકારીનો હવાલો લેવા માટે સશક્તિકરણ પણ કરી રહ્યું છે. જેમ જેમ પ્રોગ્રામ સતત વિકસિત અને વિસ્તરી રહ્યો છે, તેમ તે ભારતના સૌથી યુવા નાગરિકો માટે સ્વસ્થ, ઉજ્જવળ ભવિષ્ય માટે આશાનું કિરણ બની રહે છે.

પૃષ્ઠભૂમિ

જન આંદોલનો દર વર્ષે પોષણ માહ (1થી 30 સપ્ટેમ્બર) અને પોષણ પખવાડા (માર્ચના પખવાડિયા)ના રૂપમાં ઉજવવામાં આવે છે અને 2018થી અત્યાર સુધી યોજાયેલા પોષણ માહ અને પોષણ પખવાડામાંથી 6ના માધ્યમથી, વિભિન્ન વિષયો અંતર્ગત 100 કરોડથી વધુ પોષણ કેન્દ્રિત સંવેદનાત્મક પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :   Chocolate Modak: ગણેશ ચતુર્થીના  બીજા દિવસે બાપ્પાને પ્રસાદમાં ધરાવો ચોકલેટ મોદક, નોંધી લો રેસિપી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
A three-day international seminar of about 500 cow lovers of the country
રાજ્ય

Gujarat:દેશના 500 જેટલા ગૌ પ્રેમીઓનો ત્રિદિવસીય આંતરાષ્ટ્રિય સેમિનાર

by Akash Rajbhar August 24, 2024
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Gujarat: રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સંસ્થા સમસ્ત મહાજન દ્વારા ગૌશાળા અને પશુ કલ્યાણ અંગેના ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારમાં સમસ્ત મહાજનના મેનેજીંગ ઉદ્યોગ અને ભારતના સભ્ય ડો.ગીરીશ જયંતીલાલ શાહે સૌ પ્રથમ દેશના વિવિધ ખૂણેથી 500થી વધુ ગૌશાળાઓ અને પશુ કલ્યાણ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ધર્મજ ગામની કૃષિ વ્યવસ્થા અને તેમાંથી થતી આવક અંગે નજરે જોનારી માહિતી મેળવી હતી.

આ પ્રસંગે ડો.શાહે ધર્મેજ ગામના આર્થિક વિકાસની ગાથા વર્ણવી હતી અને જણાવ્યું હતું કે દેશનું આ એક માત્ર એવું ગામ છે જ્યાં લીલા ચારા ₹1 કિલોના ભાવે વેચાય છે, ગામમાં 14 રાષ્ટ્રીય બેંકો છે, અને અહીં ખેડૂતોની 1000 કરોડથી વધુ ફિક્સ ડિપોઝિટ છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, 

આ સમાચાર પણ વાંચોઃ Prime Minister: ભારતનાં પ્રધાનમંત્રીની યુક્રેનની મુલાકાત પર ભારત-યુક્રેનનું સંયુક્ત નિવેદન

ભારતીય જીવન કલ્યાણ બોર્ડના સભ્ય તરીકે તેઓ દેશભરમાં ગૌચર પ્રાણીઓની જાળવણી માટે આપવામાં આવતા દૈનિક ખર્ચની રકમ વધારીને ઓછામાં ઓછા ₹100 કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તેમણે ટાંક્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકાર 50 રૂપિયા, ઉત્તરાખંડમાં 80 રૂપિયા અને ગુજરાતને દરરોજ પશુ દીઠ 30 રૂપિયા આપી રહી છે જે સંપૂર્ણપણે અપર્યાપ્ત છે

અનેઆ સેમિનારના શુભારંભના પ્રથમ દિવસે ગુજરાતના આણંદના સાંસદ નિતેશ પટેલે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આણંદની ધરતીએ વિશ્વમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, જ્યાં ગુજરાતની ધરતી દૂધ અને દહીંની વ્યવસ્થાને મજબૂત બનાવે છે અને સરદાર વલ્લભભાઇ પટેલની પ્રેરણાથી સતત પ્રગતિ કરતા લોકોએ યોગ્ય દુનિયામાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે,

આ સમાચાર પણ વાંચોઃ GST Analytics: કર પાલનમાં નવીનતા લાવવા માટે જીએસટી એનાલિટિક્સ હેકાથોનનું આયોજન, જાણો યોગ્યતા, ઇનામ અને અન્ય વિગતો..

જ્યારે તે મિશન આજે પણ ચાલુ છે. તેમણે કહ્યું હતું કે, આજના સમયમાં દૂધ ઉત્પાદન બાદ લોકો પશુઓને રસ્તા પર છોડી દે છે, જે સ્વાભાવિક રીતે અન્યાયી અને ગુનાહિત વૃત્તિ છે, જેને રોકવી પડશે. આ દિશામાં મહાજનના પ્રયાસોને બિરદાવતાં તેમણે કહ્યું હતું કે પ્રાણીઓની નિવૃત્તિ બાદ ગૌશાળામાં ઘણું સંરક્ષણ, પ્રમોશન અને વધુ સારી કાળજી લેવી જોઈએ. જે લોકો ગૌવંશને રસ્તા પર છોડી દે છે તે ખૂબ જ ખોટું કામ છે. તેને રોકવા માટે, લોકોએ આગળ આવવું પડશે અને ગુજરાતની ધરતી પર કરવામાં આવેલી તમામ નોંધપાત્ર સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાની જરૂર છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
kangana ranaut birthday special actress win three national award
મનોરંજન

Kangana ranaut birthday: કંગના રનૌત એ બેક ટુ બેક જીત્યા હતા ત્રણ નેશનલ એવોર્ડ, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

by Zalak Parikh March 23, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Kangana ranaut birthday:  કંગના રનૌત તેના શાનદાર અભિનય અને તેની સ્પષ્ટવક્તા શૈલી માટે પણ જાણીતી છે. કંગનાએ વર્ષ 2006માં આવેલી ફિલ્મ ગેંગસ્ટર થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને સતત સંઘર્ષ કરીને તેણે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ સ્થાન હાંસલ કર્યું હતું. કંગના આજે તેનો 38 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે, તો ચાલો અભિનેત્રી વિશે જઇયે તેના વિશે કેટલીક રસપ્રદ વાતો.

આ સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai: યે રિશ્તા કયા કહેલાતા હૈ માં રોમેન્ટિક બન્યા અરમાન અને અભીરા, રોહિત પુરોહિત અને સમૃદ્ધિ શુકલા નો વિડીયો થયો વાયરલ

કંગના રનૌત એ જીત્યા નેશનલ એવોર્ડ 

કંગનાએ ઘણી સફળ ફિલ્મો કરી છે. કંગનાને ફિલ્મ ‘ફેશન’ માટે પહેલીવાર નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ પછી તેને ‘ક્વીન’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ જેવી ફિલ્મો માટે પણ નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ફિલ્મ ગેંગસ્ટર થી પોતાની ફિલ્મી કરિયર શરૂ કરનાર કંગના એ ત્રણ નેશનલ અવૉર્ડ જીત્યા છે. 

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)


કંગના નો જન્મ વર્ષ 1987માં હિમાચલના મંડી જિલ્લામાં થયો હતો. કંગનાને એક મોટી બહેન રંગોલી અને નાનો ભાઈ અક્ષત છે. કંગનાના પિતા બિઝનેસમેન છે અને માતા સ્કૂલ ટીચર છે. કંગનાએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો કે તેના પિતા ઈચ્છતા હતા કે કંગના ડોક્ટર બને, પરંતુ કંગના 12મા ધોરણમાં નાપાસ થઈ ગઈ. શરૂઆતથી જ અભિનેત્રી બનવા માંગતી કંગના પોતાના માતા-પિતા સાથે લડીને મુંબઈ આવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

March 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
alia bhatt wears wedding saree at delhi for national award ceremony with ranbir kapoor
મનોરંજન

Alia bhatt national award: અધધ આટલી મોંઘી સાડી પહેરી પતિ રણબીર કપૂર સાથે નેશનલ એવોર્ડ સેરેમની માટે દિલ્હી પહોંચી આલિયા ભટ્ટ, તેના લગ્ન સાથે છે ખાસ સંબંધ

by Zalak Parikh October 18, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Alia bhatt national award:નેશનલ એવોર્ડ સેરેમની માટે બોલિવૂડથી લઈને સાઉથ સુધી સ્ટાર્સ દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી માં વિજ્ઞાન ભવન માં આ વિજેતાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડની યાદીમાં આલિયા ભટ્ટનું નામ પણ સામેલ છે. અભિનેત્રીને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ સેરેમની માટે અભિનેત્રી પોતાના લગ્ન ની સાડી પહેરેલી જોવા મળી હતી. 

 

પતિ રણબીર કપૂર સાથે પહોંચી આલિયા ભટ્ટ 

ગઈકાલે દિલ્હીમાં બી-ટાઉનથી લઈને સાઉથ સુધીના ઘણા મોટા સ્ટાર્સ  એવોર્ડ માટે એકઠા થયા હતા. આ સ્ટાર્સ ને ફિલ્મમાં તેમના શ્રેષ્ઠ અભિનય માટે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં બોલિવૂડની એક્ટ્રેસ આલિયા ભટ્ટનું નામ પણ સામેલ છે. નેશનલ એવોર્ડ સેરેમની માટે આલિયા ભટ્ટ તેના પતિ રણબીર કપૂર સાથે પહોંચી હતી. આ સેરેમની માટે આલિયા ભટ્ટે તેના લગ્ન ની સાડી પહેરી હતી. આલિયા ભટ્ટ આ દેશી લુક માં ખુબજ સુંદર લાગતી હતી.તમને જણાવી દઈએ કે આલિયાના લગ્ન દરમિયાન તેની ક્લાસિક સબ્યસાચી આઈવરી બ્રાઈડલ સાડી વિશે ઘણી ચર્ચા થઈ હતી. ત્યારે તેની કિંમત 50 લાખ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

આલિયા ભટ્ટ ને મળ્યો શ્રેષ્ઠ અભિનેત્રી નો એવોર્ડ 

આલિયા ભટ્ટે તેની કારકિર્દીનો પહેલો નેશનલ એવોર્ડ જીત્યો છે. આ અવસર પર અભિનેત્રી તેના પતિ રણબીર કપૂર સાથે જોવા મળી હતી. આલિયા ને  આ એવોર્ડ તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે મળ્યો છે.તમને જણાવી દઈએ કે આ વખતે એક નહીં પરંતુ બે અભિનેત્રીઓને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે. એક આલિયા ભટ્ટ ને અને બીજો અભિનેત્રી કૃતિ સેનનને ફિલ્મ ‘મિમી’ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Sukesh chandrashekhar: મહાઠગ સુકેશ ચંદ્રશેખરે લુટાવ્યો જેકલીન ફર્નાન્ડિઝ પર પ્રેમ, જેલમાંથી નવરાત્રી ને શુભેચ્છા પાઠવતો લખ્યો પ્રેમ પાત્ર, વાંચો અભિનેત્રી માટે શું લખ્યું

October 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
shoojit sircar says vicky kaushal was deserving for best actor award in national awards
મનોરંજન

shoojit sircar: અલ્લુ અર્જુનને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળવાથી નિરાશ થયા શૂજિત સરકાર, આ અભિનેતા ને ગણાવ્યો હકદાર

by Zalak Parikh August 28, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 69માં રાષ્ટ્રીય પુરસ્કારોમાં શૂજિત સરકારની ફિલ્મ ‘સરદાર ઉધમ’ને 5 કેટેગરીમાં રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે. આ જીતથી ખૂબ જ ખુશ શૂજિત સરકારે કહ્યું કે તેમની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા વિકી કૌશલને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળવો જોઈએ. તે જાણીતું છે કે આ વર્ષે ‘પુષ્પા – ધ રાઇઝ’ના મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુનને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો : jawan: શાહરૂખ ખાન ની ફિલ્મ રચશે ઈતિહાસ,આ ખાસ દરજ્જો મેળવાનર ‘જવાન’ બનશે દેશની પહેલી ફિલ્મ, જાણો વિગત

 

અલ્લુ અર્જુન ને બેસ્ટ એક્ટર નો એવોર્ડ મળવાથી નારાજ છે શૂજિત સરકાર 

શૂજિત સરકારે કહ્યું કે વિકી કૌશલ સર્વશ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કારને પાત્ર છે. મીડિયા  સાથે વાત કરતાં શૂજિતે કહ્યું, “વિકી કૌશલ ચોક્કસપણે શ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કારને લાયક છે. સરદાર ઉધમમાં તેણે જે રીતે પરિવર્તન કર્યું તે પ્રશંસનીય છે. અમે જલીયાવાલા બાગ સિક્વન્સથી શરૂઆત કરી હતી, પ્રથમ દ્રશ્ય માં ઉધમને મૃતદેહો ઉપાડતા બતાવવામાં આવ્યો તે પણ પીડા ના અનુભવ સાથે”. શૂજિતે કહ્યું, “આખો સેટ એ ભયાનક ઘટના અનુભવી રહ્યો હતો. તે ફિલ્મનો ટોન સેટ કરે છે. વિકી ઘણી રાતો સુધી સૂઈ શક્યો ન હતો. ફિલ્મના અન્ય ભાગોમાં પણ આ ખલેલ તેની સાથે રહી હતી.”

August 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક