Tag: nmc

  • Navi Mumbai : નવી મુંબઈની કેમિકલ ફેક્ટરીમાં ફાટી નીકળી ભીષણ આગ, દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા.. જુઓ વિડીયો

    Navi Mumbai : નવી મુંબઈની કેમિકલ ફેક્ટરીમાં ફાટી નીકળી ભીષણ આગ, દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા.. જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    Navi Mumbai : નવી મુંબઈ ( Navi Mumbai ) ની એક કેમિકલ ફેક્ટરી ( Chemical Factory ) માં ગુરુવારે સવારે આગ ( Fire ) ફાટી નીકળી છે.  આગ અંગેની માહિતી ફાયર વિભાગને આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડ ( fire brigade ) ની ગાડીઓ આવ્યા બાદ આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. 

    કેમિકલ કંપનીમાં લાગી આગ 

    મળતી માહિતી મુજબ MIDC વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગી છે. આગને કારણે નજીકની કંપનીઓને સ્થળ પરથી ખાલી કરાવવામાં આવી છે. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. આગ એટલી પ્રચંડ છે કે સમગ્ર વિસ્તાર ધુમાડામાં લપેટાઈ ગયો છે. આકાશમાં પણ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.  દરમિયાન સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ફેક્ટરીમાં જોરદાર જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાસ્થળે અનેક પોલીસ અધિકારીઓ પણ હાજર છે.

    જુઓ વિડીયો

    રતલામની પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી હતી

    આ પહેલા બુધવારે રતલામના ડોસીગાંવના ઔદ્યોગિક વિસ્તારમાં એક પ્લાસ્ટિક ફેક્ટરી ( Plastic Factory ) માં આગ લાગી હતી. સવારે 6 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો જમા થવાને કારણે આગ ફાટી નીકળી હતી, જેણે થોડી જ વારમાં નજીકના મકાનને લપેટમાં લીધું હતું.  

    આ સમાચાર પણ વાંચો : Mumbai Cold : મુંબઈ શહેરમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત, શહેરનું તાપમાન જરાક નીચું ગયું..

  • National Medical Commission: ડૉક્ટરો હવે જેનેરિક દવાઓ નહીં લખે તો લાઈસન્સ થશે સસ્પેન્ડ, NMCનો મોટો આદેશ.. જાણો શું છે આ જનેરિક દવાઓ..

    National Medical Commission: ડૉક્ટરો હવે જેનેરિક દવાઓ નહીં લખે તો લાઈસન્સ થશે સસ્પેન્ડ, NMCનો મોટો આદેશ.. જાણો શું છે આ જનેરિક દવાઓ..

    News Continuous Bureau | Mumbai 

    National Medical Commission: નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ તમામ ડૉકટરોએ દર્દીઓને જેનરિક દવા (Generic Medicine) ઓ પ્રિસ્ક્રાઈબ કરવાની રહેશે. જો ડૉકટરો જેનરિક દવાઓ નહીં લખી આપે તેને દંડ કરવામાં આવશે. તેમનું પ્રેકટિસનું લાઈસન્સ પણ કેટલાક સમય માટે સસ્પેન્ડ કરવામાં આવશે. NMC એ તેમનાં નિયમનોમાં તમામ ડૉક્ટર્સને બ્રાન્ડેડ જેનરિક ડ્રગ્સ પ્રિસ્ક્રાઈબ નહીં કરવા તાકીદ કરી છે. ડૉકટરો દ્વારા હાલ દર્દીઓને જેનરિક દવાઓ લખી આપવાનું જરૂરી છે પણ ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા 2002માં જાહેર કરવામાં આવેલા નિયમોમાં દંડની કોઈ જોગવાઈ કરવામાં આવી ન હતી.

    NMC દ્વારા 2 ઓગસ્ટે જાહેર કરવામાં આવેલા નિયમોમાં એવું નોંધવામાં આવ્યું છે કે ભારતમાં મોટાભાગનાં લોકો દવાઓ માટે પોતાનાં ખિસ્સામાંથી આરોગ્ય જાળવણી માટે ખર્ચ કરે છે. તેમાં કહેવાયું છે કે બ્રાન્ડેડ દવાઓની સરખામણીમાં જેનરિક દવાઓ 30 થી 80 ટકા સુધી સસ્તી હોય છે. આથી ડૉકટરો દ્વારા દર્દીઓને જેનરિક દવાઓ લખી આપવાથી આરોગ્યની સંભાળ માટેનો ખર્ચ ઓછો આવે છે. દર્દીની ઓછા ખર્ચમાં સસ્તા દરે ગુણવત્તા યુક્ત સારવાર કરી શકાય છે.

    આ સમાચાર પણ વાંચો : Ministry of Jal Shakti: માસ કમ્યુનિકેશન અને પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે મોટી તક…જલ શક્તિ મંત્રાલયે ઇન્ટર્નશિપ પ્રોગ્રામની કરી જાહેરાત; જાણો પાત્રતા અને અન્ય વિગતો..…

      જેનરિક દવા ડ્રગ્સ પ્રોડક્ટ તરીકે પરિભાષિત

    જેનરિક દવાઓને એક ડ્રગ્સ પ્રોડક્ટ તરીકે પરિભાષિત કરવામાં આવી છે. NMC એ તેને એવી ડ્રગ્સ પ્રોડક્ટસ તરીકે પરિભાષિત કરી છે કે જે એક ડોઝનાં સ્વરૂપમાં તેમજ શક્તિનાં સ્વરૂપમાં તથા તેની ગુણવત્તા અને ઉપયોગિતાનાં સંદર્ભમાં બ્રાન્ડેડ તેમજ લિસ્ટેડ પ્રોડક્ટની સમકક્ષ છે. બીજી તરફ બ્રાન્ડેડ જેનરિક દવાઓ પેટન્ટની બહાર છે. જેની પેટન્ટ લઈ શકાતી નથી. દવા કંપનીઓ દ્વારા તેનું ઉત્પાદન કરાય છે અને જુદીજુદી કંપનીઓ દ્વારા જુદા જુદા બ્રાન્ડ નામથી તેનું વેચાણ કરાય છે.

     જેનરિક દવાઓ બ્રાન્ડેડ પેટન્ટ વઝર્ન કરતા ઘણી સસ્તી

    જેનરિક દવાઓ બ્રાન્ડેડ પેટન્ટ વર્ઝન કરતા ઘણી સસ્તી હોય છે પણ જથ્થાબંધ ઉત્પાદિત કરવામાં આવતી જેનરિક દવાઓ કરતા મોંઘી હોય છે. બ્રાન્ડેડ જેનરિક દવાઓનાં ભાવ પર નિયમનકારનું નિયંત્રણ ઓછું હોય છે. દરેક રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સે તેમનાં પ્રિસ્ક્રીપ્શનમાં દર્દીઓને સ્પષ્ટ રીતે વંચાઈ શકે તેવી રીતે આ દવાઓ લખી આપવાની રહેશે. બિનજરૂરી દવાઓ અને ફિકસ્ડ ડોઝનું કોમ્બિનેશન ધરાવતી ટેબ્લેટ લખી આપવાનું તેમણે ટાળવાનું રહેશે. નિયમો કે સૂચનાનો ભંગ કરનાર ડૉક્ટરને સાવધ રહીને જેનરિક દવાઓ જ લખી આપવા ચેતવણી આપવામાં આવશે અને પ્રોફેશનલ ટ્રેઈનિંગ લેવા તાકીદ કરાશે. ડૉકટરો જો વારંવાર નિયમોનો ભંગ કરશે તો ચોક્કસ સમય માટે તેમની પ્રેક્ટિસનું લાઈસન્સ રદ કરવામાં આવશે. ડૉક્ટરોએ દરેક પ્રિસ્ક્રિપ્શન યોગ્ય રીતે વાંચી શકાય તેવી રીતે મોટા અક્ષરોમાં લખવાનું રહેશે. કોઈ ખામી નિવારવા ટાઈપ કરેલ કે પ્રિન્ટેડ પ્રિસ્ક્રિપ્શન લખવાનું સલાહભર્યું છે. NMC એ આ માટે એક ટેમ્પલેટ બનાવ્યું છે જેનો ઉપયોગ કરી શકાશે. માર્કેટમાં સરળતાથી મળી શકે તેવી જેનરિક દવાઓ જ દર્દીઓને લખી આપવાની રહેશે. તેઓ મહત્વની જેનરિક દવાઓનો સ્ટોક રાખવા હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સને સૂચન કરી શકે છે. દર્દીઓને જન ઑષધી કેન્દ્રો તેમજ જેનરિક મેડિકલ સ્ટોર્સમાંથી જ દવા ખરીદવા દર્દીને ભલામણ કરી શકે છે.

  • હવે પાકિસ્તાનના ડોક્ટરો ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે- જાણો સરકારની નવી જોગવાઈ

    હવે પાકિસ્તાનના ડોક્ટરો ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે- જાણો સરકારની નવી જોગવાઈ

    News Continuous Bureau | Mumbai

    પાકિસ્તાન(Pakistan)થી ભારત આવેલા હિન્દુ ડોક્ટરો માટે ભારત સરકારે(Indian govt) મોટો નિર્ણય લીધો છે. ભારતે પાકિસ્તાની હિન્દુ ડોક્ટરો(hindu doctor) માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. પાકિસ્તાનમાં અત્યાચાર ગુજારવામાં આવતા લઘુમતીઓ ભારતમાં ડોક્ટર તરીકે સેવા આપી શકશે.

    નેશનલ મેડિકલ કમિશન (NMC) એ હવે 31 ડિસેમ્બર, 2014 ના રોજ અથવા તે પહેલાં ભારતમાં આવેલા લઘુમતીઓ માટે દેશમાં ડૉક્ટર તરીકે સેવા આપવા માટે દરવાજા ખોલ્યા છે, જેથી પાકિસ્તાનમાં અત્યાચાર ગુજારવામાં આવેલા હિન્દુ સમુદાયના ડૉક્ટરોને મદદ કરી શકાય.

    NMC આધુનિક દવા અથવા એલોપેથીના ક્ષેત્રમાં કામ કરવા માટે કાયમી નોંધણી માટે ભારતીય નાગરિકત્વ મેળવનાર લોકોની અરજીઓ  મંગાવી છે. તે જ સમયે, NMC ના ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ (GMEB) દ્વારા જાહેર કરાયેલ નોટિસ અનુસાર, શોર્ટલિસ્ટેડ અરજદારોને કમિશન અથવા તેની અધિકૃત એજન્સી દ્વારા આયોજિત પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો : શ્રાવણીયા સોમવારે માઠા સમાચાર- આ મંદિરમાં દોડધામ મચી- ત્રણના મૃત્યુ

    એનએમસી(NMC)એ જૂનમાં પાકિસ્તાનમાં અત્યાચાર ગુજારાયેલા લઘુમતી તબીબી સ્નાતકો માટે પ્રસ્તાવિત પરીક્ષા માર્ગદર્શિકા (Guidelines) ઘડવા માટે નિષ્ણાતોના એક જૂથની રચના કરી હતી, જેઓ પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને અહીં તબીબી ક્ષેત્રમાં કાયમી કારકિર્દી ધરાવતા હતા. 

    UMEB મુજબ, અરજદાર પાસે તબીબી ક્ષેત્રમાં માન્ય લાયકાત હોવી જોઈએ અને તેણે ભારત આવતા પહેલા પાકિસ્તાનમાં ડૉક્ટર તરીકે સેવા આપી હોવી જોઈએ. અરજીઓ દાખલ કરવાની અંતિમ તારીખ 5 સપ્ટેમ્બર છે.

    તમામ પાત્રતા ધરાવતા અરજદારોને NMCની અધિકૃત વેબસાઇટ www.nmc.org.in પર આપેલ લિંક દ્વારા ઓનલાઈન અરજી ભરવા માટે આપવામાં આવેલી સૂચનાઓનું સખતપણે પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. ઑફલાઇન અરજીઓ કમિશન દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં. સંબંધિત એજન્સીઓ અને વિભાગો સાથે પરામર્શ કરીને કમિશન દ્વારા તમામ અરજીઓની તપાસ કરવામાં આવશે. શોર્ટલિસ્ટેડ અરજદારોને પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે. નોટિસમાં જણાવાયું છે કે જે અરજદારો આ ટેસ્ટ પાસ કરે છે તેઓ ભારતમાં આધુનિક દવા અથવા એલોપેથીની પ્રેક્ટિસ કરવા માટે કાયમી નોંધણી માટે પાત્ર બનશે.

     આ સમાચાર પણ વાંચો : મેટ્રો પ્રોજેક્ટ પર પર્યાવરણ વાદીઓનું ગ્રહણ- સુપ્રીમ કોર્ટે આપ્યો ઝાડ નહીં તોડવાનો આદેશ

     

  • મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને ઇન્કમટેક્સ વિભાગે આ કેસમાં ફટકારી નોટિસ.. જાણો વિગતે

    મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને ઇન્કમટેક્સ વિભાગે આ કેસમાં ફટકારી નોટિસ.. જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai.

    આવકવેરા વિભાગે મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલને નોટિસ મોકલી છે. 

    શિવસેના નેતા યશવંત જાધવના કેસમાં તેમને આ નોટિસ મોકલવામાં આવી છે.

    આવકવેરા વિભાગને શંકા છે કે આ ચાર વર્ષ દરમિયાન અપાયેલા તમામ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો છે. 

    આ પહેલા 10 માર્ચ 2022ના રોજ આવકવેરા વિભાગે ઈકબાલ સિંહ ચહલને નોટિસ મોકલી હતી.  

    હવે ફરી એકવાર તેમને આવકવેરાની નોટિસ મોકલવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા, આવકવેરા વિભાગે NMC સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ યશવંત જાધવના ઘરે દરોડા પાડ્યા હતા.

    આ સમાચાર પણ વાંચો :  શું તમને ખબર છે અને મુંબઈ શહેર પાછળ બીએમસીએ છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા? હવે આ આશિષ શેલારે આ મામલો વિધાનસભામાં ઉપાડયો, જુઓ વિડિયો….

  • મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર કરિયર નહીં થાય બરબાદ.. યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ માટે મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય

    મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર કરિયર નહીં થાય બરબાદ.. યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ માટે મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

    મુંબઈ, 05 માર્ચ, 2022,

    શનિવાર,

    રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સંકટનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. 

    નેશનલ મેડિકલ કમિશને (NMC)એ એક સર્ક્યુલર બહાર પાડીને જાણકારી આપી છે કે, યુક્રેનથી પરત આવનારા વિદ્યાર્થીઓ હવે ભારતમાં જ પોતાની એક વર્ષની ઇન્ટર્નશિપ પૂરી કરી શકે છે. 

    આ માટે કોરોના મહામારી કે યુદ્ધના સમયે વસ્તુઓ કાબૂમાં ન હોવાનો હવાલો આપવામાં આવ્યો છે. 

    એનએમસીએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર પણ આ સર્ક્યુલર જાહેર કર્યું છે. 

    વધુ જાણકારી માટે વિદ્યાર્થીઓ nmc.org.in પર જઈને વાંચી શકે છે.

    રેલવે વિભાગમાં જોરદાર ટેન્શન, એક ટ્રેનમાં મંત્રી અને બીજામાં અધ્યક્ષ. બંને ટ્રેન એકબીજા સાથે ટકરાશે… જાણો શું છે મામલો ?

  • ભ્રષ્ટાચાર : નવી મુંબઈમાં એક યુવકે મહાપાલિકા મુખ્યાલય સામે આત્મદાહનો પ્રયત્ન કર્યો. પણ કેમ? જાણો અહીં…

    ભ્રષ્ટાચાર : નવી મુંબઈમાં એક યુવકે મહાપાલિકા મુખ્યાલય સામે આત્મદાહનો પ્રયત્ન કર્યો. પણ કેમ? જાણો અહીં…

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 2 જૂન 2021

    બુધવાર

    ભ્રષ્ટ કારભાર સામે નારાજગી વ્યક્ત કરવા નવી મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલય સામે જ એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને તુરંત તાબામાં લીધો હતો. પાલિકાના અધિકારી ખોટા આરોપ કરી પૈસા વસૂલ કરતા હોવાનો આરોપ પણ આ યુવકે કર્યો હતો.

    પાલઘરમાં માત્ર ૧૨ કલાકની બાળકી કોરોના પૉઝિટિવ; માતા નેગેટિવ, જાણો વિગત

    પાલિકાના અધિકારીઓને સાધીને રાજકીય વ્યક્તિઓ સામાન્ય નાગરિકોને લૂંટી રહ્યા છે. એવો આરોપ નવી મુંબઈના ઘણસોલીમાં રહેતા યોગેશ ચવ્હાણે કર્યો હતો. થોડા દિવસ પહેલાં પણ તેણે પાલિકા ઑફિસ બહાર આંદોલન કર્યું હતું. ખોટી ફરિયાદ કરનારાઓને પાલિકાએ ગણકારવું નહીં એવી માગણી પણ તેણે કરી હતી. સતત એક વ્યક્તિ વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરીને તેને માનસિક રીતે સતાવવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ તેણે કરી હતી, પરંતુ પાલિકા અધિકારીઓએ તેને પ્રતિસાદ આપ્યો નહોતો. છેવટે પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધમાં તેણે આત્મહત્યા જેવું ભારે પગલું ઊંચક્યું હતું. જોકે પોલીસે તાબામાં લઈને તેને એમ કરતા અટકાવ્યો હતો.