• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - oil - Page 2
Tag:

oil

You also know about the benefits of applying coconut oil on the face every day before going to bed
સૌંદર્ય

દરરોજ સુતા પહેલા ચહેરા પર નારીયેળ તેલ લગાવવાના ફાયદાઓ વિશે તમે પણ જાણો

by Akash Rajbhar June 15, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai
નારિયેળ તેલ નો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. નારિયેળ તેલ વાળ માટે ઘણો જ ફાયદાકારક હોય છે. પણ તે તમારે ત્વચા માટે પણ બેનિફિશિયલ હોય છે. નારિયેળ તેલનો ઉપયોગ ત્વચા માટે કરી શકાય છે. આજકાલ ત્વચા સાથે જોડાઈને ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. ત્વચા ઘણી જ રૂખી અને બેજાન થઈ જાય છે. આવવામાં તમારે ત્વચા માટે કંઈક સ્પેશિયલ કરવું જોઈએ નેચરલ વસ્તુઓનો ઉપયોગ ત્વચા માટે ઘણો ફાયદાકારક હોય છે નારિયેળ તેલનો ઉપયોગ તમે ત્વચા માટે કરી શકો છો દરરોજ સુતા પહેલા તમે નારિયેળ તેલના મુક્તિ પર લઈને ચહેરા ઉપર મસાજ કરી શકો છો. આવું કરવાથી તમને ઘણા બધા ફાયદા મળે છે. દરરોજ તેલ લગાવવાથી સ્કીન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર થાય છે.

આ સમાચાર પણ વાંચો: ગવાર સિંગ ખાવાના આ અદભુત ફાયદાઓ વિશે તમે પણ ચોક્કસથી જાણો

દરરોજ ચહેરા પર નાળિયેર તેલ લગાવવાથી ચહેરાની શુષ્કતા દૂર થાય છે. આ સિવાય ડેડ સ્કિન સેલ્સને દૂર કરવામાં પણ મદદ મળે છે. જો તમને એકને ની સમસ્યા હોય તો તે પણ નારિયેળ તેલ થી દૂર થાય છે. તેમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે. નારિયેળ તેલ નો ઉપયોગ કરવાથી ચહેરા પરની રેડનેસ દૂર કરવા માટે પણ મદદ મળે છે. જો તમારા ચહેરા ઉપર લાલ રંગના ચકતા થઈ ગયા હોય તો તેને દૂર કરવા માટે પણ નારિયેળ તેલનો ઉપયોગ લાભકારી છે. જો તમે રેગ્યુલરલી નારિયેળ તેલનો ઉપયોગ કરો છો તો ખુજલી અને ઇન્ફેક્શન જેવી સમસ્યા દૂર થાય છે. તમારા ચહેરા ઉપર પ્રાકૃતિક ચમક આવે છે. ઉંમરને કારણે ચહેરા ઉપર થતી કરચલીઓને દૂર કરવા માટે પણ નારિયેળ તેલ ખૂબ જ ઉપયોગી છે. તમે પણ દરરોજ રાત્રે સુતા પહેલા ચહેરા પર નારિયેળ તેલનો ઉપયોગ ચોક્કસથી કરો.
દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.

June 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Javed Akhtar trolled over Dr. Ortho Advertisement
મનોરંજન

જાવેદ અખ્તરને ઘૂંટણમાં દુખાવો પડતા વીલ ચેર પર બેઠા, લોકોએ જોરદાર ઠેકડી ઉડાડી. કહ્યું ડૉ. ઓર્થો આયુર્વેદિક જોઈન્ટ પેઈન રિલીવર ઓઈલ બિનઅસરકારક છે

by Dr. Mayur Parikh January 12, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગીતકાર જાવેદ અખ્તર ( Javed Akhtar ) વ્હીલચેરમાં એરપોર્ટ પર એસ્કોર્ટની મદદ લેતો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે મીડિયા દ્વારા ફોટોગ્રાફ લેવામાં આવતા તેઓ તત્કાળ ઊભા થઈ ગયા હતા અને ચાલતી પકડી હતી. પરંતુ ત્યાં સુધી તેમનો વીલ ચેર પર બેઠેલો ફોટોગ્રાફ વાયરલ થઈ ગયો.

હવે સોશિયલ મીડિયા પર લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે ડોક્ટર ઓર્થોનું આયુર્વેદિક તેલ ( Dr. Ortho Advertisement ) લગાડવાને કારણે શું ખરેખર ઘૂંટણનો દુખાવો ઓછો થાય છે કે કેમ? અનેક લોકોએ જાવેદ અખ્તર પર મીમ્સ બનાવ્યા છે અને તેમની મજાક ( trolled  ) ઉડાડી છે.

આ સમાચાર પણ વાંચો: મુન્નાભાઈ કોપી કરવા શું શું કરે છે? મહારાષ્ટ્ર બોર્ડો પ્રથમ વખત છેતરપિંડી રોકવા માટે લોકો પાસે આઈડિયા માંગ્યા.

ઉલ્લેખનીય છે કે જાવેદ અખ્તર ની ઉંમર 70 વર્ષની થઈ ચૂકી છે. જાવેદ અખ્તરનો એરપોર્ટ પર મીડિયા સાથેનો મજેદાર સંવાદ પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તેમના ચહેરા પર સ્મિત સાથે તેઓએ કહ્યું કે, “ઇતની દરવાજા કૌન પેડલ ચલે, ઇસલીએ વ્હીલચેર પર બૈતા હુ (કોણ તે લાંબા રસ્તાઓ (એરપોર્ટ પર) ચાલશે), તેથી જ હું વ્હીલચેરનો ઉપયોગ કરતો હતો.”

January 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Beauty Tips try these home remedies to get rid of dark lips
વધુ સમાચાર

Beauty Tips : હોઠ પરની કાળાશ દૂર કરવા માટે અજમાવી જુઓ આ ઘરેલુ ઉપાય- મળશે ગુલાબી નરમ હોઠ

by Dr. Mayur Parikh July 4, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

Beauty Tips : ધૂમ્રપાનથી હોઠ કાળા પડી જાય છે, જોકે મોટાભાગના લોકોના હોઠ ધૂમ્રપાન(smoking) કર્યા વિના પણ કાળા દેખાવા લાગે છે. વિટામિન્સની અછતને કારણે પણ આવું થાય છે. આ સ્થિતિમાં હોઠનો રંગ બગડી શકે છે. તેનાથી છુટકારો મેળવવા માટે, હેલ્ધી ડાયટ ફોલો(healthy diet)કરો અને હોઠના કાળા રંગથી છુટકારો મેળવવા માટે વિટામિન સી(vitamin C)થી ભરપૂર ફળો અને શાકભાજી ખાઓ. આ ઉપરાંત, તમે તમારા હોઠની સંભાળ રાખવા માટે કેટલીક ઘરગથ્થુ પદ્ધતિઓ અપનાવી શકો છો. તો ચાલો જાણીયે તે ઉપાય વિશે.

1)  બદામનું તેલ- બદામનું તેલ (almond oil)તમારા હોઠને નરમ બનાવવા અને પિગમેન્ટેશનથી છુટકારો મેળવવાનું કામ કરી શકે છે. સૂતા પહેલા હોઠ પર બદામનું તેલ લગાવો. તમે બદામના તેલમાં લીંબુનો રસ (lemon juice)મિક્સ કરીને પણ લગાવી શકો છો. તે કાળા હોઠને મિટાવીને તેને ફરીથી ગુલાબી બનાવવામાં મદદ કરે છે.

2) દાડમ- દાડમ તમારા હોઠનો કુદરતી ગુલાબી રંગ પણ પાછો લાવી શકે છે. તેને લગાવવા માટે એક ચમચી દાડમના રસમાં(pomegranate) બીટનો રસ (beetroot)અને ગાજરનો રસ (carrot)મિક્સ કરો. શ્રેષ્ઠ પરિણામો માટે, આને દિવસમાં એકવાર તમારા કાળા હોઠ પર લગાવો. તમે તેને દૂધમાં મિક્સ(milk) કરીને પણ લગાવી શકો છો. તેને લગાવવાથી કોઈ આડઅસર થતી નથી.

3) ગુલાબ જળ- તેમાં ઘણા હીલિંગ ગુણધર્મો છે જે તમારા હોઠને શાંત અને મોઇશ્ચરાઇઝ (moisturize)કરવા માટે સારી રીતે કામ કરી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે, એક ચમચી મધમાં (honey)ગુલાબજળ (rose water)નું એક ટીપું મિક્સ કરો અને તેને તમારા હોઠ પર લગાવો. આવું દિવસમાં બે થી ત્રણ વખત કરો.

4) ઓલિવ ઓઈલ- ઓલિવ ઓઈલ(olive oil) સ્વસ્થ ત્વચા અને વાળ(hair) માટે ફાયદાકારક છે. આ સાથે, તે હોઠ ને ગુલાબી કરવામાં પણ મદદ કરી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે અડધી ચમચી ખાંડ(sugar) અને ઓલિવ ઓઈલના(olive oil) થોડા ટીપાં મિક્સ કરીને સ્ક્રબ(scrub) તૈયાર કરો. પછી શ્રેષ્ઠ પરિણામો માટે અઠવાડિયામાં એકવાર આ મિશ્રણથી તમારા હોઠને હળવા હાથે સ્ક્રબ કરો.

5) એલોવેરા જેલ- દરરોજ રાત્રે તમારા હોઠ પર થોડું તાજું એલોવેરા જેલ (aloe vera gel)લગાવો. આ તમારા હોઠને પોષણ અને હાઇડ્રેટ કરવામાં મદદ કરશે અને સમય જતાં ધીમે ધીમે તે હોઠની કાળાશ ને દૂર કરશે..

આ સમાચાર પણ વાંચો: બ્યૂટી ટિપ્સ- વરસાદની મોસમમાં પણ મેકઅપ ને આખો દિવસ ટકાવી રાખવા અજમાવી જુઓ આ સરળ ટિપ્સ

 

July 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

પુતિન આકરા પાણીએ. હવે રશિયા પાસેથી ગેસ ખરીદવો હશે તો આ કરન્સીમાં પૈસા આપવા પડશે. 

by Dr. Mayur Parikh March 24, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રશિયાના મિત્ર ના હોય તેવા દેશોઓ હવે રૂબલ (રશિયન ચલણ)થી જ ગેસ ખરીદવો પડશે. જેમાં યુરોપિયન યુનિયન ના તમામ સભ્યોનો સમાવેશ થાય છે.

રશિયાએ જાહેરાત કરી છે કે હવે રશિયા સામે ઊભા થયેલા લોકોને ડોલર અને યુરોમાં ગેસ નહીં આપે.

ઉલ્લેખનીય છે કે યુક્રેનના આક્રમણને કારણે તમામ દેશોએ રશિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. જેના જવાબમાં પુતિને આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

 આ સમાચાર પણ વાંચો : ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલુ PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ

March 24, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ખાદ્ય તેલના ભાવને નિયંત્રણમાં લાવવા કેન્દ્રએ લીધા આ પગલાઃવેપારીઓમાં નારાજગી; જાણો વિગત

by Dr. Mayur Parikh February 5, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022

શનિવાર.
વધતી મોંઘવારીથી ત્રાસી ગયેલા સામાન્ય નાગરિકોને  રાહત આપવા માટે કેન્દ્રએ મહત્વના પગલાં લીધા છે, જે હેઠળ ખાદ્યતેલની વધતી કિંમતોને કાબુમાં લેવા પ્રયાસો શરૂ કર્યા છે. કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ અને તેલીબિયાં પરના સ્ટોકને મર્યાદિત કરતો આદેશ જારી કર્યો છે. આ નિર્ણયથી સંગ્રહખોરી અને કાળા બજાર પર અંકુશ લાવવામાં સફળતા મળશે એવો દાવો મંત્રાલયે કર્યો છે.

ઓક્ટોબર 2021માં ગ્રાહક બાબતોના મંત્રાલયે માર્ચ 2022 સુધી સ્ટોક લિમિટ લાદવાનો નિર્ણય લીધો હતો. ઉપલબ્ધ અનામત અને વપરાશના આધારે ખાદ્ય તેલના ભંડારને મર્યાદિત કરવાનો નિર્ણય કેટલાક રાજ્યોને સોંપવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને બિહાર રાજ્યોએ તેમના રાજ્યોમાં ખાદ્ય તેલના સંગ્રહ પર મર્યાદા લાદી હતી.

હવે, કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણય મુજબ, રિટેલરો માટે સ્ટોક મર્યાદા ખાદ્યતેલ માટે 30 ક્વિન્ટલ, જથ્થાબંધ વિક્રેતાઓ માટે 500 ક્વિન્ટલ, મોટા ચેઈન રિટેલર્સ અને દુકાનો (સુપરમાર્કેટ ચેન, મોલ્સ વગેરે) માટે 30 ક્વિન્ટલ, 1000 ક્વિન્ટલ તેમના ડેપો માટે રહેશે.

શું ઇંધણના ભાવ ફરી ભડકે બળશે? બે મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવમાં આટલા ટકાનો ઉછાળો, આજે આંતરરાષ્ટ્રીય બજારમાં આટલી કિંમત છે પ્રતિ બેરલ તેલની..

ખાદ્ય તેલીબિયાં માટેની મર્યાદા નિયમો મુજબ, સ્ટોક રિટેલરો માટે 100 ક્વિન્ટલ અને જથ્થાબંધ વેપારીઓ માટે 2000 ક્વિન્ટલનો રહેશે. ખાદ્ય તેલ અને તેલીબિયાંના પ્રોસેસર્સ દૈનિક ઇનપુટ આઉટપુટ ક્ષમતા અનુસાર ખાદ્ય તેલને 90 દિવસ સુધી સંગ્રહિત કરી શકશે એવું ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું છે.

ખાદ્ય તેલ અને તેલીબિયાં પર સ્ટોક લિમિટ લાદવાનો નિર્ણય અમુક શરતો સાથે નિકાસકારો અને આયાતકારોને બાકાત રાખવામાં આવ્યા છે.

ગયા મહિને, સરકારે કહ્યું હતું કે ખાદ્યતેલના ભાવમાં પ્રતિ લિટર 5 થી 20 રૂપિયાનો ઘટાડો થયો છે. અધિકારીઓએ દાવો કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય કિંમતો ઊંચી હોવા છતાં સરકારના પ્રયાસોથી ખાદ્યતેલના ભાવમાં વધુ વધારો થયો નથી.

ભારત ખાદ્ય તેલનો સૌથી મોટો આયાતકાર છે. સ્થાનિક ઉત્પાદન સ્થાનિક માંગને સંતોષી શકતા નથી. તે દેશની કુલ ખાદ્યતેલ વપરાશ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત કરવામાં આવે છે. લગભગ 56-60 ટકા માંગ પૂરી થાય છે.

સરકારના આ  આદેશ સામે જોકે ખાદ્યતેલ સાથે જોડાયેલા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. અખિલ ભારતીય ખાદ્ય વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના મહાનગર મુંબઈ પ્રાંતના અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આ મુદ્દે રાજ્ય સરકારને આદેશ આપવાને બદલે જાતે સ્ટોક મર્યાદા નક્કી કરીને તેને લગતો આદેશ બહાર પાડ્યો છે. તેનાથી તેલ અને તેલિબીયા બજારમાં ખળભળાટા મચી ગયો છે. 65ટકાથી વધુ ખાદ્ય તેલ આયાત થાય છે, એવામાં સરકાર સ્ટોક સીમા રાજ્ય સરકાર સાથે ચર્ચા કર્યા વગર જાહેર કરે છે, તેનાથી જે રાજ્યોમાં સરસવનો પાક બજારમાં આવવાનો સમય થયો છે ત્યાં સ્ટોક સીમા લાદવાથી વેપારીઓ અને ખેડૂતો માલ ખરીદી નહીં શકે અને ખેડૂતોને માલ વેચવા દર-દર ભટકવું પડશે અને વેપારીઓને ફરી હેરાન થવું પડશે.

February 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

મહારાષ્ટ્ર સરકારે તેલ અને તેલીબિયા લઈને લીધો આ મહત્વનો નિર્ણય, ખેડૂતો અને વેપારીઓને થશે રાહત; જાણો વિગત

by Dr. Mayur Parikh November 26, 2021
written by Dr. Mayur Parikh

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 નવેમ્બર  2021

શુક્રવાર.

મહારાષ્ટ્ર સરકારે ખાદ્ય તેલ અને તેલીબિયાં પર 2 થી 3 મહિના માટે સ્ટોક લિમિટ નહીં લાદવાનો નિર્ણય લીધો છે, જેને વેપારીઓએ વધાવી લીધો છે. 

કેન્દ્ર સરકારે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ હેઠળ તમામ ખાદ્ય તેલ અને ખાદ્ય તેલીબિયાં પર સ્ટોક મર્યાદા લાદવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નિયંત્રણ 31 માર્ચ, 2022 સુધી અમલમાં રહેવાનો છે. તેથી રાજ્ય સરકાર ખાદ્ય તેલ અને તેલીબિયાંના સંગ્રહ પર સ્ટોક નિયંત્રણો નક્કી કરવાનું હતું.

સરકારના આ આદેશ બહાર પડયા બાદ ડૉ. ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશન અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના પદાધિકારીઓએ મહારાષ્ટ્રના ખાદ્ય પુરવઠા સચિવ વિજય વાઘમારેને મળ્યા અને તેમને મહારાષ્ટ્રની સ્થિતિ અને સ્ટોક લિમિટમાં લાવવાથી ખેડૂતો અને વેપારીઓને કેવી રીતે નુકસાન થશે તે અંગે અવગત કરાવ્યા હતા.

જાણો પાકિસ્તાનના માથે કેટલું દેવું થયું? આથી આખો દેશ વેચાઈ જાય તો પણ પૈસા ઓછા પડે.

આ મીટીંગમાં થયેલી પ્રાથમિક ચર્ચા મુજબ રાજ્યમાં ખાદ્યતેલો અને ખાદ્ય તેલીબિયાં પર કોઈ સ્ટોક પ્રતિબંધ નહીં હોય એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું અને આ અંગે મંત્રીમંડળની ચર્ચા અને તેના પર  મંજૂરી મળ્યા બાદ તેની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના સચિવની અધ્યક્ષતામાં કૃષિ અને માર્કેટિંગ વિભાગના અધિકારીઓ તેમજ ખાદ્યતેલના વેપાર સાથે સંકળાયેલા સંગઠનો સાથે યોજવામાં આવી હતી. 

 બેઠકમાં વેપારી સંસ્થાએ અધિકારીઓને વિનંતી કરી હતી કે આગામી બે-ત્રણ મહિનામાં ખાદ્ય તેલીબિયાંનું નવું ઉત્પાદન આવશે, આવી સ્થિતિમાં જો સ્ટોક પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો ખેડૂતોને નુકસાન થશે. આ સિવાય દેશ મોટા પ્રમાણમાં ખાદ્યતેલની આયાત કરે છે અને આયાતી ચીજવસ્તુઓ પર કોઈ નિયંત્રણો લાગુ નથી. હાલમાં ખાદ્યતેલના ભાવ પણ સ્થિર છે. તેથી, માત્ર સ્થાનિક ખાદ્યતેલ પર સ્ટોક પ્રતિબંધો લાદવા યોગ્ય રહેશે નહીં, આ બેઠકોમાં વિગતવાર ચર્ચા કર્યા પછી, એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે હાલ મહારાષ્ટ્રમાં સ્ટોક લિમિટ લાગુ કરવામાં આવશે નહીં. જો ખાદ્યતેલના ભાવ 30 ટકાથી વધી જાય તો સ્ટોક પર નિયંત્રણો લાદવા માટે સંબંધિત વેપારી સંગઠન સાથે ફરીથી બેઠક યોજવામાં આવશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. 

આ નિર્ણયને CAIT એ આવકાર્યો હતો અને ખેડૂતોને પડી રહેલી સમસ્યાઓને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી તેલનો પુરવઠો ખોરવાશે નહીં એવો દાવો કર્યો હતો. 

ગુજરાતમાં હવેથી સી પ્લેનની સુવિધા અમદાવાદ સિવાય ૪ નવા સ્થળો પરથી પણ ઉપલબ્ધ થશે
 

November 26, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ગ્રાહકો સાથે છેતરપીંડી? ખાદ્ય તેલ પરની ડયુટીમાં ઘટાડાની જાહેરાતના લાંબા ગાળ બાદ છેક હવે તેલના ભાવમાં ઘટાડો; જાણો વિગત

by Dr. Mayur Parikh November 6, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 નવેમ્બર  2021

શનિવાર

તેલના આસામાને પહોંચેલા ભાવને પગલે સરકારે લગભગ મહિના પહેલા જ કાચા તેલની બેસિક ડયુટીમાં ઘટાડાની જાહેરાત કરી હતી. જોકે મોટી અને જાણીતે તેલ કંપનીઓએ છેક હવે તેને અમલમાં મૂકતા દીવાળી બાદ તેલના ભાવમાં મોટા પ્રમાણમાં ઘટાડો થવાની શકયતા છે.

તહેવારો દરમિયાન ખાદ્ય તેલના ભાવને નિયંત્રણમાં લાવવા થોડા દિવસો પહેલા  સરકારે કાચા પામ તેલ, કાચા સોયાબીનન તેલ અને કાચા સૂરજમુખીના તેલ પર બેસિક ડ્યૂટીન 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય કરી નાખી હતી. જોકે તેને લગતા નોટિફિકેશનમાં થોડી અસ્પષ્ટતા હોવાથી વેપારી આલમમાં કન્ફૂયઝન હતું, તેથી સરકારે શુક્રવારે નવેસરથી કાચા તેલ પરની ડયૂટીમાં ઘટાડાને લઈને નોટિફિકેશન બહાર પાડયું છે. હવે આ સ્પષ્ટતા કરવામાં આવ્યા બાદ નવા નોટિકિફેકશ મુજબ કંપનીઓ તેલના ભાવમાં ઘટાડો કરે એવી સકયતા છે.

કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ મહાનગરના પ્રમુખ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શકંર ઠક્કરે જણાવ્યું હતું કે તેલના ભાવ આસમાને પહોંચેલા હોવાથી થોડા દિવસ અગાઉ જ સરકારે કાચા પામ તેલ, કાચા સોયાબીનન તેલ અને કાચા સૂરજમુખીના તેલ પર બેસિક ડ્યૂટીન 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય કરી નાખી હતી. જોકે તેને લગતા નોટિફિકેશનમાં કલીયારીટી નહોતી. એટલે ગઈકાલે શુક્રવારે  ફરીથી અમુક સ્ષ્ટતા કરવા ગઈ સરકારે સ્પષ્ટ નોટિકિશ બહાર પાડયું હતું. નવેસરથી સરકારે ડ્યૂટીમાં કોઈ ઘટાડો કર્યો નથી.

મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડવા FAMએ કરી મુખ્યપ્રધાન સમક્ષ આ માગણી; જાણો વિગત

સરકારે બહુ પહેલા ડયુટીમાં ઘટાડો કર્યો હતો. જોકે ભાવમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે એવુ જણાવતા શંકર ઠક્કરે કહ્યું હતું કે દીવાળી બાદ બજાર ખરીદી ઓછી થતી હોય છે. તેથી  મોટી કંપનીઓએ દિવાળી પહેલા તેલના ભાવ ઘટડા નહોતા. હવે દીવાળી બાદ બજાર ઘરાકી ઘટી ગઈ છે. એટલે હવે  ભાવ ઘટાડી દીધા છે. એમ પણ તેલના બજારમાં ચાર મહિના પહેલાથી સોદા થઈ જતા હોય છે. એટલે કંપનીઓના કન્ઝુયમર પેકિજિંગમાં પણ જૂના જ માલ છપાયા હતા. હવે દીવાળી પૂરી થતા ભાવ ઘટાડવામાં આવ્યા છે.

November 6, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

સારા સમાચારઃ તહેવારોમાં ખાદ્ય તેલના ભાવ ઘટાડવા સરકારે લીધું આ પગલું ; જાણો વિગત

by Dr. Mayur Parikh November 6, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 નવેમ્બર  2021

શનિવાર

ખાદ્ય તેલના ભાવમાં છેલ્લાં એક વર્ષથી સતત વૃદ્ધિ થઈ રહી હતી.  તેથી તેલના ભાવને નિયંત્રણમાં લાવવા માટે કાચા પામ તેલ, કાચા સોયાબીનના તેલ અને કાચા સૂરજમુખીના તેલ પર બેસિક ડયૂટીને 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય કરી નાખવામાં આવી છે. કાચા તેલ પર કરવેરાને ઘટાડવાથી તહેવારોમાં જ તેલના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત થઈ છે.

 આ તેલ પર કૃષિ ઉપકરને કાચા પામ તેલ માટે 20 ટકાથી ઘટાડીને 7.5 ટકા અને કાચા સોયાબીન તેલ અને કાચા સૂરજમૂખી તેલ માટે ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યા છે. આરબીડી પામોલિન તેલ, રિફાઈન્ડ સોસયાબીન અને રિફાઈન્ડ સૂરજુખેના તેલ પર બેસિક ડયૂટીને 32.5 ટકાથી ઘટાડીને 17.5 ટકા કરી દેવામાં આવી છે. ટેકસમાં ઘટાડા પહેલા કાચા તેલ પર એગ્રીકલ્ચરલ ઈન્ફ્રાસલ્ટ્રકચરલ સેસ 20 ટકા હતો. ઘટાડા બાદ કાચા પામ તેલ પર 8.25 ટકા કરી નાખવામાં આવ્યો છે.

મોટી જાહેરાત : આ કંપની આગામી ત્રણ વર્ષમાં આખા દેશમાં 10,000 ઇલેક્ટ્રોનિક ચાર્જીંગ મશીન લગાવશે

એનસીડીએક્સ પર સરસવા તેલ પરના વાયદાના સોદાને પણ સસ્પેન્ડ કરી નાખ્યા છે અને સ્ટોકની સીમા લાગૂ કરી દીધી છે. સરકારના આ પગલાને કારણે અનેક કંપનીઓના તેલના ભાવમાં પ્રતિ લિટરે ચારથી સાત રૂપિયાનો ઘટાડો થયો છે. જેમાં ખાસ કરીને અડાણી વિલમર અન રૂચી ઈન્ડસ્ટ્રી સહિતની મુખ્ય કંપનીમાં ચારથી સાતનો ઘટાડો થયો છે. તો જે કંપનીઓના ખાદ્ય તેલની કિંમત ઓછી છે. જેમાં જેમિની એડિબલ્સ એન્ડ ફૈટ્સ ઈન્ડિયા, મોદી નેચરલ, દિલ્લી, ગોકુલ રીફાયલ્સ એન્ટ સોલ્વેંટ, વિજય સોલ્વેક્સ, ગોકુલ એગ્રો  રિસોર્સેજ અને એન.કે. પ્રોટીન્સ મુખ્ય કંપનીઓ છે.

November 6, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

શું તહેવારોમાં તેલના ભાવ પર સરકાર અંકુશ લાવી શકશે? સામાન્ય વર્ગ જ નહીં, વેપારી આલમ પણ સરકારની નીતિથી નારાજ; જાણો વિગત

by Dr. Mayur Parikh August 14, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

શનિવાર

દેશમાં તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. તહેવારો ચાલી રહ્યા છે, ત્યારે તેલના ભાવમાં થયેલો ભડકો ગૃહિણીઓના કિચન બજેટને અસર કરી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં તેલની બજાર બેકાબૂ થઈ ગઈ છે, જેને નિયંત્રણમાં લાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. એથી તેલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, એમાં સામાન્ય નાગરિક તો પિસાઈ રહ્યો છે, પરંતુ વેપારીઓ પણ એનાથી બચી શક્યા નથી.

અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કૈટના મહાનગર અધ્યક્ષ શંકર ઠક્કરે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના અનેક પ્રકારના પ્રતિબંધોને પગલે સરસવની સાથે જ અન્ય ખાદ્ય તેલની કિંમતોમાં જબરદસ્ત વધારો થયો છે. ખાદ્ય તેલ સહિત તેલીબિયાં, દાળ અને કઠોળને મોંઘાં થતાં રોકવામાં સરકાર સરિયામ નિષ્ફળ ગઈ છે. પહેલાં પામતેલ પર આયાત ડ્યૂટી ઘટાડી. સાથે જ રિફાઇન્ડ ઑઈલની આયાત બંધ થઈ ગઈ હતી, એને પાછી ચાલુ કરી છે. સરકારનાં આ બે પગલાં બાદ પણ એ બજાર બેકાબૂ બની છે. તેલ અને તેલીબિયાંના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

તેલની બજારની સાથે જ દાળ-કઠોળના આસમાને આંબતા ભાવને રોકવા સરકારે પ્રયાસ કર્યા હતા, જેમાં અગાઉ સ્ટૉક લિમિટ લાદી હતી. ઇમ્પોર્ટ બંધ હતું. એને પાછું ચાલુ કર્યું, પરંતુ સરકારના આ પગલા અપૂરતા છે. બજાર હજી પણ બેકાબૂ  રહી છે. તહેવારો ચાલી રહ્યા છે ત્યારે તેલ સહિત દાળ-કઠોળના ભાવથી ગ્રાહકો તો પરેશાન છે, પણ સાથોસાથ વેપારીઓને પણ ધંધો કરવો મુશ્કેલ થઈ રહ્યો હોવાની ફરિયાદ મોટા ભાગના વેપારીઓ કરી રહ્યા છે.

સરકારને બેકાબૂ બનેલી તેલબજાર અને દાળ-કઠોળની બજારને નિયંત્રણમાં લાવવા માટે વેપારીઓ દ્વારા અનેક સૂચનો આપવામાં આવ્યાં છે. શંકર ઠક્કરે જણાવ્યું હતું કે તેલ અને તેલીબિયાં પર પાંચ ટકા ગુડ્સ સર્વિસ ટૅક્સ (GST) છે ત્યાં સુધી બજાર કાબૂમાં આવતી નથી એ હટાવી દેવી જોઈએ. તેલની આયાત પરની ઇમ્પોર્ટ ડ્યૂટીને હટાવી દેવી જોઈએ. સાઉથ એશિયન ઍસોસિયેશન ફોર રીજનલ કૉ-ઑપરેશન  (SAARC) હેઠળ આવતા દેશ નેપાળ અને બાંગ્લાદેશથી ઈમ્પોર્ટ ડ્યૂટી વગર તેલ આયાત કરવામાં આવે છે, એને સાર્વજનિક વિતરણ વ્યવસ્થા (રૅશિનંગ) હેઠળ લાવવું જોઈએ. ત્યાર બાદ આ તેલ ઓછા ભાવે ગરીબ લોકોને આપવું જોઈએ. 

ગજબ કહેવાય! ભારતમાં જુલાઈ મહિનામાં આટલા ટકા સોનાની આયાતમાં થયો વધારો; જાણો વિગત

એ સિવાય હાલ MCX,  NCDEX અને અન્ય કૉમોડિટી એક્સચેન્જમાં થતા વાયદા અને સટ્ટાને તાત્કાલિક બંધ કરાવવો જોઈએ તો એનાથી બજારમાં ભાવ ઘટવામાં મદદ થશે એવી સલાહ પણ વેપારીઓ દ્વારા સરકારને આપવામાં આવી છે. 

August 14, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

તેલીયા રાજાઓની મિલીભગત.. ચીનમાં નિકાસ વધતાં તહેવાર ટાણે ભારતમાં તેલના ભાવો 30 % વધ્યાં.. 

by Dr. Mayur Parikh October 27, 2020
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

27 ઓક્ટોબર 2020

તહેવારો વખતે જ  ચીનમાં નિકાસ વધી જતાં સિંગતેલના ભાવમાં એકાએક વધારો થયો છે. ભાવ 3000 પાસે પહોંચી જાય તો નવાઈ નહીં.. સિંગતેલના ભાવમાં થયેલા ભાવ વધારાને કારણે અનેક ગૃહિણીઓના બજેટ ખોરવાશે. વેપારીઓ કહે છે કે, ગુજરાત સૌરાષ્ટ્રમાં સિંગતેલની માગ વધારે છે. સિંગતેલ માટે સિંગદાણાની આવક હોવી અનિવાર્ય છે. સિંગદાણાની આવક ન હોવાને કારણે આ ભાવ વધારો થયો છે. નાફેડએ ખરીદેલી મગફળી માર્કેટમાં આવે તો તેલના ભાવમાં પરિવર્તન આવી શકે છે. હાલમાં નાફેડ પાસે 5 લાખ ટન મગફળી છે. જો આ મગફળી બજાર કિંમતે વેચાણ અર્થે આવે તો તેલના ડબ્બાના ભાવમાં ફેરફાર થઈ શકે છે..

હાલમાં સિંગતેલની ચીનમાં માગ વધી છે. જેના કારણે ભાવ વધીને 1000ની ઉપર થઈ ગયા છે. આજ સ્થિતિ રહી તો સીંગતેલના ડબ્બાનો ભાવ 2500 નો ભાવ વટાવશે. આ મામલે સરકારે હવે ડુંગળીની જેમ મગફળીમાં પણ પ્રતિબંધો લગાવવા પડશે, નહીં તો આગામી દિવસોમાં ડબાનો ભાવ 3000એ પહોંચી શકે છે.

ગત વર્ષે આ સમયે મગફળીના ભાવ મણદીઠ 850થી 950 હતા. પરંતુ આ વર્ષે રૂ.1 હજારથી 1150 સુધી બોલાઈ રહ્યા છે.. મગફળીની આવક પણ ગત વર્ષની સરખામણીએ 20થી 25 ટકા ઓછી છે. રાજ્યમાં અત્યારે દૈનિક અંદાજે 4 લાખ બોરી મગફળીની આવક થઈ રહી છે.

• ભારે વરસાદથી પાકને અસર, મગફળીનું ઓછું ઉત્પાદન અને જંગી નિકાસને લીધે મોટા ભાગની બ્રાન્ડના ડબાનો ભાવ 2500ને પાર

• ગત વર્ષની સરખામણીએ મગફળીના ભાવ 10 ટકા વધ્યા, સિંગતેલના ભાવમાં 25થી 30 ટકાનો વધારો

• રેકોર્ડ 21 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું પરંતુ વરસાદથી ઉત્પાદન 35 લાખ ટન રહેવા ધારણા

• સરકાર ઝડપથી પગલાં નહીં લે તો સિંગતેલના ડબાનો ભાવ 3 હજાર સુધી પહોંચી જવાની ઓઈલ મિલરોની

દહેશત છે. 

October 27, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક