Tag: Ola showroom

  • Electric Ola Scooter :અરેરેરે…  એવી તે કેવી મજબૂરી! માલિકે શોરૂમ સામે જ OLA સ્કૂટરને હથોડી વડે તોડી નાખ્યું..

    Electric Ola Scooter :અરેરેરે… એવી તે કેવી મજબૂરી! માલિકે શોરૂમ સામે જ OLA સ્કૂટરને હથોડી વડે તોડી નાખ્યું..

    News Continuous Bureau | Mumbai

    Electric Ola Scooter :મધ્યમ વર્ગની વ્યક્તિ એક એક પૈસો બચાવે છે અને પોતાના માટે કાર અથવા બાઇક ખરીદે છે. આવી સ્થિતિમાં જો તેની નવી કારની પ્રથમ સર્વિસ માટે જંગી બિલ આવે તો તેને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. આવું જ કંઈક ઓલા સ્કૂટરના માલિક સાથે થયું, જે પોતાના એક મહિના જૂના ઓલા સ્કૂટરનું સર્વિસ બિલ જોઈને ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં સ્કૂટરને ઓલાના શોરૂમની સામે હથોડા મારીને તોડી નાખ્યું.

    Electric Ola Scooter :જુઓ વિડીયો

    ઓલા સ્કૂટર ગ્રાહકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે આ સ્કૂટર એક મહિના પહેલા ખરીદ્યું હતું અને તેની બેટરી ડેમેજ થઈ ગઈ હતી. શોરૂમ માલિક બેટરી બદલવા માટે 90 હજાર રૂપિયા માંગી રહ્યો હતો. નવા સ્કૂટરના રિપેરિંગનું આટલું મોટું બિલ જોઈને ગ્રાહકનો ગુસ્સો ઊંચો થઈ ગયો.

    Electric Ola Scooter :શોરૂમની સામે ગ્રાહકે સ્કૂટર તોડી નાખ્યું

    આ વિડિયો @nedricknews દ્વારા X પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં સ્કૂટરનો ગ્રાહક ખૂબ જ ગુસ્સામાં છે અને સ્કૂટરને હથોડી મારતો જોવા મળી રહ્યો છે. તે સ્કૂટરને રસ્તા પર ફેંકતો અને હથોડા મારતો જોવા મળે છે. વીડિયોમાં ઓલા ઈલેક્ટ્રિકનો શોરૂમ પણ દેખાઈ રહ્યો છે. ક્લિપમાં જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એક વ્યક્તિ કહે છે કે સ્કૂટરની બેટરી ખરાબ થઈ ગઈ છે અને શોરૂમ તેને રિપેર કરવા માટે 90,000 રૂપિયા માંગી રહ્યો છે. આ સ્કૂટર એક મહિના પહેલા ખરીદ્યું હતું. આ સાંભળીને કેટલાક લોકો સ્કૂટરને આગ લગાડવાની સલાહ પણ આપી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Gold smuggling video : દાણચોરી માટે ગજબનું ભેજું લગાવ્યું, મુસાફર આ રીતે છુપાવીને લાવ્યો સોનુ.. વીડિયો જોઈ મગજ ચકરાઈ જશે..

    Electric Ola Scooter :ગુણવત્તા અને ખરાબ સર્વિસને લઈને ઘણી ચર્ચા

    જણાવી દઈએ કે તાજેતરમાં જ કોમેડિયન કુણાલ કામરા અને ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલ વચ્ચે સ્કૂટરની ગુણવત્તા અને ખરાબ સર્વિસ નેટવર્કને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ઓલા સ્કૂટરના ઘણા ગ્રાહકોએ ભાવિશ અગ્રવાલને ટેગ કરીને ઇન્સ્ટાગ્રામ પર તેમના ક્ષતિગ્રસ્ત સ્કૂટરની તસવીરો પોસ્ટ કરી હતી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Karnataka Ola fire : લ્યો બોલો, નવું સ્કૂટર ખોટવાઈ ગયુ, કંપનીએ ન સાંભળ્યું તો રોષે ભરાયેલા ગ્રાહકે શોરૂમમાં આગ લગાવી; થયું લાખોનું નુકસાન..

    Karnataka Ola fire : લ્યો બોલો, નવું સ્કૂટર ખોટવાઈ ગયુ, કંપનીએ ન સાંભળ્યું તો રોષે ભરાયેલા ગ્રાહકે શોરૂમમાં આગ લગાવી; થયું લાખોનું નુકસાન..

    News Continuous Bureau | Mumbai 

    Karnataka Ola fire : ઇલેક્ટ્રિક વાહનોમાં આગ અને ટેકનિકલ ખામીના કિસ્સાઓ અવાર નવાર સાંભળવા મળે છે. આવો જ એક કિસ્સો કર્ણાટકમાં સામે આવ્યો છે. અહીં એક ગ્રાહક તેના ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ખામીને કારણે કલાબુર્ગીમાં ઓલાના શોરૂમમાં પહોંચ્યો હતો. જ્યાં તે ગ્રાહક સાથે બોલાચાલી થતાં તે ગુસ્સે થઈ ગયો હતો. જે બાદ તેણે શો રૂમમાં જ આગ ચાંપી દીધી હતી. જેના શોરૂમને રૂ.8.5 લાખનું નુકસાન થયું.

    Karnataka Ola fire :જુઓ વિડીયો 

     

    Karnataka Ola fire :ગુસ્સામાં નદીમે પેટ્રોલ રેડીને શોરૂમમાં આગ લગાવી દીધી

    મીડિયા રિપોર્ટ મુજબ મોહમ્મદ નદીમ નામના ગ્રાહકે ઓલા પાસેથી ઇલેક્ટ્રિક કાર ખરીદી હતી. તેણે શોરૂમમાં ફરિયાદ કરી કારણ કે તેણે ખરીદેલી કાર વારંવાર બગડી જતી હતી. પરંતુ નદીમે આરોપ લગાવ્યો કે તેને શોરૂમ તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. મંગળવારે નદીમ અને શોરૂમના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં નદીમે પેટ્રોલ રેડીને શોરૂમમાં આગ લગાવી દીધી હતી. આ આગમાં 6 વાહનો અને કોમ્પ્યુટર સિસ્ટમ બળીને ખાખ થઈ ગયા હતા અને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

    આ સમાચાર પણ વાંચો : Bihar Viral Video: ભારે કરી, આત્મહત્યા કરવા આવેલી યુવતી રેલવે ટ્રેક પર સુઈ ગઈ, પછી લોકો પાયલટ ઉઠાડી.. કર્યો ભારે હંગામો; જુઓ વિડીયો

    Karnataka Ola fire :શોરૂમને સાડા આઠ લાખ રૂપિયાનું નુકસાન 

    પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટનામાં શોરૂમને સાડા આઠ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. દરમિયાન ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી. આગ લાગી ત્યારે શોરૂમ બંધ હતો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)