• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ola - Page 2
Tag:

ola

રાજ્ય

ત્રણ દિવસમાં બંધ કરો- ઓલા – ઉબર અને રેપિડો સામે એક્શન – આ રાજ્ય સરકારે આપ્યા આદેશ- જાણો શું છે કારણ

by Dr. Mayur Parikh October 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એપ બેસડ(App based cab service) કેબ સર્વિસ કંપની ઓલા(Ola), ઉબર(Uber) અને રેપિડો(Rapido)ને મોટો ઝટકો લાગ્યો છે. આગામી ત્રણ દિવસોની અંદર કર્ણાટક(Karnataka) માં પોતાની ઓટો સેવાઓ બંધ કરવી પડશે. 

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ રાજ્યની બસવરાજ બોમાઈ સરકારે(Basavaraj Bommai government) આ કેબ કંપનીઓને ગેરકાયદેસર જાહેર કરતાં આ આદેશ જારી કર્યો છે. કર્ણાટક સરકાર(Karnataka Govt) ના નિર્ણય બાદ કર્ણાટક પરિવહન વિભાગ(Transport department) દ્વારા આ ત્રણેય કેબ સર્વિસ કંપનીઓને નોટિસ(Notice) ફટકારવામાં આવી છે. જેમાં તેમને આગામી ત્રણ દિવસમાં કર્ણાટકમાં તેમની ઓટોરિક્ષા સેવા(Auto service) ઓ બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે આ કેબ કંપનીઓ સામે આવી રહેલી ફરિયાદોને ધ્યાનમાં લઈને સરકારે તેમના પર આ પગલાં લીધાં છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ સહિત થાણે- ડોમ્બીવલીમાં વાતાવરણમાં એકાએક આવ્યો પલટો- અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદની રી-એન્ટ્રી- જુઓ વિડીયો

અહીં ઓલા, ઉબેર અને રેપિડોમાં મુસાફરી કરતા મુસાફરોએ સરકારને ફરિયાદ કરી હતી કે 2 કિ.મી.થી ઓછું અંતર હોય તો પણ કંપનીઓ લઘુત્તમ ભાડું 100 રૂપિયા વસૂલે છે. જ્યારે સરકારના નિયમો અનુસાર, ઓટો ડ્રાઈવર પહેલા 2 કિ.મી. માટે 30 રૂપિયા અને તેના પછી પ્રતિ કિ.મી. 15 રૂપિયા વસૂલ કરી શકે છે.

October 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

ખાનગી એપ સંચાલિત ટેક્સીવાળાઓની દાદાગીરી થશે બંધ, બોમ્બે હાઈકોર્ટે આપ્યો આ આદેશ… જાણો વિગતે

by Dr. Mayur Parikh April 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઍપ સંચાલિત ખાનગી ટેક્સીવાળાઓની દાદાગીરી ખતમ કરતો એક મહત્વનો ચુકાદો કોર્ટે આપ્યો છે. તે મુજબ તમામ કેબ એગ્રિગેટર્સ જેમાં ઓલા અને ઉબેરનો પણ સમાવેશ થાય છે, તેમણે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા મોટર વ્હીકલ એગ્રીગ્રેટર્સ ગાઈડલાઈન્સ 2020નું પાલન કરવાનું આવશ્યક રહેશે.

ઍપ આધારિત ટેક્સીનું સંચાલન કરનારા પાસે ફરિયાદનો નિકાલ લાવવાની સિસ્ટમ એકદમ જટીલ અને બિનપ્રભાવી હોવાની ફરિયાદ સાથે બોમ્બે હાઈ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. તેની ગંભીરતાથી નોંધ લઈને હાઈ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.

એપ આધારિત ટેક્સીને લગતી ફરિયાદને લઈને કોર્ટમાં અરજી કરનારે દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર ભલે કમ્પ્લાસન્સ રિપોર્ટ નોંધે પણ તેમાં પ્રવાસીઓની ફરિયાદને લઈને કંઈ કહેવામાં આવ્યું નથી.તેથી ઍપ સંચાલિત ખાનગી ટેક્સીવાળા પ્રવાસીઓની ફરિયાદને ગણકારતા નથી.
કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર પાસેથી એવી આશા છે કે તેઓ એગ્રીગેટર્સની પાસે દાખલ થયેલી ફરિયાદ અને અનુભવને ધ્યાનમાં રાખે. આ ફરિયાદનો નિકાલ સમયાનુસાર અને સિસ્ટમ મુજબ થવો આવશ્યક છે. રાજ્ય સરકાર પાસે અધિકાર છે કે તેઓ નવા દિશાનિર્દેશ લાગૂ કરે. તેમ જ જે સિસ્ટમ લાગુ કરવામાં આવે છે, તે લોકો માટે કેટલી સરળ છે?

 આ સમાચાર પણ વાંચો : લો બોલો!! પ્રતિબંધો હટતા જ લોકલ ટ્રેનમાં ઊભરાયું કિડયારું, પ્રવાસીઓની સંખ્યા પહોંચી ગઈ આટલા લાખને પાર.. જાણો વિગતે

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ટેક્સી એગ્રીગેટર્સના લાઈસન્સ સંબંધી આવેદન મળવાની સાથે જ પંદર દિવસમાં નિર્ણય લેવાનો રહેશે. જયાં સુધી રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલો મહારાષ્ટ્ર રેગ્યુલેશન ઓફ એગ્રિગેટર્સ રુલ્સ 2021 લાગુ નથી થતો ત્યાં સુધી કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એગ્રીગેટર્સ ગાઈડલાઈન 2020 લાગુ રહેશે.

April 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Thousands of cab drivers to boycott Ola, Uber in Guwahati from today. Here's why
મુંબઈ

તો શું મુંબઈના રસ્તા પરથી ઓલા, ઉબેરની ટેક્સીઓ ગાયબ થઈ જશે? બોમ્બે હાઈકોર્ટે આપ્યો મહત્વનો આદેશ..

by Dr. Mayur Parikh March 8, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai           Ola and Uber will shut down their operation

કાલી-પીલી ટેક્સી અને રિક્ષાવાળાઓની દાદાગીરી સામે મુંબઈગરા માટે એપ આધારિત ટેક્સીઓ બહુ ઉપયોગી સાબિત થઈ છે. પરંતુ 16 માર્ચ બાદ આ એપ આધારિત ટેક્સીઓ રસ્તા પરથી ગાયબ થઈ જાય એવી શક્યતા છે.

ઓલા (Ola), ઉબેર (Uber)જેવી એપ સંચાલિત ખાનગી ટેક્સી કંપનીઓ મહારાષ્ટ્રમાં આવશ્યક લાઈસન્સ વગર સેવા આપી રહી છે, તેની સામે બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) આંખ લાલ કરી છે. જો એપ આધારિત ટેક્સી કંપનીઓને તેમની ટેક્સી સેવા મહારાષ્ટ્રમાં ચાલુ રાખવી હશે, તો તેમણે 16 માર્ચ સુધી આવશ્યક લાયસન્સ માટે રાજ્ય સરકાર પાસે અરજી કરવાની રહેશે એવો ચોખ્ખા શબ્દોમાં બોમ્બે હાઈ કોર્ટે આદેશ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો!!! ધોળો હાથી સાબિત થયેલી એસી લોકલમાં 15 દિવસમાં જ આ કારણથી પ્રવાસીઓની સંખ્યા વધી ગઈ… જાણો વિગતે

જે કંપનીઓ પાસે આવશ્યક લાઈસન્સ નથી એવી કંપનીઓએ ટેકસી સેવા આપવા પર પ્રતિબંધ મૂકવાથી સામાન્ય પ્રવાસીઓને તકલીફ થઈ શકે છે, છતાં આ કંપનીઓએ સરકારી નિયમ અને કાયદાનું પાલન કરવાનું રહેશે એવો નિર્દેશ હાઈકોર્ટે આપ્યો હતો.

એક જનહિત ની અરજી પર ચાલી રહેલી સુનાવણી દરમિયાન ઓલા- ઉબેર જેવી કંપનીઓએ 16 માર્ચ સુધી લાયસન્સ માટે અરજી કરવા માટે કોર્ટે કહ્યું છે.

March 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

નવા વર્ષમાં નાગરિકોને લાગશે ઝટકો! ઓનલાઇન ઓટો-ટેક્સીની બુકિંગ પર પણ ચૂકવવો પડશે GST. જાણો વિગત

by Dr. Mayur Parikh December 10, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021    

શુક્રવાર.

મોંધવારીના બોજા હેઠળ દબાયેલા નાગરોના માથે વધુ બોઝો આવી પડવાનો છે. કેન્દ્ર સરકારે ગુડ્સ સર્વિસ ટેક્સ (GST)ને લઈને નવા નિયમ જાહેર કર્યા છે, જે પહેલી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે. તે મુજબ હવે ઓનલાઇન ઓટો-ટેક્સીના બુકિંગ કરવા પર GST ચૂકવવો પડશે.

કેન્દ્રની મોદીની સરકાર લોકોને મોંઘવારી થી રાહત આપવાને બદલે દિવસેને દિવસે લોકો પર આર્થિક બોજો વધારી રહી છે. હાલમાં જ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો હવે નવા વર્ષમાં નાગરિકોને વધુ ઝટકો લાગવાનો છે. મોબાઈલ એપથી પહેલી જાન્યુઆરી 2022થી ઓટો રિક્ષા બુક કરવું મોંધુ પડશે, જેમાં એપથી ઓટોરિક્ષા બુક કરવા પર ગ્રાહકોને 5 ટકા GST ચૂકવવો પડશે. સરકારના આ નિર્ણય  બાદ જોકે ઓલા અને ઉબેર જેવી ખાનગી કંપનીઓએ સરકારને પુર્ન વિચાર કરવા કહ્યું છે.

મુંબઈમાં કોવિડનો સૌમ્ય લક્ષણો ધરાવતા દર્દીનું પ્રમાણ વધુ, ડેલ્ટા ડેરીવેટીવના 89 ટકા દર્દી નોંધાયા; જાણો વિગત

ખાનગી કંપની ઉબરે બહાર પાડેલી મીડિયા રિલીઝ મુજબ સરકારના આ નિર્ણયથી સરકારને જ નુકસાન થવાનું છે. લોકો ઓનલાઈન બુકિંગ કરવાનું ઓછું કરી દેશે. દેશભરમાં લાખો ઓટો અને ટેક્સીવાળા તેમના પ્લેટફોર્મનો  ઉપયોગ કરી બુકિંગ લેતા હોય છે. એપના માધ્યમથી ઓટો, ટેક્સી બુક કરવાથી તેમને સસ્તું પડે  છે. તેમ જ તેમનો પ્રવાસ પણ સુરક્ષિત હોય છે. સરકારે જોકે આવક રળવાના હેતુથી GST લાગુ કર્યો છે, ત્યારે સામાન્ય નાગરિક ફરી એપ વગર ટેક્સી અને ઓટો પકડતા થઈ જશે. તેમાં સરકારને કોઈ ફાયદો નહીં થાય.

December 10, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

Olaને બિઝનેસ શરૂ કર્યાના 10 વર્ષમાં પહેલીવાર નફો થયો; આટલા કરોડનો નફો: જાણો વિગત

by Dr. Mayur Parikh November 3, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 3 નવેમ્બર, 2021

બુધવાર

મોબાઈલ એપ દ્વારા કેબ સર્વિસ આપતી કંપની ઓલાએ લગભગ 10 વર્ષ પહેલા બિઝનેસ શરૂ કર્યો હતો. આ 10 વર્ષમાં તેને ક્યારેય કોઈ ફાયદો થયો નથી. કંપનીએ કહ્યું કે તેને નાણાકીય વર્ષ 2021 દરમિયાન પ્રથમ વખત ફાયદો થયો છે. 

ઓલા કંપનીએ જણાવ્યું હતું કે માર્ચ 2021ના ​​રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તેનો ઓપરેટિંગ નફો અથવા વ્યાજ, કર, ઘસારા અને ઋણમુક્તિ પહેલાંની કમાણી (EBITDA) રૂ. 89.82 કરોડ હતી. તેના પાછલા નાણાકીય વર્ષમાં, કંપનીને રૂ. 610.18 કરોડની ઓપરેટિંગ ખોટ હતી.

અજબ ગજબ:- આ દેશમાં લગ્ન માટે ભાડા પર બોલાવાય છે સંબંધીઓને, જાણો 1 કલાકનું ભાડું કેટલું?

જાપાનની સોફ્ટબેંક ગ્રુપ-ઇન્વેસ્ટમેન્ટ ઓલાએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન રાઇડ-શેરિંગની ઓછી માંગને કારણે કંપનીની આવકમાં પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં 65 ટકાનો ઘટાડો થયો હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 689.61 કરોડ રૂપિયા હતી. આ પછી પણ, ઓલાને મોટા ખર્ચમાં કાપ અને કર્મચારીઓને ઘટાડીને નફો કરવામાં મદદ મળી હતી. ઓલાની શરૂઆત 2010માં ભાવિશ અગ્રવાલે કરી હતી. Ola આગામી કેટલાક મહિનામાં પબ્લિક ઓફરિંગ (Ola IPO) દ્વારા $1 બિલિયન એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે.

November 3, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

પ્રવાસીઓ માટે સારા સમાચાર : ઓલા-ઉબર ટેક્ષી હવે આનાથી વધુ ભાડું વસૂલી શકશે નહીં.. સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

by Dr. Mayur Parikh November 28, 2020
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

28 નવેમ્બર 2020

ઓલા અને ઉબર જેવી કેબ એપ આધારિત કંપનીઓ પીક અવર્સ દરમિયાન ભાડામાં અનેકગણો વધારો કરી દેતી હોય  છે. પરંતુ હવે સરકારે આ કંપનીઓ ઉપર નકેલ કસી છે. હવે ખાનગી ટેક્ષી ચાલકો માંગ વધે તો ભાડા વધારી શકશે નહીં. કારણકે સરકારે ઓલા અને ઉબર જેવી કેબ એગ્રિગેટર કંપનીઓ પર કેપ લગાવી દીધી હતી. 

સરકારનું આ પગલું મહત્વનું માનવામાં આવી રહ્યું છે કારણ કે કેબ સેવાઓ આપતી કંપનીઓના મહત્તમ ભાડા પર લગામ લગાવવાની  લોકો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતાં. 

ડેટાને સુરક્ષિત રાખવા માટે બનાવેલા  નિયમો મુજબ પ્રવાસીઓ અને કેબના ડેટા ભારતીય સર્વરોમાં ઓછામાં ઓછા ત્રણ મહિના અને ડેટા ઉત્પન્ન થયાની તારીખથી મહત્તમ ચાર મહિના સુધી સાચવવા પડશે. પરંતુ ગ્રાહકોના  ડેટા તેઓની સંમતિ વિના વહેંચી શકાશે નહીં. કેબ એગ્રિગાઇટર્સએ 24X7 કંટ્રોલ રૂમ સેટ કરવો આવશ્યક છે અને બધા ડ્રાઇવરો હંમેશાં કંટ્રોલ રૂમમાં કનેક્ટ હોવા આવશ્યક છે.

નિયમ મુજબ, તળિયાના ભાવોથી 50% ઓછો ચાર્જ કરવાની મંજૂરી આપવામાં આવશે. તે જ સમયે, જો બુક કરાવેલી ટેક્સી રદ કરશો તો કુલ ભાડાનું 10 ટકા હશે પેનલ્ટી આપવાની રહશે. જે રાઇડર અને ડ્રાઇવર બંને માટે 100 રૂપિયાથી વધુ નહીં હોય. ડ્રાઇવરને હવે ડ્રાઇવિંગ પર 80 ટકા ભાડુ મળશે, જ્યારે કંપનીને માત્ર 20 ટકા ભાડુ મળશે. કેન્દ્ર સરકારે એગ્રીગેટરને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકા જારી કરી છે, જેનું પાલન રાજ્ય સરકારો માટે પણ ફરજિયાત રહેશે. જે મોટર વ્હીકલ 1988 એક્ટ મુજબ, 2019 થી લાગુ કરવામાં આવ્યો છે. એમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.

November 28, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક