• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Olpad
Tag:

Olpad

Ayushman Vay Vandana Scheme Gunwantbhai Gandhi, a 78-year-old retired teacher from Olpad, underwent free bypass surgery using the Ayushman Vayavand card.
સુરત

Ayushman Vay Vandana Scheme : આયુષ્યમાન વયવંદના કાર્ડથી ઓલપાડના ૭૮ વર્ષીય નિવૃત શિક્ષક ગુણવંતભાઇ ગાંધીની નિ:શુલ્ક બાયપાસ સર્જરી થઇ..

by kalpana Verat July 11, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Ayushman Vay Vandana Scheme :

 સરકારની આરોગ્યલક્ષી યોજના અમારા જેવા વરિષ્ઠ નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની છેઃ
 આયુષ્યમાન વયવંદના કાર્ડ માત્ર એક સામાન્ય કાર્ડ નથી, મારા જેવા લાખો લોકો માટે આશાનું કિરણ છે:લાભાર્થી ગુણવંતભાઇ ગાંધી

ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો અને ૭૦ વર્ષ કે વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ‘PM જનઆરોગ્ય યોજના’ અમલી છે, જેમાં ગંભીર બીમારી, ઓપરેશન માટે સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે. આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે તારણહાર બની છે. સુરત જિલ્લાના ઓલપાડના શિવમ નગરના વયોવૃદ્ધ ૭૮ વર્ષીય નિવૃત શિક્ષક ગુણવંતભાઇ નાથુભાઇ ગાંધીની ‘આયુષ્યમાન વયવંદના કાર્ડ’થી નિ:શુલ્ક બાયપાસ સર્જરી થઈ છે. ગાંધી પરિવાર પર આર્થિક ભારણ ન પડતા તેમને મોટી રાહત થઈ છે.

Ayushman Vay Vandana Scheme Gunwantbhai Gandhi, a 78-year-old retired teacher from Olpad, underwent free bypass surgery using the Ayushman Vayavand card.

‘સરકારે અમને સહાય કરી ન હોત તો મુશ્કેલીનો પાર ન હોત’ આ શબ્દો સાથે ગુણવંતભાઈ ગાંધી જણાવે છે કે, ૭૮ વર્ષની ઉમરે નિવૃતમય જીવન જીવી રહ્યો હતો. એવા સમયે અચાનક છાતીમાં દુઃખાવો થતા મારી તબિયત વધુ બગડી. ડોક્ટરોએ કહ્યું કે, તત્કાલ બાયપાસ સર્જરી કરાવવી પડશે. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મનમાં મૂંઝવણ પણ હતી. પણ આવા સમયે મારી મદદે ‘વય વંદના કાર્ડ’ આવ્યું. આ યોજના હેઠળ સુરતના રાંદેર સ્થિત શેલ્બી હોસ્પિટલમાં દાખલ થયો જ્યાં ૩૦મી મે- ૨૦૨૫ PM-JAY યોજના હેઠળ બાયપાસ સર્જરી નિ:શુલ્ક થઈ. ચાર દિવસ હોસ્પિટલ બાયપાસ સર્જરી સાથેની સારવાર કર્યા બાદ રજા આપવામાં આવી. ઘરે જવા માટે ભાડું પણ આપવામાં આવ્યું. હાલ હું એકદમ સ્વસ્થ છું. કોઈ પરેશાની નથી. યોગ્ય સમયે સરકારની સહાયથી જીવ તો બચ્યો પણ આર્થિક બોજ પણ ન પડ્યો. એટલે જ વય વંદના કાર્ડ માત્ર એક માત્ર સામાન્ય કાર્ડ નથી, મારા જેવા લાખો લોકો માટે આશાનું કિરણ છે એમ તેમણે ઉમેર્યું હતું.

Ayushman Vay Vandana Scheme Gunwantbhai Gandhi, a 78-year-old retired teacher from Olpad, underwent free bypass surgery using the Ayushman Vayavand card.

આ સમાચાર પણ વાંચો : Auto Rickshaw Theft : મુંબઈમાં રિક્ષામાં મુસાફરી કરનારાઓ સાવધાન! આ વિસ્તારમાં મોટા કૌભાંડનો પર્દાફાશ, પોલીસે કરી ખાસ અપીલ..

વધુમાં તેમણે કહ્યું કે, “આજના સમયમાં જ્યારે આરોગ્ય સેવા ખર્ચાળ બની છે, ત્યારે PM-JAY જેવી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સહિત અમારા જેવા વરિષ્ઠ નાગરિકો માટે સંજીવનીરૂપ છે. આવી યોજનાઓ માત્ર સારવાર પૂરતી નથી, પણ જીવન જીવવા માટે ઓક્સિજન આપે છે. હું દર્દી નથી, પણ સરકારના માનવીય સંવેદનાનો સાક્ષી છું. આરોગ્યની સાર સંભાળ રાખવા બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

July 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Water conservation On the occasion of the birthday of Union Jal Shakti Minister C.R. Patil, more than 10 thousand water recharge bores were gifted in Olpad
સુરત

Water conservation : કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે ઓલપાડ તાલુકામાં ૧૦ હજારથી વધુ વોટર રિચાર્જ બોરની ભેટ

by kalpana Verat March 17, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Water conservation : 

  • ‘જળસંચય જનભાગીદારી’ પહેલ હેઠળ ઓલપાડ તાલુકાના ૧૦૪ ગામોમાં ૧૦ હજાર વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરના કામોનું ખાતમુહૂર્ત કરતા વન, પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
  • એક વીઘા ખેતરમાં ૮થી ૧૦ લાખ લીટર પાણી જમીનમાં ઉતારી શકાય છે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
  • જળસંચયની યોજના એ જળસ્રોતો અને પર્યાવરણના રક્ષણ સાથે ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ બનશે: પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
  • કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે ઓલપાડ તાલુકામાં ૧૦ હજારથી વધુ વોટર રિચાર્જ બોરની ભેટ
  • ઓલપાડના દેલાડ ગામે આયોજિત ખાતમુહૂર્ત સમારોહમાં કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા

કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના જન્મદિન નિમિત્તે જળસંચય જનભાગીદારીથી સમગ્ર ઓલપાડ તાલુકાના ૧૦૪ ગામોમાં ૧૦ હજાર વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરોનું ખાતમુહૂર્ત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ઓલપાડના દેલાડ ગામે આયોજિત ખાતમુહૂર્ત સમારોહમાં કેન્દ્રીય જળ શક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં સુશાસનમાં જનભાગીદારીથી જળસંચય મહાઅભિયાન હવે જનઆંદોલન બન્યું છે. આવનાર સમયમાં પાણીની સ્થિતિ વિકટ ન બને તે માટે દેશમાં સૌથી વધુ જળસંચયના કાર્યો ગુજરાતમાં થઈ રહ્યા છે. આ સાથે દેશમાં લગભગ ૭૦૦ જિલ્લામાં જળસંચય માટે દરેક જિલ્લામાં ૭૫ તળાવો બનાવવામાં આવ્યા છે.

Water conservation On the occasion of the birthday of Union Jal Shakti Minister C.R. Patil, more than 10 thousand water recharge bores were gifted in Olpad

જળ સંગ્રહ માટે ડેમ બનાવવામાં હજારો કરોડનો ખર્ચ થાય છે, તેની સાથે ખેડૂતોની જમીન પણ કપાતમાં જતી હોય છે. અને સમયનો પણ વ્યય થાય છે. તેની સામે એક વીઘા ખેતરમાં ૮થી ૧૦ લાખ લીટર પાણી જમીનમાં ઉતારી શકાય છે અને ખર્ચ પણ પોષાય તેવો થાય છે એમ જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

Water conservation On the occasion of the birthday of Union Jal Shakti Minister C.R. Patil, more than 10 thousand water recharge bores were gifted in Olpad

પોતાના ૭૧મા જન્મદિવસ નિમિત્તે ઓલપાડ તાલુકામાં ૧૦ હજારથી વધુ વોટર રિચાર્જ બોરની ભેટ મળી છે જેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વન, પાણી પૂરવઠા રાજ્ય મંત્રીમુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય જળ શક્તિમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે ઓલપાડ તાલુકાના એક જ મહિનામાં દસ હજાર રેન વોટર હાર્વેસ્ટીંગના કામો પૂર્ણ કરવામાં આવશે. આવનાર સમયમાં જળસંચયની યોજના એ જળસ્રોતો અને પર્યાવરણના રક્ષણ સાથે ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ બનશે. સાથે વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનો આ યોજનાનો હેતુ છે.

Water conservation On the occasion of the birthday of Union Jal Shakti Minister C.R. Patil, more than 10 thousand water recharge bores were gifted in Olpad

વધુમાં મંત્રીશ્રી એ કહ્યું હતું કે, પ્રથમ તબક્કામાં દરેક ગામમાં રિચાર્જ બોરનું કામ પૂર્ણ થયું છે. હવે બીજા તબક્કામાં દરેક ગામમાં ૧૦૦ વોટર રિચાર્જ બોર કરવાના કાર્યનો શુભારંભ થઈ ગયો છે. ગામનું પાણી ગામ અને ખેતરનું પાણી ખેતરમાં રહે તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કેચ ધ રેન અભિયાન સમગ્ર દેશમાં જન આંદોલન બન્યું છે. ઓલપાડ તાલુકાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વપરાશ માટે પાણી ભૂગર્ભમાંથી લેવામાં આવતું હતું, જેનું TDSનું સ્તર ઘણું ઊંચુ હતું. ત્યાર બાદ દરેક ગામમાં દરિયામાં વહી જતું પાણી ભૂગર્ભમાં ઉતારવાથી અને જળસ્તર ઊંચા આવ્યા અને TDS નું પ્રમાણ પણ ઘટ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  Narmada Water : દરિયામાં વહી જતું નર્મદાનું વધારાનું પાણી ગુજરાતના ગામડે-ગામડે પહોંચ્યું, રૂ. ૪,૮૦૪ કરોડથી વધુના ખર્ચે કુલ ૧૩ ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ

વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, દેશ અને રાજ્યમાં પાણીનો અભાવ પણ છે અને પાણીનો પ્રભાવ પણ છે. આવનાર સમયમાં પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણીની બચત થાય તે પણ ખૂબ જરૂરી છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, સરકારે પાણીની બચત માટે સુજલામ સુફલામ યોજના અમલી બનાવી છે. આવનારી પેઢીને કોઈ ઉમદા ભેટ આપવી હોય તો સોસાયટી, ફળિયા, ગામતળમાં જ્યાં જગ્યા મળે ત્યાં વોટર રિચાર્જ ભૂગર્ભ બોર બનાવી જળસંચય ઝુંબેશમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. સાથે એક પેડ મા કે નામ અભિયાન હેઠળ વૃક્ષો વાવેતર સહભાગી બનવા અને પાણીનો સદુપયોગ કરવા સૌને હાંકલ કરી હતી.

Water conservation On the occasion of the birthday of Union Jal Shakti Minister C.R. Patil, more than 10 thousand water recharge bores were gifted in Olpad

આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, તાલુકા સંગઠન પ્રમુખ સુમુલ ડેરી ડિરેક્ટર જયેશ પટેલ, અગ્રણીઓ કુલદીપસિંહ ઠાકોર, કિશન પટેલ, બ્રિજેશ પટેલ, લાલુભાઈ પાઠક, જિલ્લા-તાલુકા પંચાયત સભ્યો, સરપંચો, ગ્રામજનો તેમજ વિવિધ ગામથી વર્ચ્યુઅલ માધ્યમથી નાગરિકો જોડાયા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 17, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
steps taken to protect environment from plastic in Surat, new initiative to provide cloth bags instead of plastic bags in this market
સુરત

Cloth Bag Vending Machine: સુરતમાં પર્યાવરણને પ્લાસ્ટિકના નુકસાનથી બચાવવા લેવાયા મહત્વપૂર્ણ પગલાં, આ બજારમાં પ્લાસ્ટિકની થેલી બદલે કાપડની થેલી આપવાની નવતર પહેલ

by Hiral Meria October 5, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Cloth Bag Vending Machine: સરકારના ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના અંતર્ગત ઓલપાડમાં પ્લાસ્ટિકના વધતા ઉપયોગને રોકવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. આ અભિયાન હેઠળ ઓલપાડ માર્કેટમાં પ્લાસ્ટિક થેલીઓના સ્થાને કાપડની થેલીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વિશેષ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યું હતું. ગ્રાહકો દશ રૂપિયાનો સિક્કો નાખીને કાપડની થેલી મેળવી શકે છે.   

steps taken to protect environment from plastic in Surat, new initiative to provide cloth bags instead of plastic bags in this market

steps taken to protect environment from plastic in Surat, new initiative to provide cloth bags instead of plastic bags in this market

          પર્યાવરણને પ્લાસ્ટિકના ( Plastic Bag ) નુકસાનથી બચાવવા અને સ્વચ્છતા તરફ પગલું ભરવાના હેતુ સાથે ઓલપાડ માર્કેટમાં શાકભાજીનું વેચાણ કરતાં મનીષાબેન જગદીશભાઈ પટેલે આ પહેલ અંગે જણાવ્યું કે,”મોટાભાગના ગ્રાહકો પહેલાં પ્લાસ્ટિકની થેલી માંગતા હતા,પરંતુ હવે લોકો કાપડની થેલી તરફ વળવા લાગ્યા છે. જો કોઈ ગ્રાહક પોતાની થેલી લાવવાનું ભૂલી જાય તો તે વેન્ડીંગ મશીનથી કાપડની થેલી ( Cloth Bag ) મેળવી શકશે, જેનાથી પ્લાસ્ટિકના ઉપયોગમાં ચોક્કસ ઘટાડો થશે. ‘સ્વચ્છતા હી સેવા’ ( Swachhata Hi Seva ) ઝુંબેશ અંતર્ગત આ પહેલથી સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકો બંનેમાં પ્લાસ્ટિકમુક્ત અભિયાનની સમજણ વધશે.

steps taken to protect environment from plastic in Surat, new initiative to provide cloth bags instead of plastic bags in this market

steps taken to protect environment from plastic in Surat, new initiative to provide cloth bags instead of plastic bags in this market

           મનીષાબેને વધુમાં કહ્યું, અમે તમામ ગ્રાહકોને પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ ન કરવાની અપીલ કરી રહ્યા છીએ અને કાપડની થેલીનો ( Cloth Bag Vending Machine )  ઉપયોગ કરવાનું પ્રોત્સાહન આપી રહ્યા છીએ.આ ઝુંબેશ અને વેલ્ડિંગ મશીનની સ્થાપનાથી ઓલપાડ અને આસપાસના વિસ્તારોને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે એક સકારાત્મક પ્રેરણા મળી છે, જેનાથી લોકોને પર્યાવરણ સંરક્ષણમાં ( Environmental protection ) સહભાગી થવાની તક મળી રહી છે. 

steps taken to protect environment from plastic in Surat, new initiative to provide cloth bags instead of plastic bags in this market

steps taken to protect environment from plastic in Surat, new initiative to provide cloth bags instead of plastic bags in this market

આ સમાચાર પણ વાંચો :  Shardiya Navratri 2024 : આજે નવલી નવરાત્રીનું ત્રીજું નોરતું, આજના પાવન દિવસે ઘરે બેઠા કરો ઊંઝામાં બિરાજમાન ઉમિયા માતાના લાઈવ દર્શન..

           ઓલપાડ માર્કેટમાં ( Olpad )  થયેલી આ પહેલ ‘સ્વચ્છ ભારત’ અભિયાન માટે મહત્વનું પગલું છે. આ સાથે કાપડની થેલીઓ દ્વારા પર્યાવરણને બચાવવા લોકોમાં જાગૃતિ પણ ફેલાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

October 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
A new ration card was issued to 52-year-old Abhimanyu within hours considering the health emergency at the Olpad Mamlatdar office.
સુરત

Olpad : ઓલપાડ મામલતદાર કચેરી ખાતે આરોગ્યની આકસ્મિક સ્થિતિને ધ્યાને લઈને કલાકોમાં ૫૨ વર્ષીય અભિમન્યુને નવો રેશનકાર્ડ કાઢી આપવામાં આવ્યો.

by Hiral Meria July 30, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Olpad : ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને જયારે કોઈ જીવલેણ બિમારી આવી પડે તેવા સમયે કેન્દ્ર અને ગુજરાત સરકાર ( Gujarat Government ) દ્વારા આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર અપાય છે, પણ જયારે આવી બિમારી આવે અને લોકો પાસે કાર્ડ ન હોય ત્યારે તેમની હાલત કફોડી થતી હોય છે, ત્યારે આવી આકસ્મિક સ્થિતિમાં સુરત ( Surat ) જિલ્લાના ઓલપાડ મામલતદાર કચેરી દ્વારા ઈમરજન્સીના સમયે તત્કાલમાં રેશનકાર્ડ કાઢી આપવામાં આવ્યો હતો. 

               ઓલપાડના સિવાણ ગામે રહેતા ૫૨ વર્ષીય બાડત્યા અભિમન્યુ કીર્તન જેમને પગના લીગામેન્ટનું તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે તેમ હતું. આ ઓપરેશન આયુષ્યમાન કાર્ડ ( Ayushman Card  ) હેઠળ થતુ હોવાથી તત્કાલ રાશન કાર્ડની જરૂરિયાત ઉભી થઇ. પણ તેઓની પાસે રેશનકાર્ડ ( Ration card ) ન હતો. જેથી તેઓએ ઓલપાડ મામલતદાર કચેરીનો સંપર્ક સાધ્યો. આરોગ્યની ઈમરજન્સી સ્થિતિને જોતા માનવીય અભિગમ અપનાવી તત્કાલ પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા થોડા કલાકોમાં રાશન કાર્ડ કાઢી આપવાની ઉમદા કામગીરી કરવામાં આવી. અરજદારને સરકારી સેવાનો સુખદ અનુભવ થયો હતો અને નેક કામમાં સહાયરૂપ થવા બદલ મામલતદાર ( Olpad Mamlatdar office ) શ્રી તેમજ કર્મચારીઓનો આભાર માન્યો હતો.

આ સમાચાર પણ વાંચો  :  Melanistic Tiger Safari Odisha: ઓડિશામાં પ્રથમ વખત, સિમિલીપાલમાં મેલાનિસ્ટિક વાઘ સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી મંજૂરી મળી.. જાણો વિગતે…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
14 inches of rain fell in Umarpada taluk in four hours, 16 roads in the panchayat area were closed due to heavy rain.
સુરત

Surat: ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં ૧૪ ઈચ વરસાદ વરસ્યો, ભારે વરસાદના કારણે પંચાયત વિસ્તારના ૧૬ રસ્તાઓ બંધ કરાયા..

by Hiral Meria July 15, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Surat: ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી મેધરાજાએ આક્રમક વરસાદી ઈનિંગ આરંભતા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં ૧૪ ઈચ જેટલો ધોધમાર વરસાદ ( Heavy Rainfall ) વરસ્યો હતો. જિલ્લામાં ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં સવારના ૬.૦૦ થી ૮.૦૦ દરમિયાન ચાર ઈચ તથા ૮.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા દરમિયાન ૧૦ ઈચ જેટલો વરસાદ વરસતા ઉમરપાડા ( Umarpada ) તથા માંડવી તાલુકાઓના ૧૬ જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. જરૂર જણાય ત્યાં બંધ રસ્તાઓ પાસે પોલીસ તથા હોમ ગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. 

            જયારે ઓલપાડ ( olpad ) તાલુકામાં સવારના ૬.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા દરમિયાન ૩ મી.મી., માંગરોળ તાલુકામાં ૧૭ મી.મી., માંડવીમાં છ, કામરેજમાં ચાર, બારડોલીમાં ત્રણ, મહુવામાં પાંચ, કામરેજમાં ચાર તથા સુરત શહેરમાં વરસાદી ઝાપટાઓ પડયા હતા. આમ જિલ્લાના ચેરાપુંજી એવા ઉમરપાડા તાલુકામાં સીઝનનો કુલ ૧૦૦૮ મી.મી. એટલે કે, ૪૦ ઈચ વરસાદ વરસ્યો છે.  

આ સમાચાર પણ વાંચો:  Railway line Project: ધોલેરા-ભીમાનાથ ૨૩.૩૩ કિલોમિટર નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી કેન્દ્ર સરકારે કરી

          ભારે વરસાદના ( Heavy Rain ) કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત વિભાગ હસ્તકના એક થી બીજા ગામને જોડતા ૧૬ રસ્તાઓ ઓવર ટોપીંગ તથા કોઝવે ઓવરટોપીંગના કારણે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં ઉમરપાડા તાલુકાના વડપાડથી હલધરી, શરદા થી નવી વસાહત રોડ, શામપુરથી ઉમરઝર, બલાલકુવાથી વહાર, ઉમરઝર સરવણ ફોકડી થી નવાગામ તુંડી, પાડા એપ્રોચ રોડ, ચિતલદા સ્મશાનથી ગોડલીયા, ચંદ્રપાડાથી  ગોપાલીયા, વેલાવી ખરેડીપાડા, બિલવનથી હલધરી જયારે માંડવી તાલુકામાં દેવગઢથી લુહારવડ, કોલખડી અને અંધારવાડી લીમ્દા રસ્તાઓ, ગોડધા લાડકુવા, મોરીઠા થી કાલિબેલ રેગામા, ગોડસંબા કરવલ્લી ટીટોાઇ સાલૈયા વલારગઢ સુધીના રસ્તાઓને બંધ કરવામાં આવ્યા હતા. જેના વિકલ્પ રીતે લોકો અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી શકશે તેવી વિગતો આર.એન.બી. પંચાયત વિભાગ પાસે પ્રાપ્ત થઈ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

July 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Karanj village of Olpad taluka organized a seminar on 'Fruit Crop Planting - A Campaign' under Grow More Fruit Crop.
સુરત

Olpad : ઓલપાડ તાલુકાના કરંજ ગામે “ગ્રો મોર ફ્રુટ ક્રોપ” અંતર્ગત ‘ફળ પાક વાવેતર- એક ઝુંબેશ’ વિષય પર સેમિનાર યોજાયો

by Hiral Meria July 10, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Olpad : ઓલપાડ તાલુકાના કરંજ ગામે “ગ્રો મોર ફ્રુટ ક્રોપ” ( Grow more fruit crops ) અંતર્ગત ‘ફળ પાક વાવેતર- એક ઝુંબેશ’ વિષય પર એકદિવસીય સેમિનાર યોજાયો હતો, જેમાં સુરતના નાયબ બાગાયત નિયામક ડી.કે.પડાલીયાએ ઓન ફિલ્ડ પ્રેક્ટિકલના માધ્યમથી આંબા પાકની ઘનિષ્ઠ ખેતીમાં ટ્રેનિંગ અને પ્રુનિંગ અને તેના મહત્વ વિશે વિસ્તૃત સમજ આપી હતી. નાયબ ખેતી નિયામક (તાલીમ) એન.જી.ગામીતે પ્રાકૃતિક ખેતીના ( organic farming ) મોડેલ, મોડેલ ફાર્મમાં મળવાપાત્ર સરકારી સહાય વિશે જાણકારી આપી હતી. નવસારી કૃષિ યુનિ.ના બાગાયત વિષયના વૈજ્ઞાાનિક ડૉ.પુષ્પરાજ સોલંકીએ આંબા પાકમાં પ્રાકૃતિક ખેતી તેમજ અન્ય ગૌણ ફળપાકો વિશે ચર્ચા કરી કમલમ, સીતાફળ, જામફળ, લીંબુ જેવા વિવિધ ફળપાકોની ખેતી કરવા અનુરોધ કર્યો હતો. કે.વી.કે. ના ડૉ.ભક્તિબેન પંચાલે ખેડૂતોને આંબા પાકની ખેતી દરમ્યાન પ્રારંભિક કાળજી અને પ્રાકૃતિક અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :  Air Kerala: દેશમાં ટૂંક સમયમાં શરુ થશે વધુ એક નવી એરલાઈન, હવાઈ ભાડું પણ હશે સસ્તું.. જાણો વિગતે

           સેમિનારમાં ( Fruit Crop Planting – A Campaign ) ઉપસ્થિત સુરતના ( Surat ) ૯ તાલુકાના ૧૫૦ ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના અંગે માર્ગદર્શન અપાયું હતું. આ વેળાએ કરંજ ગામના પ્રગતિશીલ ખેડૂત મનહરભાઈ લાડના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની ફિલ્ડ વિઝીટ કરાવાઈ હતી, જ્યાં ખેડૂતોને મનહરભાઈએ પોતાની પંચસ્તરીય બાગાયતી ખેતીથી અવગત કરાવ્યા હતા. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

July 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Apply online by this date to get admission in Govt Kumar Hostel - Olpad for higher education
સુરતગાંધીનગર

Olpad: ઉચ્ચ શિક્ષણ માટે સરકારી કુમાર છાત્રાલય-ઓલપાડ ખાતે પ્રવેશ મેળવવા આ તારીખ સુધીમાં ઓનલાઇન અરજી કરવી

by Hiral Meria June 7, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Olpad : આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અતિ પછા, વધુ પછતા, વિચરતી અને વિમુકત, આર્થિક રીતે  પછાતવર્ગ, અનુસુચિત જાતિ અને જનજાતિ જાતિના  મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમાં, આર્ટસ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતક તેમજ ધો.૧૧-૧૨ના તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની ( higher education ) પૂરતી તક આપવા હેતુસર નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ( Viksit Jati Kalyan  ) , ગાંધીનગર દ્વારા સરકારી છાત્રાલયોની ( Government Hostels ) સવલત આપવામાં આવે છે. આવા સરકારી છાત્રાલયોની યાદી  esamajkalyan.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે. ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે સરકારી કુમાર છાત્રાલય-ઓલપાડ ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છુક અને નિયત માપદંડોની પાત્રતા ધરાવતા કુમારોએ પ્રવેશ માટે ઉપરોકત વેબસાઈટનો સંપર્ક કરી તા.૩૦/૦૬/૨૦૨૪ સુધી ઓનલાઈનથી અરજી કરવી. તમામ નિયમો અંગેની વિગતો વેબસાઈટ પરથી મળી રહેશે.  મકાનની ક્ષમતા અને પેટા અનામતના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. વધુ વિગતો માટે નાનપુરા સ્થિત નાયબ નિયામકની વિકસતી જાતિની કચેરીનો સંપર્ક સાધવા સુરતના ( Surat ) જિલ્લા નાયબ નિયામક(વિકસતિ જાતિ) દ્વારા જણાવાયું છે.  

આ સમાચાર પણ વાંચો:  Surat: સુરત જિલ્લાના ખેડૂતોને ડાંગર પાકમાં રોગ-જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે માહિતગાર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીની માર્ગદર્શિકા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Held at Kuwad Primary School of Olpad Taluka- Children's hand-made innovative dishes at the Anandamela attracted attention.
સુરત

Olpad: ઓલપાડ તાલુકાની કુવાદ પ્રાથમિક શાળામાં યોજાયો: આનંદમેળામાં બાળકોએ સ્વહસ્તે બનાવેલી અવનવી વાનગીઓએ આકર્ષણ જમાવ્યું

by Hiral Meria January 4, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Olpad: જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ( District Panchayat Education Committee ) , સુરત ( Surat ) સંચાલિત ઓલપાડ તાલુકાની કુવાદ પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો હતો. શાળાનાં ધો.૮ ના બાળકોનાં  હસ્તે આનંદમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.   આ પ્રસંગે શાળાનાં કુશળ આચાર્ય શ્રીમતી પ્રિતિબેન પટેલે જણાવ્યું હતું કે, આનંદમેળા થકી બાળકોમાં આનંદની સાથોસાથ વ્યવહારિક જ્ઞાન કેળવાય છે, જે તેમની બુદ્ધિમતાને વેગ આપે છે જે થકી તેમનામાં આત્મવિશ્વાસ વધે છે. 

Held at Kuwad Primary School of Olpad Taluka- Children's hand-made innovative dishes at the Anandamela attracted attention.

Held at Kuwad Primary School of Olpad Taluka- Children’s hand-made innovative dishes at the Anandamela attracted attention.

               આનંદમેળામાં ( Anand Mela ) ફ્રુટ સલાડ, આલુપુરી, ખીચું, સેન્ડવીચ, મન્ચાઉં સૂપ, પેટીસ, ઇડલી સંભાર, મંચુરિયન, વડાપાઉં, સમોસા, બટાકાવડા,  બ્રેડ પકોડા, ભેલ, પાણીપુરી જેવી અવનવી વાનગીઓનાં ( Dishes ) વિવિધ સ્ટોલ બાળકો ( Kuwad Primary School ) દ્વારા ઉભા કરવામાં આવ્યા હતાં. જેનો શાળાના ( Students ) બાળકો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ રસાસ્વાદ માણ્યો હતો.       

Held at Kuwad Primary School of Olpad Taluka- Children's hand-made innovative dishes at the Anandamela attracted attention.

Held at Kuwad Primary School of Olpad Taluka- Children’s hand-made innovative dishes at the Anandamela attracted attention.

આ સમાચાર પણ વાંચો :  Knight Frank India Report: ઘરોના વેચાણે અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા… કિંમતોમાં આટલા ટકાનો વધારો છતાં.. આ આઠ મોટા શહેરોમાં વધી માંગ..

                આ પ્રસંગે સરપંચ તેજલબેન પટેલ, સામાજીક અગ્રણી બળવંતભાઈ પટેલ, કિર્તીબેન પટેલ, શિક્ષક સર્વશ્રી જીતેન્દ્ર પટેલ, કલ્પના પટેલ, હીના પટેલ, કામિની પટેલ, અગ્રણી વિજય પટેલ સહિત વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.  

Held at Kuwad Primary School of Olpad Taluka- Children's hand-made innovative dishes at the Anandamela attracted attention.

Held at Kuwad Primary School of Olpad Taluka- Children’s hand-made innovative dishes at the Anandamela attracted attention.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of 'Viksit Bharat Sankalp Yatra' which arrived at Balkus and Malgama villages of olpad taluk.
સુરત

Viksit Bharat Sankalp Yatra: ઓલપાડ તાલુકાના બલકસ અને મલગામા ગામે આવી પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

by Hiral Meria January 1, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Viksit Bharat Sankalp Yatra:  છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ( welfare schemes ) લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશસહ ગામેગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ ( Olpad ) તાલુકાના બલકસ અને મલગામા ( Malgama ) ગામે આવી પહોંચ્યો હતો, જ્યા ગ્રામવાસીઓ સાથે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ( Mukeshbhai Patel ) સંકલ્પ રથનું ઉમળકાભેર સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.  

                 આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સંકલ્પ યાત્રાનો રથ એટલે કે વડાપ્રધાનશ્રીની ગેરેન્ટીવાળી ગાડી ગામે ગામ ફરીને નાનામાં નાના માણસોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ( State government ) બહુવિધ યોજનાઓના લાભો આપી રહી છે. દેશના ૨.૨૫ લાખ ગામોમાં ભ્રમણ કરી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરવા તેમજ લોકોનું જીવનધોરણ સુધારવાનો વિકસિત ભારત યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે. 

                 તેમણે કહ્યું કે, ઓલપાડ વિધાનસભામાં ૧૩,૭૪૭ ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂ.૧.૭૧ કરોડનું ગંગા સ્વરૂપા પેન્શન તેમજ ૩૩,૧૮૯ ખેડૂતોને દર વર્ષે રૂ.૨૦ કરોડની કિસાન સન્માન નિધિની સહાય મળી રહી છે. ઓલપાડ વિધાનસભામાં ગુજરાતમાં સૌથી વધુ ૧૩ હજાર પી.એમ. આવાસ નિર્માણ પામ્યા છે

                 મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ડિજિટલાઇઝેશનને વેગ આપી લોકોના જનધન ખાતા ખોલાવ્યા, જેથી વચેટિયાઓને નાબૂદ કરી લાભાર્થીને પૂરે પૂરો લાભ આપી શકાય. સરકારની પારદર્શક વ્યવસ્થાથી વિકાસના ફળો, આર્થિક સહાય લાભાર્થી સુધી પહોંચી રહી છે. 

                ખેતી, આરોગ્ય, શિક્ષણ જેવા વિવિધ વિભાગોમાં કાર્યરત યોજનાઓનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરતા મંત્રીશ્રીએ વિવિધ યોજનાઓ અને તેના લાભોની જાણકારી આપી હતી. સંકટ સમયની સાંકળ સમાન આયુષ્માન ભારત યોજના સમગ્ર વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે, જેણે વિવિધ શારીરિક સમસ્યાથી પીડાતા ગરીબ લોકોની પરવશતા અને લાચારી દૂર કરી છે એમ જણાવી ગ્રામજનોને તેનો વિશેષત: લાભ લેવા અનુરોધ કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :  ISRO XPoSat Mission: નવા વર્ષના પહેલા જ દિવસે ISRO એ રચ્યો ઈતિહાસ.. ઈસરોનું XSPECT લોન્ચ.. ચંદ્ર બાદ હવે અવકાશનું આ રહસ્ય ઉકેલાશે..

                વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૮ સુધી દેશના ૮૦ કરોડ નાગરિકોને ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવશે, આ યોજના હેઠળ દેશના જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ સમાન બની છે એમ જણાવી મંત્રીશ્રીએ આવનારૂ નવું વર્ષ ૨૦૨૪ ગુજરાત અને દેશ માટે ફળદાયી, સુખદાયી બને એવી આકાંક્ષા વ્યક્ત કરી હતી. 

               બલકસ ગામના સરપંચશ્રી કુલદિપસિંહ ઠાકોરે સ્વાગત પ્રવચન કરી ગામમાં થયેલા વિકાસ કામો અને વિકસિત ભારત યાત્રાના આયોજન અંગેની રૂપરેખા આપી હતી. 

                આ પ્રસંગે તેમજ વિવિધ સ્ટોલ મારફતે ઉપલબ્ધ સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી તેનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધી તેઓના અનુભવ જાણ્યા હતા. સખી મંડળની બહેનોએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવતી નાટિકા રજૂ કરી હતી. 

                આ પ્રસંગે મલગામા ખાતે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, બલકસ ગામે તા.પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી બ્રિજેશ પટેલ, કિશન પટેલ, કિરણ પટેલ, ભક્તિબેન, જીજ્ઞેશભાઈ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગઢવી, તલાટી કમ મંત્રી, આઈસીડીએસ અને તા.આરોગ્ય વિભાગના અધિકારીઓ, આંગણવાડી અને આશાવર્કર બહેનો, સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

. 

January 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of 'Viksha Bharat Sankalp Yatra' which arrived at Veluk village of Olpad taluka.
સુરત

Viksit Bharat Sankalp Yatra: ઓલપાડ તાલુકાના વેલુક ગામે આવી પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

by Hiral Meria December 30, 2023
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai  

Viksit Bharat Sankalp Yatra:  છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ( welfare schemes ) લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશસહ ગામેગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ ( Olpad ) તાલુકાના વેલુક ( Veluk  ) ગામે આવી પહોંચ્યો હતો, જ્યા ગ્રામવાસીઓ સાથે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ( Mukeshbhai Patel ) રથનું ઉમળકાભેર સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.  

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of 'Viksha Bharat Sankalp Yatra' which arrived at Veluk village of Olpad taluka.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of ‘Viksha Bharat Sankalp Yatra’ which arrived at Veluk village of Olpad taluka.

                વનમંત્રીશ્રીએ ( Forest Minister ) વેલુક ગામના તળાવની ફરતે નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ- ગાંધીનગરના વિભાગ અંતર્ગત રૂ.૨૪.૮૧ લાખ ખર્ચે ૧૧૧ મીટર પ્રોટેક્શન વોલનું વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત તથા જિલ્લા પંચાયત ૨૦૨૨-૨૩ની સ્વભંડોળ ગ્રાન્ટ રૂ. ૭.૦૦  લાખના ખર્ચે ઇમ્પ્રુવમેન્ટ એન્ડ સ્ટ્રેથનીગ ઓફ વિલેજ અંતર્ગત ગામના તળાવ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of 'Viksha Bharat Sankalp Yatra' which arrived at Veluk village of Olpad taluka.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of ‘Viksha Bharat Sankalp Yatra’ which arrived at Veluk village of Olpad taluka.

                 આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સંકલ્પ યાત્રાનો રથ ( Sankalp Yatra Rath ) ગામે ગામ ફરીને નાનામાં નાના માણસોને કેન્દ્ર ( Central Government ) અને રાજ્ય સરકારની ( State Government ) બહુવિધ યોજનાઓના લાભો છેવાડાના દરેક નાગરિકોને મળી રહ્યો છે. જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરી લોકોનું જીવનધોરણ સુધારવાનો વિકસિત ભારત યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે. 

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of 'Viksha Bharat Sankalp Yatra' which arrived at Veluk village of Olpad taluka.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of ‘Viksha Bharat Sankalp Yatra’ which arrived at Veluk village of Olpad taluka.

                વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાને ડિજિટલાઇઝેશનને વેગ આપી લોકોના જનધન ખાતા ખોલાવ્યા જેથી વચેટિયાઓને નાબૂદ કરી લાભાર્થીને પુરે પુરો લાભ આપી શકાય. સંકટ સમયની સાંકળ સમાન આયુષ્માન કાર્ડ યોજનાને સમગ્ર વિશ્વની સૌથી મોટી આરોગ્યની યોજના જણાવી ગ્રામજનોને તેનો વિશેષ લાભ લેવા અનુરોધ કર્યો હતો. 

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of 'Viksha Bharat Sankalp Yatra' which arrived at Veluk village of Olpad taluka.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of ‘Viksha Bharat Sankalp Yatra’ which arrived at Veluk village of Olpad taluka.

                તેમણે કહ્યું સરકારની આયુષ્માન કાર્ડ યોજનાએ વિવિધ શારીરિક સમસ્યાથી પીડાતા ગરીબ લોકોની પરવશતા અને લાચારી દૂર કરી છે. સામાન્ય લોકોના આરોગ્ય જાળવણી માટે વડાપ્રધાનશ્રીની દીર્ઘદૃષ્ટિ પ્રતિબિંબ થઈ રહી છે. પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલા ગુણવતાયુક્ત પાકનું બજાર મૂલ્ય પણ સારૂ મળે છે, ત્યારે ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. 

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of 'Viksha Bharat Sankalp Yatra' which arrived at Veluk village of Olpad taluka.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of ‘Viksha Bharat Sankalp Yatra’ which arrived at Veluk village of Olpad taluka.

                દેશની આરોગ્ય ગરિમા જાળવતી સ્વચ્છતાનું મહત્વ સમજાવી તેમણે કહ્યું કે, દરેક નાગરિકે સ્વચ્છતાને પોતાની દિનચર્યાનો ભાગ બનાવવો જોઈએ. સાથે પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિક મુક્ત ગામડાઓ બનાવવા ગ્રામજનો સંકલ્પબધ્ધ થવું જોઈએ. જેથી ગામ,તાલુકા, જિલ્લા અને શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવી સમગ્ર દેશનો વિકાસ સાધી શકાય.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of 'Viksha Bharat Sankalp Yatra' which arrived at Veluk village of Olpad taluka.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of ‘Viksha Bharat Sankalp Yatra’ which arrived at Veluk village of Olpad taluka.

આ સમાચાર પણ વાંચો :  Sandeep Lamichhane: IPL રમી ચૂકેલ નેપાળનો આ ક્રિકેટર બળત્કારના કેસમાં દોષી.. આ તારીખે સજા થશે જાહેર.

                આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું, તેમજ વિવિધ સ્ટોલ મારફતે ઉપલબ્ધ સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી તેનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધી તેઓના અનુભવ જાણ્યા હતા. 

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of 'Viksha Bharat Sankalp Yatra' which arrived at Veluk village of Olpad taluka.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of ‘Viksha Bharat Sankalp Yatra’ which arrived at Veluk village of Olpad taluka.

                આ પ્રસંગે તા.પં.પ્રમુખ નીતાબેન પટેલ, સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, મહામંત્રી કિશનભાઇ પટેલ, કુલદીપસિંહ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, સરપંચ નીરૂબેન સુરતી, ઉપસરપંચ શૈલેષભાઈ, તા.પં કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ, પ્રાંત અધિકારશ્રી, મામલતદારશ્રી, તલાટી કમ મંત્રી, તા.પં સભ્યો, આઈસીડીએસના બહેનો, તા. હેલ્થ ઓફિસર અને મેડિકલ હેલ્થ ઓફિસર, વિવિધ ગામોના સરપંચો, આંગણવાડી અને આશાવર્કર બહેનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of 'Viksha Bharat Sankalp Yatra' which arrived at Veluk village of Olpad taluka.

Minister of State for Forest and Environment Mukeshbhai Patel welcoming the chariot of ‘Viksha Bharat Sankalp Yatra’ which arrived at Veluk village of Olpad taluka.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

December 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક