• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - pakistani actress
Tag:

pakistani actress

badshah react on dating rumors of hania aamir
મનોરંજન

Badshah: પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે ના સંબંધ પર રેપર બાદશાહ એ કર્યો ખુલાસો

by Zalak Parikh November 23, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Badshah: બોલિવૂડ નો લોકપ્રિય રેપર બાદશાહ તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે.બોલિવૂડ નો લોકપ્રિય રેપર બાદશાહ અને પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરના ડેટિંગના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે. થોડા સમય પહેલા બાદશાહ અને હાનિયા આમિર સાથે શોપિંગ કરતા જોવા મળ્યા હતા. આ સમાચાર વચ્ચે હવે બાદશાહે હાનિયા આમિરને ડેટ કરવા અંગે નિવેદન આપ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  A R Rahman lawyer video: એ આર રહેમાન ની વકીલે ખોલી ઇન્ડસ્ટ્રી ની પોલ, જણાવ્યું બોલિવૂડ માં આટલા બધા છૂટાછેડા થવાનું કારણ

બાદશાહ એ તેના અને હાનિયા આમિર ના સંબંધ ને લઈને કર્યો ખુલાસો 

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા બાદશાહે જણાવ્યું કે, ‘હાનિયા મારી ખૂબ સારી મિત્ર છે. અમારા બંને વચ્ચે ખૂબ જ સારો બોન્ડ છે. અમે જ્યારે પણ મળીએ છીએ ત્યારે અમને ખૂબ મજા આવે છે. તે તેના જીવનમાં ખૂબ ખુશ છે અને હું મારું જીવન ખુશીથી જીવી રહ્યો છું. એ વાત સાચી છે કે અમારું સમીકરણ ખૂબ સારું છે, આ જ કારણ છે કે લોકો અમારા સંબંધોને લઈને મૂંઝવણમાં રહે છે. લોકો જે જુએ છે તેને સત્ય તરીકે સ્વીકારે છે.’

दुबई कॉन्सर्ट में पाकिस्तानी एक्ट्रेस हानिया आमिर संग अपने वायरल वीडियो पर क्या बोले बादशाह? सुनिए रैपर का मजेदार जवाब। #DubaiConcert #Badshah #SahityaAajtak24 #ATDigital | @its_badshah @vikrantgupta73 @navjyotrandhawa pic.twitter.com/qVH8Ay5FnR

— AajTak (@aajtak) November 22, 2024


તમને જણાવી દઈએ કે બાદશાહ પહેલેથી જ પરિણીત છે, તેણે વર્ષ 2012માં જાસ્મીન મસીહ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી પણ છે, પરંતુ 2020માં તેમના સંબંધોનો અંત આવ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
munawar faruqui shower love on pakistani actress hania amir
મનોરંજન

Munawar faruqui: આ પાકિસ્તાની અભિનેત્રી ની સુંદરતા પર મોહી પડ્યો મુનાવર ફારુકી, બિગ બોસ વિજેતા ની કોમેન્ટ થઇ વાયરલ

by Zalak Parikh April 26, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Munawar faruqui: મુનાવર ફારૂકી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.મુનાવર એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે અને તાજેતરમાં જ મુનાવર બિગ બોસ નો વિજેતા પર બન્યો હતો. સોશિયલ મીડિયા પર મુનાવર ની મોટી ફેન ફોલોઈંગ છે, જેના કારણે તેની પોસ્ટ્સ અને તેના ફેન્સને કરવામાં આવેલી કોમેન્ટ્સ પણ લાઈમલાઈટમાં આવે છે. હવે મુનાવર ની એક કોમેન્ટ લાઈમલાઈટ માં આવી છે. મુનાવરે પાકિસ્તાની અભિનેત્રી ની તસવીર પર ખૂબ જ સુંદર ટિપ્પણી કરી છે.જેને લઇને તે ચર્ચામાં આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Oops moment: ઉપ્સ મુમેન્ટ નો શિકાર બની રિતિક રોશનની પૂર્વ પત્ની, કંઈક આવી રીતે સુઝેન ખાને સંભાળી બાજી

 

મુનાવર ફારુકી એ કરી પાકિસ્તાની અભિનેત્રી ની તસવીર પર કોમેન્ટ 

પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેના પર તેના ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે આ બધામાં બિગ બોસ વિનર મુનાવર ફારુકી પણ સામેલ છે. જી હા મુનાવર ફારુકી એ પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર ની સુંદરતા પર મોહી પડ્યો છે તેને અભિનેત્રી ની પોસ્ટ પર વાદળી હાર્ટ સાથે  ‘હાય’ લખ્યું છે. મુનાવર ની આ કોમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


મુનાવર ફારુકી નો જન્મ ગુજરાત ના જૂનાગઢ માં થયો હતો. મુનાવર એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે અને તાજેતરમાં જ મુનાવર બિગ બોસ નો વિજેતા બન્યો હતો. આ ઉપરાંત મુનાવર કંગના રાનૌટ ના શો લોક અપ સીઝન 1 નો પણ વિજેતા રહી ચુક્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
pakistani actress hania aamir dances on shahrukh khan film jawan chaleya song
મનોરંજન

Jawan: ભારત ના પાડોશી દેશો પર પણ ચઢ્યો જવાન નો રંગ, પાકિસ્તાન ની આ ફેમસ અભિનેત્રી એ કર્યો શાહરુખ ખાન ની ફિલ્મ ના ગીત પર ડાન્સ, જુઓ વિડીયો

by Zalak Parikh September 25, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Jawan: હાલ શાહરૂખ ખાન તેની ફિલ્મ જવાન ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. શાહરુખ ખાન ના ફેન્સ ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં છે. ભારત ના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ શાહરુખ ખાન ના લાખો ચાહકો છે. ત્યાં તેની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ દિવસોમાં ફિલ્મ ‘જવાન’ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ જવાન ના ગીતો નો પણ ચાહકો માં ક્રેઝ જોવા મળી રહ્યો છે.’જવાન’નું ગીત ‘ચલેયા’ બધાનું ફેવરિટ ગીત બની ગયું છે. અને કેટલાય લોકો એ આ ગીત પર વિડીયો બનાવ્યા છે. હવે પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર પણ આ ગીત પર પોતાની જાત ને ડાન્સ કરતા રોકી શકી નથી. તે મિત્રો સાથે ‘ચલેયા’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.

 

પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે કર્યો જવાન ના ગીત પર ડાન્સ 

પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર શાહરુખ ખાન ની ફેન છે. હાલમાં તેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો એક વિડીયો શેર કર્યો છે જેમાં તે શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ના ગીત ચલેયા’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં હાનિયા ‘ચલેયા’ ગીત પર ડાન્સ કરી રહી છે. તેણે સફેદ ટોપ અને પિંક કલરનો પાયજામા પહેર્યો છે. તે ટીવીની સામે ડાન્સ કરી રહી છે જ્યારે ટીવી પર ‘ચલેયા’ ગીત વાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Hania Aamir 哈尼亚·阿米尔 (@haniaheheofficial)

શાહરુખ ખાન ની ફિલ્મ જવાન નું કલેક્શન 

શાહરુખ  ની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થઇ હતી. આ સાથે ‘જવાન’ અત્યાર સુધીની ચોથી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે.એટલી નિર્દેશિત ફિલ્મ જવાન ફિલ્મે માત્ર હિન્દી ભાષામાં જ 492 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. વિશ્વભરમાં આ આંકડો 1000 કરોડને પાર થવાનો છે.

આ સમાચાર પણ વાંચો: ફિલ્મ ડંકી ના શૂટિંગ માટે કાશ્મીર પહોચ્યો હતો શાહરુખ ખાન, આ રીતે થયું હતું તેનું સ્વાગત

September 25, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
kangana ranaut: pakistani actress nausheen shah wants to slap kangana ranaut for talking about pakistan
મનોરંજન

kangana ranaut: કંગના રનૌત ને થપ્પડ મારવા માંગે છે પાકિસ્તાન ની આ અભિનેત્રી, જાણો શું છે કારણ

by Zalak Parikh September 9, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

kangana ranaut:  કંગના રનૌત અવારનવાર પોતાના નિવેદનોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. પરંતુ આ વખતે તેને પાકિસ્તાની અભિનેત્રી નૌશીન શાહની આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે, જે અભિનેત્રીને તેના દેશ પાકિસ્તાન વિરુદ્ધ બકવાસ બોલવા બદલ ઉગ્રવાદી ગણાવી રહી છે. તેણીએ ત્યાં સુધી કહ્યું કે તે આ માટે તેને થપ્પડ મારવા માંગે છે. કંગના રનૌત પર વિવિધ સમુદાયો વિરુદ્ધ નફરત ફેલાવવાનો અને ખાસ કરીને પાડોશી દેશ વિશે ખરાબ બોલવાનો આરોપ છે. પાકિસ્તાન વિરુદ્ધ સતત નફરતભર્યા નિવેદનો બાદ આ પાકિસ્તાની અભિનેત્રી નૌશીન શાહે કંગના રનૌત વિશે ખુલીને વાત કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Nausheen Shah (@nausheenshah4)

કંગના ને થપ્પડ મારવા માંગે છે નૌશીન 

નૌશીન શાહને તેના એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે તે કઈ બોલીવુડ અભિનેત્રીને મળવા માંગે છે. આના પર નૌશીને કહ્યું કે તે કંગના રનૌતને મળવા માંગશે અને તેને બે થપ્પડ મારવા માંગે છે. નૌશીન કહે છે, “જે રીતે તે મારા દેશ વિશે બકવાસ વાતો કરે છે, જે રીતે તે પાકિસ્તાન આર્મી વિશે વાત કરે છે, હું તેની હિંમતને સલામ કરું છું.” નૌશીન આગળ કહે છે, ‘તેને કોઈ જ્ઞાન નથી પણ દેશ વિશે વાત કરે છે, તે પણ કોઈ બીજાના દેશની. તમારા દેશ પર ધ્યાન કેન્દ્રિત કરો, તમારા અભિનય પર ધ્યાન કેન્દ્રિત કરો, તમારા ડાયરેક્શન પર ધ્યાન કેન્દ્રિત કરો… તમારા વિવાદો અને તમારા ભૂતપૂર્વ બોયફ્રેન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરો… અને ઘણું બધું. તમને શું ખબર છે કે  પાકિસ્તાનમાં લોકો સાથે સારો વ્યવહાર નથી થતો? તમને પાકિસ્તાની આર્મી વિશે શું જાણો છો? તમને અમારી એજન્સીઓ વિશે શું ખબર છે?’ આ પછી નૌશીન કંગના રનૌતની એક્ટિંગ સ્કિલના વખાણ પણ કરે છે પરંતુ સાથે જ તેને એક્સ્ટ્રીમિસ્ટ પણ કહે છે.

આ સમાચાર પણ વાંચો  : Kangana ranaut on Jawan: શું કંગના રનૌતે જોઈ શાહરુખ ખાન ની ફિલ્મ ‘જવાન’? કિંગ ખાન વિશે લખી લાંબી નોટ

September 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
pakistani actress mahnoor baloch says shah rukh khan does not know acting and not handsome
મનોરંજન

Mahnoor baloch : પાકિસ્તાની અભિનેત્રી એ શાહરુખ ખાન ની ઉડાવી મજાક, કિંગ ખાન ના દેખાવ અને એક્ટિંગ વિશે કહી આ વાત

by Dr. Mayur Parikh July 8, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન કોઈ પરિચય પર નિર્ભર નથી. તેણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણું નામ કમાવ્યું છે. પોતાની સાદગી અને રોમેન્ટિક શૈલી માટે પ્રખ્યાત શાહરૂખ ખાનના વિશ્વભરમાં કરોડો ચાહકો છે. પરંતુ તાજેતરમાં એક પાકિસ્તાની અભિનેત્રીએ શાહરૂખ ખાન ફિલ્મ્સની અભિનય કુશળતા અને તેના દેખાવ વિશે ઘણું કહ્યું છે. પાકિસ્તાની અભિનેત્રી મહનૂર બલોચ પોતાની ટિપ્પણીને લઈને ચર્ચામાં આવી છે.

પાકિસ્તાની અભિનેત્રી એ શાહરુખ ખાન વિશે કહી આ વાત

મીડિયા માં છપાયેલા અહેવાલ મુજબ પાકિસ્તાની અભિનેત્રી મહનૂર બલોચે પાકિસ્તાની ટોક શો ‘હદ કરદી’માં શાહરૂખ ખાન વિશે કહ્યું કે તે એક્ટિંગ નથી જાણતો . આટલું જ નહીં, મહનૂરે એમ પણ કહ્યું કે શાહરૂખ એક સારો બિઝનેસમેન છે અને પોતાની માર્કેટિંગ કરવાનું જાણે છે. તેણે કહ્યું, “શાહરૂખ ખાન ખૂબ જ સારું વ્યક્તિત્વ ધરાવે છે પરંતુ જો તમે સુંદર દેખાવા ના બ્યુટી માપદંડો પર નજર નાખો, તો તે તેમાં આવતો નથી. માત્ર એટલું જ છે કે તેનું વ્યક્તિત્વ અને આભા એટલી મજબૂત છે કે તે સારો દેખાય છે. તેની પાસે તે વસ્તુ છે.., પરંતુ ઘણા સુંદર લોકો છે જેમની પાસે ઓરા નથી, તેથી કોઈ તેમની નોંધ લેતું નથી.”

આ સમાચાર પણ વાંચો :  72 hoorain : 72 હુરે રિલીઝ થતા જ નિર્માતા અશોક પંડિતને મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસે કર્યું આ કામ 

શાહરુખ ખાન ની એક્ટિંગ વિશે પાકિસ્તાની અભિનેત્રી એ કહી આ વાત

મહનૂર બલોચે વધુમાં કહ્યું હતું કે, “હું શાહરૂખ ખાન વિશે માનું છું કે તેને એક્ટિંગ નથી આવડતી. તે એક સારો બિઝનેસમેન છે અને પોતાની જાતને કેવી રીતે માર્કેટિંગ કરવું તે જાણે છે. કદાચ તેના ચાહકો અને લોકો મારી સાથે સહમત ન હોય. પરંતુ કોઈ વાંધો નથી. તેની પાસે એક સારો બિઝનેસ છે. વ્યક્તિત્વ, તે પોતાની જાતને સારી રીતે માર્કેટ કરે છે. પરંતુ અન્ય ઘણા સારા અભિનેતાઓ છે જેઓ તેમના જેટલા સફળ નથી.” શાહરૂખ ખાન વિશે મહનૂરની આ ટિપ્પણી બાદ ફેન્સનો ગુસ્સો એક્ટ્રેસ પર ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા લોકો મહનૂરને ઘણી ઠપકો આપી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે મહનૂર શાહરૂખ ખાનનું નામ લઈને લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

 

July 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
pakistani stars also got hooked on rrr actress haniya aamir danced fiercely on naatu naatu
મનોરંજન

પાકિસ્તાની સ્ટાર્સ પર પણ ચડ્યો ‘RRR’ નો ખુમાર, અભિનેત્રી હાનિયા આમીરે નાટુ-નાટુ પર કર્યો જોરદાર ડાન્સ

by Zalak Parikh February 25, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’નું ગીત ‘નાટુ નાટુ’ ભારત સહિત દુનિયાભરમાં ધૂમ મચાવી રહ્યું છે. જ્યારથી ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023માં ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગ નાટુ નાટુ નું બિરુદ આપવામાં આવ્યું છે, ત્યારથી લોકો આ પેપી સોંગ પર ધૂમ મચાવતા પોતાને રોકી શક્યા નથી. હવે આ યાદીમાં પાકિસ્તાન ની જાણીતી અભિનેત્રી હાનિયા આમિરનું નામ પણ સામેલ થઈ ગયું છે.

 

હાનિયા આમિર નો વિડીયો થયો વાયરલ 

ઈન્ટરનેટ પર એક વીડિયો અત્યારે જબરદસ્ત હેડલાઈન્સ બનાવી રહ્યો છે. ખૂબ જ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર ‘નાટુ નાટુ’ ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો જોયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, હાનિયા એક લગ્નમાં હાજરી આપવા આવી હતી, જ્યાં તેણે નાટુ નાટુ ગીત પર શાનદાર ડાન્સ કરીને શો માં ચારચાંદ લગાવી દીધા હતા. ઈન્ટરનેટ પર દરેક જગ્યાએ હાનિયા અને તેના ડાન્સની પ્રશંસા થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by The Wedding Bridge (@theweddingbridge)

નાટુ નાટુ એ જીત્યો ગ્લોબ એવોર્ડ 

તમને જણાવી દઈએ કે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023 પછી ‘નાટુ નાટુ’ ગીતે ઓસ્કર નોમિનેશનમાં પણ પોતાનું સ્થાન બનાવીને દેશની પ્રતિષ્ઠા વધારી છે. આ ગીતનો અદભૂત ક્રેઝ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ, જો આપણે હાનિયા વિશે વાત કરીએ, તો તે પાકિસ્તાનની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. હાનિયા તેની એક્ટિંગની સાથે સુંદરતા માટે પણ જાણીતી છે. આ દિવસોમાં અભિનેત્રી ટીવી શો ‘મુઝે પ્યાર હુઆ થા’માં જોવા મળે છે.

February 25, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
is aryan khan dating pakistani actress sadia khan photo viral
મનોરંજન

નોરા ફતેહી બાદ આ પાકિસ્તાની અભિનેત્રી સાથે જોવા મળ્યો આર્યન ખાન, ફેન્સ થયા કન્ફ્યુઝ, આખરે બંને માંથી કોને ડેટ કરી રહ્યો છે શાહરુખ ખાન નો લાડલો?

by Dr. Mayur Parikh January 9, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને ( aryan khan ) ભલે હજુ ફિલ્મોમાં પગ ન મૂક્યો હોય, પરંતુ તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. તે દરરોજ હેડલાઇન્સ માં રહે છે. હાલમાં જ તેનું નામ બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સાથે જોડાયું હતું અને હવે તે પાકિસ્તાની એક્ટ્રેસ સાદિયા ખાન ( pakistani actress sadia khan ) સાથે રિલેશનશિપમાં હોવાના ( viral ) અહેવાલ છે.

પાકિસ્તાની અભિનેત્રી સાથે ની તસવીર થઇ વાયરલ

તાજેતરમાં નોરા અને આર્યનને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી, પરંતુ હવે તેની પાકિસ્તાની અભિનેત્રી સાદિયા ખાન સાથેની તસવીર વાયરલ થઈ રહી છે, જેના પછી ફરી અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. આ ફોટો વાયરલ થયા બાદ અટકળો વહેતી થઈ રહી છે કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં આર્યન ખાન પાકિસ્તાની અભિનેત્રી સાદિયા ખાન સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. ફોટામાં નોંધનીય બાબત એ છે કે બંને ખૂબ નજીક ઉભા છે. હાલ તો એ બહાર આવ્યું નથી કે આ તસવીર ક્યાંની છે, પરંતુ બંનેની ડેટિંગ ચોક્કસપણે ચર્ચા નો વિષય બની ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Monika Lang (@monikalang02)

 

આ સમાચાર પણ વાંચો: ટ્વીટર પર અમિતાભ બચ્ચનથી થઈ ભૂલ, જાણો એવું તે શું લખ્યું હતું પોસ્ટ માં કે,માફી માંગ્યા પછી પણ બન્યા ટ્રોલ્સ નો શિકાર

 કોણ છે પાકિસ્તાની અભિનેત્રી સાદિયા ખાન

સાદિયા ખાન પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તેને ફિલ્મો ની સાથે ટીવીમાં પણ કામ કર્યું છે. તે ‘ખુદા’ અને ‘મોહબ્બત’ શો માટે જાણીતી છે. આ સાથે અભિનેત્રી ‘લા, ખુદા’ અને ‘મોહબ્બત 2’, ‘શાયદ’, ‘મરિયમ પરેરા’ અને ‘અબ્દુલ્લા ધ ફાઈનલ વિટનેસ’ માં જોવા મળી છે.

January 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

શ્રીદેવીની આ ઓનસ્ક્રિન દીકરીનું દિલ આવ્યું શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન પર -સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ દ્વારા વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ

by Dr. Mayur Parikh September 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાનનો(Shah Rukh Khan) દીકરો આર્યન ખાન(Aryan Khan) ગયા વર્ષે ઘણા નેગેટિવ ન્યૂઝને કારણે હેડલાઇન્સમાં રહ્યો હશે. પરંતુ હવે તે સકારાત્મક કારણોસર પ્રભુત્વ ધરાવે છે.હવે આર્યનની પાછળ એક અભિનેત્રી પણ પાગલ થઈ ગઈ છે અને તેણે સોશિયલ મીડિયા(Social media) પર ખુદ આર્યન પર પ્રેમ વરસાવ્યો છે. અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તે છે અભિનેત્રી સજલ અલી(Sajal Ali). સજલ અલી એક પાકિસ્તાની અભિનેત્રી(Pakistani actress) છે જેણે શ્રીદેવી સાથે ફિલ્મ ‘મોમ’માં કામ કર્યું હતું. અભિનેત્રીએ, હકીકતમાં, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આર્યનનો એક ફોટો શેર કરી ને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

‘મોમ’ ફિલ્મ એક્ટ્રેસ સજલે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં(Insta Story) આર્યનનો જૂનો ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે અનુષ્કા શર્મા (Anushka Sharma) અને શાહરૂખ ખાનનું લોકપ્રિય ગીત 'હવાઈન' (Hawayein) બેકગ્રાઉન્ડમાં ઈન્સ્ટોલ કર્યું છે. સજલે ફોટો પર રેડ હાર્ટ ઇમોજીનો ઉપયોગ કર્યો છે, જેના દ્વારા તે આર્યન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહી છે. ફોટોમાં આર્યન ખાન વ્હાઇટ કલરની ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. સજલ અલીએ આર્યનનો ફોટો શેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સ બની રહ્યા છે. સજલે 2017ની ફિલ્મ ‘મોમ’માં આર્યા સબરવાલનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ શ્રીદેવીની(Sridevi) છેલ્લી ફિલ્મ હતી.

આ સમાચાર પણ વાંચો : જેકલીન ફર્નાન્ડિસ અને નોરા ફતેહી જ નહીં આ બે ટીવી સુંદરીઓએ પણ લીધી હતી ઠગ સુકેશ પાસેથી મોંઘી  ગિફ્ટ- તિહાર જેલમાં પણ ગઈ હતી મળવા 

તમને જણાવી દઈએ કે સજલે વર્ષ 2017માં ફિલ્મ મોમથી બોલિવૂડમાં ડેબ્યૂ(Debut in Bollywood) કર્યું હતું. આ ફિલ્મમાં તે શ્રીદેવીની પુત્રી બની હતી. આ ફિલ્મમાં તેનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ પછી સજલે ઘણા લોકપ્રિય પાકિસ્તાની ટીવી શો અને ફિલ્મોમાં(Pakistani TV shows and movies) કામ કર્યું..સજલ હવે બોલિવૂડના લોકપ્રિય ફિલ્મમેકર શેખર કપૂરના પ્રોજેક્ટમાં જોવા મળશે. ફિલ્મનું નામ ‘વોટ લવ ગોટ ટુ ડુ ઈટ’ છે. આ ફિલ્મનું નિર્દેશન શેખર કપૂર કરી રહ્યા છે. આ એક બ્રિટિશ રોમેન્ટિક કોમેડી ફિલ્મ(British romantic comedy film) હશે જેમાં બોલિવૂડના કેટલાક કલાકારો સિવાય ઈન્ડસ્ટ્રીના બાકીના કલાકારો પણ હશે.આર્યનની વાત કરીએ તો આર્યનને ફિલ્મોમાં પણ રસ છે. જોકે તે એક્ટર બનવા માંગતો નથી. તે ફિલ્મમેકર બનવા માંગે છે અને તેના માટે તે ઘણી તૈયારી પણ કરી રહ્યો છે.

September 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક