• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - pizza
Tag:

pizza

Mumbai Language row Pizza delivery boy harassed by couple for not speaking Marathi
મુંબઈ

Mumbai Language row:મુંબઈમાં પિઝા ડિલિવરી બોય સાથે દંપતીએ કર્યો ઝગડો- ‘મરાઠી બોલો, તભી પૈસે દેંગે’,

by kalpana Verat May 14, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai Language row: મુંબઈમાં ફરી એકવાર હિન્દી-મરાઠી ભાષાનો વિવાદ જોવા મળી રહ્યો છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં, એક ગ્રાહકે પિઝાના પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો કારણ કે ડિલિવરી બોયને  મરાઠી ભાષા આવડતી નહોતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં જ્યારે રાજ ઠાકરેના નેતૃત્વ હેઠળના મનસેએ મુંબઈમાં મરાઠી ન બોલવા બદલ હોબાળો મચાવ્યો હતો, ત્યારે સીએમ ફડણવીસે કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે દરેક વ્યક્તિએ મરાઠી બોલવી જોઈએ પરંતુ તેઓ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગુંડાગીરીને મંજૂરી આપશે નહીં. આવું કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Mumbai Language row: જો પૈસા જોઈતા હોય, તો મરાઠી બોલવી પડશે.

સોમવારે, ભાંડુપ વિસ્તારમાં, એક દંપતી  પિઝા ડિલિવરી બોય સાથે બાખડી પડ્યું કારણ કે તે મરાઠીમાં નહીં પણ હિન્દીમાં બોલી રહ્યો હતો.  રહેણાંક ઇમારતમાં ડોમિનોઝ પિઝાનો ડિલિવરી બોય સોમવારે રાત્રે એક ગ્રાહકને પિઝા પહોંચાડવા આવ્યો હતો ત્યારે  દંપતીએ ડિલિવરી બોયને પૈસા આપવાનો ઇનકાર કરી દીધો કારણ કે તે મરાઠીમાં  વાત કરી શકતો ન હતો. આરોપી દંપતીએ ડિલિવરી બોયને કહ્યું કે જો તેને પૈસા જોઈતા હોય તો તેણે મરાઠી માં વાત પડશે.

#Mumbai में डोमिनोज पिज्जा के डिलीवरी बॉय को कस्टमर ने कहा “मराठी बोलो..तो ही पैसे देंगे..12 मई को भांडुप इलाके में डोमिनोज़ पिज्जा के डिलीवरी बॉय रोहित लेवरे को कस्टमर ने पिज्जा के पैसे देने से मना किया क्योंकि “रोहित को मराठी बोलनी नहीं आती..वीडियो आया सामने..@TNNavbharat pic.twitter.com/4x1X0VRX4N

— Atul singh (@atuljmd123) May 13, 2025

Mumbai Language row: ડિલિવરી બોયને પૈસા લીધા વિના જ પાછા ફરવું પડ્યું. 

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દરવાજાની અંદરથી એક દંપતી કહી રહ્યું છે કે જો પૈસા જોઈતા હોય તો  મરાઠી બોલવી પડશે. આ વિવાદ દરમિયાન, ડિલિવરી બોય તેના ફોનમાં વીડિયો રેકોર્ડ કરતો રહ્યો. આમાં તેમને વારંવાર કહેતા સાંભળી શકાય છે કે શું મરાઠી બોલવું જરૂરી છે. આ બળજબરી છે. વીડિયોમાં દેખાતી એક મહિલા વારંવાર કહી રહી છે કે હા, આ જરૂરી છે. જો તું મરાઠી બોલે તો જ હું તને પૈસા આપીશ. અને અંતે ડિલિવરી બોયને પૈસા લીધા વિના જ પાછા ફરવું પડ્યું. 

Mumbai Language row: ડોમિનોઝ તરફથી કોઈ જવાબ આવ્યો નથી

આ મુદ્દે ડોમિનોઝ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ આ મામલો ફક્ત પિઝા ડિલિવરીનો નથી, પરંતુ મુંબઈમાં હિન્દી વિરુદ્ધ મરાઠી ભાષા વિવાદની બીજી કડી બની રહ્યો છે. તાજેતરમાં, રાજ ઠાકરેની મનસેના કાર્યકરો ઘણી બેંકોમાં ગયા અને બેંક કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું કારણ કે તેઓ મરાઠી બોલતા નથી આવડતું અને કહ્યું કે જો કોઈ મહારાષ્ટ્રમાં કામ કરવા માંગે છે, તો તેણે મરાઠી બોલવી પડશે. હવે આ નવો મામલો પ્રકાશમાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Metro Line 9 : મુંબઈગરાઓની મુસાફરી બનશે વધુ સરળ..આજથી શરૂ થશે દહિસરથી મીરા-ભાયંદર મેટ્રોના ટ્રાયલ રન, જાણો ક્યારથી શરૂ થશે સેવા…

Mumbai Language row: સોશિયલ મીડિયા પર ગુસ્સો ફાટી નીકળ્યો

મરાઠી બોલવાની ફરજ પાડવા અને પિઝા ડિલિવરી બોય સાથે ભાષાના વિવાદ બદલ પણ દંપતીની આકરી ટીકા થઈ રહી છે. ડિલિવરી બોય સાથે ગેરવર્તણૂક કરનારાઓની સોશિયલ મીડિયા પર નિંદા થઈ રહી છે.  એક યુઝર્સે લખ્યું છે કે તેમને ખબર નથી કે એક ગરીબ વ્યક્તિ બે રૂપિયા કેવી રીતે કમાય છે? ભાંડુપ પોલીસે હજુ સુધી આ સંદર્ભમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bread Pizza balls Homemade Cheesy Pizza Balls for kids
વાનગી

Bread Pizza balls: બાળકો માટે બ્રેડ પિઝા બોલ્સ બનાવો, સ્વાદના થઇ જશે દીવાના, આ છે સરળ રેસીપી

by Dr. Mayur Parikh July 19, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
Bread Pizza balls: પિઝા એ એક ફાસ્ટ ફૂડ છે જે ચીઝ અને ઘણા પ્રકારના શાકભાજીની મદદથી તૈયાર કરવામાં આવે છે. બાળકોથી લઈને વડીલો પણ તેને ખાવાના ખૂબ જ શોખીન રહે છે. એટલા માટે પિઝાની ઘણી જાતો છે જેમ કે મિક્સ વેજ પિઝા, ડબલ ચીઝ પિઝા, ટામેટા પિઝા અથવા કેપ્સિકમ પીઝા વગેરે. પરંતુ શું તમે ક્યારેય બ્રેડ પિઝા બોલ્સ પિઝા ટ્રાય કર્યા છે? જો નહીં, તો આજે અમે તમારા માટે બ્રેડ પિઝા બોલ્સ બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. બ્રેડ પિઝા બોલ્સ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સાથે, તે પણ તરત જ તૈયાર થઈ જાય છે, તો ચાલો જાણીએ કે કેવી રીતે બનાવાય છે…

બ્રેડ પિઝા બોલ્સ બનાવવા માટે તમારે જરૂર પડશે…

બ્રેડ, ચીઝ, સ્વીટ કોર્ન, ડુંગળી, કેપ્સીકમ, પીઝા પાસ્તા સોસ, ઓરેગાનો, ચિલી ફ્લેક્સ, પીઝા સીઝનીંગ સોલ્ટ, તેલ, પાણી

આ સમાચાર પણ વાંચો: Surat: ‘અંગદાન એ જ મહાદાન’ – અષાઢી અમાસ એવા દિવાસાનાં શુભ પર્વે સુરતની નવી સિવિલ ખાતેથી છેલ્લા ૬ મહિનામાં ૩૩મું અંગદાન’

કેવી રીતે બનાવવું

બ્રેડ પિઝા બોલ્સ (Bread Pizza balls)બનાવવા માટે સૌથી પહેલા ડુંગળી અને કેપ્સિકમને બારીક સમારી લો. હવે એક વાસણમાં ડુંગળી, કેપ્સિકમ, બાફેલા સ્વીટ કોર્ન ઉમેરો. સાથે જ છીણેલું ચીઝ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીઠું ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને પછી તેમાં પિઝા પાસ્તા સોસ ઉમેરો અને તેને ખૂબ સારી રીતે મિક્સ કરો. હવે બ્રેડના ટુકડા લો અને પછી તેને ચારે બાજુથી કાપી લો. બધી બ્રેડ ના ખૂણા કાઢી લો. હવે બ્રેડ સ્લાઈસને પાણીમાં પલાળી દો અને પછી તેને બંને હાથ વડે દબાવો. હવે તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો અને પછી તેને બધી બાજુથી લપેટીને બોલ બનાવો. બધી બ્રેડ ના બોલ્સ એ જ રીતે બનાવો અને પછી બધી બ્રેડ સાથે આવું કરીને બોલ્સ તૈયાર કરો. હવે તેલ ગરમ કરો અને પછી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. હવે બ્રેડ પિઝા બોલ્સ તૈયાર છે, તેને ચટણી સાથે સર્વ કરો.

July 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Man flies from UK to Italy for pizza
આંતરરાષ્ટ્રીયTop Post

લ્યો બોલો… બ્રિટેનનો આ શખ્સ પીઝા ખાવા ગયો ઈટલી, પિઝા કરતાં સસ્તી કિંમતે માણી ડબલ મજા.. જાણો કેવી રીતે…

by Dr. Mayur Parikh February 22, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પિઝા એ આજકાલના સૌથી લોકપ્રિય ખોરાકમાંથી એક છે. ખાસ કરીને યુવાનોને પીઝા ખૂબ જ ગમે છે. Zomato અને Swiggy જેવી ડિલિવરી સેવાઓ ઘરે બેઠા પિઝા ઓર્ડર કરવાનું શક્ય બનાવે છે. લોકો પિઝા ખાવા માટે અલગ-અલગ જગ્યાએ જાય છે. પરંતુ એક વ્યક્તિ પીઝા ખાવા માટે સીધો બીજા દેશમાં ગયો.

હા, તમે એકદમ બરાબર વાંચ્યું. બ્રિટનનો એક વ્યક્તિ પિઝા ખાવા માટે ઇટાલી ગયો હતો. તેણે પિઝા ખાવા માટે પ્લેનમાં મુસાફરી કરી હતી. જેની કિંમત માત્ર 19.99 પાઉન્ડ એટલે કે માત્ર રૂ.2000 છે. રસપ્રદ વાત એ છે કે બ્રિટનમાં પિઝાની કિંમત લગભગ સમાન છે. એટલે કે પ્લેનની ટિકિટ પિઝાની કિંમત કરતાં સસ્તી છે.

 

View this post on Instagram

 

A post shared by Callum Ryan (@thatonecal)

આ સમાચાર પણ વાંચો : UPI-PayNow: ભારતનું UPI સિંગાપોરના PayNow સાથે જોડાયુ, જાણો સામાન્ય લોકોને શું થશે ફાયદો..

આ વ્યક્તિનું નામ કોલર રેયાન છે. તેણે ઈન્સ્ટા પર પોસ્ટ પણ કરી છે. તેને માત્ર 8 પાઉન્ડમાં પ્લેનની ટિકિટ મળી હતી. તેણે ઈટાલીના એક પિઝેરિયામાં જઈને માર્ગેરિટા પિઝાનો ઓર્ડર આપ્યો. આ પિઝાની કિંમત 11 યુરો છે જે લગભગ 9 પાઉન્ડ છે. તેના યુકે પિઝાની કિંમત £19.99 છે. મુસાફરી અને પિઝા બંને સહિત, તે લગભગ £17 પર આવી. એટલે કે માત્ર 1 હજાર 585 રૂપિયા. પણ ખરેખર કેટલી વિચિત્ર છે. પિઝા જેવા ખાદ્યપદાર્થો મોંઘા છે અને પ્લેનની ટિકિટ સસ્તી છે.

February 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
food recipe with bread make at home
વાનગી

હવે લોટને બદલે બ્રેડમાંથી આ બે રેસીપી તૈયાર કરો, બાળકો અને મોટા બધાને ભાવશે

by kalpana Verat December 7, 2022
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

ચાના સમયે દરેક વ્યક્તિ મસાલેદાર નાસ્તાની માંગ હોય છે. સમોસા, મઠરી, સેવ અને અન્ય ઘણા નાસ્તા ઘણીવાર રિફાઈન્ડ લોટ (floor) થી તૈયાર કરવામાં આવે છે. પરંતુ સફેદ લોટ સ્વાસ્થ્ય માટે વધુ નુકસાનકારક માનવામાં આવે છે. જો ઘરના બાળકો અને વડીલો બધા નાસ્તાની માંગ કરે તો તમે તેને રોટલી સાથે બનાવી શકો છો. સમોસા ખાવા બહાર જવાને બદલે બ્રેડની મદદથી ઘરે જ ઝડપથી બનાવી શકો છો. તો ચાલો જાણીએ બ્રેડમાંથી સરળતાથી બનતા સ્વાદિષ્ટ નાસ્તાની રેસિપી.

બ્રેડમાંથી સમોસા બનાવો જો તમને ચા સાથે સમોસા ખાવાનું મન થાય તો તમે બ્રેડમાંથી ઝડપથી સમોસા બનાવી શકો છો. સમોસા બનાવવા માટે તમારે બેથી ત્રણ બાફેલા બટાકા, ચારથી પાંચ બ્રેડ સ્લાઈસ, ગરમ મસાલો, હળદર પાવડર, જીરું પાવડર, સૂકા કેરીનો પાવડર, બાફેલા લીલા વટાણાની જરૂર પડશે.

આ સમાચાર પણ વાંચો: Heart Attack : હાર્ટ એટેક આવવાના સાઇલેન્ટ સંકેતો કયા છે? તેને કઈ રીતે ઓળખશો અને શું ઉપાય કરવો.

બ્રેડ સમોસા રેસીપી

સમોસા માટે પૂરણ તૈયાર કરવા માટે બાફેલા બટાકાને સારી રીતે મેશ કરો. પછી આ બટેટામાં સ્વાદ મુજબ મીઠું નાખો. સૂકી કેરી પાવડર, ગરમ મસાલા પાવડર, હળદર પાવડર, જીરું પાવડર, ધાણા પાવડર પણ ઉમેરો. બધું બરાબર મિક્સ કરો. એક પેનમાં તેલ ગરમ કરો અને બટેટાના મિશ્રણને સારી રીતે તળી લો. જેથી તેમનો રંગ બદલાય. છરીની મદદથી બ્રેડની સોનેરી કિનારીઓ કાપી લો.
બધી બ્રેડને રોલિંગ પિનની મદદથી રોલ કરીને ચપટી કરો. પછી તેને બે ભાગમાં વહેંચો. સમોસાનું પૂરણ અડધું ભરી લો અને તેને બ્રેડની બંને બાજુ પકડીને ચોંટી લો. પેસ્ટ કરવા માટે પાણીની મદદ લઈ શકાય છે. બધા તૈયાર સમોસા (Samosa) ને પેનમાં નાંખો અને સોનેરી થાય ત્યાં સુધી શેકો. તૈયાર છે ગરમાગરમ ક્રિસ્પી સમોસા, ચા સાથે ખાવાની મજા લો.

પોકેટ પિઝા

પિઝા (Pizza) અને બર્ગર જેવા જંક ફૂડ બાળકોને ખૂબ જ પસંદ આવે છે. જો તમે બાળકને બહારનો ખોરાક ખાવાથી રોકવા માંગતા હોવ તો તેને ઘરે બનાવીને ખવડાવો. બ્રેડની મદદથી પોકેટ પિઝા ઘરે પણ તૈયાર કરી શકાય છે. આ બનાવવા માટે સૌથી પહેલા મનપસંદ શાકભાજી લો. કોળું, કેપ્સિકમ, પનીર, ગાજર, વટાણા, બ્રોકોલી લો અને તેના નાના ટુકડા કરી લો. પછી આ બધા શાકભાજીને પકાવો.
પેનમાં માખણ ઉમેરો અને તેને ગરમ કરો. ગરમ માખણમાં ડુંગળીને ફ્રાય કરો. ડુંગળી તળાઈ જાય એટલે તેમાં રાંધેલા શાકભાજી ઉમેરો. સ્વાદ મુજબ ચીઝ અને મીઠું ઉમેરો. સારી રીતે ભેળવી દો. ફક્ત ભરણ તૈયાર છે. હવે બ્રેડની કિનારીઓને કાપીને રોલ કરો. રોલ્ડ બ્રેડમાં પૂરણ મૂકો અને તેની કિનારીઓને સારી રીતે ચોંટાડો. સ્પૂન કાંટાની મદદથી તેને દબાવો જેથી તેલમાં પ્રવેશતા જ તે ખુલી ન જાય. એક પેનમાં તેલ ગરમ કરો અને ઝડપથી તળી લો. બાળકોને ચોક્કસપણે પોકેટ પિઝાનો સ્વાદ ગમે છે જે ઘરે ઝડપથી તૈયાર થાય છે
December 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

ગજબ કહેવાય- મુંબઈ શહેરના એક કાફેમાં પિઝાને અપાયાં નવાં રંગ-રૂપ- ટેસ્ટ કરવા માટે લાગે છે લોકોની લાઈન- જુઓ વિડીયો- જાણો વિગતે

by Dr. Mayur Parikh July 23, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

જો તમે સોશિયલ મીડિયા(social media) પર સક્રિય રહેતા હોવ તો તમને સોશિયલ મીડિયા પર ઘણી અજીબો ગરીબ અને અટપટી વાનગીઓ જોવા મળી જશે. સોશિયલ મીડિયા પર હાલ વિયર્ડ રેસીપી (weird recipes)એટલે કે અજીબોગરીબ વાનગીઓ બનાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

ગ્રાહકો(customers)ને આકર્ષવા સ્ટ્રીટ વેન્ડર્સ(street vendors) અને દુકાનદારો ઘણી વાનગીઓ પર પ્રયોગો કરતાં હોય છે. કેટલીક વાનગીઓ તો લોકોને પસંદ આવતી હોય છે, જ્યારે કેટલીક વાનગીઓ જાેઈને જ લોકોનું મોં બગડી જતું હોય છે. પિઝાની વાત વાત કરીએ તો ફાસ્ટફુડ(Fast food)માં લોકો પીઝા(Pizza) ખાવાનું પસંદ કરતા હોય છે ત્યારે મુંબઈ(Mumbai)માં પિઝાના આઉટલેટે બ્લેક ચીઝના પિઝા(Black cheese pizza) બનાવ્યા છે.

View this post on Instagram

 

વીડિયોમાં તમે પિઝા જોઈ શકો છો કે જેમાં બ્લેક ચીઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચીઝનો રંગ હલકા પીળા(light yellow colour) રંગનો હોય છે. આવામાં બ્લેક ચીઝ(black cheese)ને જોઈને લોકોને પણ નવાઈ લાગી રહી છે. કેટલાક લોકો આ પિઝાને જોઈને મજા લઈ રહ્યા છે કે શું આ પિઝામાં સિમેન્ટ(cement) નાખવામાં આવ્યો છે? ઘણા લોકોને બ્લેક રંગનું ચીઝ જોઈને મનમાં ઘણી શંકાઓ થતી હશે જ્યારે પિઝા બનાવનારનું કહેવું છે કે પિઝામાં ચીઝનો કાળો રંગ તેમાં નાંખેલી સામગ્રીઓને લીધે આવે છે અને તેમાં કોઈ પણ પ્રકારનો રંગ મિક્સ કરવામાં આવતો નથી.

આ સમાચાર પણ વાંચો : સોનાના ભાવમાં છેલ્લા 10 દિવસથી સતત થઇ રહ્યો છે ઘટાડો-આ છે તે પાછળનું કારણ

પિઝાની કિંમત(price)ની વાત કરીએ તો આ બ્લેક ચીઝ પિઝાની કિંમત ૪૫૦ રૂપિયા છે જેને બે વ્યક્તિઓ આરામથી ખાઈ શકે છે. સોશિયલ મીડિયા પર બ્લેક ચીઝ પિઝાનો વીડિયો વાયરલ છે અને લોકોને બ્લેક ચીઝ પિઝા પસંદ પણ આવી રહ્યા છે.

July 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

જબરો નિયમ : ઈરાનમાં પિત્ઝા ખાતી મહિલાઓની જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો; જાણો વિગત

by Dr. Mayur Parikh October 9, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ઓક્ટોબર,  2021 

રવિવાર.
પિત્ઝા ખાતી મહિલાઓ અને ટીવી પર ચા પીરસતા પુરુષોને જોવું સામાન્ય વાત છે, પરંતુ ઈરાનમાં આવા દૃશ્યોને ટીવી પર દેખાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 
ઈરાનની એક ન્યુઝ વેબસાઇટના અહેવાલ મુજબ, મહિલાઓને ટીવી પર કોઈ લાલ રંગનું પીણું, સેન્ડવિચ કે પિત્ઝા ખાતા બતાવવામાં આવશે નહીં. ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઇરાન બ્રોડકાસ્ટિંગ (IRIB)ની નવી સેન્સરશિપ માર્ગદર્શિકા હેઠળ, મહિલાઓને ચામડાનાં ગ્લવ્સ પહેરીને ટીવી પર બતાવી શકાતી નથી.

 પુરુષો અને સ્ત્રીઓની તસવીરો ખાસ કરીને IRIBના નિર્દેશો દ્વારા ટીવી પર દર્શાવતાં પહેલાં એની સમીક્ષા કરવામાં આવશે. પ્રાપ્ત અહેવાલ મુજબ, IRIBના પબ્લિક રિલેશન્સ ઑફિસર અમીર હુસેન શમશાદીએ જણાવ્યું હતું કે નવી ગાઇડલાઇન્સ હેઠળ તાજેતરના 'ઑડિટ' બાદ નવી ગાઇડલાઇન લાગુ કરવામાં આવી હતી. તેહરાનમાં સત્તાવાળાઓના વિરોધનો સામનો ન કરવા માટે કેટલીક ઈરાની સ્ટ્રીમિંગ સાઇટ્સ સેલ્ફ સેન્સરશિપને અનુસરી રહી છે.

ભારત-ચીન સીમાવિવાદ: લદ્દાખ બાદ હવે આ રાજ્યમાં હિન્દી-ચીની સૈનિકો વચ્ચે ટક્કર; જાણો વિગત
સપ્ટેમ્બરમાં ઈરાની ટૉક શો પિશ્ગુએ અભિનેત્રી એલનાઝ હબીબનો ચહેરો કૅમેરા પર બતાવવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યાર બાદ ઈરાનીઓ સેન્સરશિપના આ નિયમને અસરકારક માને છે. શો દરમિયાન, માત્ર અભિનેત્રી એલનાઝ હબીબનો અવાજ સંભળાયો હતો, ત્યાર બાદ અભિનેતા અમીન તારોખ સહિત તેના ઘણા ચાહકોએ ઇન્સ્ટાગ્રામ પર ફરિયાદ કરી હતી.

લોકોએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'હું ઇચ્છું છું કે ઓછામાં ઓછા મહેમાનનું નામ સબટાઇટલમાં લખેલું હોય' કારણ કે એલનાઝ હબીબનો ચહેરો જરાય જોયો ન હતો. અભિનેતા અમીન તિથીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, કાર્યક્રમની શરૂઆતમાં ખબર નહોતી પડતી કે કયા કલાકાર વિશે વાત કરવામાં આવી રહી છે. કાર્યક્રમના સર્જકોને મહેમાનનો ચહેરો ઢાંકીને શું આનંદ મળે છે. આ સિરિયલ બનાવનાર બિજગે મીડિયાને જણાવ્યું હતું કે IRIBના અધિકારીઓ પરેશાન મહિલાને બતાવવાનું પસંદ કરે છે.

October 9, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

અમેરિકાની મુલાકાતે આવેલા આ દેશના રાષ્ટ્રપતિને ફૂટપાથ પર ખાવો પડયો પિઝા; જાણો કેમ?

by Dr. Mayur Parikh September 22, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

બુધવાર.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 76મી બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોનો સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો છે. ફોટોમાં તેઓ ફૂટપાથ પર ઊભા રહીને પોતાના સહકર્મચારી તથા અધિકારીઓ સાથે પિઝા ખાતા નજરે ચઢયા હતા. આ તસવીર ન્યુયોર્કના ફૂટપાથની હોવાની કહેવાય છે.

ન્યુઝ એજેન્સીના કહેવા મુજબ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયરે હજી સુધી કોવિડ-19ની વેક્સિન લીધી નથી. તેથી નિયમ મુજબ તેમની પાસે વેક્સિનનું સર્ટિફિકેટ બતાવી નહીં શકતા અમેરિકાની હોટલમાં પ્રવેશ કરવાની મંજૂરી મળી નહોતી. તેથી મજબૂરીમાં તેમને હોટલના બદલે ફૂટપાથ પર ઊભા રહીને ખાવું પડયું હતું.  બ્રાઝિલના રાષ્ટ્રપતિના દાવા મુજબ તેમની ઈમ્યુનીટી પાવર વાયરસથી લડવા સક્ષમ છે. તેથી તેમણે વેકિસન લીધી નથી. તેમના સહકર્મચારી અને અધિકારીઓ પાસે પણ કોવિડ વેકિસનનું સર્ટિફિકેટ નહોતું. તેથી તમામ લોકોને હોટલમાં પ્રવેશ મળ્યો નહોતો.

પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષામાં હિન્દુ યુવતીનું નામ ઝળહળ્યું

ફૂટપાથ પર ઊભા રહીને પિઝા ખાવાની તસવીર વાયરલ થયા બાદ તેમના અમુક સમર્થકો તેમને વખાણી રહ્યા છે. તો હજી સુધી વેકિસન નહીં લેવા બદલ  અમુક લોકોએ તેમની ટીકા કરીને તાત્કાલિક વેક્સિન લેવાની સલાહ પણ આપી હતી.

September 22, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

જો તમે પણ પિત્ઝા પર ભરપૂર ઓરેગાનો નાખતા હોવ તો ચેતી જજો; આ આદત તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે

by Dr. Mayur Parikh June 2, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨ જૂન ૨૦૨૧

બુધવાર

પિત્ઝાના રસિયાઓ તેના પર ભરપૂર ઓરેગાનો નાખી પિત્ઝાનો સ્વાદ વધારી પિત્ઝાની જાફત ઉડાવતા હોય છે. એકંદરે એવું મનાય છે કે ઓરેગાનો સ્વાથ્ય માટે સારું છે, પરંતુ તેના વધુ પડતા ઉપયોગથી આડઅસર પણ થઈ શકે છે.

ઓરેગાનોના વધુ પડતા સેવનથી બ્લડ શુગર લેવલ ઓછું થાય છે. ઓરેગાનોનું સેવન લાંબા સમય સુધી કરવાથી સ્કીન એલર્જી પણ જઈ શકે છે. તેમાં સ્કીન પર બળતરા, ખંજવાળ જેવી સમસ્યા થાય છે. સતત ઓરેગાનોના સેવનથી પેટ પર પણ એની ખરાબ અસર થાય છે. પેટમાં બળતરા, અપચો, ગૅસ, કબજિયાત અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન બ્લીડિંગમાં તકલીફ થવાથી મિસકેરેજની શક્યતા પણ વધી શકે છે.

લૉકડાઉનને કારણે આ પિતાએ બાળકની ઔષધી માટે ૩૦૦ કિલોમીટર સાઇકલ પર પ્રવાસ કર્યો; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે ઓરેગાનોમાં અનેક પ્રકારના હર્બ્સ હોય છે, જે પિત્ઝાના ટેસ્ટ અને ફ્લેવરમાં વધારો કરે છે. એથી લોકો પિત્ઝા પર મનભરીને ઓરેગાનો નાખે છે.

June 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

અમેરિકાની પીઝા કંપનીને ઝટકો : વેજ ને બદલે નોન વેજ પિઝા ડીલેવર કરવાના મામલે એક કરોડ રૂપિયા નો દાવો. 

by Dr. Mayur Parikh March 15, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

15 માર્ચ 2021

દિલ્હીના ગાઝિયાબાદ ખાતે એક મહિલાને શાકાહારી ના સ્થાને ભૂલમાં માંસાહારી પીઝા આપવું એક આંતરરાષ્ટ્રીય પીઝા કંપનીને ભારે પડયુ છે. વાત એમ છે કે દિપાલી ત્યાગી નામની મહિલાએ વેજિટેરિયન મશરૂમ પીઝા મંગાવ્યો હતો. તેના સ્થાને કંપનીએ મશરૂમ ની જગ્યાએ માંસના ટુકડા નાખેલો પીઝા દીપાલીને ડીલેવર કરી દીધો. 

હવે આ ગુસ્તાખી ના જવાબ માં દિપાલીએ કોર્ટ નો દરવાજો ખખડાવ્યો છે. દિપાલીએ કોર્ટમાં એક કરોડ રૂપિયા નો કેસ કરી નાખ્યો છે અને માગણી કરી છે કે તેની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ પીઝા કંપનીએ તેને એક કરોડ રૂપિયા આપવા જોઈએ.

કોર્ટે કેસ ને લીધે અમેરિકાની પ્રતિષ્ઠિત પીઝા કંપની એક લાંબી લડાઈ માં ફસાઈ ગઈ છે. મહિલાને ફોસલાવવા માટે કંપનીએ મફત પીઝા આપવાનું વચન આપ્યું. જેને મહિલાએ નકારી દીધું છે.

અત્યાર સુધી અવાર નવાર એવા સમાચાર આવતા હતા કે વેજિટેરિયન દયા અને પ્રેમ થી બીજાને માફ કરી દેતા હતા. પરંતુ હવે લાગી રહ્યું છે કે આ મામલે લાપરવાહી કરનારાઓ ને શાકાહારીઓ પાઠ ભણાવશે.

March 15, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક