• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - price hike - Page 7
Tag:

price hike

વેપાર-વાણિજ્ય

આ 143 વસ્તુઓની વધી શકે છે કિંમતો, GST કાઉન્સિલે ટેક્સ રેટમાં વૃદ્ધિ માટે રાજ્યોની સલાહ માંગી; જાણો શુ છે સરકારનો પ્લાન

by Dr. Mayur Parikh April 25, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai  

સામાન્ય માણસને મોંઘવારીનો(Inflation) મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે.
 
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે GST કાઉન્સિલે(GST council) રાજ્યો પાસેથી 143 આઈટમ્સ પર ટેક્સ GST સ્લેબ(GST slab) વધારવાને લઈને સહેમતી માંગી છે. 

GST કાઉન્સિલે ભલામણ કરી છે કે આમાંથી લગભગ 92 ટકા આઈટમ્સનાં ભાવ 18 ટકા GST ટેક્સ સ્લેબમાંથી હટાવી દઈને 28 ટકા ટેક્સ સ્લેબમાં સામેલ કરવામાં આવે.

જો રાજ્યો પાસેથી પણ આ સજેશન્સ પર સહેમતિ મળી જાય છે, તો આગામી મહિનાથી પાપડ, ગોળ(Jaggery) સહીત 143 ચીજ વસ્તુઓ માટે વધારે પૈસા ખર્ચ કરવા પડશે.

ઉલ્લેખનીય છે કે આગામી મહીને GST કાઉન્સિલની બેઠક(Meetiong) યોજાવાની છે.

 આ સમાચાર પણ વાંચો :  પ્રથમ ગ્રાસે મક્ષિકા.. સપ્તાહના પહેલા જ દિવસે શેરબજારમાં કડાકો, માર્કેટ લાલ નિશાનમાં બંધ; સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ ગગડ્યા
 

April 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

એક અઠવાડિયા પછી હોટલની ડીશના ભાવ વધશે. આ છે કારણ. જાણો વિગતે.

by Dr. Mayur Parikh April 25, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai  
વીકએન્ડ અને રજાઓમાં હોટલો(hotels)માં ફેમિલી સાથે ખાવા જવાના શોખીનો માટે માઠા સમાચાર છે. પહેલી મેથી(1st May) હોટલોમાં જમવા માટે મોટું બિલ (hotel bill)ચૂકવવાની તૈયારી રાખવાની છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ(Ukraine Russia War)ને લીધે ઈંધણ(fuel rate hike)ના ભાવની સાથે જ મોંઘવારીની(inflation) અસર હોટલ અને રેસ્ટોરાં(hotel and restaurant)ના ખાદ્યપદાર્થના ભાવને પડવાની છે.

કોરોના પ્રતિબંધક તમામ નિયંત્રણ (covid restriction)હટી ગયા બાદ હોટલ અને રેસ્ટોરાં પૂર્વવત ભીડ ઊમટી રહી છે. લોકોએ ફરી પરિવાર સાથે રેસ્ટોરાંમાં જમવાનું ચાલુ કરી દીધું છે. હોટલના માલિકો પણ તેનાથી ખુશ હતા. જોકે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધના કારણે ઈંધણના ભાવમાં ધરખમ વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો :  કારોબારી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બજારમાં કડાકો, બંને સૂચકાંકો લાલ નિશાન પર ખુલ્યા; સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટ ડાઉન

ઈંધણના ભાવ વધતા શાકભાજી (vegetable and raw material price hike)સહિતના અન્ય કાચામાલના ભાવમાં તેને કારણે વધારો થયો છે. મોંઘવારીએ પણ માઝા મૂકી છે. આ બધાની અસરને કારણે દરેક વસ્તુઓના ભાવ વધી જતા  હોટલ અને રેસ્ટોરાંમાં મળતા ખાદ્ય પર્દાથ પણ મોંધા થવાના  છે.

આવતા અઠવાડિયાથી હોટલ રેસ્ટોરાની સાથે જ બહાર વેચાતા વડા-પાવં, ઈડલી જેવા અન્ય ખાદ્યપર્દાથની કિંમતમાં પણ 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. હોટલવાળાએ તો પોતાના મેન્યુમાં ભાવ વધારો કરવાની તૈયારી પણ કરી લીધી છે.

April 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

લો બોલો!! મોંધવારીનો માર, પહેલી મેથી વાળ કાપવા પણ મોંધા થશે. જાણો વિગતે.

by Dr. Mayur Parikh April 20, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

સામાન્ય નાગરિકો(Common people)ને મોંઘવારી(Inflation)ની વધુ માર પડવાનો છે. પહેલી મે(1st May)થી સામાન્ય નાગરિકોને વાળ કાપવા (hair cutting) પણ મોંઘા થઈ જવાના છે. મહારાષ્ટ્ર(Maharashtra)માં પહેલી મેથી સલૂન અને પાર્લર(Salon and parlour)ના દર(rate)માં વધારો કરવામાં આવવાનો છે.

આગામી મેથી પાલર્ર અને સલૂનમાં જઈને વાળ કપાવવા અને દાઢી કરાવવું (hair cutting and shaving) મોંઘું પડવાનું છે. સલૂન અને બ્યુટી પાર્લર (Salon and Beauty parlour) પ્રોફેશનલ્સે દરોમાં 30 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં મળેલી ઓનલાઈન બેઠકમાં(Online meeting) આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દરમાં વધારો માત્ર શહેરી જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં(rural rea) પણ લાગુ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : તો શું મહારાષ્ટ્રમાં ફરી માસ્ક ફરજિયાત કરાશે? કેન્દ્રએ લખ્યો પત્ર. જાણો વિગતે

છેલ્લા કેટલાક મહિનામાં મોંઘવારી ઝડપથી વધી છે. કાચા માલના ભાવની સાથે ઈંધણના ભાવમાં(fuel rates) પણ વધારો થયો છે. મોંઘવારી વધવાના કારણે સલૂનના સાથે જોડાયેલા લોકો ભાવ વધારવાની માંગ કરી રહ્યા હતા. એસોસિએશન માં 52000 સલૂન અને બ્યુટી પાર્લર ડ્રાઇવર સભ્યો છે. સલૂન અને બ્યુટી પાર્લર પ્રોફેશનલ્સની ઓનલાઈન મીટિંગમાં 30 ટકા ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.. આ વધારો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને લાગુ પડશે. આ વધારો પહેલી મે, મહારાષ્ટ્ર દિવસથી લાગુ થશે.

આ વધારો વિવિધ પ્રકારની વધતા જતા ફુગાવાના કારણે થયો હોવાનું કહેવાય છે. સલૂન અને બ્યુટીપાર્લર માટે જરૂરી સામગ્રીની કિંમત વધી છે. તે સિવાય, અન્ય પરિબળો પણ ભાવ વધારા તરફ દોરી જાય છે.
 

April 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

આમ જનતાને વધુ એક ઝટકો અદાણીએ CNGના ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો, નવો વધારો આજથી જ અમલી

by Dr. Mayur Parikh April 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

એક મહિનામાં અદાણીના CNG-PNG ગેસના ભાવમાં વધુ એક વધારો થયો છે.

CNG ગેસમાં માં પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. 

અદાણી(Adani) સીએનજી ગેસનો(CNG gas) જૂનો ભાવ 81.59 રૂપિયા હતો, જેમાં વધારો થતા નવો ભાવ 82.59 રૂપિયા થયો છે. 

આ નવો ભાવ વધારો આજથી અમલમાં આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, 15 દિવસમાં કંપની દ્વારા બીજી વાર સીએનજીનો ભાવ વધારાયો છે. આમ એક મહિનામાં આ ત્રીજી વખત ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  બાર કલાકમાં બીજો ઝટકો. સીએનજીના ભાવમાં ફરી વધારો. જાણો આજનો ભાવ વધારો અને નવી કિંમત…

April 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

પડ્યા પર પાટુ.. ઈન્ડોનેશિયામાં ભાવ વધારાને કારણે ભારતમાં પામ ઓઈલ મોંઘુ થવાના એંધાણ? જાણો વિગતે

by Dr. Mayur Parikh April 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ભારતમાં ખાદ્યતેલના ભાવ(Edible Oil)માં હોળી(Holi) પછીના છેલ્લા કેટલાક દિવસોમાં થોડી નરમાઈ જોવા મળી હતી, પરંતુ ગયા ગુરુવારથી ફરી તેજીનો તબક્કો શરૂ થયો છે. આગામી દિવસમાં ભારતમાં ખાદ્યતેલો અને ખાસ કરીને પામ તેલ(Palm oil)ના ભાવમાં ફરી વધારો થવાની શક્યતા છે. પહેલેથી જ મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય માણસ માટે આ મોટો આંચકો હોઈ શકે છે. દેશમાં તાજેતરમાં પેટ્રોલ(petrol), ડીઝલ(diesel), દૂધ(Milk), સીએનજી(CNG) અને પીએનજી(PNG)ના ભાવમાં થયેલો વધારો લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે 

ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મેટ્રોપોલિટન મુંબઈ પ્રાંતના પ્રમુખ શ્રી શંકર ઠક્કરે જણાવ્યું હતું કે ઈન્ડોનેશિયા(Indonesia)માં પામ ઓઈલ સંકટના કારણે ભારત(India)માં ખાદ્યતેલ(Edible Oil)ના ભાવમાં વધારો થઈ શકે છે. વિશ્વમાં પામ તેલના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારોમાંના એક એવા ઈન્ડોનેશિયા(Indonesia)માં પામ ઓઈલની અછત સાથે આ એક ખૂબ જ અલગ કટોકટી છે. અછત એટલી મોટી છે કે ઇન્ડોનેશિયાની સરકારે(Indonesia Govt) કિંમતોને નિયંત્રિત કરવા માટે ઘણા પગલાં લેવા પડ્યા છે. 

શંકર ઠક્કરના જણાવ્યા મુજબ માર્ચ 2021માં, ઇન્ડોનેશિયા(Indonesia)માં એક લિટર બ્રાન્ડેડ રસોઈ તેલની કિંમત 14,000 ઇન્ડોનેશિયન રૂપિયા હતી. માર્ચ 2022 માં, તે વધીને 22,000 ઇન્ડોનેશિયન રૂપિયા થઈ ગઈ હતી. આ રીતે દેશમાં ખાદ્ય તેલમાં એક વર્ષમાં 57%નો વધારો થયો છે. પહેલી ફેબ્રુઆરીના રોજ, ઇન્ડોનેશિયાની સરકારે છૂટક કિંમતની મર્યાદા નક્કી કરી હતી. સ્થાનિક સ્તરે કિંમતોને નિયંત્રિત કરવા ઉપરાંત સરકારે નિકાસકારો માટે નિયમો કડક બનાવ્યા છે. સરકારે નિકાસકારો માટે તેમના આયોજિત શિપમેન્ટના 20 ટકા સ્થાનિક બજારમાં વેચવાનું ફરજિયાત બનાવ્યું હતું અને ત્યારબાદ એક સપ્તાહની અંદર સ્થાનિક બજારમાં 30% વેચવા માટે તેમાં ફેરફાર કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :  બાર કલાકમાં બીજો ઝટકો. સીએનજીના ભાવમાં ફરી વધારો. જાણો આજનો ભાવ વધારો અને નવી કિંમત…

અહીં ઉલ્લેખનીય છે કે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર પામ ઓઈલની અછતને જોતા ઈન્ડોનેશિયાની સરકાર તેની નિકાસ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. ભારત તેનું મોટાભાગનું તેલ ઈન્ડોનેશિયાથી આયાત કરે છે. તેથી, ઈન્ડોનેશિયા(Indonesia)માં પામ ઓઈલની અછતની અસર ટૂંક સમયમાં સ્થાનિક બજારમાં જોવા મળી શકે છે.

ભારત તેના 60% થી વધુ ખાદ્ય તેલ અન્ય દેશોમાંથી આયાત કરે છે. તે જ સમયે, કુલ ખાદ્ય તેલમાં પામ તેલનો હિસ્સો 60 ટકા છે, આવી સ્થિતિમાં જો સરકાર સમયસર ધ્યાન નહીં આપે તો તેલના ભાવને કારણે ભારતની જનતાનું બજેટ બગડી શકે છે એવું બજારના નિષ્ણાતોનું કહેવું છે.

April 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

લીંબુ શરબત પીવું છે? મુંબઈમાં આ છે નવી કિંમત..

by Dr. Mayur Parikh April 15, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

મોંઘવારીની(Inflation) ચક્કીમાં પીસાઈ રહેલા સામાન્ય નાગરિકો માટે હવે સાદુ લીંબુ શરબત (Lemon juice)પીવું પણ મોંઘુ થઈ ગયું છે. ઉનાળા(Summer)ની કાળઝાળ ગરમી(Summer heat)માં રાહત આપનારું લીંબુ શરબત પાંચથી દસ રૂપિયામાં વેચાતું હતું, તે હવે સીધું 15ને 20 રૂપિયા થઈ ગયું છે. 

રેલવે સ્ટેશનોની (Railway Station) બહાર અને ખાસ કરીને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર લીંબુના શરબત પણ વેચાતા બંધ થઈ ગયા હોવાનું જણાય છે. લીંબુ શરબત મોંઘા થતા લોકો ગરમીથી રાહત મેળવવા માટે અન્ય ઠંડાં પીણાં તરફ વળ્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  લીંબુ થયા મોંઘા… હવે નજર કેમ ઉતારવી? યહ લીંબુ હમકો દે દે ઠાકુર… સોશિયલ મીડિયા પર લીંબુ પુરાણ શરૂ.. જુઓ મજેદાર અને હાસ્યાસ્પદ કાર્ટુનો….

દિવસભર ગરમીમાં બહાર કામ કરનારા કામદાર અને શ્રમિક વર્ગ મોટા પ્રમાણમાં ઉનાળાની ગરમીમાં લીંબુ પાણીનો સહારો લેતો હોય છે. પરંતુ સામાન્ય રીતે પાંચ રૂપિયામાં મળતા શરબત હવે લીંબુ મોંઘા થયા હોવાના કારણે 15થી 20 રૂપિયામાં વેચાઈ રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં લીંબુની આવકમાં ઘટાડો થયો છે, તેથી લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. છૂટક બજારમાં લીંબુ પાંચથી દસ રૂપિયામાં મળતા હતા. ઇંધણના ભાવમાં પણ વધારો થયો છે, તેના કારણે પરિવહનનો ખર્ચો વધી ગયો છે. તેથી પણ લીંબુના ભાવમાં વધારો થયો છે.

April 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
 Lemon squeezes pocket as prices hit the roof
વેપાર-વાણિજ્ય

લીંબુ થયા મોંઘા… હવે નજર કેમ ઉતારવી? યહ લીંબુ હમકો દે દે ઠાકુર… સોશિયલ મીડિયા પર લીંબુ પુરાણ શરૂ.. જુઓ મજેદાર અને હાસ્યાસ્પદ કાર્ટુનો….

by Dr. Mayur Parikh April 14, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

નજર ઉતારવા કામ આવતા લીંબુ(Lemon)ને જ બરોબર ઉનાળા(Summer season)ની મોસમમાં નજર લાગી ગઈ છે. બજારમાં 200થી 300 રૂપિયા કિલો લીંબુ વેચાઈ રહ્યા છે. આસમાને પહોંચેલા ભાવને કારણે ગૃહીણીઓના રસોડામાંથી જ નહીં પણ હોટલમાંથી પણ લીંબુ ગાયબ થઈ ગયા છે.

પહેલા બજારમાં 10 રૂપિયામાં 3-4 લીંબુ મળતા હતા, તે હવે 10ને 15 રૂપિયાનું એક લીંબુ થઈ ગયું છે. લીંબુનો કિલોનો ભાવ 200થી 300 રૂપિયા પર પહોંચી ગયો છે. ત્યારે લીંબુના ભાવ પણ હાલ સોશિયલ મીડિયા (social media) પર હોટ ટોપિક બની ગયો છે.

સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટના (alia bhatt) લગ્ન કરતા પણ વધુ હેશટેગ (Hashtags) લીંબુના નામે છે. જાતજાતના મેસેજ અને મીમ્સ(Memes) ફરી રહ્યા છે, જે હસાવી હસાવીને લોટ-પોટ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો  :  ભાઈ લીંબુ અને લસણ સંભાળજો. આ જગ્યાએ ચોરો પૈસા નહીં પણ લીંબુ ચોરી ગયા.. જાણો વિગતે

“આટલા દિવસ સુધી આપણે લીંબુને નીચોવી રહ્યા હતા હવે લીંબુ આપણને નીચોવી રહ્યો છે. થોડા દિવસમાં જ ઝવેરીની દુકાનમાં લીંબુ વેચાતા મળશે. ગયા વર્ષે રેમડેસિવર ઉપલબ્ધ કરાવનારા હવે કોલ કરી રહ્યા છે કે લીંબુ જોઈએ તો કેજો. લીંબુ વેચનારી દુકાનની આજુબાજુ ઈન્કમટેક્સના ઓફિસર તહેનાત છે, અને ખરીદનારા પર નજર રાખી રહ્યા છે. હવે લીંબુ ખરીદવા માટે પેન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ અને ઈન્કમટેક્સ રિટર્નની કોપી આવશ્યક છે. નીંબુ તો બસ ઝાંકી છે, અભી પ્યાઝ-ટમાટર બાકી હે. જિનકે ઘર મેં હો નીંબુ કે પેડ, ઉન્હે દી જા સકતી હૈ ઝેડ પ્લસ સુરક્ષા. લીંબુ વેચનારાઓ હવે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છાપો ના મારે તેનો ડર સતાવી રહ્યો છે. લીંબુ ખરીદનારાઓ હવે ઈન્કમટેક્સના રડાર પર આવી ગયા છે. પેટ્રોલ-ડીઝલ સે મહંગે હુએ નીંબુને કહા-અબ હમેં ચાહિયે ફુલ ઈજ્જત.”

April 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

મોંધવારીનો માર: ઓટો-ટેક્સીમાં ફરવું મોંઘુ પડશે. યુનિયને સરકાર સમક્ષ કરી આટલા રૂપિયાના ભાડા વધારાની માંગ.. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઈંધણના આસમાને ભાવ પહોંચી ગયા છે. તેમાં હવે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે, તેની અસર હવે  સામાન્ય નાગરિકોને ખિસ્સાને પણ વર્તાઈ રહી છે. સીએનજીમાં ભાવ વધારો થતા મુંબઈના ઓટો અને ટેક્સીવાળા યુનિયને મહારાષ્ટ્ર સરકાર સમક્ષ બેથી પાંચ રૂપિયાનો સુધીનો ભાડા વધારાની માગણી કરી છે. તેથી આગામી દિવસમાં ટેક્સી રિક્ષામાં પ્રવાસ કરવો મોંઘો પડી શકે છે.

ઈંધણના દરમાં વધારાની સાથે સીએનજીના દરમાં પણ વધારો થયો છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજનના વિસ્તારમાં સીએનજીના ભાવ કિલોએ 67 રૂપિયા થઈ ગયા છે અને પાઈપ લાઈનના કુકિંગ ગેસના 42 રૂપિયા થઈ ગયા છે. તેથી સીએનજી પણ ચાલતી ટેક્સી અને રિક્ષાવાળાને પણ તેની અસર થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : TATA એ લોન્ચ કરી પોતાની આ સુપર એપ, એક પ્લેટફોર્મ પર થઈ જશે યૂઝર્સના બધા કામ; જાણો તેની વિશેષતા

પહેલાથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં જંગી વધારો થયો છે અને હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે. તેથી ઓટો અને રિક્ષાવાળાને તેનો મોટો ફટકો પડ્યો છે. તેથી યુનિયને ગુરુવારે સરકાર સમક્ષ ભાડામાં ફરી તેઓએ ભાડામાં બેથી પાંચ રૂપિયા સુધીનો વધારો કરવાની માગણી કરી છે, જેમાં ટેક્સીના ભાડામાં પાંચ રૂપિયા વધારો કરવાની માગણી સાથે મિનિમમ ભાડું 25 રૂપિયામાંથી 30 રૂપિયા કરવાની માગણી કરી છે. તો ઓટો રિક્ષામાં બે રૂપિયાનો વધારો કરવાથી મિનિમમ ભાડું 21 રૂપિયાથી વધીને 23 રૂપિયા કરવાની માગણી યુનિયને કરી છે.

April 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

લો બોલો!! ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુ શરબત પીવું પણ થયું મોંઘું, એક લીંબુનો ભાવ સાંભળીને ચોંકી જશો.

by Dr. Mayur Parikh April 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મોંધવારી દિવસેને દિવસે સામાન્ય નાગરિકોના ખિસ્સા ખાલી રહી છે. ઇંધણના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શાકભાજીને લઈને તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે, જેમાં હવે ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપનારું લીંબુ શરબત પીવું પણ મોંઘુ થઈ ગયું છે.

દુનિયાભરના ઠંડા પીણા સામે એકદમ દેશી કહેવાતું લીંબુ શરબત પણ હવે મોંઘુ થઈ ગયું છે. લીંબુના ભાવમાં છેલ્લા થોડા દિવસમાં લગભગ ચાર ગણો વધારો થઈ ગયો છે. રિટેલ માર્કેટમાં એક લીંબુ 10થી 12 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો :  લો બોલો! નિષ્ક્રિય EPF એકાઉન્ટમાં જમા છે અધધ આટલા હજાર કરોડથી પણ વધુ રકમ, જેનું કોઈ પણ નથી દાવેદાર; જાણો વિગતે

ઉનાળાના આકરા તાપમાં કામ હેઠળ બહાર ફરનારાઓ લીંબુનું શરબત, કલિંગર જેવા ફળ રાહત આપે છે. પરંતુ તેના દરમાં પણ ભારે વધારો થયો છે. નવી મુંબઈની વાશીની એપીએમસી બજારમાં  માર્ચમાં દર દિવસે 15થી 20 ટન લીંબુ વેચાતા હતા. હોલસેલમાં લીંબુ 15થી 25 રૂપિયા કિલો પરથી 60થી 100 રૂપિયા પર પહોંચી ગયા છે. એટલે કે રિટેલ બજારમાં  એક લીંબુનો ભાવ 10થી 12 રૂપિયા થઈ ગયો છે.

લીંબુ શરબત આકરી ગરમીમાં રાહત તો આપે છે પણ તેમાં વિટામિન સી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. પાચનશક્તિને વ્યવસ્થિત રાખવામાં પણ તે મહત્વનો ફાળો ભજવે છે. લીંબુ થી લોહી પણ શુદ્ધ થાય છે. કોલેરા અને મલેરિયામાં પણ સારવારમાં તેનો ઉપયોગ થાય છે.

April 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

હવે બ્રેડ પર મસ્કો લગાવવો પડશે મોંઘો, દૂધમાં ફરી ભાવવધારાની આશંકા વચ્ચે અમૂલે બટરના ભાવમાં કર્યો વધારો; જાણો કેટલા રૂપિયા વધ્યા

by Dr. Mayur Parikh April 7, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

અમૂલ દૂધના ભાવ વધારાની આશંકા વચ્ચે બટરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક મંડળીએ તમામ બટર પેકેટના ભાવમાં વધારો કર્યો છે. 

અહેવાલ અનુસાર અમૂલનું 100 ગ્રામનું નાનું બટરનું પેકેટ હવે 52 રૂપિયામાં મળશે.

આ સિવાય 500 ગ્રામ પેકેટના ભાવમાં પણ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : હવે તમારી ટ્રેન મુસાફરી પણ મોંઘી થશે, આ ટ્રેનોના ભાડામાં આવશે 50 રૂપિયા સુધીનો વધારો; જાણો વિગતે 

April 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક