• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - price hike - Page 8
Tag:

price hike

વેપાર-વાણિજ્ય

પડતા પર પાટુ, ગુજરાતમાં સીએનજીના ભાવમાં ફરીથી થયો આટલા રૂપિયાનો વધારો, જાણો આજના નવો ભાવ

by Dr. Mayur Parikh April 7, 2022
written by Dr. Mayur Parikh

 

 News Continuous Bureau | Mumbai

આજે અઠવાડિયાના ચોથા દિવસે એટલે કે ગુરુવારે સીએનજીના ભાવમાં વધારો થયો છે.

અદાણી ગેસ તરફથી સીએનજીના ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

અમદાવાદ શહેરમાં 1 કિલોગ્રામ સીએનજીનો ભાવ 79.59થી વધીને 81.59 રૂપિયા થયો છે. 

જોકે આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલના રોજ અદાણી ગેસ તરફથી સીએનજીના ભાવમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : પેટીએમના શેરમાં શા માટે કડાકો બોલી ગયો? કંપનીના સ્થાપકે જણાવ્યું આ કારણ; જાણો વિગતે

April 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

લો બોલો!!! હવે ઓટો-ટેક્સીવાળાને જોઈએ છે ભાડો વધારો… જાણો વિગતે

by Dr. Mayur Parikh April 6, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પહેલાથી મોંધવારીમાં પીસાઈ રહેલા સામાન્ય મુંબઈગરાના ખિસ્સાને હજી ફટકો પડી શકે છે. મુંબઈના ઓટો અને ટેક્સીવાળાએ બેથી પાંચ રૂપિયાનો સુધીનો ભાડા વધારો માંગ્યો છે.

ઈંધણના દરમાં વધારાની સાથે સીએનજીના દરમાં પણ વધારો થયો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનના વિસ્તારમાં સીએનજીના ભાવ કિલોએ 67 રૂપિયા થઈ ગયા છે અને પાઈપ લાઈનના કુકિંગ ગેસના 42 રૂપિયા થઈ ગયા છે. તેથી સીએનજી પણ ચાલતી ટેક્સી અને રિક્ષાવાળાને પણ તેની અસર થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈની તમામ સ્કૂલના નામના બોર્ડને લઈને BMC એ લીધો આ નિર્ણય, તમામ શાળાઓ માટે તેનું અમલીકરણ રહેશે ફરજિયાત.. જાણો વિગતે

પહેલાથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં જંગી વધારો થયો છે અને હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે. તેથી ઓટો અને રિક્ષાવાળાને તેનો મોટો ફટકો પડ્યો છે. તેથી ફરી તેઓએ ભાડામાં બેથી પાંચ રૂપિયા સુધીનો વધારો કરવાની માગણી કરી હોવાનો યુનિયનના સભ્યએ કહ્યું હતું.

April 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

પેટ્રોલ ડીઝલ પછી CNGના ભાવમાં તોતિંગ વધારો. ગુજરાતમાં કિંમત વધી. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 6, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં કિલો દીઠ રૂપિયા 6.45નો વધારો કરતાં કુલ કિંમત રૂપિયા 76.98 થયો છે.

CNGમાં ભાવ વધારો 6, એપ્રિલની મધ્ય રાત્રીથી નોંધાયો છે.

પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત CNGની કિંમતમાં સતત ભાવ વધારાનું વલણ યથાવત રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  કલમ 370 દૂર થયા બાદ પહેલી વખત પીએમ મોદી જશે જમ્મુ કાશ્મીરના પ્રવાસે, કાશ્મીરી પંડિતો સાથે મુલાકાત કરી શકે છે મુલાકાત; જાણો વિગતે
 

April 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ઈંધણ બન્યું ‘દોહ્યલું’, 14 દિવસમાં 12 વખત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ; ફટાફટ જાણો આજનો ભાવ

by Dr. Mayur Parikh April 4, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ચૂંટણી બાદ સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે

આજે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 40 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. 

આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 103.81 રૂપિયા અને ડીઝલ 95.07 રૂપિયા પ્રતિ લીટર થયું છે. 

મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 42 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. 

પેટ્રોલના ભાવ ₹118.83 અને ડીઝલના ભાવ 43 પૈસા વધીને ₹103.07 પ્રતિ લિટર થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 14 દિવસમાં આ 12મી વખત ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  2400 કરોડ એકત્રિત કરવા આ કંપની IPO લાવશે. SEBI સમક્ષ ડ્રાફ્ટ પેપર રજૂ કરાયા; જાણો કઈ છે તે કંપની

April 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

હવાઇ મુસાફરી કરવી બનશે વધુ મોંઘી, નવો મહિનો શરૂ થતાં જ ફ્યૂલના ભાવમાં થયો આટલા ટકાનો વધારો; વિમાની ઈંધણના ભાવ ઓલ ટાઈમ હાઈ

by Dr. Mayur Parikh April 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

નવા નાણાકીય વર્ષની શરૂઆતથી સીએનજીના ભાવમાં ફેરફાર બાદ હવે હવાઈ મુસાફરી પણ મોંઘી થઈ રહી છે. 

એપ્રિલ મહિનાના પ્રથમ દિવસે જ જેટ ફ્યૂલ અથવા એર ટર્બાઇનના ભાવ વધી ગયા છે. 

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જેટ ફ્યૂલની ભાવમાં 2 ટકાનો વધારો કરી દીધો છે. 

આ ભાવ વધારા બાદ જેટ ફ્યૂલના ભાવ 1,12,924.83 રૂપિયા પ્રતિ કિલોલીટરના રેકોર્ડ પર પહોંચી ગયો છે. 

ઉલ્લેખનીય છે કે એટીએફના ભાવમાં આ વર્ષે 7મીવાર વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો : નવા નાણાકીય વર્ષે જ CNG વાહન ચાલકોને લાગ્યો મોટો ઝટકો, અદાણી ગેસે ભાવમાં એક ઝાટકે કર્યો આટલા રૂપિયાનો તોતિંગ વધારો; જાણો નવા ભાવ

April 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ક્યાં જઇને અટકશે આ મોંઘવારી? પેટ્રોલ ડીઝલ બાદ હવે પેરાસિટામોલ સહિત 800 દવાઓ આ મહિનાથી થશે મોંઘી, જાણો કેટલો થશે ભાવ વધારો

by Dr. Mayur Parikh March 26, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક મહિનામાં ઈંધણ, ઘરગથ્થુ ગેસ, ખાદ્યતેલ વગેરેના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારી વધવાથી નાગરિકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે હવે એક નવી માહિતી સામે આવી રહી છે. એપ્રિલથી આવશ્યક દવાઓના ભાવમાં સીધા 10 ટકાનો વધારો થશે. આ દવાઓમાં આવશ્યક દવા પેરાસિટામોલનો પણ સમાવેશ થાય છે. જેના કારણે શહેરીજનોએ ભારે હાલાકી ભોગવવી પડશે.

પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્ર સરકારે સુનિશ્ચિત દવાઓના ભાવમાં વધારાને મંજૂરી આપી છે, એપ્રિલની શરૂઆતમાં 800 થી વધુ દવાઓના ભાવમાં 10.7 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. જેમા તાવ, હ્રદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, ત્વચા રોગ અને એનીમિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે. નેશનલ ફાર્મા પ્રાઈઝિંગ ઓથોરિટી(NPPA) ના જણાવ્યા મુજબ આ દવાઓના ભાવ WPI ના આધારે નક્કી કરાય છે. 

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો માર! ઈંધણની કિંમતોમાં ભડકો, અઠવાડિયામાં પેટ્રોલ 3.20 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું, જાણો આજે ભાવમાં કેટલો વધારો થયો

કોરોના મહામારી આવ્યા બાદ ફાર્મા ઉદ્યોગ સતત દવાઓના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં, સૂચિત દવાઓના ભાવમાં 10.7 ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે. અત્રે જણાવવાનું કે શિડ્યૂલ ડ્રગ્સમાં જરૂરી દવાઓ સામેલ છે જેના ભાવ પર નિયંત્રણ હોય છે. તેના ભાવ મંજૂરી વગર વધારી શકાતા નથી. જે દવાઓના ભાવ વધવા જઈ રહ્યા છે તેમા કોરોનાના મધ્યમથી લઈને ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે. 

March 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

2 મિનિટમાં બનતી મેગી થઇ મોંઘી, કંપનીએ આટલા ટકાના ભાવનો કર્યો વધારો; જાણો હવે કેટલી કિંમત ચૂકવવી પડશે..

by Dr. Mayur Parikh March 15, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

બે મિનિટમાં તૈયાર થનારી સૌની મનપસંદ મેગીને પણ મોંઘવારીનો તાગ મળી ગયો છે. 

મેગીની ઉત્પાદક કંપની નેસ્લે ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તેણે મેગીના ભાવમાં 9થી 16 ટકાનો વધારો કર્યો છે. 

આ વધારા બાદ મેગીના 70 ગ્રામના પેક માટે 12 રૂપિયાને બદલે 14 રૂપિયા ચૂકવવા પડશે. તો 560 ગ્રામના પેક માટે 96 રૂપિયાને બદલે 105 રૂપિયા ચૂકવવા પડશે. 

ઉલ્લેખનીય છે કે હિન્દુસ્તાન યુનિલિવર અને નેસ્લેએ 14 માર્ચથી ચા, કોફી અને દૂધની કિંમતોમાં પણ વધારો કર્યો છે. કંપનીએ કહ્યું છે કે સતત વધી રહેલી મોંઘવારીને કારણે આ વસ્તુઓની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને પગલે દેશમાં હોળીની ઉજવણી ફિક્કી, વેપાર-ઉદ્યોગ જગત ફરી ચિંતામાં..જાણો વિગતે

March 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ચૂંટણી પૂરી, શું આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા? અહીં ચેક કરો ઇંધણના લેટેસ્ટ રેટ..

by Dr. Mayur Parikh March 11, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન ગત 7મી માર્ચે થયું હતું. 10 માર્ચે પરિણામો પણ જાહેર થયા છે. 

સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર તો મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે નિષ્ણાતોએ કહ્યું હતું કે દેશના 5 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા લાગશે.
 
જો કે અત્યારે દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે રીતે વધારો થવાની વાત કરવામાં આવી રહી છે તે રીતે વધતી જણાતી નથી.

આ સમાચાર પણ વાંચો : ક્રૂડમાં મંદી અને ભાજપની જીત છતાં શેરબજાર ઉંચા સ્તરેથી ધડામ, લીલા નિશાન પર બંધ થયું માર્કેટ…

March 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ભારતમાં ક્યારે વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ, સરકારના આ મંત્રી તરફથી આવ્યું પહેલું મોટું નિવેદન, જાણો શું કહ્યું

by Dr. Mayur Parikh March 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાની ચર્ચા ચાલી રહી છે. 

આ ચર્ચા વચ્ચે સરકાર તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. 

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ટૂંક સમયમાં નિર્ણય લેશે. 

સાથે તેમણે ઇશારો કર્યો છે કે તેલ કંપનીઓ ટૂંક સમયમાં જ આ અંગે જાહેરાત કરી શકે છે. 

વૈશ્વિક ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે યુક્રેન અને રશિયામાં શું થઈ રહ્યું છે, જુઓ કે વૈશ્વિક સ્થિતિ શું છે. આવી સ્થિતિમાં, તેલ કંપનીઓ નિર્ણય લેશે. 

ચૂંટણીના કારણે ભાવો વધી રહ્યા નથી એમ કહેવું બુદ્ધિહીન છે. આપણે માત્ર એટલું જ આશ્વાસન આપી શકીએ કે આપણી ઊર્જાની જરૂરિયાતો પૂરી થતી રહેશે.

આ સમાચાર પણ વાંચો :ક્રૂડ ઓઈલના ભાવમાં આગ ઝરતી તેજી વચ્ચે રશિયાએ આપી ધમકી, અમેરિકા-યુરોપ આ પગલું ભરશે તો 300 ડોલર પ્રતિ પહોંચશે કાચા તેલનો ભાવ…

March 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

રશિયા-યુક્રેન યુદ્ધની અસર, સોના-ચાંદીના ભાવમાં લાલચોળ તેજી; જાણો આજે ભાવમાં કેટલો વધારો થયો

by Dr. Mayur Parikh March 8, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

રશિયા-યુક્રેન યુદ્ધની આગમાં તપીને હવે સોનું પણ ચમકવા લાગ્યું છે.

ભારતમાં સોનાના ભાવમાં ફરી એકવાર જોરદાર ઉછાળો આવ્યો છે. 

હાલમાં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 415 રૂપિયાના વધારા સાથે 53932 રૂપિયા છે. ચાંદી પણ રૂ.1,457 ઉછળીને એક કિલો ચાંદીની કિંમત 71426 રૂપિયા થઈ ગઈ છે.

અગાઉ સોમવારે એમસીએક્સ પર સોનું રૂ. 53,700 પર પહોંચી ગયું હતું. ચાંદી 70,000ની સપાટી વટાવી ગઈ હતી.

 આ સમાચાર પણ વાંચો : ફેબ્રુઆરી માર્ચ દરમિયાન શેરોમાં રોકાણકારોને પડ્યો મોટો ફટકો, સંપત્તિમાં અધધધ આટલા લાખ કરોડનું થયું જંગી ધોવાણ

March 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક