Tag: prime minister narendra modi

  • Nepal Earthquake: પ્રધાનમંત્રીએ નેપાળમાં આવેલા ભૂકંપને કારણે થયેલી જાનહાનિ અને નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું.

    Nepal Earthquake: પ્રધાનમંત્રીએ નેપાળમાં આવેલા ભૂકંપને કારણે થયેલી જાનહાનિ અને નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું.

    News Continuous Bureau | Mumbai

    Nepal Earthquake: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Prime Minister Narendra Modi ) નેપાળમાં ( Nepal  ) આવેલા ભૂકંપને ( Earthquake )  કારણે થયેલી જાનહાનિ ( casualty ) પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

    શ્રી મોદીએ કહ્યું કે ભારત નેપાળના લોકો સાથે એકતામાં ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે અને તેમણે ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી છે.

    એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

    “નેપાળમાં ભૂકંપને કારણે જાનહાનિ અને નુકસાનથી ખૂબ જ દુઃખી છું. ભારત નેપાળના લોકો સાથે એકતામાં ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે. અમારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને અમે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. @cmprachanda”

    આ સમાચાર પણ વાંચોઃ Rajkot: ગોંડલ તાલુકાનું આ ગામ “દીકરી ગામ” તરીકે જાહેર: આ ગામના દરેક ઘર પોતાની દીકરીના નામે ઓળખાશે.

     

  • RapidX Train: પહેલી નમો ભારત ટ્રેન શરૂ, લોકોમાં જોવા મળ્યો અદભૂત ઉત્સાહ, પહેલા દિવસે જ “આટલા” મુસાફરો..જાણો નમો ભારત ટ્રેનની ખાસિયતો.… વાંચો વિગતે અહીં..

    RapidX Train: પહેલી નમો ભારત ટ્રેન શરૂ, લોકોમાં જોવા મળ્યો અદભૂત ઉત્સાહ, પહેલા દિવસે જ “આટલા” મુસાફરો..જાણો નમો ભારત ટ્રેનની ખાસિયતો.… વાંચો વિગતે અહીં..

    News Continuous Bureau | Mumbai 

    RapidX Train: ભારત (India) ની પ્રથમ RapidX ટ્રેન (RapidX Train) લોન્ચ કરવામાં આવી છે. રેપિડએક્સ ટ્રેન શનિવારે પાટા પર આવી જતાં મુસાફરોનો ઉત્સાહ સાતમા આસમાને હતો. આ ટ્રેનમાં પહેલા દિવસે જ 10,000થી વધુ મુસાફરોએ ( Passengers ) મુસાફરી કરી હતી. નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC)ના એક અધિકારીએ જણાવ્યું કે આંકડો આનાથી પણ વધારે હોઈ શકે છે. ચોક્કસ સંખ્યા થોડા દિવસોમાં જાણી શકાશે.

    એનસીઆરટીસી (NCRTC) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઉદ્ઘાટન પછી, પ્રથમ ‘નમો ભારત’ (Namo Bharat Train) ટ્રેન સવારે 6 વાગ્યે રવાના થઈ હતી અને તેને મુસાફરોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. કેટલાક મુસાફરો સવારે 4.30 વાગ્યે સ્ટેશન પર પહોંચ્યા હતા. લોકો આ ઐતિહાસિક યાત્રાનો ભાગ બનવા આતુર હતા. લોકો નજીકના વિસ્તારો જેવા કે મુરાદનગર અને દિલ્હી અને ઉત્તર પ્રદેશના દૂરના વિસ્તારોમાંથી પણ આવ્યા હતા.

    NCRTCના મેનેજિંગ ડિરેક્ટર વિનય કુમાર સિંહે પણ ‘નમો ભારત’ ટ્રેનમાં મુસાફરી કરી હતી. વિનય કુમાર સિંહે સવારે ભારતની પ્રથમ ‘નમો ભારત’ ટ્રેનના મુસાફરોની પ્રથમ બેચનું સ્વાગત કર્યું હતુ અને પ્લેટફોર્મ અને કોચમાં તેમની સાથે વાતચીત કરી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીએ વધુમાં કહ્યું કે તેઓને મુસાફરોની પ્રથમ બેચને ‘ફર્સ્ટ રાઇડર’ તરીકે ઓળખતું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું.

     વડા પ્રધાન નરેન્દ્ર મોદીએના ( Prime Minister Narendra Modi ) હસ્તે આ વિભાગનું ઉદ્ઘાટન…

    ‘નમો ભારત’ ટ્રેન હાઈટેક સુવિધાઓથી સજ્જ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાહિબાબાદ સ્ટેશન પર દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરના આ વિભાગનું ઉદ્ઘાટન કર્યું છે અને ટ્રેનની મુસાફરી પણ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે યાત્રી સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. મુસાફરોની સંખ્યામાં હજુ વધારો થવાની ધારણા છે.

    પહેલા જ દિવસે ‘નમો ભારત’ ટ્રેનમાં મુસાફરી કરવા સવારથી જ મુસાફરો ઉત્સાહિત હતા. તેમાંથી કેટલાકે ભારતની પ્રથમ ‘નમો ભારત’ ટ્રેનના મુસાફરો હોવાનો આનંદ હતો.

    આ સમાચાર પણ વાંચો :  RBI L&T Finance : RBIએ L&T ફાઇનાન્સ સામે કરી મોટી કાર્યવાહી, ફટકાર્યો આટલા કરોડનો દંડ

    ભારતની પ્રથમ અર્ધ-હાઈ સ્પીડ પ્રાદેશિક રેલ સેવાનો ઉદ્દેશ્ય અત્યાધુનિક ટેક્નોલોજી સાથે વધુ મુસાફરી કરવાનો છે. આર.આર.ટી.એસ. તે અર્ધ-હાઈ-સ્પીડ, હાઈ-ફ્રિકવન્સી પેસેન્જર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે. તેની સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે અને સ્પીડ લિમિટ 160 કિમી પ્રતિ કલાક છે. આ ટ્રેન સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ડેપો નામના 5 સ્ટેશનો પર દોડશે.

     ‘નમો ભારત’ ટ્રેનમાં એક પ્રીમિયમ કોચ સહિત છ કોચ…

    NCRTC ને દિલ્હી અને મેરઠ વચ્ચે ભારતના પ્રથમ RRTS ના નિર્માણની દેખરેખ રાખવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. સમગ્ર 82.15 કિમી દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS જૂન 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. તમામ ‘નમો ભારત’ ટ્રેનમાં એક પ્રીમિયમ કોચ સહિત છ કોચ છે. દરેક ટ્રેનમાં મહિલાઓ માટે એક ડબ્બો આરક્ષિત હોય છે અને તે પ્રીમિયમ ડબ્બાની બાજુનો ડબ્બો છે. આ ઉપરાંત અન્ય કોચમાં સીટો મહિલાઓ, વિકલાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે આરક્ષિત છે.

    સાહિબાબાદથી દુહાઈ ડેપો સ્ટેશનનું વન-વે ભાડું 50 રૂપિયા હશે, જ્યારે તે જ રૂટ પર પ્રીમિયમ કોચનું ભાડું 100 રૂપિયા હશે. મુસાફરો માટે છેલ્લા માઇલ કનેક્ટિવિટી માટે, NCRTC એ ઇલેક્ટ્રિક ઓટો-રિક્ષાની પણ વ્યવસ્થા કરી છે. NCRTCએ જણાવ્યું હતું કે દેશના પ્રથમ RRTS કોરિડોરના અગ્રતા વિભાગ પર પેસેન્જર ટ્રાફિકના પ્રથમ દિવસે ‘RRTS કનેક્ટ એપ્લિકેશન’ 2,000 થી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી.

    આ સમાચાર પણ વાંચો :  2000 Rs. Notes: 2000 રૂપિયાની નોટ પર RBI એ આપ્યું મોટું અપડેટ, તમારી પાસે હોય તો ખાસ જાણો..

  • Israel : પ્રધાનમંત્રી શ્રીએ ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચાર પર આઘાત વ્યક્ત કર્યો

    Israel : પ્રધાનમંત્રી શ્રીએ ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચાર પર આઘાત વ્યક્ત કર્યો

    News Continuous Bureau | Mumbai 

    Israel : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Prime Minister Narendra Modi ) ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના ( terrorist attacks ) સમાચારથી ઘેરો આઘાત વ્યક્ત કર્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે ભારત ( India ) આ મુશ્કેલ ઘડીમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભું છે અને વિચારો અને પ્રાર્થનાઓ નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.

     

    પ્રધાનમંત્રી શ્રીએ ( Prime Minister ) X પર પોસ્ટ કર્યું:

    “ઇઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના (  prayer ) નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ ઘડીએ ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ.”

    આ સમાચાર પણ વાંચો :  Israel war : સીને સ્ટાર નુસરત ભરૂચા ઇઝરાયેલ માં ફસાઈ. હવે કોઈ સંપર્ક નહીં.

  • PM Narendra Modi : ભારતીય જનતા પાર્ટીએ PM મોદીના જન્મદિવસ પર એક ખાસ ગીત રજૂ કર્યું…

    PM Narendra Modi : ભારતીય જનતા પાર્ટીએ PM મોદીના જન્મદિવસ પર એક ખાસ ગીત રજૂ કર્યું…

    News Continuous Bureau | Mumbai 

    PM Narendra Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિવસ છે. આ અવસરને ખાસ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ રવિવારે એક ખાસ ગીત રિલીઝ(song release) કર્યું છે. આ ગીત પીએમ મોદીની સિદ્ધિઓ અને દેશ માટેના સપનાઓને દર્શાવે છે. આ ગીતનું શીર્ષક ‘સપને નહીં હકીકત બુનતે’ છે.
    બે મિનિટ લાંબા આ ગીતનું શીર્ષક છે ‘સપને નહીં હકીકત બુનતે, તભી તો સબ મોદી કો ચૂનતે.’ આ ગીતમાં વડાપ્રધાનની તુલના ‘નિઃસ્વાર્થ’ સાથે કરવામાં આવી છે. પીએમ મોદીનું વર્ણન “એવી વ્યક્તિ તરીકે કરવામાં આવ્યું કે જેણે દેશમાં વર્ષોથી “અટવાયેલા” વિકાસને ફરીથી પ્રજ્વલિત કર્યો.
    વધુમાં, આ ગીતમાં પીએમ મોદીની સરખામણી એક એવા ઋષિ સાથે કરવામાં આવી છે જે લોકોના હિતને દરેક વસ્તુથી પહેલા રાખે છે. આ ગીતમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે મોદીનું એક માત્ર સપનું છે કે દેશને વિકસિત દેશોની શ્રેણીમાં જોવો. વીડિયોમાં પીએમ મોદીના કાર્યકાળમાં લોકો સાથેની તેમની બોંડિંગ ઉપરાંત વિવિધ સિદ્ધિઓના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Gujarat Rain: રાજ્યમાં વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત… આ ટ્રેનો થઈ રદ્દ.. જાણો હાલ શું છે સ્થિતિ.. 

    ‘સેવા પખવાડા’ લોન્ચ 

    ભારતીય જનતા પાર્ટી (BJP) રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસ પર ‘સેવા પખવાડા’ લોન્ચ કરશે. આ સિવાય પીએમ મોદી સરકારની મહત્વકાંક્ષી યોજના ‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા’ લોન્ચ કરી છે. તેઓ દ્વારકામાં ‘યશોભૂમિ’ નામના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી)ના પ્રથમ તબક્કાનું અને દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઈનના વિસ્તૃત વિભાગનું પણ ઉદ્ઘાટન કરશે.

  • PM Modi : પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં રાયગઢમાં આશરે રૂ. 6,350 કરોડનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું

    PM Modi : પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં રાયગઢમાં આશરે રૂ. 6,350 કરોડનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું

    News Continuous Bureau | Mumbai 

    PM Modi :પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢનાં રાયગઢમાં(raigad) આશરે રૂ. 6,350 કરોડનાં મૂલ્યનાં કેટલાંક રેલવે ક્ષેત્રનાં વિવિધ પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યા હતાં. તેમણે છત્તીસગઢના(chattisgarh) 9 જિલ્લાઓમાં 50 પથારીવાળા ‘ક્રિટિકલ કેર બ્લોક્સ’નો શિલાન્યાસ પણ કર્યો હતો અને તપાસ કરાયેલી વસતિને 1 લાખ સિકલ સેલ કાઉન્સેલિંગ કાર્ડનું વિતરણ કર્યું હતું. આ રેલવે પ્રોજેક્ટ્સમાં છત્તીસગઢ ઇસ્ટ રેલ પ્રોજેક્ટનો(railway) પ્રથમ તબક્કો, ચંપાથી જામગા વચ્ચેની ત્રીજી રેલવે લાઇન, પેન્ડરા રોડથી અનુપપુર વચ્ચેની ત્રીજી રેલવે લાઇન અને તલાઇપલ્લી કોલસાની ખાણને એનટીપીસી લારા સુપર થર્મલ પાવર સ્ટેશન (એસટીપીએસ) સાથે જોડતી એમજીઆર (મેરી-ગો-રાઉન્ડ) સિસ્ટમ સામેલ છે. 

    આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છત્તિસગઢ વિકાસલક્ષી દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું લઈ રહ્યું છે, કારણ કે રાજ્યમાં રૂ. 6,400 કરોડથી વધારેનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનું અનાવરણ થઈ રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઊર્જા ઉત્પાદન ક્ષમતા વધારવા અને રાજ્યનાં સ્વાસ્થ્ય ક્ષેત્રને સુધારવા માટે વિવિધ નવી યોજનાઓની શરૂઆત આજે થઈ રહી છે. તેમણે આ પ્રસંગે સિકલ સેલ કાઉન્સેલિંગ કાર્ડ્સના વિતરણનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ આધુનિક વિકાસની ઝડપી ગતિ અને સમાજ કલ્યાણનાં ભારતીય મોડલની પ્રશંસા કરવાની સાથે-સાથે તેની પ્રશંસા પણ કરી રહ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં જી20 શિખર સંમેલન દરમિયાન વિશ્વનાં નેતાઓની યજમાનીને યાદ કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ ભારતનાં વિકાસ અને સમાજ કલ્યાણનાં મોડલથી ખૂબ પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક સંસ્થાઓ ભારતની સફળતાઓમાંથી બોધપાઠ લેવાની વાત કરે છે. પ્રધાનમંત્રીએ આ સિદ્ધિ માટે દેશના દરેક રાજ્ય અને દરેક ક્ષેત્રના વિકાસ માટે સરકારની સમાન પ્રાથમિકતાનો શ્રેય આપ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “છત્તીસગઢ અને રાયગઢનો આ વિસ્તાર પણ આ બાબતનો સાક્ષી છે.” તેમણે નાગરિકોને આજની પરિયોજનાઓ માટે અભિનંદન પાઠવ્યા હતા.

    આ સમાચાર પણ વાંચો :  Indian Railways : ભારતીય રેલવેના પ્રોબેશનર અધિકારીઓએ રાષ્ટ્રપતિની મુલાકાત લીધી

    પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “છત્તીસગઢ દેશનાં વિકાસનું પાવરહાઉસ છે.” તેમણે નોંધ્યું હતું કે, કોઈ પણ દેશ ત્યારે જ આગળ વધશે જ્યારે તેનાં પાવરહાઉસ સંપૂર્ણ તાકાત સાથે કામ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં કેન્દ્ર સરકારે છત્તીસગઢનાં બહુઆયામી વિકાસ માટે સતત કામ કર્યું છે અને એ વિઝન અને એ નીતિઓનાં પરિણામો આજે અહીં જોઈ શકાય છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા છત્તીસગઢમાં દરેક ક્ષેત્રમાં મોટી-મોટી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે અને નવી યોજનાઓનો શિલાન્યાસ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ વિશાખાપટ્ટનમથી રાયપુર આર્થિક કોરિડોર અને રાયપુરથી ધનબાદ ઇકોનોમિક કોરિડોર વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરવા માટે જુલાઈમાં રાયપુરની મુલાકાતને યાદ કરી હતી. તેમણે રાજ્યમાં પ્રસ્તુત વિવિધ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય રાજમાર્ગોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે છત્તીસગઢનાં રેલવે નેટવર્કનાં વિકાસમાં એક નવું પ્રકરણ લખાઈ રહ્યું છે.” તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, રેલવે નેટવર્કમાં સુધારો થવાથી બિલાસપુર-મુંબઈ રેલવે લાઇનનાં ઝારસુગુડા બિલાસપુર સેક્શનમાં ગીચતામાં ઘટાડો થશે. તેમણે કહ્યું હતું કે, એ જ રીતે અન્ય રેલવે લાઇનો શરૂ થઈ રહી છે અને રેલવે કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે, જે છત્તીસગઢનાં ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ પ્રદાન કરશે. તેમણે જણાવ્યું હતું કે, આ માર્ગોનું નિર્માણ પૂર્ણ થયા પછી છત્તીસગઢનાં લોકોને સુવિધા મળવાની સાથે-સાથે આ વિસ્તારમાં રોજગારી અને આવકની નવી તકોનું સર્જન પણ થશે.

    પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોલસાનાં ક્ષેત્રોથી પાવર પ્લાન્ટ સુધી કોલસાનું પરિવહન કરવાનો ખર્ચ અને સમય ઘટશે. ઓછા ખર્ચે મહત્તમ વીજળીનું ઉત્પાદન કરવા પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, સરકાર પિટ હેડ થર્મલ પાવર પ્લાન્ટનું નિર્માણ પણ કરી રહી છે. તેમણે તલાઈપલ્લી ખાણને જોડવા માટે 65 કિલોમીટર લાંબી મેરી-ગો-રાઉન્ડ પરિયોજનાના ઉદઘાટન પર પણ વાત કરી અને કહ્યું કે દેશમાં આ પ્રકારની પરિયોજનાઓની સંખ્યામાં વધારો જ થશે અને છત્તીસગઢ જેવા રાજ્યોને આવનારા સમયમાં સૌથી વધુ ફાયદો થશે.

    અમૃતકાળનાં આગામી 25 વર્ષમાં ભારતને એક વિકસિત દેશમાં પરિવર્તિત કરવાનાં સંકલ્પ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ દરેક નાગરિકની વિકાસ માટે સમાન ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે પર્યાવરણનું સંરક્ષણ કરવાની સાથે સાથે દેશની ઊર્જાની જરૂરિયાતો પૂર્ણ કરવા પર પ્રકાશ પાડ્યો હતો અને સૂરજપુર જિલ્લામાં બંધ પડેલી કોલસાની ખાણનો ઉલ્લેખ કર્યો હતો, જેને ઇકો-ટૂરિઝમનાં ભાગરૂપે વિકસાવવામાં આવી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, કોરવામાં પણ આ પ્રકારનું ઇકો-પાર્ક વિકસાવવાની કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારનાં આદિવાસી વર્ગ માટે લાભદાયક બાબતો વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ ખાણમાંથી છોડવામાં આવેલાં પાણીથી હજારો લોકોને સિંચાઈ અને પીવાનાં પાણીની સુવિધાઓ પ્રદાન કરવા વિશે પ્રકાશ પાડ્યો હતો.

    પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જંગલો અને જમીનનું સંરક્ષણ કરવાની સરકારની કટિબદ્ધતા છે, ત્યારે વન સંપત્તિ મારફતે સમૃદ્ધિના નવા માર્ગો પણ ખોલવાની છે. વનધન વિકાસ યોજનાનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લાખો આદિવાસી યુવાનોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. તેમણે બાજરી વર્ષ ઉજવવાની દુનિયાને પણ સ્પર્શ કર્યો અને આગામી વર્ષોમાં શ્રી અન્ના અથવા બાજરી બજારની વધતી સંભાવના પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે એક તરફ દેશની આદિવાસી પરંપરાને નવી ઓળખ મળી રહી છે તો બીજી તરફ પ્રગતિના નવા માર્ગો પણ આકાર લઈ રહ્યા છે.

    સિકલ સેલ એનિમિયાની આદિવાસી વસતિ પર અસર વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સિકલ સેલ કાઉન્સેલિંગ કાર્ડનું વિતરણ આદિવાસી સમાજ માટે મોટું પગલું છે, કારણ કે માહિતી ફેલાવવાથી આ રોગને નિયંત્રણમાં લેવામાં મદદ મળી શકે છે. સંબોધનનું સમાપન કરતાં પ્રધાનમંત્રીએ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’નાં સંકલ્પ સાથે આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને છત્તીસગઢ વિકાસની નવી ઊંચાઈએ પહોંચશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    આ પ્રસંગે કેન્દ્રીય આદિજાતિ બાબતોનાં રાજ્ય મંત્રી શ્રીમતી રેણુકા સિંહ સરુતા અને છત્તીસગઢનાં નાયબ મુખ્યમંત્રી શ્રી ટી એસ સિંઘદેવ ઉપસ્થિત રહ્યાં હતાં.

    પાર્શ્વભૂમિ

    પ્રધાનમંત્રીએ રાયગઢમાં જાહેર કાર્યક્રમમાં આશરે રૂ. 6,350 કરોડનાં મૂલ્યનાં રેલવે ક્ષેત્રનાં મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કરવાની સાથે દેશભરમાં કનેક્ટિવિટી સુધારવા પર ભાર મૂક્યો છે, જેને પ્રોત્સાહન મળશે. આ પ્રોજેક્ટ્સમાં છત્તીસગઢ ઇસ્ટ રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો, ચંપાથી જામ્ગા વચ્ચેની ત્રીજી રેલવે લાઇન, પેન્ડરા રોડથી અનુપપુર વચ્ચેની ત્રીજી રેલ લાઇન અને તલાઇપલ્લી કોલસાની ખાણને એનટીપીસી લારા સુપર થર્મલ પાવર સ્ટેશન (એસટીપીએસ) સાથે જોડતી એમજીઆર (મેરી-ગો-રાઉન્ડ) સિસ્ટમ સામેલ છે. આ રેલ પ્રોજેક્ટ્સ મુસાફરોની અવરજવર તેમજ આ વિસ્તારમાં નૂર ટ્રાફિકની સુવિધા આપીને સામાજિક-આર્થિક વિકાસને વેગ આપશે.

    છત્તીસગઢ ઇસ્ટ રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો મહત્ત્વાકાંક્ષી પ્રધાનમંત્રી ગતીશક્તિ – મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે રાષ્ટ્રીય માસ્ટર પ્લાન હેઠળ વિકસાવવામાં આવી રહ્યો છે અને તેમાં ખરસિયાથી ધરમજયગઢ સુધીની 124.8 કિલોમીટરની રેલવે લાઇન સામેલ છે, જેમાં ગેરે-પેલ્મા સુધીની સ્પર લાઇન અને છલ, બારૂદ, દુર્ગાપુર અને અન્ય કોલસાની ખાણોને જોડતી 3 ફીડર લાઇન સામેલ છે. આશરે રૂ. 3,055 કરોડનાં ખર્ચે નિર્મિત આ રેલવે લાઇન ઇલેક્ટ્રિફાઇડ બ્રોડગેજ લેવલ ક્રોસિંગ્સ અને પેસેન્જર સુવિધાઓ સાથે ફ્રી પાર્ટ ડબલ લાઇનથી સજ્જ છે. તે છત્તીસગઢના રાયગઢ સ્થિત મંદ-રાયગઢ કોલફિલ્ડ્સથી કોલસાના પરિવહન માટે રેલવે કનેક્ટિવિટી પ્રદાન કરશે.

    પેંદ્ર રોડથી અનુપપુર વચ્ચેની ત્રીજી રેલ લાઈન 50 કિલોમીટર લાંબી છે અને લગભગ 516 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. ચંપા અને જામગા રેલ સેક્શન વચ્ચે 98 કિલોમીટર લાંબી ત્રીજી લાઇનનું નિર્માણ આશરે 796 કરોડનાં ખર્ચે થયું છે. નવી રેલવે લાઇનથી આ વિસ્તારમાં કનેક્ટિવિટીમાં સુધારો થશે અને પ્રવાસન અને રોજગારીની તકોમાં વધારો થશે.

    65 કિલોમીટર લાંબી ઇલેક્ટ્રિફાઇડ એમજીઆર (મેરી-ગો-રાઉન્ડ) સિસ્ટમ એનટીપીસીની તલાઇપલ્લી કોલસાની ખાણમાંથી છત્તીસગઢમાં 1600 મેગાવોટની એનટીપીસી લારા સુપર થર્મલ પાવર સ્ટેશન સુધી ઓછા ખર્ચે, હાઇ-ગ્રેડ કોલસાની ડિલિવરી કરશે. તેનાથી એનટીપીસી લારા પાસેથી ઓછી કિંમતની અને વિશ્વસનીય વીજળીના ઉત્પાદનને વેગ મળશે, જેથી દેશની ઊર્જા સુરક્ષા મજબૂત થશે. 2070 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલી એમજીઆર સિસ્ટમ કોલસાની ખાણોથી પાવર સ્ટેશનો સુધી કોલસાના પરિવહનને સુધારવા માટે એક તકનીકી અજાયબી છે.

    કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં 9 જિલ્લાઓમાં 50 પથારીવાળા ‘ક્રિટિકલ કેર બ્લોક્સ’નો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રી – આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (પીએમ-અભિમ) અંતર્ગત દુર્ગ, કોંડાગાંવ, રાજનાંદગાંવ, ગારિયાબંદ, જશપુર, સુરજપુર, સરગુજા, બસ્તર અને રાયગઢ જિલ્લાઓમાં કુલ રૂ. 210 કરોડથી વધારેનાં ખર્ચે નવ ક્રિટિકલ કેર બ્લોકનું નિર્માણ કરવામાં આવશે.

    ખાસ કરીને આદિજાતિની વસતિમાં સિકલ સેલ રોગને કારણે આરોગ્યને લગતી સમસ્યાઓનું સમાધાન કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રીએ સ્ક્રીન થયેલી વસતિને એક લાખ સિકલ સેલ કાઉન્સેલિંગ કાર્ડનું વિતરણ કર્યું હતું. સિકલ સેલ કાઉન્સેલિંગ કાર્ડ્સનું વિતરણ નેશનલ સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન (એનએસએઇએમ) હેઠળ કરવામાં આવી રહ્યું છે, જેની શરૂઆત વડા પ્રધાન દ્વારા જુલાઈ 2023 માં મધ્યપ્રદેશના શહડોલમાં કરવામાં આવી હતી.

  • અમદાવાદમાં આકાશી શણગાર- ભારતના નકશાથી લઈને વેલકમ PM મોદી સહિતની ડિઝાઇન-  જુઓ મંત્રમુગ્ધ કરી દેતો વિડીયો

    અમદાવાદમાં આકાશી શણગાર- ભારતના નકશાથી લઈને વેલકમ PM મોદી સહિતની ડિઝાઇન- જુઓ મંત્રમુગ્ધ કરી દેતો વિડીયો

    News Continuous Bureau | Mumbai

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે (Visiting Gujarat) છે. જે હેઠળ તેઓ વિવિધ યોજનાનું લોકાર્પણ કરવાના છે. તેમના આગમનની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં(Ahmedabad) સાબરમતી રીવરફ્રન્ટ(Sabarmati Riverfront) પર ડ્રોન શોનું(drone show) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 600 જુદી જુદી આકૃતિઓએ ત્યાં હાજર રહેલા પ્રેષકોના મન મોહી લીધા હતા.

    નરેન્દ્ર મોદીના આગમનની સાથે જ આ વર્ષે મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં 36માં નેશનલ ગેમ્સની(National Games) ઓપનિંગ સેરેમની(Opening Ceremony) થવાની છે. તે પ્રસંગે બુધવારે સાબરમતી રિવરફ્રન્ટ પર આ ડ્રોન શો યોજવામાં આવ્યો હતો. તેમ જ પૂરા રિવરફ્રન્ટ પર ત્રિરંગી લાઈટથી(tricolor light) ડેકોરેશન(decoration) કરવામાં આવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો :  એકનાથ શિંદેના ગઢ ગણાતા થાણેમાં શિવસૈનિકોનું મનોબળ વધારવા રશ્મિ ઠાકરે મેદાનમાં- નવરાત્રીમાં કરશે આ કામ

    ડ્રોન શોથી આકાશમાં અલગ અલગ આકૃતિઓ બનાવવામાં આવી હતી અને જુદા જુદા મેસેજ આપવામાં આવ્યા હતા. જેમાં વેલકમ હોનેરેબલ પી.એમ(Welcome Honorable P.M), વંદે ગુજરાતી(Vande Gujarati), સરદાર વલ્લભભાઈ પટેલના સિમ્બોલ સાથે યુનિટી, ભારતનો ત્રિરંગી નકશો, આઝાદી કા અમૃત મહોત્સવની(Azadi Ka Amrit Mohotsav) સાથે જ અનેક પ્રકારના સંદેશ આપવામાં આવ્યા હતા.

     

  • ખેડા જિલ્લામાંથી પસાર થતા 20 કીમીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 16 કીમી પર પીલ્લરો ઊભા કરી દેવાયા 4 કીમીનુ કામ બાકી

    ખેડા જિલ્લામાંથી પસાર થતા 20 કીમીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 16 કીમી પર પીલ્લરો ઊભા કરી દેવાયા 4 કીમીનુ કામ બાકી

    News Continuous Bureau | Mumbai

    ખેડા જિલ્લામાંથી(Kheda District) પસાર થતા 20 કીમીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં(Bullet Train Project) 16 કીમી પર પીલ્લરો ઊભા કરી દેવાયા, 4 કીમીનુ કામ બાકી વિશ્વકર્મા જયંતી(Vishwakarma Jayanti) નિમિત્તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુખ્ય ઓફિસમાં હવન, પૂંજાનુ ખાસ આયોજન ધારાસભ્ય પંકજ દેસાઈએ ડ્રિમ પ્રોજેક્ટની મુલાકાત લીધી ખેડા જિલ્લામાંથી 20 કીલોમીટરના પટ્ટામાથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાલ વર્ક ઈન પ્રોગ્રેસ પર છે. પિલ્લરો બીછાવાથી માંડીને તેના સ્ટેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 20 કીમી પૈકી 16 કીમીના એરીયામા પીલ્લરો ઊભા કરી દેવાયા છે. 4 કીમીના એરીયામા પીલ્લરો ઊભા કરવાના બાકી છે. આવનાર દિવસોમાં ટ્રેક નાખવાની પણ કામગીરી હાથ ધરવામાં આવશે. આજે વિશ્વકર્મા જયંતીના દિવસે મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ આ ડ્રિમ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી અને સમગ્ર માહિતી મેળવી હતી. પ્રોજેક્ટ ડાયરેક્ટર સતત મોનિટરિંગ કરી રહ્યા છે ખેડા જિલ્લો વિકાસની કેડીએ જઈ રહ્યો છે. સફળ નેતૃત્વ કરતા રાજકીય નેતાઓના(political leaders) કારણે અહીયા રાજ્ય અને કેન્દ્ર સરકારના(Central Govt) અનેક પ્રોજેકટના લાભ જિલ્લાવાસીઓને મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(Prime Minister Narendra Modi) ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ વર્ક ઈન પ્રોગ્રેસમા છે. 

     આ સમાચાર પણ વાંચો :  હદ થઈ ગઈ-એકનાથ શિંદેએ છત્રપતિ શિવાજી મહારાજના પુતળાનું અનાવરણ કર્યું અને NCPએ પુતળાનું કર્યું શુદ્ધિકરણ

    અનેક લોકોને રોજગારી મળીઃ પંકજ દેસાઈ આ પ્રસંગે મુખ્ય દંડક પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આજે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે ખેડા જિલ્લામાંથી લગભગ 20 કી.મી ના પટ્ટામાં આ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી ચાલુ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે સતત મોનિટરિંગ કરી આ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મહત્વનું છે કે, જે ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટમા ગઈ છે જેનુ વળતર મળવાનું છે તે જંત્રીના સવા છ ગણું વધારે વળતર આપવામાં આવ્યું છે. અહીંયા લગભગ હાલ આ પ્રોજેક્ટ દરમિયાન 500થી વધુ લોકોને સ્થાનિકોને રોજગારી મળી રહી છે. 2 હજાર જેટલા કર્મચારીઓ દિવસ રાત અહીંયા મહેનત કરી રહ્યા છે. 

    વધુમાં જણાવ્યું કે, પીપલગ ગામના સરપંચ મનીષભાઈએ 26 જેટલા સરપંચો સાથે મીટીંગ કરી અને તેઓએ આગેવાનીના લીધે જમીનનું ઝડપથી પોઝિશન સોપાઈ જાય તે માટેની કામગીરી કરી છે. માટે જ આજે 16 કિલોમીટરની અંદર પિલ્લરો ઊભા કરી દેવામાં આવ્યા છે. ઉત્તરસંડા પાસે નેશનલ હાઇવેથી એન્ટ્રી આવે તે રીતનુ સ્ટેશન પણ ઊભું કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રોજેક્ટ આવનાર દિવસોમાં નડિયાદ નહીં પરંતુ ચરોતરની રોનક ગણાશે.

  • લો બોલો- વિદેશ પ્રવાસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સેન્ચ્યુરી- 8 વર્ષમાં આટલી વખત વિદેશ પ્રવાસનો રેકોર્ડ

    લો બોલો- વિદેશ પ્રવાસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સેન્ચ્યુરી- 8 વર્ષમાં આટલી વખત વિદેશ પ્રવાસનો રેકોર્ડ

    News Continuous Bureau | Mumbai 

    કેન્દ્રમાં ભાજપ સરકારે(BJP government) આઠ વર્ષ પૂરા કર્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો(Prime Minister Narendra Modi) વિદેશ પ્રવાસ(Foreign visit) પણ ચર્ચાનો વિષય બની ગયો છે. કારણકે છેલ્લા 8 વર્ષમાં વડા પ્રધાને વિદેશ પ્રવાસમાં પણ શતક કરી નાખ્યું છે. 2014થી અત્યાર સુધી લગભગ 110 થી વધુ વખત તેઓએ વિદેશ પ્રવાસ કર્યો છે. તેમની વિદેશ યાત્રામાં(Foreign tour) 60થી વધુ દેશોની તેમણે મુલાકાત લીધી છે.

    ભાજપ સરકારે કેન્દ્રમાં 8 વર્ષ પૂરા કર્યા તેની ઊજવણી ચાલી રહી છે. ત્યારે મોદીનો વિદેશ પ્રવાસ પણ તેની સાથે ચર્ચાસ્પદ બન્યો છે. આટલા વર્ષમાં મોદીએ અમેરિકાની(USA) સૌથી વધુ વખત મુલાકાત લીધી છે. તો ફ્રાન્સ(France), જર્મની(Germany), ચીન(China) અને રશિયામાં(Russia) પાંચ વખત જઈ આવ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : PM મોદીની  શી જિનપિંગ અને પુતિન સાથે વર્ચ્યુઅલ મુલાકાત, આ તારીખે યોજાશે બ્રિક્સ સમિટ.. 

    2014માં લોકસભાની ચૂંટણીમાં(Lok Sabha elections) વિજય મેળવ્યા બાદ પહેલી ટર્મ ચાલુ થઈ એ સાથે જ 2015થી મોદીનો વિદેશ પ્રવાસ ચાલી થઈ ગયો હતો. જેમાં 2015માં તેઓએ સૌથી વધુ વખત વિદેશ પ્રવાસ કર્યો હતો. આ વર્ષ દરમિયાન 28 વખત વિદેશ પ્રવાસ કર્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહએ દસ વર્ષમાં જેટલી વખત વિદેશ પ્રવાસ કર્યો નહોતો તેનાથી વધુ મોદીએ 8 વર્ષમાં વિદેશ પ્રવાસ કર્યો છે, તેની સામે વિરોધ પક્ષ અનેક વખત નારાજગી વ્યક્ત કરી ચૂક્યો છે.