Tag: religious conversion

  • Bhopal sexual assault case: નેટવર્ક ઓફ ક્રાઈમ: ભોપાલના કોલેજમાં દુષ્કર્મ અને બ્લેકમેલિંગ પાછળ સંગઠિત નેટવર્કનો ખુલાસો

    Bhopal sexual assault case: નેટવર્ક ઓફ ક્રાઈમ: ભોપાલના કોલેજમાં દુષ્કર્મ અને બ્લેકમેલિંગ પાછળ સંગઠિત નેટવર્કનો ખુલાસો

    News Continuous Bureau | Mumbai

    Bhopal sexual assault case: મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં આવેલા ખાનગી કોલેજમાં થયેલા દુષ્કર્મ અને બ્લેકમેલિંગના કેસમાં રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. NCWની ત્રણ સભ્યોની તપાસ કમિટીએ 3 થી 5 મે દરમિયાન ભોપાલની મુલાકાત લીધી હતી અને પીડિતાઓ, તેમના પરિવારજનો, પોલીસ અધિકારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી

    Bhopal sexual assault case: નેટવર્ક (Network) ઓફ ક્રાઈમ: પ્રેમજાળ, નશીલા પદાર્થો અને બ્લેકમેલિંગથી શરૂ થયેલી સાજિશ

    આયોગની રિપોર્ટ અનુસાર આરોપીઓએ છાત્રાઓને મોંઘા ગિફ્ટ, કપડાં અને ફરવા માટે લલચાવીને પ્રેમજાળમાં ફસાવ્યા. ત્યારબાદ તેમને નશીલા પદાર્થો આપીને તેમની અશ્લીલ તસવીરો અને વીડિયો બનાવ્યા અને બ્લેકમેલ કર્યા. કેટલાક કેસમાં છાત્રાઓને અન્ય છોકરીઓને લાવવાનો દબાણ પણ કરવામાં આવ્યો, નહીં તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી 

     Bhopal sexual assault case: નેટવર્ક (Network) પાછળનું સંભવિત ફંડિંગ અને સંગઠિત ગુનાહિત કડી

    આયોગે નોંધ્યું કે આરોપીઓ સામાન્ય પૃષ્ઠભૂમિ ધરાવતા હોવા છતાં તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ ડ્રગ્સ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા નેટવર્ક તરફ ઈશારો કરે છે. રિપોર્ટમાં રાજ્યવ્યાપી તપાસની ભલામણ કરવામાં આવી છે કે શું આરોપીઓને કોઈ સંગઠન તરફથી નાણાકીય સહાય મળી રહી હતી.

    આ સમાચાર પણ વાંચો : Mumbai Covid 19: મુંબઈમાં કોરોનાની ફરી એન્ટ્રી, 53 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં… પાલિકા આવ્યું હરકતમાં કરી દીધી આ તૈયારી…

    Bhopal sexual assault case: નેટવર્ક (Network) અને ધર્માંતરણનો દબાણ: પીડિતાઓએ બતાવ્યું અસાધારણ સાહસ

    પીડિતાઓએ ભારે માનસિક અને સામાજિક દબાણ વચ્ચે પણ FIR નોંધાવી છે. કેટલાક કેસમાં આરોપીઓએ છાત્રાઓ પર ધર્માંતરણ માટે દબાણ કર્યું હતું. આયોગે PoSH કાયદા હેઠળ તમામ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી ફરજિયાત રિપોર્ટ માંગવાની ભલામણ કરી છે અને આંતરિક ફરિયાદ સમિતિઓને તાલીમ આપવાની જરૂરિયાત દર્શાવી છે.

  • Maulana Tauqeer Raza: પ્રશાસન મુસ્લિમ યુવતીઓનું ધર્માંતરણ અટકાવે, તો જ સામૂહિક નિકાહ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવશેઃ મૌલાના તૌકીર રઝા.. જાણો વિગતે..

    Maulana Tauqeer Raza: પ્રશાસન મુસ્લિમ યુવતીઓનું ધર્માંતરણ અટકાવે, તો જ સામૂહિક નિકાહ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવશેઃ મૌલાના તૌકીર રઝા.. જાણો વિગતે..

     News Continuous Bureau | Mumbai

    Maulana Tauqeer Raza: બરેલીમાં, ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ ( IMC ) ના વડા મૌલાના તૌકીર રઝા ખાને ફરીથી ધર્મ પરિવર્તન ( religious Conversion  ) કરનારા યુવક-યુવતીઓના લગ્ન અંગે નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું છે કે 21 જુલાઈના રોજ પ્રસ્તાવિત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો નથી. આશા છે કે વહીવટીતંત્ર અમને પરવાનગી આપશે.  

    મૌલાનાએ માંગણી કરી છે કે જેમણે મુસ્લિમ છોકરીઓનું ( Muslim girls ) ધર્માંતરણ કરીને તેમના લગ્ન કરાવ્યા છે તેમની પણ તપાસ થવી જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ. જ્યાં સુધી અમને આ ખાતરી ન મળે ત્યાં સુધી અમે અમારો કાર્યક્રમ મુલતવી રાખશું નહીં. જો કે, તેમણે એમ પણ કહ્યું છે કે જો અમને પરવાનગી નહીં મળે તો અમે કાયદા વિરુદ્ધ કંઈ કરીશું નહીં. 

    Maulana Tauqeer Raza: કાર્યક્રમ મોકૂફ રાખવાનો પત્ર અમારી ભલામણ વિના જારી કરવામાં આવ્યો છે….

    મૌલાના તૌકીર રઝાએ કહ્યું કે કાર્યક્રમ મોકૂફ રાખવાનો પત્ર અમારી ભલામણ વિના જારી કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પ્રશાસને અમારી માંગણીઓ પર કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જે બાદ અધિકારીઓએ કાર્યક્રમ મુલતવી રાખવાનો પત્ર પાઠવ્યો હતો. પરંતુ વહીવટી તંત્રએ તેમની માંગણીઓ પર કોઈ કાર્યવાહી કરી નથી.

    મૌલાનાએ કહ્યું હતું કે મુસ્લિમ યુવતીઓનું ધર્માંતરણ કરીને તેમના લગ્ન કરાવનારાઓ સામે તપાસ કરવા અને કાર્યવાહી કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જો કે, આવી સ્થિતિમાં, અમે અમારા ત્રણ અધિકારીઓને કારણ બતાવો નોટિસ પાઠવી છે અને તેમને સાત દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. 

    આ સમાચાર પણ વાંચો  : Karnataka Private Jobs reservation Bill: કર્ણાટક સરકાર બેકફૂટ પર, ખાનગી ક્ષેત્રમાં કન્નડ ભાષીઓને અનામત આપવાના બિલ પર હાલ કામચલાઉ પ્રતિબંધ મૂકાયો.. જાણો વિગતે.

    Maulana Tauqeer Raza: શું દેશમાં બે પ્રકારના કાયદા લાગુ છે….

    મૌલાનાએ કહ્યું કે પ્રશાસને જણાવવું જોઈએ કે જેઓ ખુલ્લેઆમ મુસ્લિમ યુવતીઓનું ધર્માંતરણ કરી રહ્યા છે તેમને આ અધિકાર કોણે આપ્યો છે. અમારા સમાજને બદનામ કરવા અને અપમાનિત કરવા માટે યુવતીઓને ગૌમૂત્ર પીવડાવવામાં આવે છે તેવો વીડિયો જાહેર કરવામાં આવી રહ્યો છે. આવા લોકો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી? જ્યારે અમે પરવાનગી માંગી ત્યારે ખૂબ હંગામો મચી ગયો હતો. 

    મૌલાનાએ પૂછ્યું કે શું દેશમાં બે પ્રકારના કાયદા લાગુ છે. તેમના માટે અલગ અને મુસ્લિમો માટે અલગ. આ અન્યાય સહન કરી શકાય નહીં. વહીવટીતંત્રે આવા લોકો પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી કરવી જોઈએ અને ભૂતકાળમાં થયેલા ધર્મ પરિવર્તનની તપાસ કરવી જોઈએ. જ્યાં સુધી અમને ખાતરી ન મળે ત્યાં સુધી અમે અમારો કાર્યક્રમ મુલતવી રાખી શકીએ નહીં. જો પરવાનગી નહીં મળે તો અમે કાયદાની વિરુદ્ધ કંઈ કરીશું નહીં.

  • Uttar Pradesh: હિંદુ ધર્મ અપનાવીને ફારિયાએ શિવ મંદિરમાં પ્રેમી સાથે લગ્ન કર્યા, કહ્યું- ટ્રિપલ તલાક અને હલાલાથી ડર લાગતો હતો.. જાણો વિગતે..

    Uttar Pradesh: હિંદુ ધર્મ અપનાવીને ફારિયાએ શિવ મંદિરમાં પ્રેમી સાથે લગ્ન કર્યા, કહ્યું- ટ્રિપલ તલાક અને હલાલાથી ડર લાગતો હતો.. જાણો વિગતે..

     News Continuous Bureau | Mumbai

    Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં શનિવારે મહંત યોગી સરોજનાથે બદાઉનની મુસ્લિમ યુવતી ફારિયા બીના સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન બરેલીના ( Bareilly ) ભુટા પોલીસ સ્ટેશન વિસ્તારના ખજુરિયા સંપત ગામમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. આમાં ફારિયાએ પોતાનો ધર્મ બદલીને ( Religious Conversion ) હિંદુ ધર્મ અપનાવ્યો હતો અને તેનું નામ પણ ફરિયાથી બદલીને દુર્ગા રાખ્યું હતું. ફરિયાનું કહેવું છે કે હિંદુ ધર્મ અપનાવીને તેણે દિનેશને પોતાની મરજીથી જીવનસાથી તરીકે પસંદ કર્યો છે. તે તેના પ્રેમી સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે.  

    બદાઉનની રહેવાસી ફારિયા બીએ ( Muslim Woman ) એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, તે બાળપણથી જ હિન્દુ ધર્મમાં ( Hindu Religion ) વિશ્વાસ ધરાવે છે. તો મુસ્લિમ સમુદાયમાં ( Muslim community ) થતા ટ્રિપલ તલાક અને હલાલા જેવી ખરાબ પ્રથાઓએ ફરિયાના મનમાં ડર પેદા કર્યો હતો. તેથી તેણે ધર્મ બદલવાનું નક્કી કર્યું હતું. ફરિયા અને દિનેશ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાણી હતી. જેમાં છેલ્લા પાંચ વર્ષથી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. 

    Uttar Pradesh: જ્યારે ફારિયાના પરિવારને આ વાતની જાણ થઈ તો તેમણે આ સંબંધ સ્વીકારવાની ના પાડી હતી…

     જ્યારે ફારિયાના ( Muslim Woman Conversion UP  ) પરિવારને આ વાતની જાણ થઈ તો તેમણે આ સંબંધ સ્વીકારવાની ના પાડી હતી. ફારિયા બીને ડર હતો કે તેનો પરિવાર તેના લગ્ન બીજે ક્યાંક કરી દેશે. આ કારણોસર તે એક મહિના પહેલા તેનું ઘર છોડીને તેના પ્રેમી પાસે આવી ગઈ હતી. બાદમાં બંનેએ વારાણસીના મંદિરમાં લગ્ન કર્યા હતા. આ પછી કોર્ટ મેરેજ કર્યા હતા. 

    આ સમાચાર પણ વાંચો: Tax: કોર્પોરેટ એડવાન્સ ટેક્સમાં વધારાને કારણે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 20 ટકાનો વધીને કુલ રૂ. 5.74 લાખ કરોડ પર પહોંચી ગયો.. જાણો વિગતે..

    ફારિયાના પ્રેમી દિનેશે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેનો પરિવાર આ લગ્નની વિરુદ્ધ નથી. શનિવારે યોગી સરોજ નાથના નેતૃત્વમાં ખજુરિયા સંપત ગામમાં ભગવાન શિવના મંદિરની સામે હવન કરીને અગ્નિને સાક્ષી સામે ફારિયાએ હિન્દુ ધર્મ ( Hinduism ) અપનાવ્યો હતો અને તેનું નામ બદલીને દુર્ગા દેવી રાખ્યું હતું અને તેના પ્રેમી દિનેશ સાથે લગ્ન કર્યા હતા.

     

  • Ragini khanna: રાગિણી ખન્ના એ પોતાનો ધર્મ બદલવા ના નિવેદન પર તોડ્યું મૌન, ગોવિંદા ની ભાણી એ જણાવી હકીકત

    Ragini khanna: રાગિણી ખન્ના એ પોતાનો ધર્મ બદલવા ના નિવેદન પર તોડ્યું મૌન, ગોવિંદા ની ભાણી એ જણાવી હકીકત

    News Continuous Bureau | Mumbai

    Ragini khanna: રાગિણી ખન્ના આરતી સિંહ ના લગ્ન માં જોવા મળી હતી અભિનેત્રી ને સસુરાલ ગેંડા ફૂલ ની સુહાના થી લોકો ઓળખે છે. હાલ અભિનેત્રી સિલ્વર સ્ક્રીન થી દૂર છે. તેમ છતાં રાગિણી ખન્ના લાઈમલાઈટમાં આવી છે રાગિણી તેની પ્રોફેશનલ લાઈફ ને કારણે નહીં પરંતુ તેની પર્સનલ લાઈફ ને કારણે ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા અનુસાર રાગિણી એ હિંદુ ધર્મનો ત્યાગ કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે હવે આ બાબત પર રાગીણી એ હકીકત જણાવી છે. 

    આ સમાચાર પણ વાંચો: Pushpa 2: પુષ્પા 2’નું પહેલું ધમાકેદાર ગીત થયું રિલીઝ, અલ્લુ અર્જુન નો સ્વેગ જોઈ તમે થઇ જશો તેના દીવાના

     

    રાગીણી એ જણાવી હકીકત 

    રાગીણી એકહ્યું, “હું પંજાબી-હિંદુ પરિવારમાં જન્મી અને ઉછરી છું. હું બધા ધર્મોમાં માનું છું. જ્યારે તેણે સહયોગ માટે વિનંતી મોકલી, ત્યારે મેં બહુ વિચાર્યું નહીં. મને એ પણ ખબર નથી કે તેણે આ સર્જનાત્મકતા શા માટે બતાવી. કદાચ તેણે મને ચર્ચમાં જોઈ હશે અને વિચાર્યું હશે કે મેં ધર્મ પરિવર્તન કર્યું છે. આ મારા માટે એક પાઠ છે. હવે હું ચોક્કસપણે વધુ સાવચેત રહીશ. હું મારા બધા ચાહકોને પ્રેમ અને સન્માન કરું છું, પરંતુ હું હવે તેમની સાથે સહયોગ કરીશ નહીં.”

     

    View this post on Instagram

     

    A post shared by HT City (@htcity)


    રાગિણી એ કહ્યું, “હું ખ્રિસ્તી ધર્મમાં માનું છું. હું દર રવિવારે ચર્ચમાં પણ જાઉં છું. હું મંદિરો અને દરગાહમાં પણ જાઉં છું. જો કોઈ મને ખ્રિસ્તી અથવા મુસ્લિમ કહે તો મને કોઈ વાંધો નથી, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં મારો ધર્મ બદલ્યો નથી, હું સંપૂર્ણપણે હિંદુ છું. હું મારા ધર્મને પહેલા કરતા વધારે પ્રેમ કરું છું અને અન્ય ધર્મો માટે પણ મને ઊંડો આદર છે.”

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)