• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - remove
Tag:

remove

GST tax slab Govt May Remove 12% Slab! From Toothpaste To Clothes, Will Daily Essentials Get Cheaper
વેપાર-વાણિજ્ય

GST tax slab : ગરીબ અને મધ્યમ વર્ગ માટે રાહત; કપડાં, જૂતા અને વાહનો થશે સસ્તા, સરકાર GST સ્લેબમાં ફેરફાર કરવાની કરી રહી છે તૈયારી…

by kalpana Verat July 3, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 GST tax slab : કેન્દ્ર સરકાર દેશના સામાન્ય લોકોને વધુ એક મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. આનાથી કપડાં, જૂતા, ટૂથપેસ્ટ અને વાસણો જેવી આવશ્યક વસ્તુઓ સસ્તી થઈ શકે છે. આ વખતે, બજેટમાં આવકવેરા સ્લેબમાં ફેરફાર કર્યા પછી, કેન્દ્ર સરકાર હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં ફેરફાર કરીને મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારોને રાહત આપવાની તૈયારી કરી રહી છે.

 GST tax slab : 12 ટકાના GST સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરશે ?

અહેવાલો અનુસાર, સરકાર 12 ટકાના GST સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરવા અથવા હાલમાં 12 ટકાના દરે કરવેરાવાળી વસ્તુઓને ૫ ટકાના સ્લેબમાં લાવવાનું વિચારી શકે છે. સરકારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પુનર્ગઠનમાં મધ્યમ વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો સમાવેશ થશે. આમાં ટૂથપેસ્ટ, ટૂથ પાવડર, છત્રીઓ, સીવણ મશીનો, પ્રેશર કૂકર, રસોડાના વાસણો, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ગીઝર, નાની ક્ષમતાવાળા વોશિંગ મશીનો, સાયકલ, કપડાં, ફૂટવેર, સ્ટેશનરી, રસીઓ, કૃષિ ઓજારો વગેરેનો સમાવેશ થઈ શકે છે.

 GST tax slab : સરકાર પર 40-50 હજાર કરોડનો બોજ

જો સરકાર આ પ્રસ્તાવિત ફેરફાર લાગુ કરે છે, તો રોજિંદા ઉપયોગની ઘણી વસ્તુઓ સસ્તી થઈ જશે. સરકાર પાલન કરવા માટે સરળ એટલે કે GST ને વધુ સરળ બનાવવાનું પણ વિચારી રહી છે. સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે GST સ્લેબ અથવા દરમાં ફેરફારને કારણે સરકાર પર લગભગ 40,000 કરોડ રૂપિયાથી 50,000 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે, પરંતુ તે શરૂઆતની અસર સહન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

આ સમાચાર પણ વાંચો : Mali Indian Kidnapped : માલીમાં અલ કાયદા સાથે જોડાયેલા આતંકવાદીઓએ કર્યું આટલા ભારતીયોનું અપહરણ; ભારત સરકાર તરત આવ્યું એક્શનમાં..

 GST tax slab : નાણામંત્રીએ ફેરફારનો સંકેત આપ્યો હતો

કેન્દ્ર સરકારનું માનવું છે કે જો રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવ ઘટાડવામાં આવે તો વેચાણ વધશે જેનાથી કર આધાર વધશે અને તેના કારણે લાંબા ગાળે GST કલેક્શનમાં વૃદ્ધિ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં GST દરોમાં સંભવિત ફેરફારોનો સંકેત આપ્યો હતો અને કહ્યું હતું કે સરકાર મધ્યમ વર્ગને આવશ્યક ચીજવસ્તુઓ પર રાહત આપવાનું વિચારી રહી છે.

July 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
DGCA Air India DGCA asks Air India to remove 3 crew rostering officials over ‘recent safety lapses’
Main PostTop Postદેશ

DGCA Air India : DGCA એ એર ઈન્ડિયા પર મોટી કાર્યવાહી કરી, કહ્યું આ ત્રણ અધિકારીઓને હટાવો, જાણો કોણ છે અને શું છે કારણ..

by kalpana Verat June 21, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

DGCA Air India :આજે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઇન્ડિયા સામે કડક વલણ અપનાવ્યું છે અને ક્રૂ શેડ્યુલિંગ વિભાગના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો  છે. ઉડ્ડયન સલામતી પ્રોટોકોલના ગંભીર ઉલ્લંઘન બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

DGCA Air India : એર ઇન્ડિયા સામે કડક વલણ 

જે અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે તેમાં ચુરા સિંહ (ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ), પિંકી મિત્તલ (ચીફ મેનેજર – ક્રૂ શેડ્યુલિંગ) અને પાયલ અરોરા (ક્રૂ શેડ્યુલિંગ – પ્લાનિંગ)નો સમાવેશ થાય છે. DGCA એ સ્પષ્ટ કર્યું છે કે આ અધિકારીઓને ક્રૂ શેડ્યુલિંગની જવાબદારીમાંથી તાત્કાલિક દૂર કરવા જોઈએ. સાથે જ DGCA એ એરલાઇનને આ અધિકારીઓ સામે આંતરિક શિસ્ત તપાસ શરૂ કરવાનો અને 10 દિવસની અંદર વિગતવાર અહેવાલના રૂપમાં સંપૂર્ણ માહિતી સબમિટ કરવાનો આદેશ પણ આપ્યો છે. ફ્લાઇટ સલામતી, ઓપરેશનલ કાર્યક્ષમતા અને જવાબદારીને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

DGCA Air India :મેનેજમેન્ટ સિસ્ટમની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી

DGCA દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, આ અધિકારીઓ અનેક ગંભીર બેદરકારીમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ક્રૂની અનધિકૃત અને નિયમો વિરુદ્ધ તૈનાતી, લાઇસન્સિંગ અને ક્રૂ આરામના નિયમોનું ઉલ્લંઘન અને મોનિટરિંગ સિસ્ટમમાં વ્યાપક ખામીઓનો સમાવેશ થાય છે.  આ ખામીઓ ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એર ઇન્ડિયાએ તેની જૂની એવિએશન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (ARMS) થી નવી CAE ફ્લાઇટ અને ક્રૂ મેનેજમેન્ટ સિસ્ટમમાં ફેરફાર કર્યો અને આ પછી તેની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી.

આ સમાચાર પણ વાંચો : Israel Iran War: ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ભારતે તક ઝડપી લીધી, આ પડોશી દેશોના નાગરિકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢશે સરકાર…

June 21, 2025

DGCA Air India :અમદાવાદ વિમાન દુઘટર્નામાં  270 થી વધુ લોકો ના મોત 

આ આદેશ એ ઘટનાના થોડા દિવસો પછી આવ્યો છે જ્યારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ પછી થોડી મિનિટો પછી ક્રેશ થઈ હતી, જેમાં 270 થી વધુ લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં ફક્ત વિમાનમાં સવાર લોકો જ નહીં પરંતુ જમીન પરના ઘણા લોકો પણ સામેલ હતા.

 

June 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ahmedabad Civil Hospital Doctors remove LED bulb of toy phone from infant’s respiratory tract in Ahmedabad
અમદાવાદ

Ahmedabad Civil Hospital: માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, 9 માસનું બાળક રમકડાના મોબાઇલનો એલઇડી બલ્બ ગળી ગયું; સર્જરી કરીને કરાયો દૂર

by kalpana Verat June 9, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Ahmedabad Civil Hospital:

  • બાળરોગ સર્જરી સપ્તાહ દરમ્યાન નાના બાળકો ધરાવતા તમામ માતાપિતા માટે ફરી થી ચોંકાવનારો કિસ્સો
  • સિવિલ હોસ્પિટલમાં નવ માસનું બાળક રમકડાના મોબાઇલનો એલઇડી બલ્બ ગળી જતા બલ્બ શ્વાસ નળી માં ફસાઇ ગયો
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનોને સફળ સર્જરી કરીને દૂર કર્યો
  • દર વર્ષે ૨ થી ૮ જુન ના અઠવાડીયા ને બાળરોગ સર્જરી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે
  • આ વર્ષે બાળરોગ સર્જરી સપ્તાહ ની થીમ “જન્મજાત ખોડખાંપણ માટે બાળરોગ સર્જન”

વારંવાર બનતા આવા કિસ્સાઓ ઉપર થી માતાપિતા અને પરીવારજનોએ સબક લઇ વધુ સાવચેત રહેવાની જરુર :- ડો. રાકેશ જોષી, તબીબી અધિક્ષક અને બાળરોગ વિભાગ ના વડા, સિવિલ હોસ્પિટલ અમદાવાદ

છેલ્લા ઓગણીસ દિવસથી આમ થી તેમ અમારા બાળકની તકલીફની સારવાર માટે દોડી રહ્યા હતા, પણ છેલ્લે સાચી સારવાર સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં જ મળી આ શબ્દો છે બાળકના પિતા જુનેદભાઇના.

કારપેન્ટરનુ કામ કરતા મંગરોળ, જુનાગઢ ના રહેવાસી એવા શ્રી જુનેદ યુસુફ અને શ્રીમતી તબસ્સુમબેનના લાડકવાયા એવા 9 માસના નાનકડા પુત્ર મોહમ્મદને છેલ્લા ૧૫ દિવસથી ઉધરસ આવતી હતી. જુનાગઢ માં બાળરોગ તજજ્ઞ ને બતાવતા તેનો છાતીનો એક્સ-રે કરાવતા તેમાં શ્વસનનળીમાં કાંઈક હોવાની માલુમ પડ્યુ હતુ. જુનેદ ભાઇને રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા વધુ તપાસની ભલામણ કરવામાં આવી પણ તેનો ખર્ચ તેમને પોષાય તેમ ન હોવાથી તેમના માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ આશાની કિરણ બની જ્યાં સારવાર અર્થે બાળક ને લઇ આવતા તારીખ ૩ જૂન, ૨૦૨૫ ના રોજ બાળકને પીડીયાટ્રીક સર્જરી વિભાગ માં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યુ.

સિવિલ હોસ્પિટલ, અમદાવાદના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. નિલેશ અને તેમની ટીમ દ્વારા બાળકની બ્રોન્કોસ્કોપી કરી જમણી તરફ ની મુખ્ય શ્વાસનળીમાંથી એક એલઇડી બલ્બ સફળતાપુર્વક બહાર કાઢવામા આવ્યો. ઓપરેશન પછી બાળકની તબીયત ઝડપથી સુધરી રહી છે અને કોઇપણ બીજી તકલીફ વગર બાળક હવે સ્વસ્થ છે જેથી ટુંક સમય માં તેને હોસ્પિટલ માં થી રજા આપવામાં આવશે તેમ ડોક્ટરો એ જણાવ્યુ હતુ. સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોની નિપુણતા અને નિષ્ઠાપુર્વક ની સારવાર નો આ કિસ્સો ગરીબ દર્દીઓ માટે ઉપલબ્ધ સસ્તી અને ઉતમ સારવારનુ જીવંત ઉદાહરણ છે.

ડો. જોષી એ બાળરોગ સર્જરી સપ્તાહ વિશે જણાવતા કહ્યુ હતુ કે, બાળરોગ સર્જરી સપ્તાહ એ ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક સર્જન્સ (IAPS) દ્વારા બાળરોગ અંગે ની સર્જિકલ બિમારીઓ અને તેની સારવાર વિશે જાગૃતિ લાવવા માટે ની એક વાર્ષિક પહેલ છે. જે દર વર્ષે જૂન મહીનામાં ઉજવવામાં આવે છે. આ વર્ષે બાળરોગ સર્જરી સપ્તાહ ની થીમ “જન્મજાત ખોડખાંપણ માટે બાળરોગ સર્જન” રાખવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Share Market Updates : સપ્તાહના પહેલા દિવસે શેરબજાર તેજી, સેન્સેક્સ-નિફ્ટી મોટો વધારો; આ બેંકિંગ શેરોમાં ઉછાળો

બાળરોગ સર્જરી સપ્તાહ પ્રસંગે નાના બાળકો ધરાવતા તમામ માતા પિતાને બાળકોમાં થતી જન્મજાત ખામીઓ તેમજ અન્ય બાળ સર્જીકલ બીમારી ઓ વિશે જાગ્રુત રહી પોતાના બાળક માં આવા કોઇપણ લક્ષણ કે તકલીફ જણાય તો તુરંત જ બાળરોગ સર્જન નો સંપર્ક કરવી જોઇએ જેથી વહેલી તકે આવી બીમારી નુ નિદાન કરી બાળક ની સમયસર યોગ્ય સારવાર થઇ શકે તેમ ડો. જોષી એ લોકોને સંદેશ આપ્યો હતો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
chhaava landed in trouble over sambhaji and yesubai dance scene
મનોરંજન

Chhaava Controversy: રિલીઝ પહેલા જ વિવાદ માં ફસાઈ વિકી અને રશ્મિકા ની ફિલ્મ છાવા, મરાઠા જૂથે ફિલ્મ માંથી આ સીન હટાવવાની કરી છે માંગણી

by Zalak Parikh January 25, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Chhaava Controversy: વિકી કૌશલ અને રશ્મિકા મંદન્ના ની ફિલ્મ છાવા નું ટ્રેલર તાજેતર માં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ના ટ્રેલરે લોકો નો ઉત્સાહ વધારી દીધો છે. આ ફિલ્મ ઐતિહાસિક એક્શન ફિલ્મ છે જે સંભાજી મહારાજ પર આધારિત છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ સંભાજી મહારાજ ની ભૂમિકા ભજવી રહ્યો છે.જ્યારે કે રશ્મિકા મંડન્ના સંભાજી મહારાજ ની પત્ની યેસુબાઈના રોલમાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી તેને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે.મરાઠા જૂથે ફિલ્મ ના એક સીન ને હટાવવાની માંગ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Saif Ali Khan Case: સૈફ અલી ખાનના આરોપીએ કબુલ્યો પોતાનો ગુનો, અભિનેતાના ચાર નોકરો મુંબઈ પોલીસના રડાર પર; જાણો કારણ..

છાવા પર થયો વિવાદ 

છાવા નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે હવે આ ટ્રેલર સામે આવ્યા બાદ મરાઠા જૂથે ફિલ્મના એક દ્રશ્ય સામે વાંધો ઉઠાવ્યો છે. મરાઠા સંગઠને ફિલ્મમાં વિક્કી કૌશલ અને રશ્મિકા મંદન્નાના ડાન્સ સિક્વન્સ સામે વાંધો ઉઠાવ્યો છે. વિક્કી સંભાજીની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે રશ્મિકા મંડન્ના યેસુબાઈની ભૂમિકા ભજવી રહી છે.મરાઠા જૂથે ફિલ્મમાંથી આ દ્રશ્યો દૂર કરવાની માંગ કરી છે. ફિલ્મમાંથી આ દ્રશ્ય દૂર કરવાની માંગ કરતા મરાઠા સંગઠન ના વડા એ કહ્યું કે તેઓ ખુશ છે કે સંભાજી મહારાજ પર હિન્દી ફિલ્મ બની છે, પરંતુ આ નૃત્ય દ્રશ્ય દ્વારા સંભાજી મહારાજનું અપમાન કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાંથી દૂર કરવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Maddock Films (@maddockfilms)


છાવા ફિલ્મ માં વિકી કૌશલ અને રશ્મિકા મંદન્ના સિવાય અક્ષય ખન્ના, વિનીત કુમાર સિંહ, આશુતોષ રાણા, દિવ્યા દત્તા, નીલ ભૂપાલમ, સંતોષ જુવેકર અને પ્રદીપ રાવત પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

January 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dadar Hanuman Mandir Railways Issues Notice To Remove Unauthorized Hanuman Temple At Dadar Station
મુંબઈ

Dadar Hanuman Mandir : દાદર રેલવે સ્ટેશનની બહાર હનુમાન મંદિર હટાવવાની નોટિસ, ઉદ્ધવ ઠાકરેએ સરકાર પર ઉઠાવ્યા સવાલ; ભક્તોએ આપી ચીમકી…

by kalpana Verat December 14, 2024
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

Dadar Hanuman Mandir : મુંબઈના દાદર રેલવે સ્ટેશન પાસેના હનુમાન મંદિરનો વિવાદ વધુ વકરવાની શક્યતા છે. સેન્ટ્રલ રેલ્વેએ મંદિરને તોડી પાડવાની નોટિસ જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે અનધિકૃત છે અને રેલવેની જમીન પર બાંધવામાં આવ્યું છે. તેના જવાબમાં શિવસેના યુબીટી જૂથે આક્રમક વલણ અપનાવ્યું છે. પાર્ટીના નેતા ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર સરકાર અને બીજેપીના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા છે. 

Dadar Hanuman Mandir :  આદિત્ય ઠાકરે આજે સાંજે દાદરના હનુમાન મંદિરમાં મહા આરતી કરશે

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપ હિન્દુત્વના નામે વોટ માંગે છે પરંતુ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે મૌન છે. મુંબઈમાં મંદિરો તોડવાની વાતો થઈ રહી છે, તેના પર પણ ભાજપ કેમ ચૂપ છે? શિવસેના (ઠાકરે જૂથ)ના ધારાસભ્ય આદિત્ય ઠાકરે આજે સાંજે દાદરના હનુમાન મંદિરમાં મહા આરતી કરવાના છે.  આદિત્ય ઠાકરે અને સ્થાનિક ધારાસભ્ય મહેશ સાવંત સહિત હજારો શિવસૈનિકો તોડી પાડવાના વિરોધમાં મહા આરતીમાં ભાગ લે તેવી અપેક્ષા છે.

Dadar Hanuman Mandir :  રેલવેની નોટિસમાં શું છે?

સેન્ટ્રલ રેલવે દ્વારા 4 ડિસેમ્બરે મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીને જારી કરવામાં આવેલી આ નોટિસમાં તેમને ગેરકાયદેસર કબજો ગણાવીને સાત દિવસમાં મંદિરને હટાવવા માટે કહેવામાં આવ્યું છે. રેલ્વેએ તેની નોટિસમાં કહ્યું છે કે મંદિરના ગેરકાયદેસર કબજાને કારણે ત્યાંના વાહનવ્યવહારમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે અને દાદર સ્ટેશન પર રેલવે દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોમાં પણ અવરોધ આવી રહ્યો છે. રેલવેએ તેની નોટિસમાં ચેતવણી આપી છે કે જો સાત દિવસમાં મંદિરને હટાવીને શાંતિપૂર્ણ રીતે રેલવેને જમીન સોંપવામાં નહીં આવે તો રેલવે બળપૂર્વક જમીન ખાલી કરી દેશે.

Dadar Hanuman Mandir : કિરીટ સોમૈયા પણ આવ્યા મેદાને

દાદર હનુમાન મંદિરને નોટિસ ફટકારવાના મામલાએ રાજકીય રંગ લીધા બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયા પણ મેદાનમાં આવ્યા છે. કિરીટ  સોમૈયાએ રાત્રે 9 વાગ્યે મહારાષ્ટ્ર બીજેપી ચીફ ચંદ્રશેખકર બાવનકુળે ના નિવેદન પર લખ્યું કે તેમને રેલવે ઓથોરિટી દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તેઓ ડિમોલિશન નોટિસની સમીક્ષા કરશે. સોમૈયાએ કહ્યું કે મને આશા છે કે તે પાછી ખેંચી લેવામાં આવશે. સોમૈયાએ આગળ લખ્યું કે દાયકાઓ જૂના હનુમાન મંદિરને તોડી શકાય નહીં.  

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Cabinet Expansion : સૌથી મોટા સમાચાર… કેબિનેટ વિસ્તરણમાં ફરી વિલંબ થશે?, ગૃહ નહીં, હવે ‘આ’ ખાતાને લઈને દુવિધા…

Dadar Hanuman Mandir :  મંદિર 80 વર્ષ જૂનું 

તે જ સમયે, કેટલાક ભક્તોના જણાવ્યા અનુસાર, આ મંદિર 80 વર્ષ જૂનું છે અને તેની સામે રેલવે પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો આ મંદિર હટાવવામાં આવે તો અમે પણ રસ્તા પર ઉતરીશું. મંદિરના પૂજારીઓ પણ કહે છે કે આ મંદિર સાથે હજારો લોકોની લાગણી જોડાયેલી છે, કારણ કે હજારો લોકો દાદર સ્ટેશન પર દરરોજ ટ્રેન પકડવા આવે છે અને આ મંદિરમાં ભગવાનના આશીર્વાદ લઈને દરરોજ તેમની મુસાફરી શરૂ કરે છે. ઘણા માને છે કે હનુમાનજીની કૃપાથી તેમની યાત્રા સફળ થાય છે. આવી સ્થિતિમાં મંદિરને હટાવવાથી લોકોની આસ્થાને ઠેસ પહોંચશે.

 

 

December 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dharavi Mosque Dharavi Mosque Demolition BMC Granted Extension to Mahboob-E-Subhani Mosque Trustees to Remove Alleged Illegal Construction
મુંબઈMain PostTop Post

Dharavi Mosque : પાલિકાએ મસ્જિદ સમિતિને ગેરકાયદે બાંધકામ હટાવવા આપ્યો આટલા દિવસનો સમય, મુસ્લિમ સમુદાય કરશે કોર્ટનો સંપર્ક…

by kalpana Verat September 21, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Dharavi Mosque : એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતા મહારાષ્ટ્રના ધારાવીમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. BMC કર્મચારીઓ દ્વારા મસ્જિદને કથિત ગેરકાયદેસર તોડી પાડવાના કારણે અહીં વિવાદ સર્જાયો હતો. સેંકડો લોકો રસ્તા પર આવી ગયા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે. પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. હાલ BMCની ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ છે.

Dharavi Mosque :  મુસ્લિમ સમુદાય  કોર્ટનો સંપર્ક કરશે

મીડિયા રિપોર્ટ મુજબ આ મામલામાં BMCએ મસ્જિદ કમિટીને ગેરકાયદે બાંધકામ હટાવવા માટે આઠ દિવસનો સમય આપ્યો છે. ત્યાં સુધી BMC મસ્જિદ સામે કોઈ કાર્યવાહી કરશે નહીં. અહેવાલ છે કે મુસ્લિમ સમુદાય આ મસ્જિદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થાય તેની ખાતરી કરવા માટે કોર્ટનો સંપર્ક કરશે.

Dharavi Mosque :  મસ્જિદ બનાવવામાં ઘણા દિવસો અને મહિનાઓ લાગ્યા 

 દરમિયાન સ્થાનિક લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ધારાવીના એક રહેવાસીએ જણાવ્યું હતું કે, “મારો જન્મ અને ઉછેર ધારાવીમાં થયો હતો, જે માળખું BMC અને અન્ય અધિકારીઓ ગેરકાયદે ગણાવી રહ્યા છે તે એક દિવસમાં બનાવવામાં આવ્યું ન હતું. તેને બનાવવામાં ઘણા દિવસો અને મહિનાઓ લાગ્યા હતા, તો ત્યારે અધિકારીઓ ક્યાં હતા? આજે તે માળખાએ મસ્જિદનું સ્વરૂપ લઈ લીધું છે, તેથી હવે તેઓ કહી રહ્યા છે કે તેઓ મસ્જિદ તોડી પાડશે.

આ સમાચાર પણ વાંચો :  Dharavi Mosque :  ધારાવીમાં મસ્જિદના ગેરકાયદેસર ભાગને તોડવાને લઈને સંઘર્ષ, ભીડે BMCનો કર્યો ઘેરાવો; વાહનોમાં કરી તોડફોડ…

વાસ્તવમાં BMC મુંબઈના ધારાવીમાં આવેલી ‘મહેબૂબ સુભાની’ મસ્જિદના અમુક ભાગને ગેરકાયદે ગણાવીને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. આ કારણોસર શુક્રવારે રાતથી જ સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અહીંના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે. તેથી તેને તોડવી જોઈએ નહીં. આવી સ્થિતિમાં, જ્યારે BMCના અધિકારીઓ મસ્જિદના ગેરકાયદે ભાગને તોડવા પહોંચ્યા ત્યારે પ્રદર્શનકારીઓએ તેમના વાહનોમાં તોડફોડ પણ કરી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા.

 

 

September 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Arvind Kejriwal Arrest PIL filed in Delhi HC to remove Arvind Kejriwal as Delhi Chief Minister
દેશ

Arvind Kejriwal Arrest : અરવિંદ કેજરીવાલને દિલ્હીના સીએમ પદ પરથી હટાવવા જોઈએ, ધરપકડ બાદ હાઈકોર્ટમાં દાખલ થઇ અરજી..

by kalpana Verat March 22, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Arvind Kejriwal Arrest : દારુ કૌભાંડમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. ઇડી દ્વારા કેજરીવાલની ધરપકડ કર્યા પછી, હવે એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે, જેમાં કેજરીવાલને દિલ્હીના સીએમ પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. આ અરજી દિલ્હીના રહેવાસીએ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરી છે. જણાવી દઈએ કે કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીના મંત્રી આતિશીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે અને જેલમાંથી જ સરકાર ચલાવશે.

શું કહ્યું અરજદારે 

દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજદારે કહ્યું છે કે મુખ્યમંત્રી પર નાણાકીય કૌભાંડનો આરોપ હોવાથી તેમને જાહેર પદ પર રહેવાની મંજૂરી આપવી જોઈએ નહીં. પીઆઈએલ દાખલ કરનાર અરજદારે દાવો કર્યો છે કે તે એક ખેડૂત અને સામાજિક કાર્યકર છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પીઆઈએલમાં અરજદારે એમ પણ કહ્યું હતું કે કેજરીવાલનું પદ ચાલુ રાખવાથી કાયદાની પ્રક્રિયામાં અવરોધ આવશે. જેના કારણે રાજ્યમાં બંધારણીય વ્યવસ્થામાં ભંગાણ પડવાની આશંકા છે.

રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા કેજરીવાલને 

ઈડીએ ગુરુવારે રાત્રે અરવિંદ કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. આ ધરપકડ દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી છે. આ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, બીઆરએસ નેતા કે કવિતા સહિત ઘણા મોટા નેતાઓ પહેલાથી જ જેલમાં છે. કેજરીવાલની ધરપકડ બાદ, EDએ તેમને શુક્રવારે રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટને કહ્યું કે કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કૌભાંડનો માસ્ટરમાઈન્ડ અને મુખ્ય કાવતરાખોર છે. મુખ્ય પ્રધાનના 10-દિવસના રિમાન્ડની માંગણી કરતા, એએસજી એસવી રાજુએ કોર્ટને જણાવ્યું હતું કે કેજરીવાલ ગુનાની કાર્યવાહીના ઉપયોગ અને નીતિ ઘડવામાં સીધી રીતે સામેલ હતા.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha General Election 2024: 7 મેના યોજાનારી લોકસભાની ચુંટણીમાં માંડવી લોકસભાની બેઠક પરથી આટલા લાખ મતદારો પોતાના કરશે મતાધિકારનો ઉપયોગ..

કેજરીવાલે 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી

કેજરીવાલને આપવામાં આવેલી રાહતનો વિરોધ કરતા કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે દારૂની નીતિ એવી રીતે બનાવવામાં આવી હતી કે તેનાથી લાંચ લેવાનું શક્ય બન્યું હતું. વિજય નાયર આમ આદમી પાર્ટી અને સાઉથ કાર્ટેલ વચ્ચે વચેટિયા હતા, જેમના એક નેતા કે. કવિતા હતી. તેની પહેલેથી જ ધરપકડ કરવામાં આવી છે. EDએ કોર્ટને કહ્યું છે કે કેજરીવાલે સાઉથ ગ્રુપના કેટલાક આરોપીઓ પાસેથી 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. એજન્સીએ એમ પણ કહ્યું કે કેજરીવાલ પોતે કવિતાને મળ્યા હતા અને કહ્યું હતું કે તેઓએ દારૂની નીતિ પર સાથે મળીને કામ કરવું જોઈએ. ગુનાની આવક રૂ. 100 કરોડ જ નહીં પરંતુ લાંચ આપનારાઓએ મેળવેલ નફો પણ ગુનાની આવક હતી.

March 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Wrinkles remedies How to Remove Wrinkles at Home Naturally
સૌંદર્ય

Wrinkles remedies : વધતી ઉંમર સાથે ચહેરા પર દેખાવા લાગી છે કરચલીઓ, તો અજમાવો આ ઉપાય..

by kalpana Verat January 6, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Wrinkles remedies : ધૂળ અને પ્રદૂષણની સાથે બદલાતી જીવનશૈલી માત્ર આપણા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ આપણી ત્વચા ( skin ) ને પણ બગાડી રહી છે. આજકાલ ઘણા લોકો ચહેરાની કરચલીઓથી પરેશાન છે. જેના કારણે ક્યારેક આપણી સુંદરતા પણ ઘટવા લાગે છે. આ ઉપરાંત કેટલીકવાર ત્વચાની યોગ્ય કાળજી ન લેવાથી  પણ અકાળે કરચલીઓનું કારણ બની જાય છે. ચહેરાની સુંદરતા જાળવવા માટે ત્વચાની મજબુતતા જાળવવા માટે ત્વચાની યોગ્ય સંભાળ જરૂરી છે. અહીં કેટલીક એવી ટિપ્સ આપવામાં આવી રહી છે જે ત્વચાને યુવાન  રાખે છે અને કરચલીઓની પ્રક્રિયાને પણ ધીમી કરે છે.  

ત્વચાને યુવાન રાખવા માટેની ટિપ્સ ( remedies ) 

મોઇશ્ચરાઇઝર લગાવવાનું ભૂલશો નહીં

ત્વચાને લગતી એક મોટી ભૂલ એ છે કે આપણે ઘણીવાર ત્વચા પર મોઈશ્ચરાઈઝર ( Moisturizer ) લગાવવાનું ભૂલી જઈએ છીએ. આપણને લાગે છે કે જો ત્વચા તૈલી હોય અથવા ત્વચા પર ભેજ દેખાતો ન હોય તો મોઈશ્ચરાઈઝર લગાવવાની જરૂર નથી. પરંતુ, ચહેરો તૈલી હોય તો પણ દરરોજ મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ. 

સનસ્ક્રીન લગાવો 

સૂર્યના હાનિકારક કિરણોથી ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીન લગાવવી જરૂરી છે. સનસ્ક્રીન ( Sun Screen ) લગાવવાથી ત્વચાને અકાળે વૃદ્ધત્વથી પણ બચાવે છે. તેથી દરરોજ સનસ્ક્રીન લગાવવી ખુબ જ જરૂરી છે.

આ સમાચાર પણ વાંચો :  Today’s Horoscope : આજે ૬ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

રાત્રે ત્વચા ક્લીન કરો

દિવસભર ચહેરા પર તડકો, ધૂળ અને મેકઅપની એક લેયર રહે છે. આવી સ્થિતિમાં, જો તમે રાત્રે તમારા ચહેરાને યોગ્ય રીતે સાફ કર્યા પછી સૂતા નથી, તો ત્વચા પર ગંદકીના આ સ્તરને કારણે ત્વચાના મૃત કોષો એકઠા થાય છે જે વૃદ્ધત્વના સંકેતોને વધારે છે. એટલા માટે રાત્રે સ્કિન કેરની નિયમિતતા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.

પુરી ઊંઘ લો

ઊંઘનો અભાવ ત્વચાની વૃદ્ધત્વનું મુખ્ય કારણ છે. તમારી ઊંઘ પૂરી કરવા માટે સમયસર સૂવું જરૂરી છે. સારી અને સંપૂર્ણ ઊંઘ તણાવ જેવી સમસ્યાઓને પણ દૂર રાખે છે, જેનાથી શરીર સ્વસ્થ રહે છે અને ત્વચાનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

આહારનું ધ્યાન રાખ્યું

તમારો આહાર જેટલો સારો હશે, તમારી ત્વચા એટલી જ સુંદર દેખાશે. તમારા ચહેરા પર કરચલીઓ ટાળવા માટે, સારો આહાર જાળવો. તમારા આહારમાં પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો અને બહારના જંક ફૂડને મર્યાદિત કરો.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

January 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Facial Hair Tips to remove facial hair naturally at home 
સૌંદર્ય

  Facial Hair : ચહેરા પરથી અનિચ્છનીય વાળ દૂર કરવા માટે વેક્સિંગને બદલે ચણાના લોટનો આ રીતે કરો ઉપયોગ કરો, કોઈ આડઅસર થશે નહીં.

by kalpana Verat December 15, 2023
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

 Facial Hair : શિયાળાની ઋતુમાં ચણાના લોટ એટલે કે બેસનનો ઉપયોગ પકોડા બનાવવાથી લઈને હેલ્ધી બ્રેકફાસ્ટ બનાવવા સુધી ઘણી રીતે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ચણાના લોટનો ઉપયોગ માત્ર રસોડામાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે જ નહીં પરંતુ તમારા ચહેરાની સુંદરતા વધારવા માટે પણ કરી શકાય છે. હા, ચણાના લોટની મદદથી તમે તમારા ચહેરા પરના અનિચ્છનીય વાળથી છુટકારો મેળવી શકો છો. 

મહિલાઓ ઘણીવાર ચહેરા અને હાથ-પગ પર દેખાતા અનિચ્છનીય વાળને દૂર કરવા માટે વેક્સિંગનો સહારો લે છે. જેના કારણે તેઓને માત્ર પીડા જ નથી થતી પરંતુ તેમને રૂપિયા પણ ખર્ચવા પડે છે. પરંતુ જો તમે ઘરે આ અનિચ્છનીય વાળથી કોઈ પણ જાતની પીડા વિના છુટકારો મેળવવા માંગતા હોવ તો ચણાના લોટના આ ઉપાયો તમને મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે કેવી રીતે ચણાના લોટમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને અનિચ્છનીય વાળ સરળતાથી દૂર કરી શકાય છે.

બેસન હળદર-

ચણાના લોટમાં હળદર ભેળવવાથી ત્વચાનો રંગ નિખારવામાં મદદ મળે છે. ચહેરા પરથી અનિચ્છનીય વાળ દૂર કરવા માટે હળદર અને ચણાનો લોટને સમાન માત્રામાં લો અને ગુલાબજળની મદદથી પેસ્ટ તૈયાર કરો. હવે આ પેકને તમારા ચહેરા પર લગાવો અને થોડી વાર રહેવા દો. જ્યારે આ પેક સુકવા લાગે ત્યારે તેને હળવા હાથે ઘસીને ચહેરો સાફ કરો અને હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.

ચણાનો લોટ, લીંબુનો રસ-

ચહેરાના અનિચ્છનીય વાળ દૂર કરવા અને ત્વચાની ચમક વધારવા માટે ચણાના લોટમાં ગુલાબજળ અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. હવે આ પેકને અડધા કલાક માટે ચહેરા પર રહેવા દો. નિર્ધારિત સમય પછી, પેકને હળવા હાથથી માલિશ કરીને અને તેને ગોળાકાર ગતિમાં ફેરવીને દૂર કરો. તમે અઠવાડિયામાં બે વાર આ પેક લગાવી શકો છો.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૧૫ ડિસેમ્બર ૨૦૨૩, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

બેસન પપૈયા-

સ્વાસ્થ્યની સાથે સાથે પપૈયા અને એલોવેરા પણ તમારી ત્વચાને સુધારવામાં મદદ કરે છે. તેના નિયમિત ઉપયોગથી ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. ચહેરા પરથી અનિચ્છનીય વાળ દૂર કરવા માટે, પપૈયાનો પલ્પ, તાજા એલોવેરા જેલ અને બદામનું તેલ 2 ચમચી ચણાના લોટમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને અડધા કલાક સુધી ચહેરા પર લગાવ્યા પછી આંગળીઓની મદદથી વિરુદ્ધ દિશામાં ઘસો. આ પછી ચહેરો પાણીથી ધોઈ લો.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

December 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
high court ordered jailer makers to remove RCB jersey scene from the movie
મનોરંજન

Jailer: રજનીકાંતની ફિલ્મ ને લાગ્યો ઝટકો, આ સીન હટાવવાનો હાઇકોર્ટે આપ્યો આદેશ

by Zalak Parikh August 29, 2023
written by Zalak Parikh

 News Continuous Bureau | Mumbai 

રજનીકાંતની જેલર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 600 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ દરમિયાન આ ફિલ્મ પણ વિવાદોમાં આવી ગઈ છે. હકીકતમાં ફિલ્મના એક સીનમાં કોન્ટ્રાક્ટ કિલરને RCBની જર્સીમાં બતાવવામાં આવ્યો છે. આ પછી મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હવે આ સાંભળીને હાઈકોર્ટે ફિલ્મના નિર્માતાઓને 1 સપ્ટેમ્બર સુધીમાં તે સીન પરથી જર્સી હટાવવા માટે કહ્યું છે.

 

સીન હટાવી દેવાનો આપ્યો આદેશ 

સુનાવણી દરમિયાન, કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા દાવામાં, પ્રથમ સુનાવણી પછી, પ્રતિવાદીઓ એ વાદી નો સંપર્ક કર્યો હતો અને ફિલ્મમાં આરસીબીની જર્સીના દ્રશ્યને લઈને વિવાદ ઉકેલાઈ ગયો હતો. તે જ સમયે, કોર્ટે તેના આદેશમાં કહ્યું છે કે પ્રતિવાદીઓ ખાતરી કરશે કે 1 સપ્ટેમ્બર, 2023 પછી, કોઈપણ થિયેટર કોઈપણ સ્વરૂપમાં આરસીબીની જર્સી પ્રદર્શિત કરશે નહીં. જ્યાં સુધી ટેલિવિઝન, સેટેલાઇટ અથવા કોઈપણ OTT પ્લેટફોર્મનો સંબંધ છે, ફિલ્મનું સંપાદિત સંસ્કરણ રિલીઝ પહેલા પ્રસારિત/પ્રસારિત કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Sushant Singh Rajput Flat : ‘એ’ ફ્લેટ જ્યાં સુશાંત સિંહ રાજપૂતે પોતાનું જીવન સમાપ્ત કર્યું…. બોલીવુડની આ જાણીતી અભિનેત્રીએ ખરીદ્યો તે ફલેટ! નિવેદનમાં અભિનેત્રીએ આપી આ ખાસ પ્રતિક્રિયા..

 આરબીસીએ કરી હતી કોર્ટમાં અરજી 

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને ખબર પડી હતી કે જેલર ફિલ્મમાં એક સીન હતો જેમાં એક કોન્ટ્રાક્ટ કિલર આરસીબીની જર્સી પહેરેલી એક મહિલા વિશે અપમાનજનક નિવેદનો કરી રહ્યો છે, તો તેની સામે વાંધો ઉઠાવતા તેણે કોર્ટમાં અરજી કરી હતી. કે તેનાથી બ્રાંડની છબી ખરાબ થવાની અને પ્રાયોજકોને નુકસાન થવાની શક્યતા હતી.

 

August 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક