• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ritesh deshmukh
Tag:

ritesh deshmukh

bollywood celebs mourn the demise of manmohan singh
મનોરંજન

Manmohan singh death: પૂર્વ PM મનમોહન સિંહના નિધનથી બોલિવૂડ માં પણ શોક ની લહેર, આ સેલેબ્સ એ આપી તેમને શ્રદ્ધાંજલિ

by Zalak Parikh December 27, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Manmohan singh death: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. તેમના નિધન ના સમાચાર સાંભળીને આખો દેશ દુઃખી અને આઘાતમાં છે. તેમજ બોલિવૂડ માં પણ તેમના નિધન થી શોક ની લહેર છવાઈ છે. સોશિયલ મીડિયા પર ઘણા સેલેબ્સે તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

આ સમાચાર પણ વાંચો : Allu arjun: પોલીસ ની પૂછતાછ વચ્ચે આ કારણ થી ભાવુક થઇ ગયો હતો અલ્લુ અર્જુન, જાણો વિગત

પૂર્વ PM મનમોહન સિંહના નિધન પર બોલિવૂડ સેલેબ્સ એ આપી શ્રદ્ધાંજલિ

રિતેશ દેશમુખે મનમોહન સિંહ અને તેમના પિતાની તસવીરો શેર કરી અને લખ્યું, આજે આપણે ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાનમાંથી એક ગુમાવ્યા છે. ભારતના આર્થિક વિકાસને વેગ આપનાર વ્યક્તિ. ભગવાન તેમના આત્માને શાશ્વત ગૌરવ આપે.

Today we have lost one of India’s finest Prime Ministers. The man who propelled India’s economic growth. He epitomised dignity and humility. We will forever be indebted to his legacy. May his soul rest in eternal glory. Thank you Shri Manmohan Singh ji 🙏🏽 pic.twitter.com/dLWMyk5STc

— Riteish Deshmukh (@Riteishd) December 26, 2024


સની દેઓલે લખ્યું, ‘હું ડૉ.મનમોહન સિંહના નિધનથી ખૂબ જ દુઃખી છું. એક સ્વપ્નદ્રષ્ટા નેતા જેમણે ભારતના આર્થિક ઉદારીકરણને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રના વિકાસમાં તેમની બુદ્ધિમત્તા, નિષ્ઠા અને યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. મારી હૃદયપૂર્વકની સંવેદના.’

I’m deeply saddened by the passing of Dr. Manmohan Singh, a visionary leader who played a pivotal role in shaping India’s economic liberalization. His wisdom, integrity& contributions to the nation’s growth will always be remembered. My heartfelt condolences. #RIPDrManmohanSingh pic.twitter.com/Y5lybTCmTv

— Sunny Deol (@iamsunnydeol) December 26, 2024


આ ઉપરાંત સંજય દત્ત, મનોજ બાજપેયી જેવા ઘણા સેલેબ્સ એ તેમના સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

December 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
genelia dsouza birthday know unknown fact of the actress
મનોરંજન

Genelia d’souza birthday: એક નેશનલ લેવલ ની ફૂટબોલર બની અભિનેત્રી, જાણો જેનેલિયા ના જન્મદિવસ પર તેના વિશે કેટલીક રસપ્રદ વાતો

by Zalak Parikh August 5, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Genelia d’souza birthday: જેનેલિયા ડિસોઝા આજે તેનો 37 મોં જન્મદિવસ ઉજવી રહી છે. જેનેલિયા ડિસોઝા બોલિવૂડ ની ક્યૂટ અભિનેત્રી છે.જેનેલિયા નો જન્મ 5 ઓગસ્ટ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. જેનેલિયા એ અત્યારસુધી હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. બહુ ઓછા લોકો ને ખબર હશે કે ફિલ્મી દુનિયા માં આવતા પહેલા જેનેલિયા નેશનલ લેવલ ની ફૂટબોલર રહી ચુકી છે. 

આ સમાચાર પણ વાંચો: khel khel mein: હસવા માટે થઈ જાઓ તૈયાર, અક્ષય કુમાર ની ફિલ્મ ખેલ ખેલ મેં નું ટ્રેલર જોઈ તમે થઈ જશો હસીને લોટપોટ

જેનેલિયા ની કારકિર્દી 

જેનેલિયા વિશે બહુ ઓછા લોકો ને ખબર હશે કે તે તેના સ્કૂલ ટાઈમ માં સ્પોર્ટ્સ માં ખુબ આગળ હતી. જેનેલિયા તેની શાળા અને કૉલેજ દરમિયાન નેશનલ લેવલ ની એથ્લેટ, દોડવીર તેમજ નેશનલ લેવલ ની ફૂટબોલ ખેલાડી રહી ચુકી છે. જેનેલિયા ને અભિનેત્રી બનવાનો કોઈ શોખ નહોતો. જેનેલિયા MNCમાં કામ કરવા માંગતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Genelia Deshmukh (@geneliad)


જેનેલિયા એ એક લગ્ન માં હાજરી આપી હતી તે દરમિયાન તેને અમિતાભ બચ્ચન સાથે પાર્કર પેન ની જાહેરાત કરવાની ઓફર મળી હતી તે વખતે જેનેલિયા માત્ર 15 વર્ષ ની હતી આ જાહેરાત માં જેનેલિયાએ બિગ બીના મોડલિંગમાં કર્યા બાદ જેનેલિયા એ વર્ષ 2023માં આવેલી ફિલ્મ ‘તુઝે મેરી કસમ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માં જેનેલિયા સાથે રિતેશ દેશમુખ જોવા મળ્યો હતો અને આ ફિલ્મ ના સેટ પર જ રિતેશ ને જેનેલિયા સાથે પ્રેમ થયો હતો. એકબીજા ને 10 વર્ષ સુધી ડેટ કર્યા બાદ જેનેલિયા એ રિતેશ સાથે વર્ષ 2012 માં લગ્ન કરી લીધા . 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
raid 2 gets villain as riteish deshmukh set to face off ajay devgn
મનોરંજન

Raid 2: અજય દેવગણ ની ફિલ્મ રેડ 2 માં વિલન ની ભૂમિકામાં જોવા મળશે આ કોમેડી સ્ટાર,મુખ્ય અભિનેત્રી ની પણ થઇ જાહેરાત

by Zalak Parikh January 13, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Raid 2: વર્ષ 2018 માં આવેલી ફિલ્મ રેડ હિટ સાબિત થઇ હતી આ ફિલ્મ માં અજય દેવગણ, ઇલિયાના ડી ક્રુઝ, સૌરભ શુકલા જેવા કલાકારો એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે ફિલ્મ ના નિર્માતા એ ફિલ્મ નો બીજો ભાગ બનાવવાનું નક્કી કર્યું છે. તાજેતરમાં જ નિર્માતાઓએ આ ફિલ્મની સત્તાવાર જાહેરાત શેર કરી હતી. ફિલ્મમાં અજય દેવગન ફરી એકવાર I.R.S ઓફિસર અમેય પટનાયકના રોલમાં પરત ફરી રહ્યો છે. સાથે જ હવે ફિલ્મ ના વિલન અને મુખ્ય અભિનેત્રી નું નામ સામે આવ્યું છે. 

 

રેડ 2 માં વિલન ની ભૂમિકા ભજવશે રિતેશ દેશમુખ 

ફિલ્મ રેડ ના પહેલા ભાગ માં અજય દેવગણ ની સાથે ઈલિયાના ડીક્રુઝ જોવા મળી હતી. આ વખતે ફિલ્મની સિક્વલ માં વાણી કપૂરે તેનું સ્થાન લીધું છે. ફિલ્મ રેડ માં સૌરભ શુકલા વિલન ની ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે રેડ 2 માં બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ અજય દેવગન સામે ટક્કર લેતો જોવા મળશે. કોમેડી ફિલ્મો માટે જાણીતા રિતેશે ‘એક વિલન’માં ખૂબ જ મજબૂત નકારાત્મક ભૂમિકા ભજવી હતી. લોકોને રિતેશ નો આ રોલ ખુબ પસંદ આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Taran Adarsh (@taranadarsh)


તમને જણાવી દઈએ કે, ‘રેડ 2’નું નિર્માણ ભૂષણ કુમાર, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક અને કૃષ્ણ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા રજૂ કરવામાં આવી છે અને તે પેનોરમા સ્ટુડિયો પ્રોડક્શન છે. આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: અંકિતા લોખંડે ના સ્પોર્ટમાં આવી રશ્મિ દેસાઈ, વિકી જૈન ની માતા ને આપ્યો સણસણતો જવાબ

 

January 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

‘કાચા બદામ’ પર આ અભિનેતા સાથે ડાન્સ કરતી જોવા મળી માધુરી દીક્ષિત,વિડીયો જોઈ ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા; જુઓ વિડીયો, જાણો વિગત

by Dr. Mayur Parikh March 31, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર રોજેરોજ આવો કોઈક ટ્રેન્ડ બનતો રહે છે, જેના પર સામાન્ય લોકો હોય કે સેલિબ્રિટીઓ રીલ બનાવતા જોવા મળે છે. 'કાચા બદામ' ગીત સાથે પણ કંઈક આવું જ થયું છે. માધુરી દીક્ષિત પણ 'કાચા બદામ' ગીતની ફેન બની ગઈ છે. માધુરી ફિલ્મોની સાથે સાથે ટીવી શોમાં પણ વ્યસ્ત છે.આ સિવાય તેના OTT ડેબ્યુ શો 'ધ ફેમ ગેમ'માં તેના કામની પ્રશંસા થઈ રહી છે. માધુરીએ 'કાચા બદામ' ગીત પર ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો હતો. આ ગીતમાં અભિનેતા રિતેશ દેશમુખે તેને સાથ આપ્યો હતો.

View this post on Instagram

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

વીડિયોની સાથે માધુરીએ કેપ્શનમાં લખ્યું, 'બહુ મજેદાર હતું, નહીં? મારી સાથે જોડાવા બદલ રિતેશ તમારો ખૂબ ખૂબ આભાર? કોમેન્ટમાં રિતેશ લખે છે, 'ખરેખર મજા આવી. મારા માટે હંમેશા નસીબદાર બાબત છે…'માધુરીએ ગ્રીન અને સિલ્વર કલરનો લહેંગા પહેર્યો છે.જયારે કે રિતેશ બ્લેક કલર ના આઉટ ફિટ માં જોવા મળી રહ્યો છે. આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. માધુરી ના ચાહકો કમેન્ટ સેકશન માં કમેન્ટ કરી રહ્યા છે. માધુરીના એક પ્રશંસકે લખ્યું, 'અમેઝિંગ એક્સપ્રેશન્સ મેડમ.' અન્ય એક યુઝર્સે લખ્યું, 'તમે ગોર્જીયસ દેખાઈ રહ્યા છો.’ 

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ ના આ અભિનેતા વિશે વાત કરતી વખતે ભાવુક થયા 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના નિર્દેશક, એક્ટર ને લઇ ને કહી આવી વાત; જાણો વિગત

માધુરી દીક્ષિતની વેબ સિરીઝ 'ધ ફેમ ગેમ' તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. તેમાં સંજય કપૂર અને માનવ કૌલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મોની વાત કરીએ તો તે છેલ્લે કરણ જોહરની ફિલ્મ 'કલંક'માં જોવા મળી હતી. ફિલ્મમાં માધુરીની સાથે વરુણ ધવન, આલિયા ભટ્ટ, સંજય દત્ત મહત્વની ભૂમિકામાં હતા.

March 31, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

‘હાઉસફુલ’ થી ‘ધમાલ’ મચાવનાર આ અભિનેતા બન્યો હવે ડિરેક્ટર, પોસ્ટર સાથે કરી પહેલી ફિલ્મની જાહેરાત; જાણો વિગત

by Dr. Mayur Parikh December 9, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ડિસેમ્બર 2021

ગુરુવાર

 

હિન્દી સિનેમામાં એવા ઘણા કલાકારો છે જેમણે એક અભિનેતા તરીકે સફળ ઇનિંગ રમ્યા બાદ દિગ્દર્શન તરફ ઝંપલાવ્યું છે. હવે રિતેશ દેશમુખ પણ આવા કલાકારોની યાદીમાં સામેલ થઈ ગયો છે, જેમણે એક અભિનેતા તરીકે 20 વર્ષ સુધી પોતાના અભિનયથી લોકોનું મનોરંજન કર્યા બાદ દિગ્દર્શક માં પ્રવેશની જાહેરાત કરી છે. રિતેશની દિગ્દર્શકની ઇનિંગ એક મરાઠી ફિલ્મથી શરૂ થશે, જેની જાહેરાત તેણે ફિલ્મનું શીર્ષક જાહેર કરીને કરી હતી.

રિતેશની દિગ્દર્શક તરીકેની ફિલ્મ નું  શીર્ષક ‘વેડ’ છે, જેની સાથે રિતેશએ લખ્યું – ‘20 વર્ષ સુધી કેમેરાની સામે રહ્યા પછી પ્રથમ વખત તેની પાછળ જવું. મારી પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન કરતા પહેલા, હું નમ્રતાપૂર્વક તમારી બધી શુભેચ્છાઓ અને આશીર્વાદ માંગું છું.આ ઉન્મત્ત પ્રવાસમાં સાથી બનો’. ‘વેડ’ આવતા વર્ષે 12 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થશે. આ એક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ છે, જેનું સંગીત સૈરાટ ફેમ અજય-અતુલ આપશે. ફિલ્મમાં જિયા શંકર, જીનીલિયા દેશમુખ અને રિતેશ પોતે મુખ્ય ભૂમિકામાં છે.

લો બોલો, સર્ચ ઈન્જીન ગુગલમાં કેટરિના કૈફના ભાઈને સર્ચ કરતા આવે છે આ ગોલ્ડ મેડાલિસ્ટ સ્વિમરનો ફોટો; જાણો વિગતે

રિતેશની આ નવી શરૂઆત પર અનેક સેલિબ્રિટીઓએ તેને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે. મહારાષ્ટ્રના મજબૂત નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખના પુત્ર રિતેશ, 2003માં આવેલી ફિલ્મ ‘તુઝે મેરી કસમ’ માં મુખ્ય અભિનેતા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમની પત્ની જીનીલિયા ની પણ આ પ્રથમ ફિલ્મ હતી.આ પછી, રીતેશે ઘણી સફળ ફિલ્મોમાં મુખ્ય અથવા સહાયક ભૂમિકાઓ ભજવી. જો કે, તેમણે તેમના હાસ્ય પાત્રો માટે મોટાભાગે ઓળખ મેળવી હતી. તે ‘મસ્તી’, ‘ધમાલ’, ‘હાઉસફુલ’ જેવી સફળ ફ્રેન્ચાઈઝી ફિલ્મોનો ભાગ હતો. રિતેશ હવે નેટફ્લિક્સની ફિલ્મ ‘પ્લાન એ પ્લાન બી’ માં જોવા મળવાનો છે. રિતેશ હાલમાં સંજય ગુપ્તાની ‘વિસ્ફોટ’ નું શૂટિંગ કરી રહ્યો છે, જેમાં તેની સાથે ફરદીન ખાન છે. આ ફિલ્મનું નિર્દેશન કુકી ગુલાટી કરી રહ્યા છે. રિતેશ પહેલા સની દેઓલ, અજય દેવગન, આમિર ખાન, કોંકણા સેન શર્મા, શ્રેયસ તલપડે જેવા કલાકારો નિર્દેશનમાં હાથ અજમાવી ચૂક્યા છે.

December 9, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ટિકટૉક પ્રતિબંધને કારણે રિતેશ દેશમુખ બન્યો હતો બેકાર, પછી શરૂ કર્યું આ કામ; જાણો વિગત

by Dr. Mayur Parikh October 20, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 21 ઑક્ટોબર, 2021

ગુરૂવાર

બૉલિવુડ અભિનેતા રિતેશ દેશમુખ ઇન્ડસ્ટ્રીમાં એના ઉત્કૃષ્ટ અભિનય માટે જાણીતા છે. કૉમેડી રોલથી લઈને વિલનના પાત્ર સુધી રિતેશે દરેક રોલ દ્વારા દર્શકોનું મનોરંજન કર્યું છે. પોતાની ફિલ્મોથી લોકોનું મનોરંજન કરનારા રિતેશ દેશમુખ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. તે અવારનવાર તેના ફોટા અને વીડિયો તેના ફેન્સ સાથે શૅર કરે છે. એટલું જ નહીં, તે ઘણી વખત તેની પત્ની જેનેલિયા ડી’સોઝા સાથે રીલ્સ બનાવતો જોવા મળે છે. ચાહકો પણ રિતેશ અને જેનેલિયાના આ વીડિયોને ખૂબ પસંદ કરે છે.

તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં અભિનેતા રિતેશ દેશમુખે ખુલાસો કર્યો કે જ્યારે ભારતમાં ટિકટૉક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે તેણે શું ગુમાવ્યું હતું અને તે સમય દરમિયાન તેને કેવું લાગ્યું હતું. રિતેશે કહ્યું કે જ્યારે દેશમાં ટિકટૉક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે તે લગભગ બેકાર થઈ ગયો. રિતેશ દેશમુખે ઇન્ટરવ્યૂમાં પોતાના અનુભવ સાથે જોડાયેલો એક રમૂજી કિસ્સો શૅર કર્યો. 

રિતેશે જણાવ્યું હતું કે જ્યારે વર્ષ 2020માં દેશવ્યાપી લૉકડાઉન લાદવામાં આવ્યું ત્યારે તેણે ટિકટૉકનો ઉપયોગ શરૂ કર્યો હતો. એ સમય દરમિયાન તેણે વિચાર્યું કે આના દ્વારા લોકોના ચહેરા પર સ્મિત લાવી શકાય છે. આ હેતુ માટે તેણે ટિકટૉક પર વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તરત જ આ ઍપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો જેના કારણે તે ખૂબ જ પરેશાન હતો. એ સમયે તેને લાગ્યું કે જાણે તે બેકાર બની ગયો છે. તેઓ વિચારવા લાગ્યા – 'હે ભગવાન, હવે મારે શું કરવું જોઈએ, જે કામ હતું તે ચાલ્યું ગયું છે.' પણ પછી તેને રીલ્સ બનાવવાનો વિચાર આવ્યો અને જેનેલિયા સાથે મજેદાર રીલ્સ બનાવવાનું શરૂ કર્યું, જે તેના ચાહકોને પણ ખૂબ ગમ્યું.

કેકે મેનનની વેબ સિરીઝ ‘સ્પેશિયલ ઓપ્સ સિઝન 2’નું ટ્રેલર થયું રિલીઝ, ખૂલશે હિંમત સિંહનાં રહસ્યો; જાણો વિગત, જુઓ ટ્રેલર

રિતેશ અને જેનેલિયા ટેલિવિઝનના કેટલાક પ્રખ્યાત રિયાલિટી શોમાં પણ દેખાયા હતા. તે પ્રથમ વખત લોકપ્રિય રિયાલિટી શો બિગ બૉસ OTTના ગ્રાન્ડ ફિનાલેમાં દેખાયો હતો. આ પછી તે તાજેતરમાં ટીવીના પ્રખ્યાત ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ના મંચ પર દેખાયો. KBC 13ના સ્ટેજ પર પહોંચેલા આ કપલે શોના હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે ખૂબ મસ્તી કરી હતી. બીજી બાજુ, વર્કફ્રન્ટની વાત કરીએ તો જેનેલિયા ડી’સોઝાએ ઘણાં વર્ષો પહેલાં અભિનય છોડી દીધો છે. જોકે રિતેશ દેશમુખ હજુ પણ ફિલ્મોમાં જોવા મળે છે. એ છેલ્લે અક્ષયકુમાર અને બૉબી દેઓલ સાથે ફિલ્મ હાઉસફુલ 4માં જોવા મળ્યો હતો.

October 20, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક