Tag: saibaba

  • Nita Ambani: મુંબઈ ઇન્ડિયન્સ ની સફળતા માટે પ્રાર્થના કરવા સાઈ બાબા ના દરબાર માં પહોંચી નીતા અંબાણી, રોહિત શર્મા ને કેપ્ટન બનાવવાને લઈને કહી આવી વાત

    Nita Ambani: મુંબઈ ઇન્ડિયન્સ ની સફળતા માટે પ્રાર્થના કરવા સાઈ બાબા ના દરબાર માં પહોંચી નીતા અંબાણી, રોહિત શર્મા ને કેપ્ટન બનાવવાને લઈને કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Nita Ambani: અંબાણી પરિવાર આ દિવસોમાં શ્રદ્ધા અને ભક્તિમાં લીન છે. નીતા અંબાણી શિરડીના સાઈબાબાના દર્શન કરવા પહોંચી હતી. આ દરમિયાન એક ફેન એ તેમને વિનંતી કરી કે રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કૅપ્ટન બનાવવામાં આવે. આ પર નીતા અંબાણીએ હસતાં હસતાં જવાબ આપ્યો- ‘બાબાની મરજી.’

    આ સમાચાર પણ વાંચો: Celebrity MasterChef: સેલેબ્રીટી માસ્ટર શેફ નો વિનર બન્યો ગૌરવ ખન્ના, ટ્રોફી સાથે અનુપમા ના અનુજે જીતી અધધ આટલી રોકડ રકમ

     નીતા અંબાણીના શિરડી દર્શન

    નીતા અંબાણી શિરડીના સાઈબાબાના મંદિરમાં પહોંચી હતી, જ્યાં તેમણે સાઈબાબાને ચુનરી ચઢાવી અને દીવો પ્રગટાવ્યો. આ દરમિયાન તેઓ ખૂબ જ સાદા લુકમાં જોવા મળી હતી.સાઈબાબાના દર્શન બાદ નીતા અંબાણી જ્યારે મંદિરથી બહાર આવી રહી હતી, ત્યારે એક ફેનએ રોહિત શર્માને કૅપ્ટન બનાવવાની વિનંતી કરી. આ પર નીતા અંબાણીએ કહ્યું, ‘બાબાની મરજી.’


    અંબાણી પરિવારના અન્ય સભ્યો પણ ભક્તિમાં મગ્ન છે. અનંત અંબાણીએ 170 કિમીની પદયાત્રા પૂર્ણ કરી હતી, જ્યારે આકાશ અંબાણી શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન કરવા પહોંચ્યા હતા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • મહારાષ્ટ્રના આ પ્રખ્યાત મંદિરમાં કોરોના યુગનો પ્રતિબંધ હજુ પણ કાયમ- મંદિરમાં માળા ફૂલો અને પ્રસાદ વિક્રેતાઓ સહિત સ્થાનિકો થયા આક્રમક

    મહારાષ્ટ્રના આ પ્રખ્યાત મંદિરમાં કોરોના યુગનો પ્રતિબંધ હજુ પણ કાયમ- મંદિરમાં માળા ફૂલો અને પ્રસાદ વિક્રેતાઓ સહિત સ્થાનિકો થયા આક્રમક

    News Continuous Bureau | Mumbai 

    જ્યારે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ હતો ત્યારે વાયરસના સંક્રમણને રોકવા માટે, અનેક મંદિરોમાં માળા, ફૂલો અને પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ, હવે દેશમાં કોરોનાનો પ્રકોપ ઓછો થયો છે. તેથી, દેશના ઘણા મંદિરોએ આ પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે. જો કે, શિરડીના સાંઈ સંસ્થાને મંદિરમાં માળા, ફૂલ અને પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. પરિણામે સ્થાનિક ફૂલ વિક્રેતાઓ અને ગ્રામજનોએ હવે આની સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે શુક્રવારે આનો વિરોધ કર્યો હતો.

    શિરડીના ગ્રામજનો અને વિક્રેતાઓ દર્શન માટે કતારમાં ઉભા રહ્યા અને સૂત્રોચ્ચાર કર્યા. તેઓએ મંદિરમાં ફૂલો, માળા લઈ જવાનો પ્રયાસ કર્યો. જો કે મંદિરના સુરક્ષાકર્મીઓએ તમામને અટકાવ્યા હતા. આ વખતે સિક્યોરિટી ગાર્ડ અને ફેરિયાઓ વચ્ચે મારામારી થઈ હતી. જેના કારણે સાંઈ મંદિર વિસ્તારમાં વાતાવરણ ડહોળાયું હતું.

    આ સમાચાર પણ વાંચો : વંદે ભારત એક્સપ્રેસની નવી સફળતા- આટલા કિમીની સ્પીડ લિમિટ કરી પાર- તોડ્યા તમામ રેકોર્ડ- જુઓ વિડીયો

    દરમિયાન, અહમદનગરના સાંસદ સુજય વિખે પાટીલે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'આ લાંબા સમયથી ચાલતો મુદ્દો છે અને દરેકની લાગણીઓ અને ભૂમિકાઓ જાણવાની જરૂર છે. દરેકની લાગણીઓનું સન્માન કરવા માટે વચ્ચેનો રસ્તો શોધવાની જરૂર છે. પરંતુ સાઈ સંસ્થાનના ટ્રસ્ટી મંડળે આ મામલે જનપ્રતિનિધિઓ સાથે કોઈ ચર્ચા કરી નથી. જ્યારે લોકપ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વગર આવા નિર્ણયો લેવામાં આવે છે ત્યારે આવા પરિણામો જોવા મળે છે. ટ્રસ્ટી મંડળની નિમણૂક મહાવિકાસ આઘાડી સરકાર દરમિયાન કરવામાં આવી હતી. પ્રમુખ એનસીપીના ધારાસભ્ય હોવા છતાં તેમણે રાજકારણ રમ્યા વિના સ્થાનિક લોકપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવી જોઈએ. 

  • 80 વર્ષના ડોક્ટરે પત્નીને આપેલું વચન પાળ્યું- શિરડી સાંઈબાબાના મંદિરમાં ચઢાવ્યો અધધ આટલા લાખનો સોનાનો મુગટ- જુઓ ફોટોગ્રાફ્સ 

    80 વર્ષના ડોક્ટરે પત્નીને આપેલું વચન પાળ્યું- શિરડી સાંઈબાબાના મંદિરમાં ચઢાવ્યો અધધ આટલા લાખનો સોનાનો મુગટ- જુઓ ફોટોગ્રાફ્સ 

    News Continuous Bureau | Mumbai

    શિરડી(Shirdi)ના સાંઈ બાબા(Saibaba)ના દેશ-વિદેશમાં કરોડો ભક્તો છે. સાંઈ બાબાના દરબારમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થવા પર દર વર્ષે કરોડો પ્રસાદ ચઢાવે છે. જેના કારણે સાઈ બાબા(Sai baba) મંદિરને ઘણીવાર દાનમાં સોના-ચાંદી(Gold silver)ના ઘરેણાં મળે છે.

    સાંઈબાબા(Sai Baba)ના દરબારમાં દરરોજ સામાન્ય લોકોથી લઈને વીઆઈપી(VIP) ભક્તોની કતાર લાગે છે. તમામ ભક્તો તેમની મનોકામના પૂર્ણ થાય તેવી ઈચ્છા રાખે છે.  

    આવા જ એક ભક્ત ડૉ. રામકૃષ્ણ મામ્બાએ તેમની પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરતા સાંઈ બાબાના ચરણોમાં લગભગ 33 લાખ રૂપિયાની કિંમતનો 742 ગ્રામ વજનનો સોનાનો મુગટ અર્પણ કર્યો હતો.

    આ સમાચાર પણ વાંચો :  શું તમે જાણો છો તમારી ટ્રેન મોડી કેમ પડે છે- રેલવે પોલીસે 14 દિવસમાં આટલા લોકો સામે ચેન પુલિંગના કેસ નોંધાયા- જાણો વિગત

    શુક્રવારે બપોરે હૈદરાબાદના ડો. રામકૃષ્ણ મામ્બા અને શ્રીમતી રત્ના મામ્બાના પરિવારે આરતીમાં ભાગ લીધો હતો અને શ્રી સાંઈ સમાધિના દર્શન કર્યા હતા.

    આ અવસર પર, તેમણે 1992માં માનેલી મન્નત પૂર્ણ કરવા માટે લગભગ 33 લાખ રૂપિયાની કિંમતનો 742 ગ્રામ વજનનો સોનાનો મુગટ અર્પણ કર્યો.

    સાંઈ બાબાને જે મુગટ અર્પણ કરાયો છે તે ખૂબ જ આકર્ષક છે અને તેમાં 35 ગ્રામ અમેરિકન હીરા જડેલા છે. મુગટના આગળના ભાગમાં મધ્યમાં ઓમ લખેલું છે.
     

  • સાંઈ ભક્તો માટે સારા સમાચાર: પ્રથમ નોરતાથી સાંઈબાબા મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે, પરંતુ આ શરતો સાથે..

    સાંઈ ભક્તો માટે સારા સમાચાર: પ્રથમ નોરતાથી સાંઈબાબા મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે, પરંતુ આ શરતો સાથે..

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 6 ઓક્ટોબર,  2021 

    બુધવાર.

    આવતીકાલથી એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસથી રાજ્યભરના તમામ મંદિર, પ્રાર્થના સ્થળો તેમજ ધાર્મિક સ્થળો ખોલનાર છે. 

    આ પગલે શિર્ડી માં આવેલા સુપ્રસિદ્ધ સાંઇબાબાનું મંદિર ભક્તો માટે ખુલશે.  

    સાઈબાબાના મંદિર દરરોજ ઓછામાં ઓછા 15 હજાર ભાવિકોને પ્રવેશ પાસે જેઓ પાસે ઓનલાઇન પ્રવેશ પત્ર હશે 

    જેમાં 15 હજાર ભક્તોમાં 5 હજારને ઓનલાઇન ફ્રી પાસ, 5000 ઓફલાઇન બાયોમેટ્રિક અને 5000 ડોનેશન પાસનો સમાવેશ છે.

    સાથે જ મંદિરમાં 10 વર્ષથી નીચેના બાળકો, ગર્ભવતી મહિલા અને 65 વર્ષની ઉપરના નાગરિકોને પ્રવેશ નહીં આપવામાં આવે 

    આ સિવાય મંદિરમાં કાકડ આરતી સહિત તમામ આરતી માટે ફક્ત 90 સાઈ ભક્તોને પરવાનગી આપી છે. એમાં ગામના 10 અને 80 ભક્તોનો સમાવેશ હશે. 

    જોકે દર્શન કરવા આવનારા પાસે આધાર કાર્ડ અથવા ઇલેક્શન કાર્ડ ઓળખપત્ર તરીકે સાથે રાખવું ફરજિયાત હોવાનું શિર્ડી સંસ્થાને જાહેર કર્યું છે.

    દુખદ સમાચાર : 'લંકેશ' એટલે કે અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન.