- શિવસેના ના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે મોટી જાહેરાત કરી છે
- સંજય રાઉતે કહ્યું કે, શિવસેનાએ પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.
- ચૂંટણી લડવાનો નિર્ણય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવ્યો છે.
- જોકે તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે શિવસેના પશ્ચિમ બંગાળમાં કેટલી બેઠકો પર ચૂંટણી લડશે.
Tag: sanjay raut
-

શિવસેના પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી લડશે, શિવસેનાના આ દિગ્ગ્જ નેતાએ કરી જાહેરાત. જાણો વિગતે
-

મુશ્કેલીમાં પડેલા શિવસેનાના નેતા સંજય રાઉત અને વર્ષા રાઉત એનસીપી સુપ્રીમો શરદ પવારને મળવા દોડયા જાણો વિગત…
શિવસેનાના નેતા સંજય રાઉત અને તેમની પત્ની વર્ષા રાઉત આજે એનસીપી સુપ્રીમો શરદ પવારને મળવા પહોંચ્યા હતા.
સૂત્રોનું કહેવું છે કે સંજય રાઉત અને વર્ષા રાઉત શરદ પવારને માર્ગદર્શન અને ચાલુ તપાસમાં મદદ માટે મળ્યા હતા.
મની લોન્ડરિંગ કેસમાં વર્ષા રાઉતની ઇડી પૂછપરછ કરી રહી છે.
જો કે, સંજય રાઉતે દાવો કર્યો છે કે આ વ્યક્તિગત મુલાકાત હતી.
-

પાંચમી જાન્યુઆરીએ શિવસેનાનો મુંબઈમાં રાડો? એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની વિરુદ્ધમાં શિવસેના રસ્તા પર આવવાની શક્યતા. જાણો વિગત…
- પાંચમી જાન્યુઆરી ના રોજ સંજય રાઉત ના ધર્મપત્ની વર્ષા રાઉત ઈડીના કાર્યાલયમાં તપાસ માટે હાજર થશે.
- મુંબઇ સહિત થાણા, નવી મુંબઈ મીરા-ભાઈંદર થી બસ અને ગાડી ભરીને શિવસૈનિકો મુંબઈ આવશે.
- શિવસેનાના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી શક્તિ પ્રદર્શન કરીને કેન્દ્રીય તપાસ એજન્સી નો વિરોધ કરશે.
- પ્રતાપ સરનાઈક શરદ પવાર અને હવે વર્ષા નિશાના પર છે.
-

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના આમને-સામને: શિવસૈનિકોએ ઇડી ઓફિસની બહાર લગાવ્યા ‘ભાજપ પ્રદેશ કાર્યાલય’ બેનર
- આજે શિવસૈનિકોએ ઇડીની ઓફિસની બહાર 'ભાજપ પ્રદેશ કાર્યાલય' નામનું બેનર લગાવ્યું હતું.
- ઈડી એ શિવસેના ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને સમન્સ પાઠવ્યું છે.
- ઉલ્લેખનીય છે કે ગત મહિને શિવસેનાના નેતા પ્રતાપ સરનાઈક વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી
- મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે તકરાર રહે છે.
-
મહારાષ્ટ્રમાં રાજ્યપાલ-સીએમ વચ્ચે પત્ર દ્વારા થયેલા તું તું મૈ મૈ અંગે અમિત શાહના સ્ટેન્ડનું શિવસેનાએ કર્યું સ્વાગત..
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
19 ઓક્ટોબર 2020
મહારાષ્ટ્રના રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે રાજયમાં મંદિરો ખોલવા બાબતે થયેલા વિવાદ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વલણનું શિવસેનાના સાંસદ સંજય રાઉતે સ્વાગત કર્યું છે.
અમિત શાહે ટિપ્પણી કરી હતી કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખતી વખતે તેમના શબ્દો વધુ સારી રીતે પસંદ કરી શકયા હોત.
કોશ્યારીએ તાજેતરમાં જ ઠાકરેને રાજ્યમાં પૂજા સ્થળો ફરી શરૂ કરવા અંગે પત્ર લખ્યો હતો અને પૂછ્યું હતું કે શું શિવસેનાના પ્રમુખ "અચાનક બિનસાંપ્રદાયિક થઈ ગયા છે", રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન વચ્ચેના શબ્દો ઉશ્કેરણી જનક હતાં. આ અંગે પ્રતિક્રિયા આપતાં રાઉતે કહ્યું કે અમિત શાહ દેશના ગૃહ પ્રધાન છે અને જવાબદારી, સાવધાની સાથે બોલે છે. તેમણે કહ્યું કે, રાજકીય કંઈ નથી. શાહે જે કહ્યું તે ભારતના બંધારણને અનુરૂપ હતું.
નોંધનીય છે કે રાજભવન અને રાજ્યપાલનું કાર્યાલય એક બંધારણીય સંસ્થા છે અને તે ગૃહ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.
-

હરામ ખોર બોલીને ફસાયા સંજય રાઉત. હરામ ખોર કોણ છે તે જણાવો? બોમ્બે હાઈકોર્ટે સણસણતો સવાલ પૂછ્યો. અહીં જાણો વિગત
ન્યુઝ કંટીન્યૂઝ
મુંબઈ.
બોમ્બે હાઈકોર્ટે હવે કંગના રાણાવત દ્વારા ફાઇલ કરવામાં આવેલા કેસ પર સુનાવણી શરૂ કરી દીધી છે. આજે બોમ્બે હાઈકોર્ટે સામના ના સંપાદક અને શિવસેનાના પ્રમુખ પ્રવક્તા સંજય રાઉતે ને સણસણતો સવાલ પૂછયો હતો કે તેણે હરામ ખોર શબ્દ કોની માટે વાપર્યો હતો?
કંગના રાણાવત ના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે સંજય રાઉતે કંગનાને ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન હરામ ખોર કહી હતી. આ માટે તેણે ઓડિયો પણ કોર્ટ ની સામે સંભળાવ્યો હતો.ઓડિયો સાંભળ્યા બાદ જજ એ સંજય રાઉત ના વકીલને પ્રશ્ન પૂછ્યો કે હરામ ખોર શબ્દ કોના માટે છે? સંજય રાઉત ના વકીલે જવાબમાં જણાવ્યું કે સંજય રાઉતે કંગનાને હરામ ખોર કહી નથી.
આ સાંભળીને જજે સંજય રાઉત ના વકીલને કહ્યું કે હવે તમે લખાણમાં કોર્ટ સામે રજૂ કરો કે તમે કંગના રાણાવતને હરામ ખોર કહી નથી.
સંજય રાઉત માટે આ વસ્તુ એ થૂંકેલું ચાટેલા સમાન છે. કારણ કે લખાણમાં પ્રત્યુત્તર આપ્યા બાદ કોર્ટે તેમને વધુ એક પ્રશ્ન પૂછશે કે તો પછી હરામ ખોર શબ્દ તેમણે કોની માટે વાપર્યો? આ પ્રશ્નનો જવાબ આપતાં વેજ સંજય રાઉત ની મુશ્કેલીઓ વધી શકે છે.
આમ કંગનાની પ્રોપર્ટી તોડીને તેમ જ તેના વિશે અનાપ-શનાપ બોલ્યા બાદ હવે સંજય રાઉત ફસાવા માંડયા છે.



