Tag: Self Employed

  • Disability Awards : વર્ષ- ૨૦૨૩ના રાષ્ટ્રીય અને રાજયકક્ષાના દિવ્યાંગજનો પારિતોષિકો મેળવવા તા.૩૦મી સુધીમાં અરજી કરી શકાશે

    Disability Awards : વર્ષ- ૨૦૨૩ના રાષ્ટ્રીય અને રાજયકક્ષાના દિવ્યાંગજનો પારિતોષિકો મેળવવા તા.૩૦મી સુધીમાં અરજી કરી શકાશે

    News Continuous Bureau | Mumbai 

    Disability Awards :  રાજ્ય સરકારની(State Govt) રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક આપવાની યોજના હેઠળ શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર(self employed) કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યક્તિઓનું સશક્તિકરણની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સને(Placement Officers) પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
    રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક યોજનામાં દિવ્યાંગોને રોજગાર આપનારા નોકરીદાતાઓ, મદદરૂપ થનાર પ્લેસમેન્ટ ઓફિસરો અથવા સ્વરોજગાર/નોકરી કરતા દિવ્યાગ વ્યક્તિઓએ નિયમ નમુનામાં ફોર્મ ભરીને અરજી સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા અંગેનું દાક્તરી પ્રમાણપત્ર, પોલીસ વેરિફિકેશન અને અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્ર, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઈઝના ફોટો સહિત બીડાણમાં સામેલ કરવા સાથે ત્રણ નકલમાં છેલ્લી તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, સુરત સી-બ્લોક, પાંચમો માળ, બહુમાળી ભવન, નાનપુરા ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી શકાશે. અધુરી વિગતવાળી નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહિ.
    આ ઉપરાંત જરૂરી ફોર્મ વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in પરથી મેળવી શકાશે અથવા આ મદદનીશ નિયામક (રોજગાર) કચેરી-સુરત ખાતેથી તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં કામકાજના દિવસો દરમિયાન વિના મૂલ્યે મેળવી શકાશે.વધુ માહિતી માટે મદદનીશ નિયામક (રોજગાર) કચેરીનો સંપર્ક કરવા મદદનીશ નિયામક (રોજગાર), સુરતની યાદીમાં જણાવાયુ છે.

    આ સમાચાર પણ વાંચો :  Telangana Elections: કોંગ્રેસે તેલંગણા ચુંટણીમાં આ ભારતીય ક્રિકેટરને આપી ટિકિટ.. બીજી યાદીમાં 45 ઉમેદવારો કર્યા જાહેર.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..

  • Rakhi Mela 2023: ડભોલીના કેશ્વી સ્વસહાય જૂથની બહેનો બની સ્વનિર્ભર – હસ્તકલા કારીગરી થી સ્વરોજગારને આપી નવી ઓળખ

    Rakhi Mela 2023: ડભોલીના કેશ્વી સ્વસહાય જૂથની બહેનો બની સ્વનિર્ભર – હસ્તકલા કારીગરી થી સ્વરોજગારને આપી નવી ઓળખ

    News Continuous Bureau | Mumbai 

    • સુરત એરપોર્ટ પર ૪૫ દિવસના સ્ટોલમાં રૂ.૨ લાખનો નફો થયો -: કેશ્વી સ્વસહાય જુથના કિંજલબેન પટેલ
    • મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટે ‘રાખી મેળો’-૨૦૨૩’

    Rakhi Mela 2023: સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓના સ્વાવલંબન અને સશક્તિકરણ માટે દીનદયાળ અંત્યોદય મિશન અને શહેરી આજીવિકા મિશન અંતર્ગત કતારગામ સિંગણપોર મલ્ટીપર્પઝ હોલ બહાર પાર્કિંગમાં રાખડીઓના પ્રદર્શન અને વેચાણ માટેના રાખી મેલા- ૨૦૨૩ શરૂ થયો છે, જેમાં ડભોલીના કેશ્વી સ્વસહાય જૂથની બહેનોએ સ્ટોલ ઉભો કરી મંડળ નિર્મિત ૩૦થી ૪૦ પ્રકારની રાખડીઓ, તહેવારોને લગતી ચીજવસ્તુઓ વેચાણ કરી રહી છે. આ બહેનોએ સ્વનિર્ભર બની હસ્તકલાકારીગરીથી સ્વરોજગારને નવી ઓળખ આપી છે.

     

    સુરત રેલવે સ્ટેશન  અને સુરત એરપોર્ટ પર સ્ટોલ 

    ડભોલી ખાતે રહેતા કેશ્વી સ્વ સહાય જુથના કિંજલબેન પટેલ જણાવે છે કે, અમારા જુથમાં ૧૦ બહેનો કાર્યરત છે. સિઝન પ્રમાણે હોમમેડ વસ્તુઓ જેવી કે રાખડી, વાઘા, બેલ્ટ, કલાત્મક ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરીએ છીએ. સ્ટોલ ફાળવણીથી સ્વરોજગારીના વિકાસમાં મદદ મળી છે. સુરત રેલવે સ્ટેશન પર ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ અને સુરત એરપોર્ટ ખાતે પણ અમને સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. જેમાં ૮૫ હજારનો નફો તેમજ સુરત એરપોર્ટ પર ૪૫ દિવસના સ્ટોલમાં રૂ.૨ લાખનો નફો થયો છે.

    આ સમાચાર પણ વાંચો : CAIT Chandrayaan-3 : દેશભરના વેપારીઓએ ચંદ્રયાન-3ના સફળ ઉતરાણની કરી ઉજવણી, લગાવ્યા ભારત માતા કી જય, વંદે માતરમના નારા..

    આર્થિક પગભર બન્યા

    વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકારની મિશન મંગલમ યોજનામાં મળતી લોન સહાય નાનકડા વ્યવસાયને આગળ વધારવામાં ખૂબ ઉપયોગી પુરવાર થઈ છે. વર્ષ દરમિયાન વિવિધ સ્થળે યોજાતા એક્ઝિબિશનમાં ભાગ લઈને આર્થિક પગભર બન્યા છીએ. જેમાં ઉત્પાદન અને વેચાણમાં વધારો થયો છે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના ખૂબ આભારી છીએ. 

     

  • Government’s New Policy : બાગાયત નર્સરી સ્થાપવા ઈચ્છુક ખેડૂતોને આપશે સહાય,૧૯ જુલાઈ સુધીમાં કરવી ઓનલાઇન અરજી

    Government’s New Policy : બાગાયત નર્સરી સ્થાપવા ઈચ્છુક ખેડૂતોને આપશે સહાય,૧૯ જુલાઈ સુધીમાં કરવી ઓનલાઇન અરજી

    News Continuous Bureau | Mumbai

    Government’s New Policy : બાગાયત નર્સરી સ્થાપવા ઈચ્છુક ખેડૂતોને આપશે સહાય,૧૯ જુલાઈ સુધીમાં કરવી ઓનલાઇન અરજી સરકાર ખેડૂતોની(Farmers) વિકાસ થાય અને પૂરતો રોજગાર મળે તે માટે સરકાર નવી નીતિઓ લાવી રહી છે. ત્યારે બાગાયતી ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોને પણ સહાય આપવા નવી નીતિ બહાર કાઢી છે. વર્ષ ૨૦૨૩-૨૪ માટે સમગ્ર રાજ્યમાં બાગાયત ખાતા દ્વારા સ્વરોજગારલક્ષી (Self Employed)બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને નર્સરી(Nursery) સ્થાપવા માટે સહાયતા આપવામાં આવશે. જેમાં યુનિટ કોસ્ટ ૩.૫૦ લાખનાં સામાન્ય ખેડૂતોને ૬૫% લેખે ૨.૨૭૫ લાખ તેમજ અનુસૂચિત જાતિના ખેડૂતોને ૭૫% લેખે ૨.૬૨૫ લાખ સહાય મળવાપાત્ર છે. સહાય મેળવવા ઇચ્છુક ખેડુતોએ તા.૧૯/૦૭/૨૦૨૩ સુધી http://ikhedut.gujarat.gov.in મારફતે ઓન લાઇન અરજી સ્વીકારવામાં આવશે. જે માટે જરૂરી સાધનીક પુરાવા સાથે જિલ્લા બાગાયત કચેરી,નાયબ બાગાયત નિયામકની કચેરી, બ્લોક નં-૩, બીજા માળ, સેવા સદન-૩, પ્રેસ રોડ, રાજકોટના સરનામે મોકલી આપવા જણાવવામાં આવે છે. અરજી કરતી વખતે ખેડુત ખાતેદારે ૭-૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા જરૂરી છે, તેમ સંયુકત બાગાયત નિયામકશ્રી, રાજકોટએ યાદીમાં જણાવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો: IND vs WI Series: વર્તણૂકમાં સુધાર લાવો અથવા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસની તક ભુલી જાવ, IPLના ‘આ’ ચાર સ્ટાર્સ BCCIના રડાર પર