• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - siddharth malhotra
Tag:

siddharth malhotra

Censor Board Mutes Words in Siddharth-Janhvi's 'Param Sundari', Gives U/A 13+ Certificate
મનોરંજન

Param Sundari: પરમ સુંદરી પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર! જાણો જાહ્નવી ની ફિલ્મ માં શું થયા ફેરફાર

by Zalak Parikh August 28, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Param Sundari: સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર અભિનિત રોમેન્ટિક ફિલ્મ ‘પરમ સુંદરી’ ને સેન્સર બોર્ડ  તરફથી U/A 13+ પ્રમાણપત્ર મળ્યું છે. જોકે ફિલ્મના કેટલાક ડાયલોગ્સમાં ફેરફાર કરાયો છે. ખાસ કરીને કેટલાક શબ્દો જેમ કે ‘બ્લડી’ (Bloody), ‘ચર્ચ’ (Church) અને ‘ફાધર’ (Father) જેવા શબ્દોને મ્યૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મના અંતમાં આવનારા ગીત “સુન મેરે યાર વે”ને મંજૂરી આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan and Deepika Padukone: શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની વધી મુશ્કેલી, આ મામલે બંને સામે રાજસ્થાનમાં FIR થઇ દાખલ

ફિલ્મના ગીતો યથાવત્, પણ ડાયલોગ્સમાં ફેરફાર

મીડિયા રિપોર્ટ મુજબ, ‘પરમ સુંદરી’માંથી કોઈ પણ દ્રશ્ય કાપવામાં આવ્યા નથી. અગાઉ ‘સૈયારા’ અને ‘વૉર 2’ જેવી ફિલ્મોમાં ઇન્ટિમેટ દ્રશ્યો કાપવામાં આવ્યા હતા, તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે અહીં પણ એવું થઈ શકે છે. પરંતુ ‘ભીગી સાડી’ જેવા ગીતો યથાવત્ રાખવામાં આવ્યા છે. માત્ર કેટલાક ડાયલોગ્સમાં ગાળો જેવા શબ્દોને બદલીને ‘ઇડિયટ’ (Idiot) કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Maddock Films (@maddockfilms)


ફિલ્મને મળેલું U/A 13+ પ્રમાણપત્ર દર્શાવે છે કે 13 વર્ષથી ઉપરના બાળકો ફિલ્મ જોઈ શકે છે, જ્યારે 13 વર્ષથી નીચેના દર્શકોને માતા-પિતાની હાજરીમાં ફિલ્મ જોવાની મંજૂરી છે. ફિલ્મની લંબાઈ 136 મિનિટ છે, એટલે કે લગભગ 2 કલાક 16 મિનિટ.આ ફિલ્મ 29 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને દર્શકોમાં ફિલ્મને લઈને ભારે ઉત્સાહ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
kiara advani wants these qualities of kareena kapoor in new borns
મનોરંજન

Kiara advani: જાણો કરીના કપૂર ના એવા ગુણ વિશે જે કિયારા અડવાણી ને તેના થવાવાળા બાળક માં જોઈએ છે

by Zalak Parikh March 3, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kiara advani: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમય માં માતા પિતા બનવાના છે. સોશિયલ મીડિયા પર બંને ના ચાહકો અને બોલિવૂડ સેલેબ્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે હવે આ બધાની વચ્ચે કિયારા નો એક જૂનો ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે બાળકોમાં રહેલા ગુણો વિશે વાત કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Anupama new entry: રાહી ના પિતા બાદ અનુપમા માં થવા જઈ રહી છે વધુ એક અભિનેતા ની એન્ટ્રી,કસૌટી ઝીંદગી કી માં જોવા મળી ચુક્યો છે એક્ટર

કિયારા ને તેના બાળક માં જોઈએ છે કરીના ની આ ખાસિયત 

કિયારા નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે તેની ફિલ્મ ગુડ ન્યુઝ ના પ્રમોશન નો છે જેમાં કિયારા ને પૂછવામાં આવ્યું હતું કે, તે પોતાના બાળકોમાં કરીના કપૂરના કેવા ગુણો ઇચ્છશે? તેણે કહ્યું, ‘તેનો આત્મવિશ્વાસ, તેના હાવભાવ અને તેનું આભાસ.’ મને ખરેખર તેના બધા ગુણો જોઈશે. તમે તેમને ૧૦ માંથી ૧૦ ગુણ આપી શકો છો.’

 

View this post on Instagram

 

A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis)


કિયારા અને સિદ્ધાર્થ એ વર્ષ 2023 માં લગ્ન કર્યા હતા. હવે બંને એ લગ્ન ના બે વર્ષ બાદ સારા સમાચાર તેમના ફેન્સ સાથે શેર કર્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

March 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Kiara Advani made this recipe for her husband after marriage
મનોરંજન

Kiara Advani : કિયારા અડવાણીએ કર્યો સિદ્ધાર્થ સાથે લગ્ન પછી તેની પહેલી રેસિપી નો ખુલાસો, સાંભળીને તમને લાગશે 440 વોટ નો ઝટકો

by Dr. Mayur Parikh August 16, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

Kiara Advani :  કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલમાંથી એક છે. આ યુગલો ઘણીવાર એકબીજા પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવાનો મોકો છોડતા નથી. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી તેમની બોન્ડિંગનો અંદાજ લગાવી શકાય છે. બંનેની કેમેસ્ટ્રી ચાહકોને પસંદ છે. તાજેતરમાં, એક ટીવી ચેનલના કાર્યક્રમ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં, કિયારા અડવાણીએ જણાવ્યું હતું કે તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના લગ્ન પછી કઈ રેસિપી બનાવી હતી. કિયારા અડવાણીએ ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો છે.

કિયારા અડવાણી એ તેની પહેલી રસોઈ વિશે જણાવી હકીકત

કિયારા અડવાણી હાલમાં જ એક ટીવી ચેનલ ના કાર્યક્રમ માં પહોંચી હતી. ઇવેન્ટ દરમિયાન, કિયારા અડવાણીએ જણાવ્યું કે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના લગ્ન પછી તેણે રસોડામાં કઈ પહેલી રેસીપી બનાવી હતી. વાસ્તવમાં, ‘એક યુવકે કિયારા અડવાણીને પૂછ્યું કે, લગ્ન પછી તમે તમારા રસોડામાં સૌપ્રથમ કઈ રેસિપી બનાવી?’ આના પર કિયારા અડવાણીએ હસીને જવાબ આપ્યો અને કહ્યું, ‘અત્યાર સુધી કંઈ કર્યું નથી. પાણી ગરમ કર્યું હોવું જોઈએ. કિયારા અડવાણીએ વધુમાં કહ્યું કે તે પોતાને નસીબદાર માને છે કારણ કે તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા એક સારા રસોઈયા છે. કિયારા અડવાણીએ કહ્યું, ‘હું નસીબદાર છું કારણ કે મારા પતિને રસોઈ બનાવવી ગમે છે. તેથી મોટે ભાગે તેઓ પોતાના માટે કંઈક રાંધે છે અને હું તે ખાઉં છું.

આ સમાચાર પણ વાંચો : Toll plaza: આટલી દાદાગીરી? ભાજપના યુવા નેતાઓએ બળજબરીથી ટોલ ગેટ હટાવી દીધો અને ટોલ ભર્યા વગર પાર કર્યો ટોલ પ્લાઝા, જુઓ વિડીયો

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા નું લગ્ન જીવન

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન 7 ફેબ્રુઆરી 2023ના રોજ થયા હતા. લગ્ન પહેલા આ કપલ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. જોકે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ક્યારેય તેમના સંબંધો વિશે વાત કરી નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ ‘યોદ્ધા’ અને વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળશે. કિયારા અડવાણી ફિલ્મ ‘ગેમ ચેન્જર’માં કામ કરતી જોવા મળશે. બંનેના ફેન્સ તેમના ફેવરિટ સ્ટાર્સની ફિલ્મોની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

August 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
karan johar denies reports signing kiara advani sidharth malhotra 3 film deal
મનોરંજન

શું કરણ જોહરે સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીને લગ્નની ભેટ તરીકે આપી 3 ફિલ્મો? ફિલ્મ નિર્માતાએ પોતે જણાવી હકીકત

by Zalak Parikh February 16, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ આખરે તેમના લાંબા સમયથી ખાનગી સંબંધોને સત્તાવાર જાહેર કરી દીધા છે. સિદ્ધાર્થ અને કિયારા પતિ-પત્ની બની ગયા છે. આ કપલે 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. બંનેના આ ખાસ દિવસે ફિલ્મમેકર કરણ જોહર પણ ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. તે જ સમયે, થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે કરણ જોહરે લગ્ન પછી સિદ અને કિયારાને ખાસ ભેટ આપી છે. એવું કહેવાય છે કે કરણ જોહરે તેની આગામી ત્રણ ફિલ્મો માટે સિદ અને કિયારાને સાઈન કર્યા છે. હવે ફિલ્મમેકરે પોતે આ અહેવાલો પાછળનું સત્ય જણાવ્યું છે.

 

કરણ જોહરે જણાવી હકીકત 

સિદ અને કિયારા ના લગ્ન પછીથી જ એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ સ્ટાર કપલ બહુ જલ્દી 3-3 ફિલ્મોમાં સાથે જોવા મળશે. એવા અહેવાલ હતા કે બંનેનો આ પ્રોજેક્ટ વરુણ ધવન અને આલિયા ભટ્ટની દુલ્હનિયા ફ્રેન્ચાઇઝી ની તર્જ પર હશે. જોકે, હવે કરણ જોહરે આ અહેવાલોને સદંતર ફગાવી દીધા છે. આ બાબતે એક મીડિયા હાઉસ  ને આપેલા ઈન્ટરવ્યુમાં ફિલ્મ નિર્માતાએ સ્પષ્ટ કર્યું છે કે આવી બધી વાતો બકવાસ છે. જ્યારે કરણ જોહરને પૂછવામાં આવ્યું કે શું કપલે આગામી ત્રણ ફિલ્મો માટે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે? આના પર પ્રતિક્રિયા આપતા કરણે કહ્યું, ‘બિલકુલ નહીં’.રિપોર્ટ અનુસાર, આ મામલે ધર્મા પ્રોડક્શન ના નજીકના સૂત્ર એ પણ આ સમાચારને માત્ર અફવા ગણાવી છે. સૂત્રએ કહ્યું, ‘સિદ અને કિયારા કરણ જોહરની ખૂબ નજીક છે. કરણ તેમને કોઈપણ કરારમાં બાંધવા માંગતો નથી. જો તેઓ તેને ફિલ્મ ઓફર કરે છે, તો દંપતી તે ફિલ્મ માટે ના કહેશે નહીં. સિદ અને કિયારા એ લગ્ન પહેલા ક્યારેય કરણ જોહર સાથે પૈસા કે કરાર વિશે વાત કરી નથી. એટલા માટે ડીલ પર હસ્તાક્ષર એ માત્ર અફવા સિવાય બીજું કંઈ નથી.

 

સિદ્ધાર્થ અને કિયારા છેલ્લે આ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા 

ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પહેલી અને છેલ્લી વાર ફિલ્મ ‘શેર શાહ’ માં સાથે જોવા મળ્યા હતા. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી એ ચાહકો નું દિલ જીતી લીધું હતું. તે જ સમયે, જ્યારે આ કપલ 3-3 ફિલ્મો માં એકસાથે  દેખાવા ના છે તે જાણી ને તેમના ચાહકોની ઉત્તેજના સાતમા આસમાને પહોંચી ગઈ હતી. જો કે, હવે કરણ જોહર અને ધર્મા પ્રોડક્શનના આ નિવેદન બાદ સ્પષ્ટ છે કે સિદ્ધાર્થ અને કિયારાને સ્ક્રીન પર એકસાથે જોવા માટે ચાહકોને થોડી રાહ જોવી પડશે.

February 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

શેરશાહ કપલ જલ્દી જ બંધાશે લગ્નના બંધનમાં -જાણો કયા દિવસે અને ક્યાં વાગશે શહનાઈ

by Dr. Mayur Parikh October 12, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, બી-ટાઉનના સૌથી ચર્ચિત કપલ્સમાંના એક છે. તેમના લિંકઅપના સમાચારને કારણે ઘણી વાર તેઓ હેડલાઇન્સમાં રહે છે. જયારે ફિલ્મ 'શેર શાહ'ના શૂટિંગમાં નજીક આવેલા આ સ્ટાર્સે લાંબા સમય સુધી મીડિયા અને ફેન્સની નજરથી પોતાના સંબંધોને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે  થોડા સમય પહેલા 'કોફી વિથ કરણ'માં બંનેએ પોતપોતાના દિલમાં છુપાયેલા સપનાને શેર કર્યા હતા. બંનેના ચાહકો આ સમાચારથી ખૂબ જ ખુશ છે અને તેઓ સિદ્ધાર્થ અને કિયારાને વહેલી તકે લગ્ન કરતા જોવા માંગે છે. જે ચાહકો આ ઈચ્છે છે તેમના માટે અમારી પાસે આવા સારા સમાચાર છે.

વાસ્તવમાં, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સિદ્ધાર્થ અને કિયારા આવતા વર્ષે એટલે કે 2023માં લગ્ન કરવાના છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા આવતા વર્ષે એપ્રિલ મહિનામાં દિલ્હીમાં એકબીજા સાથે લગ્ન કરશે. આ સ્ટાર કપલે પરિવારના સભ્યોની હાજરીમાં જ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં, સિદ્ધાર્થ અને કિયારાના નજીકના એક સૂત્રએ એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 'કિયારા અને સિદ્ધાર્થ આવતા વર્ષે લગ્ન કરશે. સિદ્ધાર્થનો પરિવાર દિલ્હીમાં હોવાથી લગ્ન પણ ત્યાં જ થશે. બંને પહેલા લગ્નની નોંધણી કરશે અને પછી તેઓ કોકટેલ પાર્ટી કરશે. આ પછી કિયારા અને અડવાણીનું ભવ્ય રિસેપ્શન પણ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : અરરર… ફીલ્મ છેલ્લો શો ઓસ્કરમાં રિલીઝ થાય તે પહલેજ તેના બાળ કલાકારનું મૃત્યું. હવે જ્યારે તેનું તેરમું હશે તે દિવસે ફિલ્મ રીલીઝ થશે.

રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 'સિદ્ધાર્થ અને કિયારા એકબીજાથી ખૂબ જ ખુશ છે. બંનેના લગ્ન માટે બોલિવૂડમાંથી કોઈને આમંત્રણ આપવામાં આવશે નહીં કારણ કે લગ્ન દિલ્હીમાં સિદ્ધાર્થ-કિયારાના પરિવાર અને સંબંધીઓ સાથે થશે. આ પહેલીવાર નથી કે જ્યારે તેમના લગ્નની અફવાઓ હેડલાઇન્સ ના  બની હોય, આ પહેલા પણ ઘણી વખત આવી ખબર ચૂકી છે. હવે જોવાનું એ રહેશે કે બી-ટાઉનમાંથી આવી રહેલા આ સમાચાર કેટલા સાચા હશે. બંનેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, જ્યારે કિયારા અડવાણી હાલમાં કાર્તિક આર્યન સાથે ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ના શૂટિંગમાં વ્યસ્ત છે, ત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમયમાં અજય દેવગન સાથે ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળશે.

October 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

રિલીઝ પહેલા કાનૂની મુશ્કેલીમાં ફસાઈ થેન્ક ગોડ-ફિલ્મ ના નિર્દેશક તેમજ અભિનેતા અજય દેવગણ-સિદ્ધાર્થ મલ્હોત્રા વિરુદ્ધ કેસ થયો દાખલ-જાણો શું છે સમગ્ર મામલો 

by Dr. Mayur Parikh September 15, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેતા(Bollywood actor) અજય દેવગણ(Ajay Devgn) અને સિદ્ધાર્થ મલ્હોત્રાની (Siddharth Malhotra) ફિલ્મ 'થેંક ગોડ'(Thank God) કાયદાકીય મુશ્કેલીમાં(legal trouble)  ફસાઈ ગઈ છે. જૌનપુર(Jaunpur) ના એક વકીલે જૌનપુર કોર્ટમાં નિર્દેશક ઈન્દર કુમાર(Inder Kumar), અભિનેતા અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા વિરુદ્ધ હિન્દુ ધર્મની(Hinduism) ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ દાખલ કર્યો છે. અરજદારનું નિવેદન 18 નવેમ્બરે નોંધવામાં આવશે. અરજદારના કહેવા પ્રમાણે, જે ફિલ્મનું ટ્રેલર (Movie trailer) રિલીઝ કરવામાં આવ્યું છે તે હિંદુ ધર્મની મજાક ઉડાવે છે અને ધાર્મિક લાગણીઓને(religious sentiments) ઠેસ પહોંચાડે છે. પોતાની અરજીમાં વકીલે જણાવ્યું છે કે અજય દેવગન સૂટ પહેરીને ચિત્રગુપ્તનું(Chitragupta) પાત્ર ભજવતો જોવા મળે છે અને એક દ્રશ્યમાં તે જોક્સ કહેતો અને વાંધાજનક ભાષાનો(offensive language) ઉપયોગ કરતો જોવા મળે છે.

પિટિશનમાં જણાવાયું હતું કે,"ચિત્રગુપ્તને કર્મનો દેવ(God of Karma) માનવામાં આવે છે અને તે માણસના સારા અને ખરાબ કાર્યોનો રેકોર્ડ રાખે છે. દેવતાઓનું આ પ્રકારનું નિરૂપણ એક અપ્રિય પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે કારણ કે તે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે," હાલમાં જ અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘થેન્ક ગોડ’નું ટ્રેલર રિલીઝ થયું હતું. કોમેડી, ડ્રામા અને એક્શનથી ભરપૂર આ ફિલ્મના ટ્રેલરને લઈને દર્શકોમાં ઉત્સાહ છે. ફિલ્મનું ટ્રેલર બતાવે છે કે મૃત્યુ પછી વ્યક્તિનું શું થાય છે અને તેના સારા અને ખરાબ કાર્યોની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. કેટલાક લોકો આ ટ્રેલરને ફની કહી રહ્યા છે તો કેટલાક લોકો આ ફિલ્મ પર હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે.

ઈન્દ્ર કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ યમલોકની વાર્તા (The story of Yamalok) પર આધારિત જણાઈ રહી છે. ફિલ્મમાં અજય દેવગન, દેવ ચિત્રગુપ્તનું પાત્ર ભજવતો જોવા મળી રહ્યો છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, દેવ ચિત્રગુપ્ત દરેક મનુષ્યના જીવનનો હિસાબ રાખે છે. આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રાના જીવનમાં તેના કાર્યોનો હિસાબ રાખતો જોવા મળશે.જો કે ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા(Social media) પર પણ લોકો બોલિવૂડ(Bollyowood) પર હિન્દુ ધર્મના અપમાનનો(Insults to Hinduism) આરોપ લગાવી રહ્યા છે. આ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. ફિલ્મના મેકર્સ પર ભગવાન ચિત્રગુપ્તનું અપમાન કરવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે.

 

September 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
kiara advani sidharth malhotra wedding place and marriage date
મનોરંજન

બોલિવૂડ ના આ ખાસ વ્યક્તિએ કરાવ્યું સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનું પેચઅપ-ટૂંક સમયમાં કરી શકે છે લગ્ન

by Dr. Mayur Parikh June 11, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના બ્રેકઅપના(Kiara Advani and Siddharth malhotra breakup) સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. તેમના બ્રેકઅપનું સાચું કારણ પણ બહાર આવ્યું નથી. જો કે થોડા દિવસ પહેલા બંને વચ્ચે પેચઅપ(patchup) થઈ ગયું હતું. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે એ વ્યક્તિ કોણ છે જેના ઈશારે આ બંને સ્ટાર્સ ફરી સાથે આવવા માટે રાજી થયા છે. કોણ છે આ ખાસ વ્યક્તિ, તેના નામ પરથી પડદો હટી ગયો છે.

એક ન્યૂઝ  વેબસાઈટ માં છપાયેલા અહેવાલ મુજબ, જો સૂત્રોનું માનીએ તો, આ બંનેનું પેચઅપ બીજા કોઈએ નહીં પણ કરણ જોહરે(Karan Johar) કર્યું છે. સમાચાર મુજબ, જ્યારે કરણ જોહરને આ બંનેના બ્રેકઅપની ખબર પડી તો તેને બિલકુલ પસંદ ન આવ્યું. ત્યારપછી કરણ જોહરે બંને વચ્ચે બધું ઠીક કરવાનું વચન આપ્યું હતું.કિયારા અને સિદ્ધાર્થ એકબીજાના પ્રેમમાં(love each other) છે. તેથી બંનેએ એકબીજાને ફરીથી તક આપવાનું નક્કી કર્યું. સિદ્ધાર્થ અને કિયારાના આ નિર્ણયથી બંને સ્ટાર્સ ખૂબ જ ખુશ થઈ ગયા.જો સ્ત્રોતનું માનીએ તો, 'હવે તેમનો બોન્ડ પહેલા કરતા વધુ મજબૂત છે અને જો કપલ જલ્દી લગ્ન (marriage)કરવાની યોજના બનાવશે તો અમને આશ્ચર્ય નહીં થાય. અત્યારે આ કપલ તેમની પ્રોફેશનલ કમિટમેન્ટમાં ખૂબ જ વ્યસ્ત છે અને બ્રેક બાદ તેઓ જલ્દી જ વેકેશન (vacation)પર જશે. જો કે, આ દિવસોમાં બંને સ્ટાર્સ પોતપોતાના પ્રોજેક્ટના શૂટિંગમાં(shooting) ખૂબ જ વ્યસ્ત છે.

આ સમાચાર પણ વાંચો : કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં થઇ આ ત્રણ અભિનેત્રીઓ ની એન્ટ્રી-ફિલ્મ માં મચાવશે ધૂમ

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી અભિનીત 'શેર શાહ'( sher shah)રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હિટ રહી અને તેમની જોડી પણ. ત્યારથી બંને રિલેશનશિપમાં (relationship)હોવાના સમાચાર આવ્યા હતા. શૂટિંગ દરમિયાન તેઓ એકબીજાની નજીક આવ્યા હતા. જો કે, તેમણે  હંમેશા તેમના  પ્રેમ વિશે મૌન સેવ્યું હતું. તે જ સમયે, 'ભૂલ ભુલૈયા 2' (bhool bhulaiya 2)ની સ્ક્રીનિંગ પર, સિદ્ધાર્થ કિયારાને ગળે લગાવીને તેને ફિલ્મ માટે શુભેચ્છા પાઠવતો જોવા મળ્યો હતો. જે બાદ બંનેના પેચઅપ ના સમાચાર આવવા લાગ્યા હતા.

June 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

માધુરી દીક્ષિતે સલમાન ખાનના ગીત પર બોલિવૂડ ના આ અભિનેતા સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, બંનેની કેમેસ્ટ્રી જોઈને ચાહકો થયા દીવાના; જુઓ વિડીયો, જાણો વિગત

by Dr. Mayur Parikh March 26, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતની એક સ્મિત ઘણા લોકોને ઘાયલ કરી દે છે. માધુરી દીક્ષિતે તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી યાદગાર ફિલ્મો આપી છે. માધુરી દીક્ષિત બહુ પ્રતિભાશાળી અભિનેત્રી હોવાની સાથે સાથે ખૂબ જ સુંદર ડાન્સર પણ છે. તેને બોલીવુડની એક્સપ્રેશન ક્વીન પણ કહેવામાં આવે છે.બોલિવૂડમાં દરેક અભિનેતા એકવાર માધુરી દીક્ષિત સાથે અભિનય કે ડાન્સ કરવાની ઈચ્છા રાખે છે અને તાજેતરમાં જ આ તક શેરશાહ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને મળી. 

View this post on Instagram

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

માધુરી દીક્ષિતે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ કરતો એક સુંદર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં માધુરી દીક્ષિત સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળી રહ્યો છે. આ વિડિયોમાં બંને સલમાન ખાન અને માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ હમ આપકે હૈ કૌનના ગીત પહેલા પહેલા પ્યાર હૈ પર ડાન્સ કરતા જોવા મળે છે.બંનેનો આ ડાન્સ ખરેખર રોમેન્ટિક છે. બંને એકબીજાની આંખોમાં જોઈને ડાન્સ કરી રહ્યાં છે. માધુરી દીક્ષિત એક પરફેક્ટ ડાન્સર તો છે જ, પરંતુ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ તેની સાથે સ્ટેપ્સ સારી રીતે પરફોર્મ કર્યા છે. બંનેનો આ રોમેન્ટિક ડાન્સ ફેન્સને પસંદ આવી રહ્યો છે. થોડા સમય પહેલા પોસ્ટ કરાયેલા આ વીડિયોને 2 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો :'ધ આર્ચીઝ'ના સેટ પરથી સુહાના, ખુશી, અગસ્ત્ય અને જહાન નો ફર્સ્ટ લૂક આવ્યો સામે, તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ, જાણો વિગત

માધુરી દીક્ષિત એક એવી અભિનેત્રી છે, જેની સાથે આજના કલાકારો એકવાર સ્ક્રીન સ્પેસ શેર કરવા માંગે છે. ધક ધક ગર્લના ચાહકો સામાન્ય લોકોમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ હાજર છે. સિદ્ધાર્થ સિવાય પોતાને માધુરી દીક્ષિતના સૌથી મોટા ફેન ગણાવતા રણબીર કપૂરે પણ માધુરી દીક્ષિત સાથે 'યે જવાની હૈ દીવાની'માં એક ખાસ ગીત કર્યું હતું.આ ઉપરાંત  વરુણ ધવને  પણ અભિનેત્રી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાનો મોકો મળ્યો. માધુરી દીક્ષિતના કરિયરની વાત કરીએ તો અભિનેત્રીએ કરણ જોહરની સીરિઝ 'ફેમ-ગેમ' દ્વારા ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.

March 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

રોહિત શેટ્ટીની કોપ આધારિત વેબ સિરીઝમાં બોલિવૂડ નો આ અભિનેતા કરશે ડિજિટલ ડેબ્યુ; જબરદસ્ત એક્શન મોડમાં મળશે જોવા; જાણો વિગત

by Dr. Mayur Parikh March 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સિદ્ધાર્થ મલ્હોત્રા સતત એક યા બીજી ફિલ્મને લઈને સમાચારોનો ભાગ બને છે અને આ સમયે તેની એક ફિલ્મ ચર્ચામાં છે જેને રોહિત શેટ્ટી પ્રોડ્યુસ કરી રહ્યા છે. તેણે તેની છેલ્લી રિલીઝ ‘શેરશાહ’ માં કારગીલ શહીદ વિક્રમ બત્રા તરીકે ના તેના અભિનય માટે ખૂબ જ પ્રશંસા મેળવી હતી અને ચાહકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી.હવે સમાચાર આવી રહ્યા છે કે સિદ્ધાર્થ હિટ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી સાથે તેની કોપ થ્રિલર સિરીઝ એમેઝોન પ્રાઇમ વિડિયો પર સેટ કરવા જઈ રહ્યો છે.એમેઝોન પ્રાઇમ વધુ એક ઓરિજિનલ વેબ સિરીઝ લાવવા જઈ રહી છે. આ રોહિત શેટ્ટીની કોપ આધારિત વેબ સિરીઝ હશે. સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રાને ફાઈનલ કરવામાં આવ્યો છે.

બંને હજુ સુધી શીર્ષક ધરાવતા પ્રોજેક્ટ સાથે તેમની ડિજિટલ પદાર્પણ કરવા માટે તૈયાર છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને રોહિત શેટ્ટી એક હાઈ-પ્રોફાઈલ સ્ટ્રીમિંગ પ્રોજેક્ટ માટે સાથે આવવાની અટકળો ઘણા મહિનાઓથી ચાલી રહી હતી.હવે,એકી ન્યૂઝ પોર્ટલ ના  સૂત્ર તરફ થી જાણવા મળ્યું છે કે , 'સિદ અને રોહિત આ વેબ સિરીઝ પર થોડા સમયથી ચર્ચા કરી રહ્યા હતા. આ શ્રેણી આવતા વર્ષથી શરૂ થશે અને તેનું નિર્દેશન સુશાંત પ્રકાશ કરશે. જો કે, તે એક કોપ આધારિત શ્રેણી છે, પરંતુ દર્શકોને તેમાં ઘણી બધી અલગ અને નવી વસ્તુઓ જોવા મળશે.નિર્માતાઓ સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલા વિકી કૌશલ અને ટાઈગર શ્રોફને પણ કાસ્ટ કરવાનું વિચારી રહ્યા હતા. રોહિત માત્ર સિરીઝનું નિર્માણ જ નહીં પણ શો રનર પણ હશે. રોહિત આ સિરીઝની સ્ક્રિપ્ટ અને એક્શન સિક્વન્સ પર બારીકાઇ થી કામ કરી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ઓડિશન વિના થઈહતી અમિત ભટ્ટની એન્ટ્રી, આ અભિનેતા ને કારણે મળ્યો બાપુજી નો રોલ; જાણો વિગત

તમને જણાવી દઈએ કે જ્યારે પણ રોહિત શેટ્ટી કોઈ પ્રોજેક્ટનો હિસ્સો બને છે ત્યારે તે અજાયબીઓ કરે છે. ચાહકોને આ સિરીઝથી ઘણી આશાઓ છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ સિરીઝ મજબૂત રહેશે. હાલમાં, રોહિત શેટ્ટી તેના ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.સિદ્ધાર્થ મલ્હોત્રાની વાત કરીએ તો આ તેની ડેબ્યૂ વેબ સિરીઝ હશે.

March 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

કરણ જોહર બનાવવા જઈ રહ્યો છે ધમાકેદાર એક્શન ફિલ્મ, આ અભિનેતા બનશે હીરો? જાણો વિગત

by Dr. Mayur Parikh November 18, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 18 નવેમ્બર  2021

ગુરુવાર

બોલિવૂડના ફેમસ પ્રોડ્યુસર-ડિરેક્ટર કરણ જોહર હંમેશા પોતાની લવ સ્ટોરી અને ફેમિલી ફિલ્મો બનાવવા માટે ફેમસ રહ્યા છે. હવે સમાચાર છે કે કરણ જોહર એક નવી જોનરમાં પગ મુકવા જઈ રહ્યો છે. કરણ જોહર હવે ટૂંક સમયમાં એક એક્શન ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. તેના પ્રોડક્શન હાઉસની આ પહેલી ફિલ્મ હશે જે એક્શન જોનરની હશે.

માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા હીરો બની શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેરાત કરતા કરણ જોહરે લખ્યું, 'ધર્મા પ્રોડક્શન્સ તેની પ્રથમ એક્શન ફ્રેન્ચાઇઝીની જાહેરાત કરવા માટે તૈયાર છે. આવતીકાલે જ આ અંગે મોટી જાહેરાત કરવામાં આવશે.’

આ વેબ સિરીઝ દ્વારા ‘અન્ના’ એટલે કે દેવેન ભોજાણી કરવા જઈ રહ્યા છે OTT પ્લેટફોર્મ પર પદાર્પણ; જાણો તે સિરીઝ વિશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરણ જોહરે છેલ્લે ડિરેક્ટર તરીકે 'એ દિલ હૈ મુશ્કિલ'નું દિગ્દર્શન કર્યું હતું. હવે તે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ફિલ્મનું નિર્દેશન કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને તેમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, ધર્મેન્દ્ર, શબાના આઝમી, જયા બચ્ચન અને પ્રીતિ ઝિન્ટા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

November 18, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક