Tag: transfer department

  • લો બોલો!! અનિલ દેશમુખે એક્સાઈસ ખાતામાં પણ કર્યો બદલીઓમાં ભ્રષ્ટાચારઃ આ અધિકારીએ કર્યો આરોપ; જાણો વિગત

    લો બોલો!! અનિલ દેશમુખે એક્સાઈસ ખાતામાં પણ કર્યો બદલીઓમાં ભ્રષ્ટાચારઃ આ અધિકારીએ કર્યો આરોપ; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022

    મંગળવાર. 

    મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરીએ ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ જ્યારે ગૃહ પ્રધાન હતા ત્યારે પોલીસ અધિકારીઓની બદલી માટે લિસ્ટ મોકલતા હોવાની કબૂલાત કરી છે. તેથી અનિલ દેશમુખની મુશ્કેલી વધી છે, તેમાં હવે તેઓ અન્ય વિભાગોના પ્રધાન હતા ત્યારે પણ આવી બદલીના સંદર્ભમાં ભ્રષ્ટાચાર કરતા હતા, એવો ચોંકાવનારો ખુલાસો  વધુ એક નિવૃત્ત પ્રશાસકીય અધિકારીએ એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કર્યો છે. તેથી દેશમુખની મુશ્કેલીમાં વધારો થવાની સંભાવના છે.

    મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક મુશ્કેલીમાં મુકાયા, એનસીએસસીએ મુંબઈ પોલીસને આપ્યો આ આદેશ; જાણો વિગતે

    અનિલ દેશમુખ હાલમાં EDની કસ્ટડીમાં છે. તેમના પર પોલીસ બદલીઓમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. અન્ય એક વહીવટી અધિકારીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે દેશમુખ જ્યારે એક્સસાઈ વિભાગના રાજ્ય મંત્રી હતા ત્યારે પણ આવો જ ભ્રષ્ટાચાર આચરતા હતા. ભૂતપૂર્વ અધિકારી આનંદ કુલકર્ણીએ અંગ્રેજી અખબારને કહ્યું કે તેઓ 2000-2001 સુધી દેશમુખના એક્સસાઈઝ ખાતાના પ્રધાન હતા, અને કુલકર્ણી તે વિભાગના કમિશનર હતા. તે સમયે દેશમુખે તેમને રાજ્યમાં 90 એક્સાઈઝ ઇન્સ્પેક્ટર અને સબ ઈન્સ્પેક્ટરોની બદલીની યાદી મોકલી હતી. આમાંની ઘણી બદલીઓ ગેરકાયદેસર રીતે કરવાની હતી. તેમના આદેશનો વિરોધ કરવાને કારણે તેમની બીજા ખાતામાં ટ્રાન્સફર ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી હતી.