• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Urban Forest
Tag:

Urban Forest

Ahmedabad Leads in Green Initiatives, Over 70 Lakh Trees Planted in Three Years
અમદાવાદ

Ahmedabad Leads in Green Initiatives: અમદાવાદમાં ગ્રીનરી વધવા સાથે વાવાયા અધધ આટલા વૃક્ષ

by Zalak Parikh April 29, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ahmedabad Leads in Green Initiatives: અમદાવાદ શહેરે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે. છેલ્લા ત્રણ વર્ષમાં 70 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જે શહેરના 12.5% વિસ્તારને ગ્રીન કવર માં ફેરવવામાં મદદરૂપ બન્યું છે

આ સમાચાર પણ વાંચો: Ahmedabad Metro :અમદાવાદ-ગાંધીનગર મેટ્રો હવે સચિવાલય સુધી, રવિવારથી આ સેવાનો પ્રારંભ થશે

‘મન કી બાત’ માં અમદાવાદની પ્રશંસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  એ ‘મન કી બાત’  કાર્યક્રમમાં અમદાવાદ  ના વૃક્ષારોપણ અને જળસંચય માટેના પ્રયાસોની પ્રશંસા કરી.AMC દ્વારા ‘મિશન મિલિયન ટ્રીઝ’ ઝુંબેશ હેઠળ 83 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેમાં 260થી વધુ અર્બન ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે.

ગ્રીન કવર અને જળસંચય 

વૃક્ષારોપણ  અને જળસંચય  ના પ્રયાસોથી શહેરનું ગ્રીન કવર 8.4% સુધી વધ્યું છે, અને સાબરમતી રિવરફ્રન્ટ  અને કાંકરિયા તળાવ  જેવા પ્રોજેક્ટ્સ દ્વારા પાણીની ઉપલબ્ધતા સુધારાઈ છે

April 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Community Urban Forest Community Urban Forest opened in Ahmedabad
અમદાવાદ

Community Urban Forest: અમદાવાદમાં ખુલ્યું કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટ, મુળુભાઈ બેરાના હસ્તે કરાયું લોકાર્પણ; જાણો ખાસિયત

by kalpana Verat March 6, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

  • મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરાયું*
  • AMC દ્વારા પીપીપી મોડેલ હેઠળ 2000 સ્થાનિક વનસ્પતિની પ્રજાતિઓ સાથે 3200 વાર જગ્યામાં અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયું*

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનના પ્રહ્લાદનગર ખાતે નવનિર્મિત કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે કરાયું હતું.

Community Urban Forest Community Urban Forest opened in Ahmedabad

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે 3200 વાર જગ્યામાં આ અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરાયું છે, જેમાં આશરે 2000 સ્થાનિક વનસ્પતિની પ્રજાતિઓ સામેલ છે. 

Community Urban Forest Community Urban Forest opened in Ahmedabad

 

આ ઉપરાંત સ્પાઇડર લીલી, મોગરો, જાસૂદ, ગ્રીન-ટી, ફાઉન્ટેન ગ્રાસ, ચીકુ, જાંબુ, જામફળ, કલ્પવૃક્ષ જેવા છોડ પણ રોપવામાં આવ્યા છે તથા પક્ષીઓ માટે સિંગાપુરી ચેરી પણ ઉગાડવામાં આવ્યા છે.

Community Urban Forest Community Urban Forest opened in Ahmedabad

 

આ સમાચાર પણ વાંચો :  International Women’s Day : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી ખાતે યોજાશે ‘લખપતિ દીદી સંમેલન’, 450 કરોડથી વધુની આપવામાં આવશે સહાય

આ અર્બન ફોરેસ્ટની વિશેષતા વિશે વાત કરીએ તો, અહીંનો રસ્તો ઇકો-ફ્રેન્ડલી કોંક્રિટ સાથે તૈયાર કરાયો છે. પક્ષીઓ માટે ખાસ તળાવ પણ બનાવાયું છે. વધુમાં અહીં વરસાદી પાણીના સંગ્રહ માટે પરિસરની અંદર ખંભાતી કૂવો તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે બાળકો માટે ફાર્મિંગ શીખવા સ્થળ બનાવાયું છે જેથી તેઓ હોમ ફાર્મિંગ પણ કરી શકે.

Community Urban Forest Community Urban Forest opened in Ahmedabad

 

આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, અમદાવાદ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની તથા મ્યુનિ. અધિકારીઓ, પદાધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Community Urban Forest Community Urban Forest opened in Ahmedabad

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bhupendra Patel launched the Urban Forest Campaign to be held in the entire state till 31st August under Ek Ped Maa Ke Naam from Gandhinagar.
ગાંધીનગરરાજ્ય

Ek Ped Maa Ke Naam Gandhinagar: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત તા.૩૧મી ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં યોજાનાર અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ ગાંધીનગર ખાતેથી કરાવ્યો

by Hiral Meria July 27, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Ek Ped Maa Ke Naam Gandhinagar: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી પ્રેરિત દેશવ્યાપી મહાઅભિયાન ‘એક પેડ માં કે નામ’ને શહેરી વિસ્તારો સુધી પહોંચાડવાના ઉમદા અભિગમ અંતર્ગત તા. ૩૧મી ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં અર્બન ફોરેસ્ટ ( Urban Forest ) ઉભા કરવાનું અભિયાન યોજાઈ રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના કોબા ખાતેથી વડના વૃક્ષ વાવીને કરાવ્યો હતો.  

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તા. ૫મી જૂન, ૨૦૨૪ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે આ ‘એક પેડ માં કે નામ’ અભિયાનનું આહવાન કર્યું હતું. પર્યાવરણ બચાવવાના વડાપ્રધાનશ્રીના ઉમદા અભિગમને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra Patel ) નેતૃત્વમાં ગ્રામ્યની સાથે સાથે શહેરી વિસ્તાર સુધી લઇ જવા માટે સમગ્ર રાજ્યમાં ( Gujarat ) આગામી તા. ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૪ સુધી અર્બન ફોરેસ્ટ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો આરંભ ગાંધીનગર ( Gandhinagar ) મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ કોબા ખાતેથી મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યો હતો.

 અર્બન ફોરેસ્ટ અભિયાન અન્‍વયે રાજ્યના શહેરોમાં વન-વૃક્ષનો વિસ્તાર વધારવાના લક્ષ્યાંક સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, ૧૫૭ નગરપાલિકાઓ અને તમામ ૧૬૫ યુએલબીમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત અર્બન ફોરેસ્ટ મહાઅભિયાન યોજવામાં આવ્યું છે. 

સરકારની સાથે સાથે પર્યાવરણના રક્ષણની ( Environmental protection ) વ્યક્તિગત જવાબદારી વિશે લોકોમાં વધુ જાગૃતિ લાવવા તમામ શહેરોમાં શહેરી વનીકરણ, મિયાવાકી વન અને ગ્રીન સ્પેસ સાથે સબંધિત અન્ય કાર્યક્રમો નાગરિકો, મહાનુભાવો તેમજ વિવિધ સંસ્થાઓની સહભાગીતા સાથે યોજાશે. 

‘એક પેડ માં કે નામ’ વિશેષ મહાઅભિયાનમાં મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ દીઠ અથવા ઝોન દીઠ વિશેષ જગ્યા પર વૃક્ષારોપણ કરવામાં આવનાર છે. વૃક્ષારોપણ થયેલ રોપાઓના જતન માટે આ જગ્યાને ફરતે સુરક્ષા માટે ફેન્સીંગ/દીવાલ પણ બનાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો  : Satellite Toll System: નીતિન ગડકરીનો મોટો નિર્ણય, દેશમાં વર્તમાન ટોલ સિસ્ટમ રદ્દ કરાવમાં આવશે! હવે સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમ આવશે.. જાણો વિગતે..

 ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોબાથી ( Koba ) અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો હતો અને ઉપસ્થિત સર્વે મહાનુભાવોના હસ્તે એક-એક વૃક્ષ રોપવામાં આવ્યું હતું. કોબા ખાતે ૪૭૦૦થી વધુ ચો.મીટરના પ્લોટમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ થશે. જેમાં લીમડો, આંબો, આંબલી, બોરસલી, આમળા જેવા કુલ મળીને ૧૫૦૦ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવશે. 

અર્બન ફોરેસ્ટ અભિયાનના આરંભ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર(દ)ના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવે, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે.એન.વાઘેલા સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક