ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
રસીકરણની બાબતમાં મુંબઈએ ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે.
મુંબઈએ કોરોના રસીના પ્રથમ ડોઝનો 1 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
આ સાથે 88 ટકા પુખ્ત નાગરિકોનું મુંબઈમાં વૅક્સિનેશન થઈ ગયું છે.
આ સાથે શહેરમાં પહેલો અને બીજો ડોઝ મળીને કુલ 1,81,93,448 ડોઝ આપી દેવાયા છે.
આ કાર્ય મુંબઈના તમામ સરકારી, મ્યુનિસિપલ અને ખાનગી રસીકરણ કેન્દ્રો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.


