• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - vegetables
Tag:

vegetables

Viksit Krishi Sankalp Abhiyan Progressive farmer Ishwarbhai earns a substantial income by raising livestock
Agriculture

Viksit Krishi Sankalp Abhiyan : ધરું ઉછેર કરી ધરખમ આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ

by kalpana Verat June 3, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

 Viksit Krishi Sankalp Abhiyan : 

  • મરચી, રીંગણ, ટામેટાં અને હજારી, ધરુ ઉછેરી થકી આવક લાખેણી 
  • ધોળકાના ઈશ્વરભાઈ કોળી પટેલ: વર્ષે ૪૦-૫૦ લાખ ધરુનો ઉછેર અને ખેતીની સૂઝબૂઝનું ઉત્તમ ઉદાહરણ 
  • બાગાયત ખાતા દ્વારા તાલીમ અપાવવા ઉપરાંત આશરે પોણા ત્રણ લાખ રૂપિયાની સબસીડી આપીને ઈશ્વરભાઈને સહાયતા પૂરી પાડવામાં આવી છે

અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકમાં વધુ એક સફળ ખેડૂત શ્રી ઈશ્વરભાઈ (ચીકાભાઈ) કોળી પટેલે ધરુ ઉછેરના વ્યવસાય થકી માત્ર પોતાની આર્થિક ઉન્નતિ જ નથી સાધી, પરંતુ દૂર-સુદૂરના ખેડૂતો સુધી ગુણવત્તાયુક્ત રોપા પહોંચાડીને કૃષિ વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેઓ ધોળકામાં જમીન ભાડે રાખીને મરચી, ટમેટા, રીંગણ જેવા શાકભાજી તેમજ હજારી (ગલગોટા) ફૂલોના રોપા ઉછેરવાનો મોટા પાયે વ્યવસાય કરી રહ્યા છે.

Viksit Krishi Sankalp Abhiyan Progressive farmer Ishwarbhai earns a substantial income by raising livestock

ઈશ્વરભાઈની સફળતા પાછળ તેમની દીર્ઘદૃષ્ટિ અને નવીન અભિગમ રહેલો છે. તેમણે અનુભવ્યું કે ધરુને એક સ્થળેથી બીજે સ્થળે, ખાસ કરીને દૂરના અંતરે, સુરક્ષિત રીતે પહોંચાડવા એ એક મોટો પડકાર છે. આ સમસ્યાના નિરાકરણ માટે તેમણે ખાસ પ્રકારના સ્ટ્રે (ટ્રે) અને મજબૂત પ્લાસ્ટિકના કેરેટ બનાવડાવ્યા છે. આ વ્યવસ્થાને કારણે રોપાઓ તૂટ્યા વિના કે નુકસાન પામ્યા વગર લાંબા અંતર સુધી ટ્રાન્સપોર્ટ કરી શકાય છે.

Viksit Krishi Sankalp Abhiyan Progressive farmer Ishwarbhai earns a substantial income by raising livestock

તેમની આ સુવિધા અને રોપાની ગુણવત્તાને કારણે આજે ઈશ્વરભાઈના ધરુ માત્ર ધોળકા પૂરતા સીમિત ન રહેતાં બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ સુધી પહોંચાડવામાં આવે છે. તેઓ વાર્ષિક ધોરણે આશરે ૪૦થી ૫૦ લાખ જેટલા રોપા ઉછેરીને ખેડૂતોને પૂરા પાડે છે. આ રોપાઓના વેચાણ થકી તેઓ વર્ષે અંદાજે ૬૦થી ૭૦ લાખ રૂપિયાનું ટર્નઓવર હાંસલ કરે છે, જે તેમની મહેનત અને કુશળતાનું પ્રમાણ છે.

Viksit Krishi Sankalp Abhiyan Progressive farmer Ishwarbhai earns a substantial income by raising livestock

ઈશ્વરભાઈની આ સફળ યાત્રામાં બાગાયત ખાતાનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. તેમને બાગાયત ખાતા દ્વારા આશરે પોણા ત્રણ લાખ રૂપિયાની સબસીડી આપવામાં આવી છે. આ ઉપરાંત, બાગાયત ખાતા દ્વારા વધરાળ ખાતે આયોજિત વિશેષ તાલીમમાં ભાગ લઈને તેમણે ધરુ ઉછેરની આધુનિક પદ્ધતિઓ, રોગ-જીવાત નિયંત્રણ અને વ્યવસાય વ્યવસ્થાપન અંગેનું જ્ઞાન મેળવ્યું. આ તાલીમ અને સરકારી સહાય થકી જ તેઓ પોતાના વ્યવસાયને આટલા મોટા પાયે વિકસાવી શક્યા છે.

Viksit Krishi Sankalp Abhiyan Progressive farmer Ishwarbhai earns a substantial income by raising livestock

ટામેટા, મરચી, રીંગણ જેવા શાકભાજીના બીજ વાવવાને બદલે સીધા જ તેના નાના છોડને રોપીને પણ શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. બીજ દ્વારા શાકભાજી ઉગાડવામાં ઘણીવાર ૪૦% જેટલા બીજનું જર્મીનેશન થતું નથી. એટલે કે બીજમાંથી છોડ ઉગતા નથી. તેથી નર્સરીમાં ઉગાડેલા છોડને લાવી ખેતરમાં રોપવામાં આવે છે અને મબલખ પાક મેળવવામાં આવે છે. શાકભાજીના આ પ્રકારના વાવેતર માટે ધરુ (નાના છોડ) ઉગાડતી નર્સરીની જરૂર પડે છે.

આ સમાચાર પણ વાંચો:  Natural farming : પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત્ત થકી પાકનું જતન અને વાવેતર, બીજામૃત્ત બીજને જમીનમાં રહેલા ફૂગ તેમજ અન્ય જમીનજન્ય રોગ જીવાત સામે આપે છે રક્ષણ

ઈશ્વરભાઈ માટીને બદલે કોકોપીટ અને વર્મિક્યુલાઈટમાં શાકભાજીના બીજ વાવી, માટીજન્યરોગથી મુક્ત એવા છોડ ઉછેર્યા છે, જેથી ખેડૂતો તેમના ખેતરમાં આ છોડ વાવી શાકભાજીનો મબલખ પાક લઇ રહ્યા છે. અને અરવિંદભાઇને પણ માતબર આવક થઇ રહી છે. કોકોપીટ સૂકા નારિયેળના છોતરામાંથી બને છે. વર્મિક્યુલાઈટ જમીનમાંથી જ મળતું ખનીજ છે.

Viksit Krishi Sankalp Abhiyan Progressive farmer Ishwarbhai earns a substantial income by raising livestock

ઈશ્વરભાઈ કોળી પટેલની કહાણી દર્શાવે છે કે ખેતીમાં યોગ્ય આયોજન, નવીનતા અને સરકારી યોજનાઓનો સુભગ સમન્વય કરીને નોંધપાત્ર સફળતા મેળવી શકાય છે. તેઓ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા છે.

Viksit Krishi Sankalp Abhiyan Progressive farmer Ishwarbhai earns a substantial income by raising livestock

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
National Kharif Campaign 2025 Seeds, fertilizers available adequately for kharif crops Union Agriculture Minister Shivraj Singh Chouhan
Agricultureદેશ

National Kharif Campaign 2025 :કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય કૃષિ પરિષદ- ખરીફ અભિયાન 2025નું સફળ આયોજન

by kalpana Verat May 9, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

National Kharif Campaign 2025 : 

  • કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 29 મેથી દેશવ્યાપી ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ ચલાવવાની જાહેરાત કરી
  • ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે – શિવરાજ સિંહ
  • ભારત સરકાર આતંકવાદનો નાશ કરવા માટે એક વિશાળ અભિયાન ચલાવી રહી છે – શિવરાજ સિંહ

 સિંધુ નદીના પાણી પર આપણા ખેડૂતોનો અધિકાર છે, દરેક ટીપાનો ઉપયોગ ખેતી, વીજળી અને વિકાસમાં થશે
 આપણી ખેતી અને ખેડૂતોમાં અદ્ભુત સંભાવનાઓ અને અનંત શક્યતાઓ છે
:- કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ

કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ આજે નવી દિલ્હીના પુસા કેમ્પસ સ્થિત ભારત રત્ન સી. સુબ્રમણ્યમ ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય કૃષિ ખરીફ અભિયાન ૨૦૨૫નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. જેમાં 10 થી વધુ રાજ્યોના કૃષિ મંત્રીઓ પુસા કેમ્પસ પહોંચ્યા અને અન્ય કૃષિ મંત્રીઓ વર્ચ્યુઅલી જોડાયા અને કૃષિના વિકાસ માટે કેન્દ્ર સાથે મળીને કામ કરવા સંમત થયા.

National Kharif Campaign 2025 Seeds, fertilizers available adequately for kharif crops Union Agriculture Minister Shivraj Singh Chouhan

National Kharif Campaign 2025 :  આખું વિશ્વ અમારો પરિવાર 

રાજ્યોના કૃષિ મંત્રીઓ અને અધિકારીઓનું સ્વાગત કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભારતના 145 કરોડ લોકો માટે પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્ન, ફળો અને શાકભાજીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી આપણા ખભા પર છે. આ એક અસાધારણ કાર્ય છે, જે આપણે સાથે મળીને પૂર્ણ કરવું જોઈએ. શ્રી ચૌહાણે કહ્યું કે ભારત ફક્ત ભારત માટે નથી, આખું વિશ્વ અમારો પરિવાર છે, અમે બધાનું કલ્યાણ ઈચ્છીએ છીએ, અમે કોઈને છેડતા નથી, પરંતુ એ પણ સ્પષ્ટ છે કે જો કોઈ આપણને છેડશે તો અમે તેને છોડતા નથી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, અમારો સંકલ્પ છે કે આતંકવાદને તેના મૂળમાંથી નાબૂદ કર્યા પછી જ આપણે રાહતનો શ્વાસ લઈશું.

આ સમાચાર પણ વાંચો : Ikhedut Portal :ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા.૧૫ મે સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ

શ્રી શિવરાજ સિંહે કહ્યું કે ભારત એક અદ્ભુત દેશ છે. એકસાથે અનેક મોરચે કામ ચાલી રહ્યું છે. કલ્યાણકારી યોજનાઓ માટે પણ કામ ચાલી રહ્યું છે, આજે ખરીફ પરિષદ ચાલી રહી છે, ગઈકાલે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી, ભારત વૈશ્વિક અર્થતંત્રમાં 5મા સ્થાનથી ઉપર આવીને ચોથા ક્રમે આવી ગયું છે. અર્થતંત્રનું નિર્માણ થયું છે અને બીજી તરફ, આપણી દીકરીઓના વાળમાંથી સિંદૂર લૂછી નાખનારા આતંકવાદીઓને નષ્ટ કરવા માટે એક વિશાળ અભિયાન ચાલી રહ્યું છે. આવા આતંકવાદીઓ અને તેમના નેતાઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે.

National Kharif Campaign 2025 Seeds, fertilizers available adequately for kharif crops Union Agriculture Minister Shivraj Singh Chouhan

National Kharif Campaign 2025 :  કોઈપણ કિંમતે દેશના સન્માન, સન્માન અને ગૌરવ સાથે સમાધાન થવા દઈશું નહીં

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહે કહ્યું કે કૃષિ વિભાગમાં અમારા બધા સાથીઓ પ્રતિબદ્ધ છે, અમે પ્રધાનમંત્રીની પાછળ ઉભા છીએ. અમને અમારી સેના, અમારી સેનાની બહાદુરી, અમારા સૈનિકો અને ઓપરેશનમાં સામેલ અમારા બધા સાથીદારો પર ગર્વ છે. “ઓપરેશન સિંદૂર” એ સંદેશ છે કે કોઈને પણ ભારત તરફ ઊંચી નજરે જોવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો જરૂર પડશે તો, અમે લોહીના છેલ્લા ટીપા સુધી, કોઈપણ કિંમતે દેશના સન્માન, સન્માન અને ગૌરવ સાથે સમાધાન થવા દઈશું નહીં.

National Kharif Campaign 2025 Seeds, fertilizers available adequately for kharif crops Union Agriculture Minister Shivraj Singh Chouhan

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી રામ નાથ ઠાકુર પણ આ પરિષદમાં હાજરી આપી હતી. રાજ્યોના મુખ્ય સચિવો, અધિક મુખ્ય સચિવો, મુખ્ય સચિવો, કૃષિ કમિશનર, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ પણ ભાગ લીધો હતો. કૃષિ સચિવ શ્રી દેવેશ ચતુર્વેદીએ પરિષદની રૂપરેખા રજૂ કરી અને રાજ્યો સાથે સંકલન અને સુમેળમાં કામ કરવા વિશે વાત કરી. સચિવ (ખાતર) શ્રી રજત કુમાર મિશ્રાએ પણ પ્રેઝન્ટેશન આપ્યું હતું. CAR ના ડાયરેક્ટર જનરલ, ડૉ. એમ.એલ. પરિષદને સંબોધતા જાટે કહ્યું કે ભારતીય કૃષિ ધીમે ધીમે આબોહવાને અનુકૂળ બની રહી છે, જે એક મોટી સિદ્ધિ છે. ઓછા હેક્ટરમાં વધુ ઉપજ મેળવવાની પ્રતિબદ્ધતા સાથે કામ પણ ચાલી રહ્યું છે ICAR ના DDG (કૃષિ વિસ્તરણ) ડૉ. રાજબીર સિંહે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન વિશે વિગતવાર સમજાવ્યું. ડીડીજી (પાક વિજ્ઞાન) ડૉ. ડી.કે. યાદવે પણ પ્રેઝન્ટેશન આપ્યું. હવામાન વિભાગના વૈજ્ઞાનિક શ્રી રાહુલ સક્સેનાએ હવામાન સંબંધિત માહિતી આપી. સંયુક્ત સચિવ શ્રી અજિત કુમાર સાહુ, શ્રી પૂર્ણચંદ્ર કિશન અને શ્રી સેમ્યુઅલ પ્રવીણ કુમારે પણ પ્રેઝન્ટેશન આપ્યું હતું. કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રીમતી પેરીન દેવીએ આભાર વ્યક્ત કર્યો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
organic-farming-Sale-of-mixed-crops-in-Bardoli-through-natural-farming
શહેર

organic farming: નેચરલ ફાર્મિંગથી બારડોલીમાં મિશ્રણ પાકોનું વેચાણ, સ્વરાજ આશ્રમ ખાતે નાનુભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરુ કરાયું

by khushali ladva February 6, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • શાકભાજી સહિતના મિશ્ર પાકોનું મૂલ્યવર્ધન કરીને બારડોલીમાં જાતે વેચાણ કરે છે
  • શેરડીનું મૂલ્યવર્ધન કરીને દેશી ગોળ બનાવીને વેચાણ કરતા નાનુભાઈ: શેરડીના પાકની સાથે શાકભાજી, આંબા હળદર, લીલી હળદર, મગ, ડુંગળીનું માતબર ઉત્પાદન

organic farming; લોકોના સ્વાસ્થ્ય અને જમીનની તંદુરસ્તી માટે આજે ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લામાં પણ અનેક ખેડૂતો રાસાયણિક ખેતીને તિંલાજલિ આપીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. બારડોલી તાલુકાના કણાઈ ગામના પ્રગતિશીલ ખેડૂત નાનુભાઈ બહાદુરભાઈ પટેલે શાકભાજી, શેરડી, કઠોળ, ધાન્ય પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે.

organic farming Sale of mixed crops in Bardoli through natural farming

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નાનુભાઈ કહે છે કે, ૨૦૧૮થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. ઘરે ગાય પાળીને શાકભાજી પાકોમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) સહજીવી પાક થકી પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યો હતો. વર્ષ ૨૦૨૨-૨૩માં શેરડીના પાકની સાથે શાકભાજી, આંબા હળદર, લીલી હળદર, મગ, ડુંગળી (કાંદા)નું ઉત્પાદન લીધું. શેરડીમાં આચ્છાદન સાથે મગ ચણાનું વાવેતર કર્યું. વર્ષ ૨૦૨૩-૨૪ માં ઘનિષ્ઠ પાક તરીકે ધાન્ય પાક ડાંગર જેવા કે દૂધ મલાઈ, (ઈન્દ્રાણી), લાલ કડા, કૃષ્ણ કમોદ, આંબેમોર પાકમાં ઘણી સફળતા મળી. ૨૫ ગુંઠા જમીનમાં શેરડી વાવી જેમાં ૨૩ ટન શેરડીનું ઉત્પાદન મેળવ્યું હતું. શેરડીનું મૂલ્યવર્ધન કરીને દોઢ ટનમાંથી ૧૪૫ કિલો દેશી ગોળ બનાવીને વેચાણ શરૂ કર્યું જેમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો.

organic farming Sale of mixed crops in Bardoli through natural farming

 

 

 

 

 

 

 

 

 

 

 

organic farming: સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા નાનુભાઈ કહે છે કે, ચાલુ વર્ષમાં ખરીફ ઋતુ દરમ્યાન લીલી હળદર, આંબા હળદર વાવી અને ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મળ્યું છે. કુદરતી ખાતરથી ઉત્પાદન વધ્યુ અને સ્વાદ પણ ઉત્તમ હોય છે. સમયાંતરે સારો એવો ફાયદો થતા તુવેર, લીલી ચા, મેથીની ભાજી જેવા શાકભાજીના પાકો સપ્તાહમાં બે વાર સોમ અને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ વાગ્યા દરમિયાન બારડોલી સ્વરાજ આશ્રમ પાસે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રમાં વેચીએ છીએ. જેને બારડોલી નગરજનોનો પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે. નિયમિત ગ્રાહકોમાં શાકભાજી ઝડપથી વેચાઈ જાય છે.

આ સમાચાર પણ વાંચો: Western Railway: મુસાફરોને થશે મુશ્કેલી, ભગત કી કોઠી સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક ના કારણે કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત

organic farming Sale of mixed crops in Bardoli through natural farming

organic farming Sale of mixed crops in Bardoli through natural farming

 

 

 

 

 

 

 

 

 

 

 


organic farming: તેઓ દેશી ગાય પાળીને ગૌમાતાની સેવા સાથે ગૌમૂત્ર-ગોબરથી ઘનજીવામૃત અને જીવામૃતનું ઉત્પાદન અને વેચાણ પણ કરી રહ્યા છે. પોતાના ખેતરમાં જાતે બનાવેલા ઘનજીવામૃત અને જીવામૃતનો ઉપયોગ કરી ઉત્તમ ઉત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે. ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતી સૌ ખેડૂતોને અપનાવવાનો અનુરોધ કરતા તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં ઘરે બેઠા ઝીરો બજેટની ખેતી કરી શકાય છે. કોઈપણ વસ્તુઓ બજારમાંથી લાવવાની જરૂર ન પડે તેવું આયોજન થઈ શકે છે. આજે ગુજરાતમાં કેન્સર જેવા ગંભીર રોગનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગના પરિણામે જમીનની ફળદ્રુપતા ઘટી છે. જેથી ધરતીમાતાને પુન: ફળદ્રુપ બનાવવા અને લોકોને સ્વસ્થ, સશક્ત બનાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. આમ નાનુભાઈ ગાય આધારિત ખેતી કરીને ઓછી જમીનમાં સારૂ એવું ઉત્પાદન મેળવીને અન્ય ખેડૂતોને પ્રેરણારૂપ બન્યા છે.

(ખાસ લેખ: મહેન્દ્ર વેકરીયા)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Steps to Cultivation of Vegetables by Natural Farming System
Agriculture

Natural Farming:પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજીની ખેતી કરવાના પગલાંઓ

by Akash Rajbhar August 30, 2024
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

  • શાકભાજીના મબલખ ઉત્પાદન માટે બિયારણને બીજામૃતથી સંસ્કારિત કરવા જરૂરી
  • શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન સહાય’ યોજના અન્વયે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી ઈનપુટ ખર્ચ માટે પ્રતિ હેક્ટર રુ. ૨૦ હજારની સહાય
  • પાકને યોગ્ય સમયે જીવામૃત અને શાકભાજી વાવેતર માટે ઉત્તરથી દક્ષિણ દિશામાં હાર કે ચાસ કરવાથી શ્રેષ્ઠ ઉત્પાદન મળશે

Natural Farming:રાજ્યને આગામી વર્ષોમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો શરુ છે. પ્રગતિશીલ ખેતી કરતાં ખેડૂતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.

Steps to Cultivation of Vegetables by Natural Farming System

Steps to Cultivation of Vegetables by Natural Farming System

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેડૂતોએ શાકભાજીની ખેતી કેવી રીતે કરવી? ખેત પેદાશમાં સિંચાઈનું કોઈ નિયંત્રણ નથી હોતું અથવા તેના સાથે સહજીવી પાક કે છોડવાઓ લગાવવામાં આવતા નથી. રાસાયણિક દવાઓના કારણે મધુપ્રમેહ (ડાયાબીટીઝ), કેન્સર, હ્યદયરોગ સહિતના રોગ થાય છે તો ઝેરમુક્ત શાકભાજીના વાવેતર માટે આપણે શું પગલા ભરી શકીએ? આવો જાણીએ.

આ સમાચાર પણ વાંચો: Raid:રમકડાના ઉત્પાદક પર ભારતીય માનક બ્યુરોના દરોડા

ખેતીની તૈયારી:

જ્યારે કોઈપણ છોડ રોપવામાં આવે તો તેમાં લીલા ખાતરનાં રુપમાં ઢાંચા, મગ, અડદ કે કોઈપણ કઠોળ વગેરેને માટીમાં ભેળવવામાં આવે છે, સાથે ખેતીનું પસીયું કરતી વખતે એક એકરમાં ૨૦૦ લીટર જીવામૃત પાણીની સાથે આપવામાં આવે છે. જમીન ભરભરી થયા પછી માટીને હલકી અને બારીક કરવી, પછી માટીમાં સારી રીતે હાર કે ચાસ બનાવી શકાય. અંતિમ વાવણી કરતી વખતે ૪૦૦ કિલો ઘન જીવામૃત નાંખીને તિરાડમાં રેડવું, પછી શાકભાજી વાવેતર માટે ઉત્તરથી દક્ષિણ દિશામાં હાર કે ચાસ કરવા.

બીજ સંસ્કરણ:

શાકભાજી પાકમાં સારા ઉત્પાદન માટે બિયારણને બીજામૃતથી સંસ્કારિત કરવા. બિયારણ સંસ્કારિત થાય તો બીજમાં સારું અંકુરણ આવે છે. સારા અંકુરણ વાળા બીજ થકી જ સારું ઉત્પાદન મેળવી શકાય છે. બિયારણને બીજામૃતમાં ડૂબાડવા, સામાન્ય બિયારણને ૬-૭ કલાક જ્યારે વિશેષ બિયારણને ૧૨-૧૪ કલાક ડૂબાડવા, જેવા કે, કારેલાના બીજ, ટીંડોરાના બીજને થોડા સમય બાદ કાઢવા. એમને છાયાંમાં સૂકવવા અને ત્યારબાદ બીજની વાવણી કરવી.

આ સમાચાર પણ વાંચો:Jamnagar: ભારે વરસાદને પગલે જામનગર શહેર જળબંબાકાર, અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને આટલા લાખ જેટલા ફૂડ પેકેટ વિતરણ કરાયા; જુઓ વિડીયો

સાવચેતી: ૧

જ્યારે પહેલા વર્ષે રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં આવીએ ત્યારે એવા શાકભાજી વાવવા કે જે ઓછા રાસાયણિક ખાતરનો પ્રયોગ કરી સારું ઉત્પાદન આપતા રહે. જમીનને પ્રથમ વર્ષમાં જીવંત બનાવવા પ્રયત્ન કરવો. ૨. શાકભાજીનો પાક લીધા પહેલા લીલા ખાતરના રૂપમાં ઢાઈચા કે દ્વિદળી, કઠોળનો પાક લેવો. ૩. શાકભાજી વાવેતર માટે ઉત્તરથી દક્ષિણ દિશામાં હાર કે ચાસ કરવા. ૪. એકદળી અને દ્વિદળી શાકભાજી એકસાથે વાવવા. ૫. યોગ્ય સમય પર જીવામૃત આપતા રહેવું.
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ‘શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન સહાય’ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ અન્વયે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી ઈનપુટ ખર્ચ માટે પ્રતિ હેક્ટર રુ. ૨૦ હજારની સહાય ચૂકવવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra The price of vegetables has tripled in Maharashtra, coriander to Rs 100 and ginger to Rs 240 per kg.. Know what is the reason..
રાજ્યવેપાર-વાણિજ્ય

Maharashtra: મહારાષ્ટ્રમાં શાકભાજીના ભાવમાં આવ્યો ત્રણ ગણો વધારો, ધાણા 100 રૂપિયા અને આદુ 240 રૂપિયા પ્રતિ કિલો થયો.. જાણો શું છે કારણ..

by Bipin Mewada July 9, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai

Maharashtra: નાસિકમાં ઘણા સમયથી વરસાદએ વિરામ લીધો છે. તેથી હવે અનેક સ્થળોએ જળસંકટની સ્થિતિ સર્જાઈ રહી છે. પીવાના પાણીની સાથે ખેતી માટેના પાણીની પણ મોટી સમસ્યા બની છે. શાકભાજીની આવકમાં ઘટાડો થતાં બજાર સમિતિમાં શાકભાજીના ભાવ ( Vegetable prices ) આસમાને પહોંચ્યા છે અને શાકભાજીના ભાવ ત્રણ ગણા વધી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. જેમાં છેલ્લા મહિનાથી  શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે.  આમાં ભાવ ઘટવાને બદલે હવે વધ્યા છે.  

કેટલાક વિસ્તારોમાં વરસાદના ( Heavy Rainfall ) અભાવે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદના કારણે શાકભાજીઓ ( Vegetables )  ઝડપથી બગડી જાય છે. તે સિવાય ચોમાસા દરમિયાન ઉત્પાદનને પણ અસર થાય છે. તે કિસ્સામાં, શાકભાજીની માંગ વધારે છે અને પુરવઠો ઓછો છે, તેથી હવે કિંમતો ઘણી વધી ગઈ છે. 

Maharashtra: છેલ્લા એક મહિનાથી લીલા પાનવાળા શાકભાજીના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે…

જેથી છેલ્લા એક મહિનાથી લીલા પાનવાળા ( Green Vegetables  ) શાકભાજીના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ધાણા જે 30થી 40 રૂપિયામાં મળતું હતું તે 90થી 100 રૂપિયા સુધી પહોંચી ગયું છે. 20 રૂપિયા મળતા શેપુની ભાજી હવે 40 થી 50 રૂપિયા જૂડી થઈ ગઈ છે. તો ડુંગળીના લીલા પાન 50 થી 60 રૂપિયા સુધી વધી ગયા છે. આ તમામ કિંમતો નાસિકના જથ્થાબંધ બજાર સમિતિની છે અને ત્યારબાદ મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી ગ્રાહકો સુધી પહોંચે ત્યાં સુધી આ ભાવમાં અનેક ગણો વધારો કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો  :  Mumbai flood : 1932માં જ્યારે ભારે વરસાદ પડ્યો ત્યારે મુંબઈના રસ્તા કેવા દેખાતા હતા. તે આ વિડીયોમાં જુઓ.. 

નાસિક જથ્થાબંધ બજાર સમિતિમાં દરો

  • કોથમીર 90 થી 100 રૂ
  • મેથીભાજીમાં 50 થી 60 રૂ
  • શેપુભાજી 40 થી 50 રૂપિયા ઉમેરે છે
  • લીલા પાનવાળી ડુંગળી 50 થી 60 રૂપિયા પ્રતિ
  • રીંગણા 35 થી 40 રૂપિયા પ્રતિ કિલો
  • ફૂલકોબી 40 થી 50 રૂપિયા નંગ 
  • કોબીજ 25 થી 30 રૂ
  • સિમલા મરચા 45 થી 55 રૂપિયા પ્રતિ કિલો
  • લવિંગ લીલા મરચા 50 થી 60 રૂ
  • આદુ 240 રૂપિયા પ્રતિ કિલો છે 
  • લસણ 200 રૂપિયા કિલો  
  • ડુંગળી 30 થી 40 રૂપિયા પ્રતિ કિલો
July 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sambar Recipe
વાનગી

Sambar Recipe: સરળ રીતે ઘરે જ બનાવો રેસ્ટોરેન્ટ જેવો સાંભાર, આજે જ ટ્રાય કરો

by NewsContinuous Bureau November 3, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

સાંભર  દક્ષિણ ભારતીય વાનગીમાંની એક છે જેની કોઇને પણ પરિચય આપવાની જરૂર પડતી નથી, કારણકે આ વાનગીની પ્રતિભા જ એવી છે કે તે દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઉત્તમ રહી છે. સાંભાર(Sambar)માં સરગવાની શીંગ, બટાટા, અળુ, મૂળો, ગાજર, સિમલા મરચાં, કોળું, રીંગણા, ભીંડા વગેરે નાંખી શકાય છે. આ સાંભર ઈડલી, ઢોંસા, ભાત વગેરે સાથે પીરસી શકાય છે.

 

સામગ્રી

  • ૩/૪ કપ તુવેરની દાળ
  • ૨ સરગવાની શિંગ , ૩”ટુકડાઓમાં કાપેલી
  • ૧/૨ કપ દૂધીના ટુકડા
  • ૧/૨ કપ બટાકાના ટુકડા
  • ૨ ટેબલસ્પૂન તેલ
  • ૧ ટીસ્પૂન રાઇ
  • ૬ થી ૭ કિલોગ્રામ કડી પત્તા
  • ચપટી હિંગ
  • ૧/૨ કપ સમારેલા ટામેટાં
  • ૮ મદ્રાસી કાંદા
  • ૨ ૧/૨ ટેબલસ્પૂન આમલીનો પલ્પ
  • ૩ ટેબલસ્પૂન સાંભર મસાલો
  • ૨ ટીસ્પૂન મરચું પાવડર
  • એક ચપટી હળદર પાવડર
  • મીઠું , સ્વાદાનુસાર
  • ૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર

સાંભર બનાવવાની રીત

  1. રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભર(Sambar Recipe) બનાવવા માટે, તુવેરની દાળને સારી રીતે ધોઈને નીતારી લો.
  2. પ્રેશર કૂકરમાં ધોયેલી દાળ(Tuverdal) અને ૨ કપ પાણી ભેગું કરો અને પ્રેશર કુકરમાં ૩ સીટી સુધી રાંધી લો.
  3. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  4. દાળ સુંવાળી થાય ત્યાં સુધી હેન્ડ બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરો અને બાજુ પર રાખો.
  5. એક ઊંડા નૉન-સ્ટીક પેનમાં ૧ કપ પાણી સાથે સરગવાની શિંગ, દૂધી અને બટાકા ભેગા કરો. મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા શાક(vegetables) બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો. બાજુ પર રાખો.
  6. એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં રાઇ, કડી પત્તા અને હિંગ ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકન્ડ માટે સાંતળી લો.
  7. ટામેટાં ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. બાફેલી દૂધી, બટાકા અને સરગવાની શિંગ, મદ્રાસી કાંદા, આમલીનો પલ્પ, રાંધેલી દાળ, મીઠું, સાંભર મસાલા(Sambar Masala) પાવડર, મરચું પાવડર, હળદર અને ૧/૪ કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  9. મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  10. કોથમીર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો.
  11. તૈયાર છે તમારો રેસ્ટોરેન્ટ જેવો સાંભર(restaurant-like sambar) તેને ગરમ-ગરમ પીરસો.

 

આ સમાચાર પણ વાંચોઃ Pav Bhaji Recipe: એકદમ સરળ પદ્ધતિથી બનાવો ટેસ્ટફૂલ બજાર જેવી પાઉં ભાજી, ઝડપથી નોંધી લો રેસિપી
November 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pav Bhaji Recipe
વાનગી

Pav Bhaji Recipe: એકદમ સરળ પદ્ધતિથી બનાવો ટેસ્ટફૂલ બજાર જેવી પાઉં ભાજી, ઝડપથી નોંધી લો રેસિપી

by NewsContinuous Bureau November 3, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

પાઉભાજી એક એવી રેસીપી છે જે નાના અને મોટા બધાને તેનો સ્વાદ જીભ પર હોય છે. અહીં એક સરળ રીત સાથે પાઉભાજી બનવતા શીખએ, આ પાઉભાજીની રેસીપી(Pav Bhaji Recipe) વાંચીને ઘરે જ એક્દમ બહાર જેવીજ ભાજી બનાવી શકો છો. ખરેખર આ રીતે બનાવેલી ભાજી ખૂબ જ ટેસ્ટી બને છે. તો આવો જાણીએ પાઉંભાજીની રેસિપી….

 

પાઉભાજી બનાવવા માટે ની સામગ્રી 

  • તાઝા પાવ – ૧ પેકેટ
  • ૧૦૦ ગ્રામ જેટલા કાપેલા કેપ્સીકમ
  • ૧૦૦ ગ્રામ જેટલા કાપેલા ગાજર
  • ૧૦૦ ગ્રામ જેટલું ફ્લાવર
  • ૧૦૦ ગ્રામ જેટલા લીલા વટાણા
  • ૧૫૦ ગ્રામ જેટલા બટેટા
  • ૧૦૦ ગ્રામ જેટલા રીંગણા
  • ૧૫૦ ગ્રામ જેટલી કાપેલી કોબી
  •  માખણ અથવા દેશી ધી- બે મોટી ચમચી
  •  પાઉભાજી મસાલા ૨ નાની ચમચી (ગરમ મસાલો)
  •  મીઠું સ્વાદ અનુસાર

 

ભાજી વઘારવા માટે ની સામગ્રી

  • ૧૦૦ ગ્રામ જેટલી લીલી ડુંગળી
  • ૨૦૦ ગ્રામ જેટલા ટામેટાની કટરમાં કાપી લેવાના
  •  ૧૦૦ ગ્રામ જેટલી આદુ-મરચા-લસણની પેસ્ટ
  •  ૧ નંગ જીણી કાપેલી સુકી ડુંગળી
  •  ફોલેલા લીલા વટાણા તે તમારી પસંદ પ્રમાણે ઓછા વધુ નાખી શકો છો.
  • તમે તમારી પસંદ પ્રમાણે ના શાકભાજી  ઓછા વધુ કરી શકો છો.
  • નોર્મલ આપણે ભાજી બનાવતા હોઈએ તેમાં પહેલા બધા જ શાકભાજીને બાફી લેતા હોઈએ છીએ પરંતુ અહીં આપણે ભાજી એક અલગ રીતે બનાવવાના છીએ.

પાઉભાજી બનાવવાની રીત 

– સૌપ્રથમ ગેસ ઉપર એક કુકર મુકીશું. હવે કુકરમાં આપણે એક ચમચી ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી આખું જીરૂ ઉમેરીશું. સાથે ચપટી હિંગ ઉમેરી શું અને હવે તેમાં કાપેલા બધા જ શાકભાજી(vegetables) ઉમેરી તેને બે મિનિટ સાંતળી લઈશું.બે મિનીટ તળાઈ જાય એટલે તેમાં થોડો ગરમ મસાલા પાવડર અડધી ચમચી મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લેવાનું.હવે તેમાં એક ગ્લાસ જેટલું જ પાણી નાંખી મિક્સ કરી ઢાંકણ બંધ કરી ને ૩-૪ વિસલ કરી લેવાના આપણે વધારે પાણી નથી નાખવાનું શાકભાજી ને આપણે વરાળથી જ બાફવા ની છે.

 

– નોર્મલ ભાજીમાં આપણે બાફવામાં વધારે પાણી નાખતા હોઈએ છીએ જેથી કરીને શાકભાજી માં પાણી ચડી જાય છે અને ભાજી નો ટેસ્ટ પણ બરાબર બેસતો નથી આથી પાણી અહીં આપણે સાવ ઓછુ જ નાખવાનું છે. હવે શાકભાજી બફાઈ ત્યાં સુધીમાં આપણે ભાજી વઘારવાની સામગ્રી તૈયાર કરી લેવાની. કૂકરમાં ત્રણ થી ચાર વિસ્તાર થઈ જાય અને કુકરમાંથી પ્રેશર એની જાતે જ નીકળી જાય પછી કુકર નું ઢાંકણ ખોલી  લેવાનું અને ભાજી(Bhaji) ચેપવા નું જે મોલ્ડ આવે તેના મદદથી બાફેલા શાકભાજીને સરસ રીતે મેશ કરી લેવાના.

 

– સરસ રીતે(simple Recipe) મેશ થઈ જાય એટલે ભાજી બનાવવા માટે ગેસ ઉપર એક પેન મૂકવાનું અને તેમાં તમારે જેટલી ભાજી બનાવવાની હોય એટલા પ્રમાણમાં  તેલ ગરમ કરવા મૂકવાનું. ભાજી બનાવવા માટે નોર્મલ શાક કરતાં થોડા વધારે તેલ ની જરૂર પડે છે. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ ઉમેરવાની અને પછી તેમાં લીલા વટાણા ઉમેરી ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું જેથી કરીને વટાણા ઉડીને બહાર ના આવે અને થોડીવાર પછી ઢાંકણ હટાવી દેવાનું અને તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ અને જીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને સાંતળી લેવાનું.

 

– થોડું સાંતળી પછી  તેમાં લીલી સમારેલી ડુંગળી ઉમેરી દેવાની અને તેને પણ થોડી સાંતળી લેવાની અને હવે તેમાં ટામેટા ઉમેરી બધું જ સરસ રીતે સાંતળી લેવાનું. તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું 2 ચમચી લાલ મરચું પાવડર ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ૧-૨ ચમચી પાવભાજી મસાલો(pav bhaji masala) તમે વધારે કે ઓછો નાખી શકો છો ૧/૨ ચમચી જેટલો ગરમ મસાલો નાખી સારી રીતે મિક્સ કરી લેવાનું.

 

– હવે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી શું જેથી કરીને જે ભાજી નો ટેસ્ટ છે તે એકદમ સરસ બેલેન્સ થઈ જશે. ભાજી ની કોન્ટીટી પ્રમાણે ખાંડ ઉમેરવાની ભાજી ઓછી હોય તો ચપટી ખાંડ નાખવાની તેનાથી ભાજી નો ટેસ્ટ  સ્વીટ નહીં થાય પરંતુ સરસ બેલેન્સ થઈ જશે. હવે બાફેલા મેશ કરેલા શાકભાજી આપણે ગ્રેવીમાં ઉમેરી દઈએ અને સરસ ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ અને હવે ૮ થી ૧૦ મિનિટ ધીમા ગેસ ઉપર ચડવા દઈશું. હવે ૮ થી ૧૦ મિનિટ પછી તૈયાર થયેલી ભાજી ને સર્વિંગ(serving) પ્લેટમાં કાઢી લઈએ.

 

– તો રેડી છે આપણી એકદમ નવી રીતે ટેસ્ટી એવી પાવભાજી(pav bhaji) ની ભાજી રેસિપી.

 

આ સમાચાર પણ વાંચોઃ Birthday Special: આજે તબ્બુનો જન્મદિવસ, દૂધથી સ્નાન કરવાનો નવાબી શોખ રાખે છે અભિનેત્રી
November 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
The 'king' of salads will return to your cooking! People get relief amid the rising prices of vegetables, huge reduction in the price of tomato per kg..
દેશMain PostTop Post

Tomato Prices: ટામેટાએ તો સફરજનની સાઈડ કાપી, ભાવ સાંભળીને તમે પણ તોબા પોકારી જશો.. વાંચો ટમેટાના હાલ નવા ભાવો અહીંયા..

by Akash Rajbhar August 3, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Tomato Prices: રસોડામાં દરરોજ વપરાતું ટામેટું (Tomato) હવે સામાન્ય લોકોની પહોંચથી દૂર થઈ રહ્યું છે. ઘણા જથ્થાબંધ વેપારીઓના મતે ટામેટાના ભાવમાં આગ વધુ ભડકશે અને તેના છૂટક ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. છેલ્લા એક મહિનાથી ટામેટાના ભાવ આસમાને છે. ભારે વરસાદ (Rainfall) ને કારણે ટામેટા ઉત્પાદક વિસ્તારોમાં તેના ઉત્પાદન અને પુરવઠામાં સમસ્યાઓના કારણે આવું થઈ રહ્યું છે.

ટામેટાના ભાવ કેમ વધી રહ્યા છે

એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (APMC) ના સભ્ય કૌશિકે પીટીઆઈને જણાવ્યું હતું કે ટામેટા, કેપ્સિકમ જેવા અનેક મોસમી શાકભાજીના ભાવમાં તીવ્ર વધારો થયા બાદ તેમના વેચાણમાં ભારે ઘટાડો થયો છે. જેના કારણે જથ્થાબંધ બજારના વિક્રેતાઓ સહિત છૂટક વિક્રેતાઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. તેમણે કહ્યું કે ટામેટાંનો ભાવ હવે પ્રતિ કિલો રૂ. 160 થી વધીને રૂ. 220 પ્રતિ કિલો થયો છે અને તેના કારણે છૂટક બજારમાં પણ આ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Manipur Violence: ખડગેની આંખો કોને શોધી રહી હતી? રાષ્ટ્રપતિને મળ્યા પછી પ્રેસ કોન્ફરન્સમાંથી વિપક્ષનો આ મોટો ચહેરો રહ્યો ગાયબ… જાણો સંપુર્ણ વિગતો અહીં…

મધર ડેરીમાં ટામેટા 259 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે

દરમિયાન, મધર ડેરી (Mother Dairy) એ તેના સફળ રિટેલ સ્ટોર્સ દ્વારા બુધવારે 259 રૂપિયા પ્રતિ કિલોના દરે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. આઝાદપુર મંડીના જથ્થાબંધ વેપારી સંજય ભગતે પીટીઆઈને જણાવ્યું કે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) માં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે શાકભાજીના પરિવહનમાં ઘણી મુશ્કેલી પડી રહી છે. જેના કારણે ખેડૂતો પાસેથી ટામેટાં સહિતના શાકભાજીના પરિવહનમાં સામાન્ય સમય કરતાં 6-8 કલાક વધુ સમય લાગી રહ્યો છે. જેના કારણે ટામેટાંની કિંમત 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. આ ઉપરાંત હિમાચલ અને કર્ણાટક (Karnataka) ની સાથે મહારાષ્ટ્ર (Maharashtra) થી આવતા શાકભાજીની ગુણવત્તામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે તેના વેચાણમાં સમસ્યા આવી રહી છે.

ટામેટાના ભાવ 300 રૂપિયા સુધી જઈ શકે છે

શાકમાર્કેટના હોલસેલરોનું કહેવું છે કે આગામી સમયમાં ટામેટાંનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. દિલ્હીને અડીને આવેલા નોઈડામાં પણ ટામેટાં રૂ.300 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જો કે, ટામેટાંના વધતા ભાવને જોતા, કેન્દ્ર સરકાર એક્શનમાં આવી અને 14મી જુલાઈથી ઓછા ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું. આના કારણે રાજધાની દિલ્હી અને એનસીઆર (NCR) માં ટામેટાંના ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ સપ્લાયમાં ઘટાડો થયા પછી તે ફરીથી વધવા લાગ્યો છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, બુધવારે ટામેટાની કિંમત 203 રૂપિયા પ્રતિ કિલો હતી જ્યારે મધર ડેરીના સફલ સ્ટોર્સમાં તે 259 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી હતી.

August 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat: As a side effect of inflation, the thief stole tomatoes from the vegetable market and ran away, the incident was caught on CCTV.
રાજ્ય

Surat: મોંઘવારીની આડઅસર, શાકભાજી માર્કેટમાંથી ચોર ટાંમેટા ચોરીને ફરાર થઇ ગયો, ઘટના સીસીટીવીમાં કેદ

by Akash Rajbhar July 12, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Surat : વરસાદી ઋતુ શરૂ થવાની સાથે જ મોંઘવારીએ પણ માઝા મૂકી છે. શાકભાજી,  ફળ-ફૂ્ટ, ડેરી પ્રોડક્ટ્સ(Dairy Products) સહિતની અનેક જરૂરી ચીજ-વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જ્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પણ મોંઘવારીની અસર જોવા મળી રહી છે. હાલ દેશમાં ટામેટાં તેના ભાવ વધારાના કારણે ચર્ચામાં છે. ટામેટાંના ભાવમાં જંગી વધારો થતા સામાન્ય લોકો તેની ખરીદ કરવાનું ટાળી રહ્યા છે. ત્યારે સુરતમાંથી ટામેટાંની ચોરીની એક આશ્ચર્ય પમાડે એવી ઘટના સામે આવી છે. 

ટામેટાંની ચોરી કરતો શખ્સ સીસીટીવમાં કેદ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી શાકભાજી(Vegetables) માર્કેટમાંથી એક આશ્ચર્ય પમાડે એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કાપોદ્રા શાકભાજી માર્કેટમાં તાજેતરમાં શાકભાજીની ચોરીની(Stealing) એક ઘટના બની હતી,જેમાં એક શખ્સ ટામેટાં, રીંગણ, લસણ સહિતની વસ્તુઓની ચોરી કરે છે. આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ ટામેટાં સહિત અન્ય શાકભાજીની ચોરી કરતા નજરે પડી રહ્યો છે. આ મામલે કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. 

ટામેટાંના ભાવ  પ્રતિ કિલો રૂ.150 સુધી પહોંચ્યા

માહિતી મુજબ, હાલ કાપોદ્રા શાકભાજી માર્કેટમાં ટામેટાંના(Tomatoes) ભાવ પ્રતિ કિલો રૂ. 150 સુધી પહોંચ્યા છે, જેના કારણે લોકો ટામેટાંની ખરીદ કરવાનું ટાળી રહ્યા છે. આથી દુકાનદારોને પણ ટામેટાં વેચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ વરસાદી માહોલમાં ટામેટાં ન વેચાતા તે જલદી બગડી જતા દુકાનદારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: AHMEDABAD: બિસ્માર રોડ, ભુવા અને રખડતાં ઢોર મામલે HCએ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, યોગ્ય નીતિ બનાવવા આદેશ

July 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Brinjal cost lowers because of rain in Maharashtra
સ્વાસ્થ્ય

કામના સમાચાર / મગજને મજબૂત કરવામાં મદદ કરે છે રીંગણ, તેના ફાયદા જાણી લેશો તો તમારી ફેવરેટ શાકભાજી બની જશે

by Dr. Mayur Parikh March 8, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Brinjal For Brain: રીંગણ એક એવું શાક છે જે બહુ ઓછા લોકો ખાવાનું પસંદ કરે છે. પહેલા રીંગણ વિશે એવું કહેવામાં આવતું હતું કે, તે કોઈપણ ગુણો વગરની છે એટલે કે તેમાં કોઈ ગુણ નથી, પરંતુ તેના સ્વાસ્થ્યને લઈને એટલા બધા ફાયદા સામે આવ્યા છે કે રીંગણને શાકભાજીનો રાજા પણ કહેવામાં આવે છે. સ્વાસ્થ્યની સાથે મગજ માટે પણ રીંગણ ખૂબ જ ફાયદાકારક છે. રીંગણના એટલા બધા ફાયદા છે કે, તેને જાણ્યા પછી તમને તેને રોજ ખાવાનું મન થશે. ચાલો જાણીએ કે રીંગણ કેવી રીતે ફાયદાકારક છે

મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે રીંગણ

રીંગણ યાદશક્તિ માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તેને મેમરી શાર્પર કહેવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, રીંગણમાં જોવા મળતા એન્થોસાયનિન અને નાસુનિન એન્ઝાઈમ મગજના કોષોનો પટલને ફ્રી રેડિકલ્સ થી બચાવવામાં મદદ કરે છે. આટલું જ નહીં, મગજના કોષોને ડિટોક્સ કરવાની સાથે રીંગણ ની મદદથી મગજમાં રક્ત પરિભ્રમણ ઝડપી થાય છે. તેનાથી યાદશક્તિ વધે છે અને મગજના રોગો દૂર રહે છે. રીંગણ માં જોવા મળતા ફાયટોન્યુટ્રીએંટ્સ એન્ઝાઇમ મગજ ને મજબૂત બનાવે છે અને મગજની કામગીરીને તેજ કરે છે.

હાડકાં થાય છે મજબૂત

મગજની સાથે હાડકાંના વિકાસ માટે રીંગણ ખૂબ જ મદદગાર સાબિત થાય છે. આપને જણાવી દઈએ કે રીંગણમા જોવા મળતું ફિનોલિક નામનું એન્ઝાઇમ હાડકાંની ડેન્સિટી વધારે છે અને તે હાડકાંને મજબૂત બનાવે છે. રીંગણ નું સેવન કરવાથી આંખોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જો તમે રીંગણ ખાઓ છો, તો ગ્લુકોમા અને દ્રષ્ટિની ખામી ની શક્યતા ઓછી છે.

આ સમાચાર પણ વાંચો:  International Women’s Day: દુનિયાની આવી 5 પાવરફૂલ મહિલાઓ જેમના જેવી બનવાનું દરેક છોકરીનું સપનું

હૃદય માટે પણ સારા છે રીંગણ

રીંગણ નું સેવન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેમાં રહેલા બાયોફ્લેવોનોઈડ્સ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જે હાર્ટ એટેકની શક્યતા ઘટાડે છે. તેમાં જોવા મળતા એન્ઝાઇમ ક્લોરોજેનિક ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે.

સુગર ના દર્દીઓ માટે ફાયદાકારક છે રીંગણ

ડાયાબિટીસના દર્દીઓ માટે રીંગણ ફાયદાકારક છે. કારણ કે, તેની ઓછી ગ્લાયકોસેમિક ઈન્ડેક્સ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં મળતું ડાયેટરી ફાઇબર પાચનતંત્ર ની સાથે સાથે મેટાબોલિઝમ માટે પણ સારું છે. તે વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી.

March 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક