• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - vibrant gujarat
Tag:

vibrant gujarat

Gujarat CM Bhupendra Patel માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
રાજ્ય

Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ

by Dr. Mayur Parikh September 12, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Gujarat CM Bhupendra Patel 13 સપ્ટેમ્બર 2025 ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ ચાર વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહ્યા છે. આ ચાર પિલર પર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને જે ગ્રોથ એન્જિન બનાવ્યું છે, તેને આગળ ધપાવવા તેઓએ સતત, અવિરત, અથાગ પ્રયાસો કર્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ ચાર વર્ષોમાં વિકાસનાં લાભ રાજ્યના જન-જન સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગત ચાર વર્ષોમાં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો છે, દરેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે.

કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની સફર

15 જુલાઈ, 1962ના રોજ અમદાવાદમાં જન્મેલા શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વર્ષ 1987માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારથી તેમની રાજકીય સફર શરૂ થઈ. 1995-96માં તેઓ મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા. તેમણે 1999-2000 સુધી પહેલી ટર્મ અને 2004-2006 સુધીની બીજી ટર્મમાં મેમનગર પાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવી. ત્યારબાદ વર્ષ 2008-2010 સુધી તેમણે AMC સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને તે પછી 2010-2015 દરમિયાન થલતેજ વૉર્ડના કાઉન્સિલર તરીકે ફરજ બજાવી. 2015-2017 દરમિયાન તેમણે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) ના ચેરમેન તરીકે સેવાઓ આપી અને વર્ષ 2017માં તેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં, અને રાજ્યની વિકાસયાત્રાની શાસનધુરા સંભાળી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભારે મતોથી જીત્યા અને 12 ડિસેમ્બર, 2022ના રોજ તેમણે સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

મક્કમ વ્યક્તિત્વ, મક્કમ નિર્ણયો

આ ચાર વર્ષો દરમિયાન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મક્કમ અને નિર્ણાયક નેતૃત્વનું મજબૂત ઉદાહરણ આપ્યું છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતે તમામ ગેરકાયદે દબાણો તોડી નાખવામાં આવ્યા અને 4 લાખ ચોરસ મીટર જેટલો તળાવનો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો. આ ઉપરાંત, દ્વારકા અને સોમનાથ ખાતે પણ ગેરકાયદો દબાણો દૂર કરવામાં આવ્યા અને સોમનાથ ખાતે અંદાજે 4 લાખ 79 હજાર ચોરસ મીટરથી વધુ તેમજ દ્વારકા ખાતે અંદાજે 1 લાખ 54 હજાર ચોરસ મીટરથી વધુ જમીન ખુલ્લી કરવામાં આવી. માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ભ્રષ્ટાચાર આચરતા લગભગ 50 જેટલા સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. આ ઉપરાંત, જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો અમલી કરવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ સામાન્ય જનતાના હિતમાં રાજ્ય સરકારે વીજળીના દરમાં તાજેતરમાં 15 પૈસાનો ઘટાડો કર્યો છે, જે થકી રાજ્યની સામાન્ય જનતાને ₹400 કરોડનો ફાયદો થશે. આ સાથે જ ખેડૂતોના હિતમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ખેતીની જમીન વેચાણના કિસ્સામાં નોંધ મંજૂર તથા પ્રિમિયમની અને એન.એ.ની પરવાનગી કાર્યવાહીમાં વધુ સરળીકરણ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે તેમજ, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે.

આ સમાચાર પણ વાંચો : UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે

સેવા અને સમર્પણના 4 વર્ષ

  •  રાજ્યના 38 શહેરોમાં ઘરવિહોણા ગરીબો માટે પાયાની સુવિધાઓ ધરાવતા 116 આશ્રયસ્થાન સ્થાપિત, આશ્રયસ્થાનોમાં દરરોજ 10 હજાર લોકો આશરો મેળવે છે
  •  દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને માથે છત મળી રહે તેવા મોદી સાહેબના વિઝનને આગળ વધારતા ચાર વર્ષમાં રાજ્યમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ
  •  પ્રાથમિક શાળાના બાળકોને બપોરના ભોજન ઉપરાંત પોષણયુક્ત પૌષ્ટિક આહાર મળે તે સુનિશ્ચિત કરવા ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’નો પ્રારંભ
  •  રાજ્યના 3.26 કરોડ લોકોને લાભાર્થીઓને મળી રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ
  • નમો શ્રી યોજના હેઠળ 1 વર્ષમાં 4 લાખ માતાઓને મળી ₹222 કરોડની આર્થિક સહાય
  •  શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યના 19 જિલ્લાઓમાં 293 ખાદ્ય વિતરણ કેન્દ્રો કાર્યરત, અત્યારસુધીમાં 2 કરોડ 68 લાખ લોકોને ભોજન વિતરણ
  • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ વાર્ષિક સરેરાશ 4,86,632 સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ
  • આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરતા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ્ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી ₹5 લાખની સહાય વધારીને ₹10 લાખ
  • ગુજરાતમાં 2.92 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ
  • પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP) અંતર્ગત ગુજરાતમાં કુલ 283 ડાયાલિસિસ કેન્દ્રો કાર્યરત
  • રાજ્યમાં કુલ 35 ડે કેર કીમોથેરાપી સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા. જેમાં 78 હજારથી વધુ દર્દીઓના 2,23,979 કીમોથેરાપી સેશન્સ થયા
  • “વર્લ્ડ ઓબેસિટી ડે”ના દિવસે “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાનનો પ્રારંભ
  • અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમેલિઝ ફોર ઓંગ્મેન્ટિંગ લાઈવલીહૂડ્સ) યોજના લોન્ચ
  • રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 4 વર્ષમાં કુલ 6547 ભરતીમેળાઓ થકી 5,06,741 લોકોને રોજગાર આપવામાં આવ્યો
  • ‘નમો લક્ષ્મી’ યોજના શરૂ થયેથી અત્યારસુધીમાં રાજ્યની 10 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને ₹1000 કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી
  • ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ શરૂ થયેથી અત્યારસુધીમાં રાજ્યના 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹161 કરોડથી વધુની સહાયની ચૂકવણી
  • કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 16,899 ગામો (19.48 લાખ ગ્રાહકો સાથે) નિયમિત મેળવે છે દિવસે વીજળ
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન કાર્યક્રમ હેઠળ ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે
  • નારી સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ-2024 જાહેર
  • આદિજાતિ સમુદાયોના વિકાસ માટે ₹1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના 2.0 અમલી કરવામાં આવી
    સુશાસનના 4 વર્ષ
  • કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન’- GRITની રચના
  • ગુજરાતમાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે ગુજરાત વહીવટી સુધારણા આયોગની (GARC) રચના
  • રાજ્યના શહેરોને ભવિષ્યલક્ષી આયોજન સાથે ફ્યુચર રેડી બનાવવા માટે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરવામાં આવ્યું
  • રાજ્યમાં 9 નવી મહાનગરપાલિકાઓ જાહેર કરી, હવે ગુજરાતમાં કુલ 17 મહાનગરપાલિકાઓ
  • નગરપાલિકા કક્ષાએ સમિતિ દ્વારા તાંત્રિક અને વહિવટી મંજૂરી મળ્યા બાદ આર.સી.એમ. દ્વારા બે હપ્તામાં 100 ટકા ગ્રાન્ટની ફાળવણી કરાશે
  • ‘અ’ વર્ગની નગરપાલિકામાં હવે નગરપાલિકા કક્ષાની સમિતિ દ્વારા જ ₹70 લાખ સુધીના કામોની તાંત્રિક – વહીવટી મંજૂરી આપી શકાશે.
  • ‘બ’ વર્ગમાં ₹50 લાખ – ‘ક’ વર્ગમાં ₹40 લાખ અને ‘ડ’ વર્ગમાં ₹30 લાખ સુધીના કામોની તાંત્રિક-વહીવટી મંજૂરી આપી શકાશે
  • “અર્નિગ વેલ, લિવિંગ વેલ”ના મંત્ર સાથે ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
  • રાજ્યના શહેરો ગ્રોથ હબ બને તે દિશામાં 6 ગ્રોથ હબ બનાવવાનું આયોજન
  • રાજ્યમાં ઇઝ ઑફ લિવિંગને વેગ આપવા નવી દરેક ટી.પી. સ્કીમમાં 1 ટકા અર્બન ફોરેસ્ટ, 1 ટકા પાર્કિંગ અને 5 ટકા ઇ.ડબ્લ્યુ.એસ. માટે અનામત
  • રાજ્યના નાના નગરો સુનિયોજીત રીતે વિકસે તે માટે દરેક નગરપાલિકામાં એક ટીપી સ્કીમ વિકસાવાશે
  • શહેરી વિકાસ વર્ષમાં નાના નગરોના સુઆયોજિત વિકાસ માટે 100થી વધુ ટીપી સ્કીમ મંજૂર થશે
  • 1 લાખ સુધીની વસ્તી ધરાવતા 55 નગરો માટે GIS આધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે
  • રાજ્યના વહીવટીતંત્રમાં AIના ઉપયોગ દ્વારા સુશાસનને પ્રોત્સાહન આપવા માટે AI ટાસ્ક ફોર્સની રચના
  • શાળાઓમાંથી સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ માટે શિક્ષણ વિભાગે અમલમાં મૂકી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS)
  • પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ તેમજ મહિલા અને બાળકો માટે સિંગલ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 જાહેર, મલ્ટીપલ હેલ્પલાઇન નંબરો થયા રિપ્લેસ
  • ગુજરાતમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ 4.04 લાખ સોલાર રૂફટોપ પેનલ્સ; રાજ્ય કુલ 10 લાખ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન સાથે દેશમાં અગ્રેસર
  • રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન, 22 જિલ્લાઓમાં 24 જિલ્લા રમત સંકુલ કાર્યરત
  • રાજ્યમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ, નેશનલ પોલીસ ગેમ્સ, નેશનલ ગેમ્સ 2022 જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમત કાર્યક્રમો યોજાયા
  • કોમનવેલ્થ 2029 અને ઓલિમ્પિક 2036 ના આયોજન માટે ગુજરાતની પસંદગી
    ઔદ્યોગિક વિકાસના 4 વર્ષ
  • ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઑફ એક્સલન્સનો પ્રારંભ
  • ગુજરાતમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવાની નેમ સાથે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક એન્ડ ઇનોવેશન હબનું ઉદ્ઘાટન
  • ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય, જ્યાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે:
    o સાણંદમાં માઇક્રોન કંપની દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટ નિર્માણાધીન
    o સાણંદમાં કેયન્સ સેમિકોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ નિર્માણાધીન
    o સી.જી.પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સના સંયુક્ત ઉપક્રમે બની રહ્યો છે સેમિકન્ડક્ટર પ્લાન્ટ
    o ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રા.લિ. અને પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે મળીને સ્થાપિત કરશે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ
  • સાણંદમાં ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનો પ્રારંભ
  • ગુજરાતે છેલ્લા ચાર વર્ષોમાં 20,431 મિલિયન યુએસડીના મૂલ્યની FDI મેળવી
  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું 10મું સંસ્કરણ સફળતાપૂર્વક સંપન્ન, 140થી વધુ દેશોમાંથી 61,000 થી વધુ પ્રતિનિધિઓ સામેલ
  • રાજ્યની સ્થાનિક ક્ષમતાઓને વૈશ્વિક તકો સાથે જોડવા અને જમીની સ્તરના વિકાસને વેગ આપવા રાજ્યના ચાર પ્રદેશોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ (VGRC)નું આયોજન
  • રાજ્યમાં વર્ષ 2024માં પ્રથમ વખત ગિફટ સિટી ખાતે “ફિલ્મ ફેર એવોર્ડ”નું આયોજન
  • 70મો ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં આયોજિત કરવા માટે પ્રવાસન નિગમે વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા.લિ. સાથે એમઓયુ સાઇન કર્યા
  • યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છનું ધોરડો ગામ “બેસ્ટ ટુરિઝમ વિલેજ” જાહેર
  • યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબા “અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર” તરીકે જાહેર કરવામાં આવ્યો
  • UNESCOના Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સામેલ
    નીતિ નિર્ધારણના 4 વર્ષ
  • માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં સેક્ટર સ્પેસિફિક નીતિ નિર્ધારણથી રાજ્યના વિકાસને વેગ આપવાની શરૂઆત કરી હતી. તેને આગળ વધારતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સેક્ટર સ્પેસિફિક નીતિઓ ઘડીને રાજ્યમાં ફ્યૂચરિસ્ટિક ક્ષેત્રો માટે દ્વાર ખોલ્યાં છે.
    1. ગુજરાત આત્મનિર્ભર પોલિસી (2022)
    2. ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી 2022-27
    3. નવી ગુજરાત IT/ITes પોલિસી 2022-27
    4. ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 2022-27
    5. ધ ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી (2022)
    6. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-27
    7. સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-27
    8. ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023
    9. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP-2.0)
    10. ગુજરાત ખરીદ નીતિ 2024
    11. ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી 2024
    12. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024
    13. કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ 2024
    14. ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી (2025-30)
    15. ગુજરાત સ્પેસટેક પોલિસી 2025-30
    16. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી – 2025
September 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Garba વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
રાજ્ય

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે

by Dr. Mayur Parikh September 8, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Garba ગુજરાત પ્રવાસન નિગમ (Gujarat Tourism) દ્વારા પ્રથમવાર “વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ૨૦૨૫” (Vibrant Gujarat Pre-Navratri Festival 2025) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજે ૭:૩૦ કલાકે ઉદયપુરના ફિલ્ડ ક્લબ ખાતે યોજાશે. ગુજરાતના પ્રસિદ્ધ ગરબા (Garba), લોકનૃત્યો અને સંગીતની અનોખી મોજ ઉદયપુરવાસીઓ માણી શકશે.

ગરબા સાથે ઉદયપુરમાં ખાસ સાંસ્કૃતિક મહોત્સવ

આ ફેસ્ટિવલમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સુશ્રી દિયા કુમારી, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહેશે. પ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલના લાઈવ પરફોર્મન્સ સાથે તલવાર રાસ, ગોફ ગૂંથણ અને મણિયારો રાસ જેવા લોકનૃત્યો યોજાશે.

વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત શરદપૂનમ પર Delhiમાં ગરબા મહોત્સવ

નવરાત્રી બાદ શરદપૂનમની રાત્રે નવી દિલ્હી ખાતે ખાસ ગરબા મહોત્સવ યોજાશે. ગુજરાત પ્રવાસન નિગમ (Gujarat Tourism) દ્વારા આ આયોજનની પુષ્ટિ કરવામાં આવી છે. આ કાર્યક્રમ દિલ્હીવાસીઓ માટે અનોખો અનુભવ સાબિત થશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Malvani Murder: મુબઈના મલાડ-માલવણી વિસ્તારમાં ચોંકાવનારો બનાવ, બહેનના પ્રેમીની હત્યા કરી ભાઈનું માલવણી પોલીસ સ્ટેશનમાં સરેન્ડર

ગરબા વર્કશોપ અને પરંપરાગત પોશાકની ખાસિયત

આ મહોત્સવ પહેલાં, ૮ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન ઉદયપુરના JCA ડાન્સ એન્ડ સ્પોર્ટ્સ ફિટનેસ હબ ખાતે નિઃશુલ્ક ગરબા વર્કશોપ યોજાશે. ભાગ લેનારા માટે પરંપરાગત પોશાક ફરજિયાત રહેશે. શ્રેષ્ઠ પોશાક અને ગરબા પ્રદર્શન માટે રૂ.૫૦૦૦/- સુધીના આકર્ષક વાઉચર્સ આપવામાં આવશે. સાથે સાથે, ગુજરાતની હસ્તકલા અને પરંપરાગત વ્યંજનોનો સ્વાદ માણવાની પણ તક મળશે.

September 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Government e-Marketplace (GeM) at Vibrant Gujarat Summit 2024
વેપાર-વાણિજ્યગાંધીનગરરાજ્ય

Vibrant Gujarat Summit 2024: વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં સરકારી ઈ માર્કેટપ્લેસ(GeM)

by Hiral Meria January 12, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Vibrant Gujarat Summit 2024: ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024’ ની 10મી આવૃત્તિ 12 જાન્યુઆરી, 2024 સુધી ગિફ્ટ સિટી, ગાંધીનગર ( Gandhinagar ) ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. દેશનો ‘સૌથી મોટો’ વૈશ્વિક વેપાર શો, જેમાં 100 દેશોની સહભાગિતા જોવા મળશે. મુલાકાતી રાષ્ટ્રો અને ભાગીદારો તરીકે 33 દેશો, ‘સફળતાના શિખર તરીકે વાઇબ્રન્ટ ગુજરાતના ( Vibrant Gujarat ) 20 વર્ષ’ની ઉજવણીને ચિહ્નિત કરે છે. આ પ્રદર્શન પીએમના આત્મનિર્ભર ભારત અને ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનને વધુ યાદ કરે છે’ગેટવે ટુ ધ ફ્યુચર’ ની થીમ પર કેન્દ્રિત, આ સમિટ વિશ્વભરમાંથી શ્રેષ્ઠ અને સૌથી નવીન ઉકેલોને મોખરે લાવવામાં નિર્ણાયક સાબિત થઈ છે. 

‘ઈ-કોમર્સ ( E-commerce ) : બિઝનેસીસ એટ ફિંગરટિપ્સ’ ( Businesses at Fingertips ) પરના ઉદ્ઘાટન સત્ર દરમિયાન શ્રોતાઓને સંબોધતા, શ્રી પી કે સિંઘ, સીઈઓ – GeMએ, આજે અહીં એક કી-નોટ વક્તવ્ય આપ્યું હતું, જેમાં જાહેર જનતાના ઑપ્ટિમાઇઝેશનને સુનિશ્ચિત કરીને સમગ્ર દેશમાં સમાવેશી વૃદ્ધિ હાંસલ કરવા માટે GeMની કામગીરીના વિસ્તરણ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ખર્ચ. ‘આત્મનિર્ભર ભારત’ને પ્રોત્સાહન આપવામાં ગુજરાતના જબરદસ્ત યોગદાનને ઓળખતા, તેમણે હાઇલાઇટ કર્યું કે રાજ્યએ નાણાકીય વર્ષ 23-24માં (31મી ડિસેમ્બર, 2023ના રોજ) GeM GMVમાં INR 9,206 કરોડની કમાણી કરી છે, જે ગત FY1માં હાથ ધરવામાં આવેલી કુલ ખરીદી કરતાં 16 %વધુ છે. INR 23,000 કરોડથી વધુ – ગુજરાત સ્થિત MSEs દ્વારા GeMની શરૂઆતથી જ મૂલ્યના ઓર્ડર પૂરા કરવામાં આવ્યા છે. આ પ્લેટફોર્મ 1300 થી વધુ સરકારી વિભાગો અને સંસ્થાઓને GeM પર નોંધાયેલા ગુજરાત સ્થિત MSE વિક્રેતાઓ/સેલ પ્રોવાઇડર્સ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

તેમના સંબોધનમાં, તેમણે છેલ્લી માઈલના વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓને પર્યાપ્ત રજીસ્ટ્રેશન સપોર્ટ વિસ્તરણ સાથે, માર્કેટ લિંકેજ બનાવવા અને મૂડીની પહોંચને વેગ આપવા માટે જીઈએમ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલને રેખાંકિત કરી હતી. તેમણે વિશ્વની ત્રીજી સૌથી મોટી જાહેર પ્રાપ્તિ બનવા માટે ડિજિટલ પ્લેટફોર્મના વિકાસના માર્ગ પર વધુ પ્રકાશ પાડ્યો.

આ સમાચાર પણ વાંચો :  India-Maldives Row: ભારત માલદીવ વિવાદ વચ્ચે EaseMyTrip એ ભારત પ્રવાસનને આપ્યું પ્રોત્સાહન અને લોકોને આપ્યો આ ખાસ સંદેશ.. જાણો શું છે આ સંદેશ..

ભવિષ્યની ટેક્નોલોજી, નવીનતા અને ક્ષમતાઓ સાથે જોડાયેલી થીમને અનુરૂપ, શ્રી વાય કે પાઠક, ACEO – GeM એ પણ ‘ગ્રાસરૂટનો સમાવેશ’ વિષય પર પૂર્ણ ચર્ચામાં મુખ્ય અભિપ્રાય આપ્યો, જ્યાં તેમણે ડિજિટલ ટૂલ તરીકે GeMની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. ઈ-કોમર્સ દ્વારા જાહેર પ્રાપ્તિ મૂલ્ય શૃંખલામાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા વિક્રેતાઓના સીમલેસ એકીકરણ દ્વારા સર્વસમાવેશક વૃદ્ધિનો ઉપયોગ કરવા માટે.

વાઇબ્રન્ટ ગુજરાત ફોરમે વિશ્વભરના રાજ્યોના વડાઓ, નીતિ નિર્માતાઓ, અગ્રણી થિંક-ટેન્ક, રાજદ્વારીઓ, ટોચના ઉદ્યોગપતિઓ અને બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ સમક્ષ તેની સફળતાની વાર્તા પર પ્રકાશ પાડવાની GeM માટે એક અસાધારણ તક તરીકે સેવા આપી હતી. તેણે જાહેર પ્રાપ્તિમાં ટકાઉપણું હાંસલ કરવા માટે ડિજિટલ માધ્યમોને ગતિશીલ કરવાની શક્તિ દર્શાવવા માટે GeMને એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ આપ્યું!

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Vibrant Gujarat, Vibrant Surat' summit was held at Sarsana .
સુરત

Vibrant Gujarat, Vibrant Surat : સુરતના સરસાણા ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ સુરત’ સમિટ યોજાઈ

by Hiral Meria October 8, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Vibrant Gujarat, Vibrant Surat : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ કરી રહી છે, જેના ભાગરૂપે તેમજ આગામી ‘વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪’ની પ્રિ-ઈવેન્ટ અંતર્ગત સુરતના ( Surat )  સરસાણા કન્વેન્શન હોલ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ( Mukeshbhai Patel ) ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ સુરત’ સમિટ યોજાઈ હતી. જેમાં સુરતના ઉદ્યોગકારોએ ( Industrialists of Surat ) રાજ્ય સરકાર સાથે રૂ.૫૭ કરોડના એમ.ઓ.યુ. કર્યા હતા, જેનાથી અંદાજે ૩૫૦થી વધુ વ્યક્તિઓને રોજગારી મળશે.

                 સમિટમાં ( Summit ) વાજપાઈ બેન્કેબલ યોજના, MSME અને સ્ટાર્ટઅપ લોન સહાય, લેબગ્રોન ડાયમંડ યુનિટ અને પોલિમર મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવા માટે સહાય જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લોનસહાયના ચેકો મંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.   

                   વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ની પ્રિ-ઈવેન્ટ સમાન આ સમિટમાં નિષ્ણાત વક્તાઓએ ઉદ્યમ રજિસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-૨૦૨૨, ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી-૨૦૧૯, ZED સર્ટિફિકેટ પ્રક્રિયા, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સ્કીમ, બેન્કિંગ અને ફાયનાન્સ, PM માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ (PMFME) સ્કીમ, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ, જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં રહેલી તકોની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, મધ્યમ અને નાના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને પેનલ ડિસ્કશન, સ્ટાર્ટઅપ, નેટવર્કીગ સેશન, બીટુબી અને બીટુસી મિટીંગ દ્વારા માર્ગદશન આપ્યું હતું. 

Vibrant Gujarat, Vibrant Surat' summit was held at Sarsana .

Vibrant Gujarat, Vibrant Surat’ summit was held at Sarsana .

             આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘વાયબ્રન્ટ સમિટ’ ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓને ઉજાગર કરવાનું આગવું માધ્યમ બની છે. ગુજરાતમાં નવા ઉદ્યોગો વિકસે, નવી ટેકનોલોજી અને રોજગારની નવીન તકો ઉભી થાય એવા વિઝન સાથે બે દાયકા પહેલાં વડાપ્રધાનશ્રીએ વાઈબ્રન્‍ટ સમિટનો વિચાર આપ્યો હતો, વડાપ્રધાનશ્રીએ ૨૦ વર્ષ પહેલા રોપેલું વાયબ્રન્ટ સમિટનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. દેશભરમાં વિકાસના મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થઈ રહેલુ શાંત અને સૌમ્ય ગુજરાત દેશ-વિદેશના રોકાણકારો માટે ‘બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ’ બન્યું છે. અદ્વિતીય વિકાસથી ગુજરાતે સમગ્ર દેશને રાહ ચીંધી છે. રાજ્ય સરકારની હકારાત્મક નીતિઓના કારણે રોકાણકારો અહીં ઉદ્યોગો સ્થાપવા આકર્ષાઈ રહ્યા છે. 

            વાયબ્રન્ટ સમિટ અંગે જાગૃતતા વધારવા તમામ જિલ્લા સ્તરે પ્રિ-વાયબ્રન્ટ સમિટનું આયોજન થઈ હોવાનું જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ‘વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’ પહેલથી અનેક નાના ઉદ્યોગકારો રાજ્ય સરકાર સાથે એમ.ઓ.યુ દ્વારા જોડાઈ રાજ્ય – જિલ્લામાં નવી રોજગારીનું સર્જન કરવામાં યોગદાન આપી રહ્યા છે. 

Vibrant Gujarat, Vibrant Surat' summit was held at Sarsana .

Vibrant Gujarat, Vibrant Surat’ summit was held at Sarsana .

            વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટુ અર્થતંત્ર બન્યું છે, અને વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય સાકાર કરવામાં ગુજરાત મહત્વપૂર્ણ યોગદાન આપશે એમ જણાવી ‘સૌના સાથ, સૌના વિકાસ’ મંત્રથી રાજ્યને વિકાસના પથ પર વધુ અગ્રેસર બનાવવાના સાર્થક પ્રયાસો કરવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. 

               મેયરશ્રી દક્ષેશ માવાણીએ મંત્રીશ્રી સહિત મહાનુભાવોને આવકારતા સુરત શહેરના વિકાસની ગાથા વર્ણવી હતી. સુરતનું સુદ્રઢ શહેરીકરણ, સુગ્રથિત વિકાસ, સ્વચ્છતા, પ્રજા અને પ્રશાસનના વિકાસોન્મુખ અભિગમની છણાવટ કરી હતી. 

Vibrant Gujarat, Vibrant Surat' summit was held at Sarsana .

Vibrant Gujarat, Vibrant Surat’ summit was held at Sarsana .

             આ સમિટમાં L&T-સુરત યુનિટના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી શિરીષ અંત્રોલિયાએ એલ એન્ડ ટી. એ સુરતના હજીરામાં સ્થાપેલા ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ વિષે જાણકારી આપી હતી. તેમણે સોલારની મદદથી થતા ગ્રીન હાઈડ્રોજન જનરેશન વિષે જણાવ્યું કે, એલ એન્ડ ટી એનર્જી (ગ્રીન ટેક)એ ઈલેક્ટ્રોલાઈઝર્સ દ્વારા ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેનો ભારતનો સર્વ પ્રથમ પ્લાન્ટ શરૂ કર્યો છે. જે મોબિલિટી, ઘરેલું ગેસના મિશ્રણ તેમજ ઔદ્યોગિક વપરાશ માટે  ઉપયોગ કરી શકાય છે. 

આ સમાચાર પણ વાંચો : World Cup 2023, India vs Australia : શું વરસાદ મેચનો વિલન બનશે. જાણો આજનો મોસમ.

                  બિઝનેસ ફેસિલિટેટર અને ટ્રેઈનરશ્રી સાગર સોનીએ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ-(GEM) વિશે વિસ્તૃત વિગતો આપી બાયર અને સેલર્સ માટે આ ઓનલાઈન સેલિંગ વેબસાઈટ અંતર્ગત વ્યવસાયિક તકો અંગે રૂપરેખા આપી હતી. ઔદ્યોગિક ક્ષેત્રના તજજ્ઞ વિરેન્દ્ર વડગામાએ ઉદ્યોગો માટે સહાય આપતા ગોલ્ડ, સિલ્વર, અને બ્રોન્ઝ લેવલના ઝીરો ડિફેક્ટ ઝીરો ઈફેક્ટ(ZED) સર્ટિફિકેટ અને તેનાથી થતા લાભો અંગે સમજ આપી હતી. 

Vibrant Gujarat, Vibrant Surat' summit was held at Sarsana .

Vibrant Gujarat, Vibrant Surat’ summit was held at Sarsana .

              જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના શ્રી દિનેશ નાવડિયાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળતા ઔદ્યોગિક પ્રોત્સાહન, હીરા ઉદ્યોગના નાના એકમોને માર્ગદર્શન અને મદદ આપતા GJEPC દ્વારા ઉદ્યોગ અને આ ક્ષેત્રના કામદારોના સશક્તિકરણ અને આરોગ્ય માટે થતી કામગીરી અંગે માહિતગાર કર્યા હતા. નાયબ બાગાયત નિયામકશ્રી દિનેશભાઈ પડાલિયાએ પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ(PMFME) યોજના વિષે જણાવી નાના ઔદ્યોગિક જૂથોને મળતા લાભોની ચર્ચા કરી હતી. તેમજ ઝીરો કોલેટરલ પદ્ધતિ સાથે મળતી બેંક લોન વિષે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એમ.કે.લાડાણી અને વી.આર.પંડ્યાએ કુટિર ઉદ્યોગો માટેની યોજનાઓ તેમજ તેના માટે મળતી લોન અને સબસિડી અને લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર બકુલ ચૌધરીએ માઈક્રો, સ્મોલ અને મીડિયમ જેવા ૩ ભાગોમાં વિભાજીત MSME ઉદ્યોગોના વિકાસ માટે અપાતી વિવિધ બેંક લોનની માહિતી આપી હતી. વિષે જણાવ્યું હતું.

Vibrant Gujarat, Vibrant Surat' summit was held at Sarsana .

Vibrant Gujarat, Vibrant Surat’ summit was held at Sarsana .

આ સમાચાર પણ વાંચો : Ghatkopar :ઘાટકોપરમાં ગુજરાતી વિરુદ્ધ મરાઠી જંગ. ઠાકરે જૂથ દ્વારા ગુજરાતીમાં લખાયેલું પાટિયું તોડી પડાયું.

                 નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી-૨૦૨૪ દરમિયાન ગાંધીનગરમાં યોજાનાર ‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ’ના ભાગરૂપે દરેક જિલ્લામાં તા.૨ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન વાયબ્રન્ટ ડિસ્ટ્રીકટ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શે. જેના ભાગરૂપે આંત્રપ્રિન્યોરશીપ અંગે વિવિધ વિષયો ઉપર એક્ષપર્ટ સેમિનાર, પેનલ ડિસ્કશન અને ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 

Vibrant Gujarat, Vibrant Surat' summit was held at Sarsana .

Vibrant Gujarat, Vibrant Surat’ summit was held at Sarsana .

                આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, ડે.મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી ચેરમેનશ્રી રાજન પટેલ, સ્ટાર્ટઅપ સાહસિકો, ઈન્ડસ્ટ્રીઝ અને જિલ્લા વહીવટીતંત્ર અને મનપાના અધિકારીઓ સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.  

Vibrant Gujarat, Vibrant Surat' summit was held at Sarsana .

Vibrant Gujarat, Vibrant Surat’ summit was held at Sarsana .

એક્ઝિબીશનમાં ૨૦ થી વધુ સ્ટોલ દ્વારા ઔદ્યોગિક એકમોને સહાય, યોજનાઓનું માર્ગદર્શન

                    સરસાણા કાર્યક્રમ સ્થળે આયોજિત એક્ઝિબીશનમાં ૨૦ થી વધુ સ્ટોલ દ્વારા ઔદ્યોગિક એકમોને સહાય, યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેમાં ઉદ્યમ રજિસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-૨૦૨૨, ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી-૨૦૧૯, ZED સર્ટિફિકેટ પ્રક્રિયા, કોટેજ અને રૂરલ ઈન્ડસ્ટ્રીઝ સ્કીમ, બેન્કિંગ અને ફાયનાન્સ, PM માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ સ્કીમ, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ-(GEM), જેમ અને જ્વેલરી ક્ષેત્રે સહાય અને જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે ૨૦ સ્ટોલોમાં એક્ઝિબીશન પણ યોજવામાં આવ્યું છે, જે તા.૮મી સુધી ખૂલ્લું રહેશે.

Vibrant Gujarat, Vibrant Surat' summit was held at Sarsana .

Vibrant Gujarat, Vibrant Surat’ summit was held at Sarsana .

October 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
'Vibrant Gujarat, Vibrant Surat' exhibition and summit will be held at Sarsana, Surat on 7th
રાજ્ય

Vibrant Gujarat : તા.૭મીએ સુરતના સરસાણા ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ સુરત’ એક્ઝિબીશન અને સમિટ યોજાશે

by Hiral Meria October 6, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Vibrant Gujarat :વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ( Vibrant Gujarat Global Summit ) સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ કરી રહી છે, જેના ભાગરૂપે તેમજ આગામી ‘વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪’ની ( Vibrant Gujarat-2024 ) પ્રિ-ઈવેન્ટ ( pre-event ) અંતર્ગત તા.૦૭/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે સુરતના ( Surat ) સરસાણા કન્વેન્શન હોલ ( Sarasana Convention Hall ) ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ સુરત’ ( Vibrant Gujarat, Vibrant Surat ) એક્ઝિબીશન ( exhibition ) અને સમિટ ( Summit ) યોજાશે. જેમાં ઉદ્યમ રજિસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-૨૦૨૨, ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી-૨૦૧૯, કોટેજ અને રૂરલ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ, બેન્કિંગ અને ફાયનાન્સ, PM માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ સ્કીમ, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ, જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં તકોની જાણકારી આપવામાં આવશે, ઉપરાંત, વિવિધ વ્યાખ્યાનો, પેનલ ડિસ્કશન યોજાશે.

 વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ની પ્રિ-ઈવેન્ટ સમાન આ સમિટમાં પેનલ ડિસ્કશન, સ્ટાર્ટઅપ સેમિનાર, નેટવર્કીગ સેશન, બીટુબી અને બીટુસી મિટીંગ અને નિષ્ણાત વક્તાઓ દ્વારા મધ્યમ અને નાના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને માર્ગદશન, વ્યાખ્યાનો યોજાશે. એક્ઝિબીશનમાં ૨૦ થી વધુ સ્ટોલમાં ઔદ્યોગિક પ્રદર્શન યોજાશે.

આ સમાચાર પણ વાંચો : Air Fare: હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી,આ એરલાઈન હવે વસૂલશે ફ્યુઅલ સરચાર્જ, ટિકિટના ભાવ પણ વધશે.

October 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
The Prime Minister will visit Gujarat on September 26-27
રાજ્ય

Gujarat : પ્રધાનમંત્રી શ્રી 26-27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે…

by Akash Rajbhar September 26, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Gujarat : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી(PM Modi) 26-27 સપ્ટેમ્બર, 2023ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 27મી સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે, પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત(vibrant gujarat) ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેશે. તે પછી, લગભગ 12:45 PM પર, પ્રધાનમંત્રી છોટાઉદેપુરના બોડેલી પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને રૂ. 5200 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ(foundation) કરશે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ

પ્રધાનમંત્રી સાયન્સ સિટી, અમદાવાદ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેશે. તે ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકોની ભાગીદારીનું સાક્ષી બનશે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. 20 વર્ષ પહેલા. 28મી સપ્ટેમ્બર 2003ના રોજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની યાત્રા શરૂ થઈ. સમય જતાં, તે સાચા અર્થમાં વૈશ્વિક ઈવેન્ટમાં પરિવર્તિત થઈ, જે ભારતમાં સૌથી પ્રીમિયર બિઝનેસ સમિટમાંની એક તરીકેની સ્થિતિ પ્રાપ્ત કરી. 2003 માં લગભગ 300 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સાથે, સમિટમાં 2019 માં 135 થી વધુ રાષ્ટ્રોના હજારો પ્રતિનિધિઓની જબરજસ્ત ભાગીદારી જોવા મળી હતી.

છેલ્લા 20 વર્ષોમાં, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ “ગુજરાતને પસંદગીના રોકાણ સ્થળ તરીકે બનાવવા” થી “નવા ભારતને આકાર આપવા” સુધી વિકસિત થઈ છે. વાઇબ્રન્ટ ગુજરાતની અપ્રતિમ સફળતા સમગ્ર દેશ માટે રોલ મોડલ બની છે અને અન્ય ભારતીય રાજ્યોને પણ આવી રોકાણ સમિટના સંગઠનની નકલ કરવા પ્રેરણા આપી છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Metro : મુંબઈગરાઓ માટે મેટ્રો બની ‘જોય રાઈડ’, મેટ્રો 2A અને 7માં અધધ આટલા કરોડ મુસાફરોએ કર્યો પ્રવાસ..

છોટાઉદેપુરના બોડેલી ખાતે પીએમ

સમગ્ર ગુજરાતમાં સ્કૂલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જંગી વેગ મળશે કારણ કે પ્રધાનમંત્રી રાષ્ટ્રને સમર્પિત કરશે અને ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સલન્સ’ કાર્યક્રમ હેઠળ રૂ. 4500 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. હજારો નવા વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યુટર લેબ, STEM (સાયન્સ, ટેક્નોલોજી એન્જીનિયરિંગ અને ગણિત) લેબ અને ગુજરાતની તમામ શાળાઓમાં બાંધવામાં આવેલ અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. તેઓ મિશન હેઠળ સમગ્ર ગુજરાતની શાળાઓમાં હજારો વર્ગખંડોને સુધારવા અને અપગ્રેડ કરવા માટે શિલાન્યાસ પણ કરશે.

પ્રધાનમંત્રી ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0’ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ની સફળતા પર બાંધવામાં આવશે જેણે ગુજરાતમાં શાળાઓનું સતત મોનિટરિંગ અને વિદ્યાર્થીઓના શિક્ષણ પરિણામોમાં સુધારો સુનિશ્ચિત કર્યો છે. ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0’ ગુજરાતના તમામ જિલ્લાઓ અને બ્લોક્સમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રોની સ્થાપના તરફ દોરી જશે.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી વડોદરા જિલ્લાના તાલુકા સિનોરમાં ‘ઓદરા ડભોઈ-સિનોર-માલસર-આસા રોડ’ પર નર્મદા નદી પર બાંધવામાં આવેલા નવા પુલ સહિતની બહુવિધ વિકાસ યોજનાઓ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે; ચાબ તલાવ પુનઃવિકાસ પ્રોજેક્ટ, દાહોદમાં પાણી પુરવઠા પ્રોજેક્ટ, વડોદરા ખાતે આર્થિક નબળા વર્ગ માટે લગભગ 400 નવા બનેલા મકાનો, સમગ્ર ગુજરાતના 7500 ગામોમાં વિલેજ વાઇ-ફાઇ પ્રોજેક્ટ; અને દાહોદ ખાતે નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલય.

પ્રધાનમંત્રી છોટાઉદેપુરમાં પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ કરશે; ગોધરા, પંચમહાલમાં ફ્લાયઓવર બ્રિજ; અને દાહોદ ખાતે FM રેડિયો સ્ટુડિયો કેન્દ્ર સરકારની ‘બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ (BIND)’ યોજના હેઠળ બનાવવામાં આવશે.

September 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Indian Railways to Run Special Train to Showcase Vibrant Gujarat
પર્યટન

તૈયાર છે અત્યાધુનિક વાઈબ્રન્ટ ગુજરાત એસી ટ્રેન, 8 દિવસની મુસાફરીમાં પ્રથમ સ્ટોપેજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ખર્ચ કરવી પડશે આટલી ટિકિટ

by Dr. Mayur Parikh February 7, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વાઇબ્રન્ટ ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રદર્શિત કરવા માટે રેલ્વે તેની ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન શરુ કરશે. ખાસ પ્રવાસ ગરવી ગુજરાત શરૂ કરવા માટે રેલ્વે તેની ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન ચલાવશે. તે આઠ દિવસની મુસાફરી દરમિયાન લગભગ 3500 કિલોમીટરનું અંતર કાપશે. આ પ્રવાસી ટ્રેનનું પ્રથમ સ્ટોપેજ કેવડિયા ખાતે રાખવામાં આવ્યું છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બનશે. ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનની શરૂઆત સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારની પહેલ ‘ખો અપના દેશ’ અનુરૂપ છે.

28 ફેબ્રુઆરીથી આઠ દિવસની ટૂર શરુ

IRCTC દ્વારા સંચાલિત આ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન 28 ફેબ્રુઆરીએ દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી આઠ દિવસની ટૂર પર નીકળશે. પ્રવાસીઓની સુવિધા માટે ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલેરા અને અજમેર રેલ્વે સ્ટેશનો પર બોર્ડિંગ અને ડીબોર્ડિંગની સુવિધા આપવામાં આવી છે. આ ટ્રેન ટૂર પેકેજ સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત કેન્દ્રની યોજના એક ભારત શ્રેષ્ઠ ભારતની તર્જ પર તૈયાર કરવામાં આવ્યું છે.

આ પ્રકારની રહેશે અત્યાધુનિક સુવિધા

અત્યાધુનિક ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં બે ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ, આધુનિક રસોડું, કોચમાં શાવર ક્યુબિકલ્સ, સેન્સર આધારિત વૉશરૂમ ફંક્શન, ફૂટ મસાજર્સ વગેરે સહિતની આકર્ષક સુવિધાઓ છે.

આ સમાચાર પણ વાંચો :  મુસ્લિમ માતાની સંપત્તિ પર હિંદુ સંતાનનો અધિકાર નહીં, કોર્ટે વારસાના કેસમાં આપ્યો ચૂકાદો

સંપૂર્ણ એર-કન્ડિશન્ડ ટ્રેનો બે પ્રકારના આરામ આપે છે, ફર્સ્ટ અને સેકન્ડ એસી. ટ્રેનમાં દરેક કોચ માટે સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે અને આખી ટ્રેનમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. 

આ રહેશે સુવિધા પ્રમાણે ટિકિટ

એસી 2 ટાયર માટે વ્યક્તિ દીઠ રૂ. 52,250 થી શરૂ કરીને એસી 1 કેબિન માટે રૂ. 67,140 પ્રતિ વ્યક્તિ અને એસી 1 (કૂપ) માટે રૂ. 77400 પ્રતિ વ્યક્તિ ઉપલબ્ધ છે.

મુસાફરીનો વીમો પણ હશે

IRCTC ટુરિસ્ટ ટ્રેન એ આઠ દિવસનું સંપૂર્ણ ટૂર પેકેજ હશે અને કિંમત શ્રેણીમાં ટ્રેનની મુસાફરી, એસી હોટલમાં રાત્રિ રોકાણ, ભોજન બસોમાં જોવાલાયક સ્થળો, મુસાફરી વીમો અને માર્ગદર્શિકા સેવાઓ વગેરેનો સમાવેશ થશે. આરોગ્ય માટે જરૂરી તમામ સાવચેતીનાં પગલાં લેવામાં આવશે અને IRCTC મહેમાનોને સલામત અને યાદગાર અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરશે.

આ સમાચાર પણ વાંચો :  હિન્દુત્વ બંધારણ વિરુદ્ધ, હત્યા, હિંસાનું સમર્થન કરે છે મનુવાદ, સિદ્ધારમૈયાના નિવેદન પર ફસાઈ કોંગ્રેસ

February 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ ૨૦૨૨ સંદર્ભે મુંબઈમાં ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠકો યોજી, રોડ શો કર્યો. જાણો કોને મળ્યા ગુજરાત ના સી.એમ.

by Dr. Mayur Parikh December 3, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

શુક્રવાર.

ગુજરાતમાં આવતા વર્ષે વાયબ્રન્ટ સમિટ ૨૦૨૨ યોજવાનું છે જેની તૈયારીઓ જાેરશોરથી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. દેશ અને વિદેશના લાખો રોકાણકારોને આકર્ષવા માટે રોડ શો પણ  યોજવામાં આવ્યાં છે. તેના સંદેર્ભે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈની મુલાકાત લીધી છે. મુંબઈ પહોંચીને મુખ્યમંત્રીએ ત્યાંના અગ્રણી ઉદ્યોગ જગતના લોકો સાથે મુલાકાત કરી છે. વન ટુ વન બેઠકથી દિવસનો પ્રારંભ કરાયો હતો.મુખ્યમંત્રીને ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરે મળીને ગુજરાતમાં આગામી બે વર્ષમાં ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેંક ઓફ અમેરિકાના પ્રેસિડન્ટ અને ઇન્ડિયા હેડ કાકુ નખાટે સાથે થયેલી બેઠકમાં કાકુ નખાટેએ બેંક ઓફ અમેરિકાના ગુજરાત પ્રોજેક્ટ્‌સ વિશે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. બેંક ઓફ અમેરિકા ગિફ્ટી સિટી કેમ્પસમાં એક લાખ ચોરસ ફૂટમાં ગ્લોબલ બિઝનેસ સર્વિસ સેન્ટર ચલાવી રહ્યું છે. ગિફ્ટ સિટીમાં બેંક ઓફ અમેરિકાનું કેન્દ્ર, ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અને મોટા પાયે આ સેક્ટરમાં રાજ્યના યુવાનોને રોજગાર અવસર પુરા પાડે છે. મુખ્યમંત્રીએ કાકુ નખાટેને ગીફ્ટ સિટીમાં વિકસાવવામાં આવી રહેલી વિવિધ સુવિધાનો લાભ લેવા પણ જણાવ્યું હતું અને વાઇબ્રન્ટ સમિટમાં જાેડાવા આમંત્રણ આપ્યું હતું. તેમજ મુખ્યમંત્રીએ ટાટા હોટેલ્સ દ્વારા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલ નિર્માણમાં પણ તેઓ આગામી સમયમાં આગળ વધશે તેવી તત્પરતા વ્યક્ત કરી હતી.તેમણે આગામી સમયમાં ટાટા કેમિકલ્સ ના પ્લાન્ટના એક્સપાન્શન માટેની પણ તત્પરતા વ્યક્ત કરીને ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોટક મહિન્દ્રા બેંકના સ્ડ્ઢ અને ઝ્રઈર્ં ઉદય કોટકે વન ટુ વન બેઠક યોજીને ગુજરાતે કરેલી પ્રગતિની પ્રસંશા કરી હતી. ગિફ્ટ સિટીમાં ફાયનાન્સ અને બેન્કિગ સેકટર માટેની સુવિધાઓ આ સેકટરના રોકાણકારો માટે વિશાળ તકો પૂરી પાડે છે તેમ જણાવ્યું હતું. ઉદય કોટકે પોતે ગુજરાતી હોવાના નાતે ગુજરાતના વિકાસમાં અને સમાજ હિત કામોમાં પોતાની સહભાગિતા માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી.

 

સૌરાષ્ટ્ર બની ગયું શિમલા. ૨૪ કલાકથી ઠંડા પવન અને વરસાદ થી વાતાવરણ ટાઢુ બોળ… 

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૫ નવેમ્બરે દિલ્હીમાં ઉદ્યોગકારો સાથે મુડી રોકાણ અંગે ચર્ચાઓ કરી હતી. ગાંધીનગરમાં ઉદ્યોગ સચિવ રાજીવ ગુપ્તા અને ઉદ્યોગકારો વચ્ચે સ્ર્ંેં થયા હતાં. ગત સોમવારે માત્ર એક જ કંપની આરતી ઈન્ડસ્ટ્રીઝ સાથે એક કે બે નહીં પરંતુ પાંચ- પાંચ સ્ર્ંેં કરવામાં આવ્યાં હતાં. આજે માત્ર ૧૪ મિનિટમાં જ ૧૪ હજાર કરોડના સ્ર્ંેં થયા હતાં. ૪ મિનિટ મુખ્યમંત્રીનું પ્રવચન ચાલ્યું હતું અને આખો કાર્યક્રમ માત્ર ૧૮ મિનિટમાં જ પૂરો થઈ ગયો હતો.

December 3, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

વાઈબ્રન્ટ સમિટ ૨૦૨૨માં VVIP ગેસ્ટ-આમંત્રિતોના ટ્રાન્સ્પોરટેસન માટે માત્ર ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ થશે

by Dr. Mayur Parikh November 27, 2021
written by Dr. Mayur Parikh

 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો   

મુંબઈ, 27 નવેમ્બર  2021         

શનિવાર. 

ગ્રીન સમિટ યોજીને આ વખતે ગુજરાત સરકાર પર્યાવરણ સંવર્ધનની દિશામાં પ્રશંસનીય પગલું ભરી રહી છે. વાઈબ્રન્ટ સમિટ વેળાએ ગાંધીનગરમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક વ્હીકલ આધારિત કરાયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લે કોરોનાકાળ પહેલાં 20-21 ઓક્ટોબર, 2019ના રોજ દુબઈ ખાતે ગ્રીન થીમ પર વર્લ્ડ ઈકોનોમી સમિટ યોજાઈ હતી. એ સમિટમાં તો જે વીજ વપરાશ થયો હતો એ પણ કોલસા આધારિત નહીં, પરંતુ પવન અને સૌર ઊર્જા આધારિત વીજળી હતી.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આ વખતે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને જ પ્રાધાન્ય આપવાનું નક્કી કરાયું છે. આ મુજબ સમિટમાં આમંત્રિત મહેમાનો ઉપરાંત તમામ અધિકારીઓ, મંત્રીઓ અને મહેમાનો માટે માત્રને માત્ર ઇલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરાશે. સામાન્ય રીતે વાઇબ્રન્ટ ગુજરાતમાં આવનારા વિદેશ અને ભારતના મહેમાનો માટે અલગ અલગ લક્ઝુરિયસ કાર ફાળવવામાં આવતી હોય છે, પણ આ સમિટમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરી પ્રદૂષણ ફ્રીનો એક મેસેજ આપવામાં આવી શકે છે, આ અંગેનો આઈડિયા પણ સીધો જ વડાપ્રધાન કાર્યાલયથી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ સમિટ શરૂ કરી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં 10મી સમિટ યોજાવાની હતી, પરંતુ કોરોનાને લીધે મુલતવી રહી હતી. હવે આગામી 10થી 12 જાન્યુઆરી, 2022માં 10મી વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે. ગુજરાત સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સમિટને પ્રોત્સાહન મળે એ માટે ખાસ સંદેશા મોકલીને વિશ્વભરના રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ પાઠવ્યું છે

કોરોનાકાળમાં 2021માં ન યોજાઈ શકેલી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ હવે 10થી 12 જાન્યુઆરી, 2022 વચ્ચે યોજાશે. વિદેશી મૂડીરોકાણથી લઈને ભારતના વિકાસનો રોડમેપ આ સમિટમાં નક્કી થઈ શકે છે. અત્યારે વિશ્વની સૌથી મોટી પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ વખતે વાઈબ્રન્ટ સમિટમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરાશે. મહાત્મા મંદિર ખાતે 10થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી વાઈબ્રન્ટ સમિટ આ નિર્ણયને પગલે ગ્રીન સમિટ બની શકે છે.

છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી કોરોના મહામારીને કારણે વિશ્વનું અર્થતંત્ર થંભી ગયું હતું. હવે સ્થિતિ પૂર્વવત બનવા તરફ આગળ વધી રહી છે, ત્યારે ભારતનો પણ ફાસ્ટ ટ્રેક મોડ પર વિકાસ કરવા સરકાર પ્રયત્નશીલ બની છે. વિશ્વભરના રોકાણકારોને આકર્ષવા માટે 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, જે ગયા વર્ષે યોજાઈ શકી નહોતી, એ હવે આગામી જાન્યુઆરીમાં યોજાવાની છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટનું ઉદઘાટન કરવાના છે અને તેમની જ સૂચનાથી આ વખતની સમિટને ગ્રીન થીમ પર યોજવામાં આવી રહી છે.

કોરોનાનો નવો ખતરો, નવો નિયમ : આ દેશમાંથી મુંબઈ આવનાર યાત્રીઓએ ફરજિયાત થવું પડશે ક્વોરન્ટાઈન

 

આ વખતની વાઈબ્રન્ટમાં ગ્રીન થીમનો અમલ કરવામાં આવ્યો છે. આ કારણથી જે આમંત્રિત મહેમાન અથવા VVIPની કાર ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) હશે એને જ છેક મહાત્મા મંદિર સુધી જવા દેવાશે, જ્યારે બાકીનાં તમામનાં કાર-વ્હીકલ પાર્કિંગ મહાત્મા મંદિરથી આશરે 2 કિ.મી. દૂર રહેશે. મહાત્મા મંદિરથી હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ સુધીના રૂટને પણ ગ્રીન ઝોન બનાવી દેવાશે. અહીં પણ ફક્ત EVની જ અવર-જવર થશે.

વડાપ્રધાનના ઈન્વિટેશન કાર્ડમાં ઉલ્લેખ કરાયો છે કે વૈશ્વિક કક્ષાએ સામાજિક–આર્થિક વિકાસમાં ભારતનું વિશિષ્ટ્ર પ્રદાન અને સમૃદ્ધ વારસો રહ્યો છે. ગુજરાત આર્થિક વિકાસ સાથે રાષ્ટ્ર્ર નિર્માણમાં દેશનું મોખરાનું પ્રગતિ કરતું રાજ્ય છે. વાઇબ્રન્ટ સમિટ સાથે વણાઇ ગયેલી ભાવના ગુજરાતની ખુશ્બૂ અને ભારતની આર્થિક સફળતાને પ્રસ્તુત કરે છે. ગુજરાતમાં રોકાણની અનેક તકો શોધવા વિશ્વને 10મી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ સાથે ભાગીદાર બનવા આમંત્રણ પાઠવું છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આત્મનિર્ભર ભારતના નિર્માણનો પાયો નાખવા માટે સમિટમાં જોડાવા રોકાણકારોને 'વેલકમ ટુ ગુજરાત–વેલકમ ટુ ગ્રોથ'ના સૂત્ર સાથે આમંત્રણ પાઠવ્યું છે.

 

November 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ગુજરાત સીએમ ભુપેન્દ્ર પટેલનો વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૨ સંદર્ભે દિલ્હીમાં ભવ્ય રોડ-શો

by Dr. Mayur Parikh November 26, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 નવેમ્બર  2021

શુક્રવાર.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના પ્રથમ રોડ શોના પ્રારંભે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ-વેપારના સંચાલકો–અગ્રણીએ સાથે વન ટુ વન બેઠક કરી દિવસની શરૂઆત કરી હતી. તેમણે મારુતિ-સુઝુકી ઇંડિયા લિમિટેડના સ્ડ્ઢ અને ઝ્રઈર્ં કેનીચી આયકાવા સાથે બેઠક કરી હતી. મારુતિ-સુઝુકીના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે તેમણે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ અને રાજ્યમાં હાલ મારુતિ દ્વારા ૧૬ હજાર કરોડના રોકાણની પણ વિગતો તેમણે મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી અને સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને એવો અનુરોધ કર્યો હતો. વાઇબ્રન્ટ સમિટના પ્રચાર માટે અધિકારીઓ વિવિધ દેશોનો પ્રવાસ કરીને રોડ શો યોજશે, વિવિધ મંત્રીઓ મુંબઇ, લખનઉ, હૈદરાબાદ, ચેન્નઇ અને બેંગલુરુ ખાતે રોડ શો યોજાશે. મુખ્યમંત્રી સમિટના પ્રમોશન માટે ૮ અને ૯ ડિસેમ્બરે દુબઇ અને અબુધાબી જશે. ગુજરાતમાં મૂડીરોકાણનાં નવાં ક્ષેત્રો અને સંભાવનાની જાણકારી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓ અને અગ્રણી વેપારીઓ સાથે પણ વન-ટુ-વન બેઠક યોજશે. ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની કર્ટેન રેઇઝર ઇવેન્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલી જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પહોંચી ગયા છે. તેમણે ઉદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો–અગ્રણીઓ સાથે વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૨ સંદર્ભે બેઠકો શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓની સાથોસાથ કોવિડ મહામારી બાદ બેઠા થતા વૈશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડીરોકાણનાં નવીનતમ ક્ષેત્રો-ઊજળી સંભાવનાઓના સંદર્ભમાં આ ઉદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકમાં કરવાના છે. મુખ્યમંત્રી આ બેઠક દરમિયાન સૌ ઉપસ્થિતોને ગુજરાત રાજ્યની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર પણ કરશે. મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હીસ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ આજે સાંજે મળશે અને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-૨૦૨૨ વિષયક પ્રસ્તુતિ કરશે. આ બેઠકોમાં મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ અને ખાણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. મુખ્યમંત્રી દિલ્હી ખાતેની આ બેઠકોમાં ભાગ લઇ રાત્રે ગાંધીનગર પરત ફરશે.

ભાજપા મહારાષ્ટ્રમાં ફરી મોટો ખેલ પાડવાની તૈયારીમાં, કેન્દ્રીય મંત્રીએ કહ્યું માર્ચ સુધી બની જશે અમારી સરકાર, NCP સુપ્રીમો બધું કામ મૂકી દિલ્હી રવાના

November 26, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક