Tag: village

  • Banaskantha News :  ૧૨ વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ૨૯ આદિવાસી પરિવારોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કરાવશે સ્વમાનભેર પુનર્વસન

    Banaskantha News : ૧૨ વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ૨૯ આદિવાસી પરિવારોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કરાવશે સ્વમાનભેર પુનર્વસન

    News Continuous Bureau | Mumbai 

    Banaskantha News :

    • દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના કોદાર્વી પરિવારના ૩૦૦ જેટલા સભ્યોને એક સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ હશે
    • આ પરિવારોની ૮.૫ હેક્ટર જેટલી જમીન અંગે બનાસકાંઠા પોલીસે ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ સાથે સંકલનમાં રહીને માપણી કરાવી: ઝાડી ઝાંખરા ઊગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરી ખેતીલાયક કરી આપી

    આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુંના કારણે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા મોટા પીપોદરા ગામમાંથી ૧૨ વર્ષ પહેલા હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને ૨૯ કોદાર્વી પરિવારના ૩૦૦ જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા. આ પરિવારોનું પુનર્વસન ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા કરાવવામાં આવનાર છે. આગામી તા.૧૭ જુલાઈ ૨૦૨૫ના રોજ આદિવાસી સમાજના આ પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ હશે.

    આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડોતરું એટલે કે વેર લેવાની પરંપરા. આ ચડોતરું કુરિવાજને કારણે દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી ૧૨ વર્ષ પહેલા સ્થળાંતર કરીને કોદાર્વી સમુદાયના ૨૯ પરિવારોના ૩૦૦ જેટલા સભ્યો પાલનપુર તથા સુરત ચાલ્યા ગયા હતા. મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો. ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠકો કરી આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરી. આ પરિવારોની આ ગામમાં ૮.૫ હેક્ટર જેટલી જમીન પણ છે. બનાસકાંઠા પોલીસે આ જમીન ક્યાં છે તે જગ્યા અને તેની માપણી સહિતની કામગીરી ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ સાથે સંકલનમાં રહીને કરી. ઝાડી ઝાંખરા ઊગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરી ખેતીલાયક કરી આપી. ઉપરાંત આ પરિવારો માટે હાલમાં બે મકાન તૈયાર કરાવી આપ્યા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે મળીને બાકીના ૨૭ જેટલા પરિવારોને પણ ટૂંક સમયમાં મકાન તેમજ અન્ય જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે પ્રકારની કામગીરી થઈ રહી છે.

    આ સમાચાર પણ વાંચો : MHADA Lottery 2025: પોતાનું ઘર ખરીદવાનું સપનું થશે હવે પુરું, મ્હાડાની નીકળી બમ્પર લોટરી; થાણે, કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઈમાં આટલા હજાર ઘર અને પ્લોટ!

    આદિવાસી પરિવારોના પુનર્વસનની આ ઐતિહાસિક કામગીરી અંતર્ગત મંત્રી શ્રી હર્ષ સંઘવી આ પરિવારોને માનભેર ગામમાં આવકારશે. સાથોસાથ તેમની જમીન પર પૂજાવિધિ કરી બિયારણ વાવણી થકી આ પરિવારોને પુનઃ આ ગામના એક અંગ તરીકે જોડશે. ત્યાર બાદ મંત્રી શ્રી હર્ષ સંઘવી સ્થળાંતર કરેલા પરિવારો સાથે વાર્તાલાપ કરીને તેમના પુનર્વસન માટેની યોજનાઓ પર ચર્ચા કરશે. તે ઉપરાંત અસરગ્રસ્ત પરિવારોને શિક્ષણ સામગ્રી અને રેશન કિટનું વિતરણ કરશે. આ ઐતિહાસિક પ્રસંગ પુનર્વસન થનાર આદિવાસી પરિવારોના સુખ-શાંતિની નવી શરૂઆતનું પ્રતીક બનશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Modern Anganwadi : સાણંદના લેખંબા ગામમાં ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલના હસ્તે મોડર્ન આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

    Modern Anganwadi : સાણંદના લેખંબા ગામમાં ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલના હસ્તે મોડર્ન આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

     News Continuous Bureau | Mumbai 

    Modern Anganwadi :

    • મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શુદ્ધ પીવાનું પાણી, બાળકો માટે રમતગમતનાં સાધનો અને કિચન ગાર્ડન જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ લેખંબા ગામની આંગણવાડી
    • લેખંબા ગામનાં બાળકો ગામમાં જ મોડર્ન સુવિધાઓ સાથે શિક્ષણ અને પૂરક પોષણ મેળવી શકશે
    • CSR હેઠળ ર્ઇન્ડક્ટોથર્મ અને માનવસેવા ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત મોડર્ન આંગણવાડી

    અમદાવાદ જિલ્લા પંચાયત અને આઈસીડીએસ (ICDS) વિભાગ દ્વારા સાણંદ તાલુકાના લેખંબા ગામમાં ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલના હસ્તે મોડર્ન આંગવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લેખંબા ગામના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા પૂરક પોષણના લાભ પહોંચી શકે તે માટે ગુજરાત CSR ઓથોરિટી હેઠળ ઇન્ડક્ટોથર્મ કંપની અને માનવસેવા ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત મોડર્ન આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    Modern Anganwadi Modern Anganwadi inaugurated by MLA kanu patel in Sanand In the village of Lekhamba

    આ મોડર્ન આંગણવાડીના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલે કહ્યું હતું કે, ગામનાં બાળકો ગામમાં જ મોડર્ન સુવિધાઓ સાથે શિક્ષણ અને પૂરક પોષણ મેળવી શકે તે માટેની આ ખૂબ જ સારી પહેલ છે. ગામના લોકો અને ભૂલકાંઓને તેનાથી ખૂબ લાભ મળશે, તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.

    Modern Anganwadi Modern Anganwadi inaugurated by MLA kanu patel in Sanand In the village of Lekhamba

    આ સમાચાર પણ વાંચો :Digital SevaSetu : ડિજિટલ સેવાસેતુ: ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિની દિશામાં મહત્વનું પગલું, 2 વર્ષમાં ગ્રામ પંચાયતોમાંથી 61 લાખથી વધુ લોકોએ સરકારી સેવાઓનો લાભ લીધો

    આ આંગણવાડીનું મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના શુદ્ધ પાણી માટે આર.ઓ.ની સુવિધા, બાળકો માટે રમતગમતની સુવિધાઓ અને સાધનો, ખુલ્લી જગ્યા, કિચન ગાર્ડન વગેરે છે. 106 બાળકોને આ આંગણવાડીની સુવિધાનો લાભ મળશે. આ ઉપરાંત 0 માસથી 6 વર્ષનાં બાળકો, ધાત્રી અને સગર્ભા માતાઓ, કિશોરીઓના લાભાર્થે શરૂ કરવામાં આવેલી આ આંગણવાડીથી તે તમામના શારીરિક અને માનસિક વિકાસમાં અને બાળકોના ભવિષ્યના નિર્માણ માટે મદદરૂપ બનશે.

    Modern Anganwadi Modern Anganwadi inaugurated by MLA kanu patel in Sanand In the village of Lekhamba

    આ કાર્યક્રમમાં સાણંદ ઘટકના સીડીપીઓ સુશ્રી ગાયત્રીબહેન જસાણી, ઇન્ડક્ટોથર્મ ઇન્ડિયાના એમડી શ્રી નૈષધભાઈ પારેખ, માનવસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મનુભાઈ બારોટ, તાલુકા અને ગામના પ્રતિનિધિઓ, આંગણવાડીના મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો અને મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

    Modern Anganwadi Modern Anganwadi inaugurated by MLA kanu patel in Sanand In the village of Lekhamba

     Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Maharashtra CM news : મહારાષ્ટ્રમાં CM અને સરકાર પર સસ્પેન્સ વધ્યું, મહાયુતિની બેઠક અચાનક થઇ રદ્દ; ચર્ચાનું બજાર ગરમ…

    Maharashtra CM news : મહારાષ્ટ્રમાં CM અને સરકાર પર સસ્પેન્સ વધ્યું, મહાયુતિની બેઠક અચાનક થઇ રદ્દ; ચર્ચાનું બજાર ગરમ…

    News Continuous Bureau | Mumbai

     Maharashtra CM news : મહારાષ્ટ્રમાં આજે યોજાનારી મહાયુતિની બેઠકને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આજે મળનારી બેઠક હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સીએમ એકનાથ શિંદે આજે સતારા જિલ્લામાં સ્થિત તેમના ગામમાં જઈ રહ્યા છે અને તેઓ આવતીકાલે પરત ફરે તેવી શક્યતા છે. અગાઉ, મહાયુતિના ત્રણ મોટા નેતાઓ – સીએમ શિંદે, બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના વડા અજિત પવારે દિલ્હીમાં અમિત શાહ સાથે લગભગ 3 કલાકની મેરેથોન બેઠક કરી હતી. બેઠક બાદ ત્રણેય નેતાઓ મુંબઈ પરત ફર્યા હતા અને આજે મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓ વચ્ચે વિભાગોની ચર્ચા કરવા મોટી બેઠક યોજાવાની હતી.

     Maharashtra CM news : એકનાથી શિંદે ગામ જવા રવાના

    એવું કહેવામાં આવી રહ્યું છે કે અચાનક એકનાથી શિંદે સતારા જિલ્લાના તેમના ગામ જવા રવાના થઈ ગયા છે, તેથી આજની બેઠક સ્થગિત કરવામાં આવી છે. શનિવારે સતારાથી પરત ફર્યા બાદ આ બેઠક ફરીથી યોજાશે અને બાકીના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અગાઉ ગઈકાલે મોડી સાંજે ગૃહ પ્રધાન અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અલગથી વાત કરી હતી. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ, એનસીપી સાંસદ સુનીલ તટકરે પણ અમિત શાહના ઘરે પહોંચ્યા હતા. લગભગ ત્રણ કલાક સુધી બેઠક ચાલી પરંતુ મુખ્યમંત્રીના નામ પર નિર્ણય થઈ શક્યો ન હતો.

     Maharashtra CM news : દિલ્હી બેઠક સારી અને સકારાત્મક 

    બેઠક બાદ ત્રણેય એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મોડી રાત્રે મુંબઈ પરત ફર્યા હતા. આ બેઠક અંગે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ બેઠક સારી અને સકારાત્મક હતી. આ પહેલી મુલાકાત હતી. જેમાં શાહ અને જેપી નડ્ડા મળ્યા હતા. શિંદેના જણાવ્યા અનુસાર, મહાયુતિના નેતાઓ મુંબઈમાં બીજી બેઠક કરશે જેમાં સીએમના નામ પર નિર્ણય લેવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપના નિરીક્ષકો રવિવારે મુંબઈમાં રહેશે. મહારાષ્ટ્રમાં 2જી ડિસેમ્બરે શપથ ગ્રહણ થવાની શક્યતા છે.

    આ સમાચાર પણ વાંચો :  Maharashtra CM News : મહારાષ્ટ્રના નવા સીએમ કોણ બનશે? દિલ્હી પછી આજે મુંબઈમાં થશે બેઠક; CMના નામ પર લાગશે મોહર.. 

     Maharashtra CM news :  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને 233 સીટો મળી

    તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મહાયુતિને 233 સીટો મળી હતી. આટલો બમ્પર મેન્ડેટ મળવા છતાં સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને હજુ સુધી મુખ્યમંત્રી માટે તેની પસંદગી નક્કી કરી નથી.

    280 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ 132 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો, જ્યારે તેના સાથી પક્ષો – એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી NCP – અનુક્રમે 57 અને 41 બેઠકો જીતી હતી.

  • Nigeria Shooting: બંદૂકધારીઓએ નાઈજીરિયામાં જાહેરમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું, આટલા લોકોના થયા મોત..

    Nigeria Shooting: બંદૂકધારીઓએ નાઈજીરિયામાં જાહેરમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું, આટલા લોકોના થયા મોત..

    News Continuous Bureau | Mumbai

    નાઈજીરિયામાં એક મોટો નરસંહાર થયો છે. અહીં બંદૂકધારીઓએ હુમલો કરીને 50 લોકોની હત્યા કરી દીધી છે. જોકે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. બંદૂકધારીઓના એક જૂથે ઉત્તર મધ્ય નાઇજીરીયાના બેન્યુ રાજ્યના ઉમોગીદી ગામમાં હુમલો કર્યો.

    બજારમાં ગોળીઓનો વરસાદ થયો
    સ્થાનિક સરકારના વડા રુબેન બાકોએ જણાવ્યું હતું કે બંદૂકધારીઓએ પ્રથમ ત્રણ લોકોની હત્યા કરી હતી. આ પછી જોરદાર ફાયરિંગમાં 47 લોકો માર્યા ગયા. બેનુ રાજ્ય પોલીસે હુમલાની પુષ્ટિ કરી અને અહેવાલ આપ્યો કે હુમલાખોરોએ બજારમાં ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. આ સાથે એવી પણ માહિતી મળી રહી છે કે સ્થાનિક સમુદાયો પર આ હુમલાને લઈ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેઓ અગાઉ ઉત્તર મધ્ય નાઈજીરિયામાં જમીનને લગતા ઝઘડામાં સ્થાનિક ખેડૂતો સાથે અથડામણ થઈ હતી. પશુઓને ચરાવવા અંગે આ ઝઘડો થયો હોવાનું માનવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો: રોડ અકસ્માત રોકવા પાલિકાનો એક્શન પ્લાન, મુંબઈ શહેરમા અકસ્માત માટે પંકાયેલાં આ 20 બ્લેક સ્પોટને કરાશે સુરક્ષિત..

    સ્થાનિક ભરવાડો પર શંકા
    ખેડૂતોએ પશુપાલકો પર ઢોર ચરાવવા અને તેમના પાકનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પશુપાલકો કહે છે કે આ પાક પશુઓ ચરાવવા માટે છે અને દેશને આઝાદી મળ્યા પછી 1965માં કાયદા દ્વારા તેને સૌપ્રથમ સમર્થન આપવામાં આવ્યું હતું. નાઇજીરીયાના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય પ્રદેશોમાં કૃષિ સમુદાયો અને વિચરતી પશુપાલકો વચ્ચે દાયકાઓથી સંઘર્ષ ચાલી રહ્યો છે.

  • સુરતના આ ગામેથી ફરી પકડાયો મહાકાય અજગર, 15 દિવસ પહેલા પણ અહીં જોવા મળ્યો હતો..

    સુરતના આ ગામેથી ફરી પકડાયો મહાકાય અજગર, 15 દિવસ પહેલા પણ અહીં જોવા મળ્યો હતો..

    News Continuous Bureau | Mumbai

    સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાલી ગામ નજીક ચાલી રહેલી એક્સપ્રેસ હાઇવેને સાઈટ પરની કામગીરી દરમ્યાન વધુ એક અજગર જોવા મળ્યો હતો. અજગર મળી આવ્યાની ઘટનાની જાણ એનિમલ વેલ્ફેર ટીમના સભ્યોને કરતા તેઓ પાલી ગામે આવીને 8 ફૂટ લંબાઈ તેમજ 14 કિલો વજન ધરાવતા અજગરનું રેસ્કયું કરવામાં આવ્યું હતું.

    Giant Python caught in this village of surat

    પાલી ગામની એકસપ્રેસ કામગીરી ચાલતી સાઈટ પરથી અજગર દેખાતા કુતૂહલવશ ગ્રામજનો સ્થળે જોવા મળ્યા હતા. મહત્વનું છે કે 15 દિવસ પહેલા પણ પાલી ગામના આ જ સ્થળ પરથી અજગર મળી આવ્યો હતો. જ્યારે અજગર મળી આવ્યાની આ બીજી ઘટના છે. પાલી ગામે જઈને કામરેજ રેન્જ ફોરેસ્ટ પંકજ ચૌધરીની ટીમ દ્વારા અજગરનો કબ્જો મેળવી તેને જંગલ વિસ્તારમાં સલામત સ્થળે લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

    આ સમાચાર પણ વાંચો :  શું બદલાઈ જશે ભારતીય ક્રિકેટનું ફોર્મેટ? ભારતમાં રમાનારો 50 ઓવરનો વર્લ્ડકપ છેલ્લો હશે? ચર્ચાનું બજાર ગરમ.. જાણો શું છે હકીકત..

  • મહારાષ્ટ્રના આ જિલ્લામાં પ્રવેશદ્વારના નામકરણને લઈને બે જૂથો વચ્ચે અથડામણ, સામસામે પથ્થરમારો; 5 પોલીસકર્મીઓ ઘાયલ

    મહારાષ્ટ્રના આ જિલ્લામાં પ્રવેશદ્વારના નામકરણને લઈને બે જૂથો વચ્ચે અથડામણ, સામસામે પથ્થરમારો; 5 પોલીસકર્મીઓ ઘાયલ

    News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્રના(Maharashtra) જાલના(jalna) જિલ્લાના એક ગામમાં બે જૂથો વચ્ચે પથ્થરમારાની(Stoning) ઘટના સામે આવી છે. 

    ગામમાં નવા બનેલા પ્રવેશદ્વારના નામકરણને(Entrance Naming) લઈને વિવાદ થયો હતો, જેના કારણે બે જૂથો વચ્ચે અથડામણ(Clash) થઈ હતી.

    આ ઘટનામાં પાંચ પોલીસકર્મીઓ(policemen) સહિત કેટલાક લોકો ઘાયલ થયા છે. 

    પોલીસે લોકોને વિખેરવા માટે હવામાં અનેક ગોળીબાર(Firing) કર્યા અને ટીયર ગેસ છોડ્યા.

    હાલ પોલીસ આ વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે કામ કરી રહી છે અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

    આ ઉપરાંત આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    આ સમાચાર પણ વાંચો:  આ રાજ્યના તમામ મદરેસામાં પ્રાર્થના પહેલાં હવે ગવાશે રાષ્ટ્રગીત. એજ્યુકેશન બોર્ડના રજિસ્ટ્રારે જારી કર્યો પરિપત્ર.. 

  • ભારતનું એક એવું ગામ જે રાતોરાત બની ગયું કરોડપતિ,  અહીં 1, 2 નહીં પરંતુ આટલા પરિવારો બન્યા ધનિક; જાણો વિગતે

    ભારતનું એક એવું ગામ જે રાતોરાત બની ગયું કરોડપતિ, અહીં 1, 2 નહીં પરંતુ આટલા પરિવારો બન્યા ધનિક; જાણો વિગતે

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022

    ગુરુવાર 

    દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેની પાસે પૈસાની કમી ન રહે, તે કરોડપતિ બને અને તેના માટે લોકો દિવસ-રાત મહેનત કરે છે. ઘણા લોકો આખી જીંદગી સખત મહેનત કરે છે, પરંતુ ક્યારેય કરોડપતિ બનતા નથી. પરંતુ અરુણાચલ પ્રદેશમાં એક એવું ગામ છે, જ્યાં આ ગામમાં રહેતા એક નહીં પરંતુ 31 પરિવારો રાતોરાત કરોડપતિ બની ગયા છે.

    અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાના બોમજા ગામના ૩૧ પરિવારો એક જ દિવસમાં કરોડપતિ બની ગયા છે.  
    ભારતીય સૈન્ય દ્વારા ચાવીરૂપ સ્થાન યોજના એકમો સ્થાપવા માટે તેમની જમીન સંપાદિત કર્યાના પાંચ વર્ષ પછી બુધવારે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ પરિવારોને વળતરના ચેક આપ્યા  હતા. ચીનની સરહદે આવેલા જિલ્લામાં તવાંગ ગેરીસન દ્વારા ૨૦૦ એકર જમીન સંપાદિત કરવામાં આવી છે. કુલ રૂપિયા ૪૦.૮૦ કરોડની રકમ સંરક્ષણ મંત્રાલયએ બહાર પાડી હતી. તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    ભ્રામક જાહેરાતો પર લાગશે લગામ, સરકારે આ કંપની સામે કાર્યવાહીના આદેશ જારી કર્યા;  જાણો વિગતે 

    પેમા ખાંડુએ એક કાર્યક્રમમાં ૨૯ પરિવારોને ૧.૦૯ કરોડ રૂપિયાના ચેક આપ્યા હતા. એક પરિવારને ૬.૭૩ કરોડ રૂપિયા અને બીજાને લગભગ ૨.૪૫ કરોડ રૂપિયાનું વળતર મળ્યું. મુખ્યમંત્રીએ રકમ મુક્ત કરવા બદલ સંરક્ષણમંત્રીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે સેના દ્વારા સંપાદિત અન્ય ખાનગી જમીનોનું વળતર ટૂંક સમયમાં સોંપવામાં આવશે. 

    કેન્દ્રએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક નોટિફિકેશન બહાર પાડીને સેના દ્વારા અરુણાચલ પ્રદેશમાં કબ્જે કરેલી ખાનગી જમીન માટે વળતર તરીકે રૂપિયા ૧૫૮ કરોડની છૂટને મંજૂરી આપી હતી. બુધવારે વહેંચવામાં આવેલી રકમ તે વળતર પેકેજનો એક ભાગ હતી. 

    ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ બાદ સેનાએ અરુણાચલ પ્રદેશમાં બેઝ અને સ્થાપનો સ્થાપવા માટે જમીન અધિગ્રહણ કરી હતી,  પરંતુ પાંચ દાયકાથી વધુ સમય વીતી જવા છતાં તેમાંથી મોટાભાગની ખાનગી જમીનોનું વળતર હજુ સુધી આપવામાં આવ્યું નથી. રાજ્ય સરકાર અને કેન્દ્રના પ્રયાસોને કારણે બોમડિલા જિલ્લાના ત્રણ ગામોના ૧૫૨ પરિવારોને કેન્દ્ર દ્વારા ગયા વર્ષે એપ્રિલમાં રૂપિયા ૫૪ કરોડની રકમ આપવામાં આવી હતી.

  • બિહારના આ ગામમાં એકેય મુસ્લિમ પરિવાર નથી, તેમ છતાં હિન્દુઓ મસ્જિદનું ધ્યાન રાખે છે; જાણો હિન્દુઓની સહિષ્ણુતા

    બિહારના આ ગામમાં એકેય મુસ્લિમ પરિવાર નથી, તેમ છતાં હિન્દુઓ મસ્જિદનું ધ્યાન રાખે છે; જાણો હિન્દુઓની સહિષ્ણુતા

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

    બુધવાર

    ધર્મનિરપેક્ષતા ભારત દેશના સંવિધાનનો એક ભાગ છે. દેશમાં ધર્મ વચ્ચે અણબનાવના કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. પણ શું તમે કોઈ એવા ગામ વિશે સાંભળ્યું છે કે જ્યાં ફક્ત હિન્દુઓ જ વસે છે, તેમ છતાં ત્યાં મસ્જિદના નિત્યક્રમનું પણ સારી રીતે પાલન થતું હોય. તો ચાલો જાણીએ એ ગામ વિશે.

    બિહારના નાલંદામાં બનેલી મસ્જિદ અને સમાધિ જોઈને બહારથી આવતા લોકો વિચારે છે કે ગામમાં મુસ્લિમોની યોગ્ય વસ્તી પણ હશે. દરરોજ સમયસર અઝાન હોય છે, મસ્જિદની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ લોકોને જાણીને આશ્ચર્ય થાય છે કે બેન પ્રખંડના માડી ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી. લગભગ 80 વર્ષથી ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી, પરંતુ મસ્જિદમાંથી રોજ પાંચ વખત અઝાન આપવામાં આવે છે અને અહીં જાળવણી કરવામાં પણ  કોઈ પણ જાતની કમી નથી. હકીકતમાં ગામના હિન્દુઓ આ મસ્જિદ સાથે પણ શ્રદ્ધાપૂર્વક જોડાયેલા છે. તેઓ મંદિરો અને મસ્જિદો વચ્ચે ભેદ પાડતા નથી. મસ્જિદમાં અઝાન માટે પેન ડ્રાઇવ દ્વારા રેકૉર્ડિંગ ચલાવવામાં આવે છે, દરેક ખુશીના પ્રસંગે લોકો મસ્જિદની બહાર માથું ટેકવે છે. માનવામાં આવે છે કે જે આ નથી કરતો, તેના પર ચોક્કસ આફત આવે છે.

    સફરજન અને એ પણ સફેદ? હાજી, જુઓ ફોટોગ્રાફ અને જાણો વિગત

  • મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, જે ગામમાં કોરોનાનો ચેપ ફેલાયો નથી, ત્યાં આ ધોરણ સુધી શાળા ખૂલશે; જાણો વિગત

    મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, જે ગામમાં કોરોનાનો ચેપ ફેલાયો નથી, ત્યાં આ ધોરણ સુધી શાળા ખૂલશે; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, જુલાઈ ૨૦૨૧

     મંગળવાર

    મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ઓસરી રહી છે, એથી રાજ્યમાં બ્રેક ધ ચેઇન હેઠળ મૂકવામાં આવેલા પ્રતિબંધો પણ ધીમે-ધીમે શિથિલ કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે સ્કૂલ-કૉલેજને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. એ મુજબ શિક્ષણ વિભાગે ગ્રામીણ ભાગમાં કોરોનામુક્ત ગામોમાં આઠમાથી બારમા ધોરણ સુધીના વર્ગ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. એ માટે ગ્રામપંચાયતે વિદ્યાર્થીઓનાં માતા-પિતા સાથે ચર્ચા કરીને ઠરાવ લાવવાનો રહેશે. કોરોનાને લગતા નિયમોને ધ્યાનમાં રાખીને સ્કૂલ ખોલવામાં આવશે.

    સ્કૂલ ચાલુ થયા બાદ વિદ્યાર્થીઓને તબક્કાવાર સ્કૂલમાં બોલવવામાં આવશે. માસ્ક, સેનિટાઇઝરનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન વિદ્યાર્થીઓએ કરવાનું રહેશે. એક બેન્ચ પર એક જ વિદ્યાર્થી બેસી શકશે.તેમ જ બે બેન્ચ વચ્ચે છ ફૂટનું અંતર રહેશે. આ પ્રકારે એક કલાકમાં માત્ર 15થી 20 વિદ્યાર્થીઓને જ બેસાડી શકાશે. કોઈ વિદ્યાર્થીમાં કોરોનાનાં લક્ષણો જણાયાં તો તેને તુરંત ઘરે મોકલી દેવામાં આવશે અને તેનો ટેસ્ટ કરવામાં આવશે.

    નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રીડ્રેસલ કમિશનના આ ચુકાદાથી બિલ્ડરની મનમાની પર આવશે લગામ; જાણો વિગત

    સ્કૂલમાં ભણાવનારા શિક્ષકો માટે એ જ ગામમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષકોને પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવો ના પડે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  • મહારાષ્ટ્ર સરકારની અનોખી પહેલ : ગામડાઓને કોરોનો મુક્ત કરવા 50 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત; જાણો  વધુ વિગત

    મહારાષ્ટ્ર સરકારની અનોખી પહેલ : ગામડાઓને કોરોનો મુક્ત કરવા 50 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત; જાણો  વધુ વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 3 જૂન 2021

    ગુરુવાર

    મહારાષ્ટ્રમાં કોરોના ધીમે-ધીમે  નિયંત્રણમાં આવી રહ્યો છે તેમ જ બ્રેક ધ ચેઇન હેઠળ અમુક નિયંત્રણો પણ શિથિલ કર્યાં છે, પરંતુ રાજ્યના અનેક જિલ્લાનાં ગામડાંઓમાં હજી સુધી કોરોના નિયંત્રણમાં આવ્યો નથી. તેથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગામડાંઓને કોરોના મુક્ત કરવા માટે અનોખું અભિયાન હાથમાં લીધું છે.  ગામડાંઓને કોરોના મુક્ત કરવા મહત્વનો ભાગ ભજવનાર પંચાયતોને પુરસ્કાર આપવામાં આવશે. પ્રથમ પુરસ્કાર 50 લાખ રૂપિયાનો, બીજો પુરસ્કાર 25 લાખ રૂપિયાનો અને ત્રીજો પુરસ્કાર 15 લાખ રૂપિયાનો હશે.

    મહાવિતરણની સરાહનીય કામગીરી; રાજ્યના ૧૫ હજારથી વધુ વસ્તી ધરાવતા ૨૫૪ શહેરોમાં ગત્તી ગુલ થવાનું ટેન્શન જ ગુલ થઈ ગયું