Tag: viral

  • Ahaan Panday and Aneet Padda: અહાન પાંડે અને અનીત પદ્દાની જોડી ફરી ચર્ચામાં, સ્ટેજ પરની ડાન્સ કેમેસ્ટ્રી જોઈ ફેન્સ થયા બેકાબૂ

    Ahaan Panday and Aneet Padda: અહાન પાંડે અને અનીત પદ્દાની જોડી ફરી ચર્ચામાં, સ્ટેજ પરની ડાન્સ કેમેસ્ટ્રી જોઈ ફેન્સ થયા બેકાબૂ

    News Continuous Bureau | Mumbai

    Ahaan Panday and Aneet Padda: ફિલ્મ ‘સૈયારા’ થી લોકપ્રિય બનેલા અહાન પાંડે અને અનીત પદ્દા ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બંને સ્ટેજ પર રોમેન્ટિક ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો જોઈને ફેન્સ ઉત્સાહિત થઈ ગયા છે અને કોમેન્ટ્સમાં બંનેને ‘અહનીત’  નામ આપ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : Dharmendra Prayer Meet: પ્રાર્થના સભામાં ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવા શાહરુખ-સલમાન પહોંચ્યા, આ બોલીવૂડના સ્ટાર્સે પણ આપી શ્રદ્ધાંજલિ

    સ્ટેજ પર રોમેન્ટિક ડાન્સ અને ગળે મળ્યા

    વાયરલ થયેલા વીડિયોમાં અહાન અને અનીત કોઈ ઇવેન્ટમાં ‘સૈયારા’ના ગીત પર ડાન્સ કરી રહ્યા છે. અહાન જેવો અનીતનો હાથ પકડે છે, દર્શકોમાંથી જોરદાર હૂટિંગ શરૂ થાય છે. પછી અનીત અહાનને ગળે મળે છે અને બંને દર્શકોના પ્રેમનો સ્વીકાર કરે છે.વીડિયો વાયરલ થતા જ નેટિઝન્સની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. એક યુઝરે લખ્યું – “આઇકોનિક કપલ ઓફ ધ મૂમેન્ટ.” બીજા યુઝરે કહ્યું – “અહાન પબ્લિકમાં ખૂબ શરમાળ છે, પરંતુ તે અન્ય સ્ટાર કિડ્સ જેવા નથી.” કેટલાકે લખ્યું કે આ જોઈને ‘સૈયારા’નો જાદુ ફરી યાદ આવી ગયો. ઘણા ફેન્સે બંનેના નામ જોડીને ‘અહનીત’ ટ્રેન્ડ શરૂ કર્યો.

    View this post on Instagram

    A post shared by Manav Manglani (@manav.manglani)

    અનીત પદ્દા મેડોક ની આગામી ફિલ્મ ‘શક્તિ શાલિની’માં લીડ રોલમાં જોવા મળશે, જે હોરર-કોમેડી હશે. બીજી તરફ અહાન પાંડેને યશરાજ ફિલ્મ્સ ની એક મોટી ફિલ્મ મળી હોવાની ચર્ચા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Salman Khan: ભારે સુરક્ષા વચ્ચે સંગીતા બિજલાની ની બર્થડે પાર્ટી માં પહોંચ્યો સલમાન ખાન, ભાઈજાન નો વિડીયો થયો વાયરલ

    Salman Khan: ભારે સુરક્ષા વચ્ચે સંગીતા બિજલાની ની બર્થડે પાર્ટી માં પહોંચ્યો સલમાન ખાન, ભાઈજાન નો વિડીયો થયો વાયરલ

    News Continuous Bureau | Mumbai

    Salman Khan: બોલિવૂડ ના દબંગ ખાન, સલમાન ખાન, તેની એક્સ ગર્લફ્રેન્ડસંગીતા બિજલાની ના 65મા જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યો હતો. 9 જુલાઈએ યોજાયેલી આ પાર્ટીમાં અનેક જાણીતા ચહેરાઓ જોવા મળ્યા હતા. સલમાન ખાનની પાર્ટીમાં એન્ટ્રી અને બહાર નીકળતી વખત ના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેની કડક સુરક્ષા સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

    આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: ટીવી પહેલા ઓટીટી પર સ્ટ્રીમ થશે બિગ બોસ 19, સલમાન ખાન ની સાથે આ બે સેલેબ્રીટી કરશે શો ને હોસ્ટ

    સલમાન ખાન અને સંગીતા બિજલાનીની મિત્રતા

    સંગીતા બિજલાની અને સલમાન ખાન ભલે ભૂતકાળમાં સંબંધમાં રહ્યા હોય, પરંતુ આજે પણ તેઓ ગાઢ મિત્રો છે. સલમાન ઘણીવાર સંગીતાના પરિવારના કાર્યક્રમોમાં હાજરી આપતો જોવા મળે છે. આ બર્થડે પાર્ટીમાં પણ સલમાનની ઉપસ્થિતિ તેમની ગાઢ મિત્રતા દર્શાવે છે. વાયરલ થયેલા વીડિયોમાં સલમાન કડક બોડીગાર્ડ સુરક્ષા વચ્ચે પાર્ટીમાંથી બહાર નીકળીને પોતાની ગાડીમાં બેસતો જોવા મળે છે. તેમના બોડીગાર્ડ્સ ચાહકો અને પાપારાઝી ને તસવીરો લેવાથી રોકતા જોવા મળ્યા હતા. એક કિસ્સામાં, જ્યારે એક વ્યક્તિએ સલમાનના ખભા પર હાથ મૂકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ગાર્ડે તેને તરત જ પાછળ ધકેલી દીધો.

    View this post on Instagram

    A post shared by Viral Bhayani (@viralbhayani)

    પાર્ટીમાં સલમાન ખાન બ્લેક ટી-શર્ટ અને બ્લુ ડેનિમ જીન્સ માં ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યો હતો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Nora Fatehi: એરપોર્ટ પર આવી હાલત માં જોવા મળી નોરા ફતેહી, અભિનેત્રી નો વિડીયો થયો વાયરલ

    Nora Fatehi: એરપોર્ટ પર આવી હાલત માં જોવા મળી નોરા ફતેહી, અભિનેત્રી નો વિડીયો થયો વાયરલ

    News Continuous Bureau | Mumbai

    Nora Fatehi: બોલીવૂડ એક્ટ્રેસ અને ડાન્સ સેન્સેશન નોરા ફતેહી તાજેતર માં મુંબઈ એરપોર્ટ  પર રડતી અવસ્થામાં જોવા મળી. સામાન્ય રીતે ગ્લેમરસ લુકમાં જોવા મળતી નોરા આ વખતે બ્લેક ડ્રેસ અને સનગ્લાસેસમાં ખૂબ જ ઇમોશનલ લાગી રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, નોરાની એક નજીકની વ્યક્તિ – શક્યતઃ તેની આન્ટી –નું અવસાન થયું છે.

    આ સમાચાર પણ વાંચો : Ravi Dubey: રામાયણ માં લક્ષ્મણ નું પાત્ર ભજવનાર રવિ દુબે એ કરી રણબીર કપૂર ના સ્વભાવ વિશે આવી વાત

    એરપોર્ટ પર નોરાની ઇમોશનલ ઝલક

    મીડિયા રિપોર્ટ મુજબ નોરા પોતાની આન્ટીના અવસાનથી દુખી હતી. એરપોર્ટ પર તેની આંખોમાંથી આંસુ વહેતા જોવા મળ્યા. આ ઘટનાની સાથે જ નોરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર “इन्ना लिल्लाही वा इन्ना इलैहि राजिउन” પોસ્ટ કરી હતી, જે સામાન્ય રીતે મૃત્યુની માહિતી માટે શેર કરવામાં આવે છે.

    View this post on Instagram

    A post shared by TAHIR JASUS007 (@tahirjasus)

    એરપોર્ટ પર નોરાને જોઈને એક ફેન તેની સાથે સેલ્ફી લેવા આગળ આવ્યો, ત્યારે નોરાના બોડીગાર્ડે તેને ધક્કો મારીને દૂર હટાવી દીધો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેટલાક યુઝર્સે બોડીગાર્ડના વર્તન પર નારાજગી વ્યક્ત કરી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ahmedabad Plane Crash :અકસ્માત પહેલા વિમાનની અંદરની તસવીર, એક મુસાફરે વિજય રૂપાણીનો લીધો હતો ફોટો; જુઓ

    Ahmedabad Plane Crash :અકસ્માત પહેલા વિમાનની અંદરની તસવીર, એક મુસાફરે વિજય રૂપાણીનો લીધો હતો ફોટો; જુઓ

    News Continuous Bureau | Mumbai

    Ahmedabad Plane Crash : ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. આ ફ્લાઇટમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર હતા. ફ્લાઇટ ક્રેશ પહેલાની અંદરની તસવીર સામે આવી છે. આ ફોટો પ્લેનની અંદરનો ફોટો હોવાનું કહેવાય છે જ્યારે આગળ બેઠેલી એક મહિલા મુસાફરે ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીનો ફોટો લીધો હતો.

    Ahmedabad Plane Crash : પાછળનો ભાગ જમીન સાથે અથડાવાને કારણે થયો હતો  આ અકસ્માત

    પ્લેનમાં સવાર લોકોની યાદી પણ સામે આવી છે. શરૂઆતની તપાસમાં પ્લેન ક્રેશનું કારણ જાણી શકાયું નથી. આ યાદીમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનનો પાછળનો ભાગ જમીન સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. કેટલાક અહેવાલો અનુસાર, પ્લેનના એન્જિનમાં અચાનક ખામી સર્જાઈ હતી જેના કારણે આ અકસ્માત થયો હતો.

    Ahmedabad Plane Crash : વિજય રૂપાણી લંડન કેમ જઈ રહ્યા હતા?

    અમદાવાદ ફ્લાઇટ ક્રેશના સમાચાર મળતા જ રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પડોશીઓમાં ગભરાટ ફેલાઈ ગયો. સ્થાનિક લોકો કહે છે કે ઘટના બાદ પડોશમાં બેચેની છે. વિજય રૂપાણીના પત્ની અંજલી બેન છેલ્લા છ મહિનાથી લંડનમાં છે અને રૂપાણી આજે તેમને પાછા લાવવા માટે લંડન જવાના હતા. હવે લગભગ ખાતરી થઈ ગઈ છે કે તેઓ આ ફ્લાઇટ AI-171 માં અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા. તેમની ટિકિટ પરથી પુષ્ટિ થઈ છે કે તેઓ સીટ નંબર 2-D પર બેઠા હતા. આ ખુલાસા પછી, અકસ્માતની સંવેદનશીલતા વધુ વધી ગઈ છે. અકસ્માતમાં અત્યાર સુધીમાં 40 લોકોના મોત થયા છે અને રૂપાણીની સલામતી અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

    આ સમાચાર પણ વાંચો : Ahmedabad Plane Crash : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બ્રિટનના 53, પોર્ટુગલના 7 મુસાફરો; કયા દેશના કેટલા મુસાફરો હતા; નામોની યાદી જાહેર

    Ahmedabad Plane Crash :વિમાન બોઇંગ ડ્રીમલાઇનર હતું

    એર ઇન્ડિયાની ફ્લાઇટ બપોરે 1:39 વાગ્યે લંડન માટે ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થઈ ગઈ. અકસ્માત સમયે તેમાં લગભગ 242 લોકો સવાર હતા. એર ઇન્ડિયાનું વિમાન મેઘાણી નગરના રહેણાંક વિસ્તારમાં ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થયું. આકાશમાં ધુમાડો અને જોરદાર વિસ્ફોટના અવાજથી સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. એર ઇન્ડિયાએ પણ ટ્વિટ કરીને આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી હતી. ફ્લાઇટ નંબર AI171 એક બોઇંગ ડ્રીમલાઇનર હતું જે અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ વિમાનની ક્ષમતા 300 થી વધુ લોકો હોવાનું કહેવાય છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Magic Of Compounding: લાખના શેર બન્યા 80 કરોડ: પિતાના ઇન્વેસ્ટમેન્ટ થી પુત્ર બન્યો કરોડપતિ

    Magic Of Compounding: લાખના શેર બન્યા 80 કરોડ: પિતાના ઇન્વેસ્ટમેન્ટ થી પુત્ર બન્યો કરોડપતિ

    News Continuous Bureau | Mumbai 

    Magic Of Compounding: સોશિયલ મીડિયા (Social Media) પર હાલમાં એક એવી વાર્તા વાયરલ થઈ રહી છે, જેમાં એક યુવાનને તેના પિતાના જૂના શેર સર્ટિફિકેટ મળ્યા અને તે જોઈને તેની આંખો ફાટી ગઈ. 90ના દાયકામાં પિતાએ જિંદલ વિજયનગર સ્ટીલ (JSW Steel)માં માત્ર 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, જે આજે 80 કરોડ રૂપિયાની કિંમત ધરાવે છે. આ વાર્તા Reddit પર શેર થઈ હતી અને પછી X (Twitter) પર સૌરવ દત્તાએ તેને વાયરલ કરી.

     Magic Of Compounding: ઇન્વેસ્ટમેન્ટ (Investment)નો જાદૂ: 1 લાખથી 80 કરોડ સુધીનો સફર

    આ યુઝરનું કહેવું છે કે તેના પિતાને મળેલા જૂના શેર સર્ટિફિકેટ્સ આજે કરોડોનું મૂલ્ય ધરાવે છે. આ શેરોમાં સ્ટોક સ્પ્લિટ (Stock Split), બોનસ શેર (Bonus Shares) અને ડિવિડન્ડ (Dividends)ના કારણે મૂલ્યમાં અદભૂત વૃદ્ધિ થઈ છે. આ એક જીવંત ઉદાહરણ છે કે લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે સંપત્તિ ઊભી કરી શકે છે.

    Magic Of Compounding:  કમ્પાઉન્ડિંગ નો કમાલ: વ્યાજ પર વ્યાજનું ચમત્કાર

    ફાઇનાન્સમાં કમ્પાઉન્ડિંગ (Compounding) એ સૌથી શક્તિશાળી સાધન છે. જ્યારે તમે તમારા રોકાણને લાંબા સમય સુધી રાખો છો, ત્યારે તે વ્યાજ પર વ્યાજ આપવાનું શરૂ કરે છે. જો 1 લાખ રૂપિયાને 12% વાર્ષિક રિટર્ન પર 30 વર્ષ માટે રોકવામાં આવે, તો તે લગભગ 30 લાખ થઈ શકે છે. પરંતુ જો તેમાં બોનસ, ડિવિડેન્ડ અને સ્પ્લિટ્સ ઉમેરાય તો તે કરોડોમાં પહોંચી શકે છે.

    આ સમાચાર પણ વાંચો : Modi Govt 11 Years: મોદી સરકારના 11 વર્ષ, ધરતીથી આકાશ સુધી બદલાવનો દાયકોઃ અર્થતંત્રમાં થયો મોટો બુસ્ટ

     Magic Of Compounding: સોશિયલ મીડિયા પર શેર સર્ટિફિકેટ્સની તસવીરો છવાઈ

    આ વાર્તા Reddit પર Anhad Arora નામના યુઝરે શેર કરી હતી. તેણે લખ્યું કે લોકો સમજી શકતા નથી કે લાંબા ગાળાના રોકાણમાં કેટલો મોટો લાભ છુપાયેલો હોય છે. શેર સર્ટિફિકેટ્સની તસવીરો પણ વાયરલ થઈ છે, જેમાં પીળા પડેલા કાગળ પાછળ છુપાયેલો છે એક મોટો નાણાકીય પાઠ.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

  • Crocodile Viral Video : હિંમત કે ગાંડપણ! આ ભાઈએ પાણીમાંથી મગરને બહાર કાઢ્યો અને લગાવ્યો ગળે, વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા.. જુઓ 

    Crocodile Viral Video : હિંમત કે ગાંડપણ! આ ભાઈએ પાણીમાંથી મગરને બહાર કાઢ્યો અને લગાવ્યો ગળે, વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા.. જુઓ 

      News Continuous Bureau | Mumbai  

    તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક માણસ નદીમાંથી મગરને બહાર કાઢતો અને તેને ગળે લગાવતો જોવા મળે છે. આ ચોંકાવનારો વીડિયો જોયા પછી લોકો સ્તબ્ધ થઈ ગયા. લોકોએ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપીને ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. કેટલાક લોકો તે વ્યક્તિને હિંમતવાન કહેવા લાગ્યા તો કેટલાક તેને પાગલ કહેવા લાગ્યા.

    Crocodile Viral Video :જુઓ વિડીયો 

    View this post on Instagram

    A post shared by Fishing Community (@fishing.tribe)

    Crocodile Viral Video :યુઝર્સની ટિપ્પણી 

    આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ નદીમાં પ્રવેશ કરે છે અને મગરની સામે નાચતો જોવા મળે છે. પછી તે માણસ મગરને પાણીમાંથી બહાર કાઢે છે એટલું જ નહીં, પણ તેને પોતાની છાતી સાથે જોડીને નદીમાં નાચવાનું પણ શરૂ કરે છે. જેણે પણ આ ભયાનક દૃશ્ય જોયું, તેના શ્વાસ થંભી ગયા. મગરોને સામાન્ય રીતે શિકારી માનવામાં આવે છે. પાણીની અંદર તે સૌથી મોટા પ્રાણીઓને પણ હરાવી શકે છે. માનવી શું છે? પરંતુ અહીં તે માણસ કોઈ પણ ડર વગર મગરને પોતાના આલિંગનમાં લઈને નાચતો જોવા મળ્યો. આ વીડિયો જોયા પછી, લોકોએ કહ્યું કે કદાચ મગર તે વ્યક્તિનો પાલતુ હતો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચન ની કાર ને બસ એ મારી ટક્કર, થયું મોટું નુકસાન, જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો ની હકીકત

    Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચન ની કાર ને બસ એ મારી ટક્કર, થયું મોટું નુકસાન, જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો ની હકીકત

    News Continuous Bureau | Mumbai

    Aishwarya Rai Bachchan Car Hit: બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ના કાર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.જેને અલીને અભિનેત્રી ના ચાહકો ચિંતા માં આવી ગયા હતા. ગઈકાલે મોડી સાંજે મુંબઈમાં આ ઘટના બની હતી, જેમાં એક લાલ રંગની બસે તેની લક્ઝરી ગાડીને પાછળથી ટક્કર મારવાની વાત છે.દાવા પ્રમાણે તેની લક્ઝરી કાર ને બસે પાછળથી ટક્કર મારતા કાર ના પાછળના ભાગે મોટું નુકસાન થયું છે. હવે આ મામલે એક અપડેટ સામે આવ્યું છે. .

    આ સમાચાર પણ વાંચો: Anupama Rupali ganguly: રાજન શાહી ની ઈફ્તાર પાર્ટી માં ટીવી ની અનુપમા એ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે રૂપાલી ગાંગુલી ના વખાણ

    ઐશ્વર્યા સલામત, કોઈ મોટું નુકસાન નહીં

    મીડિયા રિપોર્ટ મુજબ ઐશ્વર્યા ને કોઈ જાતની ઈજા થઇ નથી અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. નજીકના સૂત્રો મુજબ, ગાડીના પાછળના ભાગમાં થોડી ખામીઓ આવી છે, પરંતુ મોટા નુકસાન ની કોઈ વાત નથી. આ સાથે જ ઐશ્વર્યા ની ટીમે પણ ચિંતાને દૂર કરતા આ આકસ્મિક ને નાની ઘટના ગણાવી છે.

    View this post on Instagram

    A post shared by Varinder Chawla (@varindertchawla)

    સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં, ઐશ્વર્યા ની ગાડી અને બસ વચ્ચે થયેલી ટક્કરની ક્લિપ જોઈ શકાય છે. વીડિયોના કારણે ચાહકો ચિંતિત થઇ ગયા છે અને ઐશ્વર્યા ની સુરક્ષા માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Shahrukh khan: પોલીસ ના અવતાર માં જોવા મળ્યો શાહરુખ ખાન, કિંગ ખાન નું પોસ્ટર વાયરલ થતા લોકો લગાવી રહ્યા છે આવું અનુમાન

    Shahrukh khan: પોલીસ ના અવતાર માં જોવા મળ્યો શાહરુખ ખાન, કિંગ ખાન નું પોસ્ટર વાયરલ થતા લોકો લગાવી રહ્યા છે આવું અનુમાન

    News Continuous Bureau | Mumbai

    Shahrukh khan: શાહરુખ ખાન બોલિવૂડ નો બાદશાહ છે. શાહરુખ ખાન ની ફિલ્મો ની લોકો આતુરતા થી રાહ જોતા હોય છે તેવામાં સોશિયલ મીડિયા પર શાહરુખ ખાન ની પોલીસ ના આવતાર માં એક તસવીર વાયરલ થઇ રહી છે. જેને જોઈને લોકો આવું અનુમાન લગાવી રહ્યાછે. 

    આ સમાચાર પણ વાંચો: Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર પર મુકાયું પૂર્ણવિરામ, આશુતોષ ગોવારિકર ના પુત્ર ના રિસેપ્શન માં એકબીજા સાથે ટ્વીનીંગ કરતું જોવા મળ્યું કપલ

    શાહરુખ ખાન નું પોસ્ટર થયું વાયરલ 

    સોશિયલ મીડિયા પર શાહરુખ ખાન નું એક પોસ્ટર વાયરલ થઇ રહ્યું છે આ પોસ્ટર માં શાહરુખ ખાન પોલીસ ના અવતાર માં જોવા મળી રહ્યો છે આ સિવાય તે બાઈક પર પણ બેઠેલો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરતાં લખવામાં આવ્યું છે કે શાહરૂખનો પોલીસ લુક ઇન્સ્ટાગ્રામ પર આગ લગાવી રહ્યો છે. શું આ એક રોમાંચક નવી ભૂમિકા છે કે પાવર-પેક્ડ બ્રાન્ડ ઝુંબેશ?

    View this post on Instagram

    A post shared by Pinkvilla (@pinkvilla)

    શાહરુખ ખાન ની આ તસવીર સામે આવતા ચાહકો કહી રહ્યા છે કે આ ચોક્કસ એક જાહેરાત છે. એકે લખ્યું, ગમે તે હોય, ધમાકો થશે. બીજા કોઈએ લખ્યું કે અમે કિંગ ખાનને ફરીથી મોટા પડદા પર પોલીસ લુકમાં જોવા માંગીએ છીએ.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Dev joshi wedding: પ્રાજક્તા બાદ બાલવીર ફેમ દેવ જોશી પણ બંધાયો લગ્ન ના બંધન માં, અભિનેતા એ શેર કરી તસવીરો

    Dev joshi wedding: પ્રાજક્તા બાદ બાલવીર ફેમ દેવ જોશી પણ બંધાયો લગ્ન ના બંધન માં, અભિનેતા એ શેર કરી તસવીરો

    News Continuous Bureau | Mumbai

    Dev joshi wedding: બાલવીર ફેમ અભિનેતા દેવ જોશી લગ્ન ના બંધન માં બંધાયો છે. દેવ એ તેની ગર્લફ્રેન્ડ આરતી સાથે લગ્ન કર્યા છે. આરતી સાથે લગ્ન કરી દેવ નેપાળ નો જમાઈ બની ગયો છે. દેવ એ તેના સોશિયલ મીડિયા પર તેના લગ્ન ની સુંદર તસવીરો શેર કરી છે. 

    આ સમાચાર પણ વાંચો: Munmun dutta video: જેઠાલાલ કે ઐયર નહીં પરંતુ આ વ્યક્તિ સાથે બબીતાજી એ કર્યો ડાન્સ, ગોવિંદા ના ગીત પર મુનમુન દત્તા એ લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

    દેવ એ શેર કરી લગ્ન ની તસવીરો 

    દેવ જોશી એ તેના સોશિયલ મીડિયા પર તેના લગ્ન ની તસવીરો શેર કરી છે આ તસવીરો માં દેવ જોશી સફેદ રંગની શેરવાની માં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે જ્યારેકે તેની પત્ની આરતી લાલ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.દેવ એ આ તસવીરો શેર કરતા લખ્યું, ‘હંમેશા યાદ રહે તેવી તારીખ. હું તમારા માટે છું અને તમે મારા માટે છો.’

    View this post on Instagram

    A post shared by Dev Joshi (@devjoshi28)

    તમને જણાવી દઈએ કે આરતી નેપાળ ની દીકરી છે. હવે આરતી સાથે લગ્ન કરી દેવ જોશી નેપાળ નોજમાઈ બની ગયા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Prajakta-Vrishank Wedding: પ્રાજક્તા કોલી એ લીધા વૃષાંક સાથે સાત ફેરા, લગ્ન ની સુંદર તસવીરો આવી સામે

    Prajakta-Vrishank Wedding: પ્રાજક્તા કોલી એ લીધા વૃષાંક સાથે સાત ફેરા, લગ્ન ની સુંદર તસવીરો આવી સામે

    News Continuous Bureau | Mumbai

    Prajakta-Vrishank Wedding: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રાજક્તા કોલી એ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ વૃષાંક કનાલ સાથે  ધામધૂમ થી લગ્ન કર્યા છે. ઘણા વર્ષો સુશી એકબીજા ને ડેટ કર્યા બાદ આખરે બંને લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. પ્રાજક્તા એ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્ન ના ફોટા શેર કર્યા છે. લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો: Munawar Faruqui: રણવીર અલ્હાબાદિયા અને સમય રૈના બાદ હવે આ સ્ટેન્ડઅપ કોમેડિયન વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, શો બંધ કરવાની પણ થઇ માંગણી, જાણો વિગત

    પ્રાજક્તા કોલી એ શેર કરી તસવીરો 

    પ્રાજક્તાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની સુંદર તસવીરો શેર કરી. આ તસવીરો માં, પ્રાજક્તા આછા ભૂરા અને ઓફ વ્હાઇટ રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દરમિયાન વૃષાંક ક્લાસિક ઓફ-વ્હાઇટ શેરવાનીમાં ખુબ જ હેન્ડસમ જોવા મળ્યો હતો.સોશિયલ મીડિયા પર પ્રાજક્તા ના લગ્ન ની તસવીરો વાયરલ થઇ રહી છે.

    View this post on Instagram

    A post shared by Prajakta Koli (@mostlysane)

    પ્રાજક્તાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે જયારે તે અને વૃષાંક એકબીજા ને મળ્યા ત્યારે પ્રાજક્તા ૧૮ વર્ષની હતી અને વૃષાંક ૨૨ વર્ષનો હતો બંને 13 વર્ષ એકબીજા સાથે રહ્યા બાદ લગ્ન કર્યા હતા.